મંદિર વિષે કેટલીક અગત્યની જાણકારી

એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે —– ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. આ એજ સ્થળ છે જ્યાં આપણા મનને શાંતિ મળતી હોય છે. આજ હેતુસર બધાં લોકો મંદિરમાં જવાની ઈચ્છા રાખે છે પરંતુ સમયનાં અભાવને કારણે કે ત્યાં ઉપસ્થિત લોકોની ભીડને કારણે કે અન્ય કોઈ કારણોસર મંદિર નથી જઈ શકતાં !!! આવી પરિસ્થિતમાં આપણને જયારે પણ અને જ્યાં પણ મંદિર નજરે પડે તો કમસેકમ એના શિખરનું દર્શન અવશ્ય કરી લેવું જોઈએ. શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે શિખર દર્શન માત્રથી બધાં પાપોમાંથી મુક્તિ મળે છે !!!

મંદિરનાં શિખરનું મહત્વ એટલું જ મહત્વનું હોય છે જેટલું મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિનું હોય છે.. શાસ્તોમાં જે કહેવાયું છે તે આ છે —–

શિખર દર્શનમ પાપ નાશમ ।

અર્થાત —— શિખરનાં દર્શનથી પણ આપણા બધાં પાપોનો નાશ થઇ જાય છે

શિખર દર્શન કરતાં સમયે ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. મંત્રોનો જાપ પણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિને નિયમિત રૂપે શિખર દર્શનનો સમય ના પણ મળી શકતો હોય તો એણે પોતાના ઘરમાં વાસ્તુ અનુસાર મંદિર બનાવી લેવું જોઇએ જે આજે ઘણાબધાંનાં ઘરમાં હોય છે જ !!! ઘરનાં મંદિરમાં પ્રતિદિન વિધિ-વિધાનથી જ પૂજા – અર્ચના કરવી જોઈએ. જે પુણ્ય મંદિર જવાથી મળે છે એજ પુણ્ય ઘરમાં બનવવામાં આવેલાં આ મંદિરમાં પૂજનથી પણ પ્રાપ્ત થાય છે !!!

“મંદિર”નો અર્થ થાય છે ——– મનથી દૂર કોઈ સુંદર સ્થાન.. “મંદિર ” નો શાબ્દિક અર્થ “ઘર” થાય છે !!! મંદિરને દ્વાર પણ કહેવામાં આવે છે.. જેમ કે —–રામદ્વારા, ગુરુદ્વારા વગેરે …… મંદિરને આલય પણ કહેવામાં આવે છે. જેમ કે ——-શિવાલય, દેવાલય, જિનાલય વગેરે !!! પરંતુ જ્યારે આપણે એમ કહીએ છીએ કે મનથી જે દૂર છે એ જ મંદિર છે તો એનો અર્થ બદલાઈ જાય છે. મંદિરને અંગ્રેજીમાં પણ “મંદિર જ કહેવાય છે ટેમ્પલ નહિ. મારી દ્રષ્ટિએ તો અંગ્રેજી ભાષાપ્રેમીઓ જ મંદિરને ટેમ્પલ વધુ કહેતાં હોય છે અને આજ લોકો કદાચ મંદિરનાં પણ વિરોધી હોઈ શકે છે. મંદિરમાં સંધ્યોપાસના પણ કરવામાં આવતી હોય છે જેને સંધ્યાવંદના પણ કહેવામાં આવે છે

સંધ્યોપાસનાનાં ૫ પ્રકાર છે

  1.  પ્રાર્થના
  2.  ધ્યાન
  3.  કીર્તન
  4.  યજ્ઞ
  5.  પૂજા-આરતી

વ્યક્તિની જેમાં જેવી શ્રદ્ધા હોય એ એવી જ રીતે એની પૂજા કરતાં હોય છે.. દરેકનો સમય જુદો જુદો જ હોય છે

58215-pradakshina-why-do-we-clockwise-around-the-temples

કેમ કરવામાં આવે છે મંદિરની પરિક્રમા

આ વિષે હું ટૂંકમાં કહું છું કારણકે આ વિષે લાંબુ લખી શકાય એમ છે જે પછીથી ક્યારેક લખીશ !!! હિંદુ ધર્મમાં પરિક્રમાનું બહુ જ મહત્વ છે. પરિક્રમાનો સીધોસાદો અર્થ થાય છે કે સામાન્ય સ્થાન અથવા કોઈ વ્યક્તિની ચારે તરફ એના બહારની તરફ ઘુમવું. આને જ પ્રદક્ષિણા કરવી એમ પણ કહેવામાં આવે છે. જે ષોડશોપચાર પૂજાનું એક અંગ છે. પ્રદક્ષિણાની પ્રથા અતિપ્રાચીન છે. વેદિકકાળથીજ આમાં દરેક વ્યક્તિ, દેવમુર્તિ, પવિત્રસ્થાનોને પ્રભાવિત કરવાનું સન્માન પ્રદર્શનનું કાર્ય સમજવામાં આવે છે. દુનિયાના બધાં જ ધર્મોમાં પરિક્રમાનું પ્રચલન એ હિંદુ ધર્મની જ દેન છે. મક્કામાં કાબાની પરિક્રમા પણ કરવામાં આવતી હોય છે અને બોધગયામાં પણ !!!

પરિક્રમા માર્ગ અને દિશા ——

“પ્રગતં દક્ષિણમિતિ પ્રદક્ષિણમ” અનુસાર પોતાનાં દક્ષિણ અંગ તરફ ગતિ કરવી એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. પ્રદક્ષિણામાં વ્યક્તિનું જમણું અંગ દેવતાની તરફ હોય છે અને એને જ પ્રદક્ષિણા કહેવામાં આવે છે.. “શબ્દકલ્પદ્રુમ”માં કહેવામાં આવ્યું છે કે દેવતાઓને ઉદેશ્ય કરવાનાં હેતુથી દક્ષિણાવર્ત ભ્રમણ કરવું એને જ પ્રદક્ષિણા કહેવામાં આવે છે. પ્રદક્ષિણાનું પ્રાથમિક કારણ સુર્યદેવની દૈનિક ગતિથી સંબંધિત હોય છે !!! જેવી રીતે સૂર્ય પ્રાત: પૂર્વ દિશામાંથી માંથી ઉગે છે અને દક્ષિણ માર્ગમાં થઈને પશ્ચિમમાં અસ્ત થાય છે. એવી જ રીતે વૈદિક વિચારકો અનુસાર પોતાનાં ધાર્મિક કૃત્યોનાં બાધા વિઘ્નવિહીન ભાવથી સંપાદનાર્થ પ્રદક્ષિણા કરવાને વિધાન કરવામાં આવ્યું છે !!! શાતપથ બ્રાહ્મણોમાં પ્રદક્ષિણા મંત્ર સ્વરૂપ પણ કહેવામાં આવે છે એટલે કે સૂર્ય સમાન આપનું દરેક કાર્ય પૂર્ણ થાય !!!

દાર્શનિક મહત્વ ———–

આનું એક દાર્શનિક મહત્વ એ પણ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ નાં પ્રત્યેક ગ્રહ-નક્ષત્ર એ કોઈને કોઈ તારાઓની પરિક્રમા કરતાં જ રહેતાં હોય છે. આ પરિક્રમા જ જીવનનું સત્ય છે. વ્યક્તિનું સંપુર્ણ જીવન જ એક ચક્ર છે. આ ચક્રને એટલે કે જીવનને સમજવાં માટે જ પરિક્રમા જેવી પ્રતિક વિધિ નિર્મિત કરવામાં આવી. ભગવાનમાં જ સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે અને એમનામાંથી જ આપણે બધાં ઉત્પન્ન થયાં છીએ. આપને એમની પરિક્રમા કરીને એ માની જ શકીએ છીએ આપને આ સમગ્રસૃષ્ટિની પરિક્રમા કરી લીધી છે. પરિક્રમાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે !!!

આટલાં માટે મંદિરમાં જવું હોય છે જરૂરી

પ્રથમ કારણ ——– મંદિર જવું એટલા માટે જરૂરી હોય છે કે ત્યાં જઈને તમે એ સિદ્ધ કરી શકો છો કે તમે દિવ્ય શક્તિમાં વિશ્વાસ રાખો છો. તો આ દિવ્યશક્તિઓ પણ તમારામાં વિશ્વાસ રાખે છે. જો તમે નથી જતાં તમે એ કેવી રીતે અભિવ્યક્ત કરી શકો કે તમે પરમેશ્વર કે દેવતાઓની તરફ છો ? અર્થાત તમે એમાં માનો છો કે નહીં !!! જો તમે દેવતાઓની તરફ જોશો તો જ દેવતાઓ પણ તમારી તરફ જોશે !!!

દ્વિતીય કારણ ——– સારાં અને સાચાં માંનોભાવથી જનારી બધીજ પ્રકારની સમસ્યાઓ પ્રતિદિન મંદિરમાં જવાથી જ સમાપ્ત થઇ જાય છે. મંદિરમાં રોજ જ જતાં રહેવાથી મનમાં દ્રઢ વિશ્વાસ અને અને આશાની ઉર્જાનો સંચાર થાય છે. વિશ્વાસની શક્તિથી જ ધન, સમૃદ્ધિ અને પુત્ર-પુત્રીરત્નની પ્રાપ્તિ થાય છે

તૃતીય કારણ ——- જો તમે કોઈ અપરાધ કર્યો હોય તો જેને માત્ર તમે જ જાણતાં હોવ છો તો તમારે માટે આ જ સારો પ્રાયશ્ચિતનો સમય છે. આપ ક્ષમા પ્રાર્થના કરીને તમારાં મનને હળવું ફૂલ બનાવી શકો છો. આનાથી મનની બેચેની સમાપ્ત થઇ જાય છે જીવન ફરી પાછું પાટા પર આવી જાય છે !!!

ચતુર્થ કારણ ———- મંદિરમાં શંખ અને ઘંટારવનાં અવાજો વાતાવરણને શુદ્ધ કરે છે અને મસ્તિષ્કને શાંત કરે છે. ધૂપ અને દીપથી મન અને મસ્તિષ્કમાંથી બધાં જ પ્રકારના નકારાત્મક ભાવ દૂર થઇ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે !!!

પંચમ કારણ ———- મંદિરનાં વાસ્તુ અને વાતાવરણને કારણે જ્યાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એ જ પ્રાચીન મંદિર ઉર્જા અને પ્રાર્થનાનાં કેન્દ્ર હતાં

ધરતીનાં બે છેડાં છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઉત્તરમાં મુખ્યરૂપે પૂજા કે અર્ચના કરવામાં આવતી હોય છે. એટલાં જ માટે પ્રાચીનકાળમાં બધાં મંદિરો નાં દ્વાર ઉત્તરમાં હોતાં હતાં. આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ શોધી શોધીને ધરતી પર ઉર્જાનાં સકારાત્મક કેન્દ્રબિંદુઓ શોધ્યાં અને ત્યાં મંદિર બનાવ્યાં. મંદિરમાં શિખર હોય છે. શિખરનાં અંદરના ભાગ સાથે ટકરાઈને ઉર્જા તરંગો એવં ધ્વનિ તરંગો વ્યક્તિ પર પડતાં હોય છે. આ પરાવર્તિત કિરણ તરંગો માનવ શરીર આવૃત્તિ બનાવી રાખવાં માટે સહાયક નીવડતાં હોય છે. વ્યક્તિનું શરીર આ રીતે ધીરે ધીરે મંદિરનાં બધાં જ ભીતરી વાતાવરણથી સામંજસ્ય સ્થાપિત કરી લેતું હોય છે. ભવ્યતાથી જ દિવ્યતાનું અવતરણ થતું હોય છે પણ સાથે સાથે મંદિર વાસ્તુનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોય છે !!!

મંદિરમમાં પ્રવેશ કરતાં પહેલાં આ જાણવું ખુબ જરૂરી ——–

આચમન વિધાન ——– મંદિરમાં પ્રવેશ કરતા પૂર્વે શરીર અને ઇન્દ્રિયોને જળથી શુદ્ધ કર્યા પછી જ આચમન કરવું ખુબ જ જરૂરી છે. આ શુદ્ધિ પ્રક્રિયાને જ આચમન કહેવામાં આવે છે. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે ——ઊંઘમાંથી જાગતાં પહેલાં,ભૂખ લાગવાં પર ભોજન કર્યા પછી , છીંક આવવાં પર, અસત્ય ભાષણ કરવાં કે સાંભળવા પર, પાણી પીધાં પછી અને અધ્યયન કર્યા પછી આચમન ખુબ જ જરૂરી છે

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે —— “ત્રિપવેદ આપો ગોકર્ણવરદ હસ્તેન ત્રિરાચમેત । “

એટલે કે એનો અર્થ એમ થાય છે કે —– આચમન માટે ડાબા હાથની ગોકર્ણ મુદ્રા જ હોવી જોઈએ તો જ તે લાભદાયી બની શકતી હોય છે !!! ગોકર્ણ મુદ્રા બનવવા માટે તર્જનીને વાળીને અંગુઠા વડે દબાવી દો એનાં પછી મધ્યમા, અનામિકા અને અને કનિષ્ઠિકાને આ પ્રકારે વાળીને હાથી આવી આકૃતિ ગાયના કાન જેવી થઇ જશે

આચમન કરતાં સમયે હથેળીમાં ૫ તીર્થ બતાવવામાં આવે છે

  1.  દેવ તીર્થ
  2.  પિતૃતીર્થ
  3.  બ્રહ્માતીર્થ
  4.  પ્રજાપત્યતીર્થ
  5.  સૌમ્યતીર્થ

એવું કહેવાય છે કે અંગૂઠાનાં મૂળમાં બ્રહ્માતીર્થ. કનિષ્ઠાનાં મૂળમાં પ્રજાપત્યતીર્થ. આંગળીઓના અગ્રભાગમાં દેવતીર્થ. તર્જની અને અંગૂઠાની વચ્ચે પિતૃતીર્થ અને હાથનાં મધ્યભાગમાં સૌમ્યતીર્થ હોય છે

મંદિરમાં જવાં માટે કયો વાર છે શ્રેષ્ઠ ? ———

ભગવાન શિવજીનાં મંદિરમાં જવાં માટે સોમવાર

ભગવાન વિષ્ણુનાં મંદિરમાં જવાં માટે રવિવાર

ભગવાન હનુમાનજીનાં મંદિરમાં જવાં માટે મંગળવાર

ભગવાન શનિદેવનાં મંદિરમાં જવાં માટે શનિવાર

માં દુર્ગાનાંમંદિરમાં જવાં માટે બુધવાર અને માં કાલીઆને માં લક્ષ્મિનાં મંદિરમાં જવાં માટે શુક્રવારનો ઉલ્લેખ થયો છે

ગુરુવારને ગુરુઓનો વાર માનવામાં માનવામાં આવે છે. રવિવાર અને ગુરુવાર એ ધર્મનો દિવસ છે. ભગવાન વિષ્ણુને દેવતાઓમાં સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત છે અને વેદ અનુસાર ભગવાન સૂર્યદેવ આ જગતનો આત્મા છે. શાસ્ત્રો અનુસાર રવિવારને સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે !!! રવિવાર (ભગવાન વિષ્ણુ) પછી દેવતાઓની તરફ હોવાનાં કારણે બૃહસ્પતિવાર (દેવ ગુરુ બૃહસ્પતિ)ને પ્રાર્થના કરવાં માટે સૌથી સારો દિવસ માનવામાં આવે છે

ગુરુવાર કેમ છે સર્વશ્રેષ્ઠ ? ——-

રવિવારની દિશા પૂર્વ છે કિંતુ ગુરુવારની દિશા ઇશાન છે. ઈશાનમાં જ દેવતાઓનું સ્થાન સ્થિત છે એમ માનવામાં આવે છે. યાત્રામાં આ વારની દિશા પશ્ચિમ, ઉત્તર અને ઇશાન જ મનાઈ છે !!! આ દિવસોમાં પૂર્વ, દક્ષિણ અને નૈરુત્ય દિશમાં યાત્રા ત્યાજ્ય છે. ગુરુવારની પ્રકૃતિ ક્ષિપ્ર છે. આ દિવસે બધી જ રીતે ધાર્મિક અને મંગળકાર્યથી લાભ મળે છે. અત: હિંદુ શાસ્ત્રો અનુસાર આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અત: બધાંએ પ્રત્યેક ગુરુવારે મંદિરમાં જવું જોઈએ અને પૂજા,પ્રાર્થના અને ધ્યાન ધરવું જોઈએ !!!

પૂજા —–

પૂજા એક રાસાયણિક પ્રક્રિયા છે. આનાથી મંદિરની અંદર વાતાવરણની પીએચ વેલ્યુ (તરલ પદાર્થ માપવાની એક રીત)ઓછી થઇ જાય છે. જેનાંથી વ્યક્તિની પીએચ વેલ્યુ પર અસર પડે છે. આ એક આયનિક ક્રિયા છે જે શારીરિક રસાયણને બદલી નાંખે છે. આ ક્રિયા બીમારીઓને ઠીક કરવામાં સહાયક બનતી હોય છે. દવાઓથી પણ આ ક્રિયા કરાવાતી હોય છે જે મંદિરમાં જવાથી જ થતી હોય છે !!!

પ્રાર્થના ———

પ્રાર્થનામાં શક્તિ ભરપુર હોય છે. પ્રાર્થના કરવાંવાળો વ્યક્તિ મંદિરમાં ઈશ્વરના માધ્યમથી જોડાઈને પોતાની વાત ઈશ્વર કે દૈવ શક્તિઓ સુધી પહોંચાડી શકે છે. દેવતાઓ સાંભળવાવાળાં અને જોઇશકનારા હોય છે !!! પ્રતિદિન કરવામાં આવતી પ્રાર્થનાની અસર દેવતાઓ પર થતી જ હોય છે. માનસિક અથવા વાચિક પ્રાર્થનાનો ધ્વનિ આકાશમાં જતો રહેતો હોય છે. પ્રાર્થના સમયે તમારું મન સાચું અને નિર્દોષ હોય તો ભગવાન જલ્દીથી તમારી પ્રાર્થના સાંભળતા હોય છે. જો તમે ધર્મના માર્ગ પર નથી હોતાં તો પ્રકૃતિ જ તમારી પ્રાર્થના સાંભાળશે ……દેવતા નહીં !!!

પ્રાર્થનાની બીજી બાજુ એ છે કે પ્રાર્થના કરવાથી મનમાં વિશ્વાસ અને સકારાત્મક ભાવ જાગ્રત થાય છે. જે જીવનનાં વિકાસ અને સફળતા માટે અત્યંત જરૂરી છે. પોતાનાં જીવનનાં વિષયમાં નિરંતર સકારાત્મક વિચારતાં રહેવાથી સુંદર અને સારાં ભવિષ્યનું નિર્માણ થાય છે. મંદિરનું વાતાવરણ તમારાં દિલોદિમાગને સકારાત્મક દિશામાં ગતિ પ્રદાન કરતું હોય છે. પરમેશ્વરની પ્રાર્થના માટે વેદોમાં કેટલીક રુચાઓ પણ આપવામાં આવી છે. પ્રાર્થના કરવાં માટે એ બધી રુચાઓનો પણ પાઠ કરવો જોઈએ !!!

મંદિર જવાનો સમય ——–

હિંદુ મંદિરોમાં જવાનો એક સમય હોય છે. સૂર્ય અને તારાઓથી રહિત દિવસ-રાતની સંધિને તત્વદર્શી મુનિઓએ સંધ્યાકાળ માન્યો છે. સંધ્યા વંદનને સંધ્યોપાસના પણ કહેવામાં આવે છે. સંધિકાળમાં જ સંધ્યાવંદના કરવામાં આવે છે પરંતુ પ્રાત:કાલ અને સંધ્યાકાળ – ઉક્ત ૨ સમયની સંધિ પ્રમુખ છે. અર્થાત સૂર્યોદય અને સુર્યાસ્તનો સમય. આ સમયે મંદિર અથવા એકાંતમાં વિચાર , આચમન,પ્રાણાયામાદિ કરીને ગાયત્રી મંત્રથી નિરાકાર ઈશ્વરની પ્રાર્થના કરી શકાય છે !!! બપોરે ૧૨ વાગ્યાથી અપરાહ્ન ૪ વાગ્યા સુધી મંદિરમાં જવું ,પૂજા કરવી અને પ્રાર્થના કરવી એ નિષેધ માનવામાં આવે છે અર્થાત પ્રાત:કાલથી ૧૧ વાગ્યાં પહેલાં જ દરેકે મંદિરમાં જઈ આવવું જોઈએ અથવા તો પછી અપરાહ્નકાલમાં બપોરે ૪ વાગ્યા પછી જ મંદિરમાં જવું જોઈએ

જો તમે મંદિરમાં હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે નહીં તો તમારી પૂજા, પ્રાર્થના આદિ કરવાનું કોઈ જ મહત્વ નથી !!! નિમ્નલિખિત વાતો કરીને તમે મંદિર અને દેવતાઓ સંબંધી એક ઘોર અપરાધ જ કરો છો. આનાં ખરાબ પરિણામો પણ તમારે જ ભોગવવાં પડે છે !!! શાસ્ત્રોમાં જેની મનાઈ કરવામાં આવી છે એવું કરવું એ પાપ અને કર્મને બગાડનારું જ નીવડતું હોય છે. અહી પ્રસ્તુત છે કેટલાંક પ્રમુખ આચરણ જે મંદિરમાં નહિ કરવાં જોઈએ અન્યથા આપની તમારી પૂજા નિષ્ફળ થઇ જાય છે અને સાથોસાથ તમે દેવતાઓની નજરમાંથી નીચે ઉતરી જાઓ છો !!!

  1.  ભગવાનનાં મંદિરમાં ખડાઉ અથવા સવારી પર ચઢીને જવું
  2.  ભગવાનની સામે જઈને પ્રણામ ના કરવાં
  3.  ઉચ્છિષ્ટ અથવા અપવિત્ર અવસ્થામાં ભગવાનને વંદન કરવાં
  4.  એક હાથથી પ્રણામ કરવાં
  5.  ભગવાનની સામે જ એક સ્થાન પર ઊભાં ઊભાં પ્રદક્ષિણા કરવી
  6.  ભગવાનની આગલ પગ લંબાવવા
  7.  મંદિરમાં પલંગ પર બેસવું અથવા ત્યાં પલંગ ગોઠવવો
  8.  મંદિરમાં સુઈ જવું
  9.  મંદિરમાં બેસીને પરસ્પર વાતો કરવી
  10.  મંદિરમાં રડવું અથવા જોરજોરથી હસવું
  11.  બુમો પડવી આથવા ફોન પર વાતો કરવી,લડવું- ઝગડવું,જુઠ્ઠું બોલવું ,ગાળો બોલવી
  12.  મંદિરમાં નશો કરવો
  13.  કોઈને દંડ આપવો
  14.  ધાબળો ઓઢીને બેસવું
  15.  અધોવાયુનો ત્યાગ કરવો
  16.  પોતાનાં બળથી ઘમંડમાં આવી જઈને કોઈને અનુગ્રહ કરવો
  17.  બીજાંની નિંદા કે સ્તુતિ કરવી
  18.  સ્ત્રીઓ પ્રતિ કઠોર વાત કહેવી
  19.  ભગવત સંબંધી ઉત્સવોનું સેવન ન કરવું
  20.  શક્તિ હોવાં છતાં ગૌણ ઉપચારોથી પૂજા કરવી
  21.  મુખ્ય ઉપચારોનો પ્રબંધ ન કરવો
  22.  ભગવાનને ભોગ ધરાવ્યા વગર જ ભોજન કરવું
  23.  સામયિક ફળ આદિને ભગવાનની સેવામાં અર્પણ ના કરવાં
  24.  ઉપયોગમાં લાવવાંથી બચેલા ભોજનનો ભગવાન માટે નિવેદન કરવું
  25.  આત્મપ્રશંસા કરવી
  26.  દેવતાઓને કોસવાં
  27.  આરતીના સમયે ઊભાં થઈને જતાં રહેવું
  28.  મંદિરની સામેથી પસાર થાઓ તો ય પ્રણામ નાં કરવાં
  29.  ભજન – કીર્તન આદિ દરમિયાન કોઇપણ ભગવાનનો વેશ બનાવીને -પહેરીને પોતાની પૂજા કરાવવી
  30.  મૂર્તિની બિલકુલ સામે ઊભાં રહેવું
  31.  હિંદુ દેવી-દેવતાઓને છોડીને અન્ય કોઈનું મંદિર બનાવવું સૌથી ઘોર અપરાધ છે

ધર્મની રક્ષા માટે નિયુક્ત શ્રીહનુમાનજી અને માતા કાલિકા આવાં અપરાધીઓ પર નજર રાખતાં જ હોય છે. આ સિવાય પણ તમે યમ અને ધર્મરાજજીની નજર પણ આપણા પાપ અને પુણ્ય પર રહેતી હોય છે

ટૂંકમાં મંદિરમાં જવું હોય તો પુરતી આસ્થા અને શ્રધ્ધાથી જ જવું જોઈએ અને તમે માનતો હોવ તો જ જવું નહીં તો ના જવું. આમેય આપણે હિંદુ ધર્મ મંદિર અને દેવી-દેવતાઓની માનતા બહુ જ છે જે તેઓ અવશ્ય પૂરી કરે જ છે. બસ ખાલી આપણે શું માંગવું એ આપણે નક્કી કરવાનું છે. બીજાનું જો કલ્યાણ ઇચ્છશોને તો તમારું પણ કલ્યાણ થઇ જશે. આમેય આપણા ગુજરાતમાં પ્રાચીન કુદરતી કરામતવાળાં મંદિરો ઘણાં જ છે અને ગુજરાતની બહાર પણ.. બસ ….. ત્યાં એક વાર જાઓ અને ત્યાં દર્શન કરો તો દરેકનું જીવન ધન્ય બની જશે એવી મને પુરતી શ્રદ્ધા છે !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!