મૂમલ અને મહેન્દ્રની અમર પ્રેમગાથા (સો કોસની સફર)

રાજસ્થાન એટલે રણ. રણ પ્રદેશમાં પણ ઘણાં સ્મારકો તો સ્થિત જ છે, કિલ્લાઓ અને મહેલો પણ સ્થિત છે જ, જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય ત્યાં રાજાઓ અને રાજકુંવરો પણ હોવાનાં જ, રાજાઓ હોય એટલે રાજ્ય પણ હોવાનું જ અને રાજ્ય હોય એટલે પ્રજા પણ હોવાની જ, કંઈ રાજાઓ ખાલી સ્મારકોના રાજા નથી હોતાં એ માટે પ્રજાનું હોવું અત્યંત આવશ્યક છે !!! પ્રજામાં અનેક જાતિઓ પણ હોય અને એમાં પુરુષો અને સ્ત્રીઓ પણ હોવાની જ અને કુંવારિકાઓ પણ હોવાની જ, આની તો અનેક પ્રેમકથાઓ અમર છે જ છે, પણ રાજસ્થાનમાં અનેક નાનાં નાનાં રાજ્યો હતાં, એમાં પણ પ્રજા વસતી જ હતી. એ બે રાજ્યો વચ્ચે યુદ્ધ ન થાય તો પ્રેમસંબંધ તો બંધાય જ ને, વળી રાજસ્થાનનું રણ કે એનો વિસ્તાર પહેલાં તો ભારતનું જ એક ભાગ હતું, એમાં અત્યારનો પાકિસ્તાનનો સિંધ પ્રદેશ પણ આવી જાય છે

આ સિંધ પ્રદેશમાં પણ રાજપૂતો રાજ્ય કરતાં હતાં એ રાજાઓ એક રાજ્યમાંથી બીજાં રાજ્યોમાં અવરજવર કરતાં હતાં, તે વખતે તો આ સરહદો નહોતી કે જેમાં પાસપોર્ટ અને વિસાની જરૂર પડે. એ લોકો વારંવાર ઘણી લાંબી મુસાફરી કરીને એકબીજાના રાજ્યોમાં કૈંક કામે અવારનવાર આવતાં હતાં. એમાં જે રાજ્યમાં રાજાઓ અને રાજકુંવરો આવતાં હતાં તે રાજ્યના રાજોને ત્યાં રાજકુંવરીઓ પણ હોવાની જ, હવે વારંવાર અવરજવર થતી હોય તો આ રાજકુંવરીઓ એ રાજાઓ કે રાજકુંવરો પર મોહિત થવાની જ. પ્રેમ એતો ઈશ્વરની દેન છે એ તો પલકવારમાં જ થઇ જાય છે એ કઈ કરવો પડતો નથી. એ માટે સરહદો અને સીમાઓ હોય તોય શું અને ના હોય તોય શું. પ્રેમને વળી ક્યાં સીમા હોય છે જ તે !!!

આવો પ્રેમ ક્યારેક જ અમર થતો હોય છે બાકી પ્રેમ તો બધાંને જ થતો હોય છે, એમાં વળી એક રાજ્ય રાજસ્થાન હોય અને એ પણ રાજસ્થાનની જૂની રાજધાની લોદ્રવા હોય અને બીજું રાજ્ય સિંધ (પાકિસ્તાન) હોય તો એનું મહત્વ તો અત્યારના સમયમાં ઘણું જ મહત્વનું ગાણાય, એ તો સારું છે કે એ સમયમાં થયો હતો. જો અત્યારના સમયમાં થયો હોત તો મીડિયા એને લવ જિહાદ જ કહેત, પણ આ પ્રેમ કથાનું મહત્વ એ સમયમાં જ નહિ પણ અત્યારના સમયમાં પણ ઘણું છે !!!

એવી તો કઈ પ્રેમકથા હતી તે આટલી મહત્વની છે અત્યારે પણ એવો પ્રશ્ન સહેજે કોઈના મનમાં આવ્યાં વગર રહે નહીં, એ પ્રેમ કથા આપણે સૌ જાણી લઈએ, માણી લઈએ કારણકે અત્યારના સમયમાં તો આ બે સરહદી દેશોની પ્રેમકથા છે. આમ તો આપણી ઘણી બધી પ્રેમકથાઓ આ સરહદી પ્રાંતમાં જ થયેલી છે, પણ એ દરેકનું પોતપોતાની રીતે મહત્વ છે જ અને એ ઉત્તમ જ છે એમાં કોઈ જ બેમત નથી. એ પ્રેમકથા કૈંક આવી છે !!!

આ પ્રેમ કથા છે અદ્વિતીય સુંદરતાની માલિકણ રાજપૂત રાજકુમારી મુમલ અને અદમ્ય -અપ્રતિમ સાહસના પ્રતિક ઉમરકોટ (સિંધ -પાકિસ્તાન)નાં રાજપૂત રાણા મહેન્દ્રસિંહની.. એક વાર આ રાણા મહેન્દ્રસિંહ શિકાર કરતી વખતે રાજકુમારી મુમલની મેડી (મહેલ) પાસેથી પસાર થતાં હતાં. જ્યાં તેમની નજરો મળી અને બંને એકબીજાંને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયાં !!!રાજા મહેન્દ્ર રોજ જ એક તેજ રફતારથી દોડતાં ઊંટ પર સવાર થઈને ૧૦૦ કોસ દૂર આ રાજકુમારી મૂમલને મળવાં લોદ્રવા (જૈસલમેર) આવતાં, પરતું કોક ગેરસમજણને કારણે આ બંને દીવાનાઓનો એ પ્રેમ પોતાનાં આખરી અંજામ સુધી પહોંચે એ પહેલાં જ એનો દુઃખદ અંત આવી ગયો !!! અને એમની આ આ પ્રેમકથા આ થારનાં રેગિસ્તાનમાં અમર થઇ ગઈ !!!

અમરકોટ (સિંધ)નાં રાણા વીસલનાં દીકરાનું નામ હતું મહેન્દ્ર. ગુજરાતના રાજા હમીર જાડેજા એનો બનેવી હતો. આ બંને લગભગ ઉંમરમાં સરખાં જ હતાં એ બને વચ્ચે દોસ્તી પણ બહુજ ઘેરી અને ગાઢ હતી. એ બંને વચ્ચે બનતું પણ બહુ જ સારું !!!*એક દિવસ એ બન્ને પોતાનાં શિકારનો પીછો કરતાં કરતાં દૂર દૂર લોદ્રવા રાજ્ય (જૈસલમેર)ની કાક નદી પાસે આવી પહોંચ્યા. એમનો એ શિકાર તો પોતાની જાન બચવવા કાક નદીમાં કૂદી ગયો. શિકાર છોડીને એમણે અહીં-તહીં નજર દોડાવી તો નદીની પેલી તરફ એટલે કે સામે કિનારે એક સુંદર બગીચો અને એમાં બનેલી એક બેમાળી મેડી(મહેલ) નજરે પડયો. વિશ્રામ કરવાનાં ઈરાદાથી એ બન્ને નદીપારનાં બગીચામાં પ્રવેશ કર્યો !!!*ત્યાં રાજા મહેન્દ્રની મુલાકાત એ બગીચાની અને એ મેડીની માલિકણ મૂમલ સાથે થઇ.

જે પોતાની સહેલીઓ અને દાસીઓ સાથે ત્યાં જ રહેતી હતી. પોતાનાં સેવકોને કહીને મૂમલે એમની ખુબ ખાતરદારી કરાવી. આરામ કરી લીધાં પછી થોડીવાર પછી પોતાનાં સેવક સેવક દ્વારા કહેવડાવીને એમાંથી કોઈ એકને પોતાની પાસે બોલાવ્યો મૂમલે. હમીર જે પદમાં મહેન્દ્રથી મોટો હતો એટલે મહેન્દ્રએ એને પહેલાં રાજકુમારી મૂમલ પાસે જવાનું કહ્યું !!! મેડીના એક ચોકમાં એક અજગર ફેણ ફેલાવીને બેઠો હતો. હમીર બહુ જ ડરી ગયો અને ભાગીને એક ખુણામાં જતો રહ્યો કે કોઈ આટલાં ખતરનાક જાનવરો સાથે રહેવાંવાળી મૂમલ કોઈ દાયણ છે જે પુરુષોને મારીને ખાઈ જાય છે !!! હવે મહેન્દ્રનો વારો આવ્યો તો જ્યારે આગળ વધ્યો તો ત્યાં એણે વાઘ નજરે પડયો. મહેન્દ્રે પોતાનાં ભાલાથી જોરથી એના પર વાર કર્યો અને વાઘની ખાલમાં ભરેલું ભૂસું પણ બહાર આવી ગયું !!!

ત્યારે જ એણે ખબર પડી કે મૂમલ એની પરીક્ષા લઇ રહી છે. કાચની ફર્શ પાર કરીને સીડીઓ ચઢીને મહેન્દ્ર મૂમલની મેડીમાં પ્રવિષ્ટ થયો. સામે મૂમલ ઉભી હતી એને જોતાં જ મહેન્દ્ર થડકી ઉઠયો. એ એવી લાગી રહી હતી જાને કાદ્લમાં વીજળી ના ચમકતી હોય. પગની પાની સુધી પહોંચે એટલાં કાળા વાળ જાણે કોઈ નગીનમાથામાંથી જમીન પર નાં ઉતરતી હોય !!!ચંપાની ડાળી જેવી એની કલાઈઓ, બહુજ સુંદર આંખો, જાને એ એવી લાગી રહી હતી કે કોઈ મળ ભરેલો પ્યાલો ના હોય, તપેલાં કુંદન જેવાં એનાં શરીરનો રંગ , વક્ષ જેવી કોઈ સાંચામાં ન ઢાળવામાં આવી હોય, પેટ એટલે જાને પીપળાનું પાન, અંગ-અંગ એનું ઉછળી રહ્યું હતું !!! મહેન્દ્ર તો એણે જોઇને દંગ જ રહી ગયો, એની નજર તો મૂમલનાં ચહેરાં પરથી ખસતી જ નહોતી, એ એકીટસે મૂમલને જોતો જ રહી ગયો !!!

તો બીજી તરફ મૂમલ પણ કંઇક એવું જ વિચારતી હતી. મૂમલ મનમાં એ જ કહેતી હતી કે —- શું તેજ છે આ નવજવાનનાં ચહેરા પર અને નયનમાં શું ખંજર છે !!! એ બંનેની નજરો એકબીજા પરથી ખસવાનું નામ જ નહોતી લેતી !!! આખરે મૂમલે પોતાની નજરો ઢાળીને -એ નીચું જોઈ ગઈ !! અને પછી એણે મહેન્દ્રનું સ્વાગત કર્યું !!! એ બંને એ અલકમલકની ખુબ વાતો કરી. વાતવાતમાં એ બંને એકબીજાને ક્યારે દિલ દઈ બેઠાં એની ખબર જ ના પડી !!! આને એ પણ ખ્યાલ નાં રહ્યો કે રાત ક્યારે ખતમ થઇ ગઈ અને સૂર્યોદય ક્યારે થઇ ગયો !!! ત્યાં હમીરને મહેન્દ્રની સાથે કોઈ અનહોની ના થઇ જાય એ વિચારમાંને વિચારમાં એ પણ આખી રાત ઊંઘ્યો નહીં. સવારે એ બન્ને પોતપોતાની રાજધાની જવાં તૈયાર થયાં. મહેન્દ્રને મૂમલને છોડીને પાછું પોતાનાં રાજ્યમાં જવાનું મન તો નહોતું જ થતું, પણ મૂમલને ફરી પાછાં જલ્દીથી મળીશું એવો વાયદો આપીને એ બન્ને વિદાય થયાં. એ બન્ને ત્યાંથી ચાલી નીકળ્યા પણ આખાં રસ્તામાં મહેન્દ્રને મૂમલ સિવાય બીજું કશું નજર જ નહોતું આવતું !!!

અમરકોટ પહોંચીને મહેન્દ્ર એ મૂમલને મળવાં માટે એક યુક્તિ વાપરી. એણે ઊંટોનાં એક ટોળામાં એક એવું ઊંટ તલાશ્યું જે રાતોરાત લોદ્રવા જઈને સવાર થતાં જ પાછું અમરકોટ આવી શકે. બહુ જલ્દીથી એની આ તલાશ ચિતલનામનાં એક ઊંટનાં રૂપમાં પૂરી થઇ પછી તો પૂછવું જ શું !!! દરરોજ મહેન્દ્ર સજીધજીને ચિતલ પર સવાર થઈને એની પ્રાણપ્યારી પ્રિયતમા મૂમલ પાસે લોદ્રવા પહોંચી જતો !!! ત્રીજા પ્રહરમાં તો એ ચીતલ પર સવાર થઇ જતો અને સવાર થતાં પહેલાં તો એ પાછો અમરકોટ આવી જતો. આ સિલસિલો લગભગ આઠ મહિના ચાલ્યો. આ મહેન્દ્ર વિવાહિત હતો અને એણે ૭ પત્નીઓ હતી.

ધીરે ધીરે એ પત્નીઓને મહેન્દ્ર-મૂમલનાં પ્રેમની બાબતમાં ભનક લાગી ગઈ !!! અને એમને એ પણ ખબર પડી ગઈ કે દરરોજ રાત્રે એ ચીતલ નામનાં ઊંટ પર સવાર થઈને એ મૂમલને મળવાં માટે લોદ્રવા જાય છે !!! ઈર્ષ્યાથી બળીબળીને ખાખ થઇ ગયેલી રાજા મહેન્દ્રની એ પત્નીઓએ ચીતલનાં પગ તોડાવી નાંખ્યાં!!! જયારે મહેન્દ્રને આ વાતની ખબર પડી તો એણે તેજ રફતારથી ભાગી શકે એવાં બીજાં ઊંટની તલાશ કરી. આ વખતે એણે ઊંટ તો નાં મળ્યું પણ એક ઊંટડી મળી. જે ઝડપથી તો ભાગતી હતી પણ ઉમર અને અનુભવની કમીને કારણે એણે એ રસ્તાઓની જાણકારી બહુજ ઓછી હતી. બહરહાલ એક રાત્રે મહેન્દ્ર એક વાર ફરીથી મૂમલને મળવાં નીકળી પડયો અને જેવો અંદેશો હતો એવું જ થયું એ રસ્તો ભટકીને લોદ્ર્વાની જગ્યાએ બાડમેર પહોંચી ચુક્યો હતો !!! જ્યારે મહેન્દ્રને પોતાની ભૂલનો એહસાસ થયો તો એણે બમણી રફતારથી એ ઊંટડીને લોદ્ર્વાની દિશામાં હંકારી !!! ત્યારે રાત ઘણી પડી ચુકી હતી અને મૂમલ સહેલીઓ સાથે મહેન્દ્રનો ઈન્તેજાર કરતાં કરતાં સુઈ ચુકી હતી

એ સમયે મૂમલની બહેન સુમલ પણ મેડીમાં એની સાથે જ હતી. સહેલીઓની સાથે એ બંને બહેનોએ મોડી રાત સુધી રમતો રમ્યાં હતાં. સુમલે આ રમતમાં પુરુષનાં કપડાં પહેર્યા હતાં અને પુરુષનો અભિનય કર્યો હતો !!! આને એ વાતો કરતી કરતી એ પુરુષનાં કપડાં પહેરીને જ મૂમલનાં પલંગ પર એની સાથે સુઈ ગઈ હતી !!!! મહેન્દ્ર જ્યારે એ મેડીએ પહોંચ્યો અને સીડીઓ ચઢીને જેવો એ મૂમલનાં કક્ષમાં ઘુસ્યો તો એણે જોયું કે મૂમલ તો કોઈ પુરુષ સાથે સુઈ ગઈ છે. આ દ્રશ્ય જોતાની જ સાથે મહેન્દ્રને તો એવું લાગ્યું કે એક સાથે હજારો વીંછીઓએ એને ડંખ ના માર્યો હોય હએનાં હાથમાં પકડેલો ચાબુક ત્યાં જ પડી ગયો અને ચુપચાપ ત્યાંથી ઊલટા પગે પાછો ફર્યો અને ત્યાં ગયો હતો એવો જ પાછો અમરકોટ પાછો આવી ગયો.

DSC_3419.2

મુમલની મેંઢી

એ મનોમન એવું વિચારતો હતો કે જે મૂમલ માટે હું મારાં પ્રાણ ન્યોછાવર કરવાં તૈયાર હતો એ તો આવી નીકળી !!! જેનાં માટે હું કોસો દૂર જતો હતો એ તો પરપુરુષ સાથે સુતેલી મને જોવાં મળી. ધિક્કાર છે આવી સ્ત્રીઓ પર તો !!! સવારે જ્યારે મૂમલની આંખો ખુલી તો એની નજરે મહેન્દ્રનાં હાથમાંથી છૂટી ગયેલી ચાબુક પર પડી. એ સમજી ગઈ કે મહેન્દ્ર આવ્યો હતો અને કોઈક કારણોસર એ કોઈક વાતે નારાજ થઈને ચાલ્યો ગયો હશે !!! એનું મગજ ઘણી કલ્પનાઓ કરતું રહ્યું. ઘણાં વિચારો એનાં મગજમાં ઘુમરાતાં રહ્યાં !!! કેટલાંય દિવસો સુધી મૂમલ મહેન્દ્રનો ઈન્તેજાર કરતી રહી કે આવશે ત્યારે બધી ગલતફહેમીયો દૂર થઇ જશે. પણ મહેન્દ્ર તો આવ્યો જ નહિ. મૂમલ એનાં વિયોગમાં ફિક્કી પડી ગઈ એણે સજવા ધજવાનુંપણ છોડી દીધું. શણગારનો પણ ત્યાગ કર્યો અને એણે ખાવા-પીવાનું પણ છોડી દીધું !!! એની કંચન જેવી કાયા કાળી પડવાં લાગી. મૂમલે મહેન્દ્રને ઘણી ચિઠ્ઠીઓ લખી પણ મહેન્દ્રની પત્નીઓએ એ ચિઠ્ઠીઓ મહેન્દ્ર સુધી પહોંચવા જ ના દીધી.

એક દિવસ મૂમલે જાતેજ અમરકોટ જવાં માટે રથ તૈયાર કરાવ્યો. જેથી અમરકોટ જઈને મહેન્દ્રને મળીને એનો વહેમ દૂર કરી શકાય. અમરકોટમાં મૂમલનાં આવવાં મળવાનો આગ્રહ જોઇને મહેન્દ્રે વિચાર્યું કે કદાચ મૂમલ ગંગા જેવી પવિત્ર છે. લાગે છે કે મને જ કોઈ ગેરસમજ થઇ ગઈ હતી અને મહેન્દ્રે એને સંદેશ મોકલાવ્યો કે એ સવારે એને મળવા આવશે. મૂમલને આ સંદેશથી આશા બંધાણી!!! રાત્રે મહેન્દ્રે વિચાર્યું કે જોઉં તો ખરો કે મૂમલ મને કેટલો પ્રેમ કરે છે તે !!!

તો સવારે એણે સેવકને શીખવાડીને મુમ્મ્લના તંબુમાં મોકલ્યો. નોકર તો રડતો માથું પછાડતો મૂમલનાં તંબુમાં પહોંચ્યો અને કહેવાં લાગ્યો કે રાણા મહેન્દ્રને રાતના કાળા નાગે ડંખી લીધો છે જેનાથી એનું મૃત્યુ થઇ ગયું છે. નોકરનાં મોઢેથી આટલું સાંભળતાંની સાથે જ મૂમલ ધરતી પર પછડાઈ પડી અને મહેન્દ્રના વિયોગમાં એનાં પ્રાણપંખેરું ઉડી ગયાં . મહેન્દ્ર મૂમલનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને એ જ વખતે પાગલ થઇ ગયો અને થારનાં રેગિસ્તાનમાં એ પોતાની પ્રિયતમા મૂમલની યાદમાં ભટકતાં ભટકતાં એણે પોતાનાં પ્રાણ ત્યાગી દીધાં !!!

અંતમાં ——

હિન્દીની જાણીતી લેખિકા ડો.મીનાક્ષી સ્વામીએ “મૂમલ મહેન્દ્રની પ્રેમકથા” આ નામનું પુસ્તક લખ્યું છે એમાં આ પ્રેમનું બહુજ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. થારનાં રણમાં આજે પણ લોકગીતોમાં આ પ્રેમકથા ગવાય જ છે મૂમલની કલાત્મક મેડીનાં વખાણ આજે પણ રાજસ્થાની લોકગીતોમાં કરવામાં આવે જ છે !!!

nzd160

મરુભૂમિની મૂમલ અને મહેન્દ્રની અમર પ્રેમગાથા “સો કોસની સફર”

જૈસલમેરની પ્રાચીન રાજધાની લોદ્રવા એ જૈસલમેરથી માત્ર ૧૪ જ કિલોમીટર દૂર છે ત્યાં કાક નદીને કિનારે આજે પણ મૂમલની મેડીના અવશેષ મૌજૂદ છે
જે અહી આ અમર પ્રેમકથાનાં મૂક ગવાહ બન્યાં છે. મરુભૂમિમાં સુંદર બેટી કે વહુને મૂમલની ઉપમા આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જૈસલમેર રણ મહોત્સવમાં પણ દરવર્ષે મિસ મૂમલ સૌન્દર્ય પ્રતિયોગિતા થાય છે. જેમાં ભાગ લેવાં માટે દેશ-વિદેશની ઘણી યુવતીઓ આવે છે !!!

જે લોકોને આ પ્રેમ કથા યાદ નથી તેઓ પણ કોક વાર તો જ્યારે જેસલમેર ગયાં હશે ત્યારે ત્યાં આ મૂમલનામની ઘણી હોટેલો છે. તેમાં ઉતર્યા પણ હશે કે કોક એ નામનાં ઢાબામાં કે રેસ્ટોરંટમાં જમ્યાં પણ હશો, પણ આંના વિષે કોઈએ જાણવાની દરકાર સુદ્ધાં નથી લીધી. જે વિષે દરેકે જાણવું તો જોઈએ જ અને બની શકે તો જીવનમાં આવો પ્રેમ કરી એકવાર તો એને નિભાવવો પણ જોઈએ જ !!! તો જ આવી પ્રેમ કથાઓ અમર બનશે!!! રાજસ્થાનનો એક અર્થ એ પણ છે —— પ્રેમ અને ત્યાગ !!! સાચું કે નહીં !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!