શ્રી મુક્તેશ્વર મંદિર -ભુવનેશ્વર

મુક્તેશ્વર મંદિર જેને શિવ મંદિર અને મુક્તેશ્વર ધામ કહેવામાં આવે છે એ ભુવનેશ્વરના ખુર્દ જિલ્લમાં સ્થિત છે. એ મુક્તેશ્વરમાં સ્થિત એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. મુક્તેશ્વર મંદિર મંદિરોનો સમુહ છે.

[૧] પરમેશ્વર મંદિર
[૨] મુક્તેશ્વર મંદિર

મુક્તેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે !!!

મુક્તેશ્વર મંદિરનો ઈતિહાસ ——-

ભુવનેશ્વર સ્થિત મુક્તેશ્વર મંદિર ૧૦ મી શતાબ્દીનું મંદિર છે. એ ભુવનેશ્વર શહેરનું મહત્વનું લેન્ડમાર્ક છે. મુક્તેશ્વર મંદિર એક નાનકડી પહાડી પર બનેલું છે. આ મંદિર સુધી પહોંચવા માટે લગભગ ૧૦૦ પગથીયા ચડવા પડે છે. આ મંદિર સમુદ્ર તટથી ૭૦૦૦ ફૂટની ઊંચાઈ પર એક નાનકડી પહાડી પર સ્થિત છે. ૩૫૦ વર્ષ વર્ષ જુનું આ મંદિર હિંદુ ભગવાન શિવને સમર્પિત છે અને હિંદુઓ માટે એનું ધાર્મિક મહત્વ બહુજ છે

અહી ભગવાન શિવની સાથે બ્રહ્મા, વિષ્ણુ, પાર્વતી, હનુમાન અને નંદીજી પણ બિરાજમાન છે. મંદિરની બહાર હંમેશા લાલ મોઢાંવાળાં માંકડા ઓ મોટી સંખ્યામાં હોય છે. આ મંદિરમાં શિવલિંગ સફેદ સંગે મરમરનું બનેલું છે. આ મંદિર કલિંગ વાસ્તુકલા પર બનેલું છે

પરમેશ્વર મંદિર તથા મુક્તેશ્વર મંદિરની સ્થાપના ઇસવીસન ૯૭૦ ની આસપાસ થઇ હતી. પરમેશ્વર મંદિર અત્યારે સુરક્ષિત અવસ્થામાં છે. આ મંદિર આ ક્ષેત્રના પુરાણા મંદિરોમાં સૌથી વધારે આકર્ષિત આકર્ષક છે. એમાં આકર્ષક ચિત્રકારી પણ કરવામાં આવી છે. એક ચિત્રમાં એક નર્તકી અને એક સંગીતજ્ઞને બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે. આ મંદિરના ગર્ભગૃહમાં એક શિવલિંગ છે. આ શિવલિંગ પોતાના પછીનાં લિંગરાજ મંદિરનાં શિવલિંગની અપેક્ષાએ વધારે ચમકીલું છે !!!

મુક્તેશ્વર મંદિરમાં નાગર શૈલી અને કલિંગ વાસ્તુકલા નો અદ્ભુત સંયોગ જોવાં મળે છે. મુક્તેશ્વર મંદિર નકશીકામનો અદભુત નમુનો છે. આ મંદિરમાં કરવામાં આવેલી ચિત્રકારી ઘણી જ સારી અવસ્થામાં છે. એક ચિત્રમાં કૃશકાય સાધુઓ અને દોડતાં વાંદરાઓનો સમૂહ દર્શાવવામાં આવેલો છે એક અન્ય ચિત્રમાં પંચતંત્રની વાર્તા પણ દર્શાવવામાં આવી છે. આ મંદિરના દરવાજા આર્ક શૈલીમાં બનેલા છે. આ મંદિરના થાંભલા પર પણ અદ્ભુત નકશીકામ કરવામાં આવેલું છે. આ મંદિરનું તોરણ મગરમચ્છનાં માથા જેવાં આકારનું બનેલું છે. આ મંદિરની જમણી તરફ એક નાનકડો કુવો છે જેને મરીચી કુંડ તરીકે ઓળખવામાં આવે છે  !!!

આ મંદિરને ઘણાં કારણોસર પ્રસિદ્ધિ મળેલી છે. આ મંદિરની સૌથી મહત્વની ખાસિયત એ છે કે અહીંની હજારો પ્રતિમાઓ અને અદભૂત વાસ્તુશિલ્પીય શૈલી જે મંદિરને ચારેબાજુએથી ઘેરેલી છે !!!

મુક્તેશ્વરનો અર્થ થાય છે  —–સ્વતંત્રતાનાં ભગવાન. મંદિરના પરિસરમાં દર વર્ષે ત્રિદિવસીય નૃત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન ઓરિસ્સા પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમમાં ઓરિસ્સાના પરંપરાગત નૃત્ય ઓડીસીની પ્રસ્તુતિ કરવામાં આવે છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની સાથે સાથે બહુજ મોટી સંખ્યામાં પર્યટકો પણ આવે છે !!!!

થોડુંક વધારે —————

મુક્તેશ્વર મંદિર  ———-

આ દસમી શતાબ્દીનુ એક હિંદુ મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ ઈસ્વીસન ૯૭૦ -૯૭૫ની આસપાસ થયું હતું અને ઓરિસ્સાના મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. મુક્તેશ્વર મંદિર આ શૈલીગત વિકાસ પૂર્વના વિકાસની પરાકાષ્ટા દર્શાવે છે અને પ્રયોગની અવધિ જેને જુએ પણ આખાં દેહમાં જોવાં મળે છે. એ રાજારાણીનાં મંદિરમાં પણ જોવા મળે છે અને લિંગરાજ મંદિરમાં પણ જોવા મળે છે. આ મંદિર ભુવનેશ્વરમાં સ્થિત છે અને શહેરનું પ્રમુખ પર્યટક સ્થળ પણ છે !!!!

ઈતિહાસ  ———–

મુક્તેશ્વર મંદિરમાં સોમવંશી શાસનકાળની અવધિની વાસ્તુંકલા જોવાં મળે છે. અધિકાંશ વિદ્વાનોનું એવું માનવું છે કે આ મંદિર પરમેશ્વર મંદિર નું ઉત્તરાધિકારી છે અને એનું નિર્માણ બ્રહ્મેશ્વર મંદિર ઈસ્વીસન ૧૦૬૦થી પણ પહેલા કરવામાં આવ્યું હતું. પર્સી બ્રાઉન મુજબ આનું નિર્માણ ૯૫૦ ઇસ્વીસંનમાં કરવામાં આવ્યું હતું. તોરણની ઉપસ્થિતિ જે કોઈપણ રીતે આ મન્દીરનો હિસ્સો નથી એ આ મંદિરને અનોખું બનાવવા માટે પુરતી છે. નવીનતા એમાં ભારોભાર દેખાય છે …….પ્રતિરૂપ થાય છે !!!! કે .સી. પાણીગ્રહી પ્રમાણે આ મંદિરનું નિર્માણ સંવત ૯૬૬ ની આસપાસ થયું હતું અને બાદમાં સોમવંશી રાજા જાજાતિ દ્વારા એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ કીર્તિવસ્સા માટે કરાવ્યું હતું પણ કીર્તિવાસને લિંગરાજ સાથે સ્થાપિત કરવાની અનુમતિ નહોતી. જેનાં કારણે એક જ દિવસ…….એક જ ભગવાન શિવજી માટે આ બંને મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. જોકે એવો કોઈ ઐતિહાસિક નિષ્કર્ષ નથી નીકળતો કે આ મંદિર રાજા જજાતિએ બંધાવ્યું હોય !!!!

વાસ્તુકલા  ———

મુક્તેશ્વર મંદિરની વાસ્તુકલા જે ઓરિસ્સાના રત્ન બનાવવાં વાળાં બુનિયાદી કારણોમાંનું એક છે. આ મંદિરનું મુખ પશ્ચિમ દિશા તરફ છે. જેનું નિર્માણ મંદીરોના સમુહની વચ્ચે એક નાનકડા તેહખાનામાં કરવામાં આવેલું છે. જગમોહનની પિરામિડ આકારની છત એ વાતને દ્રશાવે છે કે આ પહેલું એવું મંદિર છે કે જે પારંપરિક દ્વિસ્તરીય સંરચના છે. આ મંદિર ભુવનેશ્વર સ્થિત આંય વિશાળ મંદિરોના મુકાબલે ઘણું  જ નાનું છે. આ મંદિરને એક અષ્ટકોણીય પરિસર દીવાલ દ્વારા ઘેરી લેવામાં આવ્યું છે. જેના પર વિસ્તૃત નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં એક તોરણ છે જેનો ઉપયોગ અષ્ટકોણીય પરિસરમાં પ્રવેશ માર્ગ તરીકે કરવામાં આવ્યો છે

આ મંદિરમાં ૨ સંરચના છે ——-

પહેલી વિમાન (ગર્ભગૃહ ઉપરની સંરચના
અને બીજી મુકશલા (પ્રમુખ કક્ષ)

આ બને સંરચનાઓનું નિર્માણ એક ઊંચા ચબુતરા પર કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ પિયાદોઉલા શૈલીમાં કરવામાં આવ્યું છે !!!!

તોરણ ———

મુક્તેશ્વર મંદિરની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એનું તોરણ છે જેને મહેરાબ્દાર પ્રવેશમાર્ગ પણ કહેવામાં આવે છે. એનું નિર્માણ ઈસ્વીસન ૯૦૦ ની આસપાસ કરવામાં આવ્યું હતું જે બૌદ્ધકલાનો પ્રભાવ દર્શાવે છે. આ પ્રવેશદ્વારમાં બહુજ મોટાં સ્તંભો છે. જેના પર સ્ત્રીઓની પ્રતિમાઓ બનાવવામાં આવી છે જેમણે મોતી અને અન્ય ઘરેણાં ધારણ કરેલાં છે. આ તોરણમાં દીવાલોવાલો એક કાશ પણ છે જેના પર વિશાલ છત અને ભીતરી સ્તંભ છે આના પર ક્ષિતિજ અને ઉર્ધ્વાધાર રેખાહો અંકિત કરવામાં આવી છે જે ઈમારતને એની માધ્યમ ઊંચાઈ પ્રદાન કરે છે. મંદિરના પ્રવેશદ્વારમાં ઉત્કૃષ્ટ મૂર્તિકલા કરવામાં આવી છે. જેમાં સુખદ સ્ત્રીઓ, વાંદરાઓ અને મોરોની આકૃતિઓની નક્કાશી કરવામાં આવી છે આ મહેરબાની સામેનો ભાગ અને એનો પાછલા ભાગની ડીઝાઈન એક સરખી જ છે !!!

વિમાન  ———

વિમાન એક વારગકાર સંરચના છે. જેનું નિર્માણ એક ઊંચા મંચ પર કરવામાં આવ્યું છે. જેના પ્રત્યેક કોણામાં એક આયાતકર સ્તંભ રાખવામાં આવેલો છે. આ મંદિરનું શિખર અન્ય મંદિરોના મુકાબલે બહુજ નાનું છે. શિખરની ચારે બાજુએ નટરાજ અને કીર્તીમુખની પ્રતિમાઓ છે. શિખરના ઉપરી ભાગમાં એક કળશ છે. શિખરની ઊંચાઈ ૧૦.૫ મીટર (૩૪ ફૂટ) છે જેમાં પ્રત્યેક ઇંચ પર સજાવટી પેટર્ન અને મૂર્તિકલા પેટર્ન બનાવવામાં આવેલી છે. આ મંદિરની સજાવટમાં એક નવા રૂપ અને વિકાસ કરાયેલો જોવાં મળે છે !!! જે ઓડીસી મંદિરોની પ્રમુખ વિશેષતા છે આ મંદિરમાં બનત અલંકૃત ચૈત્ય બારી છે જેનાં પર રાક્ષસનું મુખ અને બૌના આકૃતિઓ બનાવવામાં આવેલી છે !!!!

ગર્ભગૃહ ———-

મંદિરના ગર્ભગૃહને ખુબસુરત છોકરીઓ-સ્ત્રીઓ નાગ અને નાગણો સાથે જોડવામાં આવેલી છે અને મૂર્તિઓને અલંકૃત પણ કરવામાં આવી છે ગર્ભગૃહ નો ભીતરી ભાગ એક ધનિય સંરચન છે !!!!

જગમોહન ———–

૧૦મી શતાબ્દીનું વિશિષ્ટ મુક્તેશ્વર મંદિર સૌથી નાનું અને એક સઘન મંદિરોમાંનું એક છે.  આ મંદિરને કલિંગ વાસ્તુકલાની નાગર વાસ્તુકલા શૈલીનું એક રત્ન કહેવામાં આવે છે. જગમોહન ની આયાતકાર આકૃતિઓને છોડીને , એ ઓરિસ્સાનાં મંદિરોની વાસ્તુશૈલીનું સૌથી પુરાણું ઉદાહરણ છે. જેમાં એક વિમાન જેનાં ઉપર શિખર છે અને એક જગમોહન જેની પિરામીડ આકારની છત સુધી જવાની સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે !!!

મંદિરનું નિર્માણ લાલ બલુઆ પત્થરથી કરવામાં આવ્યું છે. જેને દુર્બળ સાધુ અને મહિલાઓની કામુક તસ્વીરોની ઉત્તમ નકશીકામ સાથે સજ્વવામાં આવેલું છે. ચંડ અને પ્રચંડનાં નકશીકામ પશ્ચાત ગંગા અને યમુનાની તસવીરો મંદિરમાં જોવા મળે છે. મંદિરનું તોરણ ઠીક જગમોહનની સામે જ સ્થિત છે. જગમોહનનાં સરદલ પર ભગવાન લકુલીશની ચાબી છે જે ભૂમિસપરામુદ્રામાં બેઠેલી છે અને લાકુટાને ધારણ કરેલી છે. આ સંરચનામાં ગજ્લાક્ષ્મી, રાહુ અને કેતુની મૂર્તિઓનું નિર્માણ કરાયેલું છે. જગમોહનની છત પર એક સિંહની છબી છે જે પોતાના પાછલા પગ પર બેઠો છે. આ સંરચનાની બાહરી દીવાલોને આયાતકાર સ્તંભની સાથે સાથે નાગ અને નાગણોની મૂર્તિઓની સાથે સજાવામાં આવી છે

અન્ય વિશેષતા ——–

ભીતરી ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર કેતુની છબી છે જેમાં ત્રણ સાપ છે જેને સામાન્ય રીતે હિંદુ પૌરાણિક કથાઓમાં નવમો ગ્રહ માનવામાં આવે છે. મંદિરની પૂર્વ દિશા તરફ એક ટેંક છે અને દક્ષિણ-પશ્ચિમ કોણા પર એક કુવો છે. એવું માનવામાં આવે છે કે —- આ કુવામાં ડૂબકી લગાવવાથી મહિલાઓનું વાંઝીયાપણું દૂર થઇ જાય છે. મંદિરનાં પ્રવેશદ્વારને સંપૂર્ણ રીતે અલંકૃત કરવામાં આવ્યો છે. મંદિરની અંદર અને બહાર મૂર્તિકલા કરવામા આવી છે !!!!

ધાર્મિક મહત્વ  ———–

મુક્તેશ્વરનો અર્થ થાય છે —–સ્વતંત્રતાના ભગવાન

આ મંદિર હિંદુ દેવ શિવજીને સમર્પિત છે. મંદિરમાં કંકાલ અને અને સન્યાસીઓની ઘણી મૂર્તિઓ છે. જે શિક્ષણ અને ધ્યાન અવસ્થામાં ઉભેલી છે  …… કેટલાંક વિદ્વાનોનું એવું માનવું છે કે આ સ્થાનનો પ્રયોગ તાંત્રિક દીક્ષાના કેન્દ્રનાં રૂપમાં કરવામાં આવતો હતો. પરિસર દીવાલનાં બાહરી મુખ પર હિંદુ દેવી-દેવતાઓ જેવાંકે સરસ્વતી,ગણેશ અને લકુલિશ (પશુપતિ સમોર્દયના ૫ મી સદીનાં સંસ્થાપક )ની ઘણી બધી મૂર્તિઓ છે !!! પરંપરા પ્રમાણે જો કો વાંઝણી સ્ત્રી અશોકાષ્ટમી કાર તહેવાર પૂર્વ રાત્રીમાં મંદિર પરિસરનાં માંદિચા કુંડમાં સ્નાન કરે તો એને પુત્રની પ્રાપ્તિ થાય છે. સંધ્યા ટાણેઆ ટેન્કનું પાણી જનતાને વેચવામાં આવે છે !!!!

ઓરિસ્સા એટલે આગવી શૈલીનાં અલૌકિક અને અદ્ભુત મંદિરોનું રાજ્ય. એમાય પાછું ભુવનેશ્વર  તો “મંદિરોનું  શહેર” છે એક અલગ જ વિશિષ્ટતા ધરાવતું અને એક અલગ જ માનતા પૂરી કરતુ. આ મુક્તેશ્વર મંદિર ખરેખર એની કોતરણી અને અને વિશિષ્ટતાઓ માટે જોવા જેવું જ છે ખાસ કરીને ભગવાન શિવજીના ભક્તોએ !!!!

!! ૐ નમઃ શિવાય  !!

—————- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!