જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે
‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી ગોહિલને એક જણે કીધું. ‘ના ભાઇ, બાપુ તમે નિદરમાં લાગો છો ! વાતમાં મોણ ઘાલીને વાવડ દેતં જણ ઉપર નજર નોંધીને જીવણજીએ હોકામાં દેવતા સોંર્ક્યો.
‘મારે કીધે કાંઇ નઇ જાગો. આફુરડા જાગશે. તોપુના ગલોલા આ સોનગઢે માથેથી ગળોટિયાં ખાશે તે ‘દિ.’
મહરતાં વેણ કાઢતા જણ ઉપર જાતવાન જીવણજીને ક્રોધ ન ચઢ્યો. ઇતો મીઠો ઠપકો દેતો’તો એની વાણીમાં કડવાશ હતી. પણ જનેતા દૂધમલીયા દીકરાને કડવાણી પાય એવા ઓસડીયાની એ વાત જીવણજી જાણતા હતા.
‘ઠીક બાપનો કેવું હોય તો કાંઇ ધરાર કેવડાવાશે ?’
બોલીને જીવણજી ગોહિલ ઓલવાતા હોકાની ઘૂંટ લઇને જગતો સખવા ઘખડો કરવા માંડયો.
‘આંબલા ગામના પાદરમાં પડાવ પડયો છે. હોકાના ગુડગુડા વચ્ચે જણના શબ્દો જીવણજીને કાને પડયા. કસુંબલ કેફે અંજાયેલી આંખ ઉપરના પોપચા પહોળા કરીને જીવણજીએ સવાલો કર્યો.’
‘કોનો ?’
‘બાબાજીનો ! આંબલાની આંબાવાડી આમા તબુ તણાયા છે.’ ‘ તે જાતો હશે ક્યાંક’
‘ક્યાંક નઇ ?’ ‘ત્યારે ?’
‘ શિહોર માથે’
સાંભળતા જ જીવણના હાથમાં હોકાની મળી ઠંડી હતી. આંબલાનું ગામતરું કરીને પાછો વળેલો જણ હાલ તો થયો.
શિહારના દરબાર ગઢમાં ઠાકોર મહેતા મસુદીયાએ મુંજાઇને બેઠા છે. બાબાજીની ખંડણીની તવાઇ આકરી હતી. એની ઉઘરાણી પઠાણી હતી. સતારાના સરનશીનનો સેનાપતિ કાઠીયાવાડને કાન પકડાવીને શિહોરને સર કરવા આંબલે આવીને ઉતર્યો હતો. બાબાજીને વખતસિંહે વળતો જવાબ મોકલ્યો.
શિહોર કોઇને નમીને જીવતું નથી.
ઠાકોરનો જવાબ સાંભળી બાબાજીના નવાણું લાખ રૃંવાટા સવળા થઇ ગયા. ઠાકોરે ભાયાતુને કેણે મોકલ્યાં કે શિહોર આવી પુગજો ! વાવડ મળતાં જ ગોહિલોએ ઘોડા પલાણ્યા શિહોરના ગઢમા ઉતરવા માંડયા. શિહોર અને આંબલા વચ્ચેનો પંથક ખળભળી ઉઠયો.
જીવણજી ગોહિલે બખ્તર ભીડયાં. ઘોડા માથે અસવાર થયોને હાલી નીકળ્યો શિહોર,
શિહોર,
શિહોરની ગાદીના રક્ષણ માટે જેણો કોઇ ‘દિ માથાના મૂલ ગણ્યાં નથી એવા વછાણી વંશનો જીવણજી વેલો હતો. શિહોરની ગાદીના રક્ષણ માટે માથા દેવામાં જે કુળમાં હોડ બકાની હતી ત્યાં હું પહેલો એવી હરીફાઇ હાલતી હતી. એવા કુળનો જીવણજી ગોહેલ જાલ્યો રહે ? ઘોડાને ડાબા પડખામાં એડી મારી જાતવંત ઘોડાને જાણે પાંખ ફુટી સાત ગાઉના પલ્લાને પલકારમાં કાપીને ઘોડો શિહોરના ચોકમાં આવીને ઉભો રહ્યો.
જીવણીને આવેલો જોઇ ઠાકોર બોલ્યાં.
‘પુગ્યા, બાપ ?’
ઘડી સાવડીમાં તો ગાડાની દેડય દારૃગોળો લઇને શિહોરતા વંકા ડુંગરા માથે રાંડવા માંડી. અજાજાુડ ઝાડીની ઓથ લઇને શૂરવીરો ખખડાવવા માંડયા જીવણજીને શિહોરના રખવાળા સોપાણા સુરકાને દરવાજો કોઠા ઉપર ચઢીને જીવણજીએ જામગ્રી ધરબી ધુ્રબાંગ ધુ્રબાંગ તટધામો વાગતા માંડયા. સેના સામસામી બાખડવા લાગી.
તોપ ગોળાથી ધરતી ધણેણી ઉઠી બાબાીએ શિહોરનો દરવાજો તોડવા જાળા નાખવા માંડયા. પણ ત્યાં તો જીવણજી ગોહિલના રખવાળા સુકાનો કઠો. બાબાજીનો હાથ હેઠો પડવા માંડયો. જીવણજી તાડ જેવડો લાગવા માડયો. એક ઘડી જો શિહોરની ઉપર શ્વાનો વાવટો ફરકી જાય તો રંગ રહી જાય.
આ આટલા ખાતર બાબાજી પારકે પાદર ખોપ ખોદીને બેઠો છે. એક બાજુથી શિહોરના ગોળા ગાજી ઉઠયાં છે.
તો સામેથી આભને આંબે એટલા વેગથી બાબાજીની ફોજ ગોળા વછોડે છએ. ત્યારે અહીં શિહોરના ભોગળ ભાગવા સતારાના સિંહ માથા પછાડે છે.
જીવણજીની જવામર્દીએ બાબાજીના પગ પાછા પડયા. શિહોરને અણનમ રાખ્યું. વછાણી કુળના વીરની શોર્યગાથા શિહોર પરગણામાં લોક જીભે રમે છે.
કોણ જગાડે જીવણો,
વછાણી બખજોળ
જેની ફુક વન પ્રજળે
સદિયા સરખો કાળ
(ઝરની જવાળા જેવા જીવણજી વછાણીને કોઇ જગાડે નહિ, કારણ કે એની એક જ ફૂકથી જંગલ અને ભોરીંગો ભસ્મ થઇ જાય છે.)
સોન પટીએ જો, સોનુ રસોડે રંધાત તો પાથુને પીટ સાત જગતે કરી જીવણા.
હે જીવલા જો સોનગઢના તારા રસોડે સોનુ રંધાતુ હોય તો સૌને પીરસી સૌના દુ:ખને દૂર કરત.
શ્યોર શીપોરા ઉમરે
બકો બાલા જોય
દખણી ડગમગ હોય.
જીવતો કપરો જીવણા.
હે જીવણજી દક્ષિણના સેનાપતિ, બાબાજીની નજર શિહોર ઉપર પડે છે ત્યારે એ શંકામાં પડે છે કારણ કે જીવણની ઉપર જીત મેળવવા મુશ્કેલ છે ?
મરદહાથ મૂછે ફરે તાતી તેરા પરે નયને અગન ઝરે ઝુઝણ હારી જીવણા.
(હે જીવણા બાબાજી તારી સામે લડવા આવતા હે તરત જ તારો હાથ મુછ ઉપર અને તલવાર ઉપર ગયો. આંખમાંથી અગ્નિ ઓકવા માંડયો)
જો જીવણીઓ જાય
શિહોર ગઢ ઘોડીનુે
છતરપતિ શેરો થાય.
દીલ્લી દેવળ રાઉત.
(જીવણજી જો શિહોરઢ છોડીને ગયો હોત તો દેવળજીનો દીકરા તરીકે દીલ્લી સુધી વગોવાણા હોત.)
વછાણી વકરાળ.
ક્રોધ ભરીઓ સોસરી.
ડળકી દેતો ડાણ જગે ઝુઝે જીવણો.
(વિકરાળ વનનો કેસરી જેમ જીવણો ડણકે છે અને જગમા ઝઝૂમે છે)
બાબાસો બળવાન
ચડયો શિદિરા ઉપરે
બંદૂક ભાલા બાણ
ઝીંક કીધીને જીવણા
(હે જીવણા તારી ઉપર બાબાજીએ હલ્લો કર્યો ત્યાં તે બહાદુરીથી ભાલા અને બાણનો વરસાદ વરસાવ્યો)
શિહોર શિહો રજકે તું આવ્યો ટોડે.
દુઇજા ડુંગરડે મુડી બેઠા જીવણા.
જ્યારે જીવણજી શિહોરના ટોડા ઉપર આવીને બેઠો ત્યારે દુશ્મન રૃપી બીજા પંખીઓના ઝુંડો પાખુ ફફડાવી બીજા ડુંગર ઉપર ચાલ્યા ગયા.
આજે પણ શિહોરના સુરકા દરવાજાના કોઠાને જીવણજીના કોઠા તરીકે લોકો ઓળખે છે.
– ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ