પંચાળ ની મેલડી માંના પરચાની વાત

ત્રણસો વરસ પહેલાની આ વાત છે આમતો મેલડી માતાના સ્થાનકો ગામો ગામ આવેલા છે જેમા મંદિર હોય કે મઢ હોય કે પછી વડલો હોય કે વાવ હોય કે પછી કડીના કાંગરા હોય કે પછી મસ્જિદ હોય કે પછી વરખડી હોય કે કોઈ જગ્યા હોય ત્યાં મેલડીના અખંડ મંડાણ હોય.

એવીજ વાત પંચાળ ની મેલડી માના પરચા ની છે. રાણપુર તાલુકામાં માલણપર ગામ આવેલું છે. ગામમાં રાવળ ના ઘરનાં ફળીયામાં એક નાનું દેરુ છે જેમાં મેલડી ના મંડાણ છે, ત્યાં બીજી એક લાકડાની મુર્તિ છે જેની વાત થોડી અઘરી છે કારણ અહીં આ મુર્તિ ને દર વર્ષે એટલે કે ચૈત્ર માસમાં દાઢી ઊગે છે.

વાત એમ છે કે ઘણાં વર્ષો પહેલાં પંચાળ મા દુકાળ પડેલો જેમાં પંચાળ નો ભરવાડ પોતા ના માલઢોર અને પોતાની ઘરવખરી લઇને દુકાળ ઉતરવા માટે વતન છોડીને ઘેલુડી ગુજરાત ભણી હાલી નિકળે છે ને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ તેમ કરીને દિવસો વિતાવ્યા, આઠેક મહીના ના વહણા વહી ગયા ને ઠાકર રીઝયો ને ધરતીને માથે બારેમેઘ ખાંગા થયાં ને ધરતી લીલીછમ થવાં લાગી. પછી પોતાના માલઢોર લઇને ગયેલા માલધારીઓ પાછાં પોતાનાં વતન તરફ વળ્યા. પોતાના વતનથી હજું ઘણાં દુર હતાં ચાલતા ચાલતા રાત થઇ ગઇ ને રાણપુરના માલણપર મા રોકણ કર્યું.

વાળું પાણી કરી પરવારી રહ્યા ત્યાં ડાકલાં નો અવાજ સંભળાયો ભરવાડ ને પોતાની માતાને જોયાં આજ ઘણાં દિવસ થયા એટલે તેને તેની ઘરવાળી ને કહ્યું કે હુ જરા માંડવામાં જઇ આવુ ટુકમા માલધારી ભુવા જ્યાં ધુણતા હતાં ત્યા આવીને ઊભો રહે છે પણ વાયક વગર જવાઇ નહીં તો બહાર પડેલા જોડાં ના ઢગલા માથે છેટો બેસી ગયો. ભુવા ધુણવાનુ વારાફરતી ચાલું હતું. એવામાં મેલડીના ભુવા નો વારો આવ્યો ડાક ચાલુ થઇ મેલડીમાની અણીઓ રાવળ ગાવા લાગ્યો હજું પડમાં બેઠેલા ભુવા ને માતા આવે ન આવે તે પહેલાં માલધારી ભરવાડ ને પોતાની માતા સાંભરી ને ધુણવાનુ શરું થયું ખમ્મા ખમ્મા કરતી મેલડી બોલી ત્યા પડમાં બેઠેલા લોકો કહે આ ક્યાં થી અવાજ આવ્યો.

લોકોએ આંગળી ચીંધી કે પેલો માલધારી ધૂણે છે. લોકો એ કહ્યુ તેને પડમાં લાવો પડમાં લાવવામાં આવે છે ને ભરવાડ ના મુખે મેલડી બોલી “માંગો. જે માંગો એ આપું.” ત્યાં બેઠેલું જોડકુ એટલે પતિ-પત્ની જેઓ ઘણાં ભુવા પાસે જાર લઇ ને થાકયા. ને આજ આ મેલડીનો હાકોટો કંઈક જુદો હતો. ટુંક મા કહુ કે પતિ પત્નિ ને માતા જારના દાણા આપે છે. “કે જા તારે દિકરો નવ મહિને તેર દાડૈ થશે.” પણ ત્યાં બેઠેલાં ને શંકા ઉપજી ઇતો બરોબર બધાં છોકરા નવ મહીને થાય પણ એનું કોઈ પ્રમાણ. મેલડી બોલી જાર ખાઇ જાય ને જ્યાં લગી દિકરા નો જન્મ ન થાય ત્યાં સુધી ભુવો અહીં જ રહેશે .

હે મા આપની વાત સાચી પણ આવી તો દોઢમણ જાર બન્ને જણ ખાઇ ગયા છે. ત્યાંરે મેલડી બોલી નવ મહિને તો ઠીક પણ દિકરો જન્મે ને જન્મતાં ની સાથે દાઢી સાથે જન્મે તો માનજો કે માલધારી ની મેલડી એ આપ્યો. ટુંક મા તેને દિકરો થાય છે ને પાછો દાઢી વાળો. તેનું નામ રૂડીયો દાઢાળો નામ રાખવામાં આવ્યું..

ભરવાડ ની માતા મેલડી ના મંડાણ થયાં રૂડીયો દાઢાળો માતાનો ભુવો થયો. અમુક સમય પછી રૂડીયો દાઢાળો મરણ પામે છે. ત્યારે મેલડી એક ભુવાના કાઠે શરૂ થ્ઇ બોલી કે મારા રૂડીયા ની લાકડાની મુર્તિ બનાવો ને મારી પાસે મઢ મા પધરાવો. રૂડીયો તો માણસ હતો પણ આ રૂડીયા ની લાકડાની મુર્તિ ને દાઢી આવે તો માનજો કે માલધારી ની મેલડી એ આપ્યો.

મિત્રો ઇ જ આ મુર્તિ છે જેને ચૈત્ર માસમાં દાઢી ઊગે છે. આ ફોટા ઇજ રૂડીયો દાઢાળા ની લાકડાની મુર્તિ..

જય મેલડી માતા.
લેખક – વિરમદેવસિંહ પઢેરિયા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!