રાજા પુલકેશીન (પુલકેશી) દ્વિતીય

ઇસવીસન ૬૦૯-૬૧૦ થી ઇસવીસન ૬૪૨-૬૪૩

એતો નિર્વિવાદ છે કે રાજા પ્રધાનતયા રાજપૂતો અને ક્ષત્રિયો જ વધારે થયાં છે. એમાં આપણે રાજપુતાના કે રાજસ્થાન અને દિલ્હીના ઇતિહાસથી જ વધુ પરિચિત છીએ. દક્ષીણ ભારતમાં એક જોરદાર રાજપૂત વંશ થયો હતો એની આપણને ઓછી જ ખબર છે. એ વંશનું નામ છે ચાલુક્ય (સોલંકી) વંશ. આ વંશના બધાં જ રાજાઓ શુરવીર હતાં જો કે બીજા નહોતાં એમ કહેવાનો આશય મારો બિલકુલ જ નથી !!! પણ આ વંશમાં કોઈજ નબળો રાજા નહોતો થયો, આ વંશની વાત કરીએ તો ઉડીને આંખે વળગે એવું એક જ નામ આવે છે અને એ છે રાજા પુલકેશીનું  !!!!

પુલકેશી હિત હર્ષ ચલે થે, સબકા હર્ષ જાયેગા રે ।
સંઘને શંખ બજાયા ભૈયા સત્યજયી અબ હોગા રે ॥

રાજા પુલકેશીન દ્વિતીય વાતાપી (બાદામી)નાં શાસક હતાં એ ચાલુક્ય વંશના હતાં. પોતાનાં કાકા મંગલીશના માર્યા જવાથી વિક્રમ સંવત ૬૬૭ (ઇસવીસન ૬૧૦)માં વાતાપીનાં રાજા બન્યાં. સોલંકી વંશમાં એની સમાન પ્રતાપી બીજો કોઈજ રાજા નથી થયો. એમના સમયમાં ભારતમાં બે જ પ્રબળ રાજાઓ હતાં, એક નર્મદાની ઉત્તરમાં હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશીન દ્વિતીય. પુલકેશિને દક્ષિણ ભારતને રાજનૈતિક એકતાનાં સૂત્રમાં એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. પુલકેશિન બહુજ પ્રતાપી વીર રાજા હતો. પુલકેશિને અનેકો રણવેત્તા રાજાઓને હરાવીને દક્ષિણ સમ્રાટની ઉપાધિ ધારણ કરી હતી !!!

રાજગાદી પર બેસતાંની સાથે જ સૌથી પહેલું કામ વિદ્રોહી સામંતોનાં દમનનું કર્યું. રાજ્યમાં સુવ્યવસ્થા થઇ ગયા એ પશ્ચાત પડોશી રાજ્યો પર વિજય મેળવવાં લાગ્યાં. સૌથી પહેલાં મૈસૂરનાં ગંગ વંશી રાજાને પરાસ્ત કરીને એમની સાથે મૈત્રી કરીને પોતાનાં સહાયક બનાવ્યાં. મલબારનાં નાગવંશી રાજાને આધીન કર્યા. કોંકણનાં મૌર્ય રાજાને પોતાની પ્રચંડ સૈન્ય દ્વારા પરાસ્ત કર્યા !!! અહીંની રાજધાની પૂરી પર આધિકાર પ્રાપ્ત કર્યો !!! ધીરે ધીરે કરીને દક્ષિણ ભારતનાં રાજ્યોને જીતીને એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરવાનો પ્રયાસ કરવાં લાગ્યાં. વિજિત રાજાઓને સહાયક બનાવીને , એમના સહયોગથી આક્રમણ કરતાં રહ્યાં. લાટ(ભડોન્ચ), માલવા અને ગુર્જર(ગુજરાત)નાં રજાઓએ ભયભીત થઈને પુલકેશિનની આધીનતા સ્વીકાર કરી દીધી !!!

એમણે કદમ્બુની રાજધાની પર આક્રમણ કરીને પોતાનો અધિકાર મેળવી લીધો. દક્ષિણ કોસલ (ઓરિસ્સા), કલિંગ દેશનાં રાજા એમના સૈન્યને જોઇને ભયભીત થઈ ગયાં એમણે પણ અધીનતા સ્વાકારી લીધી …… એમણે પીષ્ઠ્પુર (મદ્રાસ)નાં રાજાને હરાવ્યા અને પોતાનાં ભાઈ વિષ્ણુવર્ધનને ત્યાનો રાજા બનાવ્યો !!!

ઉત્તર ભારતના સમ્રાટ હર્ષવર્ધન પોતાનાં રાજ્યનો વિસ્તાર દક્ષિણ ભારતમાં કરવાં માંગતા હતાં. અત: એ એક વિશાલ સેના લઈને દક્ષિણ વિજય માટે ચાલી નીકળ્યા.. બંને વચ્ચે મધ્ય નર્મદા નદીનાં તટ પર યુદ્ધ થયું. આ યુદ્ધ વિક્રમ સંવત ૬૬૯ (ઇસવીસન ૬૧૨)માં થયું હતું. આ યુધ્ધમાં સમ્રાટ હર્ષને પરાજિત કરીને ખ્યાતિ અર્જિત કરી !!! હર્ષની હસ્તિ સેનાનો સંહાર કર્યો. આ યુદ્ધનાં પરિણામ સ્વરૂપ હર્ષ દક્ષિણમાં આગળ નાં વધી શક્યો. સમ્રાટ હર્ષને પરાસ્ત કરવાથી પુલકેશિને પરમેશ્વર બિરુદ ધારણ કર્યું !!!

દક્ષિણનાં ચોલ,પાંન્ડયા અને કેરળનાં રાજા પર આક્રમણ કર્યું અને એને પોતાને અધીન કર્યા. આ સમયે પલ્લવ વંશના પ્રતાપી રાજા મહેન્દ્રવર્મન (કાંચી), પુલકેશિનનો પ્રબળ પ્રતિદ્વંદી હતો. એમનું રાજ્ય દક્ષિણમાં કૃષ્ણા નદી સુધી ફેલાયેલું હતું  ….. બંને વચ્ચે યુદ્ધ થયું  !!! પુલકેશિને પલ્લવ રાજ્યનાં કેટલાંક હિસ્સા પર પોતાનો અધિકાર જમાવી લીધો. મહેંન્દ્ર વર્મનનાં મૃત્યુ પછી એનો પુત્ર નરસિંહ વર્મન રાજા બન્યો !!! એણે ચોલ, પાંન્ડયા અને કેરળનાં રાજાઓ સાથે મૈત્રી કરી લીધી. પુલકેશિને બીજી વાર પલ્લવો પર આક્રમણ કર્યું. અંતમાં એ વીરતાપૂર્વક યુદ્ધ કરતાં કરતાં જ રણખેત થયાં !!!

પુલકેશિને હર્ષ પર વિજય પ્રાપ્ત કરીને ભારતમાં બહુ મોટી પ્રસિદ્ધિ મેળવી. એમની મૈત્રી વિદેશી રજાઓ સાથે પણ હતી. આ રાજા વિદ્યાનુરાગી પણ હતાં. એમનાં રાજ્યમાં બહુજ બધાં શિક્ષા કેન્દ્ર હતાં. રાજા સ્વયં સનાતનધર્મી હતાં પરંતુ તેઓ બીજાં ધર્મોનો પણ આદર કરતાં હતાં. એમનાં રાજ્યમાં બહુજ બધાં સંઘારામ (બૌદ્ધ વિહાર )અને હિંદુ દેવ મંદિર હતાં.  ચાલુક્ય રાજાઓએ ધર્મ, કલા અને સાહિત્યની ઉન્નતીમાં ઊંડી રૂચી લીધી હતી અને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. પુલકેશિન ભગવાન શિવનાં પરમ ભક્ત હતાં. એમણે પોતાનાં રાજ્યમાં સુંદર-સુંદર દેવ મંદિર બનાવ્યાં. પુલકેશિન રાજા કીર્તિમાનનાં પુત્ર હતાં !!!

થોડુંક વધારે  ——-

પુલકેશી દ્વિતીય, પુલકેશી પ્રથમનો પૌત્ર તથા ચાલુક્ય વંશનો ચોથો રાજા હતો. જેમણે ઇસવીસન ૬૦૯-૬૪૨ સુધી રાજ્ય કર્યું. એ મહારાજાધિરાજ હર્ષવર્ધનનાં સમસામયિક તથા પ્રતિદ્વંદી હતો. એમણે ઇસવીસન ૬૨૦માં દક્ષિણમાં હર્ષનું આક્રમણ વિફળ કરી દીધું હતું.

પ્રસિદ્ધિ  ———

વાતાપીનાં ચાલુક્ય વંશમાં પુલકેશી દ્વિતીય સૌથી વધારે શક્તિશાળી અને પ્રસિદ્ધ થયો હતો. મંગલેશ અને પુલકેશીનાં ગૃહકલહનાં અવસર પર ચાલુક્ય વંશની શક્તિ બહુજ ક્ષીણ થઇ ગઈ હતી ….. અને કીર્તિવર્મા પ્રથમ દ્વારા વિજિત અનેક પ્રદેશો ફરીથી સ્વતંત્ર થઇ ગયાં હતાં, એટલું જ નહીં , અનેક અન્ય રાજાઓએ પણ ચાલુક્ય સમ્રાજ્ય પર આક્રમણ પ્રારંભ કરી દીધું હતું !!! આ દશામાં પુલકેશી દ્વિતીયે બહુજ ધીરતા અને શક્તિનો પરિચય આપ્યો. એમણે ન માત્ર વિદ્રોહી પ્રદેશો પર ફરીથી વિજય મેળવ્યો, અપિતુ અનેક નવાં પ્રદેશોમાં પણ વિજય હાંસલ કર્યો

અભીલેખીય પ્રમાણ  ———

અભીલેખીય પ્રમાણને આધારે પ્રતિત થાય છે કે પલ્લવ વંશી સાહસક નરસિંહ વર્મન પ્રથમે પુલકેશિન દ્વિતિયને પરાસ્ત કરીને એમની રાજધાની બાદામી પર અધિકાર કરી લીધો !!! સંભવત: પોતાની રાજધાનીની સુરક્ષા કરતાં જ પુલકેશિન દ્વિતીય પલ્લવ સેના નાયક દ્વારા યુદ્ધક્ષેત્રમાં જ મારી નાખવામાં આવ્યાં હતાં.આ  વિજય પછી જ નરસિંહ વર્મન “વાતાપિકોન્દની ઉપાધિ ધારણ કરી !!!

વિભિન્ન વંશો સાથે યુદ્ધ ———-

રાજ સિહાસન પર આરૂઢ થયાં પછી પુલકેશી દ્વિતીયે મૈસુરના ગંગ રાજા , ઉત્તર કોંકણનાં મૌર્ય રાજા અને મલબારનાં અનુપ રાજાને પરાસ્ત કર્યા. લાટદેશ (દક્ષિણી ગુજરાત), માલવા અને ગુર્જરોએ પણ પુલકેશી દ્વિતીય સન્મુખ પોતાનાં માથાં ઝુકાવ્યા અને આ પ્રકારે ઉત્તર દિશામાં પણ એમણે પોતાની શક્તિનો વિસ્તાર કર્યો !!! એટલું જ નહીં , ઉત્તર-પૂર્વની તરફ આગળ વધીને એમણે દક્ષિણ કૌશલ અને કલિંગને પણ પરાસ્ત કર્યા !!!

દક્ષિણદિશામાં વિજય યાત્રા કરતાં પુલકેશી દ્વિતીયે વેંગી (કૃષ્ણા અને ગોદાવરી નદીઓની વચ્ચે સ્થિત)નાં રાજાઓને જીત્યાં, અને પછી પલ્લવ વંશનાં રાજાને બહુજ બુરી રીતે પરાસ્ત કરીને એ કાંચી (કાંજીવરમ) નજીક પહોંચી ગયાં!!! કાવેરી નદી પાર કરીને આ પ્રતાપી ચાલુક્ય રાજાએ ચોલ, પાંડય અને કેરળના રાજાઓને પોતાની અધીનતા સ્વીકૃત કરવાં માટે વિવશ કરી લીધાં. આ વિજયોને કારણે પુલકેશી દ્વિતીય વિંધ્યાચલની દક્ષિણનાં સંપૂર્ણ દક્ષિણી ભારતનો અધિપતિ બની ગયાં.

કનૌજનો સમ્રાટ હર્ષવર્ધન ,પુલકેશી દ્વિતીયનો સમકાલીન હતો. એ પણ ઉત્તર ભારતમાં પોતાનાં સામ્રાજ્યની સ્થાપના કરવાં માટે તત્પર હતો. નર્મદા નદીનાં ઉત્તરમાં બધાં જ પ્રદેશો એમની અધીનતાણો સ્વીકાર કરતાં હતાં. વસ્તુત: એ સમયે હાર્ટમાં બે પ્રદાહન શક્તિઓ હતી. ઉત્તરમાં હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશી દ્વિતીય. એ સ્વાભાવીક જ હતું કે બંને વચ્ચે સંઘર્ષ થાય !!! નર્મદા નદીનાં તટ પર દક્ષિણી અને ઉત્તરી રાજ શક્તિઓ વચ્ચે ઘોર યુદ્ધ થયું જેમાં પુલકેશી દ્વિતીય, હર્ષવર્ધનને પરાસ્ત કરવામાં સફળ રહ્યો !!!

આ યુગનાં અન્ય ભારતીય રાજાઓની જેમ જ પુલકેશી દ્વિતીય પણ કોઈ સ્થાયી સમ્રાજ્યનો પાયો નાખવામાં અસમર્થ રહ્યો હતો. પલ્લવ આદિ શક્તિશાળી રાજવંશોનાં રાજાઓને યુધ્ધમાં પરાસ્ત કરીને એમને પોતાનાં વશવર્તી બનાવવામાં અવશ્ય સફળ રહ્યાં હતાં, પણ એમણે એમનો મુલોચ્છેદ નહોતો કર્યો !!! એટલાં માટે પલ્લવરાજ નરસિહ વર્મન પ્રથમે પોતાનાં રાજ્યની શક્તિને પુન; સંગઠિત કરી , તો એ ન માત્ર ચાલુક્ય રાજ્યની આધીનતામાંથી મુક્ત થઈ ગયો, અપિતુ એક શક્તિશાળી સેના સાથે લઈને એમણે ચાલુક્યોનાં રાજ્યો પર પણ આક્રમણ કર્યું અને યુદ્ધમાં પુલ્કેશીને મારીને વાતાપી પર અધિકાર પુન :પ્રાપ્ત કરી લીધો. આ યુગની રાજનીતિક દશાનાં સ્પષ્ટિકરણ માટે આ ઘટનાનું મહત્વ બહુજ અધિક છે. જે પલ્લવ વંશ શરૂમાં ચાલુક્યો દ્વારા બુરી તરહ પરાસ્ત થયાં હતાં. એક નવાં મહત્વાકાંક્ષી રાજાનાં નેતૃત્વમાં એ એટલો અધિક શક્તિશાળી થઇ ગયો કે એણે ચાલુક્ય રાજ્યને જડમૂળમાંથી જ હલાવી નાંખ્યું !!!
આ કાળનાં સામ્રાજ્યોનાં નિર્માણ અને વિનાશ સમ્રાટનાં વૈયક્તિક શૌર્ય અને યોગ્યતા પર જ આશ્રિત હતાં.

ઉત્કર્ષ કાલ  ———-

પોતાનાં ઉત્કર્ષકાળમાં ચાલુક્ય સામ્રાજ્ય એટલું વિસ્તૃત અને શક્તિશાળી હતું , કે પુલકેશી દ્વિતીયને ઈરાનના શાહ ખુસરૂ દ્વિતીય પાસે પોતાનાં રાજદૂત મોકલ્યાં હતાં. આદુત ઈસવીસન ૬૫૨મા ઈરાન ગયાં હતાં !!! બદલામાં ખુસરૂ દ્વિતીયે પણ પોતાનાં દૂત પુલ્કેશીની સેવામાં મોકલ્યા હતાં. અજંતાનાં એક ચિત્રમાં એક ઈરાની રાજદૂતનાં આગમનને અંકિત પણ કરવામાં આવ્યું છે. પુલકેશી દ્વિતીયની કીર્તિ સુદૂરવર્તી ફારસ દેશ સુધી પહોંચી ગઈ હતી

ફારસના શાહ ખુસરો દ્વિતીયે ઇસવીસન૬૨૫-૬૨૬માં પુલકેશી દ્વિતીય દ્વારા મોકલવામાં આવેલાં દૂત મંડળ સાથે મુલાકાત કરી હતી !!! એના બદલામાં એમણે પણ પોતાનું દૂતમંડળ પુલકેશી દ્વિતીયની સેવામાં મોકલ્યું. અજંતાની ગુફા સંખ્યા ૧ માં એક ભિંતચિત્રમાં ફારસનાં દૂતમંડળને પુલકેશી દ્વિતીયની સન્મુખ પોતાનો પરિચય પત્ર પ્રસ્તુત કરતાં દર્શાવવામાં આવ્યું છે !!! ચીની યાત્રી હ્યું એન સંગ ઇસવીસન ૬૪૧માં એમનાં રાજ્યમાં આવ્યો હતો અને રાજ્યનું ભ્રમણ કર્યું હતું !!! એમણે પણ પુલકેશી દ્વિતીયનાં શૌર્ય અને એમનાં સામંતોની સ્વામિભક્તિની પ્રશંસા કરી છે …. પરંતુ ઇસવીસન ૬૪૨ માં આ શક્તિશાળી રાજાને પલ્લવ રાજા નરસિંહ વર્મન પ્રથમે એક યુધમાં પરાજિત કરીને મારી નાંખ્યો હતો. એમણે એની રાજધાની પર પણ અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો અને થોડાં સમય માટે એમનાં વંશનો પણ ઉચ્છેદ કરી નાંખ્યો હતો

ઉપાધિ  ———–

એહોલ પ્રશસ્તિ અનુસાર કીર્તિવર્મન પ્રથમનાં પુત્ર પુલકેશિન દ્વિતીય પોતાના કાકા મંગલેશની હત્યા કરીને સિંહાસન પર બેઠાં હતાં. એમણે “સ્ત્યાશ્રાય”, ” શ્રી પૃથ્વી વલ્લભ મહારાજ”ની ઉપાધિ ધારણ કરી હતી. એમણે પોતાના સૈન્ય અભિયાન અંતર્ગત કદંબોની રાજધાની બનવાસી પર આક્રમન કરીને વિજયી બન્યા હતાં!! આની અતિરિક્ત પુલકેશન દ્વિતીયે ગંગ રાજ્ય, કોંકણ રાજ્ય, લાટરાજ્ય , માલવા રાજ્ય એવં ગુર્જર રાજ્ય પર વિજય પ્રાપ્ત કરીને ઉપાધિ ધારણ કરી હતી !!!

રાજા પુલકેશીની એક ખાસિયત એ હતી કે એ જે રાજાઓને હરાવતો એમની સાથે દોસ્તી બાંધતો અને પછી એમની જ સહાયતાથી બીજા રાજાઓને હરાવવા નીકળી પડતો !!!! આ વાત સમ્રાટ હર્ષવર્ધનમાં કારગત સાબિત થઇ પણ એનાજ પ્રદેશમાં પાછળથી પલ્લવોએ એને યુધ્ધમાં મારી નાંખ્યો ત્યારેં કારગત સિદ્ધ ના થઇ તેમ છતાં ……..
રાજા પુલ્કેશીનું નામ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે એ એટલું જ સાચું છે !!!!

આવાં શક્તિશાળી રાજાને તો પ્રણામ જ હોય ને !!!!

————- જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!