અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર

અમદાવાદની રથયાત્રા એ અમદાવાદ અને ગુજરાતની શાન છે. અમદાવાદની રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ છે. અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે. સામાન્ય રીતે રોજ ભક્તો મંદિરમાં દર્શને જતા હોય છે ત્યારે રથયાત્રાએ ભગવાન અમદાવાદની સડકો ઉપર વાજતે ગાજતે ભક્તોને દર્શન આપે છે. જગતનો નાથ જગદીશ ભક્તોને મળવા આવે તે કેવું ?

એવું માનવામાં આવે છે કે આ રથયાત્રાનાં જે દર્શન કરશે રથ ખેંચશે તેનો જીવનરથ ભગવાન હેમખેમ પાર પાડશે. તેનો જીવનરથ ભગવાન જગન્નાથ હંકારશે. અમદાવાદની રથયાત્રાએ ભગવાન જગન્નાથની પ્રાતઃકાળે (સવારે ૪ વાગે આશરે) પૂજા થાય છે. ભગવાનને ખીચડી, કોળું અને ગવાર સીંગના શાકનું નૈવેધ ધરાવવામાં આવે છે. ફણગાવેલા મગ અને જાંબુ પ્રસાદરૂપે પ્રત્યેક ભક્તોને લાખોના ટનમાં નાત-જાતના ભેદભાવ વીના પ્રસાદરૂપેમાં વહેંચવામાં આવે છે.

અમદાવાદના તમામ નગરજનોનો આ સહિયારો ઉત્સવ છે તેથી સૌ રંગેચંગે આ ઉત્સવ ઉજવે છે. રથયાત્રાએ અષાઢનો ઝરમરિયો વરસાદ પડે છે તેમાં પ્રભુ ન્હાય છે અને ભક્તોને પણ અમી છાંટણાંથી આનંદની અનુભુતિ કરાવે છે.

11126185_822579051131426_6157264381251080335_o

જગન્નાથ મંદિરનો ઈતિહાસ જોઈએ તો લગભગ સાડા ચારસો વર્ષ પૂર્વ એક સાધુના ડગ કર્ણાવતીના કિનારે (અમદાવાદ) થંભી ગયા. આ સાધુ રામાનંદી સિદ્ધ સંત શ્રી હનુમાનદાસજી નદિના કિનારા ઉપર એક ઝુંપડામાં નિવાસ સપ્તૠષિનો આરો આમેય અનેક સંતાનો પાવન પગલાથી આ પવિત્ર મનાય છે.

શ્રી હનુમાનદાસજી પોતાની સાધનામાં લીન હતા. એટલામાં એક શબ લઈને ડાઘુઓ આવ્યા. સૌ ખુબ દુઃખી હતા. વિલાપ કરતા હતા. સંતને દયા આવી પૂછ્‌યું કે આવા નવયુવાનને કેમ મોત ભરખી ગયું ? ડાઘુઓએ કહ્યું કે કાળોતરો (સાપ) કરડ્યો છે. સાધુના હૃદયમાં કરૂણા ઉપજી પોતાના કમંડળમાંથી થોડું જળ લીધું. યુવાનના શરીર ઉપર છંટકાવ કર્યો. પોતાની પાસે જે જડીબુટ્ટી હતી તે આપી અને કહ્યું કે તમો ભગવાન જગન્નાથનું નામ ધ્યાન ધરીને આવો. સાધુ તો પર્ણકુટુરિમાં ચાલ્યા ગયા.

અચાનક એવું કહેવાય છે કે ચમત્કાર થયો. યુવાન જાગી ગયા. જડીબુટ્ટીથી ચમત્કાર થયો. જય જગન્નાથ ! જય જગદીશ હરે ! બોલવા લાગ્યો. આખા ગામમાં આ વાત ચર્ચાએ ચડી. સાધુ તો ચલતા ભલા તેઓ બીજે ગામ ચાલવાની તૈયારીમાં હતા ત્યારે ગામ લોકોએ વિનંતી કરી તેથી તેઓ રોકાઈ ગયા. ગામ લોકોએ રહેવા અહીં જગ્યા આપી ત્યાં સૌ પ્રથમ હનુમાનજીનું નાનું મંદિર બનાવ્યું આજે પણ તે મોજુદ છે. તેઓએ દુધની ખેંચ હતી તેથી ગાયોની સેવા શરૂ કરી. તેઓના શિષ્ય શ્રી મહંત સારંગદાસજી હતા. તેઓએ આ જગ્યાનો વિકાસ કરવામાં સાથ આપ્યો. ત્યારબાદ મહંત નરસિંહ દાસજી આવ્યા. આજનું આ મંદિરનું સ્વપ્ન શ્રી નરસિંહદાસજીનું જ છે.

તેઓએ જગન્નાથજીના મંદિર જેવું જ ભવ્ય મંદિર બનાવ્યું. મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ બાંધકામમાં અને તેના આયોજનમાં નરસિંહદાસજીએ અથાક પ્રયત્ન કર્યા. આ મંદિર બનાવવાનો મોટાભાગનો યશ શ્રી બાલમુકુંદદાસજી અને બ્રહ્મચારી નરસિંહદાસજીને ફાળો જાય છે. આ બન્નેના આયોજનથી જગન્નાથ મંદિરનો ખૂબ વિકાસ થયો.

નરસિંહદાસજી મહારાજની સેવા, નિષ્ઠા, ધર્મ ભાવનાથી લોકો તેઓને ખુબ આદર આપતાં, પ્રધાનો, રાજકારણીઓ, મહંતો પણ તેઓની આગળ ઝૂકી જતો. તેઓ પવિત્ર સંત હતા. તેઓ ખૂબ જ સાદગી રાખતા. તેઓ હંમેશા ખુલ્લા પગે ચાલતા. પગમાં જોડા કે ચાખડી પહેરતા નહીં તેઓએ ગૌશાળામાં બે હજાર જેટલી ગાયો રાખી હતી. સને ૧૮૭૮માં સૌ પ્રથમ મહંતશ્રીએ સાધુ સંતોને બોલાવી ભક્તોને ભેગા કરી કહ્યું કે મારી ઈચ્છા જગન્નાથપુરીની જેમ અમદાવાદમાં રથયાત્રા કાઢવાની છે મને ભગવાન જગન્નાથે સ્વપ્નમાં સંકેત આપ્યો છે. સૌએ આનંદ વ્યક્ત કરી આ વાતને વધાવી.

ભરૂચના ખલાસી ભાઈઓએ અત્યંત આનંદથી રથ આપવાનો નિર્ણય વ્યક્ત કર્યો. ખલાસીઓની માતા ભગવાન જગન્નાથજીનાં પરમ ભક્ત હતાં. રથયાત્રા ખેંચવાનો અધિકાર મહંતે આ ખલાસી ભાઈઓને આપ્યો ત્યારથી આ પરંપરા જળવાઈ છે. રથયાત્રાનો પ્રારંભ થયો.

13603236_1047892728600056_6335128326895451972_o

‘‘મંદિરમાં કોણ છે ?રાજા રણછોડ છે, ના નારા સાથે રથયાત્રાની ભવ્ય શરૂઆત થઈ. સરસપુર જગન્નાથજીનું મોસાળ છે. આથી રથયાત્રા બપોરે સરસપુરમાં વિશ્રામ કરે છે. શ્રી નરસિંહદાસના અવસાન પછી સ્વામી શ્રી સેવાદાસજી મહારાજ, શ્રી રામહર્ષદાસજી મહારાજ આવ્યા. ત્યારબાદ મહંત શ્રી રામેશ્વરદાસજી આવ્યા. તેઓના પ્રયત્નોથી 2000ની સાલમાં જગન્નાથ-મંદિરનો જીર્ણોદ્વાર થયો. મંદિર ખૂબ જ સુંદર બન્યું છે. વિશાળ સત્‌સંગ હોલનું પણ આયોજન બન્યું છે. આજે આ મંદિર એ અમદાવાદનું તીર્થ સ્થાન બન્યું છે.

કોમી એકતા અને ભાઈચારો. સૌ કોઈ બસ જગન્નાથજી મય બની જાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી હોય તેઓ સોનાના ઝાડૂ વડે ‘બુહારીસેવા’ એટલે રથયાત્રાના માર્ગની સફાઈ કરે છે. પછી તો ‘ જયરણછોડ’ના જયનાદ, ઢોલ- નગારાં, શંખધ્વનિના જયઘોષ સાથે જગન્નાથજીના રથને પ્રથમ દોરવામાં આવે છે.

અહીં સાધુસંતો આવતા જતા હોય છે. પરંતુ જયેષ્ઠવદ અમાસ જયારે ભગવાન મામાના ઘરેથી (સરસપુર- રણછોડરાયજીનું મંદિર) પાછા ફરે ત્યારે અને ઉત્તરાયણના દિવસે એમ બે ભંડારાની વિશિષ્ટતા છે. મંદિરમાં નાતજાતના ભેદભાવ વીના સૌ ભોજન લે છે. બે ટંક દુઃખી ગરીબો પીડીતો પ્રસાદ લે છે. નરસિંહદાસ આયુર્વેદ ઔષધાલયનો અનેક લાભ લે છે. ગૌશાળાઃ નરસીંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત આ ગૌ શાળા સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવ ધરાવે છે. જેમાં આશરે 1200 થી વધુ ગાયો છે. મંદિરમાં રવિવારે છાશનું વિતરણ થાય છે. અખીલ ભારતીય પશુમેળામાં શ્રેષ્ઠ પશુઓના ઈનામોમાં છેલ્લા સાત વર્ષથી પ્રથમ ઈનામ શ્રી નરસિંહદાસજી ગૌશાળા ટ્રસ્ટની કામધેનું ગાય મેળવે છે.

આમ અમદાવાદનું જગન્નાથ મંદિર એ અમદાવાદ શહેરનું ગૌરવ છે.

જગતના નાથ જગન્નાથજીને સત સત વંદન…

error: Content is protected !!