અભંગ યોધ્ધા લોમા ખુમાણ

ગુજરાતની રાજકિય પરીસ્થીતીઃ
ગુજરાત ની રાજકિય પરસ્થીતી ઇતિમાદખાનના જાપ્તા મા રહિ નામ માત્રના સુલતાન એવા અહમદખાન ત્રુતિય ના બિનવારસ મરણ પછી ખુબ નાટકિય સ્વરુપ મા બદલાઇ. બધા આમીરો સુલ્તાન બનવા અથવા સ્વતંત્ર થવા આતુર હતા. છેવટે સુલતાનના હત્યારા ઇતિમાદે જ અહમદના અનૌરસ પુત્ર શમ્સ-ઉદ-દીન મુજ્જ્ફર ને ગાદિ અપાવી તેના વતી પોતે વહિવટ કરવા લાગેલ. સલ્તનકાળ ના આમીરો સ્વછંદ અને રક્તપીપાસુ બન્યા હતા, ઇતિમાદખાન પર કોઇ આમીરો ને ભરોસો નહતો, ચંગીજ ખાન નામના ભરુચ ના આમીરે અમદાવાદ પર આક્રમણ કરી જીતી લિધુ, મુજ્જફરશાહ ને ડુંગરપુર ભાગી જવુ પડ્યુ, અમદાવાદ પર ખાનદેશ ચડી આવ્યુ ચંગીજ ખાન એમા વિજય તો પામ્યો પણ હબસી આમીરો એ મારી નાખ્યો.

આમિરો ના અંદરો અંદર ના ઝઘડાઓ નુ પરિણામ એ આવ્યુ કે ઇતિમાદે છેવટે અકબર ને સંદેશ મોકલ્યુ કેઃ’ ગુજરાત હવે તેની પ્રતિક્ષામાં છે’. અકબરે તક નો લાભ ઉઠાવ્યો પોતાના પીતા હુમાયુએ એક વખત બહાદુરશાહ ને હરાવી અમદાવાદ જીતી ને તેર જ માસ મા જ ખોયુ હતુ તે અમદાવાદ સહિત ના ગુજરાતને જીતવા નો અવસર જોઇ અકબરે આમીરો ને તાબે કર્યા.પોતાના દુધભાઇ અજીજ કોકા ને સુબેદાર રાખ્યો અને મુજ્જફર ને પકડી દિલ્લી રવાના કર્યો જ્યા તેની જાપ્તામાં પરવરીશ થઇ રહિ હતી, વચ્ચે ફરી થયેલા વિદ્રોહ ને કચડવા અકબર ને ફરી આવવુ પડેલુ પણ એકંદરે ખાસ મુશ્કેલી વગર મુગલો ના પુરોગામી શાસક થી સ્વતંત્ર થયેલ ગુજરાત સલ્તનકાળ ગુમાવી ફરી ઇ.સ.૧૫૭૪ મા દિલ્લી હેઠળ સુબાગીરી શાસન માં આવી ગયુ.

કાઠીઓ ની મદદ થી મુજ્જફરની ફતેહઃ

મુજ્જફર નુ મન પોતે નાની જાગીર થી સંતુષ્ટ રહિ પોતાની સેવા થી જીંદગીભર અકબર ને સંતુષ્ટ કરવા નહતુ માનતુ. થોડા વર્ષ દિલ્લી રહિ મુઘલો વચ્ચે ઘડાઇ મુજ્જફર ગુજરાત આવ્યો. તે દરમીયાન ગુજરાત મુઘલ સુબાગીરી હેઠળ અજીજ કોકા પછી ક્રમશ મીરજા અબ્દુલરહિમખાં(૧૫૭૫ -૧૫૭૮) અને શાહિબુદ્દિન ખાન (૧૫૭૮ – ૧૫૮૩) પાસે આવી હતી. નવા સુબાએ જુનાગઢ ના અમીનખાન ના સેનાપતી ફતેહખાન શેરવાનીએ બળવો કરી મુઘલશાસન મા ભેળવી દેવા ના નિમંત્રણ નો સ્વીકાર કરી પોતાના ભત્રીજા મીરજા જાન ને જુનાગઢ પર આક્રમણ કરવા મોકલ્યો. જુનાગઢે જામ સત્રસાલ ની મદદ માંગી અને તેના લશ્કરે કોડીનાર મા સખત હાર આપી. તેના પછી અકબરને નિમંત્રણનાર ઇતિમાદ ખાન (૧૫૮૩) પાસે અમદાવાદ ની સુબાગીરી આવી.

ઇતિમાદખાને જુના સુબાના ૭૦૦ સૈનિકો ને પગાર ના પોસાવાના બહાના માં સેવાનિવૃત કર્યા, તેઓ મુજ્જફર ને આવી મળ્યા અને મુજ્જફર ખરેડી માં લોમા ખુમાણ ને મળ્યો. મુજ્જફરશાહ તથા ૭૦૦ વિદ્રોહિ મુઘલ સૈનિકો(બદાખીશ અને તુરાની મુસ્લિમ) સાથે લઇ લોમા ખુમાણે પોતાની ૩ હજાર કાઠીઓ ની ફૌજ લઇ અમદાવાદ તરફ કુચ કરી.કાઠીઓ મુજ્જફર ને ગાદિએ બેસાડવા અમદાવાદ તરફ ઝડપથી આવી રહ્યા હતા તેઓના ધોળકા પહોંચ્યાના સમાચાર મળતા અને ઇતિમાદખાન અને તેના સાથીદારો જુના સુબા શાહિબુદ્દિનની મદદ અને ફૌજ લાવવા કડી જવા રવાના થયા. આ તરફ મુજ્જફર રાઇખડ દરવાજે થી ઇતિમાદ ના પુત્ર શેરખાન ને હરાવી અમદાવાદ નો કિલ્લો જીતી લીધો. શાહિબુદ્દિન પણ સેના લઇ ને લડવા આવ્યો પણ આખરે હારી ગયો. ૧૧ વર્ષ પછી મુજ્જફર ફરી સુલ્તાન બન્યો.

ત્યારબાદ મુજ્જફરે મોટુ સૈન્ય ભેગુ કરી વડોદરા અને ભરુચ કુચ કરી પોતાને તાબે કરી લીધા. વડોદરા નો ફોજદાર અકબર ના પુત્ર સલીમ નો શિક્ષક અને અકબર ના દુધભાઇ મિર્જા અજીક કોકા નો કાકા અને નોરંગખાન નો પીતા હતો મુજ્જફરે તેની કતલ કરી(હાલ વડોદરા પ્રતાપનગર માં તેનો મકબરો છે). અકબર થી હારી જુનાગઢ જઇ વસેલા શેરખાન ફુંલદી ને ફરી બોલાવી પાટણ જીતવા મોકલ્યો પણ સફળતા ના મળી.

મુજ્જફર ના છેલ્લા પ્રયાસોઃ

ગુજરાતની ઉથલપુથલ ની દિલ્હિ જાણ થઇ હતી હવે સુબા તરીકે અબ્દુલરહિમખાન મિરજા રવાના થયો. સરખેજ ખાતે લડાઇ મા મુજ્જફર હાર્યો અને ફરી નાસી છુટ્યો, ખંભાત, વડોદરા, રાજપીપળા, ઇડર મા આશ્રય લેતો નાસતો ફરતો હતો પાછળ મિરજા ખાન પણ પગલા દબાવતો હતો તેને ચકમાઓ આપી ફરી તે સૌરાષ્ટ્ર પહોંચી ગયો, થોડા બળવાખોર સીપાહિઓ અને અને ૫૦૦ કાઠીઓ સાથે રાખી રાધનપુર પર આક્રમણ કરી તેને લુંટ્યુ અને અમદાવાદ સાબરમતી કિનારે અથડામણ કરી પણ મીરજાખાં ની ફૌજ વધુ હોવાથી પરત સૌરાષ્ટ્ર જ આવવુ પડ્યુ. મીરજાખાં પણ સૌરાષ્ટ્ર મા ઉતર્યો મુજ્જફરને ફરી રાજપીપળાના જંગલો મા ભાગી જવુ પડ્યુ અને જ્યા જામ અને અમિનખાંએ ફરી મુજ્જફર ની મદદ નહિ કરવાનો કોલ આપી નજરાણા ધર્યા તેથી મીરજાંખા ફરી અમદાવાદ પરત ફર્યો જ્યાથી તેને દિલ્લી અકબરે પરત બોલાવી લીધો અને અજીજ કોકા ને ગુજરાત મોક્લયો.

મુજ્જફર થોડુ સૈન્ય સંગઠીત કરી ફરી સૌરાષ્ટ્ર મા આવ્યો, અમિનખાન નુ મૃત્યુ થતા જુનાગઢ તેના પુત્ર દોલતખાન પાસે આવ્યુ અહિ તેણે સેના એકત્રીત કરવા લાગી જુનાગઢ અને જામનગર ને મહમુદુ રુપીયા મોકલ્યા અને રા માંડલીક ના પુત્ર ભુપતસિંહને પણ પોતાના પક્ષે લીધા. મીરજાખાંએ વિરમગામ પડાવ કરયો અને નૌરંગખાન અને સૈયદ કાસીમ ને તપાસ અર્થે મોરબી મોકલ્યા. જામ સત્રસાલને મુજફ્ફર ને સોંપી દેવા કહેવડાવાયુ પરંતુ તેમણે સાફ ના કહિ ને મુગલસેનાની એક છાવણીને નુક્સાન પહોંચાડી ઘોડા લુંટી લીધા આથી સુબાએ ધ્રોળ આવીને ભુચર મોરી ક્ષેત્ર મા પડાવ કર્યો. અહિ બે સેના આમને સામને થવાની હતી.મુજ્જફર ની સમર્થક સેના ખુબ વિશાળ હતી. આથી મિરજા અજીજકોકા અને જામ સાહેબ વચ્ચે સુલેહ અને મંત્રણાઓ પણ થઇ રહિ હતી. જેનાથી નારાજ અને જુના મનદુઃખો ને કારણે લોમા ખુમાણે પોતાના ચાર હજાર ના અશ્વારોહિઓ સાથે પડાવ છોડી રવાના થઇ ગયા. આખરે ૧૭ જુલાઇ ૧૫૯૧ ના રોજ યુધ્ધ થયુ. જામ ના સેનાપતી જસા લાડક અને પાટવી પુત્ર અજોજી વિરતા બતાવી મૃત્યુ ને વરણ પામ્યા. જામનગર હાર્યુ અને મોગલસેના જામનગર માં દાખલ થઇ, અજોજી ના પત્ની સુરજકુંબરબાને સતી થયા. મુજ્જફર, દોલતખાન અને જામ સતાજી જુનાગઢ પહોંચી ગયા.નોરંગખાન,સૈયદ કાસીમ તથા ગુજરખાને જુનાગઢ પર આક્રમણ કર્યુ તેથી જામ સત્રસાલ અને મુજ્જફરે બરડા ડુંગરો ની ઓથ લીધી. જુનાગઢ માં ઘાયલ દોલતખાન ગુજરી ગયો. જુનાગઢ મા ઘેરો મુકિ સુબો અમદાવાદ પરત ફર્યો અને ફરી સૈન્ય સજ્જ કરી આઠ માસ બાદ જુનાગઢ પર આક્રમણ કર્યુ.

હવે મુજ્જફર અસહાય હતો તે દ્વારકા તરફ નાસ્યો જ્યા શીવા વાઢેર(રાઠોડ) તેને નાવડી મા બેસાડી કચ્છ તરફ મોકલી દિધો અને પોતે સ્થાનીક વાઘેરો સાથે ખુબ બહાદુરી પુર્વક લડી મ્રુત્યુ પામ્યા. કચ્છ ના રાવ ભારમલે મોરબી પરગણાની માંગણી કરી મુજ્જફરને સોપી દિધો.રસ્તા મા મોરબી નજીક ઘમકડા ગામે મુજ્જફરે ગળે અસ્ત્રો ફેરવી આત્મહત્યા કરી તેનુ માથુ કાપી પ્રથમ કુતુબિદિનખાન ના પુત્ર નોરંગખાન ના દરવાજે ટીંગાડાયુ પછી નીજામુદ્દિન ખ્વાજા માથુ લઇ દિલ્લી રવાના થયો.
જામ સત્રસાલ હજીયે બરડા મા હતા તેમણે નવાનગર પરત કરવાની શરતે સુલેહ વિષ્ટી નુ કહેણ મોકલી સમાધાન કર્યુ. કોકાએ એ તે પોતાના પક્ષની શરતો સાથે કબુલ રાખ્યુ જેમા જુનાગઢ ના પોતાના ઘેરાને અન્ન પુરવઠો પાડવા જેવી શરતો સાથે નવાનગર સોપી દિધુ. જુનાગઢ પણ ઘોરી ફૌજદારો થી મુક્ત થયુ જેનો ફૌજદાર મુઘલ સરદાર નૌરંગખાન બન્યો.આગળ થોડા સમય બાદ મુજ્જફર નો પુત્ર બહાદુર પણ સશ્કત મુઘલો સામે નાકામીયાબી થી લડી ને મૃત્યુ પામ્યો હતો

પઠાણોએ ભારમલ ના આ કાર્ય ને ખુબ હિણુ દેખ્યુઃ
ભારા કચ્છ કા ભુપતિ હે ભારી મતી હિન
એક મોરબી કારણે પક્કડ મુજ્જફર દિન

કહેવાય છે કે દિલ્લી દરવાજે અકબરે નારાજ લોકો માટે શીવા વાઢેર અને રાવ ભારમલ નુ સ્મારક બનાવ્યુ. લોકોને શીવા વાઢેલ ના સ્મારક ને પુજવાની અને રાવ ભારમલ ના સ્મારક નુ અપમાન કરવા ની છુટ આપી. પાછળ થી જામ જસાએ મુઘલો ની અપમાનકારક નીતી ગણાવી સ્મારક દુર કરવા મુઘલો ને મનાવી લીધેલ.

(ઘણા ઇતિહાસવિદો અમુક સંદર્ભ ના આધાર પર મુલ્યાંકન કરે છે કે લોમા ખુમાણ અને દોલતખાને મુગલ પક્ષ મા જોડાઇ ને નવાનગર ની સેના મા કત્લેઆમ કરી હતી અને આ રીતે દગા કર્યા નુ આળ ઓઢાડવામા પણ આવે છે. પરંતુ મહત્વના અન્ય સ્ત્રોત અને સમગ્ર ઘટનાક્રમ ચકાસતા એજ ધ્યાને આવે છે કે દગો તો ત્યારે સંભવ છે કે બદલામાં કશુ મળ્યુ હોઇ. હકિકત એ છે કે લોમા ખુમાણ યુધ્ધ ની પહેલા જ જતા રહ્યા હતા તેઓ માત્ર મુજ્જફર માટે જ સહયોગ માટે રાજી હતા. ખુદ ધ્રોળ પણ તટસ્થ રહ્યુ હતુ. પોતાના રાજા ના જામ સત્રસાલ ના હાથે દગા થી ઘાત થવા બદલ પોરબંદર પણ કોઇ ભુમીકા મા નહતુ, હળવદ સેના મુઘલોના પક્ષમાં લડવા આવી હતી. જુનાગઢ ને સૌથી વધુ નુકશાન થયુ ઘોરી ફૌજદારો નો અંત આવ્યો અને જુનાગઢ મુગલ સુબાગીરી નીચે આવ્યુ જેમાથી અનુગામીએ બાબી રાજવંશ ની સત્તા ઉભી કરી. વિભા વિલાસ અને યદુવંશ પ્રકાશ મા લોમા ખુમાણ નુ મૃત્યુ વર્ણન આવે છે તે અસત્ય છે કેમ કે આગળ ના વર્ષો માં લોમા ખુમાણ ના ઘણા પ્રસંગો મળે છે.)

લોમા ખુમાણ નુ ઘમાસાણઃ
લોમા ખુમાણ ની સરદારી માં અમરેલી અને પાંચાળ માં પણ ખુમાણોએ ગીરાસ જીત્યો હતો.

“જબ્બર જોધ્ધો જાણ, રણમાં હાકા બાકીઓ
ખરેડીએ ખુમાણ, લીલા રમાડે લોમડા
કાઠી કુળરો ભાણ,અભંગ યોધ્ધો પેખીઓ
ખત્રીવટ ખુમાણ , રણ રમાડે લોમડો”

નોંધણજી ગોહિલ ગારીયાધારની ગાદીએ હતા ત્યારે આંસોદરમા નિવાસ કરી રહેલા લોમા ખુમાણે ગારીયાધાર ના પ્રધાન અને પોતાના માશીયાઇભાઇ એવા ખીમા સાંડસુર ને નિમંત્ર્યા.ખીમા સાંડસુર પણ મોટા યુધ્ધમાં લોમા ખુમાણ માટે પોતે ૪૦૦ ઘોડેસવારો એકત્રીત કરી ઉપસ્થીત રહેતા હતા. લોમાએ કહ્યુ કે ‘ગારીયાધાર મા પુષ્કળ શાકભાજી થતા હોઇ નોંધણજીએ અમને પણ મોકલવા જોઇએ’. ખીમા એ ઉન્માદમા કહિ નાખ્યુ કેઃ ‘નોંધણજી કાંઇ કાછીયા નથી કે તમને શાકભાજી પુરા પાડે. લોમાએ ઉત્તર આપ્યો કે પોતે ઘોડેસવાર મોકલશે અને શાકભાજી અને પશુઓ બંને મોકલવા પડશે.અને ખીમાએ કહ્યુ કે તેઓ સ્વાગત માટે તૈયાર છે.’(ઘટના સમય ઇ.સ ૧૬૧૯)

થોડા દિવસો બાદ લોમાએ ૨૦૦ જેટલા અસવારો મોકલી ગારીયાધારના બગીચાનો નાશ કર્યો અને પશુઓ વાળ્યા અને ગારીયાધાર(જુનુ નામ ધારગઢ) જીતી લીધુ, નોંધણજી શિહોર ધુનાજી પાસે ભાગી ગયા. ગારીયાધાર પુત્ર કાંથડ ખુમાણ ને સોપી લોમા ખુમાણે ધુનોજી ઉપર હુમલો કર્યો. વેળાવદર મા બેય સૈન્ય ટકરાયા અને ઘુનોજી ભારે બહાદુરી થી લડી મૃત્યુ પામ્યા.ધુનોજી ના બે રાણીઓ પણ સતી થયા.ધૂનાજી ગોહિલ બાદ તેના પુત્ર રતનજી ગાદિએ આવ્યા, નોંધણજી અજ્ઞાતવાસમાં હતા તેનો કોઇ પત્તો નહતો માટે ઉંડ-સરવૈયાવાડ ના સરવૈયા રાજપુતો ને સાથે રાખી શિહોર પર આક્રમણ કર્યુ. કનાડ ગામની ગાયો વાળી, જેથી રતનજી પાળ ની વાંસે થયા. માંડવી ગામ નજીક તેની પ્રતિક્ષા કરતા કાઠીઓ રોકાયા હતા બંને વચ્ચે યુધ્ધ થયુ અને રતનજી કામ આવ્યા.

લોમા ખુમાણ પાછા ખરેડી પરત ફર્યા. લોમાની ગેરહાજરીમાં શિહોર ના અખેરાજજી અને બારૈયાઓ ની મદદથી નોંધણજી ગોહિલે ગારીયાધાર મા પ્રવેશ કર્યો અને પુનઃ પ્રાપ્ત કર્યુ અને લોમાના પુત્ર કાથડ તેમા મૃત્યુ પામ્યા.લોમાએ ત્યારબાદ ગારીયાધાર પર ઘણી વાર ચડાઇ કરી અને ભારે નુકસાન કર્યુ, નોંધણજીએ ગોહિલે ચારણ મોકાભાઇ અને ખીમા ચાંદસુર ની દરમિયાનગીરી થી લોમા સાથે ભેગા કસુંબા પી સમાધાન કર્યુ.અને કાથડ ખુમાણના મૃત્યુના બદલામાં રાણીગામ આપ્યુ.

ગીતઃ શાણોર
ખીમા ચાંદસુર નુ કવિત
ઘણ પલટણ ખગે આજમકા નોંઘણ
મારુ સાબ તણો મતરેજ
હઠીઅલ આજ જવાહે હુતો
ખૂમો મરદ એતો ખેતરેજ..૧

ક’વગો અગો વીર રે કઢિયો
ભણતે જામા ખાન ભણે
પરજે આણ દેદલરે પાછો
ટીલે ધરીયો ધાર તણે…૨

ખૂમાજી જિણ બહુ ખટ્ટિયા,
દળ સઘળા સાંડસુરે દિયા
જગતે ખિમો જગોજગ જીવો
કંધરો લોમો એક કિયા..૩

લોમા ખુમાણને નવાનગર(જામનગર) સાથે પણ કલહ માટે એવુ કહેવાય છે કે અમીનખાન ઘોરી(જુનાગઢ) અને કુંવર અજોજી જાડેજા સાથે મીરજા જાન નો પીછો કરતા કોડીનાર ગયા ત્યારે મુઘલ સેનાને લુંટવા મા આવી હતી લોમા ખુમાણે પણ ત્યા એક હાથી મેળવેલ. જસા લાડક કે જે જામ સતા ના પ્રધાન હતો તેને સોપવાનો ઇંકાર કરી દિધો, જ્યારે લોમા ખુમાણ સુલતાન મુજ્જફર સાથે અમદાવાદ ચડાઇ ઉપર હતા ગયા ત્યારે પાછળથી જસા લાડકે ખરેડી પર હુમલો કરી હાથી લઇ લીધો. અને લોમા ખુમાણે ગુસ્સો દબાવી રાખ્યો.અને ભુચરમોરી ના યુધ્ધ ભાગ લેવાનુ ટાળ્યુ.

આમ લોમા ખુમાણ અને નવાનગર ના સંબધો વધુ કડવાશ પામ્યા.એક વખત રંગમતી નદિ ના કિનારે જામ તેના ભત્રીજા લાખોજી અને સરદાર સરતાનજી ના કાફલા સામે લોમા ખુમાણ નો કાફલો આવી ગયો.જામે લોમાને નાસી જવા કહ્યુ જેનો લોમાએ ઇનકાર કરી તરત હુમલા નો હુકુમ આપ્યો. સરતાનજી મરાયો અને લાખોજીનો ઘોડો હણાયો અને જામને નગરમા પાછા જવાની ફરજ પડી. લોમા ખુમાણ નવાનગર ના દરવાજા સુધી ચડાઇયો કરતા હતા.

જામ લોમા ખુમાણ ના કારનામાઓ થી ખુબ વ્યાકુળ હતા, આખરે તેમણે ખેલ પાડ્યો અને લોમા ખુમાણ નામના જંજાવાતી વ્યક્તિત્વ નો અંત થયો.

કવિતઃ

લોમે ચંદો રાખીયો, ચરણ મુજ્જફર પતશાહ
દોએજો કોઇ દેખા નહીં, એવડ અંતરરા..૦૧

લક્કડ થયો લોમ, ધરા બરડો ધ્રુજ્યો
લક્કડ થયો લોમ, ધરા ભરૂચ ડરાયો…૦૨

લક્કડ થયો લોમ, રણ ચંદો ઓલે રાખ્યો,
લક્કડ થયો લોમ, ભુપ એમ રાણે રાખ્યો..૦૩

સુંઢાળ સાત છુટા ફરે, નત દલમાં દલવડે
પતશાહ કહે દલિપતી, લીધો અમદાવાદ લોમડે..૦૪

પશ્ચિમ હુંદો પાદશાહ જામ ખુટો જોરાવર
લખી પતીયાં મોકલે અભંગ લોમા ઉપર..૦૧

અસર બોલે એમ તરત નગર તેડાયો
જામ કચેરી જેહ અભંગ મલવા આયો…૦૨

દણી(ધરણી) પતીએ દીધો દગો જંજીર લઇ પગમાં જડ્યો
સવંત સોલ એકાશીએ પરજ થંભ લોમો પડ્યો…૦૩

(પશ્ચિમ ના પાદશાહ કહેવાતા સમર્થ જામે દગો કર્યો, તેણે અભંગ લોમા ખુમાણ ને કાગળ લખ્યા કે આપ જામની કચેરીએ પધારો જ્યારે લોમા તેનુ માની ને જામનગર ગયા ત્યારે જંજીરો થી બાંધી કેદ કર્યા અને હાલારી સવંત ૧૬૮૧ માં કાઠી પરજ ના સ્તંભ રુપ લોમા ખુમાણ મૃત્યુ પામ્યા.)

સંકલનઃ કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન

સંદર્ભઃ

  • -ગુજરાત નો રાજકિય અને સાંસ્કૃતિક ઇતિહાસ-
  • -અકબરનામા
  • -તબકાતે અકબરી (નીજામુદ્દિન ખ્વાજા)
  • -મીરાતે સીંકદરી
  • -મીરાતે અહમદી
  • -મુણહોત નેણસી રી ખ્યાત
  • -રાસમાળા
  • -બોંબે ગેજેટીયર
  • -હિસ્ટ્રી ઓફ કાઠીયાવાડ
  • – હિસ્ટ્રી ઓફ ગુજરાત્ – M.S. Commissriat
  • – હિસ્ટ્રી ઓફ ગુજરાત્ – edalji dosabhai
  • – પશ્ચિમ ભારત કિ યાત્રા -ટોડ
  • – કાઠિયાવાડ સર્વસંગ્રહ
  • – વિભા વિલાસ
  • – વાળા રાજવંશ અને કાઠીઓ
  • – ભાવનગર સ્ટેટીસ્કલ અકાઉંટ
  • -રંગ કોને દેવા-બાપલભાઇ ગઢવી

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!