જયારે મહારાજા ગંગાસિંહે દેશી રાજયોની સુધારણા હાથ ધરી

દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. તેવા સમયે બિકાનેરના દૂરદેશી મહારાજા ગંગાસિંહ નરેન્દ્ર મંડળને દોરવણી દઇ રહ્યા હતા. આવતા યુગને ઓળખનાર મહારાજાએ એક ઠરાવ પેશ કર્યો. આ ઠરાવ દેશી રાજ્યોની આંતરિક સુધારણાને લગતો હતો.

આ ઠરાવ મૂકતા તેમણે પ્રજાના હક અને સત્તા વિશે દ્રઢતાપૂર્વક પક્ષ કરતા કહ્યું હતું કે ભવિષ્યની રાજ્ય વ્યવસ્થાનો આધાર રાજા રૈયત તરફ કેવી રીતે વર્તે છે. તેના ઉપર રહેશે. લોકોના સંતોષ અને જ્ઞાતિમાં સુખી અને દ્રઢ રાજ્ય વ્યવસ્થાનો પાયો છે. સારા વહીવટવાળા રાજ્યમાં રાજા અને પ્રજાનું હિત એક જ છે. કાં તો તેઓ બંને સાથે ઉભા રહી શકશે અથવા નાશ પામશે. એટલું રાજકર્તાનું ખરૃં હિત પ્રજાનું હિત વધારવું એ જ છે. કેટલાક ટીકાકારો કહે છે તે ખરૃં છે કે દેશી રાજકર્તાનું બળ બ્રિટીશ સંગીન ઉપર નહીં, પરંતુ પોતાની પ્રજાની ભક્તિ અને પ્રેમ ઉપર નિર્ભર છે. ત્યારબાદ તે નામદારે બટલર કમિટી તેના કાર્યની અગત્ય, તેના પ્રયત્ન અને તેની ભલામણથી રાજ્યોને થનાર લાભો ઉપર ખાસ ભાર મૂક્યો અને જણાવ્યું હતું કે કમિટીની ભલામણોને પરિણામે રાજ્યોનો તાજ તેમજ સામ્રાજ્ય સાથે વધારે મજબૂત અને બલિષ્ઠ સબંધ જોડાશે.

ત્યારબાદ તેમણે જણાવ્યું કે અત્યારે બ્રિટીશ હિંદમાં જે રાજદ્વારી ચળવળ ચાલી રહી છે તે સંબંધે હું બેદરકાર નથી. લોકોને રાજ્યસત્તામા હક હોવો જોઇએ. એવો લોકશાસનનો પવન આખી દુનિયામાં વાઇ રહ્યો છે અને એથી આપણી પ્રજામાં પણ વાજબી ઇચ્છાઓ ઉત્પન્ન થાય તે તરફ ઉદાસીન ન રહી શકાય. ૧૯૨૬ ની ૧૬મી ઓગસ્ટે બીકાનેરમાં મળેલી મીનીસ્ટર્સની કોન્ફરન્સમા તેમણે જે કહેલું ને ફરી કહ્યું છે. ‘જે ગંભીરતાપૂર્વક સત્યથી વિચાર કરે છે તે એક વાત તરપ દુર્લક્ષ ન રાખી શકે કે આપણું ભવિષ્ય, છેક નહીં તો મોટે ભાગે આપણા પોતાના રાજકર્તાઓના ઉપર અને પરમેશ્વરે રાજાઓને જે જવાબદારી સુપ્રત કરી છે તે કેટલેક દરજ્જે અદા કરે છે. તેના ઉપર તેમજ આપણે કઇ રીતે રાજ્ય વહીવટ ચલાવીએ છીએ તે ઉપર અને રાજ્યનું તથા પ્રજાનું કલ્યાણ કરવાના મુખ્ય પ્રશ્ન ઉપર આપણે કેટલું કેટલું લક્ષ આપીએ છીએ. તેના ઉપર રહેલું છે. અત્યારે સમય વિકટ છે. અમુક પ્રકારના રાજદ્વારી વિચારના માણસોનું વલણ આપણી તરફેણમાં નથી તે પણ ધ્યાનમાં લેવું જોઇએ.

જમાનો બદલાતો જાય છે. રાજાઓએ અને રાજ્યોએ પણ હાલના વાતાવરણને અનુકૂળ થવું પડશે. આપણાના ઘણા રાજ્યોએ તો અમુક ધ્યેય તરફ પહોંચવાને ઉઠાવેલી જહેમતમા સફળતા મેળવી છે. તે ખુશી થવા જેવું છે. જ્યારે બીજી બાજુએ નિ:સંદેહ કેટલાક રાજ્યોમાં સુધારણાની જરૂર છે. રાજકર્તાઓને અને તેમના દીવાનોને ઘટે છે કે તેમણે પોતાની ફરજ બજાવવામાં લગાર પણ કચાશ ન રાખવી. કારણ કે જો આપણે આપમી ફરજ યોગ્ય રીતે બજાવીશું અને જવાબદારી નહીં ભૂલીએ તો દયાળુ પ્રભુ જરૂર આપણને યોગ્ય માર્ગે દોરશે. ન્યાય અને કારોબારી ખાતુ અલગ કરવાનો ઉલ્લેખ કરતા અને રાજ્યના વહીવટમાં વચ્ચે પડવાની પધ્ધતિ વખોડતા વચ્ચે પડવાની પદ્ધતિ વખોડતા અને પોતપોતાના રાજ્યમાં સુધારા દાખલ કરવાની વિનતી કરતાં તે નામદારે સારા રાજ્ય વહીવટ માટે આટલા મુદા જણાવ્યાં.

(૧) રાજકર્તાએ ચોક્કસ રકમ ખાનગી ખર્ચ માટે રાખી, અંગત ખર્ચ તેમજ રાજ્ય ખર્ચ જુદા પાડવા.

(ર) કાયદો અને વ્યવસ્થા જાળવવા હોશિયાર અને પ્રમાણિક પોલીસ રાખવી. જાનમાલનું રક્ષણ કરવું.

(૩) ન્યાયખાતું સાવ સ્વતંત્ર રાખવું.

(૪) કાયદાની સત્તા તેનું નિશ્ચિતપણું તેની સમાનતા તેનું પાલન અને સ્થાનિક સંયોગો લક્ષમાં લઇ જvર પડે ત્યાં બ્રિટીશ કાયદા કરતાં સુધારો વધારો.

(પ) જાહેર નોકરીઓની સ્થિરતા

(૬) સુયોગ્ય અવિચ્છિત રાજ્ય વહીવટ

(૭) પ્રજાના સામાન્ય હિત અને સંતોષ માટે રાજ્ય વહીવટી, ત્યારબાદ મહારાજાએ રાજકર્તાનું અંગત ખર્ચ, રાજ્ય ખર્ચીથી અસલના હિંદુ રાજાઓને પણ અમુક ચોક્કસ રકમ કે રાજ્યની કુલ આવકના અમુક ટકા જ લેવાનો અધિકાર હતો. તેમ બીજા અર્વાચીન રાજ્યોમાં પમ ઉપરોક્ત બેમાંથી એક રીતે સિવીલીસ્ટ નક્કી કરેલું હોય છે. દરેક સયોગોમાં આવકના અમુક ટકા લિ ન શકાય તેવું બને નહીં તે વાતનો સ્વિકાર કરતા છતાં તેમણે જણાવ્યું કે, જો આ પ્રમાણે કડક રીતે નિયમ પાળવામાં નહીં આવે તો જે દ્રવ્ય પ્રજાના જીવન વિકાસ માટે, નાગરિકો માટે અને રાજ્યના સામાન્ય હિત અર્થે વપરાવું જોઇએ તે નહી વપરાય અને તે સ્થિતિ રાજ્ય, રાજકરતા અને તેના વંશને માટે અનિષ્ટ છે.

આ પ્રમાણે રાજ્યમાં સુધારાની અગત્ય, ખાનગી ખર્ચ જુદું રાખવાની જરૃરીયાત તથા આવકના અમુક ટકા જ લેવા એ વગેરે બાબતો કદી બીકાનેરના મહારાજાએ નરેન્દ્ર મંડળના હાજર રહેલા રાજકર્તાઓને જણાવ્યંુ કે રાજાઓની કિંમત તેમની પ્રજામાં શાંતિ અને સંતોષ કેટલે અંશે ફેલાઇ શકે છે અને પ્રજામાં વફાદારી તથા માન અકાશે. ત્યારબાદ ના.વાઇસરોયે કેટલુંક વિવેચન કર્યું તેમાં તેમણે ખાસ ઇશારો કર્યો કે રાજકર્તાઓ દરેક વર્ષે યુરોપમાં મુસાફરીએ જાય છે. તે મારા અભિપ્રાય પ્રમાણે રાજ્યની મહેસૂલનો દુર્વ્યય છે. એટલું જ નહીં પણ તેથી રાજાની અંગત દેખરેખના લાભાર્થી રાજ્ય વંચિત રહે છે.

વધુ માહિતી
આ બેઠક ઇ.સ. ૧૯૨૭માં મળી હતી. મહારાજા ગંગાસિંહે વિદેશમાં યુદ્ધ મોરચે સેવા આપી હતી.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!