કાલીઘાટ કાલી માતા મંદિર (શક્તિપીઠ)- કોલકાત્તા

કાલીઘાટ કાલી મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે હિંદુધર્મના પુરાણો અનુસાર જ્યાં જ્યાં માં સતીનાં અંગના ટુકડાઓ ધારણ કરેલા વસ્ત્રો કે આભૂષણો પડયાં ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યાં. એ અત્યંત પાવન તીર્થસ્થાન કહેવાયાં !!! આ તીર્થ આખાં ભારતીય ઉપમહાદ્વીપ પર ફેલાયેલા છે. દેવીપુરણમાં ૫૧ શક્તિપીઠોનું વર્ણન છે !!!!

કાલીઘાટ કાળી મંદિર પશ્ચિમ બંગાળનાં કોલકતા શહેરનાં કાલીઘાટમાં સ્થિત દેવી કાલીનું પ્રસિદ્ધ મંદિર છે. કોલકતામાં માં ભગવતીનાં અનેક પ્રખ્યાત સ્થળ છે. પરંપરાગત રૂપથી હાવડા સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર કાલીઘાટનું કાલીઘાટનું કાલીમંદિરને શક્તિપીઠ માનવામાં આવે છે.

જ્યાં માં સતીનાં જમણાપગની ચાર આંગળીઓ (અંગુઠાને છોડીને )નું પતન થયું હતું !!! પરંપરા રૂપથી હાવડા સ્ટેશનથી માત્ર ૭ જ કિલોમીટર દૂર કાલીઘાટનાં કાલીમંદિરને શક્તિપીઠ માનવામાં આવે છે. અહીંની શક્તિ “કાલિકા”અને ભૈરવ “નાકુલેશ” છે. આ પીઠમાં કાલીની ભવ્ય પ્રતિમા મૌજૂદ છે , જેમની લાલ જિહ્વા મુખમાંથી બહાર નીકળેલી છે. મંદિરમાં ત્રિનયનામાતા રક્તાંભર, મુંડમાંલિની, મુક્તકેશી પણ બીરાજમાનછે  ……પાસેજ નકુલેશજીનું મંદિર પણ છે !!!

દેવી કાલીની પ્રતિમા  ————

કાલીમંદિરમાં દેવી કાલીનાં પ્રચંડ રૂપની પ્રતિમા સ્થાપિત છે !!! આ પ્રતિમામાં દેવી કાલી ભગવાન શિવની છાતી પર પગ રાખીને ઉભેલા છે. એમના ગળામાં નરમુંડોની માળા છે. એમનાં હાથમાં કુલ્હાડી તથા કેટલાંક નરમુંડ છે. એમની કમરમાં પણ કેટલાંક નરમુંડ બાંધેલા છે. એમની જીભ બહાર નીકળેલી છે. એમની જીભ પરથી રક્તની થોડીક બુંદો પણ ટપકે છે !!!

અનુશ્રુતિઓ અનુસાર  ———–

આ મૂર્તિની પાછળ કેટલીક અનુશ્રુતિઓ પણ પ્રચલિત છે. આ અનુશ્રુતિ અનુસાર  —— દેવી કોઈ વાત પર ગુસ્સે થઇ ગઈ હતી. એના પછી એમણે નરસંહાર કરવાનો શરુ કરી દીધો !!! એમના માર્ગમાં જે પણ કોઈ આવતું જતું હતું તેમને તે મારતા જતાં હતા. એમના ક્રોધને શાંત કરવાં માટે ભગવાન શિવ એમના રસ્તામાં વચ્ચો વચ્ચ સુઈ ગયાં. દેવીએ ગુસ્સામાં એમની છાતી પર પગ મૂકી દીધો, પણ એજ સમયે એમને ભગવાન શિવને ઓળખી લીધાં. ત્યાર પછી જ એમનો ગુસ્સો શાંત થયો અને એમને નરસંહાર બંધ કર્યો !!!! આ કાલીમંદિર કાલીઘાટની થોડીક વધારે વિગતો  ———

કાલીઘાટ મંદિર કોલકતા  ———

આ કાલિકા નું મંદિર કાલીઘાટનાં નામથી પણ ઓળખાય છે અને આખા ભારતમાં આસ્થાનું અનોખું કેન્દ્ર છે !!!. અહીં માં કાલીની પ્રચંડ મૂર્તિનાં દર્શન થાય છે ……. જે ઘણી જ વિશાળકાય છે. કાલીં માંની લાંબી જીભ જે સોનાની બનેલી છે એ બહાર નીકળેલી છે અને હાથ અને દાંત પણ સોનાનાં બનેલાં છે. માંની મૂર્તિનો ચહેરો શ્યામવર્ણો છે અને આંખો પણ સીર સિન્દુરિયારંગની છે !!!!

સિન્દુરિયા રંગમાં જ માં કાલીને તિલક લગાવેલું છે અને ફથામાં ફસાયેલો રંગ પણ આજ રંગમાં રંગાયેલો છે !!!! દેવીને સ્નાન કરાવતી વખતે ધાર્મિક માન્યતાઓને કારણે પ્રધાન પુરીહિતની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે !!!! માં કાલિકા સિવાય શીતલા, ષષ્ઠી અને મંગલાચંડીનું પણ સ્થાન છે. સુંદર મંદિરની અંદર માતા કાલીની લાલ-કાળી રંગની કાસ્ટિક પથ્થરની મૂર્તિ સ્થાપિત છે.

એવું માનવામાં આવે છે કે  —— આ મંદિર ઇસવીસન ૧૮૦૯ની આસપાસ બનવવામાં આવ્યું હતું. આ શક્તિપીઠમાં સ્થિત પ્રતિમાની પ્રતિષ્ઠા કામદેવ બ્રહ્મચારી (સન્યાસપૂર્ણ નામ જિયા ગંગોપાધ્યાય)એ કરી હતી. ઇસવીસન ૧૮૩૬માં ધર્મી આસ્થા સંપન્ન જમીનદાર કાશીનાથ રાયે એનું નિર્માણ કરાવ્યું હતું. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ૧૦ મહાવીડ્યાઓમાં પ્રમુખ અને શક્તિપ્રભાવની અધિષ્ઠાત્રી દેવી કાલીનો પ્રભાવ લાખો કોલકત્તાવાસીઓના મન પર છે !!!!

માં કાલીનું મુખ કાળા પથ્થરોથી નિર્મિત છે. એમની જીભ હાથ અને દાંત સોનાના બનેલા છે. એમને લઈને કોલકત્તા વાસીઓમાં એક નારો પ્રસિદ્ધ છે “જય કાલી કલકત્તેવાલી તેરા વચન ના જાયે ખાલી” કેવાય છે કે —– કોલકત્તામાં માં કાલીની દયાથી માણસ ભૂખ્યો નથી સૂતો !!!!આવાં મુહાવરા અને શક્તિ દેવીની કથાઓ આ સોનાની જીભને કારણે જ ઉત્પન્ન થયેલી છે !!!!

ગર્ભગૃહની બરાબર સામે જ બનેલું નાટ્ય મંદિર માં દેવી પ્રતિમાનું ભવ્ય દર્શન થાય છે. મંદિરમાં જ બનેલા બીજાં બંગલામાં દેવી પૂજનનો કર્મકાંડ થાય છે !!!

અઘોર અને તાંત્રિક સાધનાનું કેન્દ્ર  ———-

માં કાલી અધોરી ક્રિયાઓ અને તંત્ર-મંત્ર ની સર્વોપરી દેવીના રૂપમાં જાણવામાં આવે છે સાથેજ આ મંદિર આ દેવીની શક્તિપીઠ છે. આ કારણોથી જ એ અઘોર અને તાંત્રિક સાધનાનું બહુજ મોટું કેન્દ્ર બનેલું છે !!!!

અઘોર સાધના અને તાંત્રિક સાધના માટે પ્રસિદ્ધ  –——-

કાલીઘાટનું મંદિર અઘોર સાધના અને તાંત્રિક સાધના માટે પણ પ્રસિદ્ધ છે.  કાલીઘાટ પરિસરમાં માં શીતળાનું પણ મંદિર છે. માં શીતલાનો ભોગ સમિષ ભોજ ચઢાવવામાં આવે છે. પાણી, માંસ, માછલી, ઈંડા એ બધું જ.  મંદિરમાં મંગળવાર અને સનીવારે શ્રધાલુંઓની ભીડ વધારે હોય છે. અહી એ પણ જોવા મળે છે કે મંદિરમાં માં બનેલાં કાઉન્ટર પરથી લોકો માંસાહારી પ્રસાદ ખરીદે છે અને માં કાલીને અર્પિત કરીને એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે !!!!

મંદિર ખુલવાનો સમય  ————

કાલીઘાટનું મંદિર સવારે ૫ વાગે ખુલી જાય છે. બપોરે ૧૨ થી ૩.૩૦ વાગ્યા સુધી બંધ રહે છે. સાંજે ૫ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી મંદિર ફરી પાછું ખુલે છે. જો આપ મંદિરમાં દર્શન કરવા આવો છો તો આહીયાના પંડોથી સાવધાન રહેજો. વિજયાદશમી અને બંગલા નવ વર્ષના દિવસે આહીયા અપાર ભીડ રહે છે !!!!

હજી થોડુંક વધારે આ મંદિર અને માં કાલી વિષે  —–

દક્ષિણ ભારતીય વંશના એક રાજા બાસંતા કૃષ્ણ રોય દેવ, પ્રતાપતિિત્યના કાકા અને યશૂરના રાજા, બાંગ્લાદેશે કદાચ ઓલ્ડ ટેમ્પલ તરીકે ઓળખાતું હતું.હઆ મંદિર આદિ ગંગા નદીના કાંઠે આવેલું હતું. પવિત્રમંડળ સાથે સંકળાયેલ એક નાતાલમંદિર , દક્ષિણ બાજુએ આવેલું છે જ્યારે શિવનું મંદિર ઉત્તર-પૂર્વમાં આવેલું છે. ૧૮૪૩  માં બાઓવલીના જમીનદાર દ્વારા બાંધવામાં આવેલા રાધા કૃષ્ણને સમર્પિત એક મંદિર પણ છે. આ મંદિરની કાલિની વિશેષતા એ સોનાની લાંબી બહાર નીકળેલી જીભ છે. કાલિના અન્ય વિઝ્યુઅલાઇઝેશનથી આ એક અલગ દેખાવ છે.

કાલિઘાટ મંદિરમાં ૧૫ મી સદીના ગ્રંથોમાં સંદર્ભો છે. મૂળ મંદિર નાની ઝૂંપડું હતું. હાલના મંદિરની સ્થાપના ૧૮૦૯મા  બેરિશાના સબર્ન રોય ચૌધરી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તેઓએ મંદિરના દેવતાને 595 વિઘા જમીનની ઓફર કરી હતી જેથી પૂજા અને સેવા સરળ રહી શકે. એવું માનવામાં આવે છે કે કેટલાક વિદ્વાનો માને છે કે કલકત્તા નામ કાલિગટા પરથી આવ્યું હતું.

શરૂઆતના દિવસોમાં દેવીને પ્રોત્સાહન આપવા માટે વેપારીઓ કાલિઘાટમાં રોકાયા હતા. શરૂઆતમાં આ મંદિર હુગલીના કાંઠે હતું. સમય જતાં નદી મંદિરમાંથી દૂર થઈ ગઈ છે. આ મંદિર હવે આદિ ગંગા નામના એક નાની નહેરના કાંઠે છે, જે હુગલી સાથે જોડાય છે. વર્તમાન દક્ષિણ કળની મૂર્તિ ૧૫૭૦ માં બે સંતો – બ્રહ્મન્નાદ ગિરી અને આત્મરમ ગિરી, માતા ભુવનેશ્વરી, સબર્ન રોય ચૌધરી પરિવારના કુલદેવીની મૂર્તિના આધારે બનાવવામાં આવી હતી. કાલ્કુંડા નામના તળાવમાં સતીની આંગળીના અવશેષો શોધ્યા તે લક્ષ્મીકાંત રોય ચૌધરીની માતા પદ્મબતિ દેવી હતી. આમાં કાલિઘાટને 51 શક્તિ પીઠમાં સ્થાન આપ્યું.

શક્તિપીઠ તરીકે કાલિઘાટ મંદિર ————-

હિન્દુ ધર્મના શકિતવાદ સંપ્રદાય દ્વારા શક્તિ પીઠ તરીકે આદરણીય છે. દક્ષ યાગાનીપૌરાણિક કથા અને સતીના આત્મહત્યા એ શક્તિ પીઠની ઉત્પત્તિની પાછળની વાર્તા છે. સતી દેવીના શબના શરીરના ભાગોના કારણે ભાગ્યે જ શક્તિ શિક્ષકો સત્તાના દર્દીઓ છે, જ્યારે ભગવાન શિવે તેને લઇને દુ:ખમાં આર્યાવ્રતમાં ભટક્યા હતા. સંસ્કૃતમાં ૫૧ અક્ષરો સાથે જોડતી ૫૧ શક્તિ પીઠ છે. દરેક મંદિરમાં શક્તિ અને કાલભેરવ માટે મંદિર છે. અહીં શક્તિનું નામ કાલિકા અને કાલભૈરવ નાકુલશેશ્વર છે.

કાલિકાની છબી  ————-

દેવીની પ્રતિમા અપૂર્ણ છે. ફક્ત દેવીનો ચહેરો જ પ્રથમ બનાવવામાં આવ્યો હતો. વર્ષોથી સોના અને ચાંદી, જીભ, શિવની મૂર્તિ અને તમામ ઝવેરાતથી બનેલા હાથ ઉમેરાય છે. સ્નેનીયરા દિવસ પર, દિવ્ય મધરને ઔપચારિક સ્નાન આપતી વખતે, પાદરીઓ તેમની આંખોને કપડા ઢાંકવાની સાથે બાંધે છે. કાલી પૂજા , દુર્ગા પૂજા , પોઈલા બોષાક , બંગાળી નવા વર્ષનો દિવસ અને સંક્રાંતિ જેવા શુભ પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તો તહેવારો સાથે સ્થળે ભેગા થાય છે.

કોલકતા અને કાલી એ બંને અવિનાભાવી અંગો છે. એ બંને  કોલકાતા અને ભારતીય સંકૃતિ સાથે એવા વણાયેલા છે કે એ બંનેને છુટા પાડવા લગભગ અશક્ય જ છે. ટૂંકમાં કોલકત્તા એટલે માં કાલી અને માં દુર્ગાની આસ્થાથી ઉભરતા લોકોનું શહેર. આ શક્તીપીઠનું માત્ર કોલકતા માં જ નહીં પણ જીવનમાં પણ અનેરું સ્થાન છે

આસ્થા એ અનુભવવાથી જ મળે અનેહસાધાના માટે એ જરૂરી નથી કે એને માટે કોઈ સાધન સામગ્રી જોઈએ સાધના માટે સ્થાન જ મહત્વનું છે. એકાંત હોય તોય શું અને ના હોય તોય શું !!!! જે છે તે છે —–અનુભૂતિ !!!! આ અનુભૂતિ તો પ્રત્યક્ષ જઈને જ મેળવવી રહી !!!!

માં કાલિકાને શત શત પ્રણામ !!!!!

————- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!