શ્રી કામાખ્યા દેવી મંદિર — ગુવાહાટી (આસામ)

કામાખ્યા દેવી મંદિર માની ૫૧ શક્તિપીઠોમાં તાંત્રિક ક્રિયાઓ માટે સૌથી મશહૂર છે.

શક્તિ સ્વરૂપ માં સતીની ૫૧ શક્તિપીઠમાં સૌથી અધિક પુરાણું મંદિર છે કામાખ્યા દેવીનું મંદિર છે. કામાખ્યા દેવીનું મંદિર આસામ રાજ્યની રાજધાની દિસપુર પાસે ગુવાહાટીથી માત્ર ૮ જ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. આ મંદિર પોતાની અનૂઠી માન્યતાઓ માટે પ્રચલિત છે. આખા ભારતમાં આ એક જ માત્ર એવું મંદિર જ્યાં માના યોનીના ભાગની પૂજા થાય છે. પહાડી પર સ્થિત માંનાં આ મંદિરમાં મુખ્ય સ્થાન મદિરથી ૨૦ ફૂટ નીચે ગુફામાં સ્થિત છે !!!

૫૧ શક્તિપીઠ એ જ્યાં માં સતીનાં દેહત્યાગ પછી ભગવાન વિષ્ણુનાં ચક્ર દ્વારા એમનાં અંગ કપાઈને પડયાં હતા તે છે !!! જે જે સ્થળ પર માં સતીનાં અંગો પડયા આજે એ બધી શક્તિપીઠો છે. કામાખ્યા દેવી મંદિરમાં માં સતીનો યોનીનો ભાગ પડ્યો હતો એટલા માટે મંદિરમાં ગર્ભગૃહ આકારમાં માં ની પૂજા થાય છે !!!!

કામાખ્યા દેવી મંદિર સાથે જોડાયેલાં રોચક તથ્ય  ———

કામાખ્યા દેવી મંદિર પોતાની અનૂઠી પૂજા વિધિ અને પરંપરાઓ માટે સમ્રગ વિશ્વભરમાં પરસિદ્ધ છે. આ સ્થાનને માંની શક્તિનું સૌથી વધારે શક્તિશાળી સ્થાન મનાય છે. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સંસારનું કેન્દ્ર બિંદુ આ જ મદિર છે.

આ મંદિરમાં મુખ્ય દેવી કામાખ્યાની સિવાય દેવી કાલીનાં અન્ય ૯ રૂપ જોવાં મળે છે.

  • [૧] ઘુમાવતી
  • [૨] મતંગી
  • [૩] બગોલા
  • [૪] તારા
  • [૫] કમલા
  • [૬] ભૈરવી
  • [૭] ચિન્માસા
  • [૮] ભુવનેશ્વરી
  • [૯] ત્રિપુરા સુંદરી

આમાંથી ત્રિપુરા સુંદરી, માતંગી અને કમલા મુખ્ય મંદિરમાં છે અને બાકી સાતેય અલગ અલગ મંદિરમાં છે. આ હિન્દુઓનું મુખ્ય ધાર્મિક સ્થળ છે અને ખાસ કરીને એ અઘોર સધુઓ માટે !!!!

કામાખ્યા મંદિરનો રોચક ઈતિહાસ  ———-

આરંભિક કામરૂપ નાં ઐતિહાસિક સામ્રાજ્યમાં વર્મન ક્ષ્યન્શનગ (Xyanzang) ૭મિ સદીના ચીની યાત્રી એ કામાંખ્યાની ઉપેક્ષા કરી કારણકે ત્યારે એવું માનવામાં આવતું હતું કે કિરાતાની બ્રહ્મીની અંબિકાની પૂજા કરવી જોઈએ. કામાખ્યાની પૂર્વલિખિત સુચના અનુસાર ૮મી -૯મી સદીમાં તેજપુરમાં મંદિરમાં પુરાતત્વીય પુરાવાઓ મળ્યાં.

Kamakhya devi

પરંતુ ત્યાર પછીથી કલ્પહર દ્વારા આ મંદિરને નષ્ટ કરવામાં આવ્યું. યદ્યપિ હાલમાંજ તપાસ કરતાં એવી ખબર પડી કે હુસૈનશાહના રાજ્યમાં આ મંદિરને નષ્ટ કરવામાં આવ્યું હતું. એ જે વિધ્વંસથયો એની ખોજ વિશ્વસિંધાએ કરેલી આ કોચ સામ્રાજ્યના નિર્માતા હતાં. જેને એવી પ્રતિષ્ઠા મળી પણ એમનાં પુત્ર નારાયણના શાસનમાં મંદિરનું પુન:નિર્માણ સમાપ્ત થયું

આનાં નિર્માણ માટે જે સાંમ્રગી લાગી એને એ જ જગ્યાએ એકત્રિત કરવામાં અવી જ્યાં એનાં અવશેષ હતાં ….. પછીથી એમાં કેટલાંક નવાં નિર્માણ પણ કરવામાં આવ્યાં !!!!

કોચ રોયલ બિહાર પરિવારને સ્વયં દેવીના પૂજન કરવાં માટે રોક્યો હતો. પરંતુ કોચ બિહાર રોયલ ફેમીલીની મડદા વગર મંદિરનાં નિર્માણમાં ઘણી બધી બાધાઓ આવી. ઇસવીસન ૧૬૫૮નાં અંતમાં જયધ્વજ સિંહે નીચલા આસામ પર કબજો કરી લીધો હતો અને એ મંદિરના નિર્માણ માટે પણ ઉત્સુક હતો !!!

એ દશકામાં રાજા અને મંદિરનાં શ્રદ્ધાળુઓએ મળીને મંદિરના નિર્માણ અને એની મરમ્મત માટે આગળ આવ્યાં !!!

યોનિ પૂજા  ———-

આખાં ભારતમાં એક જ એવું મંદિર છે જ્યાં માની પૂજા એનાં યોનિ ભાગના રૂપમાં થાય છે. આસ્ચાર્યની વાત તો ઈ છે કે મંદિરનાં મુખ્ય સ્થાન જેને ગર્ભગૃહ કહેવામાં આવે છે ત્યાં દેવીની કોઈ મૂર્તિ કે ફોટો સુધ્ધાં નથી !!! આ મંદિરમાં લગભગ ૨૦ ફૂટ નીચે એક ગુફામાં એક યોનિનાં આકારનો કુંડ છે જેમાંથી સદૈવ પાણી નીકળતું જ રહેતું હોય છે એને યોનિકુંડ પણ કહેવામાં આવે છે. આ યોનિકુંડ લાલ કપડા અને ફૂલોથી ઢંકાયેલો રહેતો હોય છે.

તાંત્રિક સિદ્ધિમાટે પ્રખ્યાત મંદિર  ————

કામાખ્યા દેવી મંદિર તાંત્રિક ક્રિયાઓ માટે આખાં ભારતમાં સૌથી વધારે મહત્વનું છે. અહીં કામાખ્યા દેવીની સાથે સાથે મંદિરનાં પ્રાંગણમાં જ અન્ય દેવીઓના મંદિર પણ છે. જેમની સિદ્ધિ પ્રાપ્ત કરવાં માટે તાંત્રિકો અહીંયા આવે છે !!! કામાખ્યા દેવીને સાથોસાથ અહીંયા માં કાલો, તારા ,સોદશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિત્રમસ્તા, ઘૂમવતી, બગલમુખી, માતંગી અને કમલાદેવીનાં મંદિરમાં પણ છે. આ બધી દેવીઓ વિભિન્ન તાંત્રિક ક્રિયાઓની સિદ્ધિ માટે પ્રસિદ્ધ છે. વર્ષમાં નવરાત્ર અને અમ્બુબાચી મેલા સમયે અહીં તાંત્રિકોનો મહેરામણ ઉભરાય છે !!!!

અમ્બુબાચી મેળોછે આ મંદિરનું વિશેષ પર્વ  ———

માં કામાખ્યા દેવી મંદિરનું વિશેષ આકર્ષણ અમ્બુબાચી પર્વ છે. એવી માન્યતા છે કે આ પર્વ ના સમયમાં માં કામાખ્યા રજસ્વલા થાય છે. વર્ષમાં એક વાર જુન મહિનાના સમયમાં માં કામાખ્યા દેવી રજસ્વલા થવાનાં કારણે ત્રણ દિવસ માટે મંદિરના દરવાજા બંધ થઇ જાય છે અને ૩ દિવસ પછી જ્યારે મંદિરનાં દરવાજા  ફરીથી ખુલે છે તો ભક્તોની બહુજ મોટી ભીડ એમનાં દર્શન માટે ઉમટે છે !!!

એવી એક માયતા છે કે —–
આ ત્રણ દિવસોમાં યોનિકુંડ માંથી જળ પ્રવાહની જગ્યાએ રક્તપ્રવાહ વહેતો હોય છે અને આ વહેતા રક્તપ્રવાહથી આખી બ્રહ્મપુત્રા નદીનો રંગ લાલ થઇ જાય છે !!!! અમ્બુબાચી પર્વ દરમિયાન મંદિરમાં જવું નિષેધ ગણાય છે. પરંતુ આ પરમ દરમિયાન ભક્તજન મંદિરની બહાર જ પોતપોતાની પૂજા વિધિ દ્વારા આ પર્વને મનાવે છે. અને આ વચ્ચે અઘોરી સાધુ અને ઘણાં બધાં તાંત્રિકો આ મંદિરની આસપાસની ગુફાઓમાં બેસીને તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

એક અનોખી પરંપરા – રજથી ભીનું કરાયેલું કપડું પ્રસાદ રૂપમાં પામવું  ———

એ આપણને સાંભળવામાં બહુજ વિચિત્ર અને અનોખું લાગશે પણ એ સત્ય છે કે માં કામાખ્યા ના રજસ્વલા દરમિયાન પંડિત એક સ્વચ્છ કપડું યોનિકુંડની સામે મૂકી છે અને જેવાં મંદિરના દર્શન ફરીથી ખુલે છે તો માંના રજથી ભીના થયેલાં કપડા ને લોકોમાં પ્રસાદ રૂપે વહેંચાય છે. ભક્તો દ્વારા આ કપડાંને પામવું એમણે માટે કોઈ ચમત્કાર થી કમ નથી !!!!

બલિ આપવાની પરંપરા  ———

કોઈપણ દેવી-દેવતાને ખુશ કરવાં માટે પોતપોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર પૂજા કરવી અને પારંપરિક પ્રથાનું પાલન કરવું તો ઠીક છે. પરંતુ કોઈ જાનવર અને પશુની બલિ આપીને દેવી-દેવતાઓને ખુશ કરવું એ તો સપૂર્ણપણે ખોટું જ છે. જે કોઈ પણ માણસને અંધવિશ્વાસની પરાકાષ્ટ સુધી લઇ જાય છે  ……. આવીજ એક  બલિ આપવાની પ્રથાનું ચલણ માં કામાખ્યા દેવીના મંદિરમાં પણ છે. જ્યાં કેટલાંક લોકો દ્વારા ભેંસ, બકરો, કબુતર અને માછલીઓની બલિ આપવામાં આવે છે !!!!

મંદિરનું પુન: નિર્માણ  ————

માં કામાખ્યા દેવી મંદિરને ૧૬મિ શતાબ્દીમાં તોડી નાખવામાં આવ્યું હતું. જેને ૧૭મી શતાબ્દીમાં ફરીથી બિહારના રાજા નારા નારાયણ દ્વારા બનાવવામાં આવ્યું હતું

કામાખ્યા મંદિર સાથે જોડાયેલી વાર્તા ———–

પૌરાણિક કથા અનુસાર જયારે અસુર નરકાસુર પોતાની શક્તિના ઘમંડમાં ચુર થઈને ઇન્દ્રદેવને પણ બંદી બનાવી દીધો અને માં કામાખ્યાને પોતાની પત્નીનાં સ્વરૂપમાં જોવાના સપનાઓ જોવાં લાગ્યો. ત્યારે માં કામાખ્યાએ નરકાસુર સામે શરત રાખી કે યદિએ એક જ રાતમાં આ નીલાંચલ પર્વતથી મંદિર સુધીની સીડીઓ બનાવી લેશે તો હું તારી સાથે લગ્ન કરીશ !!!! અન્યથા તારું મૃત્યુ તો નિશ્ચિત જ છે !!!

આટલું સંભાળતા જ નરકાસુર પર્વતથી મંદિર સુધીની સીડીઓ બનાવવામાં લાગી ગયો. જેવો એ એક દિવસના સમયમાં આટલી સીડીઓને પૂરી બનાવત તો માં કામાખ્યાએ પોતાની માયાથી એક કાગદડાને મરઘો બનાવીને નરકાસુરનાં  આ કાર્યને ભંગ કરવાનું કહ્યું અને આ પ્રકારે માયારૂપી મરઘે રાત્રીમાં જ સ્વર થવાનાં સંકેત આપીને નરકાસુરના આ કાર્યને ભંગ કરી નાંખ્યું અને આ જ પ્રકારે નરકાસુરનું મંદિર સુધી સીડીઓ બનાવવાનું કાર્ય ભંગ થઇ ગયું. આજે પણ એ સીડીઓ અધુરી જ છે !!!

કામાખ્યા મંદિરનાં કેટલાંક રોચક તથ્યો  ——–

વર્તમાન મંદિરમાં વિભિન્ન કિવદાંતિઓ, પૌરાણિક ગાથાઓ. હિંદુ ધર્મનાં ઘણાં બધાં મંદિરો અને ગણેશ ભગવાનનાં અનોખા ચિત્રો બનેલાં – દોરેલા છેહરોજની પૂજાઓ સિવાય સતી દેવીની ઘણી બધી પૂજાઓ આખાં વર્ષ દરમિયાન થાય છે. આ પૂજાઓ કયા કયા મહિનામાં થાય છે તેની વિગતો આ પ્રમાણે છે  ——–

[૧] દુર્ગા પૂજા  —– દર વર્ષે સપ્ટેમ્બર -ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ દરમિયાન આ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

[૨]અમ્બુબાચી પૂજા  —— એવી માન્યતા છે કે અમ્બુબાચી પર્વ દરમિયાન માં કામાખ્યા રજસ્વલાં થાય છે. એટલાં માટે ૩ દિવસ મંદિરને બંધ કરાય છે  ચોથે દિવસે જયારે મંદિર ખુલે છે આ દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે

[૩] પોહન ક્રિયા  —— પોષ માસ દરમિયાન ભગવાન કામેશ્વરા અને કામેશ્વરી ની વચ્ચે પ્રતીકાત્મક શાદીનાં રૂપમાં આ પૂજા કરવામાં આવતી હોય છે.

[૪] દુર્ગાડિયૂલ પૂજા  —– ફાગણ મહિનામાં આ પૂજા કામાખ્યામાં કરવામાં આવે છે.

[૫] વસંતી પૂજા  ——- આ પૂજા ચૈત્ર મહિનામાં કામાખ્ય મંદિરમાં આયોજિત કરવામાં આવે છે.

[૬] મડાનડિયૂલ પૂજા  —— ચૈત્ર મહિનામાં ભગવાન કામદેવ અને કાએશ્વ્રને માટે આ વિશેષ પૂજા કરવામાં આવે છે

કામાખ્યા મંદિર તહેવાર  ——–

અમ્બુબાચી પર્વ, તાંત્રિક સિધ્ધિઓને પ્રાપ્ત કરવાંવાળાંઓ માટે કામાખ્યા વિશેષ મંદિર છે જ્યાં હજારોની સંખ્યામાં તાંત્રિકો આકર્ષિત થાય છે. મંશાપૂજા એક મુખ્ય તહેવાર છે. દુર્ગા પૂજા પણ એક મુખ્ય તહેવાર છે જે કામાખ્યા મંદિરમાં નવરાત્રીમાં માનવવામાં આવે છે. આ પાંચ દિવસનાં તહેવાર માટે ઘણાં બધાં શ્રદ્ધાળુઓ અહી આવે છે.

મંદિર એ મંદિર છે અને માં એ માં છે. એમનાં દર્શન માટે કોઈને કોઈ છોછ હોવો જ ના જોઈએ અને આમેય દરેક શક્તિપીઠોનું એક અલગ જ રૂપ અને અલગ જ અસ્તિત્વ હોય છે. જે નિરાળું અને અનુપમ હોય છે. આ દરેક શક્તિપીઠોનું પ્રાકૃતિક સૌંદર્ય મન મોહિલે તેવું હોય છે. અપાર આસ્થા અને તાંત્રિકોના માનીતાં આ કામાખ્યા મંદિરનું ભારતીય સંસ્કૃતિમાં એક આગવું જ સ્થાન છે.

જય માં કામાખ્યા.. શત શત નમન!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!