પિંડારા- પિંડારક તિર્થક્ષેત્ર

પિંડારાનું મૂળ નામ ‘દેવપુરી‘ છે જે શ્રી કૃષ્ણની દ્વારકા થી પણ પ્રાચીન છે . અહિં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસા ના આશ્રમ હતા. મહાભારતમાં તેનો ‘પિંડારક‘ તિર્થક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે.

‘દેવપુરી’ મહાભારત કાળ દરમિયાન ‘ પિંડારક’ નામ ના નાગવંશી રાજા ના નામ પરથી પિંડારક ક્ષેત્ર અને ત્યારબાદ પિતૃતર્પણ પિંડ તરાવવાથી ‘પિંડતારક’ કહેવાયું જે વર્તમાન માં ‘પિંડારા‘ તરીકે ઓળખાય છે.

મહર્ષિ દુર્વાસાએ કૃષ્ણ પુત્ર સાંબ ને યાદવોના સર્વનાશ નો શ્રાપ અહિં આપ્યો.
શ્રી કૃષ્ણ-રુક્મણી એ મહર્ષિ દુર્વાસા ના રથને પોતાના ખંભા પર અહિંથી દ્વારકા સુધી ખેંચ્યો.

અત્યારે પિંડારામાં સમુદ્ર કિનારે મહર્ષિ દુર્વાસા ના આશ્રમ તરીકે ઓળખાતાં મૈત્રક કાલિન 7મી સદીથી 9મી સદી સુધીના મંદિરોનો સમૂહ આવેલો છે. ઉપરાંત ગામમાં તળાવને કાંઠે ‘રાયણ’ નું પ્રાચિન વૃક્ષ આવેલું છે જેને લોકો દુર્વાસા ની તપઃસ્થલી તરીકે 5200 વર્ષથી પણ પ્રાચિન જણાવે છે.

મહાભારત યુદ્ધ પશ્ચાત શ્રી કૃષ્ણ ના કહ્યા મુજબ પાંડવો એ દ્વારકા ની નજીક આવેલા પવિત્ર ‘ પિંડારક ક્ષેત્ર‘ માં તેના પૂર્વજોનું પિતૃતર્પણ કાર્ય કર્યું .
આનો ઉલ્લેખ મહાભારતમા પણ આવે છે.
શ્રી કૃષ્ણના સ્વધામગમન બાદ દ્વારકા સમુદ્ર મા સમાઈ ગઇ. ત્યારે તેની સાથે જ કચ્છ ના અખાતમાં પિંડારા પણ સમાણું.
વર્તમાન માં સમુદ્ર ના કાંઠે જ આવેલા ‘પિંડતારક કૂંડ’ થી આશરે ત્રણ કિમી. સમુદ્ર ની અંદર પ્રાચીન કૂંડ ના અવશેષ આવેલા છે .
જ્યાં અમાસ ના દિવસે વહેલી સવાર ના સમુદ્ર પાછળ ખસે તેમ તેમ તેની પાછળ જઇ શકાય છે , પણ તે છે ખૂબ જોખમી. અનુભવી સાથે હોય તો જ જવાઈ ; તેમા પણ જોખમ તો રહે જ છે , ત્યાં પહોંચીને તરત દર્શન કરી ભરતી આવે તે પહેલાં પરત ફરવું પડે છે.

શ્રાવણી આમાસના દિવસે અહીં મલ્લકુશ્તી અને મેળો ભરાય છે.

!! महापिंडतारक क्षेत्र ~ पिंडारा !!

महाभारत काल में पिंडारा को ‘देवपुरी’ कहा जाता था ,जो द्वारिका के नजदिक ही था जहां पर महर्षि दुर्वासा का आश्रम था |

महाभारत युद्ध के पश्चात श्री कृृृष्ण के कहने पर पांडवो ने यहां पर पिंडदान कर पितृ कार्य किया था |

श्री कृष्ण और रुक्मनी ने यहीं पर महर्षि दुर्वासा को रथ में बिठाकर रथ को अपने कंधो पर खिंचा था |

आज पिंडारा में दुर्वासा जहां पर तपस्या करते थे वह ‘रायन का वृक्ष ‘ ५३००से अधिक सालों से विध्यमान है |

पांडवो ने पिंडदान किया था वह कुंड वर्तमान में 3 किमी. अंदर समुंदर मे है जो श्रावण की अमावस्या को समुंदर में दिखाई देता है जहाँ कई लोग रात में जाते है |

समुंदर के किनारे 7th और 8th शताब्दी के ‘मैत्रक काल’ के सूर्य , शिव और कई अन्य मंदिरों के अवशेष है |

श्रावणी अमावस्या को यहाँ ‘मल्ल कुश्ती’ का मेला लगता है जिसमें द्वारिका क्षेत्र के लोग आते है |

વનપર્વ , મહાભારત : —
( chapter – 80 )
80 तरिरात्रम उषितस तत्र तर्पयेत पितृदेवताः
परभासते यथा सॊमॊ अश्वमेधं च विन्दति
81 वरदानं ततॊ गच्छेत तीर्थं भरतसत्तम
विष्णॊर दुर्वाससा यत्र वरॊ दत्तॊ युधिष्ठिर
82 वरदाने नरः सनात्वा गॊसहस्रफलं लभेत
ततॊ दवारवतीं गच्छेन नियतॊ नियताशनः
पिण्डारके नरः सनात्वा लभेद बहुसुवर्णकम
83 तस्मिंस तीर्थे महाभाग पद्मलक्षणलक्षिताः
अद्यापि मुद्रा दृश्यन्ते तद अद्भुतम अरिंदम
84 तरिशूलाङ्कानि पद्मानि दृश्यन्ते कुरुनन्दन
महादेवस्य सांनिध्यं तत्रैव भरतर्षभ
85 सागरस्य च सिन्धॊश च संगमं पराप्य भारत
तीर्थे सलिलराजस्य सनात्वा परयत मानसः
86 तर्पयित्वा पितॄन देवान ऋषींश च भरतर्षभ
पराप्नॊति वारुणं लॊकं दीप्यमानः सवतेजसा

( chapter – 86 )

18 तत्र पिण्डारकं नाम तापसाचरितं शुभम
उज्जयन्तश च शिखरी कषिप्रं सिद्धिकरॊ महान
19 तत्र देवर्षिवर्येण नारदेनानुकीर्तितः
पुराणः शरूयते शलॊकस तं निबॊध युधिष्ठिर

 

અતિ પુરાણુ ક્ષેત્ર એક તિર્થસ્‍થાન તરીકે જેનો પુરાણોમાં ઉલ્લેખ છે. તેમજ જ્‍યાં શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના રાજ્‍યમાં સમયમાં તેમજ તે પહેલાનાથી આજ સુધી અહીં પિતૃના મોક્ષ માટે અહીંના કુંડમાં પીંડ તારાવા આવે છે મહાભારતના યુદ્ધ પછી મૃતાત્‍માઓના મોક્ષ માટે હરિવંશપુરણમાં લાખ્‍યા મુજબ લોઢાના પીંડ તારવ્‍યા હતા ભગવાન શ્રી કૃષ્‍ણ તથા યાદવોના સમયનું મહાતીર્થ સ્‍થાન છે.

આ તીર્થસ્‍થાને આસપાસ જૂના આશ્રમોના અવશેષો છે કહે છે કે આ આશ્રમો મહામુની દુર્વાસા તથા અગસ્‍તમુનીના આશ્રમોની પુરાણી જગ્‍યા છે વળી યાદવો દરીયા કિનારે મલ્લકુસ્‍તી કરવા આવતા તે યાદવ સેનાની સ્‍કૂલોનું સ્‍થાન પણ સમુદ્ર કિનારે છે વળી આ સ્‍થળે જન્‍મ સમયમાં કોઈપણ શાપિત ગ્રહયોગ જેવા કે કાલસર્પયોગ, રહં, ગુરૂ, ચાંડાલયોગ, ચંદ્ર રહું કે સૂર્યગ્રહણયોગ જેવા અને તેથી થતા અનિસ્‍ટ નિવારવા માટે આ મહાકુંડ તથા પીંડતારક ક્ષેત્રમાં કરેલા તર્પણ વિધિ વિગેરે શુભફળદાયક પુરાણોમાં કહી છે.

આ પીંડતાર ક્ષેત્રનો મહિમા અતિ વિશેષ હોવાના કારણો અનેક છે અહીંથી સમુદ્રમાં આશરે ૪ કિ.મી. દૂર જૂના સમયનો એક તાંબાનો કુંડ છે જે કોઈ અમાસે સમુદ્રના પાછા પાણી હઠાતા તેના દર્શન થાય છે, પરંતુ હવે તે સમુદ્રની મધ્‍યે આવી જતા ત્‍યાં વિધિ થઈ શકે નહિ. આજ સમયના સમુદ્ર કિનારા પરનો આ પીંડતારાવા માટેનો મહાકુંડ સમયના પ્રવાહમાં જર્જરીત થઈ સમુદ્રના મોજાઓથી ખંડિત થયો હતો અને અતિશય દુર્ગંધયુકત પાણીના ભરાવાથી આ તીર્થરાજની હાલત ખરાબ થવા પામેલ.

પરંતુ ઈ.સ. ૨૦૦૫ના સમયે બી.એલ. જોશીએ અતિ ભારી ખર્ચે જીર્ણોધાર કર્યો છે પહેલા ત્‍યાં માત્ર એક છાપરૂ તથા અતિપુરાણુ શિવાયલ હતું પરંતુ આજ અહીં મહાકુંડ નવારૂપે બનાવી આપેલ છે તેમજ લોક શ્રધ્‍ધા તેમજ ભુદેવોની માંગણીને અનુલક્ષીને લોકો જે મૃતદેહો ત્‍યાં લઈ આવી મહાકુંડને પ્રદીક્ષણા કરાવે તેવી કુંડની ચારે બાજુ સમુદ્રમાં અસરે ૨૦ કુટ ચારે તરફ બાંધકામ કરાવી આપેલ છે.

આ સ્‍થળે શાસ્‍ત્રોકતમાં જણાવ્‍યા પ્રમાણે અસ્થિ પધરાવી શકાય છે જેનો મહિમા પ્રાંચી, ચાણોદ, પર્યાગ કર્તા પણ વિશેષ છે પિતૃ તર્પણ માટેનું આ મહાતીર્થ કહેવાય છે ચૈત્ર માસ, કારતક માસ, માગશર, ભાદરવે તથા શ્રાવણી અમાસે અહીં મોટી સંખ્‍યામાં લોકો પિતૃ તર્પણ વિધિ હોમ, હવન પીંડતરવા આવે છે આ પીંડ તારક ક્ષેત્રનો પુરાણો ઉકત મહિમા અતિ વિશેષ છે જે મહિમા અહી લખવા જતા કાગળો ટૂંકા પડે જેના માટે તો પુરાણો જોવા પડે હિન્‍દુ ધર્મમાં શ્રાધ્‍ધ વિધિનું આગવું મહત્‍વ છે. પિતૃઓના આત્‍માના કલ્‍યાણ માટે, પિતૃઓને મોક્ષ મળે તેમજ તેના ઋણમાંથી મુકત થવા માટે પુત્રો દ્વારા કારતક, ચૈત્ર, ભાદરવાના દિવસો દરમ્‍યાન શ્રાધ્‍ધ ક્રિયા કરવામાં આવે છે.

આ વિધિના મૂળમાં પિતૃઓને યાદ કરવાની અને તેઓના પ્રત્‍યે આભાર વ્‍યકત કરવાની ભાવના રહેલી છે આપણી પરંપરામાં પિતૃશ્રાદ્ધ માટે વિશેષ મહિમા ધરાવતા સ્‍થળો નક્કી કરાયા છે જ્‍યાં શ્રધ્‍ધાળુઓ ભાવપૂર્વક પિતૃતર્પણ કરીને પિતૃ ઋણમાંથી મુકત થવાના પ્રયાસો કરે છે આપણે ત્‍યાં પિતૃતર્પણ માટે વિશેષ મહત્‍વ ધરાવતા દેશના વિવિધ સ્‍થળોમાં પીંડતારક ક્ષેત્ર પીંડારાને શ્રેષ્‍ઠ પિતૃતીર્થ ગણવામાં આવે છે.

સર્વે તીર્થ તરીકે ઓળખાતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ કલ્‍યાણપુર તાલુકાના ભાટીયા પટે આવેલ આ તીર્થ પીંડતારક ક્ષેત્ર પીંડારા તરીકે આપણા પાંચ મહાતીર્થમાં ગણના થાય છે. અહીં જૂનો પુરાણો મહાકુંડ અંદર પોતાના સ્‍વભાવ પ્રમાણે લોખંડના પીંડપિતૃ મોક્ષાર્થે તર્પણ કરેલ અને જે લોખંડના પીંડ પણ તે સમયે પાણીમાં તરેલ જેથી પિતૃ શ્રાધ્‍ધ કરવાનું સ્‍થળનું આગવુ મહત્‍વ છે ઉપરાંત ગુજરાતમાં કચ્‍છ ખાતે નારાયણ સરોવર, પ્રાચી તીર્થ પ્રભાસપાટણ-ત્રિવેણી સંગમ, નર્મદા કિનારે આવેલું ચણોદ, પાંડવોએ જ્‍યાં તર્પણ કર્યુ હતુ તેવા કુરૂક્ષેત્રમાં આવેલ સ્‍થમત, પંચક સરોવર સહીત જ્‍યાં જ્‍યાં પૌરાણિક જળ તીર્થો છે, ત્‍યાં શ્રાધ્‍ધ કરવાનો મહિમા જોવા મળે છે તો કાંચીપુરમને પણ સર્વતીર્થ સરોવરને કારણે પિતૃશ્રાધ્‍ધ માટેનું તીર્થ ગણવામાં આવે છે. જ્‍યારે પુરાણોમાં પિતૃક્ષેત્રના પાંચ વિભાગો શિરક્ષેત્ર તરીકે ગયાજી, નભીક્ષેત્ર તરીકે વેતરણી, પાદક્ષેત્ર તરીકે પીંડતારક ક્ષેત્ર પીંડારા બ્રહ્મપાલી ક્ષેત્ર તરીકે બદ્રીનાથ અને માતૃક્ષેત્ર તરીકે સિદ્ધપુરનું મહત્‍વ દર્શાવવામાં આવ્‍યુ છે. કહે છે કે જે પુરૂષ માતૃઋણ માથે રાખીને મૃત્‍યુ પામે છે તેનો મનુષ્‍ય અવતાર એળે જાય છે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં સરસ્‍વતી નદીને કિનારે આવેલ અતિ પ્રાચીન સ્‍થળ બિન્‍દુ સરોવરને માતૃ શ્રાદ્ધની કરવા માટે વિશ્વનુ એક માત્ર સ્‍થળ ગણવામાં આવે છે.

આ તીર્થ પાછળ સંકળાયેલી કથા અનુસાર પ્રાચીનકાળમાં દુર્વાશા ઋષિ એ આ સ્‍થળ નજીક તપસ્‍યા કરીને પોતાનો આશ્રમ સ્‍થાપિત કરેલ જેના પુરાણોકત અવશેષો પણ હાલની તકે પીંડતારકક્ષેત્ર પીંડારા નજીક જોવા મળે છે પીંડતારક ક્ષેત્ર પીંડારા કે જે સમુદ્ર કિનારે આવેલ છે પરંતુ જુના સમયમાં દરીયાની અંદર ત્રાંબાનો એક મહાકુંડ કે જે ભીમદેવ દ્વારા સ્‍થાપિત કરાયેલ છે અંદાજે દોઢેક કિ.મી. સમુદ્રની અંદર આવેલ આ મહાકુંડના દર્શન ભાદરવા મહિનાની અમાસના દિવસે થાય છે અને આ જગ્‍યા ઉપર પિતૃઓનું શ્રાધ્‍ધ કરવાનું મહત્‍વ છે એ છે કોઈ મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય અને જેની શ્રાદ્ધવિધિ આ સ્‍થળ ઉપર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા લોકવાયકા છે. દુઃખની વાત એ છે કે આટલુ પુરાત્‍વ સ્‍થળ કે જેનુ પુરાણોમાં વર્ણન છે તેવા સ્‍થળ પીંડતારક ક્ષેત્ર પીંડારાની સામે આજ સુધી પુરાત્‍વ ખાતું તેમજ સરકારની નજરે ચડેલ નથી ત્‍યારે બી.એલ. જોષી ટ્રસ્‍ટે તેમજ સંસ્‍કૃતિને ઉજાગર કરનારા સમજનારા લોકો દ્વારા તેની જાણવળી કરી રહ્યા છે.

સંક્લન-આલેખનઃ
નેહુલ લાલ (ભાટીયા)
દશરથ વારોતરીયા (ભાટીયા)
ફોટોઃ દશરથ વારોતરીયા

error: Content is protected !!