સૃષ્ટી નું સર્જન કરતા બ્રમ્હા ના દેહ નો એક અંશ એ બ્રહ્માણી બ્રહ્માજી ની શક્તિ બ્રહ્માણી છે , પુરાણો માં ઉલ્લેખ પ્રમાણે બ્રમ્હાજી એ સૃષ્ટિ ના સર્જન ની ઈચ્છા થી તપ કરતા તેમના દેહ ના બે ભાગ થઇ ગયા ,એક અર્ધ ભાગ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો તે નારી રૂપ ભાગ સતરૂપા,સરસ્વતી,ગાયત્રી,અને બ્રહ્માણી નામે પ્રસ્સિધ છે.
ઉંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે. એવું કહેવાય છે કે, આ ગામ વરસો જૂનું છે અને ત્રણથી ચાર વખત પુરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું. વરસો પહેલા આ જગ્યા આ જગ્યા એ સરસ્વતી નદી હતી અને ઋષીઓ ના આશ્રમો હતા. તે વખતે સિદ્ધપુર કપીલમુનિ ની કર્મભૂમિ હતી. આ જગ્યા એ જમદગ્નિ ઋષી નો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજી નું પુરાણુ મંદિર આવેલું છે. એ વખતે આ વિસ્તાર હેડંબા વન તરીકે જાણીતું હતું.
કામલી ગામ ની ક્યારે વસણી થઇ એનો ચોક્કસ પુરાવો નથી. પણ 2 હાજર વર્ષ પહેલા પંજાબ ના કરડ પ્રદેશ માં થી કણબી ઉમા પ્રદેશ માં આવી સ્થિર થયા અને સમયાન્તરે આજુ બાજુ જ્યાં ખેતી થઇ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા. આ કામલી ગામ માં પ્રથમ પાટીદાર ની વસણી થઇ તેમાં ફોક અટક ના કેટલાક પાટીદારો આવી ને વસ્યા. આ ગામ નું નામ વૈવાંચા બારોટ ના ચોપડા આધારિત કાયાવાળી હતું. પરંતુ કાળક્રમે અપભ્રંશ થઇ કમ્બડી થયું અને અંગ્રેજોના યુગ માં કામલી થઇ ગયું.
વિક્રમસંવત 800 ની આસપાસ આગમ ની વસણી થઇ હોઈ તેમ વૈવાંચા બારોટ ના ચોપડા ના આધારે જાણી સકાય છે. જયારે આ ગામ વસ્યું ત્યારે કોઇને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતા ની પીઠ છે. એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યા એ આવ્યો. તેની ગાયો માંથી એક ગાય વર્ખાળા ના જુંડ નીચે ઉભી હતી જેનું દૂધ ત્યાંજ જરવા લાગ્યું પણ રબારી ને આની ખબર નઈ. આ ગાય હરિસંગ પટેલ ની હતી.
રબારી ગાયો લઇને ઘરે આવ્યો અને હરિસંગ પટેલ તેની ગાયને દોહવા બેઠો પણ દુધ ન નીકળ્યું. આમ બીજા દિવસે પણ આ જગ્યા એ ગાયનું દૂધ જરી ગયું. કમલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોહવા બેઠો પણ દુધ ન નીકળ્યું એટલે આ હરિસંગ પટેલે રબારીને કીધું કે, અલ્યા તુ મારી ગાયને ચરાવવા જાય છે. પણ દુધ શું કામ કાઢી લેશ. એટલે રબારી બોલ્યો કે, હું તારી ગાયનું દુધ કાઢતો નથી. એટલે પટેલ બોલ્યો કે, તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું. અને જોવું છે કે, મારી ગાય દુધ કેમ નથી આપતી. રબારી અને પટેલ ગાયો લઇને ગામની પરવાડે આવ્યા.
આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વર્ખાળા ના જુંડ નીચે ઉભી રહી અને ત્યાં તેનું દૂધ જરવા લાગ્યું આ દ્રશ્ય જોઇ સત્ય સમજાયું. પછી હરિસંગ પટેલે ગામ લોકો ને બોલાવી આ વાત કરી. ત્યારે બધા ભેગા થઇ ગાય નું દૂધ જ્યાં જરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરુ કર્યું. ખોદતા ખોદતા ધરતી માંથી લોહી ની ધારા વહી ઉડી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી સૌ ના ઘરે ગયા.
એજ રાત્રે હરિસંગ પટેલ ને માતાજી સ્વપ્ના માં આવ્યા અને કહ્યું બેટા! હું બ્રહ્માણી માતાજી છુ. તારા હાથે મારું પ્રગટ્યા છે તો તું મને બાહર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર. બીજા દિવસે હરિસંગ પટેલે ગામ ના લોકો ને બોલાવી માતાજી ના આવેલા સ્વપન ની જાણ કરી પછી ગામ ના લોકો ભેગા મળીને તે જગ્યા એ જઈને માતાજી ની પીઠ બહાર કાઢી.
આ જગ્યા ગામ થી દૂર જંગલ વિસ્તાર માં હોવાથી માતાજી ની પીઠ ગામ માં લાવવા માટે 128 બળદોથી વરત બાંધી પ્રયત્નો કર્યા પણ અધ વચ્ચે હાલની ચોસઠ માતાજી ના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સહુ બોલી ઉઠ્યા “હા… માં… હા” આ શબ્દ બોલતા ની સાથેજ વરત તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામ માં આવવા માંગતા નથી. આથી મૂળ જગ્યા એ ઈંટ માટી નું નાનું મંદિર બનાવી માતાજી ની પ્રતિષ્ઠા કરી. આ મંદિર સંવત 900 થી 1200 ના સમય ગાળા માં બન્યું હશે એવું વૈવાંચા -બારોટ ના ઈતિહાસ આધારે જાણવા મળે છે.
સમય જતા સોલંકી યુગના રાજા એ ઈંટ માટી ના મંદિર ની જગ્યા એ ફરી થી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું. ઘણા વરસો પછી આ મંદિર જીર્ણ થતા માતાજી પાસે રજા માગી ગામ લોકો એ ભેગા મળી સંવત 2064 આસો વદ 4 તારીખે 18-10-2008 ના રોજ માતાજી ની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિર નું નિર્માણ કર્યું.
આ મંદિર જમદગ્નિ ઋષિ ની તપોભૂમિ માં આવેલું છે. તેમજ ઘણા વરસો પહેલા માતાજીનું સ્વયંભૂ પ્રગટ્યા હોઈ જેમની કુળ દેવી છે તેવા દર્શનાર્થીયો ભારત ના અન્ય રાજ્યો માંથી કામલી ગામે બ્રહ્માણી માતા ના મંદિરે આવે છે. માતાજી ના દર્શન ,પૂજા-આર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે.
કામલી ગામ મહેસાણા જિલ્લાનામાં આવેલું છે. આ મંદિર ની દેખરેખ શ્રી બ્રાહ્મણી માતાજી સંસ્થા ટ્રસ્ટ – કામલી દ્વારા કરવામાં આવે છે. આ મંદિર માં જમવા તથા રેહવાની સગવડ ઉપલબ્ધ છે. તદ ઉપરાંત પૂનમ તથા માતાજી ના તહેવારો એ મીષ્ઠાન સાથે મફત ભોજન ની વ્યવસ્થા, બાળકો માટે રમકડા અને બગીચો સાથે વિશાળ પરિસર રમત નું મેદાન અને પાર્કિંગ વ્યસ્થા ઉપલબ્ધ છે,
તો મિત્રો આ હતો શ્રી બ્રહ્માણી માતાજી ના પ્રાગટ્યનો ઈતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને કોમેન્ટ / મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરી દઈશું )
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ
– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા
– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન
– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો