💎 દાસ્તાન – એ – કોહિનૂર 💎

કોહિનૂર એ ભારતનો જ નહિ પણ દુનિયાનો એક નાયાબ હીરો હતો !!!! કોહિનૂર હીરો અને અન્ય કેટલાંક રત્નોએ એમની આસપાસ વિપત્તિ અને વિનાશ સર્જ્યો છે !

હીરો કાયમ માટે પહેરતા પહેલાં જોઈ લેવું જોઈએ કે તે સદે છે કે નહીં. જો હીરો સદી જાય તો તે પહેરનાર કે સાથે રાખનારને ન્યાલ કરી દે છે અને ના સદે તો બરબાદ કરી દે છે

હીરાની સુંદરતા અને તેજસ્વિતા ભલભલાને આકર્ષે છે. રાજા-મહારાજા, ધનકુબેરો અને સૌંદર્ય સામ્રાજ્ઞાઓના કીમતી આભૂષણોમાં ‘હીરો’ અદકું સ્થાન ધરાવે છે. હીરાનું નામ પડે એટલે આપણને ‘કોહિનૂર’ હીરો યાદ આવે. કોહિનૂર શબ્દનો અર્થ થાય ‘કો-એ-નૂર.’ એટલે કે પ્રકાશનો પર્વત ! હીરામાં પ્રકાશ સાથે શુભ-અશુભ ઊર્જા પણ ઠાંસીઠાંસીને ભરાયેલી હોય છે. એટલે જ આપણે માનીએ છીએ કે હીરો કાયમ માટે પહેરતા પહેલાં જોઈ લેવું જોઈએ કે તે સદે છે કે નહીં. કોહિનૂર હીરાનો ઈતિહાસ બહુ વિચિત્ર જોવા મળ્યો છે. મોટે ભાગે તે જ્યાં રહ્યો ત્યાં તેણે વિનાશ અને વિપત્તિ નોતર્યા છે !
જાણકારો એવું કહે છે કે આ કોહિનૂર હીરો એ જ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ પામેલો સ્યમંતક મણિ.

શ્રીમદ્ ભાગવતના દશમા સ્કંધના ઉત્તરાર્ધમાં ‘સ્યમન્તક ઉપાખ્યાન’ નામના ૫૬મા અધ્યાયમાં એની વાત આવે છે. સત્રાજિત નામના યાદવ પાસે આ સ્યમન્તક મણિ હતો. તે મણિ દરરોજ આઠ ભાર સોનું આપતો. તે મણિ રાજા પાસે હોય તો રાજા પ્રજાનાં કલ્યાણ કાર્યો માટે તેનો સદુપયોગ કરી શકે. એમ જાણી ભગવાન શ્રીકૃષ્ણે સત્રાજિતને કહ્યું કે તેણે તે મણિ રાજા ઉગ્રસેનને આપી દેવો જોઈએ. પણ સત્રાજિતને તે વાત પસંદ આવી નહીં એટલે તેણે તે પોતાની પાસે રાખ્યો.

એક દિવસ સત્રાજિતનો ભાઈ પ્રસેન તેને ગળે બાંધી જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં એક સિંહે તેને મારી નાંખ્યો અને મણિ લઈ લીધો. તેને મારી તેની પાસેથી જાંબવાન રીંછે તે લઈ લીધો. પ્રસેનના મરણની વાત જાણતાં સત્રાજિતે ભગવાન શ્રીકૃષ્ણ પર આળ ચડાવ્યું કે તેમણે તે મણિ લઈ લેવા તેના ભાઈને મરાવી નાંખ્યો છે અને તે મણિ લઈ લીધો છે. પોતાના પર આવેલું આળ દૂર કરવા શ્રીકૃષ્ણ જાંબવાનની ગુફામાં જઈ તેની સાથે યુદ્ધ કરી તેને હરાવી તે મણિ લઈ આવ્યા અને તે સત્રાજિતને સુપરત કર્યો. સમગ્ર ઘટનાની સાચી જાણ થતાં સત્રાજિત લજ્જિત થયો અને પોતાની દીકરી સત્યભામાને પત્નીરૃપે સ્વીકારવા શ્રીકૃષ્ણને વિનંતી કરી અને તે મણિ ભેટ રૃપે આપવા માંડયો. શ્રીકૃષ્ણે સત્યભામાનો સ્વીકાર તો કર્યો પણ તે મણિનો સ્વીકાર કર્યો નહીં.

પછી તે મણિ પાંડવોના વંશજો પાસે ગયો. પરીક્ષિત, જન્મેજય, ચન્દ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, બ્રહદ્રથ, પુષ્યમિત્ર એમ એક પછી એક જેની પાસે ગયો તે બધાને માટે વિપત્તિરૃપ બન્યો. કનિષ્ક, ચંદ્રગુપ્ત, હર્ષવર્ધન પછી તે માલ્વ નરેશ યશોવર્મા પાસે પહોંચ્યો. એમના વંશજ રાજા પર અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું અને માલવ દેશ પર પોતાનું આધિપત્ય સ્થાપી તે હીરા પર કબજો જમાવી દીધો. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો)  તે પછી દિલ્લીના બાદશાહોના અધિકારમાં ઘણા સમય સુધી રહ્યો. ઈબ્રાહીમ લોદીના પરાજય પછી તેની બેગમ દિલ્લી છોડી આગ્રામાં આવીને રહી. તેના પર હુમાયૂઁએ હુમલો કર્યો. પોતાની ઈજ્જત બચાવવા માટે તેને તે હીરો હુમાયૂઁને આપી દેવો પડયો. હુમાયૂઁ પગથિયા પરથી લપસીને મરણ પામ્યો. તે પછી અનેક પેઢીઓ સુધી તે તેના વંશજો પાસે રહ્યો.

હુમાયૂઁના વંશજ મહમ્મદશાહ પર ઈરાની લુંટારા નાદિરશાહે હુમલો કર્યો અને તેની પાઘડીમાં છુપાવેલા હીરાને આંચકી લીધો. હીરાનું ચોમેર પ્રસરતું તેજ જોઈ નાદિરશાહના મુખેથી શબ્દો સરી પડયા – કોહ-એ-નૂર. એટલે કે પ્રકાશનો પર્વત ! ત્યારતી તે હીરો ‘કોહ-એ-નૂર’ તરીકે ઓળખાવા લાગ્યો.
જેણે પાછળથી અપભ્રંશ થતા ‘કોહિનૂર‘ નામ ધારણ કરી લીધું. કોહિનૂર તેનો પ્રભાવ બતાવ્યા વગર રહે ખરો ? મહમ્મદશાહનો ખજાનો અને કોહિનૂર લૂંટીને તે પાછો ફરી રહ્યો હતો. ત્યારે એક ભયંકર તોફાનમાં તે સપડાયો. તેનાથી તેની સેના અને સંપત્તિનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો. નાદિરશાહ પણ સુખ-ચેન ભોગવી ના શક્યો. કોહિનૂરે તેનો પણ ભોગ લઈ લીધો ! તેના જ ભત્રિજા અલીકુલી ખાઁએ તેની હત્યા કરી નાખી અને તેની પાસેથી કોહિનૂર લઈ લીધો. તે પણ સલામત ન રહ્યો. અફઘાન સેનાપતિ અહમદશાહ અબ્દાલીએ તેને મારી નાંખી કોહિનૂર લઈ લીધો.

અહમદશાહ અબ્દાલી પછી તેનો પુત્ર તૈમુર શાહ તે હીરાનો માલિક બન્યો. તેને ત્રેવીસ પુત્રો હતા જે પિતાના મરણ બાદ અંદરો અંદર સંપત્તિ અને કોહિનૂર માટે લડયા. તે ભીષણ સંગ્રામમાં જમાન શાહની જીત થઈ. કોહિનૂર પહેર્યાની ખુશી હજુ પૂરી થઈ નહોતી ત્યાં તેના વિશ્વાસુ ભાઈ મહમૂદશાહની દાનત બગડી અને કોહિનૂર કબજે કરવા જમાન શાહને કેદમાં નાંખી તેના પર જુલમ વરસાવી તેની આંખો કઢાવી લઈ તેને અંધ કરી દીધો. મહમૂદશાહને મારી તે હીરો શાહશુજાએ લઈ લીધો. કોહિનૂર માટે તે પણ કેદ કરાયો. તેણે પોતાની મુક્તિ માટે પોતાની બેગમ થકી પંજાબના મહારાજા રણજિતસિંહને પ્રાર્થના કરી અને એના બદલામાં કોહિનૂર હીરો ભેટ આપવા પ્રસ્તાવ મૂક્યો. મહારાજ રણજિતસિંહે કાબુલના વજીર ફત્તેખાઁને સાથે રાખી શાહશુજાને કેદમાંથી છોડાવ્યો.

કેદમાંથી છૂટયા પછી શાહશુજાનો કોહિનૂર મોહ ફરી જાગી ઉઠયો. તે પોતાના વાયદાને તોડી કોહિનૂર હીરો આપવા આનાકાની કરવા લાગ્યો. તો મહારાજ રણજિતસિંહે તેને યાતના આપી તે હીરો આપી દેવા તેને વિવશ બનાવવા માંડયો. તેણે તે હીરો ન છૂટકે મહારાજ રણજિતસિંહને આપ્યો. પણ બાકીના બીજા હીરા લઈ ત્યાંથી નાસી ગયો અને અંગ્રેજોના શરણમાં જતો રહ્યો. મહારાજ રણજિતસિંહના મરણ બાદ તેમનું રાજ્ય અંગ્રેજોને હસ્તક જતું રહ્યું તે સાથે તે બહુમૂલ્ય હીરો પણ તેમની પાસે પહોંચી ગયો.

તે પછી તે મહારાણી વિકટોરિયાના તાજમાં વધારે સુંદર બનાવી જડી દેવામાં આવ્યો. યુરોપના સર્વશ્રેષ્ઠ રત્ન-શિલ્પીઓએ લગાતાર ૩૮ દિવસ સુધી તેને તરાસીને અને ચમકાવીને અપ્રતિમ સુંદરતા આપી. તે પછી તેને બ્રિટનની મહારાણી વિક્ટોરિયાના રાજમુગટમાં જડવામાં આવ્યો હતો.

આજથી આશરે સાડા પાંચસો વર્ષ પૂર્વે દક્ષિણ ભારતના વ્યંકટેશ્વર મંદિરની મૂર્તિ પરથી ચોરીને લઈ જવાયેલ એક હીરો જેને ‘હોપ ડાઈમન્ડ‘ તરીકે ઓળખવામાં આવે છે તેણે અનેક લોકોના જીવનમાં દુર્ભાગ્ય અને વિનાશ નોતર્યા હતા.

હીરાની જેમ અન્ય રત્નો પણ એમનો પ્રભાવ બતાવતા હોય છે. શાહજર્હાએ બનાવેલું મયૂર સિંહાસન જે તે વખતે ‘તખ્ત તાઉસ’ નામે ઓળખાતું હતું તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તખ્ત તાઉસમાં ૧૨ કરોડ રૃપિયાનાં રત્નો જડવામાં આવ્યાં હતાં અને તે વખતના શ્રેષ્ઠ કલાકારોને તે બનાવવામાં ૭ વર્ષ લાગ્યા હતા ! એમાં પન્નાના રત્નોથી બનાવેલા પાંચ થાંભલા પર મીનાકારીનું છત્ર લગાડવામાં આવ્યું હતું. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એના પાયા ઠોસ સોનાથી બનેલા હતા. થાંભલા પર બે-બે મોર નૃત્ય કરતા હોય તેવી રત્નજડિત આકૃતિઓ જોવા મળતી હતી. જુદા જુદા રંગના કીમતી રત્નો, હીરા, મોતી, માણેક, પન્ના વગેરેનો ઉપયોગ કરી મોરની આકૃતિ ઉપસાવવામાં આવી હતી. બેસવાના સ્થાન સુધી પહોંચવા માટે ત્રણ રત્નજડિત સીડીઓ હતી. આ મયૂર સિંહાસન તે સમયની બહુમૂલ્ય કલાકૃતિ મનાતી હતી.

જોકે એ બનાવ્યા પછી શાહજર્હાંની મુસીબતો શરૃ થઈ. તેના પુત્ર ઔરંગઝેબના આવ્યા પછી મોગલ સામ્રાજ્યનું પતન શરૃ થઈ ગયું. મહમ્મદશાહ રાજ્યનો અધિકારી હતો ત્યારે ઈરાનના નાદિરશાહે હુમલો કર્યો. તેણે કોહિનૂરની જેમ મયૂર-સિંહાસન પણ ઉઠાવી લીધું. પછી તે તેને ફારસ લઈ ગયો. તેના કુટુંબીએ તેની હત્યા કરી તે હડપ કરી લીધું. લૂંટારાઓએ તેના ટુકડા કરી નાંખ્યા અને તે અંદરો અંદર વહેંચી લીધા. પછી મહમ્મદ શાહની સત્તા આવી. તેણે નાદિરશાહના લૂંટારાઓ પાસેથી તે ટુકડા પાછા મેળવ્યા. તેમને જોડી ફરી નવું સિંહાસન બનાવ્યું. અરાજકતા અને ગૃહયુદ્ધ ચાલતું રહ્યું. તે સિંહાસન ફરી લૂંટાયું. લૂંટારાઓએ તેમાંથી રત્નો ઉખાડી ઈરાનના સમુદ્રતટ પાસે છીછરા પાણીની નીચેની જમીનમાં ક્યાંક દાટી દીધા. પછી તે ત્યાંથી લઈ ના શક્યા. તેને શોધવા ઘણા લોકો પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ હજુ સુધી કોઈને તે મળ્યા નથી.

થોડુંક વધારે  ——-

એંગ્લો શીખ વોર કહેવાતા બીજા યુધ્ધમાં ચિલિયાંવાલામાં પંજાબનું શીખ લશ્કર અંગ્રેજો સામે હાર્યુ. આ હાર બાદ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ 11 વર્ષના મહારાજા દુલિપસિંહ પાસે શરણાગતિનો પત્ર લખાવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તાબા હેઠળના પ્રદેશોમાં તેણે પંજાબને સામેલ કરી દીધું. શીખ રાજ્યના પાટનગર લાહોરમાં જહોન લોગિન નામના ગોરા લશ્કરી અફસરને સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમણૂક આપી. તેને સૂચના આપવામાં આવી હતી કે તે દુલિપસિંહના તોશાખાનાની કિંમતી ચીજોનું લિસ્ટ તાત્કાલિક બનાવે. ઇસ્ટિ ઇન્ડિયા કંપનીએ યુધ્ધનો જે ખર્ચ વેઠવો પડ્યો તે ડેલહાઉસી પેનલ્ટી તરીકે વસૂલ કરવા માગતો હતો.
પંજાબની શાહી તિજોરીમાં ખંડણીની વાજબી રકમ કરતાં અનેકગણો વધુ મૂલ્યવાન ખજાનો હતો. સૂચના પ્રમાણે જહોન લોગિને મોજણીમાં દિવસો વીતાવ્યા પછી એપ્રિલ 6, 1849ના દિવસે બહુ મોટું લિસ્ટ તૈયાર કર્યું. તોશાખાનામાં હીરાજડિત તલવારો, દુલિપસિંહના પિતા રણજિતસિંહનું નગદ સોનાનું બનેલું સિંહાસન, પટારા ભરાય એટલા પોખરાજ, માણેક , યાકૂત , ગોમેદ, નીલમ વગેરે કિંમતી રત્નો, સોના ચાંદીના થાળ અને ઘડા, હીરાના તથા મોતીના હાર,
આભૂષણોથી મઢેલા વસ્ત્રો, સુવર્ણમુદ્રાઓ વગેરે મળીને ટનના હિસાબે ખજાનો હતો. ઉપરાંત લાહોરના મોતી મંદિરમાં અને ગોવિંદઘરમાં સંત્રીઓના પહેરા વચ્ચે સુરક્ષિત રખાયેલા બીજા સમૃદ્ધ ધનભંડારોની ચાવીઓ પણ દુલિપસિંહના શાહી તોશાખાનામાં હતી.

સૌથી આકર્ષક તથા અમૂલ્ય કહી શકાય એવી ચીજ હોય તો એ કોહિનૂર હીરો, જેનું નામ એ વખતે પણ દેશવિદેશમાં ગાજતું હતું. કોહિનૂર માત્ર હીરો નહિ, પરંતુ પોતાનામાં એક ઇતિહાસ હતો- અને તે ઇતિહાસ અનેક અદભુત બનાવોથી રચાયો હતો. ડેલહાઉસીએ કોહિનૂર હીરો રાણી વિક્ટોરિયાને ભેટ આપવાનું નક્કી કર્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારી લાયસન્ય અથવા તો જે ચાર્ટર મળ્યુ હતુ તે બ્રિટિશ તાજ દ્વારા મળ્યું હતુ. તેથી ડેલહાઉસીએ આ મુજબ નક્કી કર્યું.  થોડા દિવસ પછી તે લાહોર પહોંચ્યો. તોશાખાનાની મુલાકાત દરમ્યાન તેણે કોહિનૂર જોયો અને જોતાવેંત મંત્રમુગ્ધ બન્યો.
કોહિનૂરનું વજન ૨૭૮ કેરેટ (૫૫.૮ ગ્રામ) હતું, તેથી કદમાં તે મોટો લાગતો હતો. અભિભૂત થયેલા ડેલહાઉસીએ તેને મખમલના કાપડની ટચૂકલી પોટલીમાં મૂક્યો. અને જહોન લોગિને એ પોટલી ડેલહાઉસીને રેશમી કાપડના જાડા કમરપટ્ટામાં અંદરના ભાગે સીવી આપી. હીરો પહેલા પોતાના માલિકો પાસે હેમખેમ રહ્યો ન હતો, તેથી તેને કાળજીપુર્વક પહોંચાડવા માટે પૂરતી તકેદારીઓ લેવામાં આવી.

૧૮૫૦માં એટલે કે આ ઘટનાના બીજા વર્ષે કોહિનૂરે વહાણ મારફતે હંમેશ માટે ભારતની જમીન છોડી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇંગ્લેન્ડ ખાતે વહીવટ સંભાળતા ડિરેક્ટરોએ એ હીરો રાણી વિક્ટોરિયાને સુપરત કર્યો. કોહિનૂરને જોવા માટે લાખો અંગ્રેજો તત્પર હતા, એટલે લંડનમાં આગામી વર્ષે (૧૮૫૧ માં) ધ ગ્રેટ એક્ઝિબિશન નામનો વિશ્વમેળો ભરાયો ત્યારે કોહિનૂરને તેના મુખ્ય આકર્ષણ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો. ઘણા વખત પછી તેને કાપી પહેલદાર બનાવાયો, બ્રિટિશ તાજમાં જડી લેવાયો અને ટાવર ઓફ લંડનમાં બીજા શાહી ઝવેરાત સાથે મૂકી દેવામાં આવ્યો. આ સુરક્ષિત સ્થળમાં ત્યારબાદ તે હંમેશ માટે પડ્યો રહ્યો.

કોહિનૂર મૂળ ગોલકોન્ડાની પેદાશ હતો- દક્ષિણ ભારતનું એ ગોલકોન્ડા કે જ્યાં દરિયા-એ-નૂર, ગ્રેટ મોગલ, હોપ ડાયમન્ડ, નિઝામ, રીજેન્ટ, શાહ, ઓર્લોફ વગેરે જેવા લગભગ 30 જગમશહૂર હીરા મળી આવ્યા હતા. કોહિનૂર ચોક્કસ કયા અરસામાં હાથ લાગ્યો તેની માહિતી નથી, પણ તેનો આરંભ 1650 પછી થયો હોવાનું નોંધાયુ છે.. ફ્રાન્સથી ભારતના પ્રવાસે આવેલા જિયાં બાપિતસ્ત તાવર્નિયે નામના ઝવેરીએ નોંધ્યા મૂજબ. કોહિનૂર અસલમાં ૯૦૦ રતીનો એટલે કે ૭૮૭.૫  કેરેટનો હતો અને તેનો માલિક એ વખતે ગોલકોન્ડાનો સેનાપતિ મીર જુમલા હતો. આ હીરો ઘણી વખત આઘો પાછો થયો હતો અને તેને મેળવવા માટે હિંસાનો સહારો પણ લેવાયો હતો.

આથી મીર જુમલાએ હીરાને ગુપ્ત સ્થળે છૂપાવીને રાખ્યો હતો. કોહિનૂર તેની પાસે હોવાનું અહમદ નગરના શાહી ખાનદાને જાણ્યું, એટલે મીર જુમલાને હિરાસતમાં લેવાના અને હીરાનું સ્થાન ન કહી બતાવે તો આંખો ફોડી નાખવાના હુકમો છૂટ્યા. જોકે આવું બન્યું નહીં. ગોલકોન્ડાનો સેનાપતિ હોવાના નાતે ઘણા બાતમીદારો ધરાવતો મીર જુમલા ચેતી ગયો. જાન બચાવવા તે દિલ્હી નાસ્યો અને શાહજહાં ને ત્યાં આશરો લીધો. શરણાગતિના અને વફાદારીના પ્રતીકરૂપે કોહિનૂર તેણે બાદશાહને ભેટ આપી દીધો. શાહજહાંએ આટલો શાનદાર હીરો લગભગ જોયો ન હતો પરંતુ તેને એ કલ્પના ન હતી કે આ હીરો તેના એકેય માલિકને ફળ્યો ન હતો.

હકીકતે માલિકના શિરે તે મુસીબતો નોતરી લાવ્યો હતો. શાહજહાંને પણ કોહિનૂર ફળ્યો નહિ. સત્તાની જંગમાં તેના ત્રણ શાહજાદાઓ પરસ્પર લડીને માર્યા ગયા, જ્યારે શાહજહાંએ પોતે જિંદગીના છેલ્લા નવ વર્ષ પોતાના જ ઘાતકી દીકરા ઔરંગઝેબના કેદી તરીકે આગ્રાના કિલ્લામાં ગુજારવા પડ્યા. ઔરંગઝેબને કોહિનૂર ખૂબજ પસંદ હતો અને તે પોતાના શાહી દરબારમાં પધારતા દરેક મહેમાનને ગર્વભેર બતાવતો હતો. એક મહેમાન ફ્રાન્સનો પેલો ઝવેરી જિયાં બાપ્તિસ્ત તાવર્નિયે હતો, જે લાંબી વિઝિટના અંતે વિદાય લેતા પહેલાં નવેમ્બર ૧ ૧૬૬૫ ના દિવસે ઔરંગઝેબને મળવા ગયો હતો. તાવર્નિયેએ પોતાના સફરનામામાં લખ્યું તેમ ઔરંગઝેબે તેને શાહી ખજાનો દેખાડ્યો હતો. ઔરંગઝેબના રત્નભંડારમાં તાવર્નિયેને એક અત્યંત ચમકતો અને શાહી જણાય તેવો હીરો જોવા મળ્યો કે જેનું વજન 319.5 રતી મતલબ કે 279 કેરેટ જેટલું હતું. ઘણું કરીને એ જ હીરો કોહિનૂર હતો.

અગાઉ નોંધ્યું તેમ હીરાનું વજન અસલમાં 787.5 કેરેટ હતું. આ હીરો મોગલ ખાનદાનમાં 1739 સુધી રહ્યો, પરંતુ ઔરંગઝેબની મોજુદગીમાંજ મોગલ સામ્રાજ્યના સ્તંભ  તૂટવા માંડ્યા હતા. 1707માં તેના મૃત્યુ પછી વારસદારો એ જ ઔરંગઝેબની રસમ મુજબ ખુનખરાબા પર ઉતર્યા. પહેલાં તેનો મોટો દીકરો અઝીમશાહ ગાદી પર બેઠો, એટલે બીજો દીકરો બહાદુરશાહ સત્તા વગરનો રહી ગયો. આથી તે કાબુલ પહોંચ્યો અને ત્યાં અફઘાન લશ્કર એકઠું કરી દિલ્હી પર ચડી આવ્યો. લડાઇમાં અઝીમશાહ અને તેના પુત્રો માર્યા ગયા. વિજેતા નીવડેલો બહાદુરશાહ મોગલ શહેનશાહ તો બન્યો, (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો)  પરંતુ તેના પોતાના શાહજાદાએ બળવો કરી તેને મરાવી નાખ્યો. સત્તા માટેની ખૂનામરકીનો ક્રમ એ પછીયે ચાલુ રહ્યો. દરમ્યાન મરાઠા, શીખો તથા અંગ્રેજો મોગલ સામ્રાજ્યમાં પસારો કરતા રહ્યા.

મોગલોના પતન જેવી પરિસ્થિતિ માટે કોહિનૂરને અપશૂકનિયાળ એ રીતે કે તે તેના મૂલ્યના લીધે આફત નોતરી લાવતો હતો. સૌની નજર તેના પર બગડતી હતી, એટલે તેના માલિકે સરવાળે દુ:ખી થવું પડતું હતું. વળી આવો મૂલ્યવાન નંગ એકાદ સત્તાધીશ પાસે હોય, એટલે તેની સામે હિંસક કાવતરાં રચાય એ પણ સ્વાભાવિક બાબત હતી.

આ હીરાનું નામ હજી કોહિનૂર પડ્યું ન હતું. ઇરાન (પર્શિયા)ના નાદિરશાહે તે હીરાને નામ આપ્યું. વર્ષ 1739નું હતું, જ્યારે કોહિનૂરની માલિકી ધરાવનારો છેલ્લો મોગલ સમ્રાટ મહમ્મદશાહ દિલ્હીની ગાદીએ હતો. જો કે તે મોટા સામ્રાજ્યનો નહિ, પણ દિલ્હી ફરતેના સીમિત રાજ્યનો જ તે સમ્રાટ રહ્યો હતો. મોગલ હકૂમત કમજોર પડી હતી. ઇરાનનો નાદિરશાહ ત્યારે 80000 સૈનિકોની પ્રચંડ ફોજ સાથે દિલ્હી પર હુમલો લાવ્યો અને લાગલગાટ 58 દિવસ સુધી દિલ્હીને ઘમરોળી નાખ્યું. ઇતિહાસની સૌથી મોટી લૂંટ પણ તેણે ચલાવી. નિસહાય મહમ્મદશાહ કત્લેઆમ બંધ કરાવવા નાદિરશાહને હાથેપગે પડ્યો. ઇરાની બાદશાહે ત્યાર પછી માત્ર કતલ રોકી, લૂંટ નહિ. દિલ્હીના લાલ કિલ્લામાં, વજીરોના આવાસોમાં અને સામાન્ય પ્રજાનાં મકાનોમાં પણ જેટલુ સોનું-રૂપું તથા ઝવેરાત મળ્યું તે દિવસો સુધી એકત્રિત કરાતુ રહ્યું.

અમુક ઐતિહાસિક પુસ્તકમાં નોંધાયા પ્રમાણે નાદિરશાહ કેટલો બોજો લઇ જઇ શકે તેના આધારે લૂંટની ક્ષમતા નક્કી કરવામાં આવી હતી. તેથી છેવટે નાદિરશાહે વધુ મૂલ્યવાન ચીજો પર ધ્યાન આપ્યું. એક તો મયૂરાસન હતું, જેની કિંમત આંકી શકાય તેમ ન હતી. નાદિરશાહ ત્રાટક્યો એ વખતે કોહિનૂર મયૂરાસનમાં જડેલો હતો. પર્શિયન આક્રમણના વાવડ મળ્યા પછી મહમ્મદશાહે તે વેળાસર કાઢી પોતાના ફેંટામાં સંતાડી દીધો હતો અને મયૂરાસનમાં તેને ઠેકાણે બીજો સસ્તો હીરો જડાવ્યો હતો. નાદિરશાહે ત્યાંથી હાથીઓ, ઘોડા, રાચરચિલુ, રેશમી કાપડ અને કલાકૃતિઓ સહિત અંદાજીત રૂ. 70 કરોડનો ખજાનો એકઠો કર્યો હતો. એક દાસીએ તેને માહિતી આપી કે કોહિનૂર હીરો મહમ્મદશાહના ફેંટામાં હતો. પરાજિત મોગલ બાદશાહ તેનો વિરોધ કરી શક્યો નહીં. નાદિરશાહે એ હીરો દીઠો એ વખતે તેને કોહ-ઇ-નૂર મતલબ કે પ્રકાશનો પર્વત કહીને સંબોધિત કર્યો હતો. આ નામ તેની સાથે ત્યારબાદ જોડાયેલું રહ્યું.

કોહિનૂર તેના માલિકોને કદી માફક આવ્યો ન હતો અને નાદિરશાહના કેસમાં પણ એ સિલસિલો યથાવત રહ્યો. ઇરાન પાછા ફર્યા બાદ તેણે પોતાના સૈનિકોને છૂટા હાથે નાણાં આપ્યાં. પ્રજાજનોનું મહેસૂલ ત્રણ વર્ષ સુધી માફ કર્યું. રાજ્યની તિજોરી ચોથા વર્ષે તળિયે ગઇ ત્યારે વેરો નાખવામાં આવ્યો. આ મુદ્દે ચોમેર એટલી નારાજગી પ્રસરી કે સેનાપતિઓ બગાવતે ચડ્યા અને જૂન 7, 1747 ની રાત્રે નાદિરશાહનો ફેંસલો લાવી દીધો. ઇરાનના ખાલી તખ્ત પર બેસવા માટેની સ્પર્ધામાં તે પછી ચાર વારસદારોનાં ખૂન થયાં.

નાદિરશાહની હત્યા પછી બે વર્ષે 1749માં અફઘાનિસ્તાનના શાસક અહમદશાહે ઇરાન પર હુમલો કર્યો. વિજય મેળવ્યો  અને કોહિનૂર પણ કબજે લીધો. 1773માં અહમદશાના મૃત્યુ પછી હીરો (કેટલીક હત્યાઓ બાદ) તેના પૌત્ર શાહશુજાના હાથમાં આવ્યો. અફઘાનિસ્તાનનો તે સત્તાધીશ બન્યો પણ સગા ભાઇના ફૌજી ષડયંત્ર સામે હારીને શાહ શુજા કાબુલ છોડીને ભાગ્યો. નાસીને તેણે લાહોરમાં શીખ મહારાજા રણજિતસિંહના દરબારમાં શરણ માગ્યુ. આસરાની સાથે કાબુલની ગાદી પાછી મેળવવા લશ્કરી સહાય પણ માગી. વળતરમાં તેણે મહારાજા સમક્ષ કોહિનૂર હાજર કર્યો. રણજિતસિંહે શરત મંજૂર રાખી પણ છેવટે તેનું પાલન ન થયું અને થોડા સમય બાદ શાહ સુજા કારાવાસના સળિયા પાછળ હતો. જ્યારે કોહિનૂર રણજિતસિંહના બ્રેસલેટમાં હતો. પોણોસો વર્ષ બાદ એમ કહી શકાય કે કોહિનૂર સ્વદેશ પાછો આવ્યો હતો.

ત્યારબાદ શાહ શુજા જેલ તોડીને ભાગ્યો અને લુધિયાણા પહોંચ્યો. અહીં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને રક્ષણ આપ્યું. અંગ્રેજો પણ શીખ સામ્રાજ્યના ફેલાવાથી ચિંતિત હતા.

કોહિનૂર વાળો બ્રેસલેટ મહારાજ માત્ર ખાસ પ્રસંગે જ પહેરતા. તે સિવાય તે તોશાખાનામાં પડી રહેતો હતો. 1839માં માંદગીના તાબે પટકાયા ત્યારે તેમણે હાજર રહેલા આપ્તજનોને, વજીરને તથા દરબારીઓને હીરો જગન્નાથજી મંદિરે ભેટ ચડાવી દેવાની સૂચના આપી. રણજિતસિંહની તે અંતિમ ઇચ્છા હતી, કેમ કે તેઓ મરણપથારીએ હતા. પરંતુ હાજર રહેલી એકેય વ્યક્તિ પંજાબની રોનક જેવા કોહિનૂરને જતો કરવા તૈયાર ન હતી. એક પછી એક બહાનું રજૂ કરાતું રહ્યું. રણજિતસિંહ આખરે જૂન 27, 1839 ના દિવસે એ જ લાહોરમાં મૃત્યુ પામ્યા મહારાજાની ચાર પત્નીઓ મેહતાબ કૌર, રાજ કૌર, દયા કૌર અને રતન કૌર પાલખીઓમાં હતી.

અગ્નિદાહ દેવાયો ત્યારે સતી થવા માટે તેમણે પણ આત્મવિલોપન કરી નાખ્યું. એકમાત્ર જિન્દન નામની પાંચમા નંબરની પત્નીએ એવું પગલું ન ભર્યું. જિન્દન હિન્દુ કુટુમ્બમાં જન્મી ન હતી. ઉપરાંત તેના પુત્ર દુલિપસિંહની વય માત્ર 10 મહિના હતી અને બાળકના શિરે માતાની ઓથ રહે એ જરૂરી હતું.

મહારાજાના અવસાન બાદ પંજાબનું શાસન સંભાળવા માટે અને શાન સાચવવા માટે વારસદારોની કમી ન હતી. રણજિતસિંહને પુખ્ત વયના છ પુત્રો હતા. મહારાજા બનેલો મોટો પુત્ર ખડગસિંહ નવેમ્બર 5, 1840 ના અફીણના વ્યસનને લીધે ફક્ત સાડત્રીસમે વર્ષે મૃત્યુ પામ્યો. ખડગસિંહનો દીકરો નૌનિહાલસિંહ પંજાબનો નવો મહારાજા બન્યો, પરંતુ એ જ દિવસે પિતાની અંતિમયાત્રા દરમ્યાન નગરચોકની કમાન તૂટીને બધો કાટમાળ માથે આવી પડતા તેનું પણ અવસાન નીપજ્યું. નૌનિહાલસિંહના કાકા શેરસિંહને ત્યાર બાદ પંજાબની ગાદી મળી. આ મહારાજાનો અંજામ પણ બૂરો આવ્યો. સપ્ટેમ્બર 15, 1843ના દિવસે શેરસિંહનું ખૂન કરી નાખવામાં આવ્યું.

હવે મહારાજા બનવામાં વારો પાંચેક વર્ષના દુલિપસિંહનો આવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોએ ત્યારે પંજાબ સામ્રાજ્ય પર ડોળો માંડ્યો. મહારાજા તરીકે દુલિપસિંહનું પદ ફક્ત પ્રતીકાત્મક હતું અને માતા જિન્દન પોતાની મર્યાદિત સમજશક્તિ મુજબ રાજ્યનો વહીવટ ચલાવતી હતી. મહેલમાં વાતાવરણ જો કે ખટપટોનું અને ગજાગ્રહનું હતું. કોઇ મુદ્દે એકસૂત્રતા ન હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે મહારાજા રણજિતસિંહે 1809માં કરેલી સમજૂતી મુજબ સતલજ નદીની પશ્વિમ તરફના પંજાબમાં અંગ્રેજોએ પ્રવેશવાનું ન હતું. કોઇ જાતનો હસ્તક્ષેપ પણ કરવાનો ન હતો.

સતલજની પૂર્વે એકમાત્ર લુધિયાણામાં કંપનીને લશ્કરી મથક રાખવાની છૂટ હતી. રણજિતસિંહના અવસાન બાદ પંજાબને કમજોર પડેલું જોતાં અંગ્રેજ ગવર્નર-જનરલ એડવર્ડ એલનબરોએ સતલજના પૂર્વ કાંઠે ફૌજી જમાવટ વધારી અને સૈનિકસંખ્યા 17600 જેટલી કરી નાખી. નવ ગવર્નર-જનરલ હેન્રી હાર્ડિંજે સૈનિકોનો જુમલો 40500 કરી નાખ્યો.

આ તરફ લાહોર દરબારને આક્રમણના ભણકારા સંભળાયા, એટલે તેણે નવેમ્બર, 1845માં પંજાબ સરહદે 7 ડિવિઝનો વડે સામો મોરચો ગોઠવ્યો.  લાહોર દરબારના સૈન્યે ડિસેમ્બર 21,1845ના રોજ સતલજ નદી ઓળંગી નાખી, પૂર્વ કિનારા પર અંગ્રેજ લશ્કરને પડકાર્યું અને સશસ્ત્ર યુધ્ધ આરંભી દીધું.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતમાં પુષ્કળ ખુવારી વેઠ્યા બાદ નવો હુમલો અત્યંત મોટા પાયે કરી શીખોને હરાવી દીધા. લશ્કર ફેબ્રુઆરી 20, 1846ના દિવસે શીખ રાજધાની લાહોરમાં પ્રવેશ્યું. વિજય મેળવ્યા પછી તેણે લાહોર દરબારને રૂપિયા દોઢ કરોડની પેનલ્ટી ફટકારી, જેમાંથી પચાસ લાખ રૂપિયા રોકડા મળ્યા અને બાકીની રકમ માટે જીતેલું કાશ્મીર આંચકી લીધું. શરણાગતિની બીજી કલમોના અન્વયે પંજાબના શીખ લશ્કરનું સંખ્યાબળ ઘટાડી નાખવામાં આવ્યું.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પંજાબને રીતસર કબજે ન લીધું પણ તોયે તે અંગ્રેજો હસ્તક આવ્યું. સગીર મહારાજા દુલિપસિંહને માર્ગદર્શન આપવા માટે અંગ્રેજોએ પોતાનો રેસિડન્ટ કહેવાતો એજન્ટ લાહોર ખાતે નીમ્યો.

દુલિપસિંહની માતા જિન્દન રાજ્યવહીવટમાં સક્રિય રસ લેતી હતી અને શીખ સૈન્ય તેને વફાદાર હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને જિન્દનનો પ્રભાવ ખટકતો હતો, માટે અંગ્રેજ રેસિડન્ટે કંપની સામે ષડયંત્ર ઘડવાનો આરોપ મૂકી તેને સીમાપાર છેક વારાણસી મોકલી આપી. સાલિયાણાની રકમ પણ ઘટાડીને રૂ. 12000 જેટલી કરી નાખી. વારાણસીમાં તેને નજરકેદ કરી દેવામાં આવી. આ મુદ્દે શીખ સમુદાયમાં તથા સૈન્યમાં ભારે અસંતોષ ફેલાવ્યો અને તે સાથે બીજા કેટલાંક કારણો ભળ્યાં, એટલે 1849માં શીખો વિરુધ્ધ અંગ્રેજોનું બીજું યુધ્ધ ફાટી નીકળ્યું. સૌથી ભીષણ સંગ્રામ ગુજરાત નગરની વાયવ્યે ચિલિયાંવાલામાં ખેલાયો,જે અંગે શરુઆતમાં નોંધ્યું છે.  માર્ચ 30, 1849ના દિવસે જાહેરનામું બહાર પાડી સમગ્ર પંજાબને લોર્ડ ડેલહાઉસીએ પંજાબને અંગ્રેજ હૂકમતના પ્રદેશમાં ભેળવી દીધું.

મહારાજાએ જાહેરનામાનું વાંચન પૂરૂં થતાવેંત સિંહાસનનો ત્યાગ કર્યો અને ત્યાર બાદ આગોતરી સૂચના મુજબ કોહિનૂર હીરો સચિવના હાથમાં મુકી દીધો. કોહિનૂર જતો કરી તેમણે ઔપચારિક રીતે એમ સ્વીકાર્યું કે તેઓ પંજાબના મહારાજા રહ્યા ન હતા. ઇતિહાસમાં ખૂબ ચમકેલો અને ખુદ પણ ઇતિહાસ બનેલો હીરો અંતે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાના શાહી ખજાનાનો અમૂલ્ય નંગ બનવાનો હતો. ત્યારબાદ ડૉ. જ્હોન લોગિને બ્રેઇનવોશનો એવો જાદૂ લડાવ્યો કે થોડા જ મહિના પછી દુલિપસિંહે શીખ ધર્મ તજી ખ્રિસ્તી બનવાની ઇચ્છા દર્શાવી. એટલું જ નહિ, પણ ઇંગ્લેન્ડ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવને ડેલહાઉસીએ આવકાર્યો. ડેલહાઉસીએ લાંબા શુભેચ્છાપત્ર સાથે દુલિપસિંહને બાઇબલ ભેટ મોકલ્યું.

ધર્મપરિવર્તનના સંસ્કારો ખ્રિસ્તી દેવળમાં માર્ચ 8, 1853ના રોજ કરાયા ત્યારે દુલિપસિંહની ઉંમર 15 વર્ષની હતી. બીજા વર્ષે તેમણે બારોબાર ભારત છોડ્યું. ઇંગ્લેન્ડ ગયા, જ્યાં ગોરી સરકારે તેમને ઠરીઠામ રાખવા માટે વાર્ષિક 40000 પાઉન્ડનું સાલિયાણું બાંધી આપ્યું. ઉપરાંત સફોક પરગણામાં વિશાળ એસ્ટેટ ફાળવી દીધી. જ્હોન લોગિન અને પત્ની લીના લોગિન પણ દુલિપસિંહ સાથે સ્વદેશ પાછા ફર્યા હતા. કોહિનૂર તો ક્યારનો અંગ્રેજોએ અહીં પહોંચાડી દીધો હતો. તેનું ઓરિજિનલ સ્વરૂપ પણ બદલી નાખવામાં આવ્યું હતુ. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં રાણી વિક્ટોરિયાએ હીરો જોયો ત્યારે તેના મન હેઠે ન આવ્યો. કોહિનૂરને 1851ના ધ ગ્રેટ એક્ઝિબિશનમાં મુલાકાતીઓના લાભાર્થે પ્રદર્શિત કરાયા પછી વિક્ટોરિયાએ તેને પહેલદાર તેમજ પ્રકાશમય બનાવવા માટે આમ્સ્ટરડેમના સર્વશ્રેષ્ઠ ગણાતા વૂરસેન્ગર નામના ડચ કારીગરને બોલાવ્યો.

આ મુશ્કેલ કાર્ય માટે તેને 9000 પાઉન્ડ આપવાનું કબૂલ્યું અને કટિંગના આયોજનની જવાબદારી બ્રિટિશ રાજકુટુમ્બના શાહી જ્વેલર સેબાસ્ટિન જેરાર્ડને સોંપી. પાટનગર લંડનમાં જ કટિંગ માટે તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો. જેમ્સ ટેનેન્ટ નામનો ખનિજશાસ્ત્રી પણ એ વખતે હાજર રહ્યો. હીરાનું ત્યારે અંકાયેલું લગભગ 700000 ડૉલરનું મુલ્ય જોતાં

કામ એટલુ ધીમે અને ધીરજપૂર્વક કરવું પડ્યું કે તેમાં 38 દિવસ લાગી ગયા. કટિંગ બાદ 186 કેરેટનો હીરો 108.93 કરેટનો બન્યો. ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા દુલિપસિંહ અવારનવાર રાણી વિક્ટોરિયાને મળવા બકિંગહામ પેલેસ જતા હતા. ત્યારબાદ એક વખત કોહિનૂર હીરો મખમલના કાપડમાં સામે લાવીને દુલિપસિહને તે વિધિવત રીતે પોતાને સોંપવાનું કહ્યું, જેથી હસ્તાંતર યથાર્થ બને. ત્યારબાદ રાણી વિક્ટોરિયા માટે કોહિનર વ્યક્તિગત આભૂષણ બન્યો.
વિક્ટોરિયાએ એકધારૂ 63 વર્ષ રાજ કર્યું એ જોતા માન્યતા એ બની કે હીરો રાજાને નુકશાન પહોંચાડે, રાણીને નહિ. વિક્ટોરિયાએ પોતાની વસિયત મુજબ હીરો પુત્રવધૂ એલેક્ઝાન્ડ્રાને વારસામાં આપ્યો, જેણે રાજ્યાભિષેક વખતે 1902માં તે વાપર્યો. 1911માં તેને રાણી મેરીના તાજમાં અને ત્યારબાદ 1937માં રાણી એલિઝાબેથના તાજમાં જડી લેવામાં આવ્યો. એલિઝાબેથે કેટલાંક વર્ષ સુધી ઔપચારિક પ્રસંગે તાજ વાપર્યો પણ ત્યાર બાદ ટાવર ઓફ લંડનના રત્નભંડારમાં મોકલી આપ્યો.

આ દરમ્યાન મહારાજા દુલિપસિંહના જીવનનું કશુ વજૂદ રહ્યું ન હતું. સાલિયાણાની બાંધેલી રકમ ઓછી પડવા માંડી ત્યારે વધારા માટે અરજીપત્રો લખ્યા, પરંતુ દાદ ન મળી. 1861માં તેઓ માતા જિન્દનને લેવા માટે ભારત આવ્યા. બે વર્ષ પછી જિન્દનનું અવસાન નીપજ્યું ત્યારે ગંગામાં તેનાં અસ્થિ પધરાવવા માટે ફરી તેઓ ભારત આવવા નીકળ્યા. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા બંદર ખાતે જહાજ થોડા દિવસ રોકાયું. એ દરમ્યાન તેમને બામ્બ મ્યુલર નામની યુવતીનો ભેટો થયો, જેની સાથે તેમણે લગ્ન કર્યા.

ઇંગ્લેન્ડના સજોડે રહેવા માંડેલા દુલિપસિંહે ત્યાર પછીના વર્ષોમાં ખાસ્સું દેવું કરી નાખ્યું. અંગ્રેજ હકૂમત તેમનું સાલિયાણું વધારવા તૈયાર ન હતી. દિવસો દિવસ તેમનો વધુ અનાદર કરવામાં આવતો હતો. આથી દુલિપસિંહે ભારત પાછા ફરવાનું નક્કી કર્યું અને ફરી ખ્રિસ્તી ધર્મ ત્યજી શીખ ધર્મ અપનાવ્યો. જોકે અંગ્રેજોને આ જાણ થતા તેઓ ભારત પાછા ફરી રહ્યા હતા. ત્યારે અધવચ્ચે યમનના એડન બંદરે અટકાયતમાં લીધા. હતાશ દુલિપસિંહે ત્યારબાદ ફ્રાન્સમાં પડાવ નાખ્યો અને ઓક્ટોબર 23, 1893ના પેરિસની એક હોટલમાં તેમનું અવસાન થયું. રણજિતસિંહનો છેલ્લો ગાદીવારસ પણ મૃત્યુ પામ્યો અને તેમના યુગની એકમાત્ર યાદગીરી તરીકે કોહિનૂર બાકી રહ્યો હતો. તે પણ દુલિપસિંહની જેમ કદી સ્વદેશ પાછો ફરે એવી શક્યતા ન હતી.

ઘણીવાર એવું લાગે છે કે  —— મોંઘીદાટ વસ્તૂઓ એ માત્ર દેખાડો જ છે. બીજા અગલ પોતાની સાખ વધારવા જ આટલા પૈસા ખર્છાય છે. મારી પાસે આ છે એનું ગૌરવ હોય છે એમને !!! પણ શામાટે છે એનીજ એમને ખબર હોતી નથી
સત્યાનાશ અને ધનોતપનોત વાળતી વસ્તુઓ પર ક્યારેય કોઈ પૈસો ના ખર્ચાય ત્યારે મને એમ નાં લાગે છે કે  ——-
આપના નહોવા કરતા વસ્તુઓનું ન હોવું જ ઉચિત ગણાય આપને મન જીવન જ રત્નસમાન છે એમાં આવા મોંઘા રાતનો શું કામનાં હેં ભાઈ હેં !!!!

————- જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!