જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય!

જગન્નાથ પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઈએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે.

-મંદિરનો ઝંડોઃજગન્નાથ પુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે.

-પુરીમાં હવાનો રુખઃ– દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે તેનાથી ઉલટું હોય છે. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું હોય છે.

-સુદર્શન ચક્રઃ- પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહો, તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચંક્રને જોશો તો તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે.
-પુરીમાં પક્ષીઃ- જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ઉડતા નથી દેખાતા.

-જગન્નાથ પુરીનો ગુંબદઃ- જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબદની છાયા દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી.

-પુરીનો પ્રસાદઃ-મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે 7 વાસણોને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને આ પ્રસાદ સામગ્રીને લાકડા ઉપર પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરવાળા વાસણમાં સામગ્રી પહેલા તૈયાર થાય છે.

-સાગરની ધ્વનીઃ- જગન્નાથ પુરીના મંદિરમાં પહેલુ પગલુ રાખતી વખતે સાગરની કોઈ ધ્વનિ નથી સંભળતો. તો મંદિરની બહાર એક પગલુ વધારો તો તમે આ ધ્વનિને આસાનીથી સાંભળી શકો છો.

કળયુગનું પવિત્રધામ છે જગન્નાથપુરીઃ-

હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં ચાર ધામોમાં એક યુગનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે કળયુગને પવિત્ર ધામ જગન્નાથ પુરી માનવામાં આવે છે. તે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરુષોત્તમ પુરી, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રીકૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથનો જ અંશ સ્વરૂપ છે. એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવ્યા છે.

નવમા દિવસે પાછા ફરે છે ભગવાન જગન્નાથઃ-

ભગવાન જગન્નાથની આ રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતીયાથી શરૂ થાય છે. આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈ 2 કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિર ઉપર સમાપ્ત થાય છે. જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસ સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દશમના દિવસે ફરી પાછી યાત્રા કરીને મુખ્ય મંદિરે પાછી પહોંચે છે. તેને બહુડા યાત્રા કહેવાય છે. જગન્નાથ રથયાત્રા એક મહોત્સવ અને પર્વના રૂપા જ આખા દેશમાં મનાવવામાં આવે છે.

ધાર્મિક માન્યતા છે કે આ રથયાત્રાને માત્ર રથના શિખર દર્શન જ થી જ વ્યક્તિ જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. સ્કંદપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અષાઢ માસમાં પુરી તીર્થમાં સ્નાન કરનારને બધા જ તીર્થોના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છ અને ભક્તને શિવલોકની પ્રાપ્તિ થાય છે.

આ છે જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલી વાતોઃ-

1-ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્ર- ત્રણેના રથ નારિયળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાનું વજન અન્ય લાકડાની સરખામણીમાં હલકું હોય છે અને તેન આસાનીથી ખેંચી શકાય છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોયછે અને તે અન્ય રથોથી આકારમાં મોટો પણ હોય છે આ રથ બલભદ્ર અને સુભદ્રાન પાછળ હોય છે.

2-ભગવાન જગન્નાથના રથના અનેક નામ જેવા કે-ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે છે. આ રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વત અને હરિદાશ્વ છે, જેનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારુક હોય છે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. તે સિવાય ભગવાન જગન્નાથના રથ ઉપર સુદર્શન સ્તંભ પણ હોય છે. આ સ્તંભ રથની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે.

આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધ્વજા અર્થાત્ ઝંડો ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે, તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. તેના 16 પૈડા હોય છે અને ઊંચાઈ 13 મીટર સુધી હોય છે. તેમાં લગભગ 1100 મીટર કપડાનો રથને ઢાંકવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

3-બલરામના રથનું નામ તાલધ્વજ છે. તેના રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અનેસારથી મતાલી હોય છે. રથના ધ્વજને ઉનાની કહે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેના અશ્વ છે. તે 13.2 મીટર ઊંચા અને 14 પૈડાના હોય છે, જે લાલ, લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

4-સુભદ્રાના રથનું નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે. રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. રથના ધ્વજ નદબિક કહેવાય છે. રોચિક, મોચિક, જિતા અને અરપારિજાત તેના અશ્વ હોય છે. તેને ખેંચવામા વતી રસ્સીનું નામ સ્વર્ણચુડા હોય છે. 12.9 મિટર ઊંચા 12 પૈડાના આ રથમાં લાલ, કાળા કપડાની સાથે જ લાકડાના 593 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

5-ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો ઉપર ઘોડાની આકૃતિઓ મઢવામાં આવે છે, તેમાં પણ ભેદ હોય છે. ભગવાન જગન્નાથના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો, જ્યારે બલરામના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ વાદળી હોય છે.

6-રથયાત્રામાં ત્રણ રથોના શિખરોનો રંગ પણ અલગ-અલગ હોય છે. બલરામજીના રથનું શિખર લાલ-પીળુ, સુભદ્રાજીના રથનું શિખર લાલ અને ગ્રે રંગનું, જ્યારે ભગવાન જગન્નાથના રથનું શિખર લાર અને લીલા રંગનુ હોય છે.

વિશ્વની સૌથી મોટી રસોઈ છે જગન્નાથ પુરીમાઃ-

1-જગન્નાથ મંદિરનું એક મોટું આકર્ષણ હોય છે અહીંની રસોઈ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે. આ મંદિરનું દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત છે. આ રસોઈમાં ભગવાન જગન્નાથ માટે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે.

2- આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવવામાં આવતા મહાપ્રસાદને તૈયાર કરવામાં લગભગ 500 રસોઈયાઓ અને તેમના 300 સહયોગીઓ કામ કરે છે. એવી માન્યતા છે કે આ રસોઈમાં જે પણ ભોગ બનાવવામાં આવે છે તેનું નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં જ થાય છે.

3-અહીં બનાવવામાં આવતા દરેક પકવાન હિન્દુ ધર્મ પુસ્તકોના દિશા-નિર્દેષો પ્રમાણે જ બનાવવામાં આવે છે. ભોગ પૂર્ણતઃ શાકાહારી હોય છે. ભોગમાં કોઈપણ પ્રકારે ડુંગળી કે લસણનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. ભોગને મોટાભાગે માટીના વાસણોમાં જ ઉપયોગ કરવામાં આવે છે.

4-રસોઈની પાસે જ બે કૂવા છે જેને ગંગા અને યમુના કહેવામાં આવે છે. માત્ર તેમાંથી કાઢવામાં આવેલ પાણીથી જ ભોગ તૈયાર કરવામાં આવે છે. આ રસોઈમાં 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે ભોજનની માત્રા આખા વર્ષ માટે રહે છે. પ્રસાદની થોડી પણ માત્રા ક્યારેય નકામી જતી નથી, પછી તે હજારો લોકોથી 20 લાખ લોકોને ખવડાવી શકાય છે.

5-મંદિરમાં ભોગ લગાવવા માટે 7 માટીના વાસણ એક બીજા ઉપર રાખવામાં આવે છે અને લાકડા ઉપર પકાવવામાં આવે છે. આ પ્રક્રિયામાંસૌથી ઉપર રાખેલ વાસણનો ભોગ સામગ્રી સૌથી પહેલા બનાવવામાં આવે છે પછી ક્રમશઃ નીચેની તરફ એક પછી એક ભોગને તૈયાર કરવામાં આવે છે.

આવું છે મંદિરનું સ્વરૂપઃ-

જગન્નાથ મંદિરનું 4,00, 00 વર્ગ ફૂટમાં ફેયલાયેલ છે અને ચાર દિવારીથી ઘેરાયેલું છે. કલિંગ શૈલીના મંદિર સ્થાપત્યકળા અને શિલ્પના આશ્ચર્યજનક પ્રયોગથી પરિપૂર્ણ આ મંદિર, ભારતના ભવ્ય સ્મારક સ્થળોમાંથી એક છે. મુખ્ય મંદિર વક્ર રેખીય આકારનું જ છે. જેના શિખર ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચંદ્ર મંડિત છે. તેને નીલચક્ર પણ કહે છે. આ અષ્ટધાતુથી નિર્મિત અને અતિ પાવન અને પવિત્ર માનવામાં આવે છે. મંદિરના આંતિરક ગર્ભગૃહમાં મુખ્ય દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે.

આ ભાગ ઘેરાયેલા અન્ય ભાગોની સરખામણીએ વધુ વર્ચસ્વ વાળો છે. તેનાથી અડીને ઘેરાદાર મંદિરની પિરામિડાકાર છત અને લગાવવામાં આવેલ મંડપ, અટ્ટાલિકા રૂપી મુખ્ય મંદિરની નજીક જતા જ ઊંચા થતા ગયા છે. આ એક પર્વતને ઘેઈને અન્ય નાની પહાડીઓ, પછી નાના ડુંગરોનો સમૂહ બનેલ છે. મુખ્ય ભવન એક 20 ફુટ ઊંચી દિવાલથી ઘેરાયેલ છે તથા બીજી દિવાલ મુખ્ય મંદિરને ઘેરીને ઊભી છે. એક ભવ્ય સોળ કિનારોવાળો એકાશ્મ સ્તંભ, મુખ્ય દ્વારની તરત જ સામે સ્થિત છે. તેના દ્વાર બે સિંહો દ્વારા રક્ષિત છે.

આ રીતે શરૂ થઈ હતી રથયાત્રાની પરંપરાઃ-

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ઘણી જૂની છે. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક કિવંદતીઓ(લોકકથાઓ) પણ પ્રચિલત છે. તે પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઈન્દ્રદ્યુમે શરૂ કરી હતી. આ કથા સક્ષેપમાં આ પ્રકારે છે-

કળયુગના શરૂઆતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઈન્દ્રદ્યુમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો. એક દિવસ ઈન્દ્રદ્યુમ ભગવાનના દર્શમ કરવા નીલાંચલ પર્વ ઉપર ગયા તેને ત્યાં દેવ મૂર્તિના દર્શન ન થયા. નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્ણવાણી થઈ કે ખૂબ જ જલદી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વરૂપમાં ફરી ધરતી ઉપર આવશે. આ સાંભળીને તે ખુશ થયો.

એકવાર જ્યારે ઈન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર તટ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાયા. ત્યારે તેને ભવિષ્ણવાણીની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી જ ભગવાનની મૂર્તિ બનાવશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પ વિશ્વકર્મા ત્યાં બઢઈના રૂપમાં આવ્યા અને તેને એ લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત જ હા પાડી દીધી.

ત્યારે બઢઈના રૂપમાં વિશ્વકર્માએ એવી શરત રાખી કે મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે અને જો કોઈ ત્યાં આવે તો તે કામ અધુરુ છોડીને ચાલ્યો જશે. રાજાને શરત માની લીધે. ત્યારે વિશ્વકર્માએ ગુન્ડિચા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભૂલવશ રાજા બઢઈને મળવા પહોંચી ગયો. તેમને જોઈને વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધુરી રહી ગઈ. ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારે રાજા ઈન્દ્રદ્યુમે વિશાળ મંદિર બનાવ્યું અને ત્રણે મૂર્તિને ત્યાં સ્થાપિત કરી.

ભગવાન જગન્નાથે મંદિર નિર્માણના સમયે રાજા ઈન્દ્રદ્યુમે બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમી ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઈન્દ્રદ્યુમે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે પ્રભુએ તેમની જન્મભૂમી જવાની વ્યવસ્થા કરી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી આવી રહી છે.

એક અન્ય મત પ્રમાણે સુભદ્રાએ દ્વારિકા દર્શનની ઈચ્છા પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામે અલગ-અલગ રથોમાં બેસાડીને યાત્રા કરી હતી. સુભદ્રાની નગર યાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે.

રથયાત્રામાં એટલા માટે નથી હોતો રુક્મણી અને રાધાનો રથ

વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના અલગ-અલગ રથોમાં વિરાજિત કરીને નગર ભ્રમણ કરવાની પરંપરા છે. અહીં આ વાત વિચારણીય છે કે શ્રીકૃષ્ણની સાથે જ રાધા કે રુક્મણીનો રથ શા માટે નથી હોતો ? તેનો જવાબ હિન્દુ પૌરાણિક કથાઓમાં મળે છે જે આ પ્રમાણે છે-

એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ રહી હતી. નિદ્રા દરમિયાન શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભલીને રુક્મણી અચંભિત થઈ. સવાર થતા જ રુક્મણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું નથી ભૂલતા.

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહુ. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી.

શા માટે ઓગળવા લાગ્યા ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાઃ

સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજાપર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાત અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાત અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.

આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.

એટલા માટે ગુંડિચા મંદિરને કહે છે બ્રહ્મલોકઃ-

ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અષાઢ શુક્લ બીજા તિથિના રોજ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંડિર સુધી જઈને આવે છે. એવી માન્યતા છે કે આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલા માટે ગુંડિચાને બ્રહ્મલોક અર્થાત્ જનકપુરી પણ કહેવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ થોડો સમય આ મંદિરમાં વિતાવે છે. આ સમયે ગુંડિચા મંદિરમાં ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે.

આ પ્રકારે ગુંડિચા નગરમાં જઈને ભગવાન વિન્દુતીર્થના તટ ઉપર સાત દિવસ સુધી નિવાસ કરે કારણ કે પ્રાચીનકાળમાં તમને રાજા ઈન્દ્રદ્યુમને એવું વરદાન આપ્યું હતું કે હું તમારા તીર્થના કિનારે પ્રતિવર્ષ નિવાસ કરીશ. મારે ત્યાં રહેવા માટે બધા તીર્થ તેમાં નિવાસ કરશે. આ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને, જે લોકો સાત દિવસ સુધી ગુંડિચા મંડપમાં વિરાજમાન મારું, બલરામ અને સુભદ્રાના દર્શન કરશે, તેઓ મારી કૃપા પ્રાપ્ત કરશે.

ગુંડિચા મંડપથી રથ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ આવતા શ્રીકૃષ્ણ, બલભદ્રા અને સુભદ્રાજીના જે દર્શન કરે છે, તેઓ મોક્ષના ભાગી બને છે. ધર્મગ્રંથો પ્રમાણે જે દરરોજ સવારે ઊઠીને આ પ્રસંગનો પાઠ કરે છે કે સાંભળે છે તે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી ગુંડિચા મહોત્સવના ફળસ્વરૂપ વૈકુંઠધામમાં જાય છે.

-ભગવાનનો ભોગ તૈયાર કરવા માટે 500 રસોઈયા મુખ્ય હોય છે અને 300 સહાયક રસોઈયાઓ હોય છે.

-ભગવાનનો ભોગ ક્યારેય નકામો જતો નથી કે વેડફાતો નથી તેને 1 લાખ માણસોથી લઈને 20 લાખ માણસોમાં વહેંચી શકાય એટલો હોય છે.

-ભગવાનને ધરાવવા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે.

-જગન્નાથ પુરીના રથોને સજાવવા અનેક મહિનાઓ અગાઉ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે જે વર્ષોથી એક જ પ્રકારે રથ તૈયાર કરે છે.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!