સિયાચીન ગ્લેશિયર અને વિસ્તાર વિષે વિસ્તૃત માહિતી

ભારતમાં આમ તો દુનિયાના બહુ ઊંચાઈવાળાં બરફના શિખરો બહુ જૂજ છે. એમાં ખાલી ભારત-ચીનની સરહદે આવેલો માઉન્ટ કાંચનજંગા જે દુનિયામાં ત્રીજા નંબરનું શિખર ગાણય છે તે આવે છે બાકી બધાં નેપાળ, ચીન અને પાકિસ્તાનમાં છે !!! પછી છેક ૨૩માં નંબરે માઉન્ટ નંદાદેવી આવે છે ત્યાર બાદ ૨૯માં નંબરે માઉન્ટ કામેટ આવે છે જે નંદાદેવી માઉન્ટન રેંજનો એક ભાગ જ છે પછી ૪૭માં નંબરે મામોસ્ટોન્ગ કાંગરી અને ૪૮માં નંબરે સાસેર કાંગરી -૧ આવે છે પછી ૫૧માં નંબરે સાસેર કાંગરી – ૨ આવે છે તો ૫૬માં નંબરે આવતું તેરામ કાંગરી- ૧ જે કારકોરમમાં ગાશેરબર્ન પર્વતમાળાનો એક ભાગ છે

ત્યારબાદ ૫૭માં નંબરે આવતું જોગસોંગ શિખર આવે છે જે કાંચનજંગા રેન્જનો એક ભાગ જ છે !!! તો ૬૦માં નંબરે આવતું સુનંદાદેવી જેને નંદાદેવી ઇસ્ટ પણ કહેવામાં આવે છે તે સ્થિત છે. ૬૧માં નંબરે આવતું કે ૧૨ જે કારકોરમ રેન્જમાં આવેલું છે તો ૬૩માં નંબરે સીએ કાંગરી આવે છે જે ગાશેરબર્ન પર્વતમાળાનો એક ભાગ છે અને તે પણ કારકોરમનો જ એક ભાગ છે ત્યાર પછી ૬૯માં નંબરે ઘેંટ કાંગરી, ૭૧માં નંબરે રીમો -૧ , ૭૩માં નંબરે તેરામ કાંગરી જે સિયાચીન કારકોરમ અને તેરમ કાંગરી -૧ પર્વતમાળાનો જ એક ભાગ છે જે ભારત- અને ચીનમાં વિસ્તરેલું છે !!! તો ૭૪મા નંબરે શેરપી કાંગરી આવે છે જે પણ આ કારકોરમમાં જ આવે છે ત્યાર બાદ ૭૬માં નંબરે કિરાત ચૂલી,અબી ગામીન અને ગીમ્મીગેલા આવે છે જે ભારત અને નેપાળ સરહદે અને ભારત -ચીન સરહદે સ્થિત છે કાબરુ પર્વતમાળાનું તલુંન્ગ પણ ભારત અને નેપાળ સરહદે આવેલી કાંચનજંગા પર્વતમાળાનો જ એક ભાગ છે તો ૯૧માં નંબરે આવતું માના શિખર જે ગઢવાલ હિમાલયમાં આવેલું છે ૯૫માં નંબરે આવતું અપસરસસ જે કારકોરમમાં તેરમ કાંગરી ૧ નો જ એક ભાગ છે

૯૬માં નંબરે આવતો મુકુટ પર્વત એ ગઢવાલ હિમાલયમાં આવેલું છે !!! તો ૯૭મા નંબરે રીમો – ૨ આવે છે તો છેક ૧૦૭મા નંબરે સિંઘી કાંગરી જે સિયાચીનમાં સ્થિત છે તે આવે છે. આમ દુનિયાના સૌથી ઊંચા ૧૦૮ શિખરો જે વિકીપિડીયાએ ગણાવ્યાં છે તેમાં ભારતમાં સ્વતંત્ર તો બહુ છે જ નહીં અને જે છે તે ભારત-પાકિસ્તાન-નેપાળને ચીનમાં છે. ભૂતાન અને કીગીસ્તાનમાં પણ હિમાલય પ્રસરેલો હોવાથી ત્યાં પણ એકાદ એકાદ ઊંચા શિખરો છે. આ જે ૧૦૮ શિખરો ગણાવાયા છે તેમાં છેલ્લું લુપઘાર શિખર જે હિપસાર કારકોરમમાં સ્થિત છે અને તે પાકિસ્તાનમાં છે તેની ઊંચાઈ ૭૨૦૦ મીટર છે જોવાની ખૂબી એ છે કે આમાંથી મોટાંભાગના શિખરો એ કારકોરમ વિસ્તારમાં કહો કે એ રેન્જમાં જ્યાં આ સિયાચીન છે એની આજુ બાજુ જ આવેલાં છે અને આ એજ કારકોરમ વિસ્તાર છે જે કયારેક આખેઆખું ભારતનો જ એક ભાગ હતું. આનો અમુક ભાગ પાકિસ્તાને પડાવી લીધો તો અમુક નાનકડો હિસ્સો ચીનને આપી દીધો બાકી ચીનના તિબેટ વિસ્તારમાં ઘણા ઊંચા પર્વત શિખરો છે જ પણ આ પાકિસ્તાનની ગીલોની હરકત નું પરિણામ એ આવ્યું કે એ ભારતની પણ નજીક આવ્યું વધારે અને એનાં પરિણામ સ્વરૂપ જ ચીન કાશ્મીરનો વધુ ભાગ લેવાં લલચાયું અને એની ફલશ્રુતિ રૂપે જ ચીને ભારત પર આક્રમણ કરી યુદ્ધ જીત્યું હતું

યુદ્ધ તો જીત્યું પણ સાથે સાથે એ ભારતનો લદાખ વિસ્તાર પચાવી પાડયો જે તિબેટની નીચે અને લદાખની ઉપર છે જે વિસ્તારને આસ્કાઇન તિબેટ કહેવામાં આવે છે. આટલી વાતનાં પુરાવાઓ છે પણ કેટલીક વાતોના પુરાવાઓ હજી મળતાં નથી જેમાં સિયાચીન આવે છે. આ સિયાચીન સરહદે ચીને ભારત પર આક્રમણ નથી કર્યું પણ પાકિસ્તાન ૧૯૪૭-૪૮ની હાર પછી બદલો લેવાં માંગતું હતું એમાંને એમાં એણે ચીનને ભેટ ધરીને બીજા બે યુધ્ધોને આમંત્રણ આપ્યું. ૧૯૯૦નાં દાયકામાં પાકિસ્તાને ૨ વાર સિયાચીન વિસ્તાર પર પોતાનો કબજો જમાવવા ને ભારતનું નીચું દેખાડવા માટે આ વિસ્તાર પર કબજો જમાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી અને એનાં પરિણામ સ્વરૂપ આ કારગીલ યુદ્ધ થયું હતું !!!

➡ સિયાચીન વિસ્તાર વિષે વિસ્તૃત માહિતી

લદાખનો મોટો ભાગ એ લગભગ ૫૦૦૦ થી ૭૦૦૦ મીટર ઉંચેનો છે. સરેરાશ લદાખના બર્ફીલા શિખરોની ઊંચાઈ ૬૫૦૦ મીટર છે. લદાખ જેને આપને જાણીએ છીએ એ ડ્રાય હિમાલય છે આના પરિણામે ત્યાં બરફવર્ષા નથી થતી. લડાખ વિસ્તારમાં લેહની આસપાસ જે બધો જ વિસ્તાર બૌદ્ધ ગોમ્પાઓ આવેલાં છે તે બધાંજ આમ તો ઘણી ઉંચાઈએ છે પણ પથ્થરિયા હિમાલય પર છે હા ત્યાં નદીઓ અને ખુલ્લા મેદાનો છે ખરાં, સરોવરો પણ છે અને બૌદ્ધ સ્તુપો, મહેલો અને મોનેસ્ટરી વિપુલ પ્રમાણમાં છે. લેહ અને એની આજુબાજુના વિસ્તારોમાં બધા મકાનો એ અગાસીવાળા છે -છતવાળાં છે એ એ દર્શાવે છે કે કે ત્યાં બરફવર્ષા નથી થતી

જે સમગ્ર કાશ્મીરમાં બરફવર્ષા થાય છે અને એજ એની સુંદરતા- રમણીયતા છે એવું અહીં નથી કારણકે સમગ્ર કાશ્મીરમાં બધે ઢાળવાળાં છાપરાંનાં જ મકાનો અને એમનાં ધાર્મિક સ્થાનકો છે પણ લદાખની સુંદરતા કૈંક ઓર જ છે. આ બધાં વિસ્તારોમાં પથ્થરિયા પહાડોની પેલે પાર બર્ફીલા શિખરો ઢગલાબંધ દેખાય છે. અરે માઈલોના માઈલો સુધી એ દેખાય છે એની પણ પેલે પાર આ કારકોરમ રેંજ છે. જે આમ તો લદાખ વિસ્તારમાં જ આવે છે પણ ત્યાં જવાતું નથી અરે જે બર્ફીલા શિખરો દેખાય છે આપણને નજીકથી ત્યાંથી જ આ કારકોરમ રેંજ શરુ થાય છે. મોટા શિખરો કાં તો નાનાં નાનાં શિખરોની આજુબાજુ હોય અથવા એની પાછળ મોટાં શિખરો હોય

આપણા જે ઊંચા બર્ફિલા શિખરો છે તે અહીંયા જ છે. પણ એ દૂરથી જોઈ શકાય છે ત્યાં જવાતું નથી એટલે એને માણી શકાતાં નથી. સમગ્ર કાશ્મીરની ૮૦ ટકા સરહદ પાકિસ્તાનને અડીને જ આવેલી છે !!! આ પાકિસ્તાનમાં જ ઘણા ઊંચા શિખરો છે જેના પ્રમાણમાં ભારતમાં ઘણા નીચાં છે જે ભારતના ભાગલાં પછી એ પાકિસ્તાનનો ભાગ બની ગયું અને જે આપણા હતાં તે પણ એ પચાવી ગયું. આ વિસ્તારમાં કારકોરમ વિસ્તાર-રેન્જનો પણ સમાવેશ થાય છે જેનો અમુક નાલ્લો હિસ્સો પાકિસ્તાને ચીનને સપ્રેમ ભેટ ધરી દીધો એમાં પણ આ કારકોરમ રેન્જના શિખરો આવે છે. ચીન પાસે તો ઊંચા શિખરો પહેલેથી જ છે એટલે જ તિબેટ એના કબજામાં છે જ્યાં હિમાલયના ઘણાં ઊંચા શિખરો સ્થિત છે એમાં વળી પાકિસ્તાને એને થોડી ભેટ ધરી એનું પરિણામ એ આવ્યું કે ભારતના જે શિખરો છે એ નીચાંને નીચાં રહ્યાં પણે એની ઇર્દગીર્દ ડાબી બાજુએ પશ્ચિમમાં પાકિસ્તાનની કારકોરમ પર્વતમાળાનાં શિખરો છે જે બધા ૭૦૦૦ -૭૫૦૦ મિટરથી ઉપર છે અને ચીનની કારકોરમ રેંજનાં શિખરો પણ ૭૦૦૦થી ૮૦૦૦ મીટર સુધીનાં છે. ભારત પાસે એ બે સરહદો સાચવવા ખાલી ૬૫૦૦ મીટરની ઊંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આનો અર્થ એ નથી કે ભારત પાસે ૬૫૦૦ મીટર સિવાય બીજા આ પર્વતમાળાના શિખરો નથી છે તો ખરાં પણ એમાં કોઈની સરહદ નથી પડતી !!!

હું જ્યારે કાશ્મીર ગયો ત્યારે મને આ ભૂગોળ વિષે બહુ ખ્યાલ નહોતો. દિલ્હીથી શ્રીનગરની હવાઈયાત્રા દરમિયાન મારું આ ધ્યાન નહોતું પડયું પણ શ્રીનગરથી દિલ્હી પાછાં આવતાં હું સમગ્ર કાશ્મીર વિષે જ્ઞાત થયો અને જે કેટલાંક મને દુરથી દેખાતાં હતાં તેનું વિગતે હવાઈ નિરીક્ષણ કરવાનો લ્હાવો મને મળ્યો. એમાં જ મને આ કે ૨ અને બીજા અનેક શિખરો દેખાયાં એ બધાં જ બર્ફીલા શિખરો એટલાં ઊંચા હતાં તે જોઇને હું બહુજ ખુશ થયો હું કબુલ કરું છુકે મેં આ નજરો ઉપરથી જ્યારે જોયો ત્યારે હું જાણે ત્યાં ગયો હોઉં અને મેં એ માણ્યો હોય એટલો મને આનંદ થયો. આમેય આપણે ત્યાં જઈ તો શકવાનાં જ નથી પણ જો ગયાં હોઈએ તો પણ આવી રીતે તો જોઈ ના જ શકાય અને માણી પણ ના જ શકાય જાણે મારી આખી એક ટ્રીપ આ કારકોરમ પર્વતમાળાની જ થઇ ગઈ હોય એવું મને લાગ્યું જે મારા જીવનનું એક અમુલ્ય ભાથું છે —— અદભૂત અને અવિસ્મરણીય

પણ એક વાત તો છે કે આ દુરથી જ જોવાય ત્યાં નજીક જવું તો દુષ્કર જ છે. આવાં અનેક શિખરો જોયાં જેના નામ પણ મને આજે ખબર નથી પણ કે૨નાં ચોક્કસ લોકેશનને લીધે હું તે ઓળખી શક્યો. આ બધી માત્ર એક જ પર્વતમાળા નથી અનેક પર્વતમાળાની લાંબી હરોળ છે એ પણ મેં જોયું. જાણો છો આ કારકોરમ પર્વતમાળા કેટલી લાંબી છે એ એ ૭૬ કિલોમીટર લાંબી છે. એમાં ઘણાં બધાં ગ્લેશીયર્સ અને ઘણાં પાસ છે !!!
અહી હાઈવે પણ બનેલો છે એ જ આ કારકોરમ પર્વતમાળા એની આગળ પણ બરફના ઊંચા શિખરો છે અને પાછળ પણ ઊંચા બરફનાં શિખરો છે !!!આ જે ભારતની સરહદ જે બે દેશોને વિભાજીત કરે છે એ કારકોરમ રેન્જના શિખરને જ સિયા -ચીન કહેવાય છે !!!

પાકિસ્તાને જે આપણા કાશ્મીરના ભાગો પડાવી લીધાં છે એમાં ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં જ આ કારકોરમ રેંજ આવે છે. એ પહેલા પણ પાકિસ્તાનમાં આ રેન્જના ઊંચા શિખરો હતાં એ જુદી વાત છે !!! આ કારકોરમ પર્વતમાળામાં પાકિસ્તાને નેશનલ હાઈવે પણ બંધાવ્યો છે જે ૮૧૦ માઈલ લાંબો છે. જેને પાકિસ્તાન – ચીન મિત્રતા હાઈવે કહેવાય છે જે ભારતમાં થઈને પણ પસાર થાય છે. ભારત પસાર કર્યા વગર આ રેન્જમાં જઈ શકાય કાય એમ જ નથી એટલાં માટે !!! આ હાઈવે કઈ બર્ફીલા શિખરોમાંથી પસાર નથી થતો પણ ગિલગીટ અને બાલ્ટીસ્તાનના નગરો પણ આવે છે. એમાં લાદેન જ્યાં માર્યો એ એબકટાબાદ પણ આવે છે જે તો મૂળે પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનનું એક નગર પાટ્ટન પણ આમાં આવે છે આ હાઇવે ઘણા બધાં નગરોમાંથી થઈને પસાર થાય છે !!!

સિયાચીન એ ગ્લેશિયર છે. વિશ્વનું બીજા નબરનું સૌથી મોટું ગ્લેશિયર. જેને હિમનદ કહેવામાં આવે છે. આ હિમનદ એટલે વિશાળ આકારના ગતિશીલ બરફ જે દેખાવમાં નદી જેવો હોય પણ એનું મૂળ ના હોય કારણકે આનો ઉદભવ એ હિમવર્ષાથી થતો હોય છે. દુનિયાના કોઈજ ઊંચા શિખરો કંઈ પીગળતા નથી. હા …… કયારેક પણ જવલ્લે જ એની ઊંચાઈ થોડી ઘટી છે એવી જાણકારી અવશ્ય પ્રાપ્ત થઇ છે પણ એની સત્યતાની તપાસ આવશ્યક છે અને એના સાચાં કારણોની ખબર કોઈનેય પડતી જ નથી પણ ઊંચાઈ માંડ ૫-૧૦ મીટર ઓછી થઇ હશે પણ એ ખરેખર ઓછી થઇ છે કે નહીં એ મારાં મનમાં તો એક શંકા જ છે !!!

આવું બન્યું છે ખરું પણ એને જ સાચું માનીને તો ના જ ચલાય. જો એવું બનતું હોત તો એવરેસ્ટ-કે૨ -કાંચનજંઘા વગરે અનેક શિખરોની ઊંચાઈ ના ઘટી હોત પણ આ કિસ્સામાં તો એવું બન્યું નથી અને એવું બનતું પણ નથી. હિમનદનો ઉદભવ એ હિમ વર્ષાથી જ થાય છે. બરફ એનું ભારણ ના વેઠી શકે એટલે એ નીચે ધસવાનો જ પ્રયત્ન કરે આમ એક રીતે જોવાં જઈએ તો આ ગુરુત્વાકર્ષણનો જ નિયમ ગણાય “ભારે વસ્તુ નીચે પડે છે”. આ દ્રશ્ય જેણે પણ જોયું હશે એ કેટલો નસીબદાર હશે મેં જોયું પણ થોડેક સુધી જ ઉપર જવાયું પછી ઉપર જવાતું જ નથી. એ કારકોરમ રેંજ નહીં પણ સોનમર્ગનું થાજેવાસ ગલેશીયર. જે જોયું અને માણ્યું એ ખરેખર અદ્ભુત છે એ માટે જ તો કાશ્મીર જગવિખ્યાત છે ને !!!

બર્ફીલા પહાડો એ બિયોન્ડ ટ્રી લેવલ હોવાથી ત્યાં કોઈ ઝાડ-વનસ્પતિ હોતાં જ નથી અને આટલી બધી ઉંચાઈએ માનવ વસવાટ પણ શક્ય નથી. બે ઊંચા શિખરોની વચ્ચેની જગ્યાથી એ પોતાનો રસ્તો શોધીને નીચે તરફ પ્રયાણ કરે છે. આ ઘટ્ટ હોય છે જાણે બરફના મોટા પત્થરો કે નાનાં ખડકો તણાઈને નીચે તરફ જતાં હોય એવું જ આપણને લાગે. લાગે શું એ જ સત્ય છે !!! જાણે એક નદીમાં પુર આવ્યું હોય એ જ રીતે અને એ દ્રશ્ય આહલાદક હોય છે. જે પોતાનાં પર્વતીય ઢાળોને કારણે પોતાની રીતે જગ્યા કરીને નીચેની સતહ સુધી પ્રયાણ કરે છે. આનો ઉદભવ હિમ પ્રપાતને લીધે થાય છે એ જ કારણ છે. જે નીચે આવતાં જામેલો બરફ બની જાય છે. નીચે જામેલો બરફ જોવાં જ આપણે કાશ્મીર જઈએ છીએ પણ ઓફ સિઝનમાં તમે થોડે સુધી કે ઘણે ઉપર સુધી ઉપર જઈ શકો છો. આ હિમનદ બારે માસ વહેતી જ હોય છે કપણ તોય ક્યારેક તમને એ થીજી ગયેલી લાગે. એ પણ શક્ય તો છે જ કારણ કે ઋતુઓ તો પોતાનું કામ કરે. હા….. બીજી વાત અપણે જેને ઋતુઓ કહીએ છીએ એવું અહીં કશે હોતું જ નથી. કારણકે આટલાં બધાં ઊંચા પર્વત શિખરો હોય એટલે વાદળો પણ હોવાનાં જ જે ક્યારેક તો પર્વત શિખરો કરતા નીચાં હોય છે

એટલે વર્ષા તો થવાની જ અને વર્ષા થાય એટલે બરફ તો પાડવાનો જ તાત્પર્ય એ કે અહી કોઈ ઋતુ જેવું હોતું જ નથી બારે મહિના વરસાદ પડે છે એજ કારણ છે કે આ હિમનદ સુકાઈ નથી એનું અને બરફ નીચે પીગળી જતો નથી એનું !!! આ સિયાચીન ગ્લેશિયર (હિમનદ) એ ૭૦ કિલોમીટર જેટલી લાંબી છે. હવે તમે અંદાજો લગાવી લો કે એ કેટલી ઉંચાઈએ હશે એ અને એ કેટલો બધો લાંબો રસ્તો તય કરીને નીચેની સતહ પર આવે છે. છતાં એ વિશ્વના બીજા નંબરે છે તો વિશ્વના પહેલાં નંબરની હિમનદ કેવી હશે અને એ કેટલી લાંબી હશે એ !!! એક વાત જણાવી દવ કે આ બરફનો ધસારો ખાલી હિમવર્ષા સમયે જ થાય છે પછી એ જામી ગયેલો બરફ જ રહે છે બીજી હિમવર્ષા ના થાય ત્યાં સુધી. આ જે જગ્યાઓ છે એ જયારે આ ગ્લેશિયર સક્રિય નથી હોતું ત્યારે એ ફ્રોઝન નદી જેવું જ લાગે અકે બરફના ખુલ્લા મેદાનો કે એ એ મેદાનો જાણે બરફની ચાદરથી ઢંકાઈ ગયાં હોય એવું જ લાગે. એ ફરી પાછી હિમનદમાં પરિવર્તિત થાય જયારે એમાં હિમવર્ષા થઇ હોય. ક્યારેક કયારેક એ લેન્ડસ્લાઈડનું પણ કારણ બને વળી આ ગ્લેશિયરમાં ક્યારેક એવું પણ પ્રતીત થાય કે આમાંથી એ હિમવર્ષા પૂરી થઇ ગયા બાદ જાને કોઈ મોટાં વાહનોના નિશાન ના છોડીને ગયું હોય !!! આટલી જ ટૂંકમાં માહિતી આપું છું ગ્લેશિયર વિષે !!!

આ સિયાચીન ગ્લેશિયર એ કારકોરમ રેન્જના પાંચ મોટાં ગ્લેશિયરમાંનું એક છે. જે ધ્રુવીય ક્ષેત્રોની બહારનું સૌથી મોટું બીજાં નંબરનું ગ્લેશિયર છે. સૌથી મોટું તાજીક્સ્તાનમાં આવેલું છે. જેની ઊંચાઈ સમુદ્રતલથી ઇન્દિરા કોલથી લગભગ ૫૭૫૩ મીટર અને અંતિમ છેડા પર એની ઉંચાઈ ૩૬૨૦ મીટર છે. આ માત્ર ગ્લેશિયરની જ ઉંચાઈ છે તેની આજુબાજુ સ્થિત બર્ફીલા શિખરોની નહીં !!! આ સિયાચીન ગ્લેશિયર એ ભારત -પાકિસ્તાનની નિયંત્રણ રેખા પૂરી થાય છે પછી જ આવેલું છે. ઇસવીસન ૧૯૮૪ થી એ જમ્મુ અને કાશ્મીર રાજ્યનાં લદાખ જીલ્લાના પ્રશાસનમાં છે. નિયંત્રણ રેખા નજીક હોવાથી પાકિસ્તાન એના પર નિયંત્રણ મેળવવાનો બબ્બે વાર નિષ્ફળ પ્રયત્ન કરી ચુક્યું છે !!! આજે પણ આના પર કોનું નિયંત્રણ એ વિવાદ ચાલુ જ છે આ બંને દેશો વચ્ચે !!!

આ સિયાચીન નામ કેવી રીતે પડયું તે પણ જાણી લેવું અત્યંત આવશ્યક છે. એમાં જ એનો અર્થ છુપાયેલો છે એટલાં માટે !!! આ નામ કેવી રીતે પડયું એ તો ખબર નથી પણ એનો એક અર્થ જરૂર થાય છે. પાકિસ્તાને જે આપણો એક પ્રદેશ પચાવી પાડયો છે એમાં બાલ્ટીસ્તાન આવે છે. આ સિયાચીન એ ની નજીક જ છે અને બાલ્ટીસ્તાનની બોલાતી ભાષામાં સિયાનો અર્થ થાય છે એક પ્રકારનાં જંગલી ગુલાબ . ચીન(ચૂન)નો અર્થ થાય છે બહુતાયત. એ રીતે સિયાચીનનો અર્થ થાય છે ——-ગુલાબોની ભરમાર !!! આ બાલ્ટીસ્તાન પાકિસ્તાને પચાવી પાડયું પછી પણ એ શાંત બેસી ના રહ્યું અને એનાં અટકચાળા અને પ્રદેશ પચાવી પાડવાની લાલસા એ જ જન્મ આપ્યો છે આ વિવાદને અને યુદ્ધને પણ !!!

➡ સિયાચિન વિવાદનો જન્મ

કારકોરમ પર્વતમાળાના ઇન્દિરા કોલ્સુધી જ નિયંત્રણ રેખા છે. કહેવાનું એ છે કે ત્યાં આ પાણી અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા (LOC) પૂરી થઇ જાય છે. ૧૯૪૭નો કરાંચી કરાર અને ૧૯૪૭-૪૮નો શિમલા કરાર જે થયો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે તેમ અતિસ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું હતું કે કોઈ આ નિયંત્રણ રેખા ઓળંગશે નહીં અને અને કોઈ એકબીજાના દેશના વિસ્તારોમાં ઘૂસશે નહીં એનો કબજો મેળવવા પ્રયત્ન કરશે નહીં. પાકિસ્તાન આ કરાર માન્યું નહીં અને એ આમેય ક્યાં કોઈ કરાર માને છે તે !!!પાકિસ્તાને આ કારકોરમ પર્વતમાળાના વિસ્તારો ગિલગીટ અને બાલ્ટીસ્તાન તો પડાવી જ લીધાં હતાં એમાં વળી થોડો ભાગ એણે ચીનને ભેટ ધરી દીધો. ભારત આ વિસ્તારમાં વચ્ચે પડી ગયું હતું. ચીને જયારે લદાખના અમુક વિસ્તારો પોતે ભારત સાથે યુદ્ધ જીતીને પોતાનામાં ભેળવી દીધાં ત્યારે આ વિસ્તાર પર એની પણ પકડ મજબુત થઇ ઇસવીસન ૧૯૬૨નાં યુદ્ધમાં જે જગ્યાએ એનો પગપેસારો અતિમુશ્કેલ હતો એ અતિ આસાન થઇ ગયો. એની પણ નિયંત્રણ રેખા ત્યાં સુધી લંબાઈ ગઈ જે જગ્યા મૂળ તો ભારતની હતી ભારત ત્યારે પણ ચુપ રહ્યું અને હજી પણ ચુપ જ છે પણ વચ્ચે કેટલીક એવી ઘટનાઓ બની કે ભારતે આ બાબતમાં હસ્તક્ષેપ કરવો પડયો
અને પોતાનું સૈન્ય પણ ત્યાં તૈનાત કરવું પડયું હતું !!!

આ પર્વતમાળાની નિયંત્રણ એટલી પાતળી બની ગઈ કે ત્યાં ખાલી પાકિસ્તાન અને ચીનની જ નિયંત્રણ રેખા દેખીતી રીતે હોય એવું જ લાગવા માંડયું. એ બને તો મીટર હતાં તેઓના સૈનિકો કહેવા પૂરતા સરહદો સાચવતાં હતાં પણ અંદરખાનેથી તેઓ ભારતનો ભાગ પડાવવાની અને ભારતને ખોખલું સાબિત કરવાની જ કોશિશ કરતાં હતાં !!! ભારતે ત્યાં કોઈ સૈન્ય અત્યાર સુધી તો તૈનાત નહોતું કર્યું પણ જયારે પાકિસ્તાને છેક ૧૯૮૪માં આટલી ઉંચાઈએ આપણે ભારતના શિખરો પર કબજો જમાવશું તો કોને ખબર પડવાની છે એવું માનતું હતું. આ એ જ સાલ છે કે જેમાં પાકિસ્તાને ભારત હસ્તકના આ સિયાચીન વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરી !!! અવૈધ ઘુસપેઠ કરી અને ભારતને એનો જવાબ જરૂરી આપવું લાગ્યું એટલે એણે પણ ત્યાં પોતાનું સૈન્ય મોકલ્યું અને પાકિસ્તાની સૈનિકોને ત્યાંથી મારી ભગાડયા. આ ઓપરેશનનું નામ આપ્યું ભારતે ઓપરેશન મેઘદૂત. જે સફળ તો રહ્યું પણ અત્યંત ખર્ચાળ પણ. આનો સબક શીખીને ભારતે પોતે પણ ત્યાં પોતાની સૈન્ય કાયમી તૈનાત રાખ્યું !!!

➡ આ ઘટના વિગતવાર

સિયાચિન ગ્લેશિયર જુલાઈ ૧૯૪૯માં કરાંચી સમજૌતામાં ઉલ્લિખિત અસ્પષ્ટ સીમારેખાઓને લીધે ત્યાર પછીથી એક વિવાદનું મોટું કારણ બની ગયું હતું. આ સમજૌતા એ નક્કી નહોતો કરતો કે ખરેખર સિયાચીન પર કોનો અધિકાર છે તે !!! ભારતની સમજણ એવી હતી કે પાકિસ્તાની ક્ષેત્ર સિમલા સમજૌતા (૧૯૪૮ )પર આધારિત માત્ર સાલ્તોરો પર્વત શ્રુંખલા સુધી જ વિસ્તારિત છે. જ્યાં ક્ષેત્રીય રેખાની અંતિમ સીમા એનજે ૯૮૪૨ નામનું બિંદુ હતું અને એ રેખાની ઉત્તરમાં હિમનદ સુધી જવાની જ વાત લખવામાં – કહેવામાં આવી હતી. પાકિસ્તાનનું માનવું એવું હતું કે એમનું ક્ષેત્ર એનજે ૯૮૪૨થી ઉત્તર-પૂર્વમાં કરાકોરમ દર્રા સુધીજ લાગુ પડતી હતી. આનું પરિણામ એ આવ્યું કે ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોએ આ બંજર ઉચ્ચભૂમિ અને સિયાચિન ગ્લેશિયર પર દાવો કર્યો

પાકિસ્તાન તો એમ જ માનતું રહ્યું છે છેક અત્યાર સુધી આ તો અમારો જ વિસ્તાર છે એટલે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાને પાકિસ્તાન તરફની સિયાચિન ક્ષેત્રનાં બર્ફિલા ઊંચા શિખરો પર આરોહણ કરવાં માટે કેટલાંક પર્વતારોહી અભિયાનોને અનુમતિ આપી દીધી જેનો આશય માત્ર એટલો જ હતો કે એ પોતાનો દાવો સિયાચિન પર મજબુત કરી શકે આમાં પાકિસ્તાનની મુરાદ મેલી હતી. એમણે એક ચાલ ચાલી આમાં બધીજ વખતે પાકિસ્તાન સરકારની અનુમતિ પ્રાપ્ત કરીને પાકિસ્તાની સેનાનો એક ઉચ્ચ અધિકારી અને એક એમની સાથે સીધો સંપર્કમાં રહે એવો સંપર્ક અધિકારી પણ સાથે જતો હતો !!!

ઇસવીસન ૧૯૭૮માં ભારતીય સેનાએ પણ ભારતીય નિયંત્રણવાળાં ક્ષેત્ર તરફથી આવી રહેલાં કેટલાંક પર્વતારોહી અભિયાનોને ગ્લેશિયર સુધી પહોંચવાની અનુંમતી પણ આપી દીધી. આમાં ઉલ્લેખનીય બાબત એ છે કે ભારતીય સેનાનાં કર્નલ નરિંદર “બુલ” કુમાર દ્વારા તેરમ કાંગરી માટે ચલાવાયેલું એક અભિયાન હતું. જેમાં ચિકિત્સા અધિકારી કેપ્ટન એસ વી ગુપ્તા પણ એમાં શામિલ હતાં. ભારતીય વાયુ સેનાએ પણ ૧૯૭૮માં રસદની આપૂર્તિના માધ્યમથી આ અભિયાનોમાં મહત્વપૂર્ણ સહાયતા પ્રદાન કરી હતી. ગ્લેશિયર પર પહેલું હવાઈ લેન્ડીંગ ૬ ઓક્ટોબર ૧૯૭૮નાં રોજ કરવામાં આવ્યું હતું. આનું પણ એક કારણ હતું કે કેમ ત્યાં વાયુસેનાને મોકલવામાં આવી હતી તે ?

આ દિવસે જ્યારે થયેલાં બે કુદરતી પ્રકોપને કારણે થયેલાં હાદસાને કારણે ત્યાં ફસાયેલાં એસ એ પી એલ ડી આર મોંગા અને ફ્લાઈંગ ઓફિસર મનમોહન બહાદુરને ચેતક જે એક હેલીકોપ્ટર હતું તેનાં દ્વારા એડવાન્સ બેઝકેમ્પમાંથી બહાર કાઢવામાં આવ્યાં. આ પહેલાં ભારતીયસેનાએ કયારેય સિયાચિનમાં પગ પણ નહોતો મુક્યો !!! આ જ એમને માટે પહેલો અવસર હતો કે તેઓએ સૌ પ્રથમવાર સિયાચિન જોયું અને ત્યાં પગ મુક્યો આ એક રીતે જોતાં સારું થયું કે જરૂર પડે ભારતીય વાયુસેના ત્યાં હુમલો કરી શકે અને કોઈ ઓપરેશન કરી શકે ? આને લીધે ભારતીય સૈન્યનો હોંસલો વધ્યો અને એમને એક આશા બંધાણી હતી કે જરૂર પડે પાકિસ્તાન કે ચીનને સબક શીખવાડી શકાય !!! પણ તોય ભારત અને પાકિસ્તાન એ બંને દેશો સિયાચિન ગ્લેશિયર પોતપોતાનો દાવો કરવાનું છોડતાં નહોતાં !!! ને છેક અત્યાર સુધી પોતપોતાની રીતે અભિયાનો કરતાં જ રહ્યાં છે !!!

આ પાકિસ્તાનના અટકચાળા અને એની સત્તાભૂખની લાલસા ઉત્તરોત્તર વધતી ગઈ એ એમ જ માને છે કે જ્યાં નિયંત્રણ રેખાની સમાપ્તિ થઇ ગઈ છે એ વિસ્તાર પર એમનો જ અધિકાર છે એ ભારતનો ભાગ છે જ નહીં !!!જયારે વાસ્તવમાં એ ભારતનો જ એક હિસ્સો છે. વિશેષરૂપે જયારે સન ૧૯૮૪માં પાકિસ્તાને જયારે આ કારકોરમ પર્વતમાળાની એક મહત્વપૂર્ણ ચોટી (શિખર) રિમો -૧ની ઊંચાઈ માપવાં માટે અને એને સર કરવાં માટે એક જાપાની અભિયાનને અનુમતિ આપી હતી ત્યારે જ ભારતને શંકા ગઈ હતી કે આ લુચ્ચું પાકિસ્તાન હજી પણ સુધર્યું તો નથી એ ભારતના હિસ્સા પડાવવાની જ પેરવી કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનની આ ગીલૌની હરકતને સંદેહદ્રષ્ટિથી જોયું !!! કારણકે સિયાચિન ગ્લેશિયરની પૂર્વ તરફ અકસાઇ ચીન છે જે ચીને હડપી લીધું છે. લખનારાં તો એવું પણ માને છે કે —- ભારત એને પોતાનું માને છે. જયારે વાસ્તવમાં એ ભારતનું જ હતું ઈતિહાસ એનો ગવાહ છે આ કદાચ નહેરુના પગલાને વ્યાજબી ગણવાની એક ચાલ માત્ર છે !!!

આવું કોઈએ પણ લખવું જ શા માટે જોઈએ ? નહેરુનો બચાવ આમાં શક્ય જ નથી અને કોઈને ખુશ કરવાં માટે લખવું એ મારી આદત નથી. જે પણ લખવું એ અતિસ્પષ્ટ અને નિડરતાથી જ લખવું એ જ મારી આગવી લાક્ષણિકતા છે !!! આ હરકતને ભારતે સંદેહની નજરે જોયું એ શું દર્શાવે છે ? ભારત તો કોઈનો પ્રદેશ પચાવી પાડે જ નહીં ને અને જો એ પાકિસ્તાનનો જ પ્રદેશ હોય તો ભારત એમાં દખલ અંદાજી કરે જ નહીં. જો કે ભારતે આવું બે વાર કર્યું એનું પરિણામ ભારત અત્યાર સુધી ભોગવી જ રહ્યું છે ને !!! શ્રીલંકા અને માલદીવમાં !!! પણ પાકિસ્તાન સાથે ભારત આવું ના કરે એ સીધેસીધું યુદ્ધ કરે !!! આ બાબતમાં ભારતીય એટલેકે સિયાચિનની બાબ્તમાં ભારતીય સેનાનું માનવું એવું હતું કે આ અભિયાનથી પૂર્વીયક્ષેત્રથી (ચીન નિયંત્રિત ક્ષેત્રથી કરાકોરમનાં દક્ષિણ પશ્ચિમી ક્ષેત્ર જે પાકિસ્તાનાં કબજામાં છે એની વચ્ચે એક વ્યાપાર માર્ગ બની શકે છે
જેનાંથી પાકિસ્તાની સશસ્ત્ર દલને ફાયદો થઇ શકે છે !!!

➡ ભારતનું વલણ અને ભારતનું સિયાચિન વિસ્તારમાં ઓપરેશન (ઓપરેશન મેઘદૂત )

ભારતે ભારતીય સેનાને સાબદી કરી અને ૧૩ એપ્રિલ ૧૯૮૪નાં દિવસે સિયાચિન ગ્લેશિયરને નિયંત્રિત કરવાની એક અંદરખાનેથી યોજના બનાવી હતી. જેથી પાકિસ્તાનને લગભગ ૪ દિવસ સુધી એ ગલતફહેમીમાં રાખી શકે કારણકે ભારત પાસે એ ગુપ્ત જાણકારી હતી કે પાકિસ્તાન સેનાએ ૧૭મી એપ્રિલ સુધી ગ્લેશિયર પર કબ્જા કરવાની યોજના બનાવી હતી. આ ઓપરેશન માટે આ જગ્યાએ વાદળોનો જમાવડો વધુ હોવાથી અને હિમાલયની અત્યંત રમણીય અને ઉંચી જગ્યા હોવાથી એમણે મહાકવિ કાલિદાસનો ઉપયોગ કર્યો. મહાકવિ કાલિદાસે કુમારસંભવમ માં હિમાલયને માનદંડા કહ્યો છે. એમણે આ હિમાલયનું દર્શન કેવી રીતે કર્યું !!! આજ હિમાલય એ મેઘદૂતમાં પણ આવે છે એટલે એમને વાદળોના જન્મસ્થાન એવાં કારકોરમ પર્વતમાળાને અનુલક્ષીને આ ઓપરેશનનું નામ “ઓપરેશન મેઘદૂત” આપ્યું

મેઘદૂત એટલે દિવ્ય વાદળ દૂત. વાદળો દ્વારા પહોંચાડતું આ એક સંદેશ કાવ્ય છે. લખનારા અહીં પણ થાપ ખાઈ ગયાં છે. મેઘદૂતને નાટક કહેવાની ભૂલ કરી બેઠાં છે. જ્યારે મેઘદૂત એ સર્ગોમાં રચાયેલું દીર્ઘ કાવ્ય છે. જે ઇસવીસનની ચોથી શતાબ્દીમાં રચાયું હતું. જે મહાકાવ્યની કોટીએ પહોંચે છે !!! આમ બધી જ રીતે આ નામ અનુકૂળ હતું આ ઓપરેશન માટે !!!

આ ઓપરેશન મેઘદૂતની જમ્મુ અને કાશ્મીરનાં પાટનગર શ્રીનગરના ૧૫મી કોર્પનાં તત્કાલીન કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પ્રેમનાથ હુને આની આગેવાની કરી હતી. ઓપરેશન મેઘદૂતની તૈયારી માટે ભારતીય વાયુસેના (IAF) દ્વારા ભારતીય સૈન્યના સૈનિકોએ હવાઈયાત્રાથી આની શરૂઆત કરી હતી. આ ઓપરેશન મેઘદૂતની તૈયારી માટે, ભારતીય વાયુ સેના (IAF) દ્વારા ભારતીય વાયુ સેનાએ આઈ – ૦૬ અને એ એન – ૩૨ જેવા હવાઈયાનોનો ઉપયોગ ત્યાં સૈનિકોને સાથે લઇ જવા માટે, એમાં શાસ્ત્રો અને અન્ય સામગ્રીઓ લઇ જવાં માટે કર્યો હતો. આ ક્ષેત્ર ઘણી ઉંચાઈએ હોવાથી ત્યાં બધીજ વસ્તુઓની જરૂર પડે એમ હતી ત્યાં કોઈ માનવવસ્તી છે જ નહીં એટલાં માટે. આહીના બેઝકેમ્પ સુધી આ હવાઈ જહાજો દ્વારા આવ્યા અને અહીંથી સિયાચિનની ઉંચાઈ પર એમ આઈ – ૧૭ અને એમ આઈ -૮હ અને એચ એ એલ ચેતક હેલીકોપ્ટર દ્વારા આપૂર્તિ સામગ્રી એવં સૈનિકોને સાથે લઇ જવામાં આવ્યાં !!!

આ ઓપરેશનનું પહેલું ચરણ પહેલી સપ્ટેમ્બર ૧૯૮૪નાં રોજ આ સિયાચિન ગ્લેશિયરનાં પૂર્વી બેઝ માટે પગપાળા પ્રવાસથી શરુ થયું હતું. કુમાઉ રેજીમેન્ટની એક પૂર્ણ બટાલિયન અને લડાખ સ્કાઉટસની ઇકાઈઓ, યુદ્ધ સામગ્રીની સાથે ઝોઝીલા પાસથી પસાર થઈને આ સિયાચિન તરફ આગળ વધી. આ ઝોઝીલા પાસથી આગળ ઝીરો પોઈન્ટ અને એની આગળ દ્રાસ, કારગીલ અને લેહ આવે જે નેશનલ હાઈવે નંબર -૧ પર જ છે. આ ઝોઝીલા પાસ એ ભારતનો નહીં પણ દુનિયાનાં એક ખતરનાક રસ્તાઓમાંનો એક છે !!! જે ઘણી ઊંચાઈ પર છે …… આ જ રસ્તે ઝીરો પોઈન્ટ આવે જે બરફાચ્છાદિત છે. ત્યાંથી જ ઉત્તર -પૂર્વમાં આ કારકોરમ પર્વતમાળા આવે. જ્યાં આપણું સિયાચિન સ્થિત છે ત્યાં અહીંથી જવાય છે આ રસ્તો વિકટ હતો પણ ભારતીય સેનાએ મનાલીથી અહી જવાં માટે એને હાઈવેમાં રૂપાંતરિત કર્યો અલબત્ત લેહ સુધી જવા માટે !!!

આ રસ્તે ભારે વાહનો લઇ જવાનાં હોવાથી ભારતીય સેનાએ આ રસ્તો બાંધ્યો હતો !!! આ ઝોઝીલા પાસ એટલે કે ઝીરો પોઈન્ટ એ ત્યાંથી જ આગળ છે. આજ જગ્યાએથી સિયાચિન જવું સહેલું પડે છે !!! ભારતીય સેના પણ આ જ રસ્તે આગળ વધી હતી અને સિયાચિનની ઉંચાઈએ પહોંચી હતી !!! લેફટેનંન્ટ કર્નલ જે પછીથી બ્રિગેડીયર પણ બન્યાં એ શ્રી ડી કે ખન્નનાં નેતૃત્વ હેઠળ આ ઉંચાઈએ પહોંચી હતી ભારતીય સેના. એ લોકોએ આવું એટલા માટે કર્યું કે તેઓ પાકિસ્તાની રડારોની રેન્જમાં ન આવી શકે અને તેમન ગતિવિધિની કોઈને ખબર પણ ના પડે !!! આ માટે ભલે જે થાય તે જોઈ લેવાશે એમ વિચારીને તેઓ પગપાળા જ આ ઉંચાઈએ પહોંચ્યા હતાં !!!

સિયાચિન ગ્લેશિયરની ઉંચાઈ પર ભારતને જે અનુકૂળ હતી તેવી એક ઊંચાઈ અને એ સેનાની એ ટુકડીનું નેતૃત્વ મેજર આર એસ સંધુએ સંભાળ્યું હતું. આ મેજર ત્યાર પછીથી લેફટેનંન્ટ – કર્નલ પણ બન્યાં હતાં. કેપ્ટન સંજય કુલકર્ણીવાળી ટુકડી બિલાફેન્ડ લાને સુરક્ષિત બનાવી દીધી !!! બાકી ટુકડીઓ કેપ્ટન પી વી યાદવની આગેવાની હેઠળ તેઓ લગાતાર ૪ દિવસ સુધી ચઢાણ ચડતાં રહ્યાં અને સાલ્ટોરો પર્વતના શિખરોને અને એની આજુબાજુ સ્થિત પહાડીઓને સુરક્ષિત કરવાં માટે આગળ વધ્યાં

૧૩ એપ્રિલ સુધી લગભગ ૩૦૦ ભારતીય સૈનિકોને કારકોરમ પર્વતમાળાનાં મહત્વપૂર્ણ શિખરોની ખાઈ -ખીણમાં સ્થાપિત કરી દીધાં. જ્યારે પાકિસ્તાનના સૈનિકોને એમણે આ ક્ષત્રમાં જોયાં તો ભારતીય સેના એ સિયા લા, બિલફંડ લા પાસનાં બધાં નજીકના પર્વતો જે કુલ મળીને ૩ હતાં અને સન ૧૯૮૭માં ગિઆન લા અને પશ્ચિમમાં સલ્ટોરો પાસ સહિત સિયાચિન ગ્લેશિયરની બધીજ કમાન્ડીંગ ઉંચાઈઓ પર કાબુ પ્રાપ્ત કરી લીધો હતો. અત્યાધિક ઉંચાઈ અને સીમિત સમયને કારણે પાકિસ્તાન માત્ર સલ્ટોરો પાસનાં પશ્ચિમી ઢોળાવ અને તલહાટીને જ નિયંત્રિત કરવાને લાયક રહી ગયું હતું !!!! એક તથ્ય તો છે કે પાકિસ્તાન પાસે વધારે જમીન હોવાં છતાં અલબત્ત ભારત કરતાં !!! તો પણ તેઓ હાર્યા અને ભારતના હવાઈ હુમલાઓનો મુકાબલો તેઓ ના કરી શક્યા કારણકે ભારત હવાઈ હુમલા પર જ મુસ્તાક હતું જે ભારતનાં ફાયદામાં રહ્યું !!!

પોતાનાં સંસ્મરણો વાગોળતાં વાગોળતાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે કહ્યું કે પાકિસ્તાને લગભગ ૯૦૦ વર્ગ માઈલ ખોઈ દીધાં હતાં
જયારે ટાઈમ મેગેઝીન એ ૧૦૦૦ વર્ગ માઈલ કહે છે. ત્યારપછી અસ્થાયી શિબિરોને બહુ જલ્દીથી સ્થાયી શીબીરોમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યાં હતા
આ ઓપરેશનમાં કુલ કેટલાં મર્યા એની ચોક્કસ માહિતી કે જાણકારી કોઈની પણ પાસે નથી !!! કોઈ આ બાબતમાં જ્ઞાત જ નથી !!!

➡ ઓપરેશન મેઘદૂત પછીનો ઘટનાક્રમ

આ યુદ્ધ તો નહતું અને આ એક સફળ ઓપરેશન હતું. જેનું નામ ઓપરેશન મેઘદૂત હતું પણ તોય આની સફળતા -વિષે લોકોમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. પાકિસ્તાન એને ગેરવ્યાજબી જબરજસ્તીથી થયેલો કબજો કહે છે. જે લોકો આ ઓપરેશનને જાણે છે અને જેમણે આ ઓપરેશન પાર પાડયુ હતું તેઓ આ ઓપરેશનને ભારતનું આ એક સાહસિક -સફળ ઓપરેશન માને છે

આ ક્ષેત્રમાં રસદની આપૂર્તિ, સંચાલન અને રાખરખાવની લાગત બંને સેનાઓ માટે અત્યંત ખર્ચીલી છે. સુત્રોના જણાવ્યા મુજબ સિયાચિનમાં ભારતના ૧૦ હાજર સૈનિકો તૈનાત છે ખડેપગે. અને એનાં રખરખાવ પર પ્રતિદિન ૫ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે !!! ઇસવીસન ૧૯૮૭માં પાકિસ્તાને ભારત દ્વારા નિયંત્રિત પાસ અને નિયંત્રણ રેખા પર કબજો કરવાં હુમલો કર્યો હતો. આમાં પહેલા હુમલાનું નેતૃત્વ તે વખતના બ્રિગેડીયર જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓ ત્યાર પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યાં તેઓ શરુ શરૂમાં તો કેટલીક પહાડીઓ પર પોતાનો કબજો જમાવવામાં સફળ રહ્યાં પરંતુ તે જ વર્ષમાં પાકિસ્તાને પોતાની એક ચેકપોસ્ટ “કાયદે”ને ખોઈ જે ભારતીય સેનાના નિયંત્રણમાં ” બાના પોસ્ટ ” બની !!!જે બાના સિંહની પરાક્રમગાથા બયાન કરે છે !!!

આ એક મહત્વપૂર્ણ ઓપરેશન હતું જેનું નામ “ઓપરેશન રાજીવ” હતું. દિવસના સમયે ૧૫૦૦ ફૂટ (૪૬૦ મીટર) બરફની એક ચટ્ટાન પર કબ્જા કરવાં માટે આ બના સિંહને ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમ વીર ચક્રથી પણ સન્માનિત કરાયાં હતાં. બના પોસ્ટ દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે જે સમુદ્રતલથી ૨૨૧૪૩ ફૂટ (૬૭૪૯ મીટરની ઊંચાઈ પર છે) આનાથી થોડીક ઓછી ઉંચાઈ પર હિમાલય સિવાયનું એન્ડીઝ પર્વતમાળાનું શિખર આવે છે

ઇસવીસન ૧૯૮૯માં બીજો હુમલો પાકિસ્તાને કર્યો જે નિષ્ફળ રહ્યો હતો કારણકે જમીનની સ્થિતિમાં કોઈ જ બદલાવ નહોતો થયો. સિયાચિન ક્ષેત્ર અને ત્યાર પછીનાં અસફળ સૈન્ય અભિયાનોમાં જે હાનિ – નુકસાન થયું હતું એના પર બેનઝીર ભુટ્ટોએ મુહમ્મદ-જિયા-ઉલ હક્ક માટે કહ્યું હતું કે “એમણે બુરખો પહેરી લેવો જોઈએ કારણકે એ પોતાની મર્દાનગી ખોઈ ચુક્યા છે !!!

➡ હતાહતોની સંખ્યા

આ જગ્યાએ કોઈ યુદ્ધ થયું જ નથી. છતાં તે દુનિયાનું સૌથી વધુ ઉંચાઈ પર સ્થિત યુદ્ધક્ષેત્ર છે. અહીં એકબીજાને મારવાથી નહિ પણ કુદરતી પ્રકોપ ને જ કારણે ઘણાં મૃત્યુ થયાં છે. યદ્યપિ કોઈ વિશ્વસનીય ડેટા તો ઉપલબ્ધ નથી પરંતુ બંને પક્ષોએ -સેનાઓએ મૌસમ અને કઠીન ભૂ-ભાગને કારણે બહુ બધા જવાનો અને અધિકારીઓને ખોઈ દીધાં હતાં. એમાંનાં મોટા ભાગનાં હિમસ્ખલનને કારણે જ માર્યા ગયાં હતાં. સિયાચિન વિસ્તારમાં પહેલાં પાકિસ્તાન આવ્યું પછી ભારતે એનો જવાબ આપ્યો પછી ઓપરેશન મેઘદૂત થયું ત્યારથી તે અત્યાર સુધીમાં ભારતે ૩૫ અધિકારીઓ ૮૮૭ જે સી ઓ / ઓ આર એસે પોતાનાં જાન ગુમાવ્યાં હતાં. આટલી જાણકારી કૈંક અંશે ઓફિશીયલ છે પણ તે જ સાચી છે એમ માનીને તો ના ચલાય કારણકે આ જગ્યાએ મીડિયાની તો બાદબાકી હતી અને સરકાર આ વિષે અજ્ઞાત જ રહે કારણકે એ સૈન્ય પર નિર્ભર હતી તેઓ જે માહિતી આપે એજ સાચી માનીને ચાલવું પડે

બીજી વાત એ કે સૈન્યનાં એટલાં બધાં જવાનો આમાં માર્યા ગયાં હતાં કે કોઈ એ વિષે જ્ઞાત જ ના હોય એવું પણ બને. કુદરતી પ્રકોપ કોઈ એક બે વ્યક્તિ પર તો આવતો નથી જ ને !!! કારણકે આમાં તો આખીને આખી ટુકડીઓ ખતમ થઇ જતી હતી એટલે જ કોઈને કશી ખબર નહોતી પડતી કે કોણ કેવી રીતે માર્યું ગયું તે !!! આમાં પાકિસ્તાની સૈન્યમાં પણ ઘણી મોટી સંખ્યામાં હતાહત થઇ હતી જે વાત પાકિસ્તાન જાણીબૂઝીને છુપાવે છે. કુદરતી આફતો દેશ કે મઝહબ જોઇને તો ના જ આવે ને !!! એટલે એ વાત તો આજસુધી અધ્યાહાર જ રહી છે કે કોણ કેવી રીતે મર્યું અને તેમની કુલ સંખ્યા કેટલી છે તે ?

૧૯૮૪થી છેક આજસુધી આવું લગભગ દરેક વર્ષે બન્યું છે હવે બંને દેશો એટલા તંગ આવી ગયાં છે કે આ સિયાચિન વિવાદ બંધ અને એનો કોઈ એક ઉકેલ આવે તો સારું એવું ઈચ્છે છે. આમ તો આ વિવાદ પાકિસ્તાને જ શરુ કર્યો છે પણ પાકિસ્તાન ભારતનો વાંક કાઢવામાં ઉસ્તાદ છે એટલે જ તો આ વિવાદ શમવાનું નામ જ નથી લેતો. દુનિયાના બધાં દેશો ખાલી ખાલી એમ જ કહ્યા કરે છે કે આ પ્રશ્ન -વિવાદ બહુજ મોટો છે એનો કોઈ ઉકેલ જલ્દીથી આવી શકે એમ નથી. એમ કહીને તેઓ બળતાંમાં ઘી જ હોમે છે અને જે પ્રશ્ન એક સામાન્ય છે એને વાતમાં મોણ નાંખીને વધારી વધારીને દુનિયામાં વાજતોગાતો કર્યો છે. પાકિસ્તાન પણ બે વખતની નિષ્ફળતાને કારણે ભુરાયું બની ગયું છે એમણે જ આ પ્રશ્નને વૈશ્વિક બનાવ્યો છે જે ખરેખર તો આંતરિક-સરહદી પ્રશ્ન છે !!! ચીનને તો આમાં ભાવતું હતું ને વૈદે કીધાં જેવી વાત છે એને તો આમા લાભ જ લાભ છે અને જો નહિ થાય તો એ પરાણે આપણો વિસ્તાર પોતાનામાં શામિલ કરી દેશે !!! આમ આ વિવાદ પર અત્યારે બધાંની બાજ નજર છે !!! ખર્ચો બંધ થાય એ માટે તો બંને દેશો તૈયાર છે અને વગર કારણે યુદ્ધકર્યા વગર શું ભારત કે શું પાકિસ્તાન એ બંને દેશોના જવાનો અને અધિકારીઓ માર્યા જાય છે એનું એમને દુખ છે

➡ આ વિવાદ શું છે?

સિયાચિન વિસ્તાર સમુદ્રતલથી લગભગ ૫૭૫૩ મીટર ઊંચાઈ પર સ્થિત છે. આમાં કેટલાંક શિખરો આનાથી પણ વધારે ઊંચા છે જેમાંથી અમુક પર ભારતે પોતાની વિજય પતાકા લહેરાવી છે પણ આખો વિસ્તાર એની સરેરાશ ઉંચાઈ લગભગ ૫૭૫૩ મીટર ગણાય. આપણે એનાથી ૧ હજાર મી. વધારે ઉંચાઈ પર દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર બનાવ્યું છે ત્યાં એક ચેકપોસ્ટ – ચેક પોઈન્ટ કે નિયંત્રણ રેખા બનાવી ને !! એનું આ લોકોને ભાન નથી. આ વિસ્તાર પણ સિયાચિન જ છે તો પછી આ ૫૭૫૩ મીટર એવું છાતી ઠોકીને કહેવાનો કોઈ અર્થ ખરો ? આ વિવાદ ઉંચાઈ માટેનો નથી એના પર કબજાનો છે. આ વિસ્તાર હકીકતમાં કોનો કહેવાય તેનો છે? જે વિષે હજી સુધી તો આપણે અજ્ઞાત જ છીએ !!! કાશ્મીર ક્ષેત્રમાં સ્થિત આ ગ્લેશિયર પર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ વિવાદ છે. સિયાચિન વિવાદને લીધે જ પાકિસ્તાન ભારત પર એ આરોપ મુકે છે કે સન ૧૯૮૯માં બંને દેશો વચ્ચે એ બાબતમાં સહમતિ સધાઈ હતી કે ભારત પોતાની પુરાની સ્થિતિમાં પાછુ ફરી જાય પરંતુ ભારતે એવું કશું જ કર્યું નહીં !!!

પાકિસ્તાનનું કહેવું એમ પણ છે કે સિયાચિન ગ્લેશિયરમાં જ્યાં પહેલાં પાકિસ્તાની સૈન્ય તેનાત રહેતું હતું ત્યાં ભારતીય સૈન્યએ ૧૯૮૪માં કબજો કરી લીધો. એ સમયે પાકિસ્તાનમાં જનરલ ઝિયા ઉલ હકનું શાસન હતું !!! બસ ત્યારથી જ પાકિસ્તાન એ જ વાતનું રટણ કર્યા કરે છે કે ભારતીય સેનાએ ૧૯૭૨ના શિમલા સમજૌતા અને એનીય પહેલાં સન ૧૯૪૯માં થયેલો કરાંચી સમજૌતાનું છેડેચોક અને જાણીબુઝીને ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાનની એ કાયમી માંગ રહી છે કે ભારતીય સેના ૧૯૭૨ની સ્થિતિ પર પાછું ફરી જાય અને એ વિસ્તાર ખાલી કરે જેના પર એણે અવૈધિક રીતે કબજો જમાવ્યો છે !!! દુનિયા આજ વાત આગળ કરે છે !!!પણ હકીકતમાં તો આ વિસ્તાર ભારતનો જ છે અને ભારતે તે પાછો મેળવ્યો છે. આમેય પાકિસ્તાને ગીલગીટ વિસ્તાર પચાવી પાડયો છે એ કોઈ જોતું નથી. જે બે વખતના સફળ ઓપરેશન બાદ ભારતે આ સરહદ સઘન બનાવી છે. પાકિસ્તાનના પેટમાં આ બે નિષ્ફળતાઓ ખટકે છે

ભારતનાં સરહદી પ્રશ્નો એ એનાં આંતરિક છે એમાં બાહ્ય દેશોએ દખલ ના જ કરવી જોઈએ !!! આ એક અતિસ્પષ્ટ વાત છે તેમ છતાં દુનિયા પાકિસ્તાનની તરફેણ કરી એનો પક્ષ લે છે પણ યુનોમાં પાકિસ્તાનને બહુ સાથ મળતો નથી !!! તેમ છતાં આ પ્રશ્ન હતો ત્યાંને ત્યાં ઉભો છે. નથી એનો કોઈ હલ આવ્યો કે નથી એન બાબતમાં કોઈએ પહેલ કરી !!! આ એક દીવા જેવી સ્પષ્ટ વાત છે ? હવે આવી જશે એવી એક આશાનો સંચાર જરૂર થયો છે !!!

આ સિયાચિન વિસ્તાર એટલી બધી ઊંચાઈ અને બરફઆચ્છાદિત છે કે ત્યાં કોઈ માનવ વસ્તી જ નથી. એની નજીકની માનવ વસ્તી ભારતીય સેનાના બેઝથી ૧૦ માઈલ દૂર વાર્સી ગામમાં જ છે. વળી આ ક્ષેત્ર બેહદ દૂરસ્થ છે સીમિત સડક માર્ગના સંપર્ક સાથે !!! ભારતીયોના પક્ષની વાત કરીએ તો આ સિયાચિન વિસ્તારમાં સડકો માત્ર ગ્વાંગૃલ્મા સુધી જ છે જે આ સિયાચિન વિસ્તારથી ૭૨ કિલોમીટર દુર જ રહી છે !!! ભારતીય સેનાએ મનાલી – ખર્દુંગલા – સિયાવેં – લેહ માર્ગ સહીત આ સિયાચિન ક્ષેત્ર સુધી પહોંચવા માટે વિભિન્ન માધ્યમોનો – માર્ગો – ધોરીમાર્ગોનો વિકાસ કર્યો છે !!! આ વાત બહુ જ સારી ગણાય ભારતીય પ્રજા અને ભારતીય સૈન્ય માટે !!!

આ પ્રશ્નનો ઉકેલ હવો હાથવેંતમાં જ છે જાણે !!! પણ જે સિયાચિન આપણે માટે એક સીમાચિન્હ બની ગયું છે તે પાકિસ્તાન માટે એક કલંકરૂપ બનીને રહી ગયું છે. જયારે દિલ્હીથી શ્રીનગર કે દિલ્હીથી લેહ જાઓ ત્યારે આ સિયાચિન વિસ્તાર અને સમગ્ર કારકોરમ પર્વતમાળાનું હવાઈ નિરીક્ષણ કરવાનું ભૂલતાં નહીં. એ જ તમારી યાદગાર સફર બની રહેશે જેમ મારી પણ બની છે એમ જ સ્તો !!! ઉપડો કાશ્મીર -લેહ અને મજા માણો આ કારકોરમ રેંજની એવી મારી શુભકામનાઓ !!!!

!! જય હિંદ !!
!! વંદે માતરમ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!