માં પાર્વતીજીની પ્રાગટ્ય કથા

પાર્વતી દેવી પર્વત રાજ હિમાવન અને મેનાની કન્યા છે. મેના અને હિમાવને આદિશક્તિના વરદાનથી આદિશક્તિને કન્યાના રૂપમાં પ્રાપ્ત કરી. એમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. એ ભૂતપૂર્વ સતી તથા આદિશક્તિ હતી. એમને ઉમા, ગિરિજા અને શિવા પણ કહેવાય છે

માં પાર્વતી શક્તિનો અવતાર છે અને ભગવાન કાર્તિકેય અને ભગવાન ગણેશજીની માં અને ભગવાન શિવની પત્ની છે !!!

માં પાર્વતીની જન્મ કથા  ——–

દેવી પાર્વતીની કથા બારીકાઈથી જોઈએ તો ભગવાન શિવ જોડે સંબંધિત છે. એમનો જન્મ સતીના અવતારમાં થયો હતો. કારણકે દેવી માં પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરી શકે !!! પણ ભગવાન શિવે પત્ની સતીને સતીના રૂપમાં ખોઈ નાંખ્યા. એમની સંગ એ એક દીકરાને જન્મ આપવાની હતી જે રાક્ષસોને હરાવી શકે અને બ્રહ્માંડની રક્ષા કરી શકે !!!!

પર્વત માટે “પહાડ” અને સ્ત્રી માટે “પાર્વતી”નો અનુવાદ છે ——— “પહાડની સ્ત્રી” જે પહાડોની દીકરી છે !!! એમનાં પિતાનું નામ હિમાવન (પહાડોના સ્વામી) જે હિમાલયનો અવતાર હતાં. એમની માનું નામ મેના હતું !!! અને એ પાર્વતીને ઉમા બોલાવતાં હતાં …….. એમનું સપનું હતું કે ભગવાન શિવ સાથે લગન કરી લે. નારદ મુનિના માર્ગદર્શન હેઠળ એ તપસ્યા કરવા તૈયાર થઇ ગઈ હતી. જેથી કરીને એ ભગવાન શિવ સાથે લગ્ન કરી શકે !!! એમને તપસ્યા સરુ કરી દીધી, ભગવાનને ખુશ કરીને તાકિ એ એમની ઈચ્છા પૂરી કરી શકે. આ બધી પરેશાનીઓ અને બાધાઓ વિરુદ્ધ એમણે સૌથી કઠીન તપસ્યા કરી. અંતમાં ભગવાન શિવ , પાર્વતીની ભક્તિની પરીક્ષા કરવા માટે એક બીજાં સ્વરૂપમાં જ આવીને ભગવાન શિવની બુરાઈઓ કરવાં લાગ્યાં. તો પણ એ માં પાર્વતીનો ફેંસલો ના બદલી શક્યા. ભગવાન શિવ માં પાર્વતીની ભક્તિથી ખુશ થયાં અને એમને જીવનસાથીના રૂપમાં સ્વીકાર કર્યા. લગ્ન પછી પાર્વતી કૈલાસ ભણી પ્રસ્થાન કરે છે જે ભગવાન શિવનું ઘર છે !!!

થોડા મહિના પછી એમણે એક દીકરાને જન્મ આપ્યો. એમનું નામ કાર્તિકેય !!! આ પુત્રે તારકાસુરનો વધ કર્યો હતો.

સ્કંદ પુરાણ અનુસાર માં પાર્વતી પહેલાં કૃષ્ણવર્ણ હતી. પરંતુ અનરકેશ્વર તીર્થમાં સ્નાન કરીને શિવલિંગનું દીપદાન કર્યા પછી એ ગૌરવર્ણના થઇ ગયા. પર્વતકન્યા એવં પાર્વતીની અધિષ્ઠાત દેવી હોવાનાં કારને એમનું નામ પાર્વતી પડ્યું હતી. એ નૃત્યના બે મુખ્ય ભેદોમાં મૃદુ અથવા લાસ્યની આદિપ્રવાર્તિકા મનાય છે !!!

સતીના આત્મદાહ ઉપરાંત વિશ્વ શક્તિહીન થઇ ગયું હતું. એ ભયાવહ સ્થિતમાં ત્રસ્ત મહાત્માઓએ દેવીની આરાધના કરી. તારક નામના દૈત્યે બધાંને પરાસ્ત કરીને ત્રૈલોક્ય પર એકાધિકાર જમાવી દીધો હતો. બ્રહ્માજીએ એમને શક્તિ આપી હતી કે અને એને એમ પણ કહ્યું હતું કે શિવના ઔરસ પુત્રના હાથે એ માર્યો જશે. શિવને પત્ની હીન જોઇને તારક આદિ દૈત્યો પ્રસન્ન હતા. દેવતાગણ દેવીના શરણમાં ગયાં. દેવીએ હિમાલયની એકાંત સાધનાથી પ્રસાન્ન થઈને દેવતાઓને કહ્યું  —- હિમાવનના ઘરમાં મારી શક્તિ ગૌરીના રૂપમાં જન્મ લેશે !!!!! શિવ એની જોડે વિવાહ કરીને પુત્રને જન્મ આપશે …….. જે તારકનો વધ કરશે !!!!

Ma Parvati

વિવાહ સંબંધી ૨ કથાઓ  ———-

પાર્વતીએ સ્વયંવરમાં શિવને ના જોયા તો એને એમનું સ્મરણ કર્યું અને એ આકાશમાં પ્રગટ થયાં પાર્વતીએ એમનું વરણ કર્યું  !!!!

હિમાવનના પુરોહીત પાર્વતીની ઈચ્છા બતાવીને શિવ પાસે વિવાહનો પ્રસ્તાવ લઈને પહોંચ્યા. શિવે પોતાની પ્રાધનતા ઈત્યદિ વગરે તરફ સંકેત કર્યો અને વિવાહના આઉચિત્ય પર વિચાર કરવાનું કહ્યું. પુરોહિતે પુન: આગ્રહ કર્યો તો શિવજી માની ગયાં …… શિવે પુરોહિત અને નૈને વિભૂતિ પ્રદાન કરી. નાઈએ એ માર્ગમાં જ ફેંકી દીધી અને પુરોહિત પર બહુજ રુષ્ટ થયો કે. એ બળદવાળા અવધૂત જોડે રાજકુમારીનો વિવાહ પાકો કરીને આવ્યો છે !!!! નાઈએ આવું જ કૈંક આવીને રાજાને કહી સંભળાવ્યું !!!! પુરોહિતનું ઘર વિભૂતિને કારણે ધન-ધન્ય, રત્ન આદિથી યુક્ત થઇ ગયું. નાઈ એમાંથી અડધો ભાગ માંગવા લાગ્યો તો પુરોહિતે એને શિવ પાસે જવાની રાય આપી. શિવજીએ એને વિભૂતિ નાં આપી. નૈના શિવના દારિદ્રયનાં વિષયમાં સંભાળીને રાજાએ સંદેશ મોકલ્યો કે એ બારાતમાં સમસ્ત  દેવી-દેવતાઓ સહીત પહોંચ્યા. શિવજી હસી પડયા અને રાજાનાં મિથ્યાભિમાનને નષ્ટ કરવાંમાટે એક વૃદ્ધનો વેશ ધારણ કરીને, નંદીને પણ વૃદ્ધજેવું રૂપ બનાવીને હિમાવન તરફ આગળ વધ્યાં

માર્ગમાં લોકોને એ બતાવવામાં આવ્યું કે એ શિવ છે અને એ પાર્વતી સાથે વિવાહ કરવા આવ્યા છે સ્ત્રીઓએ એમને ઘેરીને બહુજ માર્યા !!! સ્ત્રીઓ એમને નોચી નોચીને ખારોચીને જતી રહી અને શિવે હસીને પોતાની ઝોળીમાંથી ટુવાલ કાઢીને એમની પાછળ નાંખી દીધો એમની શરીર ત્વાલ્ન કરડવાથી સુઝી ગયું. શુક્ર અને શનિદેવ દુખી થયાં પણ શિવજી તો હસતા જ રહ્યાં. માં-બાપને દુખી જોઇને પાર્વતીએ વિજય નામની એક સખીને બોલાવીને શિવ સુધી પહોંચાડવા માટે એક પત્ર આપ્યો. જેમાં પાર્થના કરી હતી કે —– એ પોતાની આ માયા સમેટીને પાર્વતીના અપમાનનું હરન કરે !!!!

પાર્વતીની પ્રેરણાથી હિમાવન શિવની આગેવાની કરવાં ગયાં એને જોઇને શુક્ર અને શનિચર ભૂખથી રડવાં લાગ્યાં. હિમાવન એમને સાથે લઇ ગયાં. એક ગરાસમાં જ એમને બધુજ ભોજન સમાપ્ત કરી દીધું. જયારે હિમાવન પાસે કશુજ ના બચ્યું તો શિવને એમણે ઝોળીમાંથી કાઢીને એક-એક બૂટી આપી !!! અને એ તૃપ્ત થઇ ગયાં ……. હિમાવન પુન: આગેવાની કરવા ગયાંતો એમનો અન્ન ઇત્યાદિનો ભંડાર પૂર્વવત થઇ ગયો. સમસ્ત દેવતાઓ સાથે બારત સાથે પધારીને શિવે ગીરીજા સાથે વિવાહ કર્યા

ત્યાર બાદ તેઓ શિવધામ કૈલાશ પર જતાં રહ્યા. ત્યાં બંનેનું જીવન સુખમય વીતવા લાગ્યું. એમને પ્રથમ કાર્તિકેય અને ત્યારબાદ ગણેશજીને જન્મ આપ્યો !!!!’ આ બંને પુત્રોએ ઘણા રાક્ષસોને માર્યા હતાં!!

? શક્તિ સ્વરુપેન દેવી માં પાર્વતીને
શત શત નમન !!!!

———– જનમેજય અધ્વર્યુ

?????????

Facebook Comments
error: Content is protected !!