દશેરા અને અશ્વપુજાનું મહત્વ

[આગામી થોડા દિવસો બાદ દશેરા આસો સુદ-૧૦ નો તહેવાર આવી રહ્યો છે, દશેરા એ ક્ષત્રિયો ની વિરતીથી શસ્ત્રપુજા, અશ્વપુજા, શમીવૃક્ષ પુજા નો ઉત્સવ અને રાષ્ટ્રીય તહેવાર છે. આ તહેવાર સાથે આર્ય પુરુષાર્થ સમાયેલો છે.]

અશ્વપુજા અંતર્ગત કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન દ્વારા એક સંક્ષિપ્ત આલેખન બરવાળા(બોટાદ) કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર-અશ્વ પુજન ના અવસર પર…..(વર્ષ ૨૦૧૬)

અશ્વ ને જોડી ને ઉચ્ચેઃશ્રવા, રૈવંતદેવ, હયગ્રવ, અશ્વિનીકુમાર વિગેરે કથાઓ છે. વળી અગ્નીપુરાણ, અશ્વમેઘ વાજસુય યજ્ઞ અને અન્ય વેદશાસ્ત્રો, કાવ્ય-મહાકાવ્ય, શાલિહૌત્રશાસ્ત્ર, શીલ્પો-ચિત્રો મા થી અશ્વ નુ મહત્વ પ્રતીત થાય છે, શુરવિર ના પાળીયા મા તથા લોકભરત માં લગ્નગીતો, કહેવતો કે રાજ્યચિન્હો માં પણ અશ્વ નુ સ્થાન રહેલુ છે.

પ્રાચીન કાળ ના વાહનો મા શ્રેષ્ઠ તથા ક્ષત્રિયો ના યુધ્ધ ના સાથી તરીકે અશ્વો એ સ્વામીભક્તિ, સમજણ અને કૌશલ થી ખુબ યોગદાન આપ્યુ છે.
એક અછડતી નજર ઇતિહાસ પર નાખીએ તો સિંકદર નો બ્યુસેફેલોસ, નેપોલીયન નો મોન્ટેગો, પૃથ્વીરાજ ચૌહાણ નો ખગ, રાણા પ્રતાપ નો ચેતક, દરબાર હાદા ખુમાણ નો બાવળો, દરબાર રુખડ વરુ નો રોજો, લાખા ફુલાણી નો પબુસર, પાબુજી રાઠોડ ની માણકિ સહજાનંદસ્વામી ની માણકી, જામ રાવળનો ઉચ્ચેશ્રવા, સવાજી ગોહિલ નો નટાવો, ચાંપરાજવાળા(ચરખા)ની રેશમ ,રા માંડળીક નો સુરજપશા, દરબાર ભાણવાળા નો કનૈયો ,હલામણજી ની પટ્ટી, પીઠાત હાટી ની મોરડી, કાંથડ વરુ ની સિંહણ જેવા અશ્વ ના પરાક્રમો ની સાંભળેલી કે વણસાંભળેલી ઘણમૂલ ઘોડા ની કથાઓ ધરબાયેલી છે..

અશ્વ ને આંચળ ના ચિન્હ ના હોવા થી તેને સંપુર્ણ નર કહેવાય છે. ઘોડો વિષમ ઉંગલી ધરાવે છે અને ખરી ઉપર ઉભો રહે છે. અને બાકિ ની બે આંગળીઓ જમીન ને સ્પર્ષતી નથી.
કાઠીયાવાડ એ જાતવાન અશ્વો માટે પ્રખ્યાત હતુ. જેમા કાઠી ઘોડા ની ૩૬ જાતો પ્રખ્યાત હતી. કાઠી દરબારોએ એ ઓછા સૈન્યબળે પણ ઘણો વિસ્તાર મેળ્વ્યો હતો તેનુ કારણ તેમના અશ્વો અને અશ્વ ઉછેર ની વિશીષ્ટ આવડત. દા.ત ઇ.સ. ૧૮૬૫ મા કાઠીઓ ની આખી વસ્તી આશરે ૨૮૫૦૦ હતી અને હરએક સામો પક્ષ શસ્ત્ર સરંજામ, પાયદળ-અશ્વદળ-હયદળ થી સજ્જ રહેતો, એ સમયે બાહુબળ, અશ્વો અને ગેરીલા યુધ્ધ પધ્ધતી થી કાઠીયાવાડ ની સ્થાપના કરી હતી. કાઠીયાવાડી ઘોડા (kathiawari horse)નો મુળ શબ્દ (kathi horse) ‘કાઠી ઘોડા’ જ હતો.
ભાવનગર, જામનગર,જસદણ, પોરબંદર, જુનાગઢ વગેરે રાજ્યો મા અશ્વ સવર્ધન કેન્દ્રો રાજાશાહિ વખત માં હતા, આજે પાળીયાદ, ચલાલા, સુરજદેવળ ના ધાર્મીક જગ્યાઓ એ પણ અશ્વ ઉછેર થાય છે,

સંસ્ક્રુત સાહિત્ય મા અશ્વ ની મહતા વર્ણવતા કહેવાયુ છે કે,

तुरंगाः अश्वा यस्य श्रयस्तस्य यस्या रवास्तम्य मेदनी
अश्वा यस्य यशस्तस्य यस्याश्वास्तस्य वहयानम

(જેની પાસે ઘોડા છે તેને વિજય મળે છે, જેની પાસે ઘોડાઓ હોય તેને પૃથ્વી કબજા મા રહે છે. જેની પાસે ઘોડા હોય તેને જ કિર્તિ સુવર્ણ મળે છે.)

લોકકથા સાહિત્ય માં પણ કહેવાયુ છે,

ઘર ભોડા ઠાલા પટલ, ભાલા ખંભા બનાય,
ઓ ઘર ઘર રહે ઠાકર્યો,અવરારી ઘર જાય.

(જેમને ત્યા ઢાલુ ના પડદા જુલતા હોય,જેમને ત્યા ભાલાની થાંભલીયુ અર્ધતી હોય અને જેને ત્યા ઘોડા બાંધ્યા હોય ત્યા ધરતી,ગામ, ગરાસ સત્તા રહે જ છે.)

દશેરા તીથી વિદ્યા અભ્યાસ તથા અશ્વારુઢ થવા અને અશ્વપુજા માટે પણ ઉત્તમ મનાતી જેમા આ સંક્ષિપ્ત મા આ રીતે અશ્વ પુજન કરી અશ્વ ને દાણા ખવડાવી ધુપ-આરતી કરવા માં આવતી.

અશ્વ ને સ્નાન કરાવી ને શણગાર સજાવી પુર્વાભીમુખ ઉભો રાખી આરંભ મા ‘ઓમ’ અને અંત મા ‘નમઃ’ શબ્દ જોડી બીજાક્ષર મંત્ર બોલિ અશ્વ સવાર દેવતાઓ નુ આહાવાન કરતા બોલતોઃ

અશ્વના ચિત્ત માં બ્ર્હમદેવ,
બળ માં વિષ્ણુ્દેવ
પરાક્ર્મ માં ગરુડરાજ
પાશ્વભાગ માં રુદ્રગણ
બુધ્ધિ માં ગુરુ બ્ર્હસ્પતિ
નૈત્ર મા ચંદ્રદેવ અને સૂર્યદેવ
કાનો મા અશ્વિનીકુમારો
જઠરાગ્ની માં સ્વ્ધા
જીભ માં સરસ્વતીદેવી
વેગ મા પવનદેવ
પૂષ્ઠભાગ મા સ્વર્ગ
પૂષ્ઠ ખુરાગ્ર મા સમસ્ત પર્વત
રોમ(રુંવાટી) નક્ષત્રગણ
હ્રદય માં ચંદ્રકલા
તેજ મા અગ્નિ
શ્રોણિદેશ મા રતિ
લલાટ મા જગ્તપ્તિ
હેષિત(હણહણાટ) માં નવગ્રહ
વક્ષસ્થલ માં વાસુકિ ન્યાસ(વિરાજમાન) થાઓ.

અશ્વારોહિ ઉપવાસ પુર્વક અશ્વ ની અર્ચના કરે તથા દક્ષિણ કર્ણ માં નિમ્નલીખીત મંત્ર જાપ કરે

अभ्यासादभियोगाच्च विना शास्त्रं स्व वाहकः
स्नातस्य प्राड्मुखस्याम देवान्युषि योजयेत
प्रणवादिनमोन्तेन स्व बीजेन यथाक्रमम
ब्र्हमा चिन्ते बले विष्णुनतेयः पराक्रमे
पाश्र्वे रुद्रा गुरुबुर्दो विश्वदेवाश्च मर्मसु
दुगवर्ते द्वशीन्द्रको कर्णयोरश्विनो तथा
जठरेग्निः स्वधा स्वेदे वागजिहवायां जवेउनिलः
पृष्ठतो नाकपृष्ठस्तु खुराग्रे सर्व पर्वताः
ताराश्च रोमकृपेषु हृदि चन्द्रमसी कला
तेजस्यग्नी रतिः श्रोण्यां ललाटे च जगत्पतिः
ग्रहाश्च हेषित चैव तथैवो रसि वासुकिः
उपाषितोर्डच्य्त्सादि हयं दक्ष श्रुतो जपेत

હે તુરંગમ! તમે ગંધર્વરાજ છો. મારા વચનો સાંભળો. હે અશ્વ, બ્ર્હામણ પાસે થી સત્ય વચન સોમ, ગરુડ અને પવન ના બળ તથા અગ્નિ ના તેજ થી યુક્ત તમારી જાતી નુ સ્મરણ રાખજો.

વરુણ કન્યા વારુણી અને કૌસ્તુભમણિ ને સ્મરણ કરો, શિરસાગર મા દેવ-દાનવ ના સમુદ્ર મંથન માથી આપ પાદુર્ભાત થયા છો. અશ્વવંશ મા ઉત્પન આપ શ્રી આપના વાક્ય નુ પાલન કરજો. સદા માટે મારા મિત્ર રહેજો અને મારી તથા મારા વિજય ની રક્ષા કરજો. આજે હુ તમારા પર આરુઢ થઇ ને શત્રુ ના પરાજય ની કામના કરુ છુ.
હે અશ્વ દેવ આપની જય હો..

(શ્રેષ્ઠ અશ્વપાલકે ઘોડા ના શરીર મા થતા ગુણ દોષો ને સદા પારખવા જોઇએ અને અશ્વ ને આવેશ મા દંડ ના આપવો જોઇએ. શુધ્ધ જાતવંત અશ્વ વંશ ના દેખરેખ માટે સદા હિમાયતી રહેવુ જોઇએ.)

કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન ☀
? क्षात्रतेजः दिप्तः राष्ट्रः ?
જય કાઠિયાવાડ
??????

નીચે જુઓ વિવિધ રાજ્યો અને પ્રાંતોમાં થતા અશ્વપુજન ના કેટલાક ફોટાઓ…

કાઠી ક્ષત્રિય સમાજ (બરવાળા-બોટાદ) દ્વારા અશ્વ પુજન

ઉદયપુર મહારાણા અરવિંદસિંહ દ્વારા અશ્વપુજન

ઉદયપુર અશ્વપુજન(દશેરા) પેઇન્ટીંગ

જયપુર સ્ટેટ દ્વારા અશ્વપુજન

જૈસલમેર રીયાસત નુ અશ્વપુજન

મહારાષ્ટ્ર અશ્વ પુજન સમારોહ

મહારાણા ભુપાલસિંહ (ઉદયપુર) અશ્વપુજન

દ.ભારત નુ અશ્વપુજન નુ એક દ્રશ્ય

error: Content is protected !!