⚔ રાજા કૃષ્ણદેવ રાય  ⚔

  • પૂરું નામ -કૃષ્ણદેવ રાય
  • જન્મ- ૧૬ ફેબ્રુઆરી ૧૪૭૧
  • મૃત્યુ તિથિ  -ઇસવીસન ૧૫૨૯
  • ઉપાધિ   –  ” આંધ્ર ભોજ “, “અભિનવ ભોજ” “આંધ્ર પિતામહ ‘ આદિ
  • શાસન – ઇસવીસન ૧૫૦૯ થી ઇસવીસન ૧૫૨૯
  • ધાર્મિકતા – વૈષ્ણવ
  • પરિવર્તન – કૃષ્ણદેવે ઉજ્જડ એવં જંગલી ભૂમિને કૃષિ યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો તથા વિવાહ કર જેવા અલોકપ્રિય કરને સમાપ્ત કર્યો
  • વંશ  – તુલુવ વંશ
  • વિશેષ – બાબરે પોતાની આત્મકથા ” તુજુક -એ -બાબરી માં કૃષ્ણદેવ રાયને ભારતના સર્વાધિક શક્તિશાળી રાજા બતાવ્યો છે.
  • અન્ય જાણકારી – કૃષ્ણદેવ રાય તેલુગુ સાહિત્યનો મહાન વિદ્વાન હતો. એમણે તેલુગુ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ “અમુલ્ય માલ્યપદ”કે વિસ્વુવિતિની રચના કરી. એમની આ રચના તેલુગુનાં પાંચ પાંચ મહાકાવ્યોમાંની એક છે !!!

ભારતમાં આમ જોવા જઈએ તો ઘણાં હિંદુ રાજાઓ થયાં છે. પ્રધાનતય ક્ષત્રિય અને રાજપૂત જ છે. મોટે ભાગે આપણે રાજસ્થાન અને ઉત્તર ભારતનાં રાજાઓ વિષે જ જાણતા હોઈએ છીએ. પણ દક્ષિણા માં પણ કેટલાંક કટ્ટર હિન્દુવાદીઓ રાજાઓ થઇ ગયા છે. જેને વિષે આપણે બહુજ ઓછું જાણીએ છીએ. એવો એક એક વૈષ્ણવ રાજા પણ થયો છે આપણા દક્ષિણ ભારતમાં !!! એ કોઈ યુદ્ધ હાર્યો જ નથી એને વિષે ઘણા બધા અજાણ  છે !!!! અને ઈતિહાસકારો પણ આવા વીર રાજાઓની નોંધ લેવમાં ઉણા ઉતર્યા છે. આંધ્ર ને કર્ણાટક એક આવું જ રાજ્ય છે એમાં વિજયનગર નામનું બહુ વર્ષો પહેલાં ખુબ જ સમૃદ્ધ રાજ્ય હતું. જે એસમયે આંધ્રમાં હતું. અત્યારે એ કર્ણાટકની ધરોહર છે. આજે પણ આ વિજયનગર -હમ્પીનાં ખંડેરો એની યશોગાથા ગાવાં માટે પૂરતાં છે.

આ હમ્પીના ઘણાં સ્થાપત્યો આજ રાજાએ બનવ્યા હતાં. એમાં પ્રસિદ્ધ છે હજારારામ મંદિર. આ હમ્પી વિષે તો જ્યારે લખાય ત્યારે સાચું, પણ એમા એક રાજાનું નું નામ આખું દક્ષિણ ભારત્ત બહુજ માનથી લે છે અને તે છે રાજા કૃષ્ણદેવ રાય. કર્ણાટકનાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથ્થક કે જેની શરૂઆત અહીંથી જ થઇ હતી. તેમાં પણ મહદ અંશે આ કૃષ્ણદેવ રાયની વાત જ વણી લેવામાં આવે છે. ત્યાર પછી એમની વાત બીજાં શાસ્ત્રીય નૃત્યપ્રકારોમાં પણ આવી.

આ રાજાનો પ્રભાવ જ એવો હતો કે કોઇપણ વ્યક્તિ એની નોંધ જરુર લે!!! પંડિત જવાહરલાલ નહેરુએ “ગ્લીમ્પ્સેસ ઓફ ધ વર્લ્ડ હિસ્ટરી ” અને “ડિસ્કવરી ઓફ ઇન્ડિયા “માં આ રાજાના ભરપુર વખાણ કર્યા જ છે !!!! દક્ષિણ ભારતનું ગૌરવ ગણાતો હતો હતો આ રાજા. ભારતના ઇતિહાસમાં જે કેટલાક અમર રાજાઓ થઇ ગયાં, એમાં એમનું પણ નામ શામિલ જ છે. પણ ભારતીય લોકો અને મહદ અંશે વિદેશી ઈતિહાસકારોએ આમને ઉવેખ્યાં છે. ઇતિસિદ્ધમ !!!! આ રાજાની વાત કર્યા વગર ભારતીય ઈતિહાસ અધુરો જ ગણાય !!!! તો એમણે વિષે જાણી લઈએ આપણે સૌ !!!

કૃષ્ણદેવ રાય (૧૫૦૯-૧૫૨૯)તુલુવ વંશના વીર નરસિંહનો અનુજ હતાં. જે ૮ ઓગષ્ટ ૧૫૦૯મા વિજયનગર સામ્રાજ્યના સિંહાસન પર બેઠાં. એમનાં શાસનકાળમાં વિજય નગર ઐશ્વર્ય એવં શક્તિનાં દ્રષ્ટિકોણથી પોતાનાં ચરમોત્કર્ષ પર હતાં. કૃષ્ણ દેવ રાયે પોતાના સફળ સૈનિક આભીયાનો અંતર્ગત ૧૫૦૯-૧૫૨૯માં બીડરનાં સુલતાન મહ્મુદશાહને `અદોની`ની સમીપ હરાવ્યો. ૧૫૧૦ ઇસ્વીસનમાં એમણે ઉમ્મુતુરનાં વિદ્રોહી સામંતને પરાજિત કર્યો. ૧૫૧૨ ઈસવિસનમાં કૃષ્ણદેવ રાયે બીજાપુરના શાસક યુસુફ આદિલ ખાંને પરાસ્ત કરીને રાયચુર પર અધિકાર કર્યો. તત્પશ્ચાત ગુલ્બર્ગના કિલ્લા પર અધિકાર કરી લીધો. એમણે બીડર પર પુન: આક્રમન કરીને ત્યાંના બહમની સુલતાન મહમૂદ શાહને બ્રીડના કબજામાંથી છુડાવીને પુન: સિંહાસન પર બેસાડ્યો અને સાથે જ “યવન રાજ  સ્થાપનાચાર્ય”ની ઉપાધિ ધારણ કરી.

નીતિ  ———–

ઇસવીસન ૧૫૧૩-૧૫૧૮ની વચ્ચે કૃષ્ણદેવ રાયે ઓરિસ્સાનાં ગજપતિશાસક પ્રતાપૃદ્ર દેવ સાથે ઓછામાં ઓછું ૪ વખત યુદ્ધ કર્યું અને એને દરેક વખતે હરાવ્યો !!! ચાર વખત પરાજય થવાથી નિરાશ પ્રતાપૃદ્ર દેવે કૃષ્ણદેવ રાય સાથે સંધિની પ્રાર્થના કરી એમની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરાવી દીધો. ગોલકોંડાનાં સુલતાન કુલી કુતુબશાહને કૃષ્ણદેવ રાયે સાલુવ તિમ દ્વારા પરાસ્ત કરાવ્યો. કૃષ્ણદેવ રાય નું અંતિમ સૈનિક અભિયાન બીજાપુરનાં સુલતાન ઈસ્માઈલ આદિલશાહની વિરુદ્ધ હતું. એમણે આદિલને પરાસ્ત કરીને ગુલ્બર્ગના પ્રસિધ્દ કિલ્લાને ધ્વસ્ત કરી દીધો. ઇસવીસન ૧૫૨૦ સુધીમાં કૃષ્ણદેવ રાયે પોતાનાં સમસ્ત શત્રુઓને પરાસ્ત કરીને સૌને પોતાનાં પરાક્રમનો પરિચય આપ્યો.

પોર્ટુગલીઓ સાથે મિત્રતા  ——-

અરબ એવં  ફારસીઓથી થવાં વાળો ઘોડાનો વ્યાપાર જેનાં પર પોર્તુગલીઓનો પૂર્ણ અધીકાર હતો …… કે વિના રુકાવટથી ચલાવવાંમા માટે કૃષ્ણદેવ રાયને પોર્ટુગાલી શાસક અલ્બુકર્ક સાથે મિત્રતા કરવી પડી !!!! પોર્ટુગલીઓની વિજયનગર સાથે સંધિ અનુસાર એ કેવળ વિજયનગરને જ ઘોડા વેચવાં માટે બાધ્ય હતો. કૃષ્ણદેવ રાયે પોર્ટુગલીઓને ભટકલમાં કિલ્લા બનાવવા માટે અનુમતિ એ શર્ત પર પ્રદાન કરી કે એ મુસલમાનો પાસેથી ગોવા છીનવી લેશે !!!

શક્તિશાળી રાજા  ——-

કૃષ્ણદેવનાં સમયમાં વિજયનગર સૈનિક દ્રષ્ટિએ દક્ષિણનું બહુજ શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. દક્ષિણી શક્તિઓ એ પુરાણા જુના શત્રુઓને ખત્મ કરવામાં જલ્દબાજી કરી …. પરંતુ પોર્ટુગલીઓને અનુમોદન આપવામાં એમાનાં વ્યાપારને જે ખતરો પેદા થઈ રહ્યો હતો એ તરફ એમનું ધ્યાન ખેંચાયું જ નહીં !!! નૌસેનાના ગઠનમાં ચોળ રજાઓ અને વિજયનગરનાં પ્રારંભિક રાજાઓએ બહુજ ધ્યાન આપ્યું હતું, પરતું કૃષ્ણ દેવે એ તરફ ધ્યાન આપ્યું જ નહીં !!! તુલુવ વંશનાં રાજા વૈષ્ણવ હતાં, પણ બધાં જ સમુદાયો ને પોતાનો વયક્તિગત ધર્મ પાળવાની પૂર્ણ સ્વતંત્રતા હતી. જ્યારે પોર્ટુગલીઓ અને બહમની સુલતાન હિંદુઓ પર અત્યાચાર અને એમનું મતાંતરણ કરી રહ્યા હતાં. ત્યારે પણ વિજયનગર સામ્રાજ્યમાં એમણે સમાન અધિકાર પ્રાપ્ત હતાં. નાગરિકોને પણ શિક્ષા અને વિભિન્ન રાજકીય સેવાઓમાં પણ પ્રચુર અવસર પ્રાપ્ત હતાં !!!!

” શસ્ત્રેણ રક્ષિતે રાષ્ટ્રે શાસ્ત્ર ચિંતા પ્રકટતે “
અનુસાર કન્નડમાં લોકોક્તિ છે કે રાજા ઊંઘમાં પણ સીમાઓને જોયાં કરતો હોય છે.

દક્ષિણનાં વિજયમાં જ રાજા કૃષ્ણદેવે શિવસમુદ્રનાં યુધ્દમાં કાવેરી નદીનાં પ્રવાહને પરિવર્તિત કરીને અપૂર્વ રણકૌશલનો પરિચય આપ્યો હતો અને એ અજેય દુર્ગ ને જીતી લીધો હતો !!!! કૃષ્ણદેવ રાએ વીર નરસિંહ રાયને એમની મૃત્યુ શૈયા પર વચન આપ્યું હતું કે “એ રાયચુર, કોન્ડવિડ અને ઓરિસ્સાને પોતાને આધીન કરી લેશે. એ સમયે ગજપતિ પ્રતાપ રુદ્રનું રાજ્ય વિજયવાડાથી બંગાળ સુધી ફેલાયેલું હતું. ગજપતિનાં ઉદયગીરી કિલ્લાની ઘાટી અત્યંત સાંકડી હતી. અત: એક અન્ય પહાડી માર્ગ બનાવવામાં આવ્યો અને ચકમા દઈને રાજા કૃષ્ણદેવ રાયે એ કિલ્લાને જીતી લીધો હતો. આ રીતે કોન્ડવેડનાં કિલ્લામાં ગજ્પ્તીની વિશાલ સેના હતી અને કિલ્લાની નીચેથી ઉપર ચઢવું અસંભવ હતું. રાજ કૃષ્ણદેવ રાયે ત્યાં પહોંચીને માંચડા બનાવ્યાં જેથી કિલ્લાની સમાન
ધરતલથી બાન વર્ષા થઇ શકે !!!.

આ કિલ્લામાં પ્રતાપરુદ્રની પત્ની અને રાજ પરિવાર ના ઘણાં સદસ્યો બંદી બનાવી લેવાયાં હતાં. અંતમાં સ્લુઆ તિમ્મની કૂટનીતિથી ગજપતિને ભ્રમ થઇ ગયો કે એમનાં મહાપાત્ર ૧૬  સેનાઅતિ કૃષ્ણદેવ રાય સાથે મળેલાં છે. અત: એમણે કૃષ્ણદેવ રાય સાથે સંધિ કરી લીધી અને પોતાની પુત્રી જગનમોહિનીનો વિવાહ એની સાથે કરાવી દીધો. આ રીતે મદુરાઈથી કટક સુધીના બધાંજ કિલ્લા હિંદુ સામ્રાજ્યમાં આવી ગયાં. પશ્ચિમી તટ પર પણ કાલીકટથી ગુજરાત સુધીનાં રાજ્યગણ સમ્રાટ કૃષ્ણદેવને કર આપતાં હતાં.

સુલતાનો પ્રત્યેની રણનીતિ  ——

તે સમયે બહામનીના સુલતાનની મહાન શક્તિ સામે વધુ ધીરજ અને મુત્સદ્દીગીરીની જરૂર હતી. ગોલકોંડાના સુલતાન એક ક્રૂર લડવૈયો સેનાપતિ અને ક્રૂર શાસક, કુલી કુતુબશાહ હતો. જ્યાં પણ તેઓ વિજયી હતા, હતાં ત્યાં હિન્દુઓની કત્લેઆમ કરાવી દેતાં હતાં . રાજ કૃષ્ણદેવરાયની રણનીતિને કારણે બીજાપુરના આદિલશાહએ કુતુબ શાહ પર અપ્રત્યાશિત આક્રમણ કરી દીધું. સુલતાન કુલી કુતુબશાહ યુદ્ધમાં ઘાયલ થયા અને ભાગી ગયા. બાદમાં આદિલ શાહ પણ તાવમાં મરી ગયાં અને એમનો પુત્ર મલૂ ખાં વિજયનગર સામ્રાજ્યનાં સંરક્ષણમાં ગોલ્કોન્દાનો સુલતાન બની ગયો. ગુલબર્ગાના અમીર બારીદ અને બેગમ બૂબુ ખાનને કમાલ ખાં બન્દી બનાવીને લઇ ગયો. કમાલ ખાં પર્શિયન હતો

ખુરાસાની સરદારોએ તેમની સામે વિરોધ કર્યો. ત્યારે રાજા કૃષ્ણદેવ રાએ બીજાપુરમાં બહમની નાં ત્રણ શાહજાદાઓને કમાલ ખાં એ છોડાવ્યો અને મુહંમદ શાહને દક્ષિણનો સુલતાન બનાવ્યો. બાકીના બેની જીવિકા બંદી આપવામાં આવી. ત્યાં એમણે યવનરાજ્ય સ્થાપનાચાર્ય ની ઉપાધિ પણ મળી. બીજાપુર વિજય પશ્ચાત કૃષ્ણદેવ  રાય કેટલોક સમય ત્યાં રહ્યા પરંતુ સેના માટે પાણીની સમસ્યાને જોઇને એ સુબેદારોની નિયુક્તિ કરીને ચાલ્યા ગયાં !!!

તાલીકોટાનું યુદ્ધ  ———–

એક એવો સમય એવો પણ આવ્યો કે જ્યારે અનેક સુલતાનોએ ભેગાં મળીને કૃષ્ણદેવ રાય સામે જિહાદ બોલી દીદી. આ યુદ્ધ ‘દિવાની’ નામના સ્થળે થયું હતું. મલિક, અહમદ બાહરી,, નૂરી ખાન ખ્વાજા-એ-જહાં , આદિલશાહ , કુતુબ-ઉલ-મુલ્ક, તમાદુલ મુલ્ક, દસ્તૂરી મમાલિક, મિર્જા લુત્ફુલ્લાહ આ બધાં એ ભેગાં મળીને હુમલો કર્યો. તેમાં, બિડરનાં સુલતાન મહમુદ શાહ દ્વિતીય ઘાયલ થયા અને ઘોડા પરથી પડયા, પરંતુ જયારે ઘાયલ સુલતાન મહમૂદ શાહને સેનાપતિ રામ રાજ તિમ્માએ બચાવીને મિર્જા લુત્ફુલ્લાપાસે પહોંચાડ્યો અને યુસુફ આદીલ ખાં ને મારી નાખ્યો આને પક્ષપાત માનીને ભ્રમ થઈ ગયો અને સુલ્તાનોમાં અવિશ્વાસને કારણે અસફળ થઇ ગયો. આ લડાઈમાં સુલ્તાનોને બહુજ ભારે ક્ષતિ ઉઠાવવી પડી એને સમૂળ નષ્ટ નહીં કરવાનું પાછળથી મોંઘુ પડ્યું અને બધી મુસ્લિમ રિયાસતો રાજા કૃષ્ણદેવ રાય વિરુદ્ધ તાલીકોટાનાં યુધ્દમાં પુન: સંગઠિત થઇ ગઈ !!!!

રાયચુરનો વિજય  ————

વિભિન્ન યુદ્ધોમાં લગાતાર વિજય ને કારણે પોતાનાં જીવનકાળમાં જ રાજા કૃષ્ણદેવ રાય લોકકથાઓનાં નાયક થઇ ગયાં હતાં. એમણે અવતાર કહેવામાં આવ્યાં અને એમનાં પરાક્રમની વાર્તાઓ પણ પ્રચલિત થઇ ગઈ. રાયચુર વિજયે સાચે જ એમને વિશ્વનાં મહાનતમ સેનાનાયક બનાવી દીધાં. સૌથી કઠીન અને ભારતવર્ષનું સૌથી વિશાળ યુદ્ધ રાયચુરના કિલ્લા માટે લડાયું હતું. કૃષ્ણદેવ રાયે વીર નરસિંહ રાયને વચન આપ્યું હતું કે એ રાયચુરના કિલ્લાને પણ જીતીને વિજયનગર સામ્રાજ્યમાં ભેળવી દેશે. એ અવસર પણ અનાયાસ જ કૃષ્ણદેવને હાથ આવ્યો !!!

ઘટનાક્રમ અનુસાર કૃષ્ણદેવ રાયે એક મુસ્લિમ દરબારી સીડે મરીકરને ૫૦,૦૦૦ સિક્કા આપીને ઘોડા ખરીદવા માટે ગોવા મોકલવમાં આવ્યો, પરંતુ એ અલી આદિલશાહ પહેલેથી જ અહીં ભાગીને આવ્યો હતો !!! સુલતાન આદિલશાહે એને પાછાં મોકલવાનો અસ્વીકાર કર્યો. ત્યારે કૃષ્ણદેવ રાયે યુધ્ધની ઘોષના કરી દીધી અને બીદર, બરાર. ગોલકોંડાનાં સુલ્તાનોને પણ સુચના આપી દીધી. બધાં સુલતાનો એ રાજાનું સમર્થન કર્યું. ૧૧ અની અને ૫૫૦ હાથોઓની સેનાએ ચઢાઈ કરી દીધી ….. મુખ્ય સેનામાં ૧૦ લાખ સૈનિકો હતાં !!! રાજા કૃષ્ણદેવરાયનાં નેતૃત્વમાં ૬૦૦૦ ઘોડેસવારો, ૪૦૦૦ પાયદળ અને ૩૦૦ હાથી અલગ હતાં. આ સેના કૃષ્ણ નદી સુધી પહોંચી ગઈ હતી. ૧૯ મેં ૧૫૨૦ આ તારીખે યુદ્ધનો પ્રારંભ થયો અને આદિલશાહી ફૌજને પરાજયનો સામનો કરવો પડ્યો. પરંતુ આદિલશાહે તોપને આગળ કરી તોપમારો કર્યો તો વિજયનગરની સેનાએ પાછળ હટવું જ પડ્યું !!!!

અલી આદિલશાહને શરાબ પીવાની આદત હતી. એક રાત્રે એ પીને નાચ-ગાના જોઈ રહ્યો હતો ત્યારે અચાનક એ ઉઠયો, નશામાં ચકચૂર થઈને ને હાથી મંગાવ્યો અને નદી પાર કરીને વિજયનગરની સેના પર હુમલો કરવાં ચાલી નીકળ્યો. એમનો સિપાહી સાલાર સલાબ્ત ખાં પણ બીજાં હાથીઓ ને લઈને ચાલ્યો. રાજા કૃષ્ણદેવ રાયના સજાગ સૈનિકોએ હુમલાનો કરારો જવાબ આપ્યો અને ત્યાંથી નશામાં ચકચૂર આદિલશાહ ભાગી ગયો. પરત:કાલ સુધીમાં તો એમના સિપાહીઓ અને હાથીઓ કૃષ્ણા નદીમાં વહીને મરી ગયાં હતાં. આવી રણનીતિથી રાજા કૃષ્ણદેવ રાયના સિપાહીઓએ આદિલશાહના સીફીઓ અને સેનાપતિઓને ડીંગો બતાવ્યો !!!

બીજી તરફ કૃષ્ણદેવ રાય ત્યાં સુધી રણભુમી નહોતા છોડી શકતાં હતાં જ્યાં સુધી એમનાં અંતિમ ઘાયલ સૈનિકની ચિકિત્સા ના થઇ જાય !!! અત: જયારે તોપખાનાની સામે એમની સેના જયારે પાછળ હટી તો રાજાએ કેસરિયા વાઘા પહેરવાનો નિશ્ચય કર્યો. પોતાની મુદ્રા સેવકોને આપી દીધી જેથી રાણીઓ સતી થઇ શકે અને સ્વયં ઘોડા પર સવાર થઈને નવી વ્યૂહ રચના બનાવીને એવું આક્રમણ કર્યું કે સુલતાની સેના ગભરાઈ જઈને પાછળ હટીગઈ અને પરાજિત થઇ ગઈ !!! તેમની સેના તીતર-બીતર થઇ ગઈ !!! સુલતાન આદિલશાહ ભાગી ગયો !!! અને રાયચુરના કિલ્લા પર વિજયનગર સામ્રાજ્યનો અધીકાર પ્રાપ્ત થઇ ગયો !!!! આસ-પાસના અન્ય સુલતાનોએ રાજાના આ વિજયને ભયભીત થઈને અભિનંદન આપ્યાં. જ્યારે આદિલશાહનો દૂત ક્ષમા યાચના લઈને આવ્યો તો રાજા કૃષ્ણદેવ રાયનો ઉત્તર હતો —–” સ્વયં આદિલશાહ આવીને એના પગે પડે !!!”

યાત્રી વિવરણ  ———-

ઘણાંવિદેશી યાત્રીઓએ તત્કાલીન વિજયનગરની પરિસ્થિતિઓનું વર્ણન કર્યું છે. ઇટાલવી યાત્રી પાપસ કૃષ્ણદેવ રાયના દરબારમાં અનેક વર્ષો સુધી રહ્યો એમને કૃષ્ણદેવ રાયનાં વ્યક્તિત્વનું બહુજ સુંદર વર્ણન કર્યું છે, પરંતુ એ એમ કહે છે કે  ——- ” એ મહાન શાસક અને ન્યાયપ્રિય શાસક હતો, પરંતુ એને ક્રોધ બહુજ જલ્દીથી આવી જતો હતો. એ પોતાની પ્રજાને બહુજ પ્યાર કરતો હતો અને પ્રજા કલ્યાણની ભાવનાઓ એ જ કિવદાંતિઓનું રૂપ ધારણ કરી લીધું હતું !!!” કૃષ્ણદેવ રાયના સમયમાં પુર્તગલી યાત્રી ડોમિન્ગો પાયસ પણ વિજયનગરની યાત્રા પર આવ્યો હતો. એમને કૃષ્ણદેવ રાયની બહુજ પ્રશંસા કરી !!! એક અન્ય પુર્તગલી યાત્રી બારબોસાએ પણ સમકાલીન, સામાજિક એવં આર્થિક જીવનનું બહુજ સુંદર વર્ણન કર્યું છે. કૃષ્ણદેવ રાયે ઉજ્જડ અને જંગલી ભૂમિને કૃષિ યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો તથા વિવાહ કર જેવાં અલોકપ્રિય કરને સમાપ્ત કર્યો !!!!

વિદ્વાન અને સંરક્ષક  ———–

કૃષ્ણદેવ રાય તેલુગુ સાહિત્યનાં મહાન વિદ્વાન હતાં. એમણે તેલુગુ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ “અમુક્ત માલ્યદ” અથવા વિસ્વુવિતીયની રચના કરી. એમની આ રચના તેલુગુના પાંચ મહાકાવ્યોમાંની એક છે. એમાં અલવાર વિષ્ણુચિતનાં જીવન, વૈષ્ણવ દર્શન પર એમની વ્યાખ્યા અને એમની ગોળ લીધેલી બેટી અને ભગવાન રંગનાથની વચ્ચેના પ્રેમનું વર્ણન છે. કૃષ્ણદેવ રાયે આ ગ્રંથમાં રાજસ્વનાં વિનિયોજન એવં અર્થવ્યવસ્થાનાં વિકાસ પર વિશેષ બળ આપતાં લખ્યું છે કે —— ” રાજાએ તળાવો અને સિંચાઈનાં અન્ય સાધનો તથા અન્ય કલ્યાણકારી કાર્યો દ્વારા પ્રજાને સંતુષ્ટ રાખવી જોઈએ !!!” કૃષ્ણદેવ રાય મહાન પ્રશાસક હોવાની સાથે સાથે એક મહાન વિદ્વાન, વિદ્યાપ્રેમી અને વિદ્વાનોનાં ઉદાર સંરક્ષક પણ હતાં. જેને કારણે એ અભિનવ ભોજ કે આંધ્ર ભોજનાં રૂપમાં પ્રસિદ્ધ હતાં !!!!

ભવન નિર્માતા  ———

કૃષ્ણદેવ રાય મહાન ભવન નિર્માતા પણ હતાં. એમણે વિજયનગર પાસે એક નવું શહેર બનાવડાવ્યું અને એક બહુ જ મોટું તળાવ પણ ખોદાવ્યું. તેલુગુ અને સંસ્કૃતનાં એક બહુ જ સારાં વિદ્વાન હતાં. એમની ઘણી રચનાઓમાં તેલુગુમાં લખેલી રાજનીતિ પર એક પુસ્તક અને એક સંસ્કૃત નાટક પણ ઉપલબ્ધ છે. એમનાં રાજ્યકાળમાં તેલુગુ સાહિત્યનો એક અન્વાઓ યુગ આરંભ થઇ ચુક્યો હતો. જયારે સંસ્કૃતમાંથી અનુવાદની અપેક્ષાએ તેલુગુમાં મૌલિક સાહિત્ય લખવા માંડ્યું !!!! એ તેલુગુની સાથે સાથે કન્નડ અને તામિલ વાક્યોને પણ સહાયતા કરતાં હતાં. બારબોસા, પાયસ અને નુનિજ જેવા વિદેશી યાતીઓએ એમનું શ્રેષ્ઠ પ્રશાસન અને એમનાં શાસનકાળમાં સામ્રાજ્યની સમૃદ્ધિની ચર્ચાઓ કરી છે !!!

સહિષ્ણુતાની ભાવના  ———

રાજા કૃષ્ણદેવ રાયની સાઉથ મોટી ઉપલબ્ધિ એમનાં શાસનકાળમાં સામ્રાજ્યમાં વ્યાપેલી સહિષ્ણુતાની ભાવના હતી. બારબોસ કહે છે કે  —— “રાજા એટલી સ્વતંત્રતા આપે છે કે કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છાથી આવ-જા કરી શકે છે, વિના કોઈ મશ્કેલી કે આવી કોઈ પૂછપરછ કાર્ય સિવાય એ ઈસાઈ છે કે યહૂદી કે મૂર છે અઠવ નાસ્તિક છે. પોતાનાં ધાર્મિક આચરણ અનુસાર રહી શકે છે !!!! બારબોસાએ કૃષ્ણદેવની પ્રશંસા એમનાં રાજયમાં પ્રાપ્ત ન્યાય અને સમાનતાને કારને પણ કરી છે !!!!

અષ્ટદિગ્ગજ કવિ  ——–

કુમાર વ્યાસનું “કન્નડ ભારત “કૃષ્ણદેવ રાયને સમર્પિત છે. એમનાં દરબારમાં તેલુગુ સાહિત્યનાં ૮ સર્વશ્રેષ્ઠ કવિ રહેતાં હતાં. જેમને “અષ્ટદિગ્ગજ”  કહેવાતાં હતાં !! અષ્ટદિગ્ગજમાં સર્વાધિક મહત્વપૂર્ણ “અલ્લસાનિ પેઈનને તેલુગુ કવિતાના પિતામહની ઉપાધિ પ્રદાન કરવામાં આવી હતી. એમની મુખ્ય કૃતિ છે “સ્વરોચિષ-સમ્ભવ” કે મનુચરિત તથા “હરિકથા સાર ” બીજાં મહાન કવિ નન્દીતિમ્મને “પારિજાતહરણ”ની રચના કરી હતી. ત્રીજાં કવિ ‘ભટ્ટુમૂર્તિએ અલંકાર શાસ્ત્રથી સંબંધિત પુસ્તક ‘નરસભૂપાલિયમ”ની રચના કરી હતી !!! ચોથા કવિ “ધૂર્જીટે ” કાલહસ્તિ-મહાત્મ્ય’ન રચના કરી હતી. પાંચમા “ભાદયગરિ મલ્લન”એ “રાજશેખરચરિત” ની રચના કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી
છઠ્ઠા કવિ “અચ્ચ્લરાજુ રાજચંદ્ર”એ “સફલકથા સારસંગ્રહ” એવં “રામાભયુદયમ”ની રચના કરીને કૃષ્ણદેવ રાય પાસેથી સન્માન પ્રાપ્ત કર્યું હતું. સાતમાં કવિ “પીંગલીસુન્ન”એ “રાઘવ પાંડવીય”ની રચના કરી હતી. પાંડુરંગ મહાકાવ્યની ગણના ૫ મહાકાવ્યોમાં કરવામાં આવે છે !!!

લોકનાયક  ———

એક અજેય સેનાપતિ, કુશળ સંગઠક અને પ્રજારક્ષક હોવાની સાથ-સાથ રાજા કૃષ્ણદેવ રાય પરમભક્ત અને કવિ પણ હતાં. અલ્લાસની,પેદ્ન્ના,, મુક્કૂ, તિરુમલરાય, મદયગિરિ મુદુપાલ્કકુ જેવા કવિ રાજસભાની શોભા હતાં. વિભિન્ન વિષયોના દેશી-વિદેશી વિશેષજ્ઞ રાજાનાં આશ્રમમાં સામ્રાજ્યની શ્રી વૃદ્ધિ કરતાં હતાં. એ જ્યાં જ્યાં ગયાં ત્યાં પ્રાચીન મંદિરોનો જીર્ણોધ્ધાર કરાવ્યો જેમાં રાજ્ગોપુરામનોનું નિર્માણ કરાવ્યું તથા નવાં મંદિરો બનાવ્યાં. ફલસ્વરૂપ વિજયનગર સ્થાપત્ય શૈલી નું પ્રવર્તન થયું. રામેશ્વરમથી રાજ મહેન્દ્રપુરમ, અનન્તપુર સુધી એનાં ઉદાહરણો દેખાઈ પડે છે !!!

આ શૈલી પર શતાધિક પુસ્તકો પ્રકાશિત થયાં છે. મંદિરોને કારણે વિદ્યાલયોની જાળ પણ વિજયનગર સમ્રાજ્યમાં બિછાઈ ગઈ હતી. વ્યાપક કરાધાન દ્વારા ધન સંગ્રહની સાથે સામાજિક અભિલેખ પણ સંગ્રહ થઇ ગયાં હતાં. આ ધનનો મુખ્ય ઉપયોગ સેના અને સિંચાઈ માટે થતો હતો !!! આ સામ્રાજ્યમાં હજારો નાની-મોટી સિંચાઈની યોજનાઓ અને જલસ્રોતો પર બંધ બનાવ્યાં અને નવાં નગર પણ વસાવવામાં આવ્યાં !!! આંતરિક શાંતિને કારણે પ્રજામાં સાહિત્ય, સંગીત અને કલાને પ્રોત્સાહન મળ્યું. જનતા રોમન સામ્રાજ્યની નકલ કરીને કૈંક વિલાસી પણ થઇ ગઈ હતી !!! મદિરાલયો અને વેશ્યાલયો પર કરાધીન હોવાને કારણે એનો વ્યાપાર સ્વતંત્ર હતો !!!

ઉપાધિ  ———-

કૃષ્ણદેવ રાયે સંસ્કૃત ભાષામાં એક નાટક “જામ્બવતી કલ્યાણ”ની રચના કરી હતી. સાહિત્યનાં ક્ષેત્રમાં કૃષ્ણદેવ રાયના કાલને “તેલુગુ સાહિત્યનો કલાસીકી યુગ” કહેવામાં આવે છે. કૃષ્ણદેવ રાયને “અંધ્ર ભોજ”, ” અભિનવ ભોજ”, “આંધ્ર પિતામહ” આદી ઉપાધિઓ ધારણ કરી હતી. સ્થાપત્યકલાનાં ક્ષેત્રમાં કૃષ્ણદેવરાયે “નાગલપુર ” નામનાં નગરની સ્થાપના કરી હતી. એમણે હજારા રામ મંદિર એવં વિઠ્ઠલસ્વામી નામનાં મંદિરનું નિર્માણ પણ કરાવ્યું !!!!

હજારા રામ મંદિર

મૃત્યુ ———

રાજા કૃષ્ણદેવ રાય નું મૃત્યુ ઇસવીસન ૧૫૨૯ માં થયું. બાબરે પોતાની આત્મકથા “તુજુક -એ -બાબરી”માં કૃષ્ણદેવ રાયને ભારતનો સર્વાધિક શક્તિશાળી શાસક બતાવ્યો છે. કૃષ્ણદેવનાં મૃત્યુ પછી એમનાં સગાંવ્હાલામાં અંદરો અંદર ઉત્તરાધિકાર માટે સંઘર્ષ થયો. રાજાના એક અને માત્ર એક પુત્રની એક ષડ્યંત્ર અંતર્ગત હત્યા થઇ ગઈ. અંતત: ૧૫૪૩ માં સદાશિવ રાય ગાડી પર બેઠાં અને એમણે ઇસવીસન ૧૫૬૭ સુધી રાજ્ય કર્યું !!!!

ઈતિહાસ કારો એક વાત ભૂલી ગયાં છે કે આ વીજયનગરની રજધાની હતી હમ્પી. આ વાતનો ઉલ્લેખ એમણે કેમ નહિ કર્યો હોય એનું જ મને આશ્ચર્ય છે. જોકે હમ્પી બન્યું છે ઇસવીસન ૧૩૩૬ માં જ !!! હરિહર અને બુક્કા નામનાં બે ભાઈઓ દ્વારા. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના પણ એમણે જ કરેલી અને એને વિકસાવ્યું હોય તો રાજા કૃષ્ણદેવ રાયે. પ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિર જે ખાસમખાસ જ જોવા જેવું છે. તે પણ રાજા કૃષ્ણદેવ રાએ જ બંધાવ્યું હતું. ૪ સ્તરીય કિલ્લાબંધી પણ એમણે જ કરેલી અને સૈન્ય બળ વધાર્યું હતું. પણ હાયરે કિસ્મત ——
જેવા રાજા કૃષ્ણદેવ રાય માર્યા કે તરતજ મુસ્લિમ અક્રમણકારો એ એને તહસ -નહસ કરી નાંખ્યું. આજે એનાં ખંડેરો એની સાક્ષી પુરવા માટે કાફી છે. આ હમ્પી પણ વિશ્વ વિરાસત સ્થળમાં શામિલ છે, જે જોવા ખાસ જવાજેવું છે હોં કે !!!!

કૃષ્ણદેવરાયના ઇતિહાસમાં હમ્પીનો ઉલ્લેખ જ નહીં એ વાત આઘાતજનક જ ગણાય, હમ્પી વિષે તો પછી લખીશ, પણ આ પ્રખર હિન્દુત્વવાદી રાજા કૃષ્ણદેવ રાયની તાકાત અપરમપાર હતી. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. હિંદુ ધર્મની યશોગાથા સમા આ રાજા કૃષ્ણદેવ રાય ને એક નહીં લાખો સલામ !!!!

———— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!