અનેક યુધ્ધો અને સ્થંળાતંરો વેઠી ને સૂર્ય ની એકનિષ્ઠ સાધના સાથે જીવન મા કલા તત્વો પચાવનાર કાઠી દરબાર સમાજ ઘર શણગાર થી માંડી નાની મોટી બાબતો માં કંઇક અનોખી લાક્ષણીકતા આપી જાય છે. કાઠીઓ ના રજવાડા થી લઇને સામાન્ય કાઠી ગરાસદાર ના ઘર સુધી શણગાર તત્વો એકસરખા વિકસેલા જોવા મળે છે.
કલા માંડણી મા પછીત પાટી અને ભીંત્યા કે જે મોતી અને હીરદોરા બંને માધ્યમ મા હોય છે. કંદોરાબંધ પછીત પાટી ફક્ત કાઠી દરબારો ના ઘરો મા જ જોવા મળે છે. અન્ય વરણ(લોકવાયા) ફક્ત કાંધીપટ્ટી નુ સર્જન કરતી હોય છે. જેને નીચે પાનકોથળીઓ લટકતી હોય છે. પછીત પાટી મા આકારો ની ભૌમીતીક આકૃતીઓ ઘણુ કહિ જાય છે. જેમા અગર લગ્નપ્રસંગ ની આકૃતીઓ થી સજ્જ પછીત પાટી ના ઉપલક્ષ મા વિચારીએ તો સમજાશે કે આ કલાશૈલી ભારતની આદિકલા શૈલી સાથે કેટલુ અનુસંધાન રાખે છે.કળા ની પરખ અને લોકજીવન ના વિવિધ પાસાઓ સોઇ દોરાથી ગ્રુહ શોભાના પાત્ર તરીકે ઉપસાવી મઢી લેવાયા છે.
લગ્ન જેવા પ્રસંગો પણ પછીત પાટી પર કંડારવા મા આવ્યા હોય છે.શુભ પ્રસંગે અગ્રસ્થાને શોભતા ગણપતી પણ આગવી ઢબે મોટે ભાગે પછીત પાટી ની મધ્ય મા બિરાજે છે.તેની બંને બાજુ રિધ્ધી-સીધ્ધી વાયુ ઢોળતી જે ભારતીય ગ્રુહિણીનુ પતી પ્રત્યેની ભાવના અને સેવા નુ સુચન કરે છે.લગ્ન મંડપ માં સપ્તપદિ સંભાળતા વરવધુ હાથ મા ફુલો ના ગજરા લઇ જીવન ની સુવાસ ફેલાવતા તત્પર આલેખાયા હોય છે.વલોણુ એ ગુહજીવન મા નારીનુ ધબકતુ અને કાર્યરત જીવન વરતાઇ આવે છે.પોપટ એ મિતભાષી રહિ સૌનુ મન જીતવાનો સંકેત આપે છે.તથા યુધ્ધે ચડતા હથીયારબંધ હાથી સવારો,ઉંટસવારો,અશ્વારોહિ,પાયદળ આ બધા પાત્રો આ શૌર્યવંત કોમની તાસીર આલેખે છે.આ પાત્રો ગતીશીલ અને ક્રિયાત્મક મુદ્રામાં આલેખ્યા છે જે અભીવ્યક્તિ ની કુશળતા છે.
પછીતપાટી આશરે પંદર થી વિશ-બાવિસ ફુટ સુધી કે એથીય વધુ ની પછીત ના લંબાઇ ના માપ મા તૈયાર કરાય છે(ઘર ની પાછલી ભીંત ને પછીત કહેવાય છે) લગ્નપ્રસંગો અને ઉપર વર્ણવેલ ભૌમિતીક આકારો સિવાય દાણલિલા, બંસીવાદન, ગોપાલકૃષ્ણ, હસ્તમેળાપ સિંહ, સિંહણ,ઉંટ, મોર, કુકડો જેવા પશુપક્ષીઓ, અષ્ટકમલદલ પુષ્પો, કલ્પવૃક્ષ, રથ, નર્તિકા, પારણા, હિંડોળા, કાનગોપી રાસ, વલોણુ વલોવતી સ્ત્રીઓ, કાવડીયો, ફુલછોડ જેવી અનેક રચનાઓ હોય છે. અને પછીતપાટી ની કિનારીઓ પણ ફુલ,પોપટ જેવા આકારો થી કિનારીઓ હોય છે. તે સૂઇ-મેરાઇ અતલસ,કે સુતરાઉ રંગીન કાપડના ગણા, કાંગરા, પાસા ચોપાટડી અને દરીયાઇ મોજાની લ્હેરાયા ભાત નુ સીવણ ચડાવી ને મઢવામાં આવે છે.તે નીલા,ભુરા કે તેજસ્વી પીળા રંગ ના કાપડ ઉપર ભરાય છે.લાલ, પોપટી, કેસરી, જાંબલી, લિંબુ પીળો, થુથો, ગુલાબી, લિલો, સફેદ જેવા રંગ ના હિર નો ઉપયોગ થાય છે.
ઓરડા મા પછીતપાટી અને ચાકળા ચંદરવાથી ભીંત ને મઢાય પછીતપાટી ને નીચે કાંધી લગાવી હોય છે.કાંધી ના મોવાળ પર રુપાળો મોતી ની વેલવાળો પટ્ટો લગાવ્યો હોય છે તેમજ નીચે મોથી ગુંથ્યા સૂંથીયા પર તાંબા-પિત્તળ ના ચળકતા બેડા ની માંડ થાય.
પછીતપાટી હિરભરત, સીલ્ક એમ્બ્રોડરી અને મોતીભરત ના ગુંથણ આ પ્રકારો માં સર્જન થતી હોય છે. અત્રે વિવિધ ભૌમીતીક આકારો ના સ્કેચ અને નમુના તથા ભીમડાદ અને કુંભારા દરબાર ગઢ ની પછીતપાટી ની તસ્વીરો.
#કાઠી_સંસ્કૃતીદીપ_સંસ્થાન
#thekathicrafts
જય સૂરજનારાયાણ???
??????