⚔️ ભારતનો એક વીર યોદ્ધો ⚔️

જયારે જીવનમાં કોઈ મોટી અસફળતાનો સામનો કરવો પડે, બધુંજ આપની ઈચ્છા વિરુદ્ધનું થાય, નિરાશાઓ તમને ઘેરી લે ત્યારે આ વ્યક્તિનું જીવન ચરિત્ર જરૂર વાંચજો તમારો આત્મ વિશ્વાસ વધશે જ !!!! ઇસવીસન ૧૭૬૧માં પાણીપતનાં યુધમાં મરાઠાઓને દુરાની, રોહીલ્લો અને બંગાળની સંયુક્ત સેના દ્વારા બહુજ મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. મરાઠાઓની લગભગ એક પેઢી આ યુધ્ધમાં વીરગતિ પામી હતી. એ વખતે કદાચ કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે “મરાઠા” શબ્દ આટલો બધો ઉત્તર ભારતમાં પ્રચલિત થશે?

પણ આનાથી બિલકુલ વિપરીત …….
આ યુધ્ધમાં ગંભીર રીતે જખમી થયા હોવા છતાં અને એમાંથી બચી નીકળેલાં આ વીર યોદ્ધાએ દસ વર્ષ પછી આખા ઉત્તર ભારતમાં ભૂખ્યા સિંહની જેમ તૂટી પડીને હાહાકાર મચાવી દીધો હતો. પાણીપતમાં અહમદશાહ અબ્દાલીને અમ્નાત્ર આપનાર નજીબખાન રોહલેના રોહિલખંડને પૂરી રીતે નેસ્તનાબુદ કરી નાંખ્યું એની રાજધાની નજીબાબાદ લુંટી લીધી. નજીબખાનતો પહેલેથી જ મરી ગયો હતો. તો એની કબર ખોદી નાંખી અને એના બેટા ઝ્બીતા ખાનને મુલક છોડીને ભાગી જવું પડયુ હતું. આગળ જતાં આ મહાન યોદ્ધાએ લાહોર પણ લુંટી લીધું. ત્યાથી લુંટમાંથી તેઓ સોમનાથ મંદિરના દ્વાર પણ લેતાં આવ્યાં. આજે એજ દ્વાર ઉજ્જૈનના ગોપાલ મંદિરની શોભા વધારે છે !!!

આટલું બધું કાર્ય પછી પણ એ ચુપ ના બેઠો એમણે તે સમયે નવા નવા પગરણ માંડતા વિદેશી અંગ્રેજોને પણ મધ્ય ભારતમાં જીત હાંસલ કરી. ઉત્તર અને મધ્ય ભારતમાં પોતાનો કેસરિયો ધ્વજ ફરકાવીને એમને દક્ષિણમાં એક પછી એક નિઝામ અને હીદારાલી એ બંનેને મહાત કરીને પોતાનું એકછત્ર કાયમ કર્યું !!! વિદેશી ઈતિહાસકારો એને એ સમયનો દક્ષિણ એશિયાનો સૌથી શક્તિશાળી રાજા માનતાં હતાં

આ પ્રકારે પોતાની મોટી હાર થયા હોવાં છતાં પણ આ વ્યક્તિએ જરાય તૂટ્યા વગર એ વ્યક્તિએ પોતાનામાં નવો ઉમંગ અને જોશ ભરીને ભારતમાં ચારેય દિશાઓમાં જીત હાંસલ કરી ?

અફઘાન રોહિલા મુગલ, નિઝામ, ટીપુ સુલતાન, અંગ્રેજો એમ કોઈપણ યોધ્ધાઓ એના આત્મબલની સામે ના ટકી શક્યા
એમાં કોઈજ શક નથી કે ——
જો આ માણસ હજી ૧૦ વરસ વધારે જીવ્યો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત !!! પણ ઈસ્વીસન ૧૭૯૪માં આ મહાન રણસૂર્યનો અસ્ત થઇ ગયો અને લગભગ એના ૨૫ વર્ષ પછી ભારત અંગ્રેજોનું ગુલામ થઇ ગયું !!!
તમે બધાં જાણો તો છો જ ને આ મહાન યોદ્ધાને !!!!
ના જાણતા હોવ તો હું જણાવી દુ કે એ મહાન યોદ્ધાનું નામ હતું ——– મહાદજી સિંધિયા (સિંદે) 
ધ ગ્રેટ મરાઠા !!!

એ આપણી કમનસીબી છે કે ભારત એમને માત્ર પાણીપતનાં યુધ્ધમાં હારનાર એક વીર યોદ્ધા તરીકે જ ઓળખે છે અને જુએ છે અને એજ વાત આગળ કરે છે. પણ ત્યાર પછી એમણે શું કર્યું એમાં કોઈને જ રસ નથી !!!
આને ઇતિહાસ ના કહેવાય.
ઈતિહાસ હંમેશા સત્યઘટનાઓ અને હકીતનો જ મોહતાજ હોય છે. પણ શરત માત્ર એટલી કે એને સાચી રીતે જ રજુ કરાય …….નહીં કે મારી મચડીને !!!!

? બાકી ———-
ભારતનું ગૌરવ છે આ મહાદજી સિંધિયા
શત શત નમન મહાદજી સિંધિયા !!!!

——– જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!