માતા ભવાનીની વાવ — અસારવા (અમદાવાદ)

વાવ જોવાં બહુ દૂર જવાની જરૂર નથી આપણું અમદાવાદ શું ખોટું છે?અમદાવાદ કે અમદવાદ જીલ્લામાં કે ગાંધીનગર જીલ્લામાં જો એટલી બધી વાવો આવેલી હોય તો આપણે બહુ લાંબે સુધી તુટાવાની જરૂર જ નથી!!!
વાવ ખુલી જગ્યામાં જ હોય છે જ્યાં આજુબાજુ બાગ-બગીચા હોય એ માન્યતા અમુક અંશે જ સાચી છે. બાકી ગુજરાતની મોટાભાગની વાવો એ ભીડભાડવાળાં અને ભરચક વિસ્તારમાં જ સ્થિત હોય છે. એક જમાનામાં એ ગામને છેવાડે કે ગામ મધ્યે હોઈ શકે છે અને હતી પણ ખરી !!કારણકે આટલાં વર્ષોમાં એ વિસ્તાર તો શું આખું શહેર ડેવલોપ કે રીડેવલોપ થઇ જાય જ !!! પણ એક વાત છે કે આટલાં બધાં વર્ષોમાં આ આપણો સંસ્કૃતિક વારસો એ ડેવલોપ કે રી-ડેવલોપ નથી થયો.

એ જ્યારે બન્યો હતો અને જેવો બન્યો હતો એવોને એવો જ છે આજે.. હા…… એ ખંડિત જરૂર થયો છે પણ એ જમાનાની જાહોજલાલીની યાદ જરૂર અપાવે છે !!! અમદાવાદમાં કુલ ૧૬ જેટલી વાવો સ્થિત છે અને અમદાવાદ જીલ્લામાં પણ ૬ અજાણી વાવો છે જેનાં નામ પણ કદાચ તમે નહિ સાંભળ્યા હોય !!!

અમદાવાદ જિલ્લાનીની કેટલીક અજાણી વાવોનાં આ ૬ નામ છે ——-

  1.  ખોડીયારની વાવ
  2.  ધનકની વાવ
  3.  હનુમાનની વાવ
  4.  ભીલની વાવ
  5.  મહાદેવની વાવ
  6.  ઈંટેરીની વાવ

આ સિવાય પણ બીજી કેટલી હશે જેણે વિષે કદાચ કોઈનેય ખ્યાલ ના હોય એવું પણ બને

વાત જાણતી છે કે એ અજાણી છે એની નથી પણ વાવ એ વાવ છે એની છે !!! હમણાં હમણાં જે કાળઝાળ ગરમી પડે છે એ જોતાં તો એમ લાગે છે કે એ જમાનામાં વાવ એ સાક્ષાત ભગવાને જ બંધાવી હશે અને લોકો કેટલા એમનાં આશીર્વાદ મેળવતાં હશે નહીં !!! આમ તો બધીજ વાવો ગામમાં – નગરમાં કે શહેરમાં દાખલ થઈએ ત્યારે વટેમાર્ગુ -મુસાફરોને વિશ્રામ કરવાં માટે બંધાવવામાં આવી હતી. એના બાંધકામમાં એ જમાનાનું જીવન વણી લેવામાં આવતું હતું. એમાં એ કાળમાં ચાલતી શિલ્પ-સ્થાપત્ય શૈલી બહુ જ મહત્વનો ભાગ ભજવતી હતી એને લીધે જ આજે આ બધી વાવો આજે વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરે છે. વાવો બધી જ સારી છે એવું કહેવાનો કોઈ જ આશય નથી પણ એ એક ચોક્કસ ઢાંચામાં ઢળાએલી જરૂર છે એ જ વાત આ વાવોને ગુજરાતની પોતીકી બનાવે છે

અમદાવાદને આપણે જો એક ગોળાકાર શહેરમાં કલ્પીએ તો આ બધી વાવો એની બહાય રેખામાં વર્તુળાકારે બનાવાયેલી છે. વાવો વર્તુળાકાર નથી પણ રસ્તો જરૂર વર્તુળાકાર લાગે છે. આ એક પરિકલ્પના છે એ વાસ્તવિકતા નથી !!! પણ આ વાવો એ એ સમયમાં ને આજે પણ અમદવાદનાં પરામાં સ્થિત છે. એ સમયે તો અમદાવાદ તો કંઈ હતું નહીં …….

એ સમયે અત્યારના અમદવાદના જે પરાંઓ છે એ બધાં એક કસબો જ હતાં —–ગામો હતાં!! જેણે ભેગું કરીને અને એની અંદર આજે આપણું અમદવાદ વસેલું છે અને આપણા દિલોદિમાગમાં છવાએલું છે અતુલ્ય-અમુલ્ય વારસા રૂપે !!! એ જમાનામાં તો આ બધે જ ખુલ્લા ખેતરો કે વનો જ હશે પણ રસ્તો તો આજ હતો અમદવાદમાં આવવાનો અને અમદાવાદથી બહાર જવાનો. આ વાત આજે આપણે સ્વીકારવી જ રહી.

bhavani ni vav 4

અમદાવાદના અસારવા વિસ્તારમાં પ્રખ્યાત દાદા હરિની વાવ આવેલી છે. પણ આ જ અસારવા વિસ્તારમાં એક માતા ભવાનીની વાવ પણ સ્થિત છે. આ વાવ એ સોલંકીયુગની શાખ પૂરવા માટે પર્યાપ્ત છે !!! કર્ણમુક્તેશ્વર મંદિરને બાદ કરતાં આમદાવાદ માં જો કોઈ સોલંકીયુગનો જીવતો જાગતો પુરાવો હોય તો એ માતા ભવાનીની વાવ જ છે. જેની નોંધ લેવામાં ઈતિહાસકારો પણ પાછાં પડયાં છે. આ એ સમયનો નક્કર પુરાવો છે. આ વાવ સોલંકીયુગનાં સુવર્ણકાળ એટલે કે મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં કોઈ હિંદુ ભક્તે બંધાવી હતી. સિદ્ધરાજ જયસિંહનાં આ ભક્તે બંધાવેલી આ વાવ અમદાવાદમાં સિદ્ધરાજ જયસિંહનાં શાસનકાળ દરમિયાન બંધાવાયેલું એક અને માત્ર એક સ્મારક છે !!!! જે તેમની યાદ અપાવવા માટે પુરતું છે !!! ગુજરાતમાં માતાના નામની વાવો તો સ્થિત છે જ છે જ !!! પણ એમાં આ “માતા ભવાનીની વાવ ” એ આગવી ભાત પાડનારી છે !!!

ગુજરાતી શબ્દ માતા સંસ્કૃત શબ્દ “માત્રુ” તથા “માતર”માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. એ તો થઇ ભાષા અને વ્યાકરણની વાત. ક્યાંક નોંધાયેલું છે એ વાત અહી કરવી અત્યંત આવશ્યક છે. આમ “માતા ભવાનીની વાવ”નો ઈતિહાસ જાણવો એ તો આપણું કર્તવ્ય છે જ ને !!! વાવની વાત પછી કરી એ પહેલાં થોડું માતા ભવાની વિષે જાણી લઈએ

ભવાની માતા પાર્વતીનું સ્વરૂપ છે. દુર્ગા, અંબા, કાલી, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી માતા એ નારીશક્તિનાં પ્રતિકો છે. આ બધું આપણે માટે કંઈ નવું નથી અને એ મેં પણ લખેલું જ છે !!! માતા ભવાની પ્રકૃતિનું એવું સ્વરૂપ છે જેમાંથી સંચારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેની એક આગવી લાક્ષણિકતા એ છે કે તે ભયાવહ રૌદ્ર સ્વરૂપ પણ ધરાવે છે અને દયા તથા કરૃણાની મૂર્તિ પણ બની શકે છે તે “કરૂણામયી માં” તરીકે ઓળખાય છે. છત્રપતિ શિવાજી ભવાની માતાનાં ઉપાસક હતા અને તેમણે તેમની તલવારને “ભવાની તલવાર” નામ આપ્યું હતું. આ વાત તો સૌને ખબર હશે જ હશે અને આ માં ભવાનીના છત્રપતિ શિવાજી પર ચાર હાથ હતાં એપણ આપને સૌ જાણીએ જ છીએ !! આ માતા ભવાનીની વાવને લોકો માતર ભવાનીની વાવ પણ કહે છે. અપભ્રંશ શબ્દો એ આપણું ઘરેણું જો બની ગયું છે !!!

bhavani ni vav 2

છત્રપતિ શિવાજી દુશ્મનોનો સંહાર કરવાં માટે આ ભવાનીની તલવારનો ઉપયોગ કરતાં પણ ગુજરાતમાં આ જ માં ભવાનીએ કલ્યાણકારી સ્વરૂપ ધારણ કર્યું અને તેથી જ સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં ભવાની માતાનાં કોઇ હિંદુ ભક્તએ માતર ભવાનીની વાવ બાંધી. સમગ્ર ભારતવર્ષમાં આજે પણ હયાતી ધરાવતી માતા ભવાનીની વાવ સૌથી પ્રાચીન ગણાય છે. અલબત્ત એ સમયની કે અમદાવાદની જ કહેવાય !!! બાકી પ્રાચીન વાવ તો અડીકડીની જ કહેવાય !!! એની બન્યાં તારીખ એનો દસ્તાવેજી પુરાવો છે !!! પણ તોય આ વાવ પુરાણી જ ગણાય !!!

આ માતા ભવાનીની વાવ કે માત્ર ભવાનીની વાવ એ ૧૧મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન બની હતી. એ ખરેખર કોણે બંધાવી હતી તેઓ હજી પણ અધ્યાહાર જ છે !!! સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો હતો ——-ઇસવીસન ૧૦૯૨થી ઇસવીસન ૧૧૪૨. તે દરમિયાન આ વાવ બની હતી પણ તેની બન્યા તવારીખ છે ૧૧મી સદી !!! માતાના ભક્તે આ બંધાવી હોય એમ માનીને ચાલવું વધારે હિતાવહ ગણાશે !!!

આ વાવનું માળખું એ બીજી બધી વાવોને મળતુંઝૂલતું જ છે. એમાં ખાસ કંઈ નવીનતા નથી જોવાં મળતી. આ વાવએ એ સમયની એક ખાસ વાવ છે એટલું જ માત્ર !!! એના પગથીયાં સીધાં સાદા જ છે પણ આગવાં છે. માતા ભવાની / માતર ભવાનીની વાવ પ્રવેશદ્વાર આગળ ૪૬ મીટર લાંબી અને ૫ મીટર પહોળી છે. આ વાવની લંબાઈ ૪૬ મીટર છે એની પહોળાઈ ૪.૮ મીટર છે. આ વાવ ત્રણ માળની છે પણ એમાં છેક નીચેના માળે માતા ભવાનીનું શિલ્પ ખુબજ સુંદર છે. તેનાં સ્તંભો મૂર્તિઓ અને ઈમારતનો આગળનો ભાગ (શમિયાણો) નકશીયુક્ત કોતરણીથી ભરેલો છે.

bhavani ni vav

ત્રણ માળની આ વાવનો ફોટોગ્રાફ કોઇક અંગ્રેજે ઈ.સ. ૧૮૬૬માં પાડી લીધો હતો જે આત્યારે ખુબજ પ્રચલિત થાયો છે નેટ પર અને સોશિયલ મીડિયા પર. આ વાવનાં ગોખ આકર્ષક છે.. આ વાવ ઘણી બધી જગ્યાએથી ખંડિત થયેલી છે. તેનું પેવેલિયન રસપ્રદ છે જમીનથી એને એક જુદો શેપ મળે છે એમાં એ એની ઉપ્પરી છતને આવરી લે છે. તેનું પ્રવેશદ્વાર પશ્ચિમામુખી છે. જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખોટું છે. આ વાવનાં પગથીયાં નીચે જતાં સાંકડા થઇ જાય છે એ એની વિશેષતા છે. એનો કુવો એટલે કે મૂળવાવ વિશાળ એટલે કે પ્રમાણમાં ઊંડી અને પહોળી છે !!!

આ વાવમાં છેક નીચે એક માં ભવાનીનું નાનું મંદિર છે !!! કલાકોતરણી બહુ નથી પણ જે છે તે સારી જ છે આ વાવમાં અન્ય વાવોની જેમ બંને બાજુ ગોખ પણ છે. એજ તો ગુજરાતની વાવોની વિશેષતા છે ને!!! આ વાવ ગુજરાતની સચવાયેલી વાવોમાંની એક છે પણ એની જાળવણી અને સાચવટનાં અભાવે એ જોવાં કોઈ જતું નથી એ જુદી વાત છે !!!

એનું પરિણામ એ આવ્યું કે આ વાવ એ નામ પ્રામાણે એક મંદિર બનીને રહી ગયું છે આજે. લોકો મંદિરમાં વધુ જાય છે અને વાવ જોવાં નહીં. આ વાવ ઓછી જાણીતી થઇ ગઈ અને મંદિર વધારે જાણીતું !!! આમ પહેલાં જે વાવ જે હેતુ માટે બનવવામાં આવેલી એ હેતુ તો બાજુ પર રહ્યો અને એ હવે મંદિરમાં પરિવર્તિત થઇ ગઈ. આ વાવે ઘણી લીલી સુકીઓ જોઈ છે. ૯૫૦ ઉપર વર્ષ કોણ ટકી રહ્યું છે આજે. એ ખંડિત થઇ જાય એમાં નવાઈ શી!!! જો ૧૮૬૦માં બનેલી વાવ પણ ખંડિત ખંડિત થઇ શકતી હોય તો આ વાવ કેમ નહીં ? વાવો ખંડિત થઇ એ મહત્વનું નથી પણ આપણને આજે આ વાવો જોવાં મળે છે એ જ વધારે મહત્વનું છે. ઇતિહાસની સાક્ષી એ આપણા હૃદયમાં જરૂર પુરાવે છે પણ લોકોને તો શું પોતાને જે વધારે ગમતું હોય એને જ એ સ્વીકારે અને એને જ એ માને
લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વધારે જ હોય.

એમાંય વળી માં ભવાનીનું મદિર એ આમેય ગુજરાતમાં જવલ્લેજ જોવાં મળે છે. આ મળ્યું અને એ પણ પાછું અમદાવાદમાં એટલે લોકોને તો ભાવતું હતું અને વૈદે કીધું એના જેવી વાત થઇ ગઈ આ તો !!! આ વાવ ઉપયોગમાં નથી લેવાતી પણ એને મોટે પાયે માં ભવાનીના મંદિરમાં ફેરવી નાંખી. આ કયારે અને કેવી રીતે બન્યું તે તો કોઈનેય ખબર નથી પણ બન્યું એ હકીકત છે. આહી એમને માં ભવાનીની એક મૂર્તિ હતી એને જ એ લોકોએ મંદિરમાં પ્રસ્થાપિત કરી દીધી. આત્યારે એ માં ભવાનીના મંદિર તરીકે જ ઓળખાય છે. એમ તો પહેલાં પણ વાવની અંદર માતા ભવાનીની મૂર્તિ હતી પણ એ વખતે કોઈ આની પૂજા નહોતું કરતું પણ આજે એમાં પૂજા-પાઠ માનતા – બાધા-આખડી બધું જ કરાય છે. એ વખતે જે નામ પડયું હતું તે જાણે આજે સિદ્ધ થઇ ગયું હોય એવું લાગે છે.

bhavani ni vav3

આ વાવ પહેલાં જે માત્ર મૂર્તિ(શિલ્પ) ઓળખાતી હતી તે સાચોસાચ આજે મૂર્તિ બનીને ભક્તગણને આકર્ષે છે. જો કે મૂર્તિ સુધી વાવના પગથિયા ઉતારીને પહોંચી શકાય છે. વાવની અંદર જાવ તો વાવ છે કે મંદિર તે આપણને વિચાર કરતાં જરૂર કરીદે!! કારણ કે વાવનો કૂવો પૂરીને તેના પર માતાજીની મૂર્તિ છે તો ચારે તરફ લાલ ચૂંદડી અને નારિયેળ ટીંગાઈ રહેલા નજરે પડે છે. લોકોએ માનતા માનવામાં કોઈપણ પ્રકારની કચાશ નથી રાખી. આની ઊપર ધાબુ ભરીને ઘર બનાવી દેવાયાં છે અત્યારે વિક્સનું એક વરવું કે આગવું કદમ !!! ઉપરાંત ઉપરની તરફ ધાબુ ભરીને ઘર બનાવી દેવાયા છે અતુલ્ય વારસો અહીં મૃતઃપ્રાય અવસ્થામાં છે એમ હું ચોક્કસપણે માનું છું

થાંભલાઓ, ખૂણાઓ અને ધરીઓ આ વાવની કળાનો ઉત્તમ નમૂનો છે આ વાવ સાથે સાથ ભક્તિના પ્રતિક સમી આ વાવ અમદાવાદમાં અસારવા વિસ્તારમાં સ્થિત હોવાથી એકવાર તો અવશ્ય જ જોવાય. વાવની વાવ જોવાશે અને માં ભવાનીના દર્શન થશે. આમ આ વાવા અત્યારે ઈતિહાસ અને આસ્થાને સાંકળતી કડી બની ગયું છે અને એ બંનેને સાથે જોવાંનો લ્હાવો કઈએ પણ ચૂકવો ના જોઈએ તો બધાં એક વાર તો આ સોલંકીયુગીન વાવ જોઈ આવજો. મતલબ કે દર્શન કરી આવજો. કદાચ માં ભવાની અતિપ્રસન્ન થઈને તમને “ભવાનીની તલવાર ” ભેટમાં આપી દે અથવા લોકકલ્યાણ માટેનાં કર્યો કરવાં માટે આશીર્વાદ પણ આપે !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!