” તારી ખાંભી માથે ખેમરા ” ખીમરા અને લોડણના પવિત્ર પ્રેમના બલિદાનની ગાથા

આ એ ગાળા ની વાત છે જયારે ઘૂમલી ભંગાણુ અને જેઠવા કૂળ અલગ પડયું ….એમા થી રાવલીયા સોરઠિયા આહીર કહેવાણા….એનો એક કૂળ દિપક એટલે ખેમરો…..કેહવાય છે કે સુયૉવદર ( તા.કલ્યાણપુર જિ.દ્વારકા ) એનુ ગામ ત્યા થી એના ઘોડા ના ડાબલા પડે એટલી સીમાડ માં કોઈ અત્યાચારી ડાકુ લૂટારો કે બહારવટિયો પોતાની બદ ઈરાદા ની પ્રવૃત્તિ કરી ન શકતો એવી એની બહાદુરી પંથક માં વખણાતિ.

સુયૉવદર થી સેંકડો ગાઉ દૂર ખંભાત…. આ ખંભાત ની એક ખમતીધર પેઢી એટલે જેરામ મેતા ( અમુક એને વાણીયા કયે અમુક બ્રાહ્મણ પણ મને દિલ થીલાગે છે કે ઈ આહીર જ હશે અને કદાચ તમને પણ લાગશે )….

જેરામ આતા ના સંસ્કારી ખોરડે ઊગી ને ઉછરેલ આઈ લોડણ ….આઈમાં જેરામ મેતા ના આંગણે ખિલખિલાટ કરે. છે……જેરામ મેતા ના વહાણ અનેક દેશ માં હાલતા એવી જાહોજલાલી પણ સંસ્કાર અને સત્સંગ નો પયૉય એટલે જેરામ મેતા

એક દિવસ સાધુ ની જમાત આંગણે આવી રાતવાસો કર્યો…. રાત્રે દાયરો સત્સંગ કિર્તન કરવા બેઠો ….અને સાધુ એ મીરાં બાઈ અને ક્રૃષ્ણ ના અમર પ્રેમ ની વાત માંડી…..બધા તો જાણે વાતૉ સાંભળતા હોઈ એમ પણ જાણે અંતર માંથી જ કંઈક અલગ અવાજ આવતો હોઈ એમ તરૂણ વય ના આઈ માં લોડણ આ વાત ને તન્મયતા થી સાંભળે છે…

અંતે જિજ્ઞાસાવશ આઈ માં લોડણ પેલા સાધુ ને પુછે છે કે મારે મીરાંબાઈ જેમ કૃષ્ણ ને પામવા હોય તો ???

આ સવાલ બાળસહજ સમજી અને વાત ટાળવા માટે કે આ તો બાળક છે કાલ ભૂલી જશે એમ માની અને સાધુ મહાત્મા કહે
” બેટા એના માટે તો તારે આકરૂ તપ કરવૂ પડે….આજીવન બ્રમચયૅ નુ પાલન કરવુ પડે….આજ થી પુખ્ત વય ની થા ત્યા સુધી પરપુરૂસ નુ મોઢું સુધ્ધા ન જો અને પુખ્ત વયે પહેલુ મુખ દ્વારકાધીશ નુ જો તો જ ક્રૃષ્ણ તને સ્વિકારે ”…..

બાળસહજ બુદ્ધી મા આઈ લોડણ આવુ આકરૂ નીમ લ્યે છે અને વષૉ સુધી એનુ કઠોર પાલન કરે છે પોતાના બાપ જેરામ આતા અને ભાઈ ( જેનુ નામ પણ ખેમરો જ હોવાનુ મનાય છે ). સિવાય કોઈ પુરુષ નુ મૂખ જોતાં નથી અને ક્રૃષ્ણભક્તિ માં લીન રહે છે

વષૉ ના વહાણા વિતે છે અને આઈ માં ની વય પૂખ્તતા ના ઉંબરા ને અડકવા માં છે….ખંભાત થી જબરો સંઘ લઇ અને આઈ લોડણ દ્વારકા ની યાત્રા એ નિકળે છે

હાલતા હાલતા સંઘ રાવલ (સુયૉવદર ની નજીક હાલ નુ રાવલ તા.કલ્યાણ પૂર જિ. દ્વારકા ) નજીક પહોંચે છે અને સાથે પહોંચે છે સંઘ નુ કેટલાય ગાઉ થી પગેરૂ દબાવતા બહારવટીયા…..સાંજ ના સમયે સંઘ પર લૂંટ ના ઈરાદે હિચકારો હુમલો થાય છે….પણ ડાડો ખેમરો ત્યાં સાની નદી ના કાંઠે પોતાના ખેતર માં પાણી વારતો હોય છે ….દૈવી અવતાર સમાન ડાડો ખેમરો સંઘ ની વહારે દોડી જાઈ છે અને જીવ સટોસટ ની લડાઈ કરી બહાર વટિયાઓ ને ભગાવે છે…..સાંજ પડી ગઇ હોય સંઘ રાતવાસો કરવા ત્યાં રોકાઈ છે

આ ઉત્તમ બ્રમચયૅ તપ ધરાવતી આઈ ની વાત સાંભળી અને ગામની બેન દીકરી ઓ અને માવડીયુ સાંજે ત્યા દશૅને જાય છે પણ પૂવૅભવ ની પ્રિત જાણે બોલાવતી હોય એમ જતિ નો અવતાર ડાડો ખેમરો પણ ત્યાં દશૅન ની હઠ લ્યે છે

મારે ઈ ભગતાણી ને જોવી છે

પણ કોઈ ના તપ થોડા ભંગાઈ….ઠાકર કોઈ દી માફ ના કરે મારા લાડકા દેર….

પણ વ્રત તો એણે કોઈ પરપુરૂશ નુ મોઢું ન જોવાનું લીધુ છે કોઈ ને મોઢું ન જોવા દેવા નુ થોડું નીમ છે….હુ છેટો ઉભી ને જોઈ લઇશ અંને એને ખબર ય નંઈ પડે

પણ ન્યા તને લય કેમ જાવો….??

આખરે હઠે ભરાઈ ને ખેમરો ભોજાઈ (ભાભી) ના કપડાં પેરી સ્ત્રી વેશે સાથે જાય છે…

આ બાજુ આઈ લોડણ સહુ શ્રધ્ધાળુ સાથે સત્સંગ કરતા બેઠા છે ….અને ત્યા એ બાજુ ડાડા ખેમરા બીજી સ્ત્રી ઓ સાથે ઈ બાજુ આવે છે ……હવે બીના એવી બને છે કે જાણે આ જન્મોજનમ ની પ્રેમકથા હોઈ અને ખુદ જગતનિયંતા જ બેય ના મીલન કરાવતો હોય….ટૂંક માં ચાલી ને આવતા ખેમરાડાડા અને સ્ત્રીઓ ને પાણી નુ એક નાનુ વહેળુ પસાર કરવાનુ થાય છે જે પુરુષ સહજ સ્વભાવે ખેમરો ટપી (ઓળંગી) જાય છે જ્યારે અન્ય સ્ત્રી ઓ એમાં પગ બોળી ને ચાલે છે…..આ દ્રશ્ય આઈ માં નિહાળે છે અને પગ થી પુરૂષ પરખાઈ જવા છતા ઈશ્વર કૃત જિજ્ઞાસા થી ખેમરા નુ મોઢું આઈ માં જોઈ લ્યે છે…..

આઈમાં ના નીમ નો ભંગ થાય છે પણ તપસ્વિ સમાન માતાજી એને ઈશ્વર ની મરજી સમજી ખેમરા ને પ્રભુપ્રસાદી તરીકે સ્વિકાર કરે છે અને સાથે જીવવા મરવા ના એકબીજા ને કોલ દયે છે….

”ખેમરા દ્વારકા વારા ની જાત્રા પુરી કરી અને પછી જ ચોરી ના ફેરા ફરશુ….”

”ઠીક ત્યારે…..ઠાકર કરે ઈ ઠીક”

ડાડો ખેમરો આઈ માં ને જાત્રા પુરી કરવા ની રજા આપે છે પણ પ્રેમ ની અમર ગાંઠ એને અકળાવે છે….આખરે સંઘ જાત્રા પૂરી કરવા દ્વારકા ના માગૅ હાલતો થાય છે….

આ બાજુ વષૉ નુ વેર સંઘરી ને બેઠેલ બહારવટીયાઓ રાત ના અંધકાર માં નિંદ્રાધીન ખેમરા ઉપર ખૂની હૂમલો કરી એને કરપીણ હત્યા કરે છે

પેલી બાજુ દ્વારકા ના દરિયા કિનારે પવિત્ર ગોમતીજી માં સ્નાન કરી ૫૬ પગઠીયા ની સીડી ચડી અને રાજાધિરાજ ની મંગળા આરતી ના દશૅન કરી રહેલ લોડણ ને આ દૃશ્ય ત્યા સ્વપ્ન સ્વરૂપે દેખાય છે અમંગળ ભાસતા આઈ મનોમન પ્રાથૅના કરે છે

દ્વારકા ના દેવળમા સમણુ દીઠુ એક
સાચુ હોજો સગા વીર નુ પણ ખોટુ ઈ ખેમરા નુ…

ઉતાવળે પગલે સંઘ પાછો આવે છે પણ….

જાણે ધરતી વાંઝણી થઇ ગઇ હોય એમ નૂર ગુમાવી બેઠી છે….ઝાડવા જાણે હમણા લોડણ એની પાસે એના ખેમરા નો જવાબ માંગશે એમ ઝંખવાણા પડી ગ્યા છે…..પણ મનેખ ? જાણે કુદરત નો કોઈ જઘન્ય અપરાધ કરી બેઠા હોય ….જેની સજા કલ્પી ન શકાય …..

છેવટે ….હિમાલય નુ કાળજુ ફાડી નાખે કરૂણ રૂદન કરતાં કરતાં આઈ લોડણ ખેમરા ની ખાંભી પાસે આવે છે….. સારસ થી વિખૂટી પડેલી સારસી જેમ ઝુરી ઝુરી ને એના પ્રાણ ત્યાગે એમ આઈ માં લોડણ ખેમરાડાડા ની ખાંભી માથે પોતાનુ માથું પછાડી પછાડી ને પ્રાણ ત્યાગે છે….

કોઇ ચડાવે સીંદૂર, કોઈ ચડાવે તેલ
પણ લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખેમરા……

તા.ક.-

હાલ રાવલ ( તા. કલ્યાણ પુર જિ. દ્વારકા ) ના પાદર માં ખેમરા લોડણ ની ખાંભી આવેલી છે જયાં હાલ મંદિર પણ નિમૉણ પામેલ છે સાથે કુળદેવી માં વિંધ્યવાસીની બિરાજમાન છે….થોડે જ દુર સુયૉવદર ની સીમ મા ડાડા ની રણ ખાંભી પણ છે…દર વષૅ રાવલીયા (આહીર) કુટુંબ ત્યા ભેગુ થઈ હવન કરે છે.અને ડાડા ને પૂજે છે….પણ હજી આ ઈતિહાસ અનેક રહસ્યો સાચવી ને બેઠો છે આઈ માં લોડણ અને ડાડા ખેમરા ને પ્રાથૅના દયા કરે…જેથી આવનારી પેઢી ઉજળા ઈતિહાસ ની અસ્મિતા જાણે તથા ઉજળા વારસા થી માહિતગાર થાય….

(સં.- નરેશ ડુવા)

error: Content is protected !!