ઐતિહાસિક નગરી ઇડર

અમે ઈડરિયો ગઢ જીત્યાં

(નવવધુ આગમન)

આજ   મારે   ભર્યાં  સરોવર   છલ્યાં  રે આનંદભર્યાં
આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં

આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યાં રે આનંદભર્યાં

આજ અમે ઈડરિયો ગઢ  જીતી આવ્યાં રે આનંદભર્યાં
આજ અમે લાખેણી લાડી લઈ  આવ્યાં રે આનંદભર્યાં

આજ અમારે હૈયે હરખ ન માય આવ્યાં રે આનંદભર્યાં
આજ   મારે   ભર્યાં   સરોવર  છલ્યાં  રે આનંદભર્યાં

ઇડરનું નામ લેતાની સાથે જ કદાચ આપણાં મોઢા પર ગીત આવી જાય છે- ‘અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો’. ઇડર કે જે એક જમાનાની અંદર રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે. તેમનો ઇતિહાસ કહેવો તો ઘણો અઘરો છે, પરંતુ હા થોડી ઘણી જે યાદો યાદ છે તે હું તમારી સામે રજુ કરૂ છું.

ઇડરનો ઇતિહાસ

અરવલ્લીની ગીરીકંદરા માં વસેલું તેના હ્રદય સમું નગર એટલે કે “ઈલ્વભૂમિ” આ ભૂમિ ના ઈતિહાસ વિષે કેહવાય છે કે આ સંસ્થાન માં ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો નો ત્રાસ હતો . અગસ્ત્ય ઋષિ એ તેઓને શ્રાપ આપી ને નાશ કર્યો હતો. ત્યાર બાદ રજવાડું આવતા ખડકો પર દુર્ગ ના સ્થાપત્યો બંધાયા ને આ પ્રદેશ “ઈલ્વદુર્ગ” ના નામે જાણીતો થયો. જે સમય ના વેહણ માં તણાતા તણાતા કાળક્રમે અપભ્રંશ થઇ ને “ઇડર” તરીકે જાણીતું થયું.

ઈ. સ. ૨૭૪૨ વર્ષ પૂર્વે મહાભારતકાળ માં હસ્તીનાપુર  પર રાજા યુધિષ્ઠિર રાજ કરતો હતો ત્યારે ઈલ્વદુર્ગ ની ગાદી એ વેણી વચ્છરાજ રાજા રાજ કરતો હતો. તેવો ઉલ્લેખ ભવીષ્યોતાર પુરણ ના શ્વલોક માં કરવામાં આવ્યો છે. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજ ની માતા શ્રીનગર રાજ્ય ના રાણી હતા. તેઓ જ્યારે ગર્ભવતી હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઇડર ના ડુંગર માં લાવ્યો હતો. અહીજ વેણીવચ્છરાજ નો જન્મ થયો ને તેણે ઇડર રાજ્ય ની સ્થાપના કરી . વેણીવચ્છરાજે નાગ કન્યા સાથે લગ્ન કરી ને પાતાળ લોક માં સમાધિ લીધાની લોકવાયકા છે. આજે પણ ઇડર ગઢ ની તળેટી પર વેણીવચ્છરાજ કુંડ આવેલો છે.

આ પ્રદેશ પર રાજપૂત, ભીલ, સિસોદિયા, રાઠોડ, રાવ, પરમાર, પઢીયાર, સોડ, બ્રહ્મામણ વગેરે રજાઓ એ રાજ કર્યું છે. જેના પરથી કહી શકાય કે આ રાજ્ય એક સશક્ત અને સમૃદ્ધ રાજ્ય હતું. રાજ્ય ની સીમા પૂર્વ માં રાજસ્થાન ના મેવાડ અને ડુંગરપુર. ગુજરાત માં લુણાવાડા સુધી પંચમહાલ ના મહીસાગર નદી ને સંકળાયેલી હતી, પૂર્વ માં ડુંગરપુર. મારવાડ ને કારણે આ પ્રદેશ ને મુંબઈ ઇલાકા ના મહીકાંઠા નું રાજ્ય “નાનહી મારવાડ ” તરીકે ઓળખાતું હતું. પશ્ચિમ માં દાતા અને રાજસ્થાન ના શિરોહી સુધી ને દક્ષીણ માં ખેડા કપડવંજ અને કર્ણાવતી જયારે ઉત્તર માં ઉદયપુર સુધી વિસ્તરાયેલી હતી.

ગુજરાત ના ઇશાન ખૂણા માં આવેલા ઇડર નું ભૌગોલીક દ્રષ્ટી એ સ્થાન પૂર્વ-પશ્ચિમ ૭૨-૭૪ રેખાંશ અને ઉત્તર-દક્ષીણ ૨૩-૨૫ અક્ષાંશ છે.. આ નગરે પોતાનો ભવ્ય ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો આજ દિન સુધી સાચવીને રાખ્યો હોય તેમ તેના સ્થાપ્ત્યો પરથી જણાય છે. પ્રાચીન મંદિરો, ખંડેરો, શિલ્પ સ્થાપત્યો ની મૂર્તિઓ, સુશોભિત વાવો તથા કુંડ અને તળાવો નગર ની સુંદરતા માં વધારો કરે છે.

સ્થાપત્યો ની વાત કરીએ તો રણમલ ચોકી કે જેનો ગુજરાત ના પ્રસિદ્ધ છંદગ્રંથ “રણમલછંદ” માં પણ ઉલ્લેખ કરાયો છે. મહારાજા જવાનસીહ દ્વારા બંધાવેલ જવાનવિલાસ પેલેસ , ૧૯૧૭ થી ૧૮ માં રાજા દોલતસિંહ એ બંધાવેલ દોલતવિલાસ પેલેસ , ઇડર ગઢ પર નો કિલ્લો , રાજા રાવ ભાણ ની રાની એ ઈ:સ ૧૫૪૫ માં બનાવેલું રાણી તળાવ. જ્યાં હાલ ના સમય માં જૈન ધર્મ નું જલ મંદિર સ્થાપિત કરાયું છે. આ નગર ને શિવત્વ પ્રાપ્ત થયું છે તેમ કેહવામાં કોઈ શંકા નો દાયરો નથી. ખડકોની ગુફા માં ઓછામાં ઓછા ૨૫ એક શિવ મંદિરો આવેલા છે. જે શિવ ભક્તો માટે શ્રદ્ધા નું એક પવિત્ર સ્થાનક બની રહ્યા છે.

ગાંધીજી ના આદ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી ને આત્મસાર થયો તે “પૃથ્વીશીલા” જ્યાં સકારાત્મક ઉર્જા નો વિસ્તૃત ખજાનો અવિરત વેહ્તો રહે છે. આધુનિક સ્થાપત્યો માં ૪ એકર ડુંગરાળ વિસ્તાર માં પથરાયેલ “શીલ ઉદ્યાન” પ્રવાસીઓના આકર્ષણ નું મુખ્ય કેન્દ્ર જોવા મળે છે.

આ ધરા ના વાયેલા બીજ આજે વટવૃક્ષ બની ને આકાશ ને આંબ્યા છે. વિશ્વશાંતિ ના કવિ  અને ગુજરાતી કવિતા ના શેષનાગ એવા વાસુકી , કાળ ની થપાટો ખાઈ ને પણ કાઠા કાળજે શબ્દો માં ઢાળનાર પન્નાલાલ પટેલ , જેસલ ના નામે જાણીતો ગુજરાતી ફિલ્મ જગત નો ચેહરો એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદી અને લંકેશ ના હુલામણા થી જાણીતા અરવિંદ ત્રિવેદી. રંગભૂમિ પર લાંબા વર્ષો થી ચાણક્ય નીતિ ચલાવનાર ઉત્તમ તખ્તા ના કલાકાર એવા મનોજ જોશી . જ્યારે શાસ્ત્રીયસંગીત ના પ્રખર એવા રેવાશંકર મારવાડી ને કેમ ભૂલાય.

આ વિરલા ઓ એ માતૃભૂમિ નું ઋણ ચૂકવા બે જ્ઞાનપીઠ એવોર્ડ એક પદ્મ શ્રી અને અન્ય પારિતોષિક ભૂમિ ને અર્પણ કર્યા છે. આજે પણ અહીના અડીખમ ડુંગરો એટલા જ ગર્વ થી પોતાની વીરતા અને ભવ્ય ઈતિહાસ ને સાચવીને ઉભા છે. તેથીજ પ્રત્યેક ગુજરાતણ શુભ કાર્ય પૂર્ણ થતા ગર્વ થી ગાય છે કે

અમે ઈડરિયો ગઢ જીત્યા રે લોલ આનંદ ભર્યો …….. આ ભૂમિ ની સુંદરતા ,વીરતા,સૌદયતા , નૈસર્ગિકતા નું દરેકે અચૂક રસપાન કરવુજ જોઈએ.

દોલત નિવાસ પેલેસ  ——

આ મહેલ મહારાજા દોલત સિંહએ (ઇ.સ. ૧૯૨૨-૨૮) કુદરતી ટેકરીની ધ્‍યાનમા રાખીને બનાવેલા હોત જે ઇડરની અરવલ્‍લી પર્વતમાળા પાસે આવેલો છે. જેને “લાવાદુર્ગા” પણ કહેવાય છે. તેનો કેટલોક ભાગ મહારાષ્‍ટ્રમાં પણ છે. દોલત નિવાસ મહલ ઉંચાઇ પર આવેલો હોવાથી ત્‍યાં સુધી પહોંચવા માટે ૭૦૦ પગથિયા ચડવા પડે છે. મહેલની બારીઓ, ગલિયારાઓ, સ્‍થાપત્‍યો, દિવાલોની કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે.

♻ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી.

♻ સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર , રાખવામાં આવ્યું.

♻ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે.

♻ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે.

♻પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે. આ રજપૂતોએ ચિતોડને તાબે રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું.

♻૧ર મા સૈકાના અંતમાં ઇડરના રાજાએ દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર શામળીઓ ગાદી પર આવ્યો.

♻રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું.

♻વિલીન થયેલા રાજયો પૈકી વિજયનગર એ બીજું અગત્યનું રાજય હતું. ત્યાં મોટે ભાગે પછાત કોમની વસતિ છે. તેનો વિસ્તાર જંગલોનો અને ટેકરીઓથી ધેરાયેલો છે. વિજયનગરથી ૮ માઇલ દૂર અભાપુર પાસે શિવ, મહાવીર,સૂર્ય વગેરેના જૂના મંદિરોના છૂટા છવાયા અવશેષો મળી આવ્યા છે.

♻ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્‍ીન ખીલજીના ભાઇ અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો.

♻આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે.

♻ઈડરની પુનઃ સ્થાપના પરિહાર રાજપુતોએ કરી હોવાનું કહેવાય છે. જેમણે પિતોડને આધિન રહીને કેટલીક પેઢીઓ સુધી રાજ કર્યુ ૧રમી સદીના અંતે ઈડરના રાજાઓ ભારતના મુસલીમ આકૂમણમાં ભાગ લીધો અને

♻ઈ.સ.૧૯૯૩ મા મરાયા એ પછી ઈડર હાથીયોલ નામાના કોળીઓના હાથમા પડયું જેના પછી એનો પુત્ર સોમાલીયા ગાદી એ આવ્યો આ સોમાલીયાએ રાઠોડ કુવર સોમસંગજીને મારી નાંખ્યો આ વંશે કેટલીક પેઢીઓ સુધી રાજ કયું ઈડરના બેનમુન ગઢનો આજે પણ લોકો વાતવતમા ઉલ્લેખ કરે છે. પુર્વ ઈડર સ્ટેટની આ રાજધાની હતી.

♻ઈલ્વદુગ તરીકે ઓળખાતો હતો. અહીના પત્થરો રપ૦૦ વર્ષ પુરાણો હોવાનું લોકવાયકા છે.

♻ફલોરાઈડના કારણે ગઢ ઉપરના પથ્થરો કાળમીઢ જેવા અને ગ્રેનાઈટ જેવા છે.

♻ગઢ ઉપર આવેલુ ભોળનાથ મંદિર પ૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે.

આ પ્રકૃતિ એ કવિ ઉમાશંકર જોશી ની કલમ ને પણ લખવા મજબુર કરી હતી   કે —-

ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા
જંગલ ની કુંજ કુંજ જોવી હતી

જોવીતી કંદરા ને જોવીતી કોતરો
રોતા ઝરણા ની આંખ લોહ્વી હતી

કવિ ની આ પંક્તિ ઓ પ્રકૃતિ પ્રેમી ને પ્રકૃતિ ના આ વિશાળ સાગર માં મરજીવા બની ને ડૂબકી મારવા પ્રેરતી જણાય છે.

ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે. આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે. જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે. આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ. ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે. ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે. એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી. તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદર મંદિર પણ આવેલ છે. જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય. તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.

જોવાલાયક સ્થળો

અહીં ગિરિમાળાઓ ઉપર શિવ મંદિર આવેલું છે. આ ઉપરાંત અહીં આવેલાં જૈન મંદિરો પણ ગિરિમાળાઓમાં જોવાલાયક છે. અહીંથી લગભગ ૩૦ કિ.મિ. ઊત્તરે આવેલાં પોળોનાં મંદિરનાં અવશેષો જોવાલાયક છે. અહીં રાણી તળાવ આવેલ છે અને જૈનમંદિર પણ યાત્રાળુઓને આકર્ષે છે. ઇડર પાસે ગ્રેનાઇટની ખાણ આવેલી છે. ઇડર ખાતે વ્રજેશ્વરી મંદિર, રૂઠી રાની કા મહલ નામ વડે ઓળખાતો મહેલ તેમ જ રાજા હરિશ્ચંદ્રની ચોરી પણ જોવાલાયક છે. ૧૩૦ વર્ષ જૂની ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ પણ જોવા લાયક છે.

ઇડર એ પથ્થરો વાળાં ડુંગરોથી ઘેરાયેલું નગર છે. પથ્થરો છે એ પણ અવનવાં આકારના પથ્થરો અને એમાં સ્વૈરવિહાર કરવાં તો એક વાર તો ઇડર દરકે જવું જોઈએ. આજે ઇડર જઈએ તો પણ સોલકી યુગની વાત આપણી સમક્ષ તાજી થાય છે. !!!!

——— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!