રાજા ધીર પુન્ડીર

શું આ તમે જાણો છો ?
મહંમદ ઘોરી પૃથ્વીરાજની સામે ૧૬-૧૬ વખત હારતાં પહેલાં પૃથ્વીરાજના મિત્ર એવાં એક રાજાના હાથે કેદ થયો હતો !!!!

પૃથ્વીરાજ ચૌહાણ જેટલો શક્તિશાળી હતો એટલોજ એ  મિત્રપ્રેમી અને કદરદાન હતો !!! એમનામાં ખેલદિલીનાં ગુણો ભારેભર ભરેલાં હતાં, એની જ આ એક વાત છે….. જે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે !!!! પૃથ્વીરાજ ચૌહાણ ખરેખર એક દિલેર રાજવી હતો ……..

આવીજ એક વાત છે જેના વિષે લોકો અજાણ છે

વિજયાદશમી પર વિશેષ બળ પ્રદર્શન કરવાં માટે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે આઠ ગજ ઉંચા , આઠ રેખાઓ યુક્ત અષ્ટધાતુનાં ત્રીસ મણલોહ યુક્ત એક સ્તંભ બનાવીને રોપવી દીધો !!! જેને કેટલાંક ચુનંદા વીરો ઘોડાઓ પર સવાર થઈને લોહની સાંગથી ઉખાડવાનો હતો …… પૃથ્વીરાજ સ્વયં આ ખેલમાં શામિલ થયાં પણ લોહ સ્તંભને ના ઉખાડી શક્યા !!! એમનાં ઘણાં પ્રસિદ્ધ વીરો અસફળ રહ્યા, ત્ત્યારે વીરવર ધીર પુન્ડીરે પૃથ્વીરાજ પાસે એનો ઘોડો માંગ્યો …. ધીર પુન્ડીરે પૃથ્વીરાજનાં ઘોડા પર સવાર થઈને એક જ ઝટકામાં એ સ્તંભને ઉખાડીને ફેંકી દીધો !!!

ધીર પુન્ડીરનાં આ વિરોચિત કાર્ય પર સમ્રાટ પૃથ્વીરાજે એને સર્વોચ્ચ શૂરમાનાં બિરુદથી વિભૂષિત કરીને સન્માનિત કર્યો.
આ અવસર પર ધીર પુન્ડીરે પણ ઘોષણા કરી કે  —- એ મહંમદ ઘોરીને પકડીને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનાં ચરણોમાં લાવીને પટકશે….. એની આ ગર્વોક્તિ પર જૈત્ર પરમાર આદિ કેટલાંય વીર મનોમન બળીને ખાખ થઇ ગયાં !!! જ્યારે ધીર પુન્ડીરે અશ્વિન માસમાં દેવીની આરાધના માટે જાલંધર કર્યું ત્યારે જૈત્ર પરમારે એની સુચના ઘોરીને મોકલીને એની મંશા બતાવી દીધી. ઘોરીનાં કેટલાંક ચુનંદા સૈનિકો ભગવાં વસ્ત્ર ધારણ કરીને છળથી ધીર પુન્ડીરને પકડી લીધો અને ગઝની લઇ જઈને ઘોરીના દરબારમાં પ્રસ્તુત કર્યો !!!

ઘોરીએ જ્યારે ધીર પુન્ડીરને એને પકડવાંવાળી પ્રતિજ્ઞાની વાત કરી તો ધીર પુન્ડીરે આત્મવિશ્વાસ સાથે એને વિરોચિત જવાબ આપ્યો….. ઘોરીએ ધીરપુન્ડીરની વીરતા, નીડરતા અને સાહસથી પ્રભાવિત થઈને એને સન્માનિત કરતાં ઘોડા, વસ્ત્રો, બખ્તર-પાખર-હોય અને ટંકાર કરતાં ધનુષ આદિ બેટ આપીને કહ્યું કે  —– ” હે હિંદુ વીર …….. આને તુ લઇ જા અને જંગ માટે તૈયાર થઇ જા , હું પણ પોતાનાં વીરો સાથે શસ્ત્ર ગ્રહણ કરીને તારી પાછળ જ આવું છું …..!!!” આ રીતે ઘોરીએ એક વીર પુરુષને વિદાય કર્યો અને ભારતનાં હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર હુમલાની તૈયારીમાં લાગી ગયાં.
ઘોરીએ કામના કરી કે એ સમ્રાટ પૃથ્વીરાજને હરવી શકે અને તેને ચઢાઈ કરી !!!

સુચના મળતાં જ હિંદુ સમ્રાટે ચામુંડ રાય દાહિમાનાં નેતૃત્વમાં સાઈઠ હજાર સૈનિકોને પાણીપતનાં મેદાનમાં ઘોરીને દંડિત કરવાં મોકલ્યાં. ધીર પુન્ડીર પણ પોતાનાં ૧૪૦૦ પુન્ડીર વીરોની સાથે એ સમરાંગણમાં શરીફ થયાં. યુદ્ધ આરંભ થતાં જ ધીર પુન્ડીર મહંમદ ઘોરીની સામે જઈને ઉભાં રહ્યાં. ઘોરી ધીર પુન્ડીરને જોતાં જ ઘોડા પરથી ઉતરીને હાથી પર સવાર થયાં. ધીર પુન્ડીર પોતાનાં વીરો સાથે ભયંકર હુમલો કરીને ઘોરીની સેનામાં ખલબલી મચાવી દીધી. જોતજોતામાં ધીર પુન્ડીરે ઘોરીના હાથી પર તલવારથી વાર કર્યો અને હાથીની સુંઢ અને માથું અલગ – અલગ કરી દીધું!!! હાથીના પડતાંની સાથે જ પડી ગયેલા ઘોરી પર ધીર પુન્ડીર ચડી બેઠો. ત્યારે જૈત્ર પરમારે ઘોરીનાં છત્ર ,ચિહ્ન આદિ છીનવી લીધાં. આ રીતે ઘોરી ધીર પુન્ડીરની બાંહોમાં કેદ થઇ ગયો.

એની સેનામાં ભગદડ મચી ગઈ !!! આ યુદ્ધ એટલું ભયંકર હતું કે હજારો પઠાણો અને અન્ય સૈનિકોની સાથે ૧૪૦૦ પુન્ડીર વીર રણખેત રહ્યાં. યુદ્ધનાં છઠ્ઠા દિવસે ધીર પુન્ડીરે ઘોરીને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સમક્ષ દરબારમાં પેશ કરીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી !!! સમ્રાટે ઘોરી પર દસ હજાર ઘોડાનો દંડ લગાવીને એને રિહા કરી દીધો. દંડમાં મળેલા દસ હજાર ઘોડા સમ્રાટે ધીર પુન્ડીરને આપી દીધાં.

ધીર પુન્ડીરને મળેલાં આ સન્માનથી પછીથી જૈત્ર પરમાર, ચામુંડ રાય આદિ ઘણાં સામંતો નારાજ થઇ ગયાં …. અને એમણે ધીર પુન્ડીરની વિરુદ્ધ એની અનુપસ્થિતિમાં સમ્રાટનાં કાન ભરવાનાં શરુ કરી દીધાં. એમની વાતોમાં આવી જઈને અને એમનું કહ્યું માનીને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે ધીર પુન્ડીરનાં પુત્ર પાવસ પુન્ડીરને દિલ્હીથી નિષ્કાસિત કરી દીધો. પાવસ પુન્ડીર દિલ્હી છોડીને લાહોર ચાલી ગયો અને આ ઘટનાની સુચના ધીર પુન્ડીર પાસે મોકલી ….

સુચના મળતાં જ ધીઈર પુન્ડીર સિંધ તરફ ઘોરીની પાસે પહોંચ્યો. ઘોરીએ એનું સ્વાગત કર્યું અને પોતાનાં હાથે લખેલો એક પટ્ટો સોંપ્યો, જેમાં આઠ હજાર ગામ, એક સહસ્ર તાંબુલ લખ્યાં હતાં. ધીર પુન્ડીરે ઘોરીને એમ કહીને પટ્ટો પાછો આપી દીધો કે એ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો સામંત છે. અત:બીજાં કોઈને પણ એ સ્વામી સ્વીકાર ના કરી શકે !!! ધીરે માત્ર રહેવાં માટે નિવાસ હેતુ ઘોરીની આજ્ઞા લીધી અને લાહોરથી પોતાનાં પુત્ર પાવસને પણ ત્યાં બોલાવી લીધો.

ધીર પુન્ડીર ત્યાં એક ટીલા પર જ રહેતાં હતાં ત્યાં કેટલાક સૌદાગરો ઘોડાઓ લઈને આવ્યાં . એમાંથી ૨૦૦૦ ઘોડા ધીર પુન્ડીરે ખરીદ્યા અને બાકી સિફારિશી પત્ર આપીને એને ઘોરીને વેચવા હેતુ મોકલી દીધો. ઘોરીએ ધીરનો પત્ર વાંચ્યા પછી ઘોડા ખરીદી લીધાં, ઘોરીનાં દરબારમાં ખુરાસાન ખાં અને તતારખાંને આ બધું ઠીક ના લાગ્યું!!! એમણે ઘોરીને ભડકાવ્યો કે ધીરે સારાં ઘોડા પોતે રાખી દીધાં અને બાકી બચેલાં તમારી પાસે મોકલી દીધાં.

આથી ઘોરીએ સૌદાગરને કિંમત ના ચૂકવી, પણ જયારે ધીરે ઘોરીને પત્ર લખીને કહ્યું કે સૌદાગર એની શરણાગતછે તો એમની કિંમત એમણે અદા કરી દો … ત્યારે ઘોરીએ મીર મસંદઅલી સાથે ઘોડાઓની કિંમત ધીર પુન્ડીર પાસે મોકલી દીધી જે એણે એ સોદાગરોને આપી દીધી !!!

આ બાજુ ખુરાસનખાં અને તતારખાંએ ષડયંત્ર રચીને સૌદાગરોના મુખિયા કાલ્હન મીરને પત્ર મોકલ્યો કે  —–
” અમને સુચના મળી છે કે ધીર પુન્ડીર તમને મારીને તમારું બધું જ ધન છીનવી લેવાનો છે …..!!!” પત્ર મેળવીને કાલ્હન મીરે પોતાનાં સાથીઓ સાથે મંત્રણા કરી કે ધીર આપણને મારે એનાં પહેલાં આપણે જ ધીર પુન્ડીરને મારી નાંખીએ અને આ નિર્ણય કરીને તેઓ ધીર પુન્ડીર પાસે પહોંચ્યા અને વાતચીત કરતાં કરતાં ધીર પુન્ડીરને ધોખાથી મારી નાંખ્યો …..

આ રીતે ધીર પુન્ડીરે જેને શરણ આપી એમણે જ ષડયંત્રનો શિકાર થઈને પોતાનાં શરણદાતાની હત્યા કરી નાંખી. જ્યારે આ સમાચાર દિલ્હી પહોંચ્યા ત્યારે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સહિતઆખી દિલ્હી શોકમગ્ન થઇ ગઈ !!!

આમ જે માણસે ઘોરીને ધૂળ ચાટતો કર્યો અને ઘોરીને ત્યાં પણ પોતાનાં સ્વમાનથી રહ્યો, પણ મર્યો ષડયંત્ર અને ધોખાથી !!! કદાચ આનેજ કહેવતો હશેને ઈતિહાસ !!!

આવાં સ્વામી ભક્ત, સ્વમાની અને શુરવીર રાજા ધીર પુન્ડીરને શત શત પ્રણામ

——– જનમેજય અધ્વર્યુ

✌✌✌✌✌✌✌✌✌

error: Content is protected !!