ઝાલાવાડની ધરતીના સંતની વાત

ઝાલાવાડ ની ધરતી પર અનેક સંતો અને ભક્તો થયાં જેમની કિર્તી આજ પણ ગવાય છે એવાં મહા પુરૂષો આ ધરતીમાથે જન્મ્યાં જેમને એકજ જગ્યા પર પાંચ વખત સમાધી લીધી અને હજુ છઠ્ઠી વખત લવ છું હા મિત્રો આજે હું જે વાત કરવાનો શુ એ વાત ઝાલાવાડના હળવદ પંથક નુ ચાડધ્રા ગામ જ્યા ટપારીયા ચારણ ની વસ્તી છે આ ગામમાં કરશન પરી નામે એક બાવાજી પણ અલખના આસન જમાવી બેઠા છે આમતો કરશનપરી ના પરચા ઘણાં છે..

એક દિવસ ચાડધ્રા ના હેમંતસંગ ટપારીયાઆને દ્વારાકા જઇ ઠાકર રણછોડરાયના પગ પરસવાના કોડ થયાં એક દિવસ ઊંટ માથે પલાણ નાંખી એ વુદ્ધ ચારણ બાવાજી ની રજા લેવાં આવ્યો. બાપુ આ કાયાને ગોમતી નાવાના કોડ થયાં છે મને રજા આપો તો હુ જાવ. બાવોજી કહે ગઢવી તમે રાજીપાથી જાત્રાએ જાઓ, પણ ગઢવી કહે બાપુ કયાંક તમને ગામતરાનો શોલો ઉપડે અને તમે મુકામે ઉપડો તો તમને છેલ્લું વેલ્લુ મળવાનુ મનનું મનમાં રહી જાય તો મને છેલ્લું મળીને જ ગામતરૂ કરવું એવું વેણ દો તો હું રાજીપાથી જાત્રાએ જવ અને બાવાએ વેણ આપ્યુ જાઓ મારૂં તમને વેણ છે આ લોકનુ તો શુ પણ કે પરલોકનુ પણ ગામતરૂ કરું તોય મારે તમને મળીને જ જવાનું.

એ કાળે યાત્રા વસમી હતી યાત્રાએ ગયેલાં ઝાઝાં દિવસે પાછાં ફરે છે આમ દિવસો વિતવા લાગ્યા. આ બાજું બાવો જીવતાં સમાધી લેવાં તૈયાર થયાં જોશીઓએ દિવસ પણ જોઇ દિધો સમાધી પણ ગળાઈ ગઇ સમાધી લેવાનાં દિવસે બાવાએ ડાયરો કર્યો છેલ્લા કસુંબા પાણી થયાં મિત્રો અને શિષ્યોને મનવાર કરી બાવાજીએ ઉપદેશ ના બે વેણ કહ્યાં.

એ વેળાએ માવલજી એ કહ્યુ: બાપુ હેમંતસંગ ને આપેલ વેણ નું શુ?
બાવોજી હવે એને મળ્યા વગર કા જાવ જોગીનુ વેણ લોઢે લીટી પળવાર બાવોજી આંખો બંધ કરી ગયા પછી કહ્યું: બેટા માવલ જેણે વેણ દેવરાવ્યુ છે એ વેણ પળાવશે પાળવવાની ચિંતા એની જોગીનુ વેણ ભગવાન પાળશે લાવ તારી આ અફીણની ડાબલી.

બાવાજીએ અફીણની ડાબલી ખોળામાં લઇ સમાધી આસન જમાવ્યું લોકોએ ઊપર માટી વાળી દીધી .લોકવાયકા છે સમાધી લેતી વેળા બાવાજીએ કહેલુ કે આ પહેલા આજ સ્થળે જ પાંચ વખત સમાધી લઇ ચુક્યો છું અને હવે આ છઠ્ઠી વખત લવ છું અને ભવિષ્યમાં પણ હજી એકવાર અત્રે સમાધી લેવા આવીશ….

સમાધી પછી ઘણાં દિવસે હેમંતસંગ જાત્રાએ થી પાછા આવ્યા ગામમાં સામૈયા થયા સૌને બથમા લઇ મળ્યા ને ડાયરામાં વાત કરી કે દુવારકા મા બાવોજી મળ્યા હતાં આયાના સારા સમાચાર આપ્યા હતાં હેતથી જે રણછોડ કહ્યાં છે બધા પળવાર હેમંતસંગ સામું જોઈ રહ્યા પછી કીધું કે મનાય એવી વાત નથીં. કેમ ન મનાય હેમંતસંગે ખડીયામાથી અફીણ ભરેલી રૂપાની ડાબલી કાઢી. આ ડાબલી મને બાવાજીએ દીધી છે અને માવલજી ને આપી દેવાનુ કેતાતા. ડાયરો ડાબલી ઓળખી માવલજી એ ડાબલી ઊઘાડી જુએ તો પોતે રાખેલું એટલું જ અફીણ ડાબલી મા જોયું ..ડાયરો કહે બાવે વેણ પાળ્યું ખરૂં.

એ વાત પર ૨૩૦ વરસના વહાણા વાઇ ગયાં કરશનપરી ની સમાધી આજેય ચાડધ્રા ગામે તળાવની પાળે છે અને માથે ઊભેલો લિંબડો ચારેય દિશાએ પોત્યુ કરતા એ જોગદંરના ફરી આવવની વાટ જુએ છે …કારણ કે કરશનપરી બાપુ એ એવું કીધું કે હજું સમય આવ્યે હુ સમાધી લેવાં જરૂર આવીશ. આવશે એ જરૂર કારણ કે આ ધરતી ના સંતો નુ વેણ એટલે લોઢા મા લીટી કારણ આ ધરતી વચન ની કિંમત જાણે છે

આવા તો અનેક જોગદંરો આસન વાળી આ ધરામાં પુજાઇ ગયાં અને ભગવા રંગે રંગાઈ ગયાં

ધન્ય ધરા પંચાળ..

આલેખન – વિરમદેવસિહ પઢેરીયા.

error: Content is protected !!