કુદરતના ખોળે આવેલું મહેલોનું નગર -રાજપીપળા

રાજપીપળા એ એક ઐતિહાસિક અને સુંદર જંગલોથી હર્યુભર્યુ નગર છે. આખું નગર જ જોવાલાયક છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે. રાજપીપળા એ મહેલોંને મંદિરોનું નગર છે. હવે એ આધુનિક શહેર બનવાની તૈયારીમાં જ છે. રાજપીપળા એ ગુજરાતી ફિલ્મોનાં શુટિંગ માટેનું સુંદર લોકેશન છે, ઘણી બધી ફિલ્મોનું શુટિંગ અહીં થાય છે. હું ઘણો જ નસીબદાર છું કે જયારે હું ગરુડેશ્વર ગયો હતો ત્યારે મને રાજપીપળા જોવાનો મોકો મળ્યો હતો. એક ઇન્સ્પેકટરની ઓળખાણને કારને એ મહેલની મહેમાનગતી માનવાનો મોકો મળ્યો હતો. એના સંસ્મરણો હજુ પણ હું મનમાં વાગોળું જ છું. રાજાશાહી ઠાઠ અને સરભરા કેવી હોય તે ત્યારેજ મને ખ્યાલ આવ્યો અને એનો જાત અનુભવ પણ કર્યો.

આજે એ સુંદર હેરીટેજ રિસોર્ટ બની ગયો છે
અને ભાવ પણ બહુ નથી જ
એમાં જવાય અને રહેવાય જ !!!
ગરુડેશ્વર બ્રીજ પસાર કરીએને એટલે તરત જ રાજપીપલા આવે
આજે તો રોડ પણ બહુજ સરસ બન્યાં છે.

રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

રાજપિપલા નગરમાં ગોહીલ વંશના કુળદેવી હરસિધ્ધી માતાનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનું માહત્મ્ય રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાં ઘણુ છે. આસો માસમાં આવતી નવરાત્રી વખતે મેળો પણ ભરાય છે.
રાજપીપલામાં ૧૦૦૦ બારીવાળો એક સુંદર મહેલ પણ છે
જે ખાસ જ જોવાલાયક છે !!!

વાડિયા પેલેસ
રાજપિપલામાં ઘણા મહેલો આવેલા છે. વાડિયા પેલેસ આ પૈકીનો એક મહેલ છે, જેનું મૂળ નામતો ‘ઇન્દ્રજીત પદ્મિની પેલેસ’ છે. આ રાજમહેલ હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે અને અહિં વન ખાતાની કચેરી ઉપરાંત રોપ ઉછેર કેન્દ્ર ચાલે છે. મહેલનાં પ્રાંગણમાં સુંદર ઔષધિય વનસ્પતિ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે, જેમાં અનેક લુપ્ત થઈ રહેલી તથા દુર્લભ જડીબુટ્ટીઓ ઉછેરવામાં આવી રહી છે.

આ ઉદ્યાનમાં અશોક, વા લાકડી, દંતી, હરડે, ટેંટુ, અર્જુન, ભિલામો, લસણવેલ, મધુનાશિની, વિદારી કંદ, લીંડીપીપર, ગજપીપર, કાળો ખેર, ચિત્રક જેવી વિવિધ વનસ્પતિઓ છે. આ ઉદ્યાનનું નિયમન ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અહીંથી આશરે ૧૦ કી.મી.ના અંતરે જીતનગર, ડેમ ફળીયા પાસે બીજો એક આયુર્વેદીક વનસ્પતિ ઉદ્યાન પણ આવેલો છે, ત્યાં પણ વિવિધ વનસ્પતિઓ જોવા મળી શકે છે. આ ઉદ્યાનનુ સંચાલન તાજેતરમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરને સોંપાયુ છે. વાડીયા પેલેસ ખાતે સરકારી આયુર્વેદિક ફાર્મસી પણ મહેલનાં એક ભાગમાં આવેલી છે. જ્યાં પહેલાંના સમયમાં મહારાજાનું રસોડું હતું, ત્યાં હાલમાં આ ફાર્મસી બનાવવામાં આવી છે.

રાજ કુટુંબ
રાજપિપલાનાં રાજાનું હજુ પણ માન છે. રાજકુમાર માનવેંદ્રસિંહ ગોહીલ (પ્રિન્સ માનવ અથવા તો માનવ તરીકે વધુ જાણીતા) ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે
અને વડોદરામાં લક્ષ્ય નામે એક સેવાભાવી સંસ્થા ચલાવે છે. જે સજાતિય પુરુષો (ગે-Gay)માં એઇડ્સ વિષે જાગૃતિ લાવવાનાં કાર્યમાં પ્રવૃત્ત છે.

રાજવંત પેલેસ  ———-
ગુજરાતમાં જ્યારે રાજવી પરિવારોનો દબદબો હતો. તે વેળાં રાજપીપળા સ્ટેટ પોતાનું નોખું અસ્તિત્વ ધરાવતું હતું અને તેને રજવાડી નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. અહીં ગોહિલ વંશનાં રાજાઓનો ઠાઠમાઠ વર્તાતો હતો. મહારાજા વિજયસિંહ અહીંનાં છેલ્લાં રાજા તરીકે પોતાનો શાસનકાળ સંભાળી ચૂક્યા હતા. ત્યારે તેમનાં સમયમાં રાજપીપળાને સ્થાપત્યનાં કેટલાંક બેનમુન નમુનાઓની ભેટ આપીને ગયા છે. મહારાજાનાં સમયમાં બનેલાં રાજમહેલો અને વિવિધ પ્રકારનાં બાંધકામનાં ઉત્તમ નુમના જેમાં આજેપણ કોર્ટ કચેરી, બેન્કો, સરકારી કચેરીઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ બાંધકામ પૈકી રાજવંત પેલેસ મહત્વનું અંગ બની રહ્યું છે. આ પેલેસ હાલમાં ગુજરાતી, ભોજપુરી સહિત અન્ય કેટલીક ભાષાઓનાં ફિલ્માંકન માટે અને વિવિધ ટીવી સિરિયલો દ્રશ્યાંકન માટેનું સાક્ષી રહ્યું છે.

રાજપીપળા સ્ટેટને નાંદોદ તરીકે ઓળખવામાં આવતું હતું. નાંદોદમાં ગોહિલવાડનો ઉદય થતાં પહેલાં રાજા અને સ્ટેટનાં સ્થાપક મહારાજા ગંભીરસિંહજી હતાં. તેમનો શાસનકાળ ૧૮૯૭ સુધી રહ્યો હતો. તેમનાં ઉત્તરાધિકારી તરીકે મહારાજા છત્તરસિંહજી રહ્યાં હતાં. જેમણે ૧૯૧૫ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ મહારાજા વિજયસિંહજીનાં હાથમાં નાંદોદ (રાજપીપળા) સ્ટેટનો દોરી સંચાર સોંપાતાં તેમનો કાર્યકાળ એ ગોહિલ રાજનો સુવર્ણયુગ બની ગયો. રજવાડી નગરી રાજપીપળાને વિકાસની ભેટ આપનારા અને પ્રજા વાત્સલ્ય રાજા વિજયસિંહજી ગોહિ‌લની કાળા ઘોડા પર સવાર પ્રતિમા રાજપીપળાનાં પ્રવેશ દ્વાર સમા કાળા ઘોડા સર્કલ ઉપર મુકવામાં આવી છે.

રાજવંત પેલેસની સ્થાપના વર્ષ ૧૯૧૫માં રાજપીપળા સ્ટેટનાં રાજા વિજયસિંહજીએ કરી હતી. ટીપીકલ યુરોપીયન સ્ટાઇલના બાંધકામનો આ એકઅદભુત નમુનો છે. આ પેલેસ હાલ હેરીટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે. રાજમહેલમાં રોમ અને ગ્રીકની સ્થાપત્ય કલાના પણ દર્શન થાય છે. મહેલમાં એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેમાં રજવાડી પરિવેશથી લઇ રહેણી કરણીની ચીજવસ્તુ વસ્તુઓને પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.  મ્યુઝિયમમાં મહારાજા વિજયસિંહની 70 વર્ષ જૂની કાર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

રાજપીપળા સ્ટેટનાં રાજવીઓનો વિશાળ તૈલચિત્રો, ઝુમ્મરોનો ઝગમગાટ અને આલીશાન શાનોશૌકત આંખોને આંજી દે તેવાં છે. હાલમાં તેને રાજવંત પેલેસ રિસોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. પેલેસને પિંક પેલેસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પેલેસ ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોનાં શુટિંગ માટે સાક્ષી બની ગયો છે. આ પેલેસને ફિલ્માંકન માટે ભાડે આપવામાં આવે છે.

રાજવંત પેલેસનાં ઘણા વિશાળ રૂમ આવેલાં છે. જેમાંથી કેટલાંક રૂમ અંગત મ્યુઝિયમ તેમજ રાજવીઓની શૌર્યગાથા ગાતી ટ્રોફીઓ તેમજ વિજય-અમરામ તેમજ આખેટનાં શિકારની ગાથાઓ કહેતા હિંસક પશુઓનાં મસ્તક માટે સાચવી રાખ્યા છે – અન્ય રૂમમાં નયનરમ્ય રીતે રાચ-રચીલું પણ ગોઠવવામાં આવ્યું છે. અહીંની સગવડો અત્યંત આધુનિક કક્ષાની છે. પેલેસમાં એક સુંદર રેસ્ટોરન્ટ પણ આવેલું છે, જેમાં વૈવિધ્યપૂર્ણ વાનગીઓ મળે છે. આ ઉપરાંત કોન્ફરન્સ, બેન્કવેટ તેમજ કાર્યક્રમ કરવા માટે પણ હૉલની ખાસ સગવડો છે.

રાજવંત પેલેસનું મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષનું કેન્દ્ર   ———-

રાજપીપળામાં ૨૦ વર્ષ અગાઉ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. વર્લ્ડ મ્યુઝિયમ ડેની ઉજવણીનાં દિવસે જ તેની સ્થાપના કરવામાં આવી હતી. રજવાડી નગરી નાંદોદમાં રજવાડી ગોહીલના ઠાઠમાઠ અને જાજરમાનને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. જેને નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે. મ્યુઝિયમની મુલાકાતે આવતા પ્રવાસીઓ રજવાડી પરિવેશથી લઇ રહેણીકરણીની ચીજવસ્તુ, શિકારના શોખ, આદિવાસી પરંપરા, હેરિટેઝ વસ્તુઓની યાદગાર પળોને માણે છે. પૂર્વ મહારાણી રૂક્ષ્મણીદેવીએ જણાવ્યું હતું કે મ્યુઝિયમમાં રોયલ, આદિવાસી અને હેરીટેજ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. જેમાં રાજ રજવાડીનો પહેરવેશ, વાજીત્રો, શસ્ત્રો, શિકારના સાધનો રાજા વિજયસિંહની 100 વર્ષ જુની ગાડી આજ પણ તે સમયની યાદ અપાવે છે. આ તમામ વસ્તુ જાળવી રાખી પ્રજાને નિહાળવા મ્યુઝિયમમાં મુકી તેનું પ્રદર્શન ગોઠવાયું છે.

1903-04

રાજપીપળાની આસપાસનાં જોવાલાયક સ્થળો ———-
રાજપીપળા ખાતે આવતાં સહેલાણીઓ માટે એક આદિવાસી ગ્રામ્ય શૈલીને પ્રદર્શિત કરતું સુંદર મ્યુઝિયમ છે, જેમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર પ્રવૃત છે. રાજપીપળાનાં રાજવંત પેલેસનાં રોકાણ દરમિયાન નજીકનાં નર્મદા કિનારે વસેલા ચાણોદ-કરનાળીમાં પવિત્ર સ્નાનનું પુણ્ય પામી શકાય છે. નર્મદા બંધ તો ખરો જ પણ વિશાલ ખાડી, ઝરવાણી, સાધુ ટેકરી સહિતનાં સ્થળોએ જઈને પણ પ્રવાસીઓ કુદરતનાં ખોળાનો લ્હાવો લઈ શકે છે. વિકેન્ડમાટેનું આદર્શ સ્થળ છે આ સાથે સાથે નજીકમાંજ પોઈચના અદ્ભુત સવામીનાયણ નીલકંઠ ધામ પણ જય શકાય છે !!!

અહીં રાજમહેલ,
હરસિધ્ધિમાતાનું મંદિર,
ગાયત્રી યજ્ઞ શાળા,
કરજણ ડેમ,
સરદાર સરોવર બંધ,
સુરપાણેશ્વર અભયારણ્ય (શૂલપાણેશ્વર અભયારણ્ય),
ગરૂડેશ્વર વગેરે જોવાલાયક સ્થળો છે.

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

નર્મદા જીલ્લાનું કુદરતી સૌંદર્ય વર્ષાઋતુમાં સોળે કળા એ ખીલી ઉઠે છે. જેમ નવોઢા કન્યા સોળે શણગારના સાજ સજી તૈયાર થાય અને તેનું સૌંદર્ય નીખરી ઉઠે તેમ ચોમાસાની ઋતુમાં નર્મદા જીલ્લાનું કુદરતી સૌંદર્યખીલી ઉઠે છે.

હરીહરી વસુંધરાયે નીલા નીલા યે ગગન..
કે જીસપે બાદલોકી પાલકી ઉંડારહા પવન..
દિશા એ દેખો રંગભરી, ચમક રહી ઉમંગભરી..
યે કિસ કવિકી કલ્પના કા ચમત્કાર હૈ યે કૌન ચિત્રકાર હૈ…

ગાયક મુકેશના કંઠે ગવાયેલ આ ગીત કુદરતના સૌંદર્યની પ્રશસ્તિ કરે છે. ત્યારે નર્મદા જીલ્લામાં પણ હાલ વર્ષા રાણીએ તેના હેત વરસાવ્યા હોય કુદરતી સૌંદર્ય ચરમ સીમાએ ખીલી ઉઠયુ છે. ઉંચા ઊંચા પહાડો અને તેના પર ઘટાદાર લીલીછમ્મ વનરાજી જોનારને મોહિત કરી દે છે તો આ ઊંચા પહાડો સાથે ટપલીદાવ રમતા ઘટાદાર વાદળોની મસ્તીને સમર્થન આપતા પરાડો પર ખડખડ વહેતા ઝરણા સાચે જ કુદરતનો સાક્ષાત્કાર કરાવે છે,. આગળ જણાવેલ મુકેશનાં કંઠે ગવાયેલ ગીત નર્મદા જીલ્લાનાં પ્રવાસે આવનાર પ્રવાસી અચૂક ગણગણે છે.

વરસો પહેલા જયારે સ્વ. વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૃ રાજપીપળા નજીક નર્મદા ડેમના ખાત મુહુર્ત અંગે આવ્યા હતા. ત્યારે પહાડોને ચીરતી અફાટ નર્મદા નદીના નીર અને આસપાસનાં ઊંચા ઊંચા પહાડો જે ભૂરા ભૂખરા વાદળો સાથે જાણે સંતાકૂકડી રમતા હોય આ દ્રશ્ય જોઇ પંડિત નહેરૃ એ રાજપીપલા વિભાગને ગુજરાતના કાશ્મીરની ઉપમાં આપી હતી. નર્મદા જીલ્લામાં વિશાળ નર્મદા નદી તેમજ કરજણ નદી તેના પર બંધાયેલ વિશાળ ડેમ અને ડેમનાં અફાટ વહેતા જળાશયો જોનારને ચકા ચૌંધ કરી દે છે. તો જીલ્લાનાં ઉંડાણમાં આવેલ ડેડિયાપાડાનો નીનાઇધોધ ધોર જંગલમાં સતત રણકાર કરી કુદરતની હાજરીની પ્રતિતી પ્રવાસીઓને કરાવે છે.

તો માલસામોટ નો ધરતી પર લીલીછમ્મ ચાદર પાથરી હોય તેવો વિશાળ પ્રદેશ પ્રવાસીઓને રોજબરોજની કાયમી ઝંઝટ ભૂલાવી દે છે. રાજપીપલા નજીક ઝરવાણીનું વર્જીન જંગલ અને તેમાં ગુફામાં તપ કરતા સાધક જેવો ઝરવાણી નો જલપ્રપાત (ધોધ) ઉપરાંત માથાવલી અને ધારાના ધોધ જોઇ મન તરબતર થયા વિના નથી રહેતુ. આ ઉપરાંત જીલ્લાના જંગલોમાં વહેતી નાની મોટી નદીઓ અને પહાડો પરથી નટખટ બની દોડી જઇ ધરતીમાં સમાતા ઝરણા નું સંગીત પ્રવાસીઓને ડોલાવી દે છે. આમ નર્મદા જીલ્લામાં હાલ સતત કુદરતનો સાક્ષાત્માક થઇ રહ્યો છે.

શુધ્ધ હવા, અને અબોદ પર્યાવરણ માનવીના રોજરોજના તનાવને દૂર કરી મનને પ્રફુલ્લીત બનાવી દે છે. તો પ્રવાસીઓ ને કુદરતના ખોળે રમવા અને નિરાંત માણવા વનવિભાગે પણ વિશાલ વાડી, ઝેરવાણી, સગાઇ વગેરે સ્થળે કેમ્પ સાઇટ બનાવી છે. ત્યારે કુદરતી સૌંદર્યની સાથે જ માનવી ની આંતરિકચેતના ને જગાવતા પૌરાણિક મંદિરો પણ જંગલ ટુરીઝમની સાથે રીલીજીઅન ટુરીઝમનો મેળ મેળાપ કરાવે છે. નર્મદા નદીનાં કિનારે આવેલ શુલપાણેશ્વર મંદિર, દત્તમંદિર, રામાનંદી આશ્રમ, ભાદરવા ટેકરી પર ભાથીજી મંદિર તો દેવ મોગરા માતાનું મંદિર ચાર્તુમાસ માં ધાર્મિકતાનો અનેરો લાભ આપે છે.

આમ વર્ષાઋતુમાં નર્મદા જીલ્લામાં ખીલી ઉઠેલ કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને કુદરતનો સાક્ષાત્કાર કરાવે ઉંચા પહાડો પર ટ્રેકીંગ, જળાશયોના કિનારે કે ધોધની બાજુમાં કલાકો વિતાવી જંગલ સફારીના શોખીનો માટે નર્મદા જીલ્લો ઉત્તમ સ્થળ છે. અને તેથી જ હવે દૂરદૂર કાશ્મીર કે મનાલી સીમલા જવાને બદલે પ્રવાસીઓ હવે નર્મદા જીલ્લાની વાટ પકડી રહ્યા છે.

રજવાડા સાથે રિસોર્ટ અને કુદરતની લીલાઓ જોવી હોય તો રાજપીપળા અવશ્ય જવું જ રહ્યું મહેલ, હરસિદ્ધિ માતા , શુર્પાનેશ્વ્ર ધોધ અને જનાગલો પહાડો અને ઝરણાં ને મૈયા નર્મદા નદી એમ ઘણું જોવા જેવું છે. આજે તો એ સારું શિક્ષણ કેન્દ્ર અને નવવિકસિત અદ્યોગિક નગર પણ બન્યું છે
આયુર્વેદિક છોડો એ એનો મુખ્ય ધંધો છે અને લાકડાના સાધનોનો !!! આ સ્થળે એકવાર નહિ અનેકોવાર જવાય જ !!!

——- જનમેજય અધ્વર્યુ

🌷🥀🌹🌷🥀🌹🌷🥀🌹

error: Content is protected !!