મહાનાયક નાના સાહેબ પેશ્વા

સન ૧૮૫૭ના બળવા વિષે હું જયારે ભણ્યો હતો ત્યારથી જ સન ૫૭ના બળવાન આ નાયકનો હું આશિક થઇ ગયો હતો. મનોમન એમના જેવા બનવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો. આજ માણસે અંગ્રેજો વિરુદ્ધ ૧૮૫૭ના બળવાનું નેતૃત્વ કરીને એમનાં દાંત ખાટા કરી દીધાં હતાં. આજે જયારે એમના વિષે લખું છું ત્યારે મારું મન બહુજ પ્રફુલ્લિત છે !!!

 • જન્મ -૧૯ મેં ૧૮૨૪ (બિઠૂર)
 • ઉપાધિ -પેશ્વા
 • પૂર્વજ -બાજીરાવ દ્વિતીય
 • પિતા -નારાયણ ભટ્ટ
 • માતા  – ગંગાબાઈ
 • દત્તક ગ્રહણ -બાજીરાવે ૧૮૨૭માં નાનાં સાહેબને ગોદ લીધાં હતાં
 • સાથીઓ – તાત્યા ટોપે અને અજીમુલ્લાહ ખાન

કાનપુરની ઘેરાબંધી –  ૧૮૫૭માં જયારે કાનપુરનીઘેરાબંધી કરી દીધી .તો ઘેરાઈ ગયેલા અંગ્રેજોએ નાના સાહેબના નેતૃત્વવાળી ભારતીય સેના આગળ આત્મસમર્પણ કર્યું હતું !!!

સતીચોરા ઘાટ નરસંહાર -૨૭  જુન ૧૮૫૭ મહિલાઓ અને બાળકો સહિત જયારે ૩૦૦ બ્રિટીશરોને સતીચોરા પર મોતને ઘાટ ઉતારી દીધાં હતાં ……..

અંગ્રેજો દ્વારા કાનપુર પર પુન: કબજો – જનરલ હૈવલોક અને એની સેનાએ ૧૬ જુલાઈ ૧૮૫૭નાં રોજ અહિરવા ગામમાં નાના સાહેબની સેના પર હુમલો કર્યો અને કાનપુર પુન: પ્રાપ્ત કર્યું હતું. ૧૮૫૯માં નાના સ્સાહેબ નેપાળ કુચ કરી ગયા.

નાના સાહેબનો જન્મ સન ૧૮૨૪માં વેણુગામ નિવાસી માધવનારાયણ રાવનાં ઘરમાં થયો હતો. એમનાં પિતાજી પેશ્વા બાજીરાવ દ્વિતીયનાં સગોત્ર ભાઈ હતાં!! પેશ્વા એ બાળક નાના રાવને પોતાનાં દત્તક  પુત્ર તરીકે સ્વીકાર કર્યો અને એમની શિક્ષા દિક્ષાનો પ્રબંધ કર્યો. એમને હાથી ઘોડાની સવારી, તલવાર અને બંદુક ચલાવવાની વિધિ શીખવાડી દીધી અને અન્ય ઘણી ભાષાઓ નું જ્ઞાન પણ આપ્યું. નાના સાહેબ પેશ્વા સન ૧૮૫૭માં ભારતીય સ્વતંત્રતાનાં પ્રથમ સંગ્રામના શિલ્પકાર હતાં. સ્વતંત્રતા સંગ્રામમાં નાના સાહેબ કાનપુરમાં અંગ્રેજોની વિરુદ્ધ વિદ્રોહીનું નેતૃત્વ કર્યું હતું.

૧૮૫૭ના હીરો હતાં નાના સાહેબ   ———–

ઈસ્વીસન ૧૮૫૭માં મેરઠમાં જયારે ક્રાંતિ થઇ હતી તો નાનાસહેબે બહુજ વીરતા અને દક્ષતા થી ક્રાન્તીની સેનાઓનો
પણ ગુપ્ત રીતે અને કયારેક પ્રકટ રૂપે પણ નેતૃત્વ કર્યું હતું. ક્રાંતિનો પ્રારંભ થતાં જ એમના અનુયાયીઓએ અંગ્રેજી ખજાનામાંથી સાડા આઠ લાખ રૂપિયા અને કેટલીક યુદ્ધ સામગ્રી પણ પ્રાપ્ત કરી. કાનપુરનાં અંગ્રેજ એક ગઢમાં એ કેદ થઇ ગયાં અને ક્રાંતિકારીઓએ ત્યાએ જગ્યાએ ભારતીય ધ્વજ ફરકાવ્યો !!!

જયારે અંગ્રેજ અફસરે રોક લગાવી દીધી નાના સાહેબના પેન્શન પર  ——

અંગ્રેજ અફસર ડેલહાઉસીએ પેશ્વા બાજીરાવ દ્વિતીયનાં મૃત્યુ પછી નાના સાહેબને ૮ લાખનાં પેન્શનથી વંચિત કરીને એમને અંગ્રેજી રાજ્યના દુશ્મન બનાવી દીધાં. નાના સાહેબને જયારે આ અન્યાયની ફરિયાદને એમણે દેશભક્ત અઝીમ ઉલ્લાહ ખાનનાં માધ્યમથી અંગ્રેજ સરકાર સુધી પહોંચાડી
તો એમને નિરાશા જ હાથ લાગી એનાં પછી નાના અને અઝીમ બંને અંગ્રેજી રાજ્યનાં વીરોધી બની ગયાં અને ભારતમાંથી અંગ્રેજી રાજ્યને ઉખાડીને ફેંકવાના પ્રયત્નમાં લાગી ગયાં. ૧૮૫૭માં ભારતમાં વિદેશી રાજ્યનાં ઉન્મુલાર્થ , જે સ્વતંત્રતા સંગ્રામનો વિસ્ફોટ થયો હતો એમાં નાના સાહેબનું વિશેષ ઉલ્લેખનીય યોગદાન રહ્યું હતું

૨૦ વર્ષ  સુધી મરાઠા સમ્રાજ્ય પર કર્યું શાસન. નાના સાહેબનાં બે ભાઈ હતાં. રઘુનાથરાવ અને  જનાર્દન  …… રઘુનાથરાવે અંગ્રેજો સાથે હાથ મિલાવીને મરાઠાઓ સાથે ધોખો કર્યો હતો. જ્યારે જનાર્દનની અલ્પાયુમાં જ મૃત્યુ થઇ ગયું હતું. નાના સાહેબે ૨૦ વર્ષ (૧૭૪૦થી ૧૭૬૧) સુધી મરાઠા સામ્રાજ્ય પર શાસન કર્યું હતું !!!

નાના સાહેબના દીકરાનું મૃત્યુ  ——–

૧૭૬૧માં પાણીપતનાં ત્રીજાં યુધ્ધમાં એક અફઘાન લડવૈયા અહમદશાહ અબ્દાલી વિરુદ્ધ મરાઠાઓની કારમી હાર થઇ મરાઠાઓએ એનાં ઉત્તરમાં પોતાની શક્તિ અને મુગલ શાસન બચાવવાની કોશિશ કરી. લડાઈમાં નાના સાહેબનાં કાકાના દિકરા સદાશિવરાવ ભાઉ (ચિમાજી અપ્પાનાં પુત્ર ) અને એમના સૌથી મોટાં પુત્ર વિશ્વાસરાવ માર્યા ગયાં હતાં. એમનાં દીકરા અને કાકાના દિકરાની અકાળ મૃત્યુથી એમને બહુજ મોટો આઘાત લાગ્યો હતો !!

નાનાનું મૃત્યુ  ——–

નાનાનાં દીકરાનાં પછી નાના સાહેબ પણ બહુ લાંબો સમય માટે જીવતાં નહિ રહ્યાં. જે સમયે નાના સાહેબ નેપાળ સ્થિત “દેવ્ખારી ” નામનાં ગામમાં દળબળ સાથે પડાવ નાખીને રહેતાં હતાં ત્યારે એ ભયંકર તાવથી પીડિત થઇ ગયાં !!! અને માત્ર ૩૪ વર્ષની આયુમાં જ ૬ ઓક્ટોબર ૧૮૫૮માં મૃત્યુની ગોદમાં સમાઈ ગયાં !!! એમનો બીજો દીકરો માધવરાવ પેશ્વા એમનાં મૃત્યુ પછી ગાદીએ બેઠો !!!!

૧૮૫૭ નો વિપ્લવ: ————–

ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ની શરૂઆત મેરઠથી થઇ હતી.
આ વિપ્લવમાં નાનાસાહેબ પેશ્વા, રાણીલક્ષ્મીબાઈ, આઝીમુલ્લાખાન, અવધના નવાબ વાજીદ અલીશાહ, રંગો બાપુજી ગુપ્તે અને તાત્યા ટોપે જેવા હિંદુ અને મુસલમાન નેતાઓએ બહાદુરશાહ ઝફરના નેતૃત્વ નીચે વિધિવત સ્વાતત્ર્ય સગ્રામ માટે તૈયાર થયા હતા, પરંતુ બ્રિટીશ સરકારની ચડિયાતી તાકાત અને ૧૮૫૭ ના વિપ્લવના નેતાઓના યોગ્ય સંગઠન અને સંચાલનના અભાવના કારણે બળવો નિષ્ફળ ગયો હતો.

આ બળવાના મુખ્ય નાયક કહી શકાય એવા નાનાસાહેબ પેશ્વાના તથા અન્ય નેતાઓને પકડવા તેના પર બ્રિટીશ સરકારે ઇનામ જાહેર કર્યું હતું. આથી આ નેતાઓ પોતાનું શેષ જીવન છુપા વેશે વ્યતીત કરતા હતા. તેમાં નાનાસાહેબ પેશ્વાનાં અવશાન અંગે ઇતિહાસકારોમાં અનેક મત મતાંતરો છે. જેમાં નાનાસાહેબ પેશ્વાના અવશાન અંગે ચાર સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે.

 • (૧) નેપાળ
 • (૨) ઉત્તરપ્રદેશનું નૈમિષારણ્ય
 • (૩) શિહોર – ભાવનગર
 • (૪) રાજકોટનું મોરબી.

નાના સાહેબ શિવાજીના શાસનકાળ પછીનાં સૌથી પ્રભાવશાળી શાસ્કોમાંના એક હતાં. એમને બાલાજી બાજીરાવથી પણ સંબોધિત કરવામાં આવ્યાં હતાં. ૧૭૪૯માં જયારે છત્રપતિ શાહુનું મૃત્યુ થઇ ગયું. ત્યારે એમને પેશ્વાઓના મરાઠા સામ્રાજ્યનાં શાસક બનાવી દેવામાં આવ્યાં હતાં. શાહુનો પોતાનો તો કોઈ જ વારસદાર હતો જ નહીં એટલા માટે એમણે બહાદુર પેશ્વાઓને પોતાનાં રાજ્યનાં વારસદાર નિયુક્ત કર્યા.

મરાઠા સામ્રાજ્યના એક શાસક હોવાનાં નાતે, નાના સાહેબ પુણે શહેરના વિકાસ માટે ભારે યોગદાન કર્યું હતું. એમના શાસનકાલ દરમિયાન એમણે પૂણેને પૂર્ણત્ય : એક ગામમાંથી શહેરમાં બદલી નાંખ્યું હતું !!! એમણે શહેરમાં નવા વિસ્તારો, મંદિરો અને પુલોની સ્થાપના કરીને શહેરને એક નવું રૂપ આપ્યું હતું. એમણે કટરાજ શહેર માં એક જળાશયની સ્થાપના કરી હતી. નાના સાહેબ એક બહુજ મહત્વાકાંક્ષી શાસક અને એક બહુમુખી વ્યક્તિત્વના ધની વ્યક્તિ હતાં

ઇસવીસન ૧૭૪૧માં એમના કાકા ચિમણજીનું નિધન થઇ ગયું એના ફળસ્વરૂપે એમને ઉત્તરી જિલ્લામાં પાછુ ફરવું પડ્યું અને એમણે પુણે નાગરિક પ્રશાસનમાં સુધાર કરવાં માટે પછીનું એક વર્ષ કાઢયું. ડેક્કનમાં ૧૭૪૧ થી ૧૭૪૫ સુધીની અવધિને અમન અને શાંતિની અવધિ માનવામાં આવે છે. આ દરમિયાન એમણે કૃષિને પણ પ્રોત્સાહિત કરી , ગ્રામીણોને સુરક્ષા આપી અને રાજ્યમાં ઘણાં સુધારા વધારા કર્યા

મહાન સવાતંત્રતા સેનાની  ———

પેશ્વા બાજીરાવ દ્વિતીય જે સમયે દક્ષીણ છોડીને ગંગાતટે બિઠૂર કાનપુરમાં રહેવાં લાગ્યાં. ત્યારે એમની સાથે દક્ષિણનાં પંડિત માધવનારાયણ ભટ્ટ અને એમની પત્ની ગંગાબાઈ પણ રહેવાં લાગ્યાં હતાં. આ ભટ્ટ દંપતિથી સન ૧૮૨૪માં એક એવા બાળકનો જન્મ થયો. જે ભારતની સ્વતંત્રતાનાં ઇતિહાસમાં પોતાનાં અનુપમ દેશપ્રેમને કારણે સદૈવ અમર રહેશે. પેશ્વા બાજીરાવ દ્વિતીય પુત્રહીન હોવાનાં કારણે આ બાળકને તેમને ગોદ લઇ લીધું !!!! કાનપુર પાસે ગંગાતટનાં કિનારે બિઠૂર (કાનપુર)માં જ રહેતાં રહીને બાલ્યાવસ્થામાં જ નાના સાહેબે ઘોડેસવારી, મલ્લયુધ્ધ અને તલવાર ચલાવવાની કુશળતા પ્રાપ્ત કરી દીધી હતી. અઝીમ ઉલ્લા ખાન નાના સાહેબનાં વેતેન ભોગી કર્મચારી હતાં.

વિપત્તિઓથી સામનો  ——-

જયારે મેં ૧૮૫૭માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની જ્વાળાઓ ઉઠી તો નાના સાહેબ પણ રાષ્ટ્ર મુક્તિના સંઘર્ષમાં કુદી પડયાં. જ્યારે અંગ્રેજોએ ફરીથી કાનપુર પર કબજો કરી લીધો તો નાના સાહેબે અંગ્રેજ સેનાનો વીરતાપૂર્વક સામનો અને સંઘર્ષ કર્યો. અંતમાં એમનો પરાજય થયો. નાના સાહેબે પોતાનું સાહસ નાં ખોયું અને એમેણે ઘણા સ્થાનોમાં શત્રુ સેના સાથે સંઘર્ષ કર્યો

અંતમાં જયારે ૧૮૫૭નો પ્રથમ સંગ્રામ અસફળ થયો ત્યારે નાના સાહેબે સપરિવાર નેપાળમાં શરણ લેવી પડી હતી. પરંતુ ત્યાં શરણ નાં મળ્યું કારણકે નેપાળ દરબાર અંગ્રેજોને અસનુષ્ટ નહોતું કરવાં માંગતું. જુલાઈ સન ૧૮૫૭ સુધી આ મહાન દેશ ભક્તે ઘોર આપત્તિઓ માં પોતાના દિવસો વ્યતિત કરવાં પડયાં. એમનું સ્વરાજ સ્થાપનાનું સ્વપ્ન તૂટી ચુક્યું હતું.

૧૮૫૭ના વિપ્લવના ક્રાંતિકારી નેતા નાના સાહેબ પેશ્વા ભાવનગર જીલ્લામા કિલ્લેબંધ શહેર તરીકે ઓળખાતા સિહોરમા ગૌતમનદીના કિનારે એક ગુફા બનાવીને તેમના ૧૦૦થી વધુ સૈનિકો સાથે વેશપલ્ટો કરીને દયાંનદ યોગેન્દના નામે ૪૬ વર્ષ સુધી વસવાટ કરેલ અને આજે તેમના વંશોજો સિહોરમા રહે છે અને તેમનુ કહેવુ છે કે સરકાર તેમની પાસે ના દસ્તાવેજી પુરાવા લઈને તેમને યોગ્ય વળતર આપે.

ભાવનગર… એક દોરનું ગોહિલવાડ રાજ્ય…જેની રાજધાની હતી આજનું શહેર સિહોર. સિહપુર તરીકે ઓળખાતુ ગર કિલ્લેબંધ હોવાથી ભાવનગરના રાજવીઓએ તેને રાજધાની તરીકે પસંદ કર્યું હતું. સિહોર સાક્ષી રહ્યું છે ૧૮૫૭ના સંગ્રામથી પણ. કહેવાય છે કે ૧૮૫૭ના વિપ્લવના ક્રાંતિકારી નેતા નાનાસાહેબ પેશ્વા અહી ૪૬ વર્ષ સુધી છૂપાયા હતા. સિહોરમાં વસતા વિજયભાઈ પેશ્વાનો દાવો છે કે તેઓ નાનાસાહેબ પેશ્વના પ્રપૌત્ર છે.

સિહોરમાં ગોમતેશ્વર સ્થિત ગુફા…જ્યાં નાનાસાહેબ પેશ્વા પોતાના સાથીદારો સાથે છૂપાયા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જે ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો હતો.. તે તમામ વિજયભાઈ પાસે સુરક્ષિત છે. આ ચીજવસ્તુઓમાં સામેલ છે નાનાસાહેબ પેશ્વાને સંબંધિત એ પત્રો. જે નાગપુર. પૂણે અને નેપાળથી આવ્યા હતા. આ ઉપરાંત તેમની તલવાર, ચાખડી, માળા, પોથી, પૂજાના ગ્રંથ અને મૂર્તિ પણ સાચવી રખાયાં છે. મનાય છે કે ક્રાંતિની કોઈ સંભાવના ન જોતાં નાનાસાહેબ પેશ્વા દયાનંદ યોગેદ્રના નામથી અહી છૂપાયા હતા.

નાનાસાહેબના વંશજોનું કહેવુ છે કે વિલિનીકરણ વખતે તેમને બાકાત રખાયા અને સાલીયાણાં ન અપાયાં. રાજ્ય સરકારે આ પરિવારનું અનેક વખત સન્માન કરી સહાયનું આશ્વાસન આપ્યું. પણ સહાય ક્યારેય મળી નથી.

નાનાસાહેબ પેશ્વાનું નિધન સિહોરમાં વર્ષ ૧૯૦૩માં થયું હતું.. તેમની સમાધિ સિહોરના બ્રહ્મકુંડ પાસે નાની દેરીના સ્વરૂપે છે. સિહોર નગરપાલિકાએ નાનાસાહેબ પેશ્વાની પ્રતિમા તાજેતરમાં એક બગીચામાં મુકી છે.

આધુનિક રાષ્ટ્રવાદ નો સૌપ્રથમ ઉદભવ યુરોપમાં થયેલો જોવા મળે છે. નવજાગૃતિ ધર્મસુધારાણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઈટાલી અને જર્મનીના એકીકરણ વગેરે પરીબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ઉદભવ અને ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં યુરોપીય પ્રજાઓમાં આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાશનની નીતિ રીતિને પરિણામે રાષ્ટ્રવાદનો ઉદભવ થયો હતો. ઈ.સ. ૧૮૫૭ ને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય તરીકે ગણવામાં આવે છે.

ભારતના ઇતિહાસમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવેલું છે. તેવા અદ્ભુત વીર લડવૈયા નાના સાહેબ પેશ્વાને શત શત નમન !!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!