ભગવાન પાણિનિ 

નામ ——- પાણિનિ
જન્મ ——ઇસવીસન પૂર્વે ૫૦૦
જન્મભૂમિ ——- ગાંધાર
મૂક્ય રચનાઓ ——- અષ્ટાંધ્યાયી
પ્રસિદ્ધિ ——- સંસ્કૃતના વ્યાકરણાચાર્ય
વિશેષ યોગદાન ——- સંસ્કૃત ભાષાને વ્યાકરણ સંમત રૂપ આપવામાં પાણીનિનું યોગદાન અતુલનીય માનવામાં આવે છે
નાગરિકત ——– ભારતીય
અન્ય જાણકારી ——–પાણીનિ એ પોતાના સમયની સંસ્કૃતભાષાની સુક્ષ્મ છાનબીન કરી હતી ”
આ છાનબીનનાં આધારે એમણે જે વ્યાકરણ શાસ્ત્રનું પ્રવચન કર્યું. આ માત્ર તત્કાલીન સંસ્કૃત ભાષાનું નિયામક સહસ્ત્ર બની ગયું અપિતુ એમણે આગામી સંસ્કૃત રચનાઓને પણ પ્રભાવિત કરી !!!!

એક બાળક જ્યોતિષી પાસે ગયો
એણે જયોતિષીને પોતાનો હાથ બતાવીને કહ્યું કે —–
“જરા જુઓને કે મારાં હાથમાં વિદ્યાની રેખા છે કે નહીં!!!”
પેલાં જ્યોતિષી એ આ બાળકનો હાથ જોયો અને પછી કહ્યું
” તારા હાથમાં તો ભણવાની કે વિદ્યાની કોઈ જ રેખા નથી
પેલાં બાળકે પોતાના ખીસ્સામથી ચપ્પુ કાઢ્યું અને પોતાના હાથમાં એ ચપ્પુ વડે વિદ્યાની એક લાંબી લકીર ખેંચી કાઢી
અને જયોતિષીને કહ્યું ——–
” કોણ કહે છે કે મારાં હાથમાં વિદ્યાની રેખા નથી જુઓ આ રહી એ !!!!
આ બાળક આગળ જતાં પ્રકાંડ વ્યાકરણ શાસ્ત્રી બન્યો અને સમગ્ર ભારતમાં એ ભગવાન પાણિનિ બન્યો !!!!

પાણિનિ સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ વ્યાકરણાચાર્ય છે. એમનાં અષ્ટાધ્યાયી નામના ગ્રંથમાં આઠ અધ્યાય છે. દરેક અધ્યાયમાં ચાર પાદ છે. પ્રત્યેક પદમાં પ્રસ્તુત વિષયને અનુસ્સાર કામ અથવા અધિક સૂત્ર સંખ્યા છે
અત્યંત સંક્ષેપમાં કહેલાં નિયમો અથવા વિધાનને સૂત્ર કહેવાય છે. અત્યંત સંક્ષિપ્ત હોવું એજ પાણિનીય સુત્રોનું સૌથી નિરાળું વૈશિષ્ઠય છે !!!
આ સંક્ષેપ માટે પાણિનિએ એક સ્વાતંત્ર પદ્ધતિ તૈયાર કરી હતી.
ફલસ્વરૂપ સુત્રોની અધિકાંશ રચના અત્યાધિક તકનીકી અને લોક વ્યવહારની ભાષાથી ભિન્ન થઇ ગઈ છે.
પાણિનિ સુતરની પરિભાષા સંસ્કૃત હોવાં છતાં પણ સંસ્કૃત ભાષાના સારાં જ્ઞાન માત્રથી સુત્રાર્થનું જ્ઞાન અસંભવ છે
તથાપિ આ વ્યાકરણ બહુજ સંક્ષિપ્ત થઇ ગયું છે પણ કૈંક એક હદ સુધી દુર્બોધ પણ થઇ ગયું છે
તેમ છતાં પણ એક એક સૂત્રથી બહુ નોટો શબ્દસમૂહ સિદ્ધ થઇ જાય છે.
આ એક સૌથી મોટો લાભ છે !!!

પરિચય ————

પાણિનિ ( ઇસવીસન પૂર્વે ૫૦૦ ) સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનાં સૌથી મોટાં પ્રતિષ્ઠાતા અને નિયામક આચાર્ય હતાં ‘
એમનો જન્મ પંજાબના શાલાલુલામાં થયો હતો
જે આધુનિક પેશાવર (પાકિસ્તાન)ની નજીક તકાલીન ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર માં થયો હતો.
એમનો જીવનકાળ ઇસવીસન પૂર્વે ૫૨૦ થી ઇસવીસન પૂર્વે ૪૬૦ માનવામાં આવે છે.
એમનાં વ્યાકરણને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે
એમને ભાષાના શુદ્ધ પ્રયોગોની સીમાઓનું નિર્ધારણ કર્યું
જે પર્યોગો અષ્ટા ધ્યાયીની કસોટી પર ખરાં ના ઉતર્યા
એમને વિદ્વાનોએ અપાણીય કહીને અશુદ્ધ ઘોષિત કરી દીધાં !!!!
સંસ્કૃત ભાષાને વ્યાકરણ સમ્મત રૂપ આપવામાં પાણિનિનું યોગદાન અતુલનીય માનવામાં આવે છે !!!!

અષ્ટાધ્યાયી ————-

અષ્ટાધ્યાયી માત્ર એક વ્યાકરણ ગ્રંથ નથી.
એમાં પ્રકારાંતરથી તત્કાલીન ભારતીય સમાજનું આખું ચિત્ર મળે છે !!!!!
એ સમયના ભૂગોળ , સામાજિક , આર્થિક , શિક્ષા અને રાજનીતિક જીવન, દાર્શનિક ચિંતન, રહેણી -કરણી આદિના પ્રર્સંગો સ્થાન સ્થાન પર અંકિત છે ‘
પાણિનિનો આ સમય ઇસવીસન પૂર્વે ૮૦૦ થી ઇસવીસન પૂર્વે ૪૦૦ ની મધ્યનો છે
તો બીજાં કેટલાંક એમ કહે છે કે એ બુદ્ધ ભગવાન પછી થયાં હતાં.
અર્થરહિત અને અત્યંત સંક્ષિપ્ત રિ, ઘુ ,ભ, ધ ઇત્યાદિ સંજ્ઞાઓ પાણિનિતંત્રની એક અદ્વિતીય વિશેષતા છે !!!
આ પ્રકારનાં અનેક અર્થોને કારણે પાણિનનું વ્યાકરણશાસ્ત્ર અનેક વૈશીષ્ઠયોની ખાણ અને વ્યાકરણકારો માટે એક આદર્શ બની ગયો છે !!!!

પ્રાચીન કથાઓમાં ઉલ્લેખ ———-

પાણિનિનું જીવનવૃત્ત અત્યંત સ્વલ્પ રૂપમાં મળે છે
અષ્ટાધ્યાયીની પતંજલિ રચિત ટીકા, મહાભાશ્યમાં એમનાં વિષયમાં ઘણો ઉલ્લેખ આવે છે !!!!
પારંપરિક લોકકથાઓથી સ્વલ્પરૂપમાં જે કંઈ જ્ઞાત છે એને ઐતિહાસિક સત્ય સમજવું એ ભૂલ ભરેલું છે …..
મહાભાષ્યકાર પતંજલિ પાણિનને દાક્ષિપુત્ર (૧-૧-૨૦) કહે છે !!!
નર્મદા નદીના ઉત્તરવર્તી ભારતમાં પાણિનિએ પ્રવાસ કર્યો હતો
અને એ સમયે પ્રચલિત સંસ્કૃત ભાષા અને ઉપભાષાઓને એમણે બહુજ સૂક્ષ્મતાપૂર્ણ અભ્યાસ કર્યો હતો !!!!
પાણિનિએ એ સમયે ઉપલબ્ધ વેદ સુત્રાદિ વાંગ્મયનો પણ ગહન અભ્યાસ કર્યો હતો
આ વાત એમનાં સૂત્રોમાં ઉલ્લિખિત વાતોથી ભલી ભાતી જાણી શકાય છે
પાણિનિ પૂર્વે પણ અનેક વ્યાકરણકારો થઇ ચુક્યા હતાં.
પરંતુ એમનાં વ્યાકરણોમાં બહુજ અધૂરાપણું હતું ‘અને વિશેષ પ્રદેશ, શાખા, સંપ્રદાયની ભાષાનો જ એમણે વ્યાકરણમાં વિમર્શ કર્યો હતો.
પાણિનિનું વ્યાકરણ સર્વસમાવેશક હોવાથી મહાભાષ્યકાર એ વ્યાકરણને સર્વ્વેદ પરિષદ (૨-૧ -૫૮)
એટલેકે સર્વ્વેદ શક્ખા અને બધીજ પરંપરાઓનાં સંગ્રાહક કહીને અન્ય પૂર્વ વ્યકારણોથી એમનું વિશિષ્ઠય સ્પષ્ટરૂપે બતાવે છે !!!!

Maharshi Panini

પ્રાચીનકાળમાં ભારત દેશમાં વ્યાકરણશાસ્ત્રનો અન્ય શાસ્ત્રો જોડે સંબંધ બહુજ ઘનિષ્ઠ માનવામાં આવતો હતો.
વ્યાકરણ અને ન્યાય આ બે શાસ્ત્રગ્રંથ બધાં શસ્ત્રોનાં અધ્યયણ માટે આવશ્યક સમજ્યા જતાં હતાં.
વિશેષત: તત્વજ્ઞાનથી વ્યાકરણશાસ્ત્ર નો સંબંધ બે કારણોને લીધે હોય છે
તત્વજ્ઞાન વસ્તુઓ અને ઘટનાઓનું યથાર્થ જ્ઞાન છે.
કોઈપણ વસ્તુનું સાચું સવરૂપ વિચારથી જ નિશ્ચિત કરવું સંભવ છે !!!
વિચારોનું માધ્યમ શબ્દો છે અને એ જેટલાં સમુચિત હોય એટલી જ વિચારોમાં નિશ્ચિતતા આવતી હોય છે.
આવાં અત્યંત સમુચિત શબ્દોનું જ્ઞાન એ વ્યાકરણશાસ્ત્રથી જ સંભવ છે !!!

વ્યાકરણ શાસ્ત્ર ———–

પાણિનિએ પોતાના સમયની સંસ્કૃત ભાષાની સુક્ષ્મ છણાવટ કરી હતી. આ છણાવટને આધારે એમણેજે વ્યાકરણશાસ્ત્રનું પ્રવચન કર્યું. એ ન માત્ર તત્કાલીન સંસ્કૃત ભાષાનું નિયામક શાસ્ત્ર બન્યું, અપિતુ એમણે આગામી સંસ્કૃત રચનાઓ ને પણ પ્રભાવિત કરી !!!!
પાણિનિની પૂર્વે પણ વ્યાકરણશાસ્ત્રનાં અન્ય આચાર્યોએ આ વિશાળ સંસ્કૃતભાષાને નિયમોમાં બાંધવાનો પ્રયત્ન કર્યો હતો !!! પરંતુ પાણિનિનું વ્યાકરણશાસ્ત્ર વિસ્તાર અને ગાંભીર્યની દ્રષ્ટિએ આ બધામાં સિરમૌર સિદ્ધ થયું !!!
પાણિનિએ પોતાની ગહન અંતરદર્ષ્ટિ, સમાંનવયાત્મક દ્રષ્ટિકોણ , એકાગ્રતા, કુશળતા, દ્રઢ પરિશ્રમ અને વિપુલ સામગ્રીની સહાયતાથી જે અનૂઠા વયાકરણશાસ્ત્રનો ઉપદેશ આપ્યો આ જોઇને મોટાં મોટાં વિદ્વાનો આશ્ચર્યચકિત થઈને કહેવાં લાગ્યાં ——–
——- પાણિનિયં મહત્સુવિરચિતમ ——–

પાણિનિનું શાસ્ત્ર મહાન અને સુવિરચિત છે ;`
મહતી સુક્ષ્મેશિકા વતતિ સૂત્રકારસ્ય` એમની દ્રષ્ટિ અત્યંત પૈની છે ;`

શોભના ખલુ પાણિનૈ: સુત્રસ્ય કૃતિ :

તેમની રચના ખૂબ સુંદર છે ”
પાણિનિશબ્દો લોકે પ્રકાશતે સારા લોકમાં પાણિનિનું નામ છવાઈ ગયું વગેરે. ટીકાકારે પાણિનીને પ્રમાણભૂત આચાર્ય માંગલિક આચાર્ય . સુહ્રદ, ભગવાન આદિ વિશેષણોથી સંબોધિત કર્યા છે !!!, એમના અનુસાર પાણિનના સૂત્રમાં એક પણ શબ્દ અનર્થક નથી હોતો ……
અને પાણિનિય શાસ્ત્રમાં એવું કૈંજ નથી જે નિરર્થક હોય !!!
એમણે જે સુત્ર બનાવ્યું છે એ બહુજ સમજી વિચારીને બનવવામાં આવ્યું છે.
એમણે સુહ્રદના રૂપમાં વ્યાકરણશાસ્ત્રનું અન્વાખ્યાન કર્યું છે
રચના સમયે એમની દ્રષ્ટિ ભવિષ્ય તરફ હતી અને દૂર સુધીનું એ વિચારતા હતાં.
આ પ્રકારે એમની પ્રતિષ્ઠા બચ્ચા બચ્ચા સુધી ફેલાઈ ગઈ
અને વિદ્યાર્થીઓ માં એમનુ જ વ્યાકરણ સર્વાધિક લોકપ્રિય બન્યું !!!

વ્યાકરણ અને તત્વજ્ઞાનમાં બીજાં પ્રકારનો સંબંધ પણ પ્રાચીનકાળથી ઘણાં બધાં ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યો છે !!!
આ બધાં સંબંધોથી પણ એને અધિક મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે
એનું સ્વરૂપ કૈક આવું હોય છે ——
– વ્યાકરણશાસ્ત્રમાં પ્રાચીનકાળમાં અપાયેલું પ્રસિદ્ધ નામ શબ્દાનુશાસન છે
શબ્દાનુશાસનનો અર્થ છે —–
સાધુ (યોગ્ય) શબ્દથી અસાધુ (અયોગ્ય)શબ્દોને અલગ કરવાં …….
પરંતુ શબ્દનું સાધુત્વ અને અસાધુત્વનો અર્થ સાપેક્ષ છે
જેવી રીતે “સ્વજન” શબ્દ આપત, સ્વકીય સંબંધીના અર્થમાં યોગ્ય (સાધુ) છે
આ રથમાં શ્વજન શબ્દ પૂર્ણ અસાધુ છે !!!
છતાં પણ શ્વજન શબ્દ સર્વથા અસાધુ જ છે
એવું કહેવું ઉચિત ના ગણાય !!!
કારણકે કુતરાના (રક્ષક) માનવ અથવા કૂતરાનો સમૂહ ઈત્યાદિઅર્થ માટે તે યોગ્ય છે
આવીજ રીતે “સકલ” શબ્દ સર્વ સંપૂર્ણનાં અર્થમાં સાધુ અને “ટુકડા”અર્થમાં અસાધુ છે !!!!
શકલ શબ્દ સર્વ અર્થમાં સાધુત્વ અને અસાધુત્વ અર્થાવ્લામ્બી છે
અન્યનિરપેક્ષ અર્થાત કેવળ સ્વરૂપાશ્રિત નથી !!!
આ વિવેચનનો મતલબ એ છે કે
શબ્દ સાધુત્વનો વિચાર વ્યાકરણશાસ્ત્રમાં પ્રમુખ ઉદ્દેશ્ય હોવા છતાં પણ શબ્દથી પ્રતિત થવાં વાળાંઅર્થોનું જ વ્યાકરણ શાસ્ત્રમાં ઉપાંગ રૂપથી વિચાર કરવો આવશ્યક છે !!!

નિત્ય દૈનદિન વ્યવહારના શબ્દોનો સાંકેતિક અર્થ પ્રતીત થાય છે પરંતુ વ્યાકરણશાસ્ત્ર માં પ્રયુક્ત ઘણાં શબ્દોથી સ્વયં શબ્દસ્વરૂપ જ જ્ઞાત થાય છે.
આ એક વિશેષ શબ્દ શક્તિ સુત્રકારે સ્વયં રૂપ શબ્દસ્યાશબ્દ સંજ્ઞા સૂત્ર દ્વારા સ્પષ્ટરૂપમાં બતાવી છે અન્ય શાસ્ત્રકાર શબ્દ કેવળ અર્થનો જ બોધક હોય છે એવું કહે છે
પણ સુત્રકાર પાણિનિના અનુસાર શબ્દ બાહ્ય અર્થનું અને શબ્દનો જ બોધક છે !!!
અગ્નેર્ટક ઈત્યાદી સૂત્રોમાં ઉચ્ચારિત અગ્નિ શબ્દનો અર્થ અગ્નિ શબ્દ પ્રતીત થાય છે અને અનેકાનેક સૂત્રોમાં આ શબ્દ કહેવાની જરૂરિયાત નથી જ એવો છે અને મોટો શબ્દ લાઘવ સિદ્ધ કરનારો હોય છે !!!

શબ્દના અર્થ ——-

શબ્દ દ્વારા શું અર્થ થાય છે, તે એક જાતિ અથવા વ્યક્તિત્વ છે, અથવા વ્યક્તિ અને વ્યક્તિ બંને શબ્દો છે.
શું શબ્દનો અર્થ એનો કોઈ સંબંધ છે?
જો કોઈ સંબંધ હોય તો, તે સંબંધની પ્રકૃતિ શું છે?
તે સંબંધ કાયમી છે કેપછી હંગામી ?
જો કોઈ સંબંધ ન હોય તો, જ્ઞાન શબ્દ જ્ઞાનથી કઈ રીતે ઉત્પન્ન થાય છે?
આ કારણોસર, શબ્દ અને અર્થ વચ્ચે સંબંધ હોવો જોઈએ.
જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો !!!
શબ્દો દ્વારા,વાચ્ય,ગૌણ, વ્યંગ, દ્યોત્ય ઇત્યાદિ રૂપથી ભિન્ન ભિન્ન અર્થ પ્રતિત થાય છે
તાત્પર્યાર્થ પણ કોઈ શાસ્ત્રકાર અલગ રૂપથી સ્વીકારતાં હોય છે. વાક્યાર્થ શું માત્ર શબ્દ સમુહાર્થ રૂપથી એનાથી ભિન્ન હોય છે. આ બધાંઅર્થો ભિન્ન ભિન્ન તો હોય છે જ
પરંતુ કયારેક કયારેક વિરુદ્ધ પણ પ્રતીત થતાં હોય છે !!!!
વ્યાકરણશાસ્ત્રમાં જે શબ્દસિદ્ધિ દર્શાવવામાં આવી છે
એનાથી આ બધાં અન્યોન્ય અર્થોનો કઈ સંબંધ છે કે નહીં !!!!
એ બધાં અર્થો ના વિચારની જરૂરિયાત છે કે નહીં !!!!
પ્રત્યક્ષ અને અનુમાનથી જે અર્થનું સવરૂપ પ્રતીત થાય છે
અથવા કોઈ ભિન્ન સ્વરૂપ પ્રતીત થાય છે !!!!
અર્થનો બોધક શબ્દ વ્યાકરણશાસ્ત્રમાં પ્રવૃત્તિ પ્રત્યાદિ પ્રક્રીયાથી સિદ્ધ થયેલો શબ્દ એક જ છે કે અલગ છે ……..
જો અલગ હોય તો એ બે વચ્ચે સંબંધ શું છે?
એક જ હોય તો એ વ્યાકરણમાં સિદ્ધ કરેલો શબ્દ અનિત્ય જ માનવો પડે !!!!
પછી એ શબ્દ નિત્ય છે એવો વ્યાકરણનો સિધ્ધાંત
” સિધ્ધે શબ્દાર્થ સંબંધે ” આ પ્રમાણભૂત પ્રથમ વાર્તિકથી જ્ઞાત થાય છે
શબ્દ અર્થ અને સંબંધ આ ત્રણેનું સ્વરૂપ વ્યાકરણશાસ્ત્રમાં સિદ્ધાંત રૂપે કવી રીતે સ્વીકૃત કરાયેલો છે !!!
પૂર્વમીમાંસા, ન્યાય, આદિ અન્ય શાસ્ત્રકારોએ એનું સ્વરૂપ બતાવ્યું છે
એમાં વ્યાકરણશાસ્ત્રમાં બતાવાયેલા સવૃપમાં શું ભેદ છે !!!!
આવાંપ્રકારની અનેકાનેક સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે!!!
બધી જ સમસ્યાનું નિવારણ કરીને શબ્દ, અર્થ અને સંબંધનું સ્વરૂપ નિશ્ચિત કરવું પ્રારંભમાં જ અત્યાવશ્યક હોય છે !!!!

સુત્રકાર પાણિનિ શબ્દોના સાધુત્વના વિષયમાં અત્યંત વાસ્તવવાદી છે. એમણે મુખ્ય રૂપે તત્કાલીન ભાષા અને સમય ,ઉપલબ્ધ પ્રાચીન વેદાદી વાંગ્મયમાં પ્રયુક્ત ભાષાનું યથાર્થ સ્વરૂપ સંક્ષેપમાં બતાવવાવાળાં ગ્રંથ સૂત્રરૂપમાં તૈયાર કર્યો !!!
આ સંક્ષિપ્ત રૂપને કારણે સુત્રકારે ઉપરિનિર્દિષ્ટ અનેકાનેક પ્રશ્નોનાં નિર્ણય પ્રત્યક્ષ રૂપે કર્યો નથી છતાં પણ આ સંબંધમાં એમનાં સૂત્રોમાં કેટલોક ઉલ્લેખ મળે છે
કેટલીય જગ્યાએ સુત્રકાર પાણિનિએ અત્યંત પરિમિત શબ્દોમાં અને બહુજ સ્પષ્ટતા પૂર્વક પોતાનાં સ્વીકૃત સિધ્ધાંત કહ્યાં છે !!!!
બંને પ્રકારનાં ( સાંકેતિક અને સ્પષ્ટ) ઉલ્લેખોને આધાર પર બહુજ ઉહાપોહ કરીને એમનાં ટીકાકારોએ કેટલાંક સિધ્ધાંત સ્થિર કર્યા છે

શબ્દથી જાતિરૂપ અર્થ પ્રતીત થાય છે અથવા વ્યક્તિરૂપ
આ વિષયમાં પ્રાચીન શાસ્ત્રોમાં અનેક મત છે ……
પાણિનિએ આ વિષયમાં એવું કહ્યું છે કે
“સંદર્ભ અનુસાર શબ્દ ઘણાંસ્થાનો પર જાતિ અને ઘણાં સ્થાને વ્યક્તિના બોધક હોય છે …..”
આ કારણે દરેક શબ્દ દ્વયર્થી છે !!!!
તેમ છતાં પણ જો શબ્દ જાતિપરાક હોય તો જાતિના એક જ હોવાનાં કારણે
શબ્દ એકવચનમાં જ પ્રયુક્ત કરવો ઉચિત હોવાં છતાં પણ એનો બહુવચન પ્રયોગ પણ થઇ શકે છે !!!
“જાત્યાખ્યાયામેકસ્મિન બહુવચનમ મન્યતરસ્યામ ”
આ સૂત્ર દ્વારા ઉપરિનિર્દિષ્ટ વ્યવસ્થા એમણે બતાવી છે
અને આ વિવાદ વિષયમાં સંદર્ભ અર્થાત લોક વ્યવહાર અનુસાર અર્થ કરવો જોઈએ
આ સિધ્ધાંત જ અપનાવ્યો છે !!!!

શબ્દનો પ્રયોગ ———-

વ્યવહારમાં, શબ્દનો ઉપયોગ અર્થ માટે અર્થપૂર્ણ છે.
પરંતુ વ્યાકરણના કિસ્સામાં, “વિશેષતા” શબ્દનો સંદર્ભ આપવા માટે શબ્દનો ઉપયોગ થાય છે, જેનો અર્થ છે કે તે પૂરક છે.
આ તફાવતને શબ્દના ઉપયોગમાં રાખીને, જો શબ્દ અર્થપૂર્ણ છે તો તેને પાણિનિના આધારે વ્યાકરણમાં આપવામાં આવે છે.
સર્વનામ, અભિવ્યક્તિઓ, ધાતુઓ વગેરે શબ્દને આપવામાં આવે છે અને જો તે વ્યક્તિલક્ષી હોય, તો તેને સર્વનામ વ્યાકરણનું નામ આપવામાં ન જોઈએ.
અને આ સંજ્ઞાથી પ્રયુક્ત કોઈ પણ પ્રત્યયદેશાદિ કાર્ય ન કરવું જોઈએ …….
શબ્દના અર્થ અને પરિભાષાનો અર્થ સ્પષ્ટપણે તેનો ઉપયોગ કરીને સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.
“ઈદમ” શબ્દને અર્થપરત્વ અને શબ્દપરત્વનો ભેદ સુત્ર્કારે સાક્ષાત ઉપયોગ કરીને બતાવ્યો છે
“ઈદમ” શબ્દનો અર્થપ્ર્ક ઉપયોગ થતો હોય તો એને સર્વ્નામની સંજ્ઞા આપવામાં આવે છે
અને એને સંજ્ઞા અનુસાર ઇમે, અસ્મૈ,એષામ ઈત્યાદી રૂપ વિશેષ પ્રત્યયાદિપર્ક્રીયાથી બનતો હોય છે
એનું ષષ્ઠીએક વચનનું વિશેષ રૂપ અસ્ય થઇ જાય !!!!
પરતું જો ઉપયોગ શબ્દપરક હોય તો એની સર્વનામ સંજ્ઞા નહીં હોય
અને ના એમાં પ્રયુક્ત વિશેષ કાર્ય હોય !!!
એનું ષષ્ઠી એકવચનનું રૂપ ઈદમ થાય ….
“ઈદયોમ” આ સૂત્રમાં શબ્દાપરક હોવાનાં કારણે
“ઈદમ” એવું રૂપ (ન કે અસ્ય) સુત્ર્કારે પ્રયુક્ત કર્યું છે
આજ પ્રકારે પ્રતિ, પ્રતિતા, અનુ, અયે, ભુવ, વસ, દિન, લષ ઈત્યાદિ અવયવ અને ધાતુઓનાં વિભક્ત્યન્ત પ્રયોગ પાણિનિએ પ્રયુક્ત કર્યો છે
પણ સામાન્ય નિયમથી અવ્યય અને ધાતુઓનું વિભકત્યંતપરોગ નથી થઇ શકતો !!!!

રૂઢ અર્થાત ય્દ્ચ્છા શબ્દોના બે ઉપવિભાગ એ અવાંતર ભેદ છે
અત્યંત રૂઢ અને સાદિરૂઢ
જે શબ્દોનો વ્યવહારમાં વિશિષ્ટ અર્થ બોધ માટે પ્રથમ પર્યોગ કોને કર્યો
એ વાતની ખબર કોઇનેય નથી !!!!
આ શબ્દો અત્યંત રૂઢ અથવા અનાદિરૂઢ કહેવાય છે
પ્રાચીન ઈશ્વરવાદીઓનો મત એવો છે કે કલ્પ ના પ્રારંભમાં સાક્ષાત ઈશ્વરે જ ઘણાંશબ્દો અર્થ સહીત ઉપદેશમાં મહર્ષિઓને કહ્યાં
આ શબ્દો મહર્ષિઓના વ્યવહારથી જ
એ સમયની માનવજાતિને માલૂમ પડયાં
પરંપરાથી આજ સુધી એ શબ્દો એજ અર્થમાં પ્રયુક્ત થતાં છે રહ્યાં. બીજો ઉપવિભાગ સાહિત્યરૂઢ હતો એટલે કે સાંકેતિક શબ્દો નો છે !!!

પાણિનિ આદિ ઋષિ ઓ દ્વારા કરવામાં આવેલાં રિ. ઘુ . મ . આદિ શબ્દ અને અન્ય લોકો દ્વારા પ્રયુક્ત દિત્થ, ઉવિત્થ આદિ નવાંશબ્દો આ પ્રકારનાં છે.
આ બંને પ્રકારના રૂઢ શબ્દીઓમાં પર્કૃતિ પત્યયાદિનથી હોતાં
એવો મત બીજી વિચારધારાવાળાઓનો છે
યૌગિક શબ્દ પ્રકૃતિ પ્રત્યયવિભાગ યુક્ત હોય છે
વ્યક્તિ અને વસ્તુમાં વિદ્યમાન વિશેષ ગુણ અથવા ક્રિયા આ પર્કારના શબ્દોથી જ્ઞાત હોય છે
જેમકે ——પાચક , નાયક, ચોર, આશ્રય , ગોપાલ, રાજા, જ્ઞાની ઇત્યાદિ !!!
આજ કારણથી આ શબ્દોમાં મૂળ ધાતુ અને અંતિમ પ્રત્યાય એવો વિભાગ સ્પષ્ટ રીતિથી જ્ઞાત હોય છે
એટલાં જ માટે શબ્દોને યૌગિક અર્થાત પ્રકૃતિ પ્રત્યયથી સધિત સમજવું ઠીક રહેશે !!!!

શબ્દોના ભેદ ——–

શબ્દોના આ બે ભેદ રૂઢ અને યૌગિક
બધી ભાષાઓમાં બધાંજ સમયમાં રહે છે
આ મતના અનુયાયી બહુસંખ્યક ભાષા વિદ્વાન છે અને ભગવાન પાણિનિ ને પણ આજ મત વિશેષ માન્ય હતો
છતાં પણ શબ્દનો અર્થ જાતિ છે કે વ્યક્તિ
આ વિષયમાં પાણિનિ આગ્રહવાળા નથી
એવીજ રીતે શબ્દ વિભાગ , શબ્દ સાધનાન વિષયમાં એ કોઈ એક મતના પક્ષપાતી નથી !!!!
જે શબ્દોમાં પ્રકૃતિ પ્રત્યય વિભાગ સ્પષ્ટ રૂપે નથી દેખાઈ પડતાં
છતાં પણ શાકટાયન અથવા યાસ્કના મત અનુસાર જે યૌગિક સિદ્ધ કરેલાંછે
એમની વ્યુત્પત્તિને ઉણાદયી બહુલમ સૂત્ર દ્વારા પાણિનિને વિકલ્પ રૂપે માન્યતા અપાયેલી જ છે !!!
શબ્દ રૂઢ હોય કે યૌગિક હોય
બંને માટે વ્યાકરણ, શાસ્ત્રીય સંસ્કાર પ્રક્રિયા સમાન રૂપે થતી હોય છે !!
!રૂઢ શબ્દના અર્થમાં પાણિનિસંજ્ઞા શબ્દ પ્રયુક્ત કરે છે ……
વ્યાકરણશસ્ત્રનું અંતિમ પ્રમાણ લોક વ્યવહાર જ છે !!!!
લોક વ્યવહારમાં જે શબ્દ જેવાં અર્થમાં જે લિંગ , વચનમાં પ્રયુક્ત થાય છે
એવુજ વ્યાકરણશાસ્ત્ર થી સિદ્ધ કરવું અને માન્ય કરવું જોઈએ !!!!
લોકોમાં જે રૂઢ સમજવામાં આવ્યું છે એજ રૂઢ સમજવું જોઈએ ……
વ્યવહારના વિસંવાદી તર્ક અને યુક્તિઓ અથવા નિયમ વ્યર્થ છે
વ્યવહારથી વિરુદ્ધ નિયમને અસ્શાસ્ત્રીય અર્થાત સર્વથા ત્યાજ્ય જ સમજવું જોઈએ
આવો સ્પષ્ટ મત સુત્રકાર પાણિનિએ “તદશિષ્યં સંજ્ઞાપ્રમાણત્વાન સૂત્ર દ્વારા વ્યક્ત કરેલાં છે
પાણિનિનું વ્યાકરણ અને ભાષા બંનેના સંબંધમાં કયો મત હતો
આ વિષયમાં તકના પાંચ સુત્રો અત્યંત વિચારણીય અને માર્ગદર્શક છે !!!

પાણિનિની વિચારધારા ———–

પાણિનિએ શબ્દનો શબ્દ બોધક્ત્વ “સ્વં રૂપં શબ્દસ્યાશબ્દ સંજ્ઞા આ સૂત્રથી સિધ્ધાંત રૂપે સ્વીકૃત થયેલો છે ‘
આ સિદ્ધાંતનું વિશેષ સમર્થન ” શબ્દ્પુર્વક એવં અર્થસંપ્રત્યય ” ન સોસ્તિ પ્રત્યયો લોકે ય: શબ્દનુગયાદ્યતે” ઇત્યાદિ વિવરણ દ્વારા એમના ટીકાકારોએ કર્યા છે !!!!

શબ્દથી પ્રતિત થવાંવાળાં અર્થના સંદર્ભમાં પાણિનિએ ઉપરિનિર્દિષ્ટ સૂત્ર દ્વારા અન્ય શાસ્ત્રકારોના મતની અપેક્ષા કૈક નિરાળો જ મત પ્રગટ કરે છે !!!
શબ્દ અને અર્થ આબ્નેના સંબંધ વિષે પ્રાચીન શાસ્ત્રકારોમાં ભિન ભિન્ન મત છે
કોઈ આ સંબંધને નિત્ય અને સ્વભાવ વિરુદ્ધ સમજે છે તો કોઈ કેવળ સાંકેતિક અને અનિત્ય સમજે છે
નૈયાયિક એને ઈચ્છારૂપ અને નિત્ય-અનિત્ય બતાવે છે ……..
અર્થના સમાન શબ્દ પણ શબ્દના બોધ હોય છે
આ સિધ્ધાંત માનીને સૂત્રકાર પાણિનિ શબ્દ અને અર્થ બંને તાદાત્ન્ય સંબંધ સૂચિત કરે છે
બોધક શબ્દનો બોધ શબ્દથી તાદાત્મ્યથી અલગ કોઈ સંબંધ સંભવ જ નથી !!!
બોધક શબ્દથી જેવો તાદાત્મ્ય સંબંધ છે
એવીજ રીતે બોધ્ય અર્થથી પણ એજ તાદાત્મ્ય સંબંધ માનવો ઉચિત ગણાય
પરંતુ આ તાદાત્મ્ય ભેદભાવ રૂપ જ હોય છે
કયારેય અભેદ વાસ્તવ એટલે કે સત્ય અને ભેદ કલ્પિત હોય છે
તો કયારેક ભેદ વાસ્તવ અને અભેદ કલ્પિત હોય છે!!!
જયારે શબ્દનો અર્થ સહ્બ્દ જ છે તો અભેદ વાસ્તવ અને અભેદ કલ્પિત હોય છે !!!
અને જયારે વ્યવહારમાં શબ્દ દ્વારા બાહ્ય અર્થનો ભેદ હોય છે
ત્યારે ભેદ વાસ્તવ અને અભેદ કાલ્પનિક હોય છે !!!
” પુરવં ચન્દ્ર ” “ગૃહરલાતી બાળક ” ઇત્યાદિપ્રયોગોમાં ઉપમાન અને ઉપમેયમાં થવાંવાળાં ભેદ વાસ્તવ અને અભેદ કાલ્પનિક જ હોય છે !!!
અને ફૂલોનો રંગ, વૃક્ષની છાયા , સુવર્ણ અલંકાર ઇત્યાદિમાં ફળ અને રંગ , વૃક્ષ અને શાખા તથા સુવર્ણ અને અલંકાર
આમાં થવાંવાળાંઅભેદ વાસ્તવમાં અને ભેદ કાલ્પનિક હોય છે !!!!
એવી જ રીતે શબ્દ અને અર્થ બંને ના સંબંધના વિષયમાં પાણિનિને તાદત્મ્યવાદી માનવું જ ઠીક ગણાય !!!

વૈદિકકાળમાં શબ્દોપના વિષયમાં બે વિચારધારાઓ ચાલતી હતી
એક વિચારધારા કહે છે કે —–
ભાષામાં પ્રયુક્ત દરેક શબ્દ એક કે નેક ધાતુઓથી બનેલો છે
શકટઋષિનો પુત્ર શાકટાયન આ મતનો બહુ મોટો સમર્થક હતો !!!
એવું કથન નિરુકત અને મહાભાષ્ય ઇત્યાદિ ગ્રંથોમાં મળે છે
સ્વયં નિરુકતકાર યાસ્ક પણ આ મતના બહુજ મોટા સમર્થક હતાં
એમણેજે અનેકાનેક શબ્દોની વ્યુત્પત્તિઓ બહુ ખેંચાખેંચ વાળી બતાવવામાં આવી છે
એનાથી એક વાત પ્રકટ થાય છે ……..
શબ્દમાં કેવળ વર્ણ કોઈ ધાતુ સાથે મળતો હોય તો પણ નિ:સંશય થઈને કેવળ એ વર્ણની સમાનતા લઈને એ ધાતુ વડે શબ્દનું નિર્વચન કરવું
પરંતુ અમુક શબ્દનું નિર્વાચન શક્ય જ નથી
એવું કયાર્ય ના કહેવું એ વાતનું સૂચક છે !!!!
આ મત અનુસાર ભાષામાં પ્રયુક્ત બધાંજ શબ્દોના નામ ,સર્વનામ , વિશેષણ જ નહિ પણ અવયવોનું નિર્વચન શોધવાની એક મોટી કોશિશ જરૂર કરવી જોઈએ
પાણિનિ આદિ શાસ્ત્રકારોએ જે કેવળ સ્વેચ્છાએ જ રૂઢ કર્યું છે
એવાં લટ, લિટ, ઇત આદિ યદ્યચ્છા શબ્દો જેનો ઉપયોગ પારિભાષિક અર્થમાં કેવળ વિશિષ્ટ શાસ્ત્રમાં જ કરવામાં આવ્યો છે !!!
અને જે વ્યવહાર માં કયારેય પ્રયુક્ત નથી એવાં અર્થહીન શબ્દોનું પણ નિર્વચન કોઈને કોઈ રીતિથી
કરવાનો પ્રયત્ન કરવાથી એમાં કોઈને કોઈ રીતે સફળતા મળી જ જાય !!!
એવું આ મતને માનવાવાળાંનું કહેવું છે !!!
વર્તમાન સમયમાં એ શબ્દથી જે અર્થ નીકળે છે એજ અર્થથી એ નિર્વસનથી સંગતિ રાખવાંવાળાં અર્થમાં પ્રયુક્ત હતાં
અને કાળપ્રવાહમાં ભિન્ન અથવા અત્યંત વિરુદ્ધ અર્થનાં બોધક થઇ ગયાં એ સંભવ છે !!!
તદનુસાર દરેકે દરેક શબ્દની વ્યુત્પત્તિ અર્થાત ધાતુ, પ્રત્યય આદિથી વિભાજન અટલ રૂપે પ્રારંભમાં થાય છે !!!

બીજી વિચારધારા એવી છે કે —–
ભાષામાં કેટલાય શબ્દો રૂઢ અને યોગિક છે
રૂઢ શબ્દને જ શાસ્ત્રકાર યદચ્છા શબ્દ કહે છે
જે શબ્દના ધાતુ પ્રત્યય ઈત્યાદિમાં વિભાજન સ્પષ્ટ રૂપથી માલુમ થ્જય છે
આવા શબ્દો યૌગિક છે !!!

અષ્ટાધ્યાયી અથવા પાણિનીયાષ્ટક ————-

પાણિનિનું વ્યાકરણ શબ્દાનુશાસનનાં નામથી વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે
પરંતુ આઠ અધ્યાયોમાં વિભક્ત થવાના કારણેઆ શબ્દાનુશાસન લોકોમાં
અષ્ટાધ્યાયી અથવા પાણિનીયાષ્ટકના રૂપમાં જાણીતું છે !!!
પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયી થી સંસ્કૃત ભાષાને અમરતા પ્રદાન કરી
એમની વ્યાકરણની રીતિથી સંસ્કૃત ભાષાનાં બધાં જ અંગો આલૌકિત થઇ ઉઠયાં
સર્વશાસ્ત્રોપકારકના રૂપમાં પાણિનીય અષ્ટાધ્યાયી ની સહાયતા થી
આપણને ક્યાંયપણ માર્ગ શોધવામાં કઠિનાઈ નથી થતી !!!
સંસારની અનેક ભાષાઓ નિયમિત વ્યાકરણના અભાવમાં
કા તો લુપ્ત થઇ ગઈ છે અથવા એટલી દુરૂહ છેકે એ સમજવી જ દુષ્કર છે !!!!
કિન્તુ સંસ્કૃતભાષાનું ગદ્ય અને પદ્ય એ બંનેય પાણિનિસસ્ત્રથી નિયમિત હોવાનાં કારણેસદાય સુબોધ બની રહે છે !!!!
આજે પણ આપણે પાણિનીય અષ્ટાધ્યાયીની સહાયતાથી સંસ્કૃતના પ્રાચિનતમ સાહિત્યથી લઈને નવીનતમ રચનાઓનો રસાસ્વાદ કરી શકીએ છીએ !!!!

પોતાનાં વ્યાકરણને પૂર્વ એવંસર્વગ્રાહી બનાવવા માટે પાણિનિએ દેશાટન કરીને ભારતના વિભિન્ન જન્પદોની ભાષા
એમનાં રીતિ-વ્યવહાર ,વેશભૂષા, ઉદ્યોગ -ધંધા તથા એમનાં વ્યક્તિ અને જાતિ -વાચક નામો વિષે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું !!!!
અત: એમનું વ્યાકરણ ન કેવળ શબ્દાનુશાસ્નની દ્રષ્ટિએ પરિપૂર્ણ છે
અપિતુ એ તત્કાલીન સભ્યતા અને સંસ્કૃતિનો વિશ્વસનીય અને પ્રમાણિક ઈતિહાસ પણ છે !!!
પાણિનીય વ્યાકરણ એટલું સુવ્યવસ્થિત ,વૈજ્ઞાનિક , લાઘવપૂર્ણ અને સર્વાંગપૂર્ણ સિદ્ધ થયું કે એમની સામે સમસ્ત વ્યાકરણ ગૌણ બની ગયાં !!!!
એટલે સુધી કે ધીરે ધીરે પ્રાદેશિક વ્યાકરણણોનું પ્રચલન બંધ જ થઇ ગયું અને કલાન્તરમાં એ નષ્ટપ્રાય થઇ ગયાં
પાણિનીય અષ્ટાધ્યાયીનાં આઠ અવયવોમાં થી પ્રત્યેક અધ્યાયમાં ચાર પદ છે
અને કુલ મળીને લગભગ ૪૦૦૦ સુત્રો છે !!!
અષ્ટાધ્યાયીનાં સુત્રોની સંખ્યાના વિષયમાં વિદ્વાનોમાં થોડો વિવાદ છે …..
કેટલાંકવિદ્વાનો સુત્રોની સંખ્યા ૩૯૮૧ માને છે !!!!
એમાં યાદે ૧૪ પ્રત્યાહાર -સૂત્ર જોડી દઈએ તો આ સંખ્યા ૩૯૯૫ થઇ જાય છે …..
અષ્ટાધ્યાયી ને વેદાંગ માનવાવાળાંની પરંપરામાં પ્રચલિત મૌખિક પાઠમાં આ સંખ્યા ૩૯૮૩ છે
કાશિકા અને સિધ્ધાંત કૌમુદી ના પરંપરાગત પાઠ અનુસાર પણ ૩૯૮૩ સંખ્યા જ અપાયેલી છે !!!!

અધ્યાય ———–

વ્યાકરણીય પ્રક્રિયાની દ્રષ્ટિએ અષ્ટાધ્યાયીને મુખ્ય રૂપમાં ૩ ભાગોમાં વિભક્ત કરી શકાય છે
[૧] —— વાક્યોના પદોનું સંકલન (૧-૨ અધ્યાય )
[૨] ——-પદોનો પ્રકૃતિ – પ્રત્યયમાં વિભાગ ( ૩-૫ અધ્યાય )
[૩] ——- પ્રકૃતિ પ્રત્યયો ની સ્થાઈ સાથે આગમ આદેશાદિનું સંયોજન કરીને પરિનિષ્ઠિત પદોનું નિર્માણ ( ૬-૮ અધ્યાય )

? અષ્ટાધ્યયીના પ્રથમ ૨ અધ્યાયોમાં પદોનું સુબન્ત,તિડન્ત ભેદો અને વાક્યોમાં એમનાંપરસ્પર સંબંધ પર વિચાર કરવામાં આવ્યો છે !!!
તૃતીય અધ્યાયમાં ધાતુઓથી શબ્દ-સિદ્ધિનું વિવેચન તથા ચતુર્થ અને અપન્ચ્મ અધ્યાયમાં પ્રતિપદિકાઓ એવં શબ્દસિદ્ધિનો વિચાર છે !!!!
ષષ્ઠ એવં સપ્તમ અધ્યાયોમાં સુબન્ત એવં તિડન્ત શબ્દોની પર્કૃતિ – પ્રત્યયાત્મ્ક સિદ્ધિ એવામ સત્રોનું વિવેચન છે
તથા અષ્ટમ અધ્યાયમાં સન્નિહિત પદોનાં શીઘ્રોચ્ચારણથી વર્ણો અને સ્ત્રો પર પડવાંવાળાપ્રભાવની ચર્ચા છે
યદિ પ્રતિપાદ્ય વિષયોની દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો સંજ્ઞા અને પરિભાષા ,સ્વરો અને વ્યંજનોના પ્રકાર
ધાતુસિદ્ધ, ક્રિયાપદ, કારક, વિભક્તિ , એકશેષ સમાસ, કૃદંત , સુબન્ત, તાદ્વિત, આગમ અને આદેશ ,સ્વર વિચાર ,દિલ અને સંધિ ——- આ અષ્ટાધ્યાયીના પ્રતિપાદ્ય વિષય છે !!!!

અષ્ટાધ્યાયી સંહિતા ———–

પાણિનિએ સંપૂર્ણ અષ્ટાધ્યાયી સંહિતા પાઠમાં રછી હતી
મહાભાષ્યમાં લખ્યું છે કે ——
“ઉપમયા હિ તુલ્યા સંહિતા સ્થાનેન્તરમ ઉરણ રપર : ઇતિ ।
આ પ્રકારના પ્રમાણોથી એઓ સ્પષ્ટ જ છે કે પાણિનિએ અષ્ટાધ્યાયી સંહિતા પાઠમાં રચી હતી
યદ્યપિ પાણિનિએ પ્રવચનકાળમાં સુત્રોનો વિચ્છેદ અવશ્ય કર્યો હશે
(કારણકે એના વિના સુત્રાર્થનું પ્રવચન સંભવ નથી )
તદ્યાપિ પતંજલિએ એમનાં સંહિતા પાઠને જ પ્રમાણિક માન્યાં છે
પાણિનીય વ્યાકરણમાં ઘણા સ્થાનો પર પ્રાચીન વ્યાકરણોના શ્લોકાંશોની સ્પષ્ટ ઝલક ઉપલબ્ધ થાય છે
જેમકે —-
“તદસ્મૈ દીપતે યુક્તં શ્રાણામાંસૌદનાટ્ટઠીન । ”
આ નૌશ્તુપના ૨ ચરણ હતાં
એમાં પાણિનએ યંકતંનું નિયુક્તમ વાંચીને એ બે સુત્રોનું પ્રવચન કર્યું હતું
આચાર્ય યુધિષ્ઠિર મીમાંસકજીના અનુસાર યદ્યપિ પાણિનિએ પોતાના શાસ્ત્રના પ્રવચનમાં સંપૂર્ણ પ્રાચીન વાંગ્મય નો ઉપયોગ કર્યો છે
તો પણ પાણિનિનું પ્રધાન ઉપજીવ્ય આપિશલ વ્યાકરણ છે !!!

સૂત્ર ———–

અષ્ટાધ્યાયીના પ્રત્યેક પદની વિભિન્ન સંજ્ઞાઓ ઉસ – ઉસ પાદનાં પ્રથમ સૂત્ર ના આધાર પર જ રાખવામાં આવેલી છે !!!!!

ગાઙટાદિપાદ
ભૂપાદ:
દ્વિગુપાદ
સમ્બન્ધપાદ
અઙપાદ

પાણિનિની અષ્ટાધ્યાયી ના અનુશીલનથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે
જે સંસ્કૃતભાષાનું વ્યાકરણ તેઓ લખી રહ્યાં હતાં ………… તે લોકભાષા હતી !!!!
સેંકડો એવાં સુત્રો છે કે જેમનો ઉપયોગ વ્યવહાર -ગમ્ય શબ્દો ની સિદ્ધિનાં નિમિત્ત જ હોય છે !!!!
કોઈ શાસ્ત્રીય શબ્દ માટે નહીં !!!!
ઉદાહરણાર્થ ——પ્લુતવિધાનની યુક્તિમત્તા – પ્લુતવિધાનના નિમિત્ત અન્ર્ક સુત્રો છે !!!!

દૂરથી બોલાવવા માટે પ્રયુક્ત વાક્યની પ્લુત સંજ્ઞા હોય છે —- સક્તૂન પીબ દેવદત્ત ૩ અહીંયા દત્તનો અંતિમ આકાર પ્લુત થયો છે !!!
દેવાદ્ત્તને દૂરથીજ બોલાવવો હોય તો દેવ્દાત્તમાં ત્રણ સ્થળોમાં ક્રમશ: પ્લુત થશે ———- દેવદત્ત ,દેવદત્ત , દેવદત્ત ૩ !!!!

પાણિનિએ વ્યવહારમાં પ્રયુક્ત થવાંવાળી વસ્તુઓનાં નામ સિદ્ધ કરવાં માટે સુત્રોનું નિર્માણ કર્યું છે
આ વસ્તુઓનો સંબંધ શાસ્ત્રોથી નહીં પણ લોકસંસ્કૃતિ સાથે છે
ઉદાહરણાર્થ —— જેટલું અનાજ એક ખેતરમાં વાવવામાં આવે છે
એટલાંથી જ એનું નામકરણ પાણિનિએ કર્યું છે
પ્રાસ્થિક, દ્રૌણીક તથા ખારિકઆદિ શબ્દ આજ નિયમથી બનેલાંછે !!!!
અષ્ટાધ્યાયીમાં એ સમયે પ્રચલિત એવાં મુહાવરાનો પ્રયોગ જે સંસ્કૃતને લોકભાષા સિદ્ધ કરે છે !!!
વિવિધ પ્રયોગો આને સિદ્ધ કરે છે !!!!
શ્યોત્થાન ધાવતિ-સેજમાંથી ઉઠીને સીધાંજ ઉઠીને દોડતાંહોય છે !!!
અર્થાત શીઘ્રતાને કારણે આ અન્ય આવશ્યક કાર્યોની પરવાહ કાર્ય વગર જ દોડે છે !!!!

 ગ્રંથ ————

પાણિનિએ પૂર્વાચાર્યો દ્વારા નિર્દિષ્ટ પ્રભુત સંજ્ઞાઓ નો પ્રયોગ પોતાનાં ગ્રંથમાં કર્યો છે
પરંતુ લાઘવના નિમિત્ત એમણે અનેક સ્વોપજ્ઞ સંજ્ઞાઓ ઉદ્ભવિત કરી છે ……..
જેમકે ઘુ સંજ્ઞા – દ્રાધાધ્વદાપ
ઘ સંજ્ઞા – તરતમપૌ
ઘ વૃદ્ધ સંજ્ઞા —વૃદ્રો યુના
ગોત્ર સંજ્ઞા – અપત્યં પૌત્રપુભૃતિ ગોત્રમ

પાઠાંતર ———-

પાણિનિ અષ્ટાધ્યાયીના બધાંજ પાઠાંતર ઉપલબ્ધ જ છે’
આ પાઠાંતરોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે

કેટલાંક પાઠાંતર એવાં પણ હોય છે જે પાણિનિના સ્વકીય પ્રવચન -ભેદથી ઉત્પન્ન થયેલાંછે યથા -ઉપયથા હયાચાર્યેણ શિષ્યા : સૂત્રં પ્રતિપાદિતા
વૃત્તિકારોની સમસ્યાનાં ભેદથી —– કાંઠેવિધ્ધિભ્ય: ઈત્ય્ણ્યે પઠન્તિ
લેખકના પ્રમાદથી યથા —- એવં ચટકાદૈરત્વેતત સુત્રમાસીત ઇદ્રાનીં પ્રમાદાત ચટકાયા : ઇતિ પાઠ : ।

પાણિનિએ આઉપ્રાંત અનેક ગ્રંથો રચ્યા છે
એમાં એમનો સ્ફોટવાદ બહુજ પ્રખ્યાત છે

સંક્ષેપમાં ——

પાણિનિ ઋષિ પૂર્ણ વાસ્તવવાદી હતાં
અને તત્કાલીન લોકભાષા અને શાસ્ત્રીય ભાષા
એ બંનેનું વ્યાકરણ એમણેજ રચ્યું હતું
આ વિષયમાં એ પૂર્ણ યશસ્વી અને આદર્શ વ્યાકરણકાર હતાં
એ તો નિશ્ચિતરૂપે માનવું જ રહ્યું

આવાં પ્રકાંડ વિદ્વાન વ્યાકરણશાસ્ત્રીને
શત શત નમન !!!

——— જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!