કોણાર્ક સૂર્યમંદિર — ઓરિસ્સા

જિંદગીમાં લહાવો લેવાનો વખત બહુજ જુજ આવે છે એ કયારેક અંગત પણ હોય કે ક્યારેક કોઈ સારી જગ્યા જોવાનો હોય !!! મારી ઘણી જ તમન્ના હતી કે હું કોનાર્કનું સૂર્યમંદિર જોઉં આમેય અમે સૂર્યવંશીઓ એટલે સૂર્યની પૂજા કરતાં હોઈએ છીએ સૂર્યની પૂજા તો આદિકાળથી ચાલી જ આવી છે પણ વાત પૂજાની નહિ એમના મંદિરોની કરવાની છે. કોણાર્ક જોવાનો અવસર મને ૧૯૯૩માં ડીસેમ્બરમાં મળ્યો. જેને હું મારી જિંદગીનો અમુલ્ય અવસર ગણું છું !!! ત્યારે ખબર નહોતી કે હું પણ ક્યારેક એ મંદિર વિષે લખીશ. આજે એ સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. જે હું ચૂકવા નથી જ માંગતો !!!!

અંદર દાખલ થતા જ મોઢું પહોળું થઇ જાય
આંખો આશ્ચર્ય ચકિત થઇ જાય
કદમો થંભી જાય
મન અભિભૂત થઇ જાય
ને હરએક પ્રકારની હાશ અનુભય તો
સમજવાનું તમે કોણાર્કના સૂર્ય મંદિરમાં છો !!!
પહેલી નજરે જોતા જ મોઢામાંથી બે જ શબ્દો નીકળે
“વાહ …..” અને “અદભૂત …..”

હવે એનાં વિષે વિગતે જોતા પહેલા કોણાર્ક ઉપર કેટલીક પંક્તિઓ રજુ કરું  છું

પથ્થરોઆટલાં વિશાળ હશે ……..કોને ખબર?
પથ્થરો આટલું બોલકાં હશે ………કોને ખબર?
પથ્થરો આટલાં વાચાળ હશે ……..કોને ખબર?
પથ્થરો પણ કૈંક કહેતાં હશે ………કોને ખબર?
પથ્થરો કેટકેટલું લખતાં હશે ……..કોને ખબર?
પથ્થરો આટલું જીવતા હશે ……….કોને ખબર?

———–જનમેજય અધ્વર્યુ

કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં શબ્દો છે કોણાર્ક માટે
” કોણાર્ક જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષા કરતાં શ્રેષ્ઠતર છે ……”

આ વાત અક્ષરસહ સાચીજ છે એતો જયારે જાતે જોઈએ ને ત્યારે જ ખબર પડે !!!

કોણાર્કનું સૂર્યમંદિર ભારતના ઓરિસ્સા રાજ્યનાં પૂરી જિલ્લામાં કોણાર્કનમન એક્નાકળ કસ્બામાં સ્થિત છે. સૂર્યમંદિર પોતાના નિર્માણના ૭૫૦ વર્ષ પછી પણ પોતાની અદ્વિતીયતા, વિશાળતા અને કલાત્મક ભવ્યતાથી દરેકને નિરુત્તર કરી દે છે. વાસ્તવમાં જેને આપણે કોણાર્કના સૂર્યમંદિરનાં રૂપમાં જાણીએ છીએ -ઓળખીએ છીએ એ એની પાર્શ્વમાં બનેલો એ સૂર્યમંદિરનો જગમોહન કે મહામંડપ છે !!! જે બહુજ પહેલાથી દ્વસ્ત થઇ ચુક્યો છે !!!! કોણાર્કના સૂર્યમંદિરને અંગ્રેજીમાં બ્લેક પેગોડા પણ કહેવાય છે !!!!

Konark Sun Temple

આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.[ કલિંગ શૈલી માં નિર્મિત] આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. અને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવ ના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા હતાં.

પુરાવિદ અને વાસ્તુકાર મંદિરની સંરચના , મૂર્તિશિલ્પ અને પથ્થરો પર અંકિત આક્રુતીઓને વૈજ્ઞાનિક, તકનીકી અને તાર્કિક કસોટીઓ પર કસીને તથ્યોને દુનિયાની આમે રાખે છે અને આ કામ લગાતાર ચાલુ જ છે. બહરહાલ આ મહામંડપ અથવા જગમોહનની વિરાટતા ભલે ભગ્ન થઇ ગઈ હોય પણ મુખ્ય મંદિરના ધાર પર ઉત્કીર્ણ સજ્જથી જ એને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની પહેચાન મળી છે !!!!

ભારતમાંથી જ નહિ પણ દુનિયાભરનાં લાખો લોકો આને જોવાં માટે કોણાર્ક આવે છે. કોણાર્કમાં બનેલી આ ભવ્ય કૃતિને સહજ જોઇને સમજવી કઠીન છે કે આ કેવી રીતે બની હશે!!! એને જોવાનો અન્નદ ત્યારે જ છે એનાં ઈતિહાસની પૃષ્ઠભૂમિ માં જઈને એને જોવામાં આવે !!!

સ્થાપના  ———–

સૂર્યમંદિરને ગંગ વંશના રાજા નરસિમ્હા દેવ પ્રથમે લગભગ ઈસ્વીસન ૧૨૭૮માં બનાવ્યું હતું કહેવાય છે કે આ મંદિર પોતાની પૂર્વ નિર્ધારિત અધિકાલ્પનાનાં આધાર પર નહોતું બનાવી શકાયું. મંદિરના ભારે ગુંબજના હિસાબે એની નીચ નહોતી બની !!! અહીના સ્થાનીય લોકોના માનવા પ્રમાણે આ ગુંબજ મંદિરનો જ હિસ્સો હતો પણ એની ચુંબકીય શક્તિને કારણે એ જયારે સમુદ્રી તોફાનો અને ભરતીને કારણે દુર્ઘટનાગર્સ્ત થવા લાગ્યો. ત્યારે આ ગુંબજ ત્યાંથી હટાવી લેવાયો હતો. કદાચ આજ કારણે એને બલેક પેગોડા પણ કહેવામાં આવે છે !!!!

સૂર્ય મંદિરનુ સ્થાપત્ય ———–

આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે. અને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે,
ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.

મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે.
આમાંથી બે મંડપ પડી ગયા છે.
ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પત્થર ભરાવી બધાં દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:

[૧] બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ
[૨] યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ
[૩] પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય-૩.૫ ફીટ

આના પ્રવેશ પર બે સિંહ હાથીઓ પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડ્યાં છે. આ સંભવતઃ તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહોંનું બૌદ્ધ રૂપી હાથીઓ પર વર્ચસ્વનું પ્રતીક છે. બનેં હાથી, એક-એક માનવ ઊપર સ્થાપિત છે. આ પ્રતિમાઓ એક જ પત્થરની બનેલી છે. આ ૨૮ ટનની ૮.૪ ફીટ લાંબી ૪.૯ ફીટ પહોળી તથા ૯.૨ ફીટ ઊંચી છે. મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજ્જિત ઘોડા બનેલા છે, જેમને ઑડિશા સરકારે પોતાના રાજચિહ્નના રૂપમાં અંગીકાર કરી લીધા છે. ૧૦ ફીટ લાંબા અને ૭ ફીટ પહોળા છે. મંદિર સૂર્ય દેવની ભવ્ય યાત્રાને બતાવે છે. આના પ્રવેશ દ્વાર પર જ નટ મંદિર છે. આ તે સ્થાન છે, જ્યાં મંદિરની નર્તકિઓ, સૂર્યદેવ ને અર્પણ કરવા માટે નૃત્ય કરતી હતી. પૂરા મંદિરમાં જ્યાં ત્યાં ફૂલ-બેલ અને ભૌમિતીક નમૂનાની નક્શીની ગકરાઈ છે. આ સાથે જ માનવ, દેવ, ગંધર્વ, કિન્નર આદિની આકૃતિઓ પણ એન્દ્રિક મુદ્રાઓમાં દર્શિત છે. આમની મુદ્રાઓ કામુક છે, અને કામસૂત્રથી લેવાઈ છે. મંદિર હવે અંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ ચુક્યો છે. અહીંની શિલ્પ કળાકૃતિઓ નો એક સંગ્રહ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ના સૂર્ય મંદિર સંગ્રહાલય માં સુરક્ષિત છે.

તેરમી સદીનું મુખ્ય સૂર્ય મંદિર, એક મહાન રથ રૂપ માં બનેલ છે, જેના બાર જોડ઼ી સુસજ્જિત પૈડાં છે,હતથા સાત ઘોડાં દ્વારા ખેંચાય છે. આ મંદિર ભારતના ઉત્કૃષ્ટ સ્મારક સ્થળોમાં એક છે. અહીંના સ્થાપત્ય અનુપાત દોષો રહિત તથા ગુણોત્તર આશ્ચર્યચકિત કરવાવાળા છે. અહીંની સ્થાપત્યકળા વૈભવ તથા માનવીય નિષ્ઠાના સૌહાર્દપૂર્ણ સંગમ છે. મંદિરની પ્રત્યેક ઇંચ, અદ્વિતીય સુંદરતા અને શોભાની શિલ્પાકૃતિઓથી પરિપૂર્ણ છે. આના વિષય પણ મોહક છે, જે સહસ્ર શિલ્પ આકૃતિઓ ભગવાનોં, દેવતાઓ, ગંધર્વોં, માનવો, વાદ્યકો, પ્રેમી યુગલો, દરબારની છબીઓ, શિકાર તથા યુદ્ધના ચિત્રો થી ભરેલ છે. આની વચ્ચે વચ્ચે પશુ-પક્ષીઓ (લગભગ બે હજાર હાથી, કેવળ મુખ્ય મંદિરના આધારની પટ્ટી પર ભ્રમણ કરતા) અને પૌરાણિક જીવો, સિવાય મહીન અને પેચીદા વેલ બૂટા તથા ભૌમિતીક નમૂના અલંકૃત છે.હઑડિયા શિલ્પકળાની હીરા જેવી ઉત્કૃષ્ત ગુણવત્તા પૂરા પરિસરમાં અલગ દેખાય છે.

વાસ્તુ રચના ———–

સ્થાન ચયનથી માંડીને મંદિર નિર્માણની સામગ્રીની વ્યવસ્થા અને મૂર્તિઓના નિર્માણ માટે મોટી યોજનાને રૂપ આપવમાં આવ્યું કેમકે એ કાળમાં નિર્માણ વાસ્તુશાસ્ત્રનાં આધાર પર જ થતો હતો. એટલાં માટે મંદિર નિર્માણમાં ભૂમિથી લઈને સ્તઃન તથા દિન ચયનમાં નીરધારિત નિયમોનું પાલન કરવામાં આવતું હતું. આનાં નિર્માણમાં ૧૨૦૦ કુશળ શિલ્પીઓએ ૧૨ વર્ષ સુધી લગાતાર કામ કર્યું હતું. શિલ્પીઓને એ નિર્દેશ હતો કે એક વાર નિર્માણ આરંભ થઈ જાય પછી એ બીજે કશે જઇ શકશે નહીં !!!! નિર્માણ સ્થળમાં નિર્માણ યોગ્ય પથ્થરોનો અભાવ હતો. એટલાં માટે સંભવત યા નિર્માણ સામગી નદીમાર્ગે અહીંયા લાવવામાં આવી હતી એને મંદિરની નજીક ઉતારવામાં આવ્યાં !!!!

પથ્થરોને સ્થિરતા પ્રદાન કરવાં માટે જંગરહિત લોખંડના સળિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં પથ્થરોને એવી રીતે કંડારવામાં આવ્યાં કે ક્યા જોડ-સાંધો છે એની ખબર જ  ના પડે !!!

આ સૂર્યમંદિર ભારતનું એકમાત્ર સૂર્ય મંદિર એવું છે કે જે આખી દુનિયામાં પોતાની ભવ્યતા અને બનાવટ માટે જાણીતું છે. સૂર્યમંદિર ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી ૬૫ કિલોમીટર દૂર કોણાર્કમાં પોતાનાં સમયની ઉત્કૃષ્ટ વાસ્તુ રચના છે. પૂર્વી ગંગ વંશના રાજા નરસિમ્હા દેવ પ્રથમે સૂર્યદેવ પ્રથમે તેરમી શતાબ્દીમાં બનાવડાવ્યું હતું. પ્રાચીન ઓરિયા સ્થાપત્ય કલાનો આ મંદિર ઉત્તમ નમુનો છે !!! સૂર્યમંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે એ  બધાંનેજ આકર્ષિત કરે છે. સૂર્યને ઉર્જા, જીવન અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે !!!!
સૂર્ય દેવતાની બધીજ સંસ્કૃતિઓમાં પૂજા કરાય છે. સૂર્યની આ મંદિરમાં માનવીય આકારમાં મૂર્તિ છે જે અન્યત્ર ક્યાંય નથી !!!!

આ મંદિરને જોઈને એવું પ્રતીત થાય છે કે એ પોતાનાં સાત ઘોડા વાળા રથ પર બિરાજમાન સૂર્યદેવ જાણે હમણાં હમણાં જ પ્રસ્થાન કરવાના ના હોય. આ મૂર્તિ સૂર્યમંદિરની સૌથી ભવ્ય મૂર્તિઓમાની એક છે
સૂર્યની ચાર પત્નીઓ —–
[૧] રજની
[૨] નિક્ષુભા
[૩] છાયા
[૪] સુવાર્ચસા
આમની મૂર્તિઓ બંને તરફ છે
સૂર્યની મૂર્તિનાં ચરણોની પાસેજ રથનો સારથી અરુણ પણ ઉપસ્થિત છે !!!

કોણાર્ક નો અર્થ  ———–

કોણાર્ક શબ્દ, કોણ અને અર્ક શબ્દોના મિલનથી બન્યો છે.
અર્કનો અર્થ થાય છે, સૂર્ય જ્યારે કોણનો અભિપ્રાય ખુણો અથવા તો કિનારા સાથે રહ્યો હશે. કોણાર્કનું સૂર્ય મંદિર પુરીના ઉત્તર પૂર્વીય કિનારા પર સમુદ્ર તટ નજીક નિર્મિત છે. અનેક ઇતિહાસકારોનું માનવું છે કે, કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે મોતના કારણે મંદિરના નિર્માણનું કાર્ય અટકી ગયું. તેના પરિણામસ્વરૂપ અધૂરો ઢાંચો ધ્વસ્ત થઇ ગયો, પરંતુ આ મતને ઐતિહાસિક આંકડાઓનું સમર્થન મળતું નથી. પૂરીના મદલ પંજીના આંકડાઓ અનુસાર અને ૧૨૭૮  ઇ.ના તામ્રપત્રોથી જાણા મળે છે કે, રાજા લાંગૂલ નૃસિંહદેવએ ૧૨૮૨  સુધી શાસન કર્યું. અનેક ઇતિહાસકારનો મત પણ છે કે, ——-
કોણાર્ક મંદિરનું નિર્માણ ૧૨૫૩ થી ૧૨૬૦ની વચ્ચે થયું હતું.
તેથી મંદિરનું અપૂર્ણ નિર્માણ અને તેનું ધ્વસ્ત થવાનું કારણ હોવાનું તર્કસંગત નથી.

લવ મેકિંગની શિક્ષા આપતી મૂર્તિઓ ———

કોણાર્કનું સૂર્ય મંદિર કામુકતાની એક નવી પરિભાષા આપે છે.
અહીં બનેલી મૂર્તિઓમાં ખૂબ જ સુંદરતા સાથે કામ અને સેક્સને દર્શાવવામાં આવ્યું છે. અહીં બનેલી મૂર્તિઓ પૂર્ણ રીતે યૌન સુખનો આનંદ લેતી દર્શાવવામાં આવી છે. મજાની વાત એ છે કે, આ મૂર્તિઓને બહાર સુધી જ સીમિત કરવામાં આવી છે, આમ કરવા પાછળનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે, જ્યારે પણ કોઇ મંદિરના ગર્ભ ગૃહમાં જાય તો તે તમામ પ્રકારના સાંસારિક સુખો અને મોહ માયાને મંદિરની બહાર છોડીને આવે.

આ મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે. આ પ્રકારની આકૃતિઓ મુખ્યતઃ દ્વારમંડપના દ્વિતીય સ્તર પર મળે છે. હજારો માનવ, પશુ તથા દિવ્ય લોકો આ જીવન રૂપી મેળામાં કાર્યરત દેખાય છે, જેમાં આકર્ષક રૂપે એક યથાર્થવાદનો સંગમ કરેલો છે. આ ઑડિશાની સર્વોત્તમ કૃતિ છે. આની ઉત્કૃષ્ટ શિલ્પ-કળા, નક્શ, તથા પશુઓ તથા માનવ આકૃતિઓનું સટીક પ્રદર્શન, આને અન્ય મંદિરોથી ઘણું બેહતર સિદ્ધ કરે છે.

સૂર્ય મંદિર ભારતીય મંદિરોની કલિંગ શૈલીનું છે, જેમાં કોણીય અટ્ટાલિકા (મીનાર રૂપી) ની ઉપર મંડપની જેમ છત્રી ઢંકાયેલી હોય છે. આકૃતિમાં, આ મંદિર ઑડિશાના અન્ય શિખર મંદિરોથી ખાસ ભિન્ન નથી લાગતું. ૨૨૯ ફીટ ઊંચા મુખ્ય ગર્ભગૃહ ૧૨૮ ફીટ ઊંચી નાટ્યશાલા સાથે જ બનેલ છે. આમાં બાહર નિકળેલી અનેક આકૃતિઓ છે. મુખ્ય ગર્ભમાં પ્રધાન દેવતાનો વાસ હતો,હકિંતુ તે હવે ધ્વસ્ત થઈ ચુક્યો છે.
નાટ્યશાલા હજી પૂરી બચી છે. નટ મંદિર તથા ભોગ મંડપ ના અમુક જ ભાગ ધ્વસ્ત થયાં છે. મંદિર નું મુખ્ય પ્રાંગણ ૮૫૭ ફીટ X ૫૪૦ ફીટ નું છે. આ મંદિર પૂર્વ –પશ્ચિમ દિશા માં બનેલ છે. મંદિર પ્રાકૃતિક હરિયાળી થી ઘેરાયેલ છે. આમાં કૈજ઼ુએરિના તથા અન્ય વૃક્ષ રોપેલ છે, જે રેતીલી ભૂમિ પર ઉગે છે. અહીં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બનાવેલ ઉદ્યાન છે.

કલાનું અદ્ભુત સૌંદર્ય ———

કોણાર્ક ઓરિસ્સાની પ્રાચીન વાસ્તુશૈલીનું વિશિષ્ટ મંદિર છે. જેમાં મંદિરમાં મુખ્ય મંદિર, મહામંડપ, રંગશાળા તથા સંટા ભોગ્ મંડપ હોતા હતાં. એમાં ખુબસુરતીથી જગમોહન અને મુખ્ય મંદિર એક સાથે જોડાયેલાં હતાં. કોણાર્ક મંદિરમાં થોડીક ભિન્નતા છે. અહીંયા જગમોહન અને મુખ્ય મંદિર સાથસાથે એકબીજા સાથે સંલગ્ન હતાં. પૂર્વમાં સ્થિત પ્રવેશદ્વારા પછી નટમંડપ છે. દ્વાર પર બંનેબાજુ બે વિશાળકાય સિંહ એક હાથીને દબોચેલા છે !!! નાટ્યમંડપ પર સ્તંભોને તરાશીને વિભિન્ન આક્રુતીઓથી સજ્જિત કરવામાં આવેલાં છે. મંદિર નો ભોગોમંડપ મંદિરની પુથ્ક નિર્મિત છે !!!

કામુક મુદ્રાઓની શિલ્પ આકૃતિ

મંદિરની વિશેષતા ———-

મંદિરને રથનું સ્વરૂપ આપવાં માટે મંદિરના આધાર પર બંને બાજુ અને એક જ જેવાં પથ્થરનાં ૨૪ પૈડા બનવવામાં આવ્યાં. પૈડાંઓને ખેંચવા માટે ૭ ઘોડાઓ બનાવવામાં આવ્યાં
આ પૈડાંઓનો વ્યાસ ૩ મીટર છે !!! મંદિરની ડીઝાઈન અને અંકરણમાં એ સમયનાં સામાજિક અને સંસ્કૃતિક પરિવેશને ધ્યાનમાં રખાયો હતો. આધારની બહારની દીવાલ પર લાગેલાં પથ્થરો પર વિભિન્ન આકૃતિઓ એ પ્રકારે કંડારવામાં આવી છે કે જીવંત લાગે !!! એમાં કેટલાક સ્થાનો પર ખજુરાહોની જેમ કામાતુર આકૃતિઓ તો ક્યાંક ક્યાંક નારી સૌંદર્ય , મહિલા અને પુરુષ વાડકો અને નર્તકીઓના વિભિન્ન ભાવ -ભંગીમાઓને આકારવામાં આવ્યાં છે !!!

કોણાર્કમાં પાષાણ કળા

આનાં સિવાય મંદિરમાં માનવ, ઝાડ-પાન ,જીવ-જંતુઓ ની સાથે પુશ્પીય્ત્વ જયોતિર્મય અંકરણ છે. મંદિરનો મહામંડપ ચુબુત્ર સહીત કુલ ૩૯ મીટર છે. આની વિશાળતાથી મુખ્ય મંદિરની ઉંચાઈનું અનુમાન લગાવી શકાય છે. જે સંભવત:  લિંગરાજ અને જગન્નાથ પૂરીથી પણ ભવ્ય રહ્યું હશે !!!
પુરાતત્વ વેત્તા મહામંડપની પાછળ આ રેખા મંદિર કે ઉર્ધ્વ મંદિરની ઊંચાઈ ૬૫ મીટર સુધી માને છે. આ મંદિરની એક તરફ સદા ત્રણ મીટર સૂર્યદેવની મૂર્તિ બેહદ આકર્ષક છે. આ મંદિરની મૂર્તિઓ લેહરાઈટ -કલોરાઈટ અને ખોન્ડોલાઈટ નામનાં પથ્થરોથી બનાવેલી છે. કોનાર્કમાં તો પથ્થરો મળતાં જ નથી એટલાં માટે એવું અનુમાન લગાવી શકાય કે નરસિમ્હા દેવે એને બહારથી મંગાવ્યા હોય !!!
આ મંદિરના ત્રણ હિસ્સા છે  —–

[૧] નૃત્યમંદિર
[૨] જગમોહન
[૩] ગર્ભગૃહ

મંદિરનો મહામંડપ બેહદ આકાર્ક છે. જેનું શીર્ષ પિરામિડ આકારનું છે. આમાં બીભિન્ન સ્તરો પર સૂર્ય, ચંદ્ર, મંગળ,બુધ, શનિ આદિ નક્ષત્રો ની પ્રતિમાઓ છે. એનાં ઉપર વિશાલ આમલક છે. સમીપમાં જ સૂર્યની પત્ની માયાદેવી અને વૈષ્ણવ મંદિર ખંડિત અવસ્થામાં છે. એની સમીપમાં જ ભોગમંડપ હતો …… એક નવગ્રહ મંદિર પણ અહીંયા છે !!!

નાટ્યશાળા  ———-

જેવું કોઈપણ આ મંદિરનાં પૂર્વીય પ્રવેશદ્વારથી અંદર દાખલ થાય તો સામે એક નાટયશાળા નજરે પડે છે એની છત હવે નથી રહી. કોણાર્ક નૃત્યોત્સવ સમયે દર વર્ષે અહીંયા દેશના વિખ્યાત નામી કલાકારો પોતાની આગવી પ્રર્તીભાનું પ્રદર્શન કરે છે !!!!

કોનાર્કનું ઐતીહાસિક મહત્વ, વર્તમાન મંદિરની સ્થાપના,એના પરિત્યાગ કરવાથી લઈને મુખ્ય મંદિર ધ્વસ્ત થવાં વિષે અનેકાનેક માન્યતાઓ અને અનુશ્રુતીઓ છે. મંદિરના સંબંધમાં ઘણી વાતો આજે પણ ઇતિહાસના ગર્ભમાં છુપાઈ ગયેલી છે !!! એટલાં માટે ઘણી બાબતો અને વાતોથી વિદ્વદજન એકમત નથી !!! સ્કંદપુરાણમાં કોણાર્કની ઓળખમાં સૂર્યક્ષેત્ર, બ્રહ્મપુરાણમાં કોણાદિત્ય, કપિ સંહિતામાં રવિ ક્ષેત્ર, ભામ્ભપુરાણ માં મીત્રવન અને પ્રાચીન મહાત્મ્યમાં ચક્રતીર્થ આદિ નામોથી કરવામાં આવી છે

અહીં નિકટમાં જ એક સૂર્ય મંદિર હતું

પુરાણોમાં વર્ણિત મિત્રવન અને ચંદ્રભાગાની ઓળખાણ માટે અનેક જુદાંજુદાં તર્ક-વિતર્ક છે. કેટલાક લોકો એને પાકિસ્તાનના મુલ્તાનમાં બતાવે છે. જેનું પ્રાચીન નામ ભામ્બાપુરા હતું અને અહીંથી જ ચિનાબ અને ચંદ્રભાગા પસાર થાય છે. અહીં કોણાર્કમાં ભામ્બાપુરા તો નથી જ પણ મંદિરથી ૨ કિલોમીટર દૂર ચન્દ્રભાગનો તટ છે. જ્યાં માઘ મહિનાની સપ્તમીએ વિશાલ મેલો ભરાય છે. ગંગ નરેશ નરસિમ્હાદેવે મંદિરનું નિર્માણ કેમ કરાવ્યું એને લઈને અનેક માન્યતાઓ છે !!!!

બાર મહિનાનું પ્રતિક ચક્ર  ———

દીવાલ પર મંદિરની બહાર બનેલુ વિશાળકાય ચક્ર પર્યટકોનું ધ્યાન અવશ્ય ખેંચે છે. દરેક ચક્રનો વ્યાસ ૩ મીટર કરતાં વધારે છે. ચક્રોની નીચે હાથીઓના સમૂહને બેહદ બારીકાઈથી અંકિત કરાયેલો છે. સૂર્યદેવતાનાં રથનાં ચબુતરા પર બાર જોડી ચક્ર છે. જે વર્ષના બાર મહિનાના પ્રતિક છે.

નૃત્ય કરતી સુંદરીઓની આત્માઓ ———

કોણાર્ક અંગે એક મિથક એ પણ છે કે અહીં આજે પણ નર્તકીઓની આત્માઓ આવે છે. જો કોણાર્કના જૂના લોકોની વાત માનીએ તો અહીં તમને સાંજે એ નર્તકીઓના પાયલની ઝણકાર સાંભળવા મળશે. જે ક્યારેક અહીંના રાજાના દરબારમાં નૃત્ય કરતી હતી.

મંદિરનું રહસ્યમય ચુંબક  ———–

આ મંદિરનું એક પ્રમુખ આકર્ષણ અહીં મોજૂદ ચુંબક છે. આ ચૂંબક પર પણ અનેક રહસ્ય અને કથાઓ છે. અનેક કથાઓ અનુસાર, સૂર્ય મંદિરના શિખર પર એક ચુંબક પથ્થર લાગેલો છે, જેના પ્રભાવથી, કોણાર્કના સમુદ્રમાંથી પસાર થતા, સાગરપોત, તેની તરફ ખેંચાઇ આવે છે, જેનાથી ભારે નુક્સાન થાય છે. અન્ય કથા અનુસાર આ પથ્થરના કારણે પોતોંને ચુંબકિય દિશા નિરુપણ યંત્ર સાચી દિશા નથી દર્શાવતા,
જેના કારણે પોતાના પોતોંને બચાવવાના હેતુસર મુસ્લિમ નાવિક આ પથ્થરને કાઢીને લઇ ગયા હતા. આ પથ્થર એક કેન્દ્રીય શિલાનું કાર્ય કરતો હતો, જેનાથી મંદિરની દિવાલોના બધા જ પથ્થરો સંતુલનમાં રહેતા હતા. તેને હટાવી નાખવાના કારણે, મંદિરોની દિવાલોનું સંતુલન ખોવાઇ ગયુ અને પરિણામતઃ તે પડી ગઇ. પરંતુ આ ઘટનાનું કોઇ ઐતિહાસિક વિવરણ નથી મળતુ, ના તો એવા કોઇ ચુંબકિય કેન્દ્રીય પથ્થરના અસ્તિત્વની કોઇ માહિતી ઉપલબ્ધ છે.

કાલાપહાડ  ———-

કાણાર્ક મંદિર ધ્વસ્ત સંબંદિત એક મહત્વપૂર્ણ સિદ્ધાંત, કાલાપહાડ સાથે જોડાયેલો છે. ઓરિસ્સાના ઇતિહાસ અનુસાર કાલાપહાડે વર્ષ ૧૫૦૮માં માં અહીં આક્રમણ કર્યું
અને કોણાર્ક મંદિર સહિત ઓરિસ્સાના અનેક હિન્દુ મંદિર ધ્વસ્ત કર્યા. પૂરીના જગન્નાથ મંદિરના મદન પંજી જણાવે છે કે
કેવી રીતે કાલાપહાડે ઓરિસ્સા પર હુમલો કર્યો. કોણાર્ક મંદિર સહિત તેમણે અધિકાંશ હિન્દુ મંદિરોની પ્રતિમાઓને પણ ધ્વસ્ત કરી. જો કે, કોણાર્ક મંદિરની ૨૦-૨૫ ફૂટ મોટી દિવાલોને તોડવી અસંભવ હતી, તેણે કોઇપણ પ્રકારે દધિનૈતિના હલાવવાની વ્યવસ્થા કરી લીધી, જે આ મંદિર પડવાનું કારણ બન્યુ. દધિનૈતિને હટાવવાના કારણે જ મંદિર ધીરે-ધીરે પડવા લાગ્યુ અને મંદિરની છતના મોટા પથ્થરો પડવાથી મૂકશાળાની છત પણ ધ્વસ્થ થઇ ગઇ. તેણે અહીંની મોટાભાગી મૂર્તિઓ અને કોણાર્કના અન્ય અનેક મંદિરોને પણ ધ્વસ્ત કરી દીધા.

મંદિર જેમાં પૂજા કરવામાં નથી આવી ———–

આશ્ચર્યની વાત એ છે કે ——
એક તરફ જેને મંદિર કહેવામાં આવે છે, ત્યાં પૂજા ના થતી હોય તો તે પણ એક આશ્ચર્યની વાત છે. અહીંના સ્થાનિક લોકોની વાત માનીએ તો આજ સુધી મંદિરમાં ક્યારેય પણ પૂજા કરવામાં આવી નથી. હજુ સુધી આ મંદિર એક વર્જિન મંદિર છે. કહેવામાં આવે છે કે મંદિરના પ્રમુખ વાસ્તુકારના પુત્રએ રાજા દ્વારા પોતાના પિતા બાદ આ નિર્માણાધિન મંદિરની અંદર આત્મહત્યા કરી લીધી હતી,હબાદથી આ મંદિરમાં પૂજા અથવા તો કોઇ પણ ધાર્મિક અનુષ્ઠાન પર પૂર્ણતઃ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું.

અર્ચના બંધ થવી

આ બાદ ૧૫૬૮ માં ઓરિસ્સા મુસ્લિમ નિયંત્રણમાં આવી ગયું. ત્યારે પણ હિંદુ મંદિરોને તોડવાના નિરંતર પ્રયાસ થતાં રહ્યાં. આ સમયે પુરી ના જગન્નાથ મંદિર ના પંડોં એ ભગવાન જગન્નાથજીની મૂર્તિને શ્રીમંદિરથી હટાવી કોઈ ગુપ્ત સ્થાન પર છુપાવી દીધા. આ પ્રકારે, કોણાર્કના સૂર્ય મંદિર ના પંડોં એ પ્રધાન દેવતાની મૂર્તિ ને હટાવી, વર્ષોં સુધી રેતીમાં દબાવી છુપાવી રાખી. પાછળથી, આ મૂર્તિ પુરી મોકલાવી દેવાઈ,
અને ત્યાં જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સ્થિત, ઇંદ્ર ના મંદિરમાં રખાવી દેવાઈ. અન્ય લોકો અનુસાર, અહીંની પૂજા મૂર્તિઓ હજી પણ શોધવાની બાકી છે. પણ ઘણાં લોકોનું કહેવું છે,કે
સૂર્ય દેવની મૂર્તિ, જે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય માં રાખી છે, તે જ કોણાર્કની પ્રધાન પૂજ્ય મૂર્તિ છે.

તો પણ કોણાર્કમાં, સૂર્ય વંદના મંદિરથી મૂર્તિના હટવા બાદ બંધ થઈ ગઈ. આ કારણે કોણાર્કમાં તીર્થયાત્રિઓની આવન જાવન બંધ થઈ ગઈ. કોણાર્ક બંદર પણ ડાકુઓ ના હુમલા ને કારણે, બંદ થઈ ગયું. કોણાર્ક સૂર્ય વંદના ની સમાન જ વાણિજ્યિક ગતિવિધિઓ હેતુ પણ એક કીર્તિવાન નગર હતું,
પરંતુ આ ગતિવિધિઓ નું બંધ થઈ જવાને ના કારણે, આ એકદમ નિર્વાસિત થઈ ગયું, અને વર્ષોં સુધી એક ગહન જંગલથી ઢંકાઈ ગયું.

સન ૧૬૨૬ માં, ખુર્દા ના રાજા, નૃસિંહ દેવ, સુપુત્ર શ્રી પુરુષોત્તમ દેવ, સૂર્યદેવની મૂર્તિને બે અન્ય સૂર્ય અને ચન્દ્રની મૂર્તિઓ સહિત પુરી લઈ ગયાં. હવે તે પુરીના મંદિરના પ્રાંગણમાં છે. પુરીના મદલ પંજીના ઇતિહાસથી જ્ઞાત થાય છે,કે સન ૧૦૨૮ માં, રાજા નૄસિંહદેવ એ કોણાર્કના બધાં મંદિરોના માપ-જોખ નો આદેશ આપ્યો હતો. માપન ના સમય સુધી, સૂર્ય મંદિર પોતાની અમલક શિલા સુધી અસ્તિત્વ માં હતું, એટલેકે લગભગ ૨૦૦ ફીટ ઊંચા. કાલાપહાડે કેવળ તેનો કલશ, પણ પદ્મ-ધ્વજા, કમલ-કિરીટ અને ઊપરી ભાગ પણ ધ્વંસ કર્યાં હતાં. પહેલાં બતાવ્યા અનુસાર, મુખશાળા સામે, એક મોટો પ્રસ્તર ખંડ – નવગ્રહ પાટ, હોતી હતી. ખુર્દાના તત્કાલીન રાજા એ તે ખંડ હટાવી દીધો, સાથે જ કોણાર્કથી ઘણાં શિલ્પ કૃત પાષાણ પણ લઈ ગયા. અને પુરીના મંદિરના નિર્માણમાં તેમનો પ્રયોગ કર્યો હતો.

મરાઠા કાળમાં, પુરીના મંદિરની ચહારદીવારીના નિર્માણમાં કોણાર્કના પત્થરનો પ્રયોગ કર્યો હતો. એમ પણ બતાવાય છે, કે નટ મંદિરના બધાં ભાગ, સૌથી લાંબા કાળ સુધી, પોતાની મૂળ અવસ્થામાં રહે છે. અને આને મરાઠા કાળ માં જાણે કરી અનુપયોગી ભાગ સમજી તોડી ગયા. સન ૧૭૭૯માં એક મરાઠા સાધુ એ કોણાર્કના અરુણ સ્તંભ ને હટાવી પુરી ના સિંહદ્વાર સામે સ્થાપિત કરાવી દીધો. અઢારમી શતાબ્દી ના અન્ત સુધી, કોણાર્ક એ પોતાનો, બધો વૈભવ ખોઈ દીધો, અને એક જંગલમાં ફેરવાઈ ગયો. આ સાથે જ મંદિરનું ક્ષેત્ર પણ જંગલ બની ગયું, જ્યાં જંગલી જાનવર અને ડાકુઓના અડ્ડા હતાં. અહીં સ્થાનીય લોકો પણ દિવસના પ્રકાશમાં જવાથી પણ ડરતાં હતાં.

ખોજ અને સંરક્ષણ  ——-

ઇસવીસન ૧૮૦૬માં જયારે ખબર પડી તો એ સમયે આ સ્થાન ચારેબાજુએથી પહાડીઓથી ઘેરાયેલું હતું અને રેતીથી ઢંકાયેલું હતું. ૧૮૩૩ માં એશિયાટિક સોસાયટીએ પહેલી વખત એનાં સંરક્ષણની વાત ઉઠાવી. અહીંયા થી જંગલ, ઝાડીઓ અને રેતને હટાવી લેવામાં આવ્યાં. એક વાત સારી રહી કે દબાયેલા અને ઢંકાયેલા રહેવાનાં કારણે આ મંદિર લુંટારાઓ અને તોડફોડીયાઓ થી સુરક્ષિત રહ્યું. એ સમયે મંદિરનું જગમોહન સુરક્ષિત હતું. જયારે મુખ્ય મંદિરનો પાછળનો હિસ્સો ધ્વસ્ત અવસ્થામાં હતો અને ચારે બાજુએથી ખંડિત મંદિરના પથ્થરોની બહુલતા હતી. ૧૯૦૦માં અહીંયા વાસ્તવિક સંરક્ષણ કરવાનો પ્રયાસ થયો !!! ખંડિત હિસ્સામાં પુરાની સંરચના અનુસાર સંરક્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મહામંડપ જે પડવાની તીયારીમાં જ હતો એને બચાવવામા તેની તિરાડોને પૂરવામાં આવી આને માટે મહામંડપના આંતરિક ભાગને પથ્થરોથી ભરી દેવામાં આવ્યાં
શેષ બંને બાજુનાં દરવાજાઓને ચિનાઈ કરીને બંદ કરી દેવામાં આવ્યાં. આનાં પર લાગેલાં પથ્થરોનો રસાયણિક ઉપચાર કરીને મંદિરનાં સ્વરૂપે નિખારવામાં આવ્યો. સંરક્ષણનું કામ ઘણાં વર્ષો સુધી ચાલ્યું !!! ૨૦મી સદીની મધ્યમાં એને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની આધીન કરી દીધું. અન્ય સામગ્રીઓને લઈને એની બાજુમાં એક સંગ્રહાલય બનવવામાં આવ્યું. ૧૯૮૪માં ત્યાર પછી એને વિશ્વ વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું.

પૌરાણિક ભારતમાં અલગ -અલગ પ્રાંતોમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન શોભાયાત્રામાં દેવ મૂર્તિઓ ને લાકડીઓ ના બનેલાં રથ પર સજાવીને શ્રદ્ધાળુઓની વચ્ચે લઇ જવાતાં હતાં. એટલાં માટે એ માનવામાં આવે છે કે સૂર્યનાં આ મંદિરને રથનું સ્વરૂપ આપવામાં  આવ્યું હોય !!!

નિર્માણ સંબંધી અનુશ્રુતિઓ  ———

જે રેતાળ ભૂમિમાં બનવાનાં કારણે ધસવા લાગ્યું હતું ,પણ આબાબતમાં કોઈની પણ એક રાય નથી. કેટલાંકનું એવું માનવું છેકે આ મંદિર ક્યારેય પૂર્ણ થયું જ નહોતું. જયારે આઈને અકબરી માં અબુલ્ફઝલે આ મંદિરનું ભ્રમણ કરીને એની કીર્તિનું વર્ણન કર્યું છે. કેટલાક વિદ્વાનો નો મત એવો છે કે ઘણાં સમય સુધી આ મંદિર એનાં મૂળ સ્વરૂપે જ હતું !!!
બ્રીટીશ પુરાતત્વવિદ ફર્ગ્યુસને જયારે ૧૮૩૭માં આનું ભ્રમણ કર્યું હતું. ત્યારે મુખ્ય મંદિરનો એક જ ખૂણો બચ્યો હતો
જેની ઉંચાઈ એ સમયે ૪૫ મિટર બતાવવામાં આવી હતી. કેટલાંક વિદ્વાન મુખ્ય મંદિરનાં ખંડિત હોવાનાં કારને પ્રકૃતિની મારથી કે કદાચ ભૂકંપ અથવા સમુદ્રી તુફાનને કારણ માને છે. પરંતુ આ ક્ષેત્રમાં ભૂકંપ પછી પણ નિકટ વર્તી મંદિર કેવી રીતે બચી શકયાંએ વિચારણીય બાબત છે. પડવાનું અન્ય કારણ એમાં ઓછી ગુણવત્તાવાળાં પથ્થરો વપરાયા હોય એવું પણ બની શકે છે !!! જે કાળની થપાટોથી ના બચી શક્યાં હોય, પરંતુ એક સર્વસ્વીકાર્ય તથ્ય અનુસાર સમુદ્રનાં ખારા પાણીની બાષ્પ યુક્ત હવાની જોરદાર અને લગાતાર થપાટોએ આ મંદિરમાં લાગેલાં પથ્થરોનું ક્ષરણ થતું જ રહ્યું હોય અને મુખ્ય મંદિર ધ્વસ્ત થઇ ગયું હોય એ પ્રભાવ સર્વત્ર દેખાઈ પડે છે !!!

આ જ વાતને થોડીક વિગતે જોઈએ

ધ્વસ્ત થવાના કારણો ——–

વાસ્તુ દોષ ———-

આ મંદિર પોતાના વાસ્તુ દોષોના કારણે માત્ર ૮૦૦ વર્ષોમાં જ ધ્વસ્ત થઈ ગયું. આ ઇમારત વાસ્તુ-નિયમોની વિરુદ્ધ બનેલ હતી. આ કારણે જ આ સમયથી પહેલા જ ઋગવેદકાળ તથા પાષાણ કળાનું અનુપમ ઉદાહરણ હોવા છતાં પણ સમયથી પૂર્વ ધરાશાયી થઈ ગયું.

આ મંદિરના મુખ્ય વાસ્તુ દોષ છે:

[૧] મંદિર ના નિર્માણ રથ આકૃતિ હોવાથી પૂર્વ, દિશા, તથા આગ્નેય તથા ઈશાન કોણ ખંડિત થઈ ગયાં.
[૨] પૂર્વથી જોતાં ખબર પડે છે, કે ઈશાન તથા આગ્નેય કોણોં ને કાપી તેને વાયવ્ય તથા નૈઋર્ત્ય કોણોં તરફ વધી ગયા છે.
[૩] પ્રધાન મંદિરના પૂર્વી દ્વારની સામે નૃત્યશાળા છે, જેનાથી પૂર્વી દ્વાર અવરોધિત થવાને કારણે અનુપયોગી સિદ્ધ થાય છે.
[૪]  નૈઋર્ત્ય કોણમાં છાયાદેવી ના મંદિરનો પાયો પ્રધાનાલયથી અપેક્ષાકૃત નીચો છે. તેથી નૈઋર્ત્ય ભાગ માં માયાદેવી નું મંદિર અને નીચું છે.
[૫] આગ્નેય ક્ષેત્ર માં વિશાળ કુવો સ્થિત છે.
[૬] દક્ષિણ તથા પૂર્વ દિશાઓમાં વિશાળ દ્વાર છે, જે કારણે મંદિરનો વૈભવ તથા ખ્યાતિ ક્ષીણ થઈ ગઈ છે.

કથાઓ ———-

એક કથા અનુસાર, ગંગ વંશ ના રાજા નૃસિંહ દેવ પ્રથમ એ પોતાના વંશનું વર્ચસ્વ સિદ્ધ કરવા હેતુ, રાજસી ઘોષણાથી મંદિર નિર્માણનો આદેશ આપ્યો. બારસો વાસ્તુકારો અને કારીગરોની સેના એ પોતાની સૃજનાત્મક પ્રતિભા અને ઊર્જાથી પરિપૂર્ણ કળાથી બાર વર્ષોંની અથાગ મેહનતથી આનું નિર્માણ કર્યું. રાજાએ પહેલાં જ પોતાના રાજ્યના બાર વર્ષોની કર-પ્રાપ્તિ બરાબર ધન વ્યય કરી દીધું હતું. પણ નિર્માણની પૂર્ણતા ક્યાંય દેખાતી ન હતી. ત્યારે રાજાએ એક નિશ્ચિત તિથિ સુધી કાર્ય પૂર્ણ કરવાનો કડક આદેશ દીધો.
બિસુ મહારાણાના પર્યવેક્ષણ માં, આ વાસ્તુકારોની ટીમ એ પહેલાં જ પોતાનું પૂરું કૌશલ લગાવી રાખ્યું હતું. ત્યારે બિસુ મહારાણા ના બાર વર્ષીય પુત્ર, ધર્મ પાદ આગળ આવ્યો.
તેણે ત્યાં સુધી નિર્માણનું ગહન નિરીક્ષણ કર્યું, જોકે તેને મંદિર નિર્માણ નું વ્યવહારિક જ્ઞાન ન હતું, પરન્તુ તેણે મંદિર સ્થાપત્યના શાસ્ત્રોનો પૂર્ણ અધ્યયન કર્યું હતું. તેણે મંદિરના અંતિમ કેન્દ્રીય શિલાને લગાડવાની સમસ્યા સુલઝાવવાનો પ્રસ્તાવ દીધો. તેણે આ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધાં. પણ આની તુરન્ત બાદ જ આ વિલક્ષણ પ્રતિભાવાનનું શબ સાગર તટ પર મળ્યું. કહે છે, કે ધર્મપાદે પોતાની જાતિના હિતાર્થ પોતાની જાન સુદ્ધાં દઈ દીધી.

પૌરાણિક મહત્વ  ——-

આ મંદિર સૂર્યદેવને સમર્પિત હતુ,. જેને સ્થાનિક લોકો બિંરચિ નારાયણ કહેતા હતા. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તેને અર્ક ક્ષેત્ર અથવા તો પદ્મ ક્ષેત્ર કહેવામાં આવતું હતું. પુરાણાનુસાર, શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને તેમના શ્રાપથી કોઢનો રોગ થઇ ગયો હતો, સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં બાર વર્ષ તપસ્યા કરી અને સૂર્ય દેવને પ્રસન્ન કર્યા.
સૂર્યદેવ, જે તમામ રોગોના નાશક હતા, આ રોગનો પણ અંત કર્યો.

તેમના સન્માનમાં, સામ્બ એ એક મંદિર નિર્માણનો નિશ્ચય કર્યો. પોતાના રોગ-નાશ પછી, ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતાં,
તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગ થી, દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી. સામ્બ એ પોતાના બનાવેલા મિત્રવનમાં એક મંદિરમાં, આ મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.

મંદિર હોય એટલે એની કથાઓ પણ હોય, મંદિર હોય એટલે વાસ્તુદોષ પણ રહેવાના. આમ જોવા જઈએ તો ભારતમાં શું વિશ્વમાં ૧૦૦ વર્ષ જૂની ઈમારતો પણ ખંડેર અવસ્થાઓમાં તો હોય જ છેને. મહત્વ એની ખામી શોધવામાં નહિ પણ એની ખૂબીઓ વર્ણવવામાં અને જોવામાં અને એનો એહસાસ કરવામાં એને અનુભુત કરવામાં છે. આજ વાત આપણે સમજતાં નથી

જે છે એ અદ્ભુત છે કદાચ બહિભુત શબ્દ આ મંદિર જોઇને જ અસ્તિત્વમાં આવ્યો હોય તો નવાઈ નહીં. આ મંંદિર અવિસ્મરણીય છે એની અદભુત અને બેનમુન કારીગરીને કારણે એ કેટલું ભવ્ય અને વિશાળ છે એતો ત્યાં જઈને જુઓ તો જ ખબર પડે !!!! પથ્થરની આ કવિતા વાંચવા જેવી જ નહીં પણ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે !!!!

સુર્યદેવને નમસ્કાર !!!!!

——– જન્મેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!