કટાસરાજ મંદિર સંકૂલ – ચકવાલ (પંજાબ પ્રાંત -પાકિસ્તાન)

મહાભારતમાં પણ ભારત શબ્દ સમાયેલો એટલે કે એમાં પણ એ સમયમાં જ આ ભારત જ હતું એવો ઉલ્લેખ થયેલો છે. મહાભારત શબ્દ જ એ સૂચવે છે કે આપણું ભારત અત્યારે જે છે એનાં કરતાં વધારે મોટું અને અતિવિશાળ હતું !!! તે વખતે તો આ સરહદો -ફરહદો હતી જ નહીં જ્યાં જુઓ તો ત્યાં બસ ભારત જ નજરે પડતું હતું !!! મહાભારત માં બધાં રાજયો અને રાજાઓ અને ખુદ ભગવાન શ્રીકૃષ્ણ પણ મન ફાવે ત્યાં એટલી ઝડપથી જયાં જવું હોય ત્યાં પહોંચી જતાં હતાં કે જે આજનાં જમાનામાં જેટપ્લેનો પણ નથી લઇ જઈ શકતાં. જો કે એ ભગવાન હતાં એટલે તેઓ તો ગમે ત્યાં જઈ જ શકે અને એ પણ આંખના પલકારામાં !!!

જો કે શું પાંડવો કે કૌરવો એ બધાજ કોકને કોક દેવ કે દેવર્ષિની કૃપાથી જન્મેલાં હતાં એટલે તેઓ પણ ગમે ત્યાં જઈ જ શકતાં હતાં !! પણ એ સમયમાં પ્રજા પણ હતી અને સ્થાનો પણ હતાં. જેમાંના અમુક સ્થાનો આજે ભારતમાં નથી પણ એટલું તો અવશ્ય કહી જ શકાય કે એ સમયમાં એ ભારતમાં હતાં !!! રામાયણ અને મહાભારત જેવાં આદિ મહાકાવ્યો અને આપણા પુરાણોમાં જે હિમાલય કે અન્ય પર્વતોનો ઉલ્લેખ થયો છે તે એક જ એકલો અટૂલો પર્વત નથી કારણકે હિમાલય તો વિશ્વની સૌથી સૌથી ઉંચી અને સૌથી લાંબી પર્વતમાળા છે વળી એ સમયમાં કંઇ એટલાં બધાં ગામડાંઓ કે નગરો પણ નહોતાં કારણકે એ સમયમાં તો બહુ વધારે પડતી વસ્તી જ હતી નહીં. બીજું કે એમાં જે કંઇ ભગવાનો કે અન્ય કથાનો ઉલ્લેખ થયો છે તેમાં માત્ર ભારતનું જ કલ્યાણ નહી પણ સમગ્ર વિશ્વનો કલ્યાણ હેતુ હતો એટલે એમાં ભારત એકલું જ સમાવિષ્ટ ના જ હોઈ શકે એમાં વિશ્વનાં અન્ય પ્રદેશો કે સ્થનો હોઈ જ શકે છે. આવા સ્થાનો કે સ્મારકો જો ભારતમાં હોય તો એ આપણાં ગૌરવની વાત છે અને જો અન્ય દેશોમાં હોય તો એ તો ઊલટાની વધારે ગૌરવ લેવાની વાત ગણાય !!!

આવાં સ્થાનો પૂર્વમાં વધારે છે જેમકે મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, સિંગાપુર વગરે જે કોઈને કોઈ રીતે આપણી પુરાણકથાઓ સાથે સંકળાયેલાં જ છે. દક્ષિણમાં શ્રીલંકા કે દક્ષિણ પૂર્વમાં મ્યાનમાર એ તો પહેલાં ભારતનો જ એક ભાગ હતાં. ઉત્તરની વાત કરીએ તો નેપાળ,ભૂતાન અને તિબેટ પણ ભારતનો જ એક ભાગ હતાં. અમુક અંશે રશિયાનો અમુક ભાગ પણ !!! પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવે છે પણ એશિયાના અમુક દેશો કે સાઉથ આફ્રિકા , યરોપ કે ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા આમાં આવતાં નથી કારણકે એમનાં તો દેવો પણ જુદા છે અને સંસ્કૃતિ પણ !!! ઈજીપ્ત,રોમ મેક્સિકો ,તુર્કસ્તાન,ઈરાન, એમની સંસ્કૃતિ આપણાથી તદ્દન ભિન્ન છે. ચીનની સંસ્કૃતિ પણ આપણાથી તદ્દન જુદી જ છે પણ બૌદ્ધધર્મનાં પ્રસાર અને પ્રચારના લીધે એ આપની સંસ્કૃતિ સાથે જોડાયેલાં અવશ્ય લાગે છે કારણકે ભગવાન બુદ્ધ એ તો ભગવાન વિષ્ણુનાં અવતાર હતાં એટલાં માટે ઇસવીસન પૂર્વેથી જ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મો પ્રસાર એ આપણા ગુપત્કાલીન રાજાઓએ જ અન્ય દેશોમાં પ્રસરાવ્યો હતો. એમાં કેટલાંક રાજાઓએ પાછળથી જૈન ધર્મ અંગીકાર કરી લીધો હતો પણ તેઓએ જૈનધર્મ ભારતની બહાર પણ પ્રસરાવ્યો. એ એક ભારતીય ધર્મ બનીને જ રહી ગયો પણ એના કેટલાંક મંદિરો આજે પણ પાકિસ્તાનમાં સ્થિત છે જ !!!પણ વિશ્વમાં બીજે ક્યાંય નહીં !!!

જ્યારે સમ્રાટ અશોક અને ત્યાર પછીનાં રાજાઓ અને રાજવંશોએ બૌદ્ધ ધર્મને વૈશ્વિક ધર્મ બનાવ્યો !!!! મુસ્લિમ ધર્મ તો માત્ર ૧૪૦૦ વર્ષ પુરાણો જ છે. જ્યારે શીખ ધર્મ તો ઈસવીસન ૧૪૬૯ માં જ અસ્તિત્વમાં આવ્યો છે. આ બે ધર્મોને ઈતિહાસ સાથે વધુ લેવાદેવા છે. જોકે આ બે ધર્મ અરસપરસના વિરોધી રહ્યાં છે ઈતિહાસ એનો સાક્ષી છે પણ મુસ્લિમ ધર્મની વ્યાપક્તાને લીધે એની એક અલગ જ સંસ્કૃતિ પ્રસ્થાપિત થઇ પણ એમની કટ્ટરતાવાદી વિચારસરણી અને અમુક ગેરવ્યાજબી કૃત્યોને કારણે એ ભારતીય સંસ્કૃતિનાં વિરોધી બની ગયાં એ જ્યારે ભારત પર આક્રમણ થયાં ત્યારે અને મુસ્લિમોએ ભારત પર લગભગ ૮૦૦ વર્ષ રાજ્ય કર્યું ત્યારે સ્પષ્ટરૂપે જણાઈ આવ્યું. એમણે એમનાં સ્મારકો અને શિલ્પસ્થાપત્યો બાંધ્યા જે આજે ભારતની શાન વધારનારાં છે. હવે સમ્રાટ હર્ષવર્ધન પછી તો ભારતીય સંસ્કૃતિનો પ્રસાર લગભગ સમાપ્ત થઇ ગયેલો જ ગણાય કારણકે સમ્રાટ હર્ષવર્ધન પછી તો મધ્યયુગ પૂરો જ થઇ ગયો હતો પણ ત્યાર પછી જે બે ધર્મો આવ્યાં એ છે મુસ્લિમ ધર્મ અને શીખ ધર્મ !!!

Katasraj Temple 2

શીખ ધર્મ આમેય હિંદુસ્તાની ધર્મ જ ગણાય કારણકે ભારત બહાર એનો કોઈ પ્રસાર અને પ્રચાર થયો જ નથી એટલે એ સમ્પૂર્ણ ભારતીય છે એમ જરૂરથી કહી શકાય એમ છે. મુસ્લિમ ધર્મ તો ભારતમાં બહારથી આવ્યો છે એટલે એ આયાતી ધર્મ અને પ્રજા ગણાય પણ ભારતમાં ઘણાં મુસ્લિમ પવિત્ર સ્થાનો છે અને ઈતિહાસ તેનો સાક્ષી પણ છે જ !!!આ એક એવી જગ્યા છે જ્યાં હિંદુ ધર્મ , મુસ્લિમ ધર્મ અને બૌદ્ધ ધર્મનો ત્રિવેણી સંગમ થયેલો જોવાં મળે છે જે અહીના બાંધકામ અને શિલ્પસ્થાપત્યકળામાં અવશ્ય જોઈ શકાય છે !!!

ક્ટાસરાજ મંદિરો —–

આ મંદિરોને કટાસ રાજ મંદિરો કે કટાસ કિલ્લો પણ કહેવાય છે. આ એક જગ્યા એવી છે કે ત્યાં ચાલતાં ચાલતાં જઈને ઘણાં મંદિરો અને એમાં સ્થિત કિલ્લો પણ જોઈ જ શકાય છે. મંદિર સંકુલ “ક્ટાસ ” નામના તળાવની આસપાસ છે જે તાળાવને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર સંકુલ પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતના પોટોહર પ્લેટૂ વિસ્તારમાં સ્થિત છે. મંદિરો કલ્લાર કહર ગામની નજીક આવેલા છે અને એમ-૨ મોટરવેની નજીક જ છે. કહેવાનો મતલબ એ કે એ રસ્તામાં જ આવે છે !!!

આ મંદિર સંકૂલ એ ૭ મંદિરોનું સંકુલ હતું તેમાંથી માત્ર ૪ જ બચ્યાં છે

આ મંદિર અને આખું મંદિર સંકુલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જીલ્લામાં આવેલું છે અને એને ક્ટાસરાજ મંદિરને નામે ઓળખવામાં આવે છે. મંદીરનું નિર્માણ ઇસવીસન ૬૧૫થી ઇસવીસન ૯૫૦ની વચ્ચે થયેલું છે એવું નથી કે આ એક મંદિર બનાવતાં આટલાં બધાં વર્ષો લાગ્યાં હોય. અહી કુલ સાત મંદિરો હતાં જેમાંથી અમુક જ બચ્યાં છે તે અને એક કિલ્લો પણ છે તે આ બધું જ અલગ અલગ સમયે બન્યું હોય એવું લાગે છે માટે આટલાં વર્ષો લાગ્યાં હશે એમ સહેજે અનુમાન લગાવી શકાય એમ છે !!! એક નહીં પણ અનેક છે એટલે આટલાં બધાં વર્ષો એટલે કે ૩૩૫ જેટલાં વર્ષો લાગ્યાં છે. એમાં કદાચ શિલ્પકારો અને રાજાઓ – રાજવંશો બદલાયાં હોય અને ધર્મ પણ એવું પણ બને અરે બને નહીં એવું જ બન્યું છે અહીંયા !!! જે નરી આંખે જોઈ જ શકાય એમ છે !!! આ મંદિરો કેટલાં સરસ છે એની વાત તો પછી કરશું જ આપણે !!!

Katasraj Temple 3

ભારત એ મંદિરો,માન્યતાઓ અને ચમત્કારોનો દેશ છે પણ ભારતીય પ્રજા ગમે તે કષ્ટવેઠીને પણ એક વાર તો ભગવાનના દર્શન કરવાં જતાં જ હોય છે. કદાચ ના જતાં હોય પણ જવાની ઈચ્છા તો જરૂર વ્યક્ત કરતાં હોય છે. ઈચ્છા વ્યક્ત કરવી એ ત્યાં જવાં બરાબર જ ગણાય. મનમાં એમ તો થયાં કરેજ છેને ક્યારેક તો આવી જગ્યાએ જઈશું જો ભગવાનની ઈચ્છા-મરજી હોય તો !!! ભગવાન તો કયારે એવું તો ના જ ઈચ્છેને કે મારા દર્શન કરવાં ના આવો. ભગવાન છે તો ભક્તો છે અને ભક્તિ છે તો ઈશ્વરીય શક્તિ પણ છે જ. આ ઈશ્વરીય શક્તિની અનુભૂતિ આપણને ડગલેને પગલે થયાં જ કરતી હોય છે અને થતી જ રહેવાની છે કારણકે ભક્તિ કયારેય અવસાન પામતી નથી અવસાન તો માણસોના નશ્વર દેહનું થાય છે !!! અનુભૂતિનો એહસાસ એ પણે ત્યાં ના જઈએ તોય એને વિષે વાંચીએ – લખીએ કે જાણીએ તો પણ થતો જ રહેતો હોય છે. આવો એહસાસ જ આપણામાં જીવનનો સંચાર કરે છે માટે જ આપને મંદિરો તરફ આકર્ષાતાં હોઈએ છીએ. એમાં તો કોઈ જ બે મત નથી. ભારતમાં ઘણાં ધાર્મિક સ્થાનો છે જે બધાં તો આપણે આ જન્મમાં જઈને જોઈ શકવાનાં તો નથી જ !!!

પણ આવા સ્થાનો અને મંદિરો અને સાથોસાથ પહાડો હવેલીઓ અને કિલ્લો એક જ સાથે એક જ સ્થળે જોવાં મળી જાય તો કેવું સારું. આવું એક સ્થળ છે જે પ્રાકૃતિક સુંદરતાથી ભરપુર છે …….. પહાડ પર છે ત્યાં મંદિરો પણ છે અને ઘણાં પુરાણા છે જેની સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે જ. ભારતમાં શું કે વિશ્વમાં શું દેવાધિદેવ મહાદેવનાં મંદિરો વિપુલમાત્રામાં જોવાં મળે છે !!! આ મહાદેવજીની દુનિયા પર વ્યાપક અસર દર્શાવવા માટે પુરતું છે !!! પણ આ મહાદેવજીના અતિપ્રાચીન પૌરાણિક મંદિરની સાથે તમને ભગવાન શ્રી રામચન્દ્રજી અને ભગવાન શ્રી હનુમાનજીનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર એક સાથે જોવાં મળી જાય તો કેવું સારું !!!

આ માટે આપણે અયોધ્યા જવાની જરૂર નથી જો કે અયોધ્યા એ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મભૂમિ છે એટલે ત્યાં જવાય જ !!! અને કોઈએ પણ જવું જ જોઈએ જ !!! પણ જો માત્ર શ્રીરામચંદ્રજીનનું મંદિર અને શ્રી હનુમાનજીનું મંદિર એક સાથે મળી જતું હોય તો ત્યાં તો અવશ્ય જ જવાયને વળી !!! આ એક સંકુલમાં જો હવેલી હોય અને કિલ્લો હોય અને પ્રાચીન કુંડ હોય અને પૌરાણિક શૈવ મંદિર હોય તો તે સ્થાન કેટલું સુંદર હશે એ વિચારી જોજો !!! સાથોસાથ અહી એક કિલ્લા જેવી હવેલી છે અને અહી પહેલાં બૌદ્ધ સ્તુપો પણ હતાં. અહી હિન્દુધર્મ, બૌદ્ધ ધર્મ અને મુસ્લિમ ધર્મનાં શિલ્પ સ્થાપત્યનો અદભૂત ત્રિવેણી સંગમ થયેલો જોવાં મળે છે

આ મંદિરોની સ્થાપત્યકળામાં હિંદુ -મુસ્લિમ સ્થાપત્યકળા એકબીજામાં ભળી ગયેલી હોય અને એકબીજા સાથે હાથમાં હાથ મિલાવીને તાલમેલ સાધતી હોય એવું લાગે છે !!! આ સ્થળ એવું છે ને કે — ક્યારેક તમે કુંભલગઢ કે ચિત્તોડમાં ફરતાં હોવ એવું લાગે તો કયારેક તમે બુંદી કે ઝુંઝનુમાં ફરતાં હોવ એવું લાગે તો કયારેક તમે જાણે રાજસ્થાનના અરવલ્લીના પહાડોમાં ફરતાં હોવ એવું લાગે તો કયારેક એ પુષ્કર કે અયોધ્યાની પણ યાદ પણ અપાવી દે તો ક્યારેક કર્ણાટકનાં બીજાપુર કે હૈદ્રાબાદનો ગોલકોંડા કિલ્લો કે આદિલશાહી સ્મારકો કે દિલ્હી કે જયપુરની પણ યાદ અપાવી દેતો તીર્થરાજ પુષ્કરને વળી કેમ કરી ભૂલાય કારણકે આ સ્થળ એ પુષ્કરરાજ સાથે સંકળાયેલું છે જ !!! સૌથી મહત્વની વાત એ છે કે આ સ્થળ પાકિસ્તાનમાં છે અને હિન્દુતીર્થ છે !!! નામ છે એનું ——–કટાસરાજ મંદિર સંકૂલ !!!

Katasraj Temple 5

આ એક સ્થળ એવું છે ને કે ત્યાં તમને આ બધું એક સાથે જોવાં મળે અને અમુકમાં તો દર્શન કરવાં પણ મળે જેમકે કટાસરાજ શિવ મંદિર અને શિવનેત્ર કુંડ !!! પણ સાથોસાથ અહી બીજાં મંદિરો અને બીજાં ઐતિહાસિક સ્થાનો છે જે પણ જોવાં લાયક જ છે વળી આસ્થાળ અતિસુંદર હરિયાળીથી છવાયેલું ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર છે જે કોઈને પણ જોવું તો ગમે જ ખરું !!!

કટાસરાજમાં ભગવાન શિવનાં મંદિર સિવાય ભગવાન રામ મંદિર ,હનુમાન મંદિર અને અન્ય દેવી-દેવતાઓનાં પણ મંદિરોનો સમૂહ છે જેણે સાત ધરામંદિર પરિસર કહેવામાં આવે છે. આમ તો પાકિસ્તાનમાં કુલ ૩૦૦થી પણ અધિક મંદિર છે જે આજે નષ્ટ થઈને ખંડેર બની ગયાં છે. આની થોડીક વિશેષ છણાવટ કરીએ તે પહેલાં આ પહેલાનાં કટાસરાજ શિવમંદિર અને શિવકુંડવાળા લેખમાં મેં જે અછડતો ઉલ્લેખ કર્યો છે તેની વાત કરી લઈએ. આ સંકુલમાં જીર્ણોધ્ધારનું કામ શરુ કરાયેલું ઇસવીસન ૨૦૦૫ પછી જયારે શ્રી અડવાણીજી એ પાકિસ્તાન યાત્રા કરી હતી ત્યારે પાકિસ્તાન સરકારે એવો નિર્ણય લીધો હતો કે આનો જીર્ણોધ્ધાર કરવો !!! અહિયાં જયારે સિમેન્ટ ફેકટરીઓ નાંખવાનો નિર્ણય પાકિસ્તાને મલ્ટીનેશનલ કંપનીઓ સાથે મળીને લીધો ત્યારે અડવાણીજીએ આને દત્તક લેવાની તૈયારી બતાવી હતી અને પાકિસ્તાને આ સંકૂલને બચાવવાં માટે એનો જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લીધો હતો !!! જેની શરૂઆત તે વખતનાં પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કરી હતી !!! આ અભિયાન અંતર્ગત પાકિસ્તાન સરકારે અહી ખુદાઈનું કામકાજ શરુ કર્યું !!! અત્યાર સુધી આ મંદિરો ખંડેર હાલતમાં જ હતાં આ અહીં સ્થિત છે એ સન ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન વિભાજન વખતે ભારતમાં સ્થળાંતર કરી ગયેલાં હિન્દુઓને જ ખબર હતી એટલે માત્ર તેઓ જ આ મંદિર વિષે જ્ઞાત હતાં પાકિસ્તાની પ્રજા નહીં જ !!! એટલે જ અડવાણીજી ત્યાં ગયેલાં એ તો અત્યંત દેખીતી સ્પષ્ટ વાત છે !!! કારણકે કોઈ હિંદુ જ આટલી ચિંતા વ્યક્ત કરી શકેને માત્ર તેમને અને ત્યાંથી આવેલાં બીજાં હિન્દુઓને જ ખબર હતી કે અહી આ અતિપ્ર્ખ્યાત હિંદુ મંદિરો છે !!!

આ મંદિરોમાં તે વખતે અતિઉત્સાહપૂર્વક પૂજા અને જોરશોરથી ઉત્સવો મનાવાતાં જ હતાં કહેવાનો મતલબ કે આ શિવ મંદિરમાં તે વખેતે પણ પૂજા થતી હતી પણ પછીથી બંધ થઇ ગઈ આ મંદિરો ખંડેરો હોવાં છતાં પણ !!! આ મંદિરો તો પહેલેથી જ ત્યાં હતાં અને ત્યાં જો પૂજા અને ઉત્સવો મનાવાતાં જ હોય તો આ મંદિરો ખંડેર હાલતમાં હતાં એમ તો કેવી રીતે કહી શકાય !!! પણ ત્યાર પછીથી પૂજા ઉત્સવો બંધ થઇ ગયાં એ પણ હકીકત તો છે તે વખતે પણ અમુક મંદિરો તો ત્યાં હતાં જ પણ એમાંની મૂર્તિઓ ગાયબ થઇ ગઈ હતી જે પાછી લાવવાની કે અન્ય નવી બનાવીને અહી મુકવાની પાકિસ્તાન સરકારે તૈયારી બતાવી છે !!! એ વાત પછી થી પણ આનું પરિણામ શું આવ્યું એ વધારે જાણવાની જરૂર છે. આ મંદિર સંકૂલમાં જયારે ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે જ પુરાતત્વ ખાતાને ખબર પડી કે આ મંદિરો તો ૬૦૦૦થી ૭૦૦૦ વર્ષ પહેલાં બનેલાં છે. આ મંદિર પરિસરમાં મળેલી પ્રાગૈતિહાસિક વસ્તુઓ, પશુ-પક્ષીઓનાં અસ્થિઓથી એવું પ્રતિતથાય છે કે આ હરપ્પાની નાગરિકતા એટલે કે એ સંસ્કૃતિકાલની વસ્તુઓ છે

પુરાતત્વ વિભાગ અનુસાર અહીં મળેલી વસ્તુઓ જેમકે કુહાડી, ગ્રેનાઈટના ચપ્પુઓ, મહિલાઓની ટેરાકોટા બંગડીઓ અને માટીનાં વાસનો લગભગ એજ પ્રકારનાં છે જે હરપ્પન ઉત્ખનનમાં પ્રાપ્ત થયાં હતાં. જો કે આ વસ્તુઓનું કાર્બન ડેટિંગ કરાવવાનું હજી બાકી જ છે પરંતુ એ તો સત્ય જ છે કે આ મંદિર-મંદિરોનો ભારત સાથે બહુજ પુરાણો અને ગહેરો સંબંધ છે !!! વળી …… ચોથી સદીમાં હર્ત આવેલાં ચીનના બૌદ્ધ ભિક્ષુ ફાહિયાન અને સ્તમી સદીમાં આવેલાં હ્યુ-એન-સંગ જેવાં વૈશ્વિક મુસાફરો અને જ્ઞાતાઓએ પણ પોતાનાં અ પ્રવાસ વર્ણનોમાં કટાસરાજ મંદિર-મંદિરોનો ઉલ્લેખ કર્યો છે !!! શિખોનાં ગુરુ અને શિખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક સાહેબ પણ આ મંદિરમાં માં ભગવાન શિવજીનાં દર્શન કરવાં આવતાં હતાં. પ્રખ્યાત શિખ સમ્રાટ મહારાજા રણજીતસિંહજી પણ કટાસરાજ ભગવાનન શિવજીનાં અનન્ય ભક્ત હતાં. આ મંદિરની જ પાસે જ ત્રીજી સદીમાં બનાવવાંમાં આવેલી ૧૦ કમાનોથી ઘેરાયેલો ચક્રવર્તી સમ્રાટ અશોકનો ૨૦૦ ફૂટ લાંબો એક બૌદ્ધ સ્તૂપ પણ પહેલાં હતો જેનાં અવશેશો પણ મળી આવ્યાં છે !!!

ભારત -પાકિસ્તાન વિભાજનકાળ સુધી આ મંદિરની બહુ જ માન્યતા રહી હતી. દર વર્ષે કરોડો શ્રધ્ધાળુઓ મહાશિવરાત્રીએ આ કટાસરાજ મંદિરમાં ભગવાન શિવજીનાં દર્શન કરવાં અને આ અમરકુંડમાં તીર્થ સ્નાન કરવાં જતાં હતાં. આ વિભાજને માત્ર ભૂમિનો બત્વારો નથી કર્યો અપિતુ આપણી સદીઓ પુરાની સંસ્કૃતિ, સભ્યતા,ધરોહર અને આસ્થા સ્થાનો અને શ્રદ્ધાસ્થળોનું પણ વિભાજન કરી નાંખ્યું છે. દુખ તો એ વાતનું છે કે ભારતમાં ભાગ્યેજ કોઈ મસ્જીદ કે દરગાહ આજે તૂટે છે કહેવાનું તાત્પર્ય એ કે એ અહીંયા આજે પણ એટલા જ સુરક્ષિત છે જેટલાં આપણા ધર્મસ્થાનો, પણ પાકિસ્તાન જેનું નામ એમાં તો હિન્દુઓના લગભગ મંદિરો તબાહ થઇ ચુક્યા છે જે નથી થયાં એને પણ એ લોકો તબાહ કરવાની તૈયારીમાં જ છે !!! હિંદુ ધર્મ સહિષ્ણુ છે એ વાતનું નિદર્શન એજ છે કે આપણે કોઈની આસ્થામાં બાધાં નથી નાંખતાં હોતાં !!!

આ સંકુલમાં મુખ્યત્વે તો બે જ આકર્ષણ છે એક છે —— કટાસરાજ શિવ મંદિર અને બીજું છે ——– શિવનેત્ર કુંડ પણ અહી બીજાં મંદિરો અને બીજાં સ્થાનો પણ છે તો ખરાં જ. આ સંકૂલ પંજાબ પ્રાંતના ચકવાલ નગરથી માત્ર ૩૦ જ કિલોમીટર દૂર દક્ષિણમાં કોહીસ્તાન નામની પર્વત શ્રુંખલામાં એક મહાભારતકાલીન ગામ કટાસરાજ છે ત્યાં સ્થિત છે. આ મંદિર પરિસરમાં ભગવાન શિવજી, ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન હનુમાનજીનાં મંદિરો ખાસતૌરથી જોવાં મળે છે !!! આના સિવાય પણ બીજાં પણ મંદિરો છે જે આશરે ૧૦મી સદીમાં બનવાયા હોય. આ આખું સંકુલ એ ભારતનો ભવ્ય ઈતિહાસ દર્શાવવા માટે પુરતું છે !!! પુરાણ પ્રસિદ્ધ અમર કુંડ – અમૃત કુંડને ઈતિહાસકારો અને પુરાતત્વ વિભાગ અનુસાર આ સ્થાનને તેઓ શિવનેત્ર માને છે !!!

એમ કહેવાય છે કિ અહીના બધાં મંદિરોનું નિર્માણ પાંડવોએ કર્યું હતું જેનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો જોવાં મળે છે. પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન ૪ વરસ અહીં જ ગળ્યા હતાં. યુધિષ્ઠિરનાં જણવ્યા પરમને એમને મન આ જગ્યા એ કોઈ સ્વર્ગથી કોઈ કમ નહોતી એટલે જ તેઓ અહી ઠરીઠામ થયાં હતાં. આ ચાર વર્ષોમાં પૂજા- અર્ચના- આરાધના કરવાં માટે એમણે અહી મંદિરોનું નિર્માણ કર્યું હતું !!! હવે તમને એક પ્રશ્ન થતો તેઓ રહેતા ક્યાં હશે ઝૂંપડીમાં અરે ના ભાઈ ના !!!! તેમને પોતાને રહેવાં માટે સાત ભવનોનું નિર્માણ કર્યું હતું. આ ભવન આજે સાત મંદિરનાં નામે પ્રસિદ્ધ થયું છે !!!આ એજ સ્થાન છે આ એજ કુંડ છે જેના કિનારે યુધિષ્ઠિર અને યક્ષજીનો સંવાદ થયો હતો !!!જે મેં આગળનાં લેખમાં જણાવ્યું જ છે એટલે એની વાત અહીં હું કરતો નથી !!!મહાભારતમાં આ જગ્યાને દ્વૈતવન કહેવામાં આવી છે જે સરસ્વતીનદીનાં તટ પર સ્થિત હતું એ હિસાબે તો સરસ્વતી નદી પર શોધકરવાંવાળાં માટે તો આ એક મહત્વપૂર્ણ જગ્યા છે !!!!

આ સાત મંદિરોને સાતધરા મંદિરો પણ કહેવાય છે. અહીના આ સતધરા મંદિરોના સમુહમાં માત્ર ચાર જ મંદિરોના અવશેષ બચ્યાં છે જેમાં ભગવાન શિવ, ભગવાન રામજી અને ભગવાન હનુમાનજીનાં મંદિર મુખ્ય છે સાથોસાથ અહીંયા બૌદ્ધ સ્તૂપ અને જૈન મંદિરોનાં અવશેષો અને શિખ ધર્મ સાથે જોડાયેલાં સ્થળો પણ છે. એમ પણ કહેવાય છે કે અહિયાં ગુરુ નાનકદેવ વારંવાર આવતાં હતાં અને તેઓ અહીં ઘણો સમય રોકાતાં હતાં અને ભગવાનનું ધ્યાન ધરતાં હતાં આજે પણ એક હવેલી હયાત છે જેમાં તેઓ રોકાતાં હતાં તે. એ આજે તો ભગ્નાવસ્થા માં છે પણ તેઓ અહી રહેતાં હતાં તે અહીના લોકો બહુ ગર્વપૂર્ણ રીતે બતાવે છે અરે ….. એમ પણ કહેવાય છે કે નાથ સંપ્રદાયના સંસ્થાપક ગોરખનાથ પણ અહીં અવારનવાર આવતાં હતાં.

મંદિર સંકુલમાં સાત મંદિરોના જૂથનો સમાવેશ થાય છે જે સત-ગ્રહ તરીકે ઓળખાય છે. આ જે પણ આ મંદિર સાત-સત ગ્રહ મંદિર તરીકે જ ઓળખાય છે જેનું સ્થાપત્ય કાશ્મીરી સ્થાપત્ય કળા સાથે મેળ ખાતું વધારે લાગે છે. આ સાતેય મંદિરો આ જ શૈલીમાં બન્યાં હતાં આ સાત મંદિરોમાં પણ પાછું એક નાનું શિવ મદિર પણ છે અહીના મંદિરો ભગવાન શિવ, ભગવાન રામ અને ભગવાન હનુમાન જેવા વિવિધ હિન્દૂ દેવતાઓને સમર્પિત છે. એમ કહેવાય છે કે આ મંદિરો પંજાબના હિંદુ રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યાં હતાં જેમને આ પ્રદેશમાં એટલે કે સમગ્ર પંજાબ પ્રાંત ઉપર રાજ્ય કર્યું હતું કારણકે એ વખતે તો આ બધોજ પ્રદેશ ભારતનાં તાબા હેઠળ જ હતો. દેશો જુદાં નહોતાં થયાં એટલે સરહદોની જ પાબંધી નહોતી એ વખતે !!! કહેવામાં આવ્યું હતું કે મંદિરો પંજાબના હિન્દુશાહી રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા પણ ચોક્કસપણે એમ નથી કહી શકાતું કે એમણે જ આ બંધાવ્યા હોય. આ સાતેય મંદિરો એ ઇસવીસનની ૭ મી સદીથી ૧૦મી સદી દરમિયાન બન્યાં છે. એમનો સર્જન્કાલ છે ઇસવીસન ૬૧૫ થી ઇસવીસન ૯૫૦. એતો સાબિત થાય છે કે અત્યારે જેટલા પણ હિંદુ મંદિરો કે હિંદુ મંદિર સંકૂલ જે પાકીસ્તાનમાં છે એ કોણે બંધાવ્યા એ કહી શકાતું જ નથી. કહી નથી શકતાં કે કહેવાં નથી માંગતા એ હજી સુધી તો નક્કી કરી શકાયું નથી

ચલો માની લઈએ કે પાકિસ્તાન આ બાબતમાં ઉદાસ હોય પણ એ વખતે તો ભારત જ હતું ને આ. તો પછી ભારતીય ઇતિહાસમાં તો એની નોંધ થયેલી જ હોવી જોઈએને વળી ખાલી કાશ્મીરની વાત જવા દઈએ પણ એમાય આપનો ઈતિહાસ તો ચોક્કસ જ છે !!! કારણકે ત્યાં ઘણાં હિંદુ મંદિરો આજે હયાત છે જે અતિપ્રાચીન અને લગભગ આજ કાળના છે જેમકે અનંતનાગનું સૂર્ય મંદિર કે શ્રીનગરનું શંકરાચાર્ય મંદિર. અરે કાશ્મીર તો એ સમયમાં પણ પ્રખ્યાત હતું એના કુદરતી સૌન્દર્ય અને એની પ્રચલિત શિલ્પસ્થાપત્ય કલા માટે !!! એમ કહી દેવું પુરતું નથી કે આની સાથે મેળ ખાય છે એ કોણે બંધાવ્યા અને શા માટે બંધાવ્યા એ અવશ્ય જ કહેવું જોઈએ આપણા અને વિદેશી ઈતિહાસકારો એ. એ સમયગાળા દરમિયાન હિમાચલ અને પંજાબ અને આ પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંત અને એનો કાશ્મીરનો પચાવી પાડેલો ભાગ એ સમગ્રને ભારતીય પંજાબ પ્રાંત જ કહેવાય છે. નામો પછીથી જુદાં જુદાં અપાયા છે બાકી એ છે તો ભારતીય પંજાબનો જ ભાગ. નહીં તો જવાલામુખીની સરખામણી અહીં કટાસરાજ સાથે થઇ જ કેવી રીતે શકે ? આ બંને એક જ સમાન અને અતિપવિત્ર સ્થાનો હતાં તે સમયમાં જ્યાં નવરાત્રી પણ મનાવવામાં આવતી હતી અને મહાશિવરાત્રી પણ !!!

હવે બાંધકામની વાત કરીએ તો આ બાંધકામ નિઃસંદેહ આ કાશ્મીરી સ્થાપત્ય કલા સાથે જ વધારે મેળ ખાય છે પણ ઉપરનાં મોટાં ગુંબજો અમુક જગ્યાએ એની સુંદર કોતરણી એનાં લાલ પથ્થર જડિત ઝરૂખાઓ, એની કામનો અને એનાં સ્તંભો એ કાશ્મીરની જ યાદ અપાવે છે, પણ એ સાથે સાથે પંજાબના ઇતિહાસની પણ યાદ તો અપાવે જ છે આજે પણ અત્યારનાં પંજાબમાં આવાં પ્રકારનાં મંદિરો,હવેલીઓ અને કિલ્લાઓ જોવાં મળે છે જેની સરખામણી આની સાથે અવશ્ય જ કરી શકાય એમ છે. પણ આ બધામાં પંજાબમાં હરપ્પન સંસ્કૃતિનાં અવશેષો મળ્યાં છે જે અહીં ક્ટાસરાજમાંથી પણ મળ્યાં છે. વળી આ આખો પ્રદેશ એ સપ્ત-સિંધુનાં નામે ઓળખાતો પ્રદેશ છે જે સિંધુ સંસ્કૃતિનો જ એક ભાગ ગણાય !!! ઇતિહાસમાં પાછળથી એટલે કે મૌર્યકાળ પછીથી આ પંજાબ પ્રાંત એ હિંદુ-બૌદ્ધ પ્રદેશ કહેવાતો હતો એટલે જ અહીં બુધ્ધ સ્તૂપ હતો જેનો સંબંધ સીધો સમ્રાટ અશોક સાથે છે. હવે આ સમ્રાટ અશોકે જો આ સ્તૂપ બંધાવ્યો હોય તો એ તો ઇસવીસન પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થયો હતો તો આ સ્તૂપ અવ્શેષાવસ્થામાં છે જે ઇસવીસનની ત્રીજી સદીનો છે એમ કહેવાય છે તો પછી એ તો ગુપ્તકાલીન થયો કે નહીં !!!!સમયમાં ગોથાં ખવડાવવા એ તો પાકિસ્તાનની અને વિદેશી ઇતિહાસકારોની પુરાણી આદત છે

પંજાબની જ વાત કરીએ તો પંજાબમાં મધ્યકાલીન યુગ જેનાંથી પૂરો થાય છે એ સમ્રાટ હર્ષવર્ધન પછી પંજાબમાં છુટા છવાયા જ રાજાઓ જ હતો કોઈ પ્રખ્યાત રાજવંશ હતો જ નહીં કારણકે ઇસવીસનની સાતમી સદીમાં તો ભારતમાં મુસ્લિમ રાજાઓનો પગપેસારો થઇ જ ગયો હતો. આ મંદિર કાશ્મીરના કારોકોટા વંશના રાજાઓ એ કદાચ બાવ્યું હોય કારણકે એ સમયમાં કાશ્મીરમાં જરૂર એમનું રાજ્ય હતું. જ્યારે કાશ્મીરી હિંદુત્વવાદી વિચારસરણી આમલમાં આવી અને ફૂલીફાલી છે ઇસવીસનની સાતમી સદીમાં કાશ્મીર શૈવવાદ અસ્તિત્વમાં આવ્યો છે ઈસવીસન ૮૭૫થી ઇસવીસન ૯૨૫ દરમિયાન જ્યારે વાસુગુપ્તે શિવસૂત્ર લખ્યું એજ પાછળથી કાશ્મીરી શૈવવાદ ગણાયો. જો કે આચાર્ય અભિનવગુપ્તે આ શૈવવાદનું ખંડન કરી એક નવોજ શૈવવાદ પ્રચલિત કર્યો ઇસવીસન ૯૭૫થી ઇસવીસન ૧૦૨૫ દરમિયાન. આ આજ શૈવવાદ અત્યાર સુધી પ્રચલિત રહ્યો છે !!! આનાં જ અનુયાયીઓ એ પેઢી દર પેઢી કાશ્મીરી પંડિતો કહેવાયા !!! જેની અસર અહી છેક પાકિસ્તાનના પંજાબ પ્રાંત સુધી પહોંચી. એક બીજી વાત પણ કરવાની છે ઈસ્વીસનની છઠ્ઠી સદીમાં કાશ્મીર પર હુણોએ આક્રમણ કર્યું હતું પણ એનો સમયગાળો છે ઇસવીસન ૫૦૨થી ઇસવીસન ૫૩૦. ત્યારપછીથી કાશ્મીરમાં તત્વચિંતકો અને કવિઓ ઘણાં થયાં પણ કોઈ રાજવંશ સારો અને પ્રભાવશાળી આવ્યો જ નહીં તે છેક આથમી સાદીમાં લલિતાદિત્ય મુક્તાપીડ આવ્યો ત્યાં સુધી આવું ચાલ્યું એણે ઘણાં મંદિરો બંધાવ્યા હતાં અને એણે સિંધના આરબો પણ વિજય મેળવ્યો હતો પણ તેણે જ આ મંદિર સંકૂલ બંધાવ્યું હોય એવું ચોક્કસ પણે કહી શકાતું નથી જે અનંતનાગનાં સૂર્યમંદિરમાં કહી શકાય છે એવું જ સ્તો. જો આ મંદિર આટલું પૌરાણિક અને ઐતિહાસિક હોય તો એની માહિતી ક્યાંકને ક્યાંકથી તો મળવી જોઈએ એમ મારું તો સ્પષ્ટપણે માનવું છે

આ સાત મંદિરો એક બીજાં સાથે સંલગ્ન છે જે એક સ્મારક સમૂહનો આપણો ખ્યાલ બદલી નાંખનારો છે. તેઓ અત્યંત જોડાજોડ છે ખાસ કરીને આ મુખ્ય મંદિર કટાસરાજ શિવ મંદિર અને આજુબાજુની હવેલીઓ અને મંદિરો અને આ અમૃત કુંડ. જે તમને પુષ્કરરાજમાં સરોવરની આજુબાજુમાં મંદિરો હોય એવાં જ લાગે છે એકમાંથી બીજામાં જઈ શકાય છે પરકમ્મા કરતાં જેમ અહી પણ જઈ શકાય છે. વળી આ મંદિરો એ હવેલી અને કિલ્લા જેવું વધુ લાગે છે જેમાં હરવુંફરવું એ આનંદદાયક છે અદભૂત દ્રશ્ય જો જોતાં જ લાગતું હોય તો એમાં ફરવાની તો કેવી મજા આવે વળી !!! આ મંદિરો એ ચુના-માટી-ઇંટો અને પથારોમાંથી બન્યાં છે. આ મંદિરો એમનાં સ્થાપત્ય માટે વધુ જાણીતાં છે !!! પણ અહી બીજાં મંદિરો છે એ જરા છુટા ચાવાયા છે. અહી જે મુખ્ય મંદિર છે એની બાજુમાં જ ઉપર ગુરુ નાનકસાહેબની હવેલી છે જે લગભગ ઇસવીસનની ૧૫મી સદીમાં બનેલી છે. આવી બીજી હવેલીઓ પણ ત્યાર પછીથી બનતી ગઈ અને આ મુખ્ય મંદિર સાથે જોડાતી ગઈ. એમાં એક હવેલી એવી પણ બંધાઈ છે જેમાં અલ-બરુની (ઇસવીસન ૯૭૩ -ઇસવીસન ૧૦૪૮) એ અહી ઘણો સમય રોકાયા હતાં

કુખ્યાત મહમૂદ ગઝનીનાં આક્રમણ પહેલાં પણ તેઓ અહી આવ્યાં હતાં અને ત્યાર પછી પણ. એટલે એમ જરૂરથી કહી શકાય એમ છે કે એમણે કટાસરાજને ખંડિત થતાં પહેલાં પણ જોયું હતું અને માણ્યું હતું અને ખંડિત થયાં પછી પણ માણ્યું હતું. ગઝની શિવલિંગ તોડવામાં ઉસ્તાદ હતો પણ આ અતિપ્રાચીન શિવલિંગ તે નહોતો તોડી શક્યો આમાં આપણે શું સમજવાનું ગઝની એ અહી આક્રમણ કર્યું હતું કે નહોતું કર્યું !!!એ પ્રશ્નને પ્રશ્ન જ રહેવાં દઈએ !!! પણ આ સમયમાં પણ ત્યાં હવેલીઓ હતી જ્યાં આ અલ-બરુની ઉતર્યો હતો એટલે એનાં પરથી એ ફલિત થાય છે કે તે સમયમાં ત્યાં આ હવેલીઓ હતી !!! મારુ એવું માનવું છે કે ખાલી ગુરુ નાનક સાહેબની હવેલી પછીથી બની હોય. એમ તો આ સંકૂલમાં કિલ્લો પણ પાછળથી જ બન્યો હતો ને આની કાલગણના પર્શિયન ગણિતશાસ્ત્રી અને પોલિમથ દ્વારા પણ કરવામાં આવી હતી. જેમણે ૧૧ મી સદીમાં લખેલાં તેમનાં પુસ્તક કિતાબ-ઉલ-હિન્દમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.

હવે બીજાં મંદિરો વિષે વાત

ભગવાન શ્રી રામ મંદિર કટાસરાજ

આ ભગવાન શ્રી રામચન્દ્રજીનું મંદિર એ હરિસિંહ નલવાની હવેલીની પૂર્વ દિશામાં છે અને એ બધી બાજુએથી બંધ છે સિવાય કે એનો પૂર્વ બાજુનો દરવાજો. આ બે માળીય સ્થાપત્ય છે જેમાં આઠ ઓરડાઓ છે જે આ મંદિરને ઘણાં પરિમાણો આપે છે. જેને ભોંયતળીયે એક સીડી છે જેના દ્વારા ઉપરી મજલામાં જઈ શકાય છે. આ મંદિરમાં બે જરુખા છે જે જોવાં લાયક છે પણ એ બહુ ખરાબ રીતે નષ્ટ થયેલાં છે આ મંદિરમાંથી ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ ગાયબ થયેલી કે ચોરી થઇ ગયેલી છે જે અહીં પછી પ્રસ્થાપિત કરવાની કયાંકથી મંગાવીને કે નવી બનાવડાવીને એવવી પાકિસ્તાન સરકારે ખાતરી આપી છે અને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાન સરકારને એમ કરવાં આદેશ પણ આપ્યો છે એ બાબતમાં ચક્રો ગતિમાન જ છે !!!

આમંદિરનું જો કોઈ જમા પાસું હોય તો એની દિવાલ પર અને વિશાલ છત પરનાં ખુબસુરત ચિત્રો. આ ચિત્રોમાં ફૂલોની એક પેટર્ન અને ભારતના દેવી દેવતાઓ ચીતરાયેલાં છે. આમાં ભગવાન ગણેશજી અને હાથીનાં ચિત્રો મુખ્ય છે. એમાં પશુ પક્ષીઓ અને અપ્સરા અને નર્તકીનાં ચિત્રો મુખ્ય છે !!! કદાચ એ પહેલી નજરે તમને તમને તાજમહેલ જેવાં લાગે પણ એવું નથી આ ચિત્રો સંપુર્પને હિંદુ છે કારણકે એમાં ભારતીય દેવી દેવતાઓનાં ચિત્રો છે !!! થોડા ઝાંખા છે પણ બહુ ખરાબ થયેલાં લાગતાં નથી. મંદિરની બહાર પણ એક ફૂલોની વેલ દોરાયેલી છે જે મંદિરની દિવાલ અને છતને જુદી પાડે છે ખાસ કરીને એનાં વિશાળ ગુંબજને !!! હવે એ ખબર નથી પડતી કે આ ચિત્રો ક્યાં રાજાઓએ કે રાજવંશીઓએ ચિતરાવ્યાં હોય !!! આનો સમયગાળો નક્કી કરવો તો મુશ્કેલ જ છે પણ આ મંદિર પણ પાંડવોએ મહાભારતકાળમાં બંધાવ્યું હતું ભગવાન શ્રી રામચન્દ્રજીની પૂજા કરવાં. બહારથી આ મંદિર બહુ જ નષ્ટ થયેલું લાગે પણ આ મંદિર એના સ્થાપત્ય માટે નહીં તો એની અંદરની ચિત્રકળા માટે તો જોવું જ રહ્યું !!!

Katasraj_temple

ભગવાન શ્રી હનુમાનજી મંદિર – ક્ટાસરાજ

ભગવાન શ્રી રામચંદ્રજીનું અ મંદિર આ સંકુલની બિલકુલ પશ્ચિમ દિશામાં સ્થિત છે તે એઅના પંચખુણીયા દરવાજા અને કમાનો અને સ્તંભો માટે વધુ જાણીતું છે આ મંદિરમાં બે બાજુએથી દાખલ થવાય છે ઉત્તરેથી અને દક્ષિણેથી !!!આ મંદિરની દિવાલ પણ સીધી સાદી છે અને છત પણ સીધી સાદી જ છે. એમાં નથી કોઈ શિલ્પ સ્થાપત્ય કે નથી કોઈ ચિત્રો અને આ મંદિરની દિવાલો ચુના માટીથી બનેલી છે પણ એની બાહ્ય દિવાલો પર ફૂલોના ચિત્રવાળી એક પટ્ટી છે ખરી આ જ મંદિર છે જે કાશ્મીરી શિલ્પ સ્થાપત્ય સાથે બહુ મેળ ખાય છે. અહીંથી નજીકમાં જ બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવ્યાં હતાં. પ્રમાણમાં આ મંદિર વિશિષ્ટ અને નાનું અને આખાં સંકુલમાં અલાયદું તરી આવતું મંદિર છે. આની સ્થાપના પણ મહાભારતકાળમાં પાંડવોએ કરી હતી !!!

હરિસિંહ નલવા હવેલી અને કિલ્લો ——-

આ બિલકુલ એક નાનકડો જ કિલ્લો છે જે મહારાજ રણજીતસિંહનાં સેનાપતિ હરિસિંહ નલવાએ બંધાવ્યો હતો. જનરલ હરિસિંઘ નલવા (૧૭૯૧ -૧૮૩૭ ) મંદિરના સંકુલની બાજુમાં એક વિશાળ હવેલી અને કિલ્લો બાંધ્યા હતા એટલે કે આ બાંધકામ તો લગભગ ૨૦૦ વરસ જુનું જ ગણાય. આ કિલ્લો બાંધવાનો તેમનો હેતુ આ ક્ષેત્ર અને અને અહીના આજુબાજુના વિસ્તાર પર નજર રાખી શકાય અને આવી સુંદર જગ્યાએ પોતાનાં કુટુંબકબીલા સાથે શાંતિથી રહીને અહી રોજ પૂજાપાઠ કરી શકાય એ જ હતો. આ કિલ્લો એમણે પોતે અહી રહેવાં માટે જ બાંધ્યો હતો !!! આ નાલ્લો કિલ્લો ખુદ એક નાનાં પહાડ પર જ છે જેમાંથી આખાં મંદિર સંકૂલનું વિહંગાવલોક્ન કરી શકાય છે. અહીંથી બધાં જ મંદિરો જોવાની બહુ જ મજા આવે એવું છે. આ કિલ્લો એ લંબચોરસ છે અને એની ખાસ વિશેષતા એ છે કે એનાં ચાર ખૂણે ચાર બુરજ છે આ કિલ્લાની દીવાલો માત્ર ૫ જ મીટર ઉંચી છે અને આ કિલ્લામાં પ્રવેશ પશ્ચિમ બાજુએથી થાય છે. કિલ્લાની મધ્યમાં માત્ર નાનકડું જ પરિસર છે જેમાં કમાનોવાળા ઓરડાઓ છે !!!ઓરડાઓ બહુજ સાદા સીધાં છે આ ઓરડાઓમાં કોઈ પણ પ્રાકારનું શિલ્પ સ્થાપત્ય નથી કે કોઈ ચિત્રકામ !!! માત્ર એનાં ચાર ખૂણાવાળાં બુરજને લીધે જ એ જાણીતો છે. બીજું કે માત્ર પોતાનાં કુટુંબને જ રહેવાં માટે બનાવેલો હતો એટલે જ એણે હવેલી કહી છે !!! ઓ એમણે બીજી કોઈ હવેલી બાંધી હોય તો ખબર નથી પણ લોકો આને જ હવેલી કહે છે અને એજ પ્રચલિત છે. આનું મહત્વ એટલું કે આ શીખ સંપ્રદાય સાથે સંકળાયેલી છે અને આ મંદિર સંકુલમાં આવેલું છે એટલું જ એથી વિશેષ કંઇ જ નહીં !!!

Hari_Singh’s_Haveli

હરિસિંહ હવેલી

આ મંદિર સંકુલમાં એક નાનું શિવ મંદિર પણ સ્થિત છે અને હવે તો ત્યાં મસ્જીદ પણ બની જ ગયેલી છે એટલે એક સાથે અનેક ધર્મો આ મંદિર સંકૂલ સાથે સંકળાયેલાં જોવાં મળે છે. અહી ફરવાની જોવાની અને માણવાની બહુ જ મજા આવે એવી આ જગ્યા છે !!! બીજાં કેટલાંક મંદિરો માં એનામાં થયેલાં ચિત્રકામો માટે જોવાં જેવી અવશ્ય જ છે

આ જગ્યાનું એક બીજું પણ મહત્વ છે એમ કહેવાય છે કે વિશ્વપ્રસિદ્ધ રોમાં સંગીતની ઉત્પત્તિ આ પવિત્ર પાવનકારી ક્ષેત્રમાં થઇ હતી. કટાસરાજ મંદિર સંગીત, કલા અને વિદ્યાનું બહુ મોટું કેન્દ્ર હતું. પોતાનાં ઉત્કર્ષકાળમાં આ મંદિર સ્સાથે લગભગ ૧૦,૦૦૦ વિદ્વાનો અને કલાકારો સંબદ્ધ હતાં પણ ૧૧મી સદીમાં મહમૂદ ગજનવીનાં આક્રમણ પછી આ મંદિરનો વૈભવ નષ્ટ થઇ ગયો !!! પોતાનો પ્રાણ બચાવવા અને આજીવિકા બચાવવા માટે કલાકારો પલાયન થઇ ગયાં અને ઘણાં બધાંને ગુલામ બનાવીને આરબદેશોમાં વેચી દીધાં ત્યાંથી તેઓ યુરોપ પહોંચ્યાં. કેટલીક નવી શોધો તો એમ પણ દર્શાવે છે કે યુરોપની જીપ્સી અથવા રોમાં જાતિનાં લોકો એજ કલાકારોના વંશજો છે જેને સંગીતમાં રોમાં સંગીત કહેવામાં આવે છે. એમની ભાષાનાં શબ્દો પણ સંસ્કૃત સાથે ઘણાં મળતાં આવે છે. યુરોપમાં રોમાં જાતિની એક વિશાલ સંખ્યા છે. એક અનુમાન પ્રમાણે એમની સંખ્યા ૬૦ લાખથી લઈને ૨ કરોડ સુધી પહોંચી ગઈ છે અને બધાં જ ભારતવંશી છે જેઓ સુદૂર અતીતમાં ભારતમાંથી પ્રવાસ કે અન્ય કારણોસર પરદેશ ગયાં હતાં. જો કે આબધાં જ રોમાં લોકોનો સંબંધ કટાસરાજ સાથે જ છે આબબ્તમાં સંશય જરૂર છે પરંતુ તેઓ ભારતભૂમિમાંથી સતત પ્રવાસ કરવાંવાળાં લોકો જરૂર હતાં જેઓ હજારો વર્ષોથી કોઈને કોઈ કારણોસર આપણા દેશમાંથી બહાર રહેતાં હતાં. એમની ભાષામાં આજે પણ ઘણાં હિંદી-ઉર્દુ શબ્દો છે. ભારત સરકાર અહી રોમાં લોકોને લીધે કઇંક સક્રિય થઇ છે અને સન ૨૦૧૬માં ભારત સરકારે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય રોમાં કોન્ફોરન્સનું આયોજન કર્યું !!! એ આયોજનમાં ઘણાં બધાં દેશોનાં રોમાં વિદ્વાનો અને પ્રતિનિધિ શામિલ થયાં વિદેશ મંત્રી શ્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે રોમાં ભારતનાં જ સંતાનો છે !!!

કટાસરાજ મંદિરમાં એક વિશ્વવિદ્યાલય પણ હતું જે દર્શનશાસ્ત્ર અને બૌદ્ધ ધર્મનાં અધ્યયનનું બહુ મોટું કેન્દ્ર હતું એમ અકહેવાય છે કે અહીં અધ્યયન અને જ્ઞાન મેળવવાં માટે જ અહીં નાથ સંપ્રદાયના સંસ્થાપક ગોરખનાથ અને પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એનસંગ આવ્યાં હતાં. જ્યારે વિદેશી આક્રમણોને કારણે તક્ષશિલા નષ્ટ થઇ ગયું તો એની નજીક જ હોવાંને કારણે બધાજ વિદ્વાનો-વિદ્યાર્થીઓ તક્ષશિલાથી પલાયન થઈને અહીં બૈરાગી વિશ્વવિદ્યાલય આવી ગયાં હતાં. આ બૈરાગી વિશ્વવિદ્યાલય અને એનાં જૂનાં પુસ્તકાલયનાં અવશેષો આ સાત મંદિરોની બાજુમાં જ છે અને અમૃતકુંડની સામે જ છે જે એક હવેલીરૂપમાં છે અને તે જોવાંલાયક છે પણ આજે તો તે પણ ખંડેર બની ગયાં છે પણ અવશેષો બતાવે છે કે અહીં એક મોટું વિશ્વવિદ્યાલય હતું !!! તે કદાચ ગઝનવીએ નષ્ટ કર્યું હોય !!! આ આખા વિસ્તારમાં એક વિશ્વવિદ્યાલયની શ્રુંખલા હતી જે તક્ષશિલા, કટાસરાજથી લઈને કાશ્મીરની શારદાપીઠ સુધી ફેલાયેલી – વિસ્તરેલી હતી!!! હિંદુ મંદિર સંકૂલમાં આવું વિશ્વવિદ્યાલય હોય એવી આ એક માત્ર જગ્યા છે વિશ્વભરમાં. એટલે જ કદાચ આ સ્થાને બધાં ધર્મોનો સમન્વય સાધવાનું કાળક્રમે લોકોને અનુકૂળ લાગ્યું હોય એવું પણ બને !!! આનો હેતુ જો પાર પડયો હોત ને તો આજે કદાચ આજે ધર્મનાં નામે ઝગડાઓ થાય છેને તે કદાચ ના જ થયાં હોત !!! આવું વિશિષ્ટ અને અનેકવિધ વિશેષતાઓ અને સ્મારકો ધરાવતું સ્થાન છે આ કટાસરાજ મંદિર સંકૂલ !!!

કટાસરાજ પાકિસ્તાનની જે સોલ્ટ રેંજ પહાડીઓ પર આવેલું છે એ હિંદુ મંદિરો બનાવવાં માટે ખુબજ જાણીતી છે કારણકે અહીની માટી અને આબોહવા એ હિન્દુઓને અને હિંદુ મંદિરોને માફક આવે એવી હતી. અહીનું સેંધા નમક આજે પણ હિંદુઓ માટે પવિત્ર ગણાય છે. છઠ્ઠીથી આઠમી સદીની વચ્ચે ઘણાં બધાં રાજાઓએ આ સોલ્ટ રેંજ પહાડીઓમાં બહુ બધાં મંદિરો બનાવ્યાં હતાં
જેમાં મુખ્યત્વે —-

  • અંબા મંદિર
  • નંદના કિલ્લા
  • કાફિરકોટ મંદિર
  • કલાર-કહાર મંદિર
  • મલોટ-બિલોટ મંદિર

વગેરે મુખ્ય છે અને એનાં અવશેષો આજે પણ જોઈ જ શકાય છે

કટાસરાજ મંદિર સંકુલ એ કલ્લર-કહરની નજીક જ છે અને એ ૨૦૦૦ફૂટની ઉંચાઈએ સ્થિત છે. એક બીજું અતિપ્રખ્યાત અને અતિપ્રાચીન અને મહત્વપૂર્ણ યાત્રાધામ સ્થળ ટીલ્લા જોગિયા આ રસ્તાથી માત્ર ૧૦૦ જ કિલોમીટર દુર છે જે પણ એક અતિસુંદર મંદિર સંકુલ છે. કાટાસરાજ એ એમ 2 મોટરવેથી કલ્લર કતાર શહેરની બહુજ નજીક સ્થિત છે જે ઇસ્લામાબાદને લાહોરથી જોડે છે. લાહોરથી આ સ્થાન ૨૫૦ કિલોમીટર દૂર છે અને એ રસ્તો અહીંથી ઇસ્લામાબાદ જાય છે આ રસ્તે મુસાફરી કરવી એ એક પોતાનાંમાં જ લ્હાવો છે. જગ્યા જોવાની લાયમાં ને લાયમાં આપને આજુબાજુની સુંદરતાનું રસપાન નથી કરી શકતાં એજ એક મોટી ખામી છે !!! કોણ કહે છે કે માત્ર ભારતમાં જ રસ્તાઓ બહુ સારાં છે અને અહીં જ વિકાસ થયો છે એ આપણી માન્યતા જો આ રસ્તેથી પસાર થાઓને તો ખોટી જ ઠરે છે રસ્તો આઠ લેનીય છે. અદ્ભુત રસ્તો છે આ આપણા એક્સપ્રેસ હાઈવે જેવો જ !!!! પણ એનાથી વધારે સરસ હોય તો આજુબાજુના અત્યંત રમણીય દ્રશ્યો !!! પણ સવાલ એ છે કે આ રસ્તે કોઈ હિંદુઓ હવે જતાં નથી કે જવા દેવામાં આવતાં જ નથી કારણકે અહી કોઈ હિંદુ વસ્તી જ નથી !!! આ સ્થળ એ આરોડની બાજુમાં સ્થિત છે જે કલ્લર કહરથી ડુમિયલ ગામ નજીક ચૌદા સૈદાન શાહને જોડે છે. કદાચ મલ્ટીનેશનલ કંપનીઓએ અહી જે ઉદ્યોગો સ્થાપ્યા હોય એને લીધે જ આ રસ્તાઓ વધુ સારાં બન્યાં હોય !!!

1280px-Satghara_Temple_Patios

કટાસ રાજ પણ શિખો માટે એક મહત્વનું સ્થળ હતું કારણ કે ગુરુ નાનક આહીની પવિત્રતા અને સુંદરતાથી મોહિત થઇ જઈને અહી ઘણી વખત આવ્યાં છે અને અહી રહ્યાં છે તેમની હવેલી એ આનો જીવતોજાગતો પુરાવો છે. શિખ શાસક રણજિત સિંઘે નિયમિતપણે તીર્થયાત્રા પણ કરી હતી. ૧૮૦૬, ૧૮૧૮ અને ૧૮૨૪ માં તેમણે મંદિર સંકુલની મુલાકાત લીધી. મહારાજા રણજિત સિંઘની સૈન્યના સૌથી મહત્ત્વના સેનાપતિઓમાંના એક શિર હરિસિંહ નલવાએ તો અહી વસવાટ જ કર્યો હતો અને એક હવેલીરૂપ કિલ્લો પણ બંધાવ્યો હતો

આ પ્રદેશનો પ્રારંભિક ઐતિહાસિક સંદર્ભ ચીની મુસાફરો અને યાત્રાળુઓ ફા હેન (ચોથી સદી) અને હ્યુએન તાંગ (સાતમી સદી ) ના કાર્યોમાં જોવાં છે જેઓ કટાસરાજ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને અહીં બૌદ્ધ સ્તૂપના અસ્તિત્વ વિશે લખ્યું હતું. તેમના સંસ્મરણોમાં, હ્યુએન ત્સાંગે લખ્યું હતું કે કટાસ રાજનો સ્તૂપ ઊંચાઇ ૨૦૦ ફૂટ હતી અને તેની આસપાસ ૧૦ ઇન્ટરકનેક્ટેડ તળાવો હતા. તેમણે આગળ લખ્યું કે આ સ્તૂપ અશોક દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ સ્તૂપના અવશેષો આજે પણ જોઈ શકાય છે.

પંજાબના હિન્દુશાહી રાજાઓ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોટહોર પ્લેટૂ વિસ્તારમાં સ્થિત કટાસ રજ પાકિસ્તાની હિન્દુઓ માટે એક મહત્વનું તીર્થ સ્થળ છે અને પૌરાણિક કથાઓ અને દંતકથાઓમાં ઢંકાયેલું છે એમ જરૂરથી કહી શકાય એમ છે. પાકિસ્તાનમાં સ્થિત આ કટાસરાજ મંદિર ત્યાં રહી રહેલાં માત્ર હિંદુ અલ્પ સંખ્યકોની શ્રદ્ધાનું જ કેન્દ્ર નથી પણ સાથોસાથ ત્યાં સ્થિત બૌદ્ધ સ્તૂપ અને શિખ હવેલીઓ એ અન્ય અલ્પસંખ્યક સમુદાયો માટે પણ આ શ્રદ્ધાનું કેન્દ્ર છે તો અહી આત્યારે જે એક મસ્જીદ બની છે એ ત્યાંના વિપુલસંખ્યક મુસ્લિમોનું પણ શ્રદ્ધાકેન્દ્ર પણ બની જ ગયું છે. આની સ્થાપત્ય કળા પણ અમુક અંશે મુસ્લિમ સ્થાપત્યકલા સાથે મેળખાતી નજરે પડે છે પણ તેથી કરીને એ હિંદુ મંદિરો મટી નથી જતાં જે અતિપ્રાચીન અને પૌરાણિક છે !!! આ હિંદુ મંદિર સંકુલ છે અને રહેવાનું જ છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી જ !!!

પાકિસ્તાન સરકારે હાલમાં જ આ કટાસરાજ મંદિર સંકુલને યુનેસ્કો વિરાસતની સૂચિમાં સામેલ કરવાનો અથાગ પ્રયત્ન કર્યો છે આને લીધે જ અત્યારે અને કદાચ આવનારાં વર્ષોમાં કટાસરાજ અને પાકિસ્તાનનાં અન્ય હિંદુ મંદિરોમાં જાણવાની ઈચ્છા ઉતરોતર વધી છે. જો કે આના પર લેખન બહુ જ ઓછું થયું છે. ભારતીય વિત્ત સેવા અધિકારી અખિલેશ ઝા એ કટાસરાજ પર એક પુસ્તક પુસ્તક લખ્યું છે ———— કટાસરાજ: – એક ભૂલી બિસરી દાસ્તાન. તમને એ કહી દઉં કે આ પુસ્તક એ કટાસરાજ પરનું એક સુંદર દસ્તાવેજીકરણ છે !!! કટાસરાજ આપણી સભ્યતાની વિરાસતનો એ હિસ્સો છે જેનો પ્રભાવ માત્ર આ ઊપમહાદ્વીપમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પડેલો જોવાં મળે છે.

1024px-History_Board_in_Katas_Raj_Temple

આમ જોવાં જઈએ તો કટાસરાજ મંદિરના સંરક્ષણ અને ઉચી રખરખાવની જરૂરત છે અને ભારત અને પાકિસ્તાન એ બંને સરકારોએ સાથે મળીને જ આ કામ કરવું જોઈએ !!!

ટૂંકમાં —–
એક જગ્યા જે પોતે જ સુંદર હોય. અતિપ્રાચીન અને પૌરાણિક હોય અને સાથોસાથ ઐતિહાસિક હોય. જો તમને આ બધું એક સાથે જોવાં મળતું હોય એવી જગ્યાએ એકવાર નહીં અનેકોવાર જવું જોઈએ પણ હાલમાં કોઈ હિંદુ બગડેલી પરિસ્થતિને કારણે ત્યાં કોઈ જતું જ નથી. જવું જોઈએ જો જઈ શકાતું હોય તો કે જવાદેમાં આવતાં હોય તો !!! બાકી આવા અદભૂત સ્થળોએ વાંચીને કે લખીને જ સંતોષ માનવો રહ્યો પણ સ્થળ આપણું છે એ આપને જ વિસરી ગયાં છીએ એ હકીક્ત સ્વીકારતાં આપને શરમ અને સંકોચ અનુભવીએ છીએ. જાઓ નહીં તો વાંચજો તો ખરાં જ. જાણે તમે ગયાં હોય એવું લગાડવાનો જ આ મારો એક પ્રયાસ માત્ર છે !!!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!