સૌ પ્રથમ રાજપરિવારોએ ગણેશોત્સવને પ્રોત્સાહન આપેલ હતું. કસ્બા ગણપતિના નામે ગણેશ સ્થાપના શિવાજીના માતા જીજાબાઇએ પણ કરેલી.. આ ઉપરાંત અનેક રાજપરિવારો આ ઉત્સવ ઉજવતા હતાં.. પણ તે રાજઘરાના પુરતો સીમિત હતો..
આજથી સવાસો વરસ પહેલાં ભારતવાસીઓ બ્રિટીશરોની ગુલામી હેઠળ જીવતા હતા.
ઇ.સ.૧૮૫૭ના વિપ્લવથી ડરી ગયેલી બ્રિટીશ સરકારે સમુહમાં થતા વિરોધને અટકાવવા કલમ ૧૪૪નો અમલ કર્યો.. પાચ કે તેથી વધુ ભેગા થવાના નિયમનો ભંગ કરવાવાળાને બ્રિટીશરોની પોલીસ આકરી સજા આપતી હતી. પુના મહારાષ્ટ્રમાં આઝાદીની ચળવળનુ કેન્દ્ર ગણાતું હતું. તેથી ત્યાં પણ કલમ ૧૪૪ નો ઉપયોગ વારંવાર થતો હતો.
આવા વિપરીત સંજોગોમાં આદોલનકારી ઓને કલમ ૧૪૪નો સામનો કરવાનો કોઈ ઉકેલ મળતો ન હતો.
આ સમયમાં પુનાના એક રાજપુરોહિતે ગ્વાલિયરમાં થતા લેખો એક જાહેર સ્થળે સાર્વજનિક ગણેશ પુજા થતી જોઈને તેમણે આ વિચાર શ્રી બાલગંગાધર તિલકને આપ્યો..
આમે ય બાલ ગંગાધર તિલક ઉર્ફે લોકમાન્ય તિલક પોતાના નિવાસસ્થાને ગણેશ સ્થાપના કરતા હતા અને તેમાં ખાસ ખાસ ગણનાપાત્ર જેવા કે બિપીનચંદ્ર પાલ, લાલા લજપતરાય અને અન્યને પણ આમંત્રીત કરતા હતા.
આથી જ તો આ લાલ, બાલને પાલની ત્રિપુટી આઝાદી ના આદોલનકારીઓમા વિખ્યાત થયેલી હતી.
પડતામા પાટુ હોય તેમ ઈ.સ.૧૮૯૬માં મહારાષ્ટ્ર ભારે દુષ્કાળનો ભોગ બન્યું. તે પછી પ્લેગનો મહા ભયંકર રોગચાળો પણ ફાટી નિકળ્યો.
આ મોકાનો ફાયદો લઈ અંગ્રેજ સરકારે ઇ.સ.૧૮૯૭માં મહામારી કાયદો પસાર કર્યો.. આ કાયદા હેઠળ ગોરા અધિકારીઓ કોઇની પણ તપાસ કે ધરપકડ કરી અલગ રાખવાની સત્તા મળતી થઈ.
જેનો ઉપયોગ મહામારી ના નામે કોઈપણ આદોલનકારી સામે પણ થવા લાગ્યો હતો..
અંગ્રેજો એક વાત સમજતા હતા કે હિન્દુસ્તાની પ્રજા ધર્મની અવગણના સાખી નહીં લે તેથી તે ધાર્મિક બાબતમાં ડખલગીરી કરતા નહીં..
આમ આ કલમોથી બચવા પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ ૨૦મી સપ્ટેમ્બર ઇ.સ.૧૮૯૩ના રોજ પુનાના શનિવાર પેઠ વિસ્તારમાં યોજાયો હતો..
ઈ.સ.૧૯૦૪માં લોકમાન્ય તિલકે જાહેરમાં કહ્યું કે સાર્વજનિક ગણેશોત્સવનો હેતુ સ્વરાજ મેળવવાનો જ છે. આ ગણેશ પંડાળો એક જાગૃત કેન્દ્રો બની ગયાં.
મિ.રોલેટ સમિતિના અહેવાલ મુજબ અંગ્રેજોએ પણ આ ઉત્સવ માટે થઈ ચિતા પ્રગટ કરી હતી.
તેમાં તેમ પણ જણાવાયું છે કે ……………. આ ગણેશોત્સવ દરમ્યાન યુવકો અંગ્રેજી શાસન વિરૂધ્ધ પ્રચારગીતો પણ ગાય છેને પ્રચાર પણ કરે છે. શાળાના બાળકો મહોત્સવની ભીડને પત્રિકાઓ વહેચીને તેમાં અંગ્રેજો વિરૂધ્ધ શસ્ત્ર ઉપાડવાની વાત પણ કહે છે.
આ મહોત્સવના પંડાળોમા શ્રી લોકમાન્ય ટિલક, મૌલીચંદ્ર શર્મી, સુભાષચંદ્ર બોઝ, બેરિસ્ટર જયકર, વીર સાવરકર, રેગલર પરાજપે, મદનમોહન પંડિત, બેરિસ્ટર ચક્રવર્તી, દાદા સાહેબ જેવા અનેક લોકો ભાષણ પણ આપે છે.
આથી આઝાદી ના એ માહોલમાં સાર્વજનિક ગણેશોત્સવને જબરજસ્ત વેગ મળ્યો છે..
આવી જ રીતે ગુજરાતમાં પણ સાર્વજનિક ગણેશોત્સવની શરુઆત છેક ઇ.સ. ૧૯૩૩માં સુરતના ચંદાવાડીના ખપાટિયા ચકલા વિસ્તારમાં થઈ હતી. મહારાષ્ટ્રીયન પરિવારના શ્રી ગણપતરાવ રામચંદ્ર સુર્વે નામના સજ્જને મહારાષ્ટ્રના દહાણુથી શ્રીજીની પ્રતિમા મંગાવી સ્થાપના કરી હતી. આ ઉત્સવમાં માંડ ચાળીસ પચાસ માણસ એકઠા થતા હતા.
આજે એક સર્વે પ્રમાણે એકલા ગુજરાત રાજ્યમાં દોઢ લાખથી ય વધારે સાર્વજનિક ગણેશ મંડળો અસ્તિત્વમાં છે. અમદાવાદ શહેરમાં પણ દસ હજારથી વધુ મંડળો સક્રિય છે.
દક્ષિણ ગુજરાતના સૂરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વડોદરા વિગેરે મોટા શહેરો સહિત નાના ગામ અને નગરોમાં વિશેષ પ્રમાણમાં ઉજવણી થાય છે..
સંકલન અને લેખન:- પોપટભાઇ પટેલ ઘેલડા..
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..