પાવાગઢ – ગુજરાતનું પૌરાણિક તીર્થસ્થાન

જ્યાં મુસ્લિમો પણ વિશાળ સંખ્યામાં આવે છે!

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે
પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્‍યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને ………..
પંખીડા ………. ઓ પંખીડા ……..

ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા …….. ઓ પંખીડા ……..

ઓલ્‍યા ગામના ગાંધીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને …………
પંખીડા ……. ઓ પંખીડા ……….

ઓલ્‍યા ગામના માળીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ……….

એક કહેવત છે કે —-
” ડુંગરા દુરથી રળિયામણા
આમ તો આ કહેવત બધાંજ પર્વતો કે ડુંગરો માટે સાચી નથી ઠરતી. આજ વાત પાવાગઢ માટે પણ સાચી ઠરે છે. એક વખત હતો કે જ્યારે અમને બાલાસિનોરમાંથી ખુલ્લું આકાશ અને સ્વવચ્છ વાતાવરણ હોય તો ત્યાંથી પાવાગઢની માં કાલીની આરતી થતી દેખાતી ત્યારેજ વિચાકરેલો કે પાવાગઢ તો જવું જ જવું.

પાવાગઢમાં કાળમીંઢ પથ્થરો છે, મોટા ડીબાંગ કાળા કાળા પથ્થરો, આજુબાજુ ઘેઘુર -ગાઢ જંગલો. પાવાગઢ ચાલતા જવાની ચઢવાની મજા કંઈ ઓર જ છે. પગદંડીઓ પણ એક મોટા રસ્તા કરતાં પણ વધારે સારી ગરજ સારે છે. એ જ્યારે હું જાતે ચાલ્યો ત્યારે જ મને ખબર પડી. માંચી સુધીતો બસો અને મોટરો જાય છે જ. મેં જયારે પાવાગઢ જોયું ત્યારે ચાંપાનેરમાં સ્મારકો છે એટલી જ ખબર હતી, કોઈ જોવા જતું નહોતું. કારણકે માની આસ્થા અને નયનરમ્ય દ્રશ્યો અને રસ્તામાં આવતા ઐતિહાસિક સ્મારકો એટલાં બધા સરસ છે કે એ વિષે ધ્યાન ના આપી શકાયું !!! આજ મારી ગંભીર ભૂલ હતી.

ભૂલ એક વાર થાય ….કય બીજીવાર થોડી થાય !!! બીજી વાર એ સ્મારકો અને ચાંપાનેર વિગતે જોયું કારણકે તે વખતે તો ચાંપાનેર “વર્લ્ડ હેરીટેજ સાઈટ “માં આવી ગયું હતું. મંદિર પરથી મેં જે ગુજરાત દર્શન કર્યું ત્યારે મને સ્વામી વિવેકાનંદે કરેલું ભારત દર્શન અવશ્ય યાદ આવી ગયું આઈ શપથ !!! એ વખતે મને આ શક્તિપીઠ છે એનો જરાય પણ અણસારો નહોતો. હું મોટો થયો અને ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં રસ લેતો થયો ત્યારે જ ખબર પડી એ વિષે !!!
મંદિરમાં મને જે અનુભૂતિ થઇ છે એ તો મારું જીવનનું જીવનું મહત્વનું ભાથું છે. જે હું ક્યારેય પણ શબ્દોમાં બયાન ના કરી શકું !!! આસ્થા જો નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો જ આ મંદિરોનું મહાત્મ્ય આત્મસાત કરી શકાય !!! અને તોજ પાવાગઢ માણી શકાય અને રસ્તામાં આવતા તળાવો અને ઐતીહાસિક સ્મારકો જોઈ શકાય.

 

ઇતિહાસ  ——-

પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમનાં ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતું પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતુ આપ્યું, છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયાં જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યાં અને પોતે અગ્નિકુંડમાં કુદી પડ્યાં. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયાં અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યાં. ભગવાન શિવના આ રૂપને જોઈને બધાં જ દેવતાંઓ ખુબ જ ભયભીત થયાં. તેથી ભગવાન વિષ્ણુંએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી બાવન શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જ્ગ્યા પર પડી હતી.
તેથી અહીં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી.

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પર વર્ષો પૂર્વે વિશ્વામિત્રે મહાકાળીની આરાધના કરી હતી અને તેમની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે.

આ સિવાય પણ ઘણી બધી દંતકથાઓ પાવાગઢ સાથે જોડાયેલી છે. જેમકે એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી મા એ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યાં તો તેમના સૌદર્યને જોઈને રાજા પતાઈ અંજાઇ ગયા અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયાં અને તેને શ્રાપ આપી દિધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાઠનો થોડાક સમયમાં નાશ થયો.

શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાઈનો મહેલ આવેલો છે. જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો. પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઈમારત અત્યારે છે. આ વાવ લગભગ ચાર માળની છે. અને તેની લંબાઈ ૧૯૦ ફૂટ છે અને પહોળાઈ ૧૦ ફૂટ છે.

પાવગઢમાં નવરાત્રિ દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહી પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતું હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીનાં દર્શન કરવા ખુબ જ સરળ થઈ ગયાં છે. કહેવાય છે કે, મહામંત્રી ચાંપાની સ્મૃતિરૂપે વનરાજ ચાવડાએ આ નગર વસાવેલું હતું. લોકકથાનુસાર, પાવાગઢના મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા આવે છે.

રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે.

શ્રદ્ધાળુઓને પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે. લોકો નવરાત્રીના નવ દિવસે વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.

પાવાગઢ ચઢવુ થોડુ કપરું છે, અહી મંદિર સુધી પહોંચવા માટે ૨૫૦૦ પગથિયા ચઢવા પડે છે. પણ પાવાગઢ પર રોપ-વે સગવડ પણ છે. જે માચીથી કાળકા મંદિર સુધી બનાવવામાં આવી છે. જે ભક્તો આ પર્વત ચઢી નથી શકતા તેઓ રોપ-વે દ્વારા પણ જઈ શકે છે. આ માચી સ્થળ પર તેલિયા તળાવ અને દૂધિયા તળાવ છે.

જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ છે. આ સ્‍થળને “સિદ્ધક્ષેત્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે.

શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી. ગોખ પ્રસ્થાપિત કરાવામાં આવેલ છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી મૂર્તિ સ્વરૂપે છે. અને ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી છે.

દિગંબર જૈન સંપ્રદાયના કુલ નવ પવિત્ર દેરાસરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ પામેલા છે. જેમાથી સાત દેરાસર પર્વત પર દુધિયા સરોવર અને છાસિયા તળાવ તથા ટકોરખાના ટૂંક પર નિર્માણ પામ્યા છે.

શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન અને વિશાળ મંદિર છે. જેમાં સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે.

મહાકાળીનું આ પવિત્ર, મહાશક્તિશાળી અને ચમત્કારિક સ્‍થળ, મનોવાંછિત ઉચ્ચપદની પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ કરવા માટેનું ઉત્તમ માનવામાં આવે છે.

પાવાગઢ ગુજરાતના મહાન સંગીતકાર બૈજુ બાવરાનાં જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે. પાવાગઢ વડોદરાથી ૪૯ કિલોમીટર દૂર અને અમદાવાદથી ૧૯૦ કિલોમીટર દૂર આવેલુ છે.

ફક્ત હિંદુઓનું જ ધાર્મિક સ્થળ નથી પરંતુ મુસ્લીમ અને જૈનોનું પણ ધાર્મિક સ્થાન છે. પાવાગઢમાં કરાયેલ પ્રાચીન કારિગરી હજું પણ જોવા મળે છે. અને આ બધું જ બાંધકામ ઇસ્લામી શાસનકાળ દરમિયાન થયેલું છે. તેમાં જુમા મસ્જીદનો પણ સમાવેશ થાય છે. આ મસ્જીદ તેની નકશીકામના કારણે આખા જગતમાં પ્રસિધ્ધ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ છે. આ સ્‍થળને “સિદ્ધક્ષેત્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે.

શિકારમઢીથી પૂર્વ દિશામાં થોડેક દૂર એક ઉંચી ટેકરી ઉપર ભીમચોરી, અર્જુનચોરી અને પ્રવેશ દ્વારવાળુ મંદિર એમ ત્રણ પ્રાચીન સ્મારકો ઉભા છે. સ્થાપત્ય શૈલી પ્રમાણે ૧૪મી કે ૧૫મી સદીના નિર્માણકાળનું એક શીવાલય ભીમચોરી તરીકે ઓળખાય છે. આ ભીમ ચોરીની નજીકમાં જ ગર્ભગૃહ અને અલંકૃત દ્વારશાખવાળું મંદિર અર્જુન ચોરી તરીકે પ્રચલિત છે.

આ ભીમ ચોરી અને અર્જુન ચોરીથી થોડુંક છેટે પ્રવેશદ્વાર વાળું એક મંદિર વિઘમાન છે. અહીં મોટા કદના બે પગલાંના અવશેષ જોવા મળે છે, જેને કેટલાક ભીમના અને કેટલાક રાક્ષસી હેડંબાના પગ તરીકે પણ ઓળખે છે. આ સંકુલમાં નટરાજ, ધંટાકર્ણી, ઇન્દ્ર, યમ, વરૂણ અને અપ્સરા વગેરેના શિલ્પો પણ અવશેષોના રૂપમાં પથરાયેલા જોવા મળે છે. આ કલેશ્વરી નાળ વિસ્તારમાં પ્રતિ વર્ષે શિવરાત્રી અને શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પાવન પર્વે લોકમેળો યોજાય છે.

પાવાગઢનું પૌરાણિક મહત્વ ————

પાવાગઢ ગુજરાતમાં મહાકાળી માતાજીની પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે.
દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં માતાજીના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે.
આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

મહાકાળી માતાની વાત…

પાવાગઢમાં રાજા પતઈ ના પાપે પાવાગઢનું રાજ ગયું. અને મહોમ્મદ બેગડાનું રાજ આવ્યું. ત્યારે મહોમ્મદ બેગડો માથાભારે રાજાની છાપ ધરાવતો હતો. પણ પાવાગઢમાં બે ચોર હતા જેમનું નામ ખાપરો અને ઝવેરી. આ ખાપરો અને ઝવેરી મહાકાળી માતાના જબરા ભક્ત હતા. જે કાંઇ પણ ચોરતા તેમાં ત્રીજો ભાગ મહાકાળી માતાને ધરતા. આ ખાપરો અને ઝવેરી પાવાગઢ ફરતા પંથકમાં મહાકાળીના જોરે ચોરીઓ કરતા. એક દીવસ આ ખાપરા- ઝવેરીએ વીચાર કરીયો કે, આપણે મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવી છે.
એટલે આ બન્ને મહાકાળીના મઢે આવીને કીધું કે, જો મહાકાળી રજા આપતી હોય તો મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાઉ છે.

એટલે મહાકાળીએ રજા આપી અને કીધું કે, તમે બન્ને મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાવ હું તમારી સાથે છું. પણ આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. એટલે ખાપરો અને ઝવેરી મહોમ્મદ બેગડાના રાજમાં રાત્રે ચોરી કરવા ઉતયાં. રાજમહેલમાં ઘુસીને આ બન્નેએ 4 કીંમતી રતન ઉપાડ્યા. પછી આ બન્નેએ વીચાર કરીયો કે, આપણે 4 રતન ચોરીને લઇ જશું તો મહોમ્મદ બેગડાને ખબર નહીં પડે કે,
આ ચોરી ખાપરા અને ઝવેરીએ કરી છે. એટલે એક રતન પાછું મુકીને ત્રણ રતન લઇને આ બન્ને ચોર પોતાના ઘરે આવ્યા.

સવારમાં મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી ચોરીની બુમો પડી.
એટલે મહોમ્મદ બેગડાએ તેમના વજીરને કીધું કે, મારા રાજમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ ચોર હશે. મારી આવી ધાક છે તોય ચોરી કરવાની હીમ્મત કરી. એટલે વજીરે કીધું કે, આપણા પાવાગઢમાં બે જ એવા ચોર છે એક ખાપરો અને બીજો ઝવેરી. આ બન્ને ચોરોને હજુ સુધી કોઇએ જોયા નથી., એટલે રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો કે,
ખાપરા-ઝવેરીને માલુમ થાય કે, હું જે ઢોલીયા ઉપર સુવું છે તેના ચાર પાયા સાવ સોનાના છે. જો આ ખાપરા- ઝવેરીએ અસલ માંનું દુધ પીધું હોય તો ફરીથી મારા રાજમાં ચોરી કરે.

ખાપરા – ઝવેરીને આ ઢંઢેરાની ખબર પડી એટલે આ બન્ને મહાકાળીના મઢે આવીને બોલ્યા કે —— મહાકાળી અમે તો ત્રણ રતન ચોરી લાવ્યા છે, અમારી સાત પેઢી ખાય તોય ખુંટે એવું નથી. પણ આ તો ચૂનોતીની વાત છે, જો મહાકાળી રજા આપતી હોય તો અમારે મહોમ્મદ બેગડાના રાજમાં તેના ઢોલીયાના સોનાના ચાર પાયા કાઢવા જવું છે. એટલે મહાકાળી બોલી કે, હું મહાકાળી તમારી સાથે આવું છે. જો મહોમ્મદ બેગડાને હાંફ ના ચઢાવી દઉ તો મારૂં મહાકાળીનું વેણ છે.

ખાપરો- ઝવેરીની સાથે મહાકાળી માતા બેગડાના રાજમાં આવ્યા. રાજમાં આવીને રાજાના ઢોલીએ આવ્યા. ખાપરો અને ઝવેરી મહોમ્મદ બેગડાના ઢોલીયાના એક – એક પાયા કાઢી તેની જગ્યાએ લાકડાના ટેકા મુકતા જાય છે અને મહાકાળી બાજુમાં ઉભા ઉભા મરક-મરક હસતા જાય છે. આમ મહોમ્મદ બેગડાના સોનાના ચાર પાયા ચોરીને આ ત્રણેય ઘરે આવ્યા.

બીજા દીવસે રાજા ઉઠ્યો તો. સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મુકેલા જોયા. રાજાએ વીચાર કરીયો કે, હવે આ બન્ને ચોર જબરા માથાભારે છે, મારે આ બન્નેને જોવા પડશે. ફરી પાછો મહોમ્મદ બેગડાએ રાજ્યમાં ઢંઢેડો પીટાવ્યો કે ——- ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે ——-
” મારા રાજમાં સોના- ચાંદીના દાગીનાથી ભરેલૂં એક ઉંટ ફરતું મુકું છું. જો તમે જબરા હોય તો આ ઉંટને ચોરી બતાવજો.”

આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે આ બન્ને મહાકાળીના મઢે આવ્યા અને કીધું કે મહાકાળી આ મહોમ્મદ બેગડો હઠે ભરાયો છે. જો તુ દોઢ આપતી હોય તો આ ઉંટ ઝાલવા અમારા બન્નેએ જાવું પડશે. એટલે મારી પાવાગઢની માતાએ દોઢ આપ્યો. અને ખાપરો અને ઝવેરી ઉંટ પકડવા મારગે પડયા

પણ આ ઉંટ પકડવું આઘરૂં હતું. આ ઉંટની સુરક્ષા માટે ૫૦ સૈનિકો. એટલે આ ઉંટ જ્યાં પણ જાય ત્યાં આ ૫૦ સૈનિકો સાથે રહેતા. પછી આ ખાપરા અને ઝવેરીએ આ ઉંટને રોટલા નાખવાનું શરૂ કરીયું. એક દીવસ રોટલા ખવડાવ્યા, બે દીવસ આમ કરતા કરતા દશ દીવસ રોટલા ખવડાવીને ઉંટને હેવાયલો કરીયો. એટલે રોજ ઉંટ ફરતું ફરતું ખાપરા – ઝવેરીના ઘર પાસે આવીને ઉભો રહે. ૧૦-૧૨  દીવસ થયા એટલે આ ૫૦ સૈનિકો પણ કંટાળ્યા કે, આ ઉંટને ચોરવા કોઇ આવતું નથી અને આ ઉંટ આટલામાં જ ફરે છે.

પછી એક દીવસની રાત્રે આ ઉંટ ખાપરા અને ઝવેરીના ઘર પાસે આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ રોટલા ના નાખ્યા.
એટલે ઉંટ રોટલાની લાલચે ખાપરા – ઝવેરીના ઘર પાસે ઉંઘી ગયો. પેલા સૈનીકો પણ ઉંટને જોતો જોતા થોડીવાર આંખ પાંસરી કરી કે, ખાપરા અને ઝવેરીએ આખે – આખો ઉંટ તેમના ઘરના ભોંયરામાં દોરીને લઇ ગયા.

બીજા દીવસે રાજાને ખબર પડી કે, હવે આ ચોર પકડાશે નહીં. એટલે રાજાએ ફરી એક ઢંઢોડો પીટાવ્યો કે, ખાપરા – ઝવેરીને ખબર પડે કે, તમારી બધી ચોરી માફ, મેં મહોમ્મદ બેગડે તમને જોયા નથી. તમે મારા મહેલમાં આવો. મારે તમને ઇનામ આપવું છે.

એટલે ખાપરો અને ઝવેરીએ મહાકાળીને કીધું કે, મહોમ્મદ બેગડાએ અમને રાજમહેલમાં બોલાવ્યા છે. જો તુ રજા આપતી હોય તો અમે બન્ને રાજ મહેલમાં જઇએ. કેમ કે આ રાજા માથાભારે હતો. ક્યાં રાજમહેલમાં બોલાવીને ફાંસીએ ચડાવી દે તો. એટલે મહાકાળી બોલ્યા કે ——-
તમે રાજાને ય સરમાવે એવા કપડાં પહેરીને રાજમહેલમાં જાવ. જો તમને છેતરીને માર ખાવા દઉ તો મારૂં કલકત્તાથી ગાંડી ગુજરાતમાં આવવું નકામું પડે. એટલે ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા. રાજાએ બન્નેના સારા સામૈયા કરીને ઇનામ આપ્યું.

જો તમને દુઃખ પડે અને મારી મહાકાળીની જરૂર પડે તો વનકટીમાં સંભાળજો, દોડીને ભેગી થાશે. ભેગી થઇને તો તમારૂં કાંડુ પકડશે તો મીત્રો તમારૂં આયખું સુનુ મુકશે નહીં….બાપો મહાકાળી…બાપો…..

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી ૨૭૩૦ ફૂટ ઉંચે આવેલું છે. ત્યાં પહોચવા માટે રોપ-વેની પણ સુવિધા છે. જેની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે.

થોડુંક વધારે  ——–

અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી ૪૭ કિ.મી. તથા હાલોલથી કેવળ ૭ કિ.મી. ના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદભૂત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.

હજ્જ઼ારો વષૅ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એ માંથી ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતી ની અંદર તરફ વધારે છે.. એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો.

હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા. આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નિર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી ૨,૭૩૦ ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકમાતાજીનું મંદિર એ સૌથી ઊંચાલ નો ભાગ-રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે

આ ડુંગર પુરાતનકાળ થી ખુબજ ઐતિહાસિક અને ધામિૅક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશકિત પીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢનાં ” માઁ ” નાં મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદી ઓથી મહાકાળી “માઁ ” નાં ભક્તોના હદયમાં ઉચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભકિતમય નવરાત્રિ નાં તહેવારોમાં તથા માગસર પોષ વદ અમાવસ્યા-દશૅન અમાસનાં દિવસોમાં પાવાગઢ ની ધામિૅક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમ્યાન યાત્રાળુ ઓ પાવાગઢનાં મહાકાળી”માઁ ” ના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે.

મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળીમાંની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ધણી વિશાળ છે. એ સાથે પૂવૅ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર “માઁ ” ની પ્રતિમાઓ ખૂબ દશૅનીય છે. તેમનાં ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતા નો અનુભવ કરે છે. અહીં થી જ ભદ્રકાળી માતાનાં મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આસીવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મૌલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષરૂપે પથરાયેલા પડ્યાં છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં બનેલું પાવાગઢ મહાકાળીનું મંદિર પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટનની દ્રષ્ટિથી પ્રદેશના સર્વાધિક મહત્વપૂર્ણ સ્થળોમાંથી એક છે. અહીંની ખાસ વાત એ છે કે, અહીં દક્ષિણામુખી કાળી માતાની મૂર્તિ છે. જેનું તાંત્રિક પૂજામાં ઘણું મહત્વ હોય છે. સાથે જ,
આ મંદિરની છત પર અદાનશાહ પીરની દરગાહ છે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

પાવાગઢ કાળી મંદિરથી ઘણાં ઐતિહાસિક અને ધાર્મિક રહસ્ય જોડાયેલાં છે, જે આ જગ્યાને વધારે જ ખાસ બનાવે છે. જેમાંથી થોડી વાતો ભગવાન રામના પુત્ર લવ-કુશ સાથે જોડાયેલી છે, તો થોડી ઋષિ વિશ્વામિત્ર સાથે પણ જોડાયેલી છે.

હિન્દુઓની સાથે-સાથે મુસ્લિમો માટે પણ ખાસ છે આ જગ્યા ———–

મંદિરની છત પર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે, જ્યાં અદાનશાહ પીરની દરગાહ છે. અહીં વિશાળ સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ જ કારણે આ જગ્યા હિન્દુઓની સાથે-સાથે મુસ્લિમો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

લવ-કુશ સહિત ધણાં ઋષિઓએ અહીં મેળવ્યું મોક્ષ ———-

એવું માનવામાં આવે છે કે, આ મંદિર અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામના સમયનું છે. આ મંદિરને એક સમયમાં શત્રુજય મંદિર કહેવામાં આવતું હતું. માન્યતા છે કે, ઘણાં ઋષિઓ અને બૌદ્ધ ભિક્ષુઓ સિવાય ભગવાન રામના પુત્ર લવ અને કુશે પણ અહીં મોક્ષ પ્રાપ્ત કર્યું હતું.

વિશ્વામિત્રએ સ્થાપિત કરી હતી અહીં માતા કાળીની મૂર્તિ ——
એવું પણ માનવામાં આવે છે કે, માતા કાળીની મૂર્તિને વિશ્વામિત્રએ જ સ્થાપિત કરી હતી. અહીં વહેતી નદીનું નામ પણ તેમના નામ પરથી જ વિશ્વામિત્રી પડ્યું.

આ માટે આ જગ્યાનું નામ પાવાગઢ પડ્યું- પાવાગઢના નામ પાછળ એક કહાણી પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે, એક સમયમાં આ દુર્ગમ પર્વત પર ચઢવું લગભગ અસંભવ હતું. ચારેય તરફ ખાઈથી ઘેરાયેલું હોવાને કારણે અહીં હવાનો વેગ પણ ઘણો વધારે રહેતો હતો, આ માટે આ પાવાગઢ એટલે કે એવી જગ્યા જ્યાં પવનનો હમેશાં વાસ રહે છે.

પાવાગઢ પહાડીની તળેટીમાં ચંપાનેરી નગરી છે, જેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાન મંત્રીના નામ પર વસાવ્યું હતું. પાવાગઢ પહાડીની શરૂઆત ચાંપાનેરથી થાય છે. ૧૪૭૧ ફૂટની ઊંચાઈ પર માચી હવેલી છે. મંદિર સુધી જવા માટે માચી હવેલીથી રોપ-વેની સુવિધા ઉપલબ્ધ છે. અહીંથી પગપાળા મંદિર સુધી પહોંચવા માટે લગભગ ૨૫૦ દાદરા ચઢવા પડે છે.

પાવાગઢ નજીક આવેલુ એક વિશાળ હનુમાનજી નુ મંદીર છે.
ભગવાન હનુમાનની એક ૧૮ ફૂટની મોટી પ્રતિમા ધરાવે છે,
આ મંદિર મહાભારતના યુગ દરમિયાન નિર્માણ કરવામા આવીયુ હતુ. ડભોઈ થી જંડ હનુમાન મંદિર ૬૮ કિલો મીટર દૂર આવેલુ છે. અને વડોદરા થી ૭૪ કિલો મીટર દૂર છે.

પાવાગઢ એ દર્શન છે મહાકાળી માંનું
પાવાગઢ એ દર્શન છે કુદરતના કરિશ્માનું
પાવાગઢ એ દર્શન છે ઐતિહાસિક સ્મારકોનું
પાવાગઢ એ દર્શન છે એ દર્શન છે સર્વધર્મ સમન્વયનું
પાવગઢ એ દર્શન છે લોક માણસનું અને કોક ગાથાઓનું !!!
પણ
તેમ છતાં માં મહાકાળીની આ શક્તિપીઠ ભારતીય સંકૃતિમાં અનેરી ભાત પાડે છે અને એક જુદોજ ઉપદેશ આપે છે જેને સ્વીકારવામાં કદાચ આપણે પાછાં અને કાચાં પડીએ છીએ
એ સત્ય હકીકત છે !!!

ટૂંકમાં પાવાગઢ જેવા પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોએ એક વાર નહીં અનેકોવાર જવું જોઈએ. એમાંય ખાસ કરીને નવરાત્રીનાં સમયમાં !! તો જજો અને દર્શન કરજો સૌ !!!

——— જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!