હર્યક વંશ- ⚔ ભારતના રાજવંશો ⚔

⚔ ભારતના રાજવંશો ⚔
ஜ۩۞۩ஜ હર્યક વંશ ஜ۩۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૫૪૩થી ઇસવીસન પૂર્વે ૪૨૩)

ઈતિહાસ એટલે માનવજાતની વિકાસયાત્રા! માનવને ઉવેખીને ઈતિહાસ રચાય જ નહીં તો લખાવાની વાત તો બહુ દૂરની છે. માનવ હોય એટલે ધર્મ હોય અને ધર્મ હોય ત્યાં જાતિ પણ હોવાની જ. આપણે જે વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા વિષે જાણીએ છીએ તેનો ઉલ્લેખ પુરાણોમાં અને મનુસ્મૃતિમાં થયેલો છે જ. ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનો જન્મ થયોએ રીતે તો આ બંને સમકાલીન જ ગણાય. ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મ વિકસાવ્યો તો ભગવાન મહાવીરે જૈન ધર્મ. આમ તો આ બન્ને ધર્મો ભારતીય સનાતનધર્મમાં સમાવિષ્ટ જ છે. બસ ખાલી એ પોતપોતાની વિચારસરણીવાળાં ધર્મો છે એટલું જ. બીજું કે આ બંને ધર્મોમાં કોઈ ચોક્કસ પ્રકારની જ્ઞાતિ નથી જ. પણ પુરાણોમાં વર્ણિત વર્ણવ્યવસ્થાને સદા કોસતા રહીને વધારે પડતાં ભારતીય લોકોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કે અંગીકાર કર્યો છે. એક વાત કહું કે આ સમયે જૈનધર્મમાં આવું નહોતું થતું. એ લોકો વર્ણવ્યવસ્થાને ન્હોતાં કોસતા. એનું એક કારણ એ પણ હોઈ શકે ભગવાન બુદ્ધની વાણી અને વિચારસરણીથી પ્રભાવિત થઈને લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોય એવું બને! પણ ભગવાન મહાવીર તો જૈનધર્મના ૨૪મા તીર્થંકર છે જ્યારે જૈન ધર્મ તો છેક પ્રાગ ઐતિહાસિક કાળથી ચાલી આવતો સતત જીવાતો ધર્મ છે. ભગવાન મહાવીરે એમાં સુધારાઓ કરી પ્રસરાવ્યો એટલું જ કહોકે એનો વ્યાપ વધાર્યો.

જયારે બૌદ્ધ ધર્મ તો ભગવાન બુદ્ધના જન્મ પછી જ અસ્તિત્વમાં આવ્યો છે એક વાત કહી જ દઉં કે ભગવાન બુદ્ધનું નામ સિદ્ધાર્થ હતું જે પાછળથી ભગવાન ગૌતમ બુદ્ધ કહેવાયાં જયારે ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થરાજ હતું ! જૈનધર્મનો પ્રચાર પણ વિશ્વભરમાં થયો છે પણ આજે એસંપૂર્ણ ભારતીય ધર્મ છે જયારે બૌદ્ધ ધર્મ આજે પણ માત્ર ભારતીય ના રહેતાં એ વિશ્વવ્યાપી બની ચુક્યો છે. એ હકીકતને નજરઅંદાજ કરી શકાય એમ જ નથી !

હવે વાત ઇતિહાસની! તો આપણે એમ જાણીએ છીએ કે ભારતનો ઈતિહાસ એ ચક્રવર્તિ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યથી શરુ થયો છે. ઐતિહાસિક રીતે એ વાત સાચી છે કે એની વિગતો આપણને અભિલેખો અને ઈતિહાસગ્રંથોમાંથી મળી રહે છે. પણ ભગવાન બુદ્ધના મહાનિર્વાણ પહેલાં પણ ભારતમાં રાજવંશોની શરૂઆત થઇ જ ગઈ હતી. ભારતમાં મગધ પર રાજ કરનાર સૌ પ્રથમ વંશ હતો હર્યક વંશ. તેનો પ્રથમ રાજા અને ભારતીય બૌદ્ધ ઇતિહાસનો પ્રથમ રાજા બિંબીસાર હતો

વંશાવલી ——-

 •  બિંબિસાર – ઇસવીસન પૂર્વે ૫૪૪ – ઇસવીસન પૂર્વે ૪૯૨
 •  અજાતશત્રુ – ઇસવીસન પૂર્વે ૪૯૨- ઇસવીસન પૂર્વે ૪૬૦
 •  ઉદાયી – ઇસવીસન પૂર્વે ૪૬૦ – ઇસવીસન પૂર્વે ૪૪૪
 •  અનુરુદ્ધ- ઇસવીસન પૂર્વે ૪૪૪ – ઇસવીસન પૂર્વે ૪૪૦
 •  મુંડ – ઇસવીસન પૂર્વે ૪૪૦ – ઇસવીસન પૂર્વે ૪૩૭
 •  નાગદક્ષ – ઇસવીસન પૂર્વે ૪૩૭ – ઇસવીસન પૂર્વે ૪૧૩

આ મહિતી વિકિપીડીયાની છે જે મને મંજૂર નથી કારણકે હર્યક વંશ ની શરૂઆત ઇસવીસન પૂર્વે ૫૪૩માં થઇ હતી અને શિશુનાગ વંશની શરૂઆત ઇસવીસન પૂર્વે ૪૨૨મા થઇ હતી અને આ રાજા નાગદક્ષનો ક્યાંય ઉલ્લેખ થયેલો જ નથી . બધું જ ગોટાળાવાળું છે અને સંપૂર્ણતયા બૌદ્ધધર્મી જ છે !

રાજા બિંબિસાર ———-

જો કે મહાભારત અને પુરાણો અનુસાર મગધમાં પ્રથમ રાજવંશની સ્થાપના વિપ્રચિતિ નામના દાનવના અંશમાંથી ઉત્તપન્ન થયેલા અને જરાસંધના પિતા બ્રૂહદ્રથે કરી હતી. મહાભારતના યુધ્ધમાં ભીમે જરાસંધને મારી શ્રીકૃષ્ણની સલાહથી મગધની ગાદી તેના પુત્ર સહદેવને આપી હતી.જરાસંધ પછી ૩૩મી પેઢીએ આ વંશનો છેલ્લો રાજા રિપુંજય થયો. રિપુંજયના અમાત્ય પુલિકે પોતાના સ્વામીની સામે વિદ્રોહ કરી તેણે મારી નાંખી પોતાના પુત્ર બાલકનેગાદી પર બેસાડયો. પરંતુ મગધમાં તેનું શાસન લાંબુ ટકી શક્યું નહીં. ભટ્ટીય નામના એક વીર પુરુષે બાલક સામે બળવો કરી તેણે મારી નાંખી પોતાના ૧૫ વર્ષના પુત્ર બિંબિસારને મગધની ગાદીએ બેસાડયો પણ તેની અલ્પવયના કારણે ભટ્ટયે ૨૪ વરસ સુધી મગધ પર રાજ કર્યું, આમ મગધ પર હર્યકવંશની સ્થાપના થઇ. જો કે કેટલાંક પ્રાચીન ગ્રંથો રિપુંજયને ૨૨મી પેઢીએ થયેલો રાજા ગણાવે છે.

બિંબિસાર વિષે બધાં ઈતિહાસકારો એક મત નથી ધરાવતા. ઘણાં તેને શિશુનાગ વંશ સાથે જોડે છે તો બીજાં કેટલાંક તેને નાગકુલ વંશ સાથે જોડે છે. “બુદ્ધચરિત”માં અશ્વઘોષે બિંબિસારને હર્યક વંશનો કહ્યો છે.

મહાવંશ પ્રમાણે અજાતશત્રુનાં રાજ્યકાલના આઠમા વર્ષે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું તેમ જ રાજા બિંબિસારે 52 વર્ષ રાજ કર્યું હતું. આમ ભગવાન બુદ્ધનાં મહાપરિનિર્વાણ પહેલાં મગધ ઉપર હર્યક વંશની સત્તાણે ૬૦ વરસ થયાં હતાં. જો મહાપરિનિર્વાણનું વર્ષ ઇસવીસન પૂર્વે ૪૮૩ ગણીએ તો રાજા બિંબિસાર ઈસ્વીસન પૂર્વે ૫૪૩માં ગાદીએ આવ્યો હોવો જોઈએ. રાજા બિંબિસાર ૧૫ વરસની ઉમરે સત્તા પર આવ્યો હતો. એ પ્રમાણે એનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૫૮માં થયો હોય !

રાજા બિંબિસારની બીજી રાણી લિચ્છવી ગણમુખ્ય ચેટકની પુત્રી ચેલનાદેવી હતી. વિદેહ, વજ્જી ગણતંત્રના ભાગ રૂપે હોવાથી ચેલના “વૈદેહી” તરીકે ઓળખાતી તો એક રાણી ક્ષેમા(ખેમા) મદ્ર દેશની રાજકુમારી હતી. વૈશાલીની નગરવધુ આમ્રપાલી પણ રાજા બિંબિસારને વરી હતી. એક બૌદ્ધ પરંપરા પ્રમાણે અજાતશત્રુને ચેલનાનો પુત્ર હતો.

તેમના સમયમાં શરૂઆતમાં રાજધાની રાજગૃહ હતી જે પાછળથી પાટલીપુત્ર ખસેડવામાં આવી

બોધિસત્વે તેમની ૨૯ વરસની ઉમરે મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને તે સમયે જ રાજગ્રૂહમાં રાજા બિંબિસાર સાથે પ્રથમ મુલાકાત થઇ હતી.

પ્રજા કેવી રીતે જીવતી હતી તેની તો ખબર નથી પણ અમુક-તમુક સાહિત્યકારોએ મગધ – અવંતિ વચ્ચે થયેલાં યુદ્ધ જેનો સમયગાળો ઇસવીસન પૂર્વે ૫૦૦થી ઇસવીસન પૂર્વે ૪૦૦ દર્શાવવામાં આવ્યો છે તે રાજા બિંબિસાર સાથે મેળ ખાતો નથી. કારણકે રાજા બિંબિસરનો સમયગાળો છે ઇસવીસન પૂર્વે ૫૪૩થી ઇસવીસન પૂર્વે ઇસવીસન પૂર્વે ૪૯૧ જો કે આ યુદ્ધ એ પછી અજાતશત્રુ અને તેમનાં અનુગામી રાજાઓએ પણ ચાલુ રાખ્યું હોય એવું પણ બને કદાચ ! જો કે ઇસવીસન પૂર્વે ૪૨૨માં તો શિશુનાગ વંશ અસ્તિત્વમાં આવ્યો હતો અને આ હર્યકવંશનું તો પતન થઇ ગયું હતું, જેનાં સાહિત્યિક પુરાવાઓ પ્રાપ્ય છે પણ આ યુદ્ધનાં પુરાવાઓ તો અપ્રાપ્ય જ છે . કદાચ બૌદ્ધ ધર્મ સ્વીકારવાની ના પાડી હોય એટલે બીમ્બીસારે અવંતિ પર ચઢાઈ કરી હોય એમ પણ બને ! આ યુદ્ધમાં રાજા બિંબિસારણે જીતેલો બતાવ્યો ચ્ચે પણ મગધ – અવંતિ વચ્ચે સુમેળભર્યા સંબંધો હતાં. અવંતિ એ મગધમાં નહોતું જ ભળ્યું એ ભિન્ન રાજ્ય જ રહ્યું હતું અને સ્વતંત્ર પણ! એમ કહેવાય છે કે આ યુદ્ધ એ શિશુનાગ વંશ વખતે પણ ચાલુ જ રહ્યું હતું !

પૌરાણિક કથાઓ અનુસાર હૈહાયસ અવંતીના પ્રારંભિક શાસકો હતા, જેમણે નાગવંશી રાજાઓ પાસેથી આ પ્રદેશ પડાવ્યો હતો. શરૂઆતમાં, તેઓએ માહિષ્મતીમાં શાસન કર્યું. કેટલાક ઉદાહરણોમાં ઉજ્જયિની અવંતિની રાજધાની તરીકે સ્થાન આપે છે. પછીથી, આખું જનપદ એ બે ભાગમાં વહેંચાઇ ગયું એક માહિષ્મતી અને બીજું ઉજ્જયિની. હૈહાયસ પાંચ કુળો, વિટિહોટ્રસ, ભોજાસ, અવંતિઓ, ટુંડીકેરાઓ અને શર્યત, પાછળથી, હૈહાયસ તેમના પ્રભાવશાળી કુળ – વિટિહોટ્રસ દ્વારા જાણીતા હતા. રિપુંજય ઉજાજયિનીના છેલ્લા વિટિહોટસ શાસક હતાં તેમને તેમના અમાત્ય (પ્રધાન) પુલિક દ્વારા ઉથલાવી દેવામાં આવ્યાંહતાં , જેમણે તેમના પુત્ર, પ્રદ્યોતને અવંતિનાં રાજસિંહાસન પર બેસાડયા હતાં. આ વંશનો સમયગાળો એ હર્યકવંશ કરતાં પણ જુનો છે. કારણકે આ હૈહાયસ વંશ એ અસ્તિત્વમાં આવ્યો હતો ઈસવીસન પૂર્વે ૭૦૦થી ઈસ્વીસન પૂર્વે ૩૦૦ એટલે કે તેમને લગભગ ૪૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું . જે ભારતની શાન સમુ હિંદુ રાજ્ય હતું પણ જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યએ તેણે પણ બુદ્ધમય બનાવી દીધું. હકીકત શું છે એની તો કોઈનેય ખબર નથી પણ આ સમયગાળામાં બધું જ બુધ્ધ્મય અને થોડુંક જૈનમય આ ઉત્તરભારત હતું ! રહી વાત પ્રદ્યોત વંશની તો એનો ઉલ્લેખ સમગ્રતયા જૈન સાહિત્યએ જ કર્યો છે !

હવે આ મહાભારતકાલીન જરાસંધના પિતા બૃહદ્રથના ૨૨ રાજાઓના નામ મળ્યાં છે. જેમના નામ અને સાલવારી આ પ્રમાણે છે. જેઓ મગધના જ રાજાઓ હતાં અને જેમણે બૃહદ્રથવંશની સ્થાપના કરી હતી

 • [૧] બૃહદ્રથ – ઇસવીસન પૂર્વે ૨૦૦૦ – ઇસવીસન પૂર્વે ૧૯૮૫
 • [૨] કુસાગ્ર – ઇસવીસન પૂર્વે ૧૯૮૫ – ઇસવીસન પૂર્વે ૧૯૫૦
 • [૩] રિષભ – ઇસવીસન પૂર્વે ૧૯૫૦ – ઇસવીસન પૂર્વે ૧૮૯૦
 • [૪] સત્યહિત – ઇસવીસન પૂર્વે ૧૮૯૦ – ઇસવીસન પૂર્વે ૧૮૭૦
 • [૫] પુષ્પ – ઇસવીસન પૂર્વે ૧૮૭૦ – ઇસવીસન પૂર્વે ૧૮૩૩
 • [૬] સતેરશીત – ઇસવીસન પૂર્વે ૧૮૩૩ – ઇસવીસન પૂર્વે ૧૮૦૦
 • [૭] સુધન્વા – ઇસવીસન પૂર્વે ૧૮૦૦ – ઇસવીસન પૂર્વે ૧૭૧૦
 • [૮] સર્વ – ઇસવીસન પૂર્વે ૧૭૧૦ – ઇસવીસન પૂર્વે ૧૬૬૬
 • [૯] ભુવન – ઇસવીસન પૂર્વે ૧૬૬૬ – ઇસવીસન પૂર્વે ૧૬૨૫
 • [૧૦] જરાસંધ – ઇસવીસન પૂર્વે ૧૬૨૫ – ઇસવીસન પૂર્વે ૧૫૮૦
 • [૧૧] સહદેવ – ઇસવીસન પૂર્વે ૧૫૮૦ – ઇસવીસન પૂર્વે ૧૫૪૫
 • [૧૨] મર્જરી – ઇસવીસન પૂર્વે ૧૫૪૫ – ઇસવીસન પૂર્વે ૧૫૦૧
 • [૧૩] શ્રુતસ્રવા – ઇસવીસન પૂર્વે ૧૫૦૧ – ઇસવીસન પૂર્વે ૧૪૩૦
 • [૧૪] અપ્રિતપ – ઇસવીસન પૂર્વે ૧૪૩૦ – ઇસવીસન પૂર્વે ૧૩૪૫
 • [૧૫] નીર્મિત્ર – ઇસવીસન પૂર્વે ૧૩૪૫ – ઇસવીસન પૂર્વે ૧૨૪૯
 • [૧૬] સુકશત્ર – ઇસવીસન પૂર્વે ૧૨૪૯ – ઇસવીસન પૂર્વે ૧૧૬૬
 • [૧૭] બૃહતકર્મ – ઇસવીસન પૂર્વે ૧૧૬૬ – ઇસવીસન પૂર્વે ૧૧૦૦
 • [૧૮] સ્યેનાજિત- ઇસવીસન પૂર્વે ૧૧૦૦ – ઇસવીસન પૂર્વે ૧૦૯૦
 • [૧૯] સ્રુતમજય – ઇસવીસન પૂર્વે ૧૦૯૦ – ઇસવીસન પૂર્વે ૧૦૫૩
 • [૨૦] મહાબલ – ઇસવીસન પૂર્વે ૧૦૫૩- ઇસવીસન પૂર્વે ૧૦૦૫
 • [૨૧] સુચ્ચી – ઇસવીસન પૂર્વે ૧૦૦૫ – ઇસવીસન પૂર્વે ૯૯૮
 • [૨૨] ક્ષેમ્ય – ઇસવીસન પૂર્વે ૯૯૮ – ઇસવીસન પૂર્વે ૯૪૩
 • [૨૩] અન્હવ્રત – ઇસવીસન પૂર્વે ૯૪૩ – ઇસવીસન પૂર્વે ૯૦૧
 • [૨૪] ધર્મનેત્ર – ઇસવીસન પૂર્વે ૯૦૧ – ઇસવીસન પૂર્વે ૮૭૨
 • [૨૫] નીર્વૃત્તિ – ઇસવીસન પૂર્વે ૮૭૨ – ઇસવીસન પૂર્વે ૮૧૮
 • [૨૬] સુવ્રત – ઇસવીસન પૂર્વે ૮૧૮ – ઇસવીસન પૂર્વે ૭૯૬
 • [૨૭] મહાસેન – ઇસવીસન પૂર્વે ૭૯૬- ઇસવીસન પૂર્વે ૭૭૦
 • [૨૮] સુમિત – ઇસવીસન પૂર્વે ૭૭૦ – ઇસવીસન પૂર્વે ૭૪૫
 • [૨૯] સુબલ- ઇસવીસન પૂર્વે ૭૪૫ – ઇસવીસન પૂર્વે ૭૩૫
 • [૩૦] સુનેત્ર – ઇસવીસન પૂર્વે ૭૩૫ – ઇસવીસન પૂર્વે ૭૨૮
 • [૩૧] સત્યજીત – ઇસવીસન પૂર્વે ૭૨૮ – ઇસવીસન પૂર્વે ૭૨૦
 • [૩૨] વિશ્વજીત – ઇસવીસન પૂર્વે ૭૨૦ – ઇસવીસન પૂર્વે ૬૯૯
 • [૩૩] રિપુંજય – ઇસવીસન પૂર્વે ૬૯૯ – ઇસવીસન પૂર્વે ૬૮૨

આ યાદી સંપૂર્ણપણે સાચી છે એવો હું દાવો નથી જ કરતો. મને પોતાને પણ આમાં ક્યાંક કોઈ કચાશ રહી ગઈ હોય એવું જરૂર લાગે છે. મગધની ગાદી પર હર્યક વંશ તો ઇસવીસન પૂર્વે ૫૪૪ -૫૪૩માં આવ્યો હતો પણ એમ મનાય છે કે બૃહદ્રથ વંશ પછી પ્રદ્યોત વંશ અસ્તિત્વમાં આવ્યો હતો પણ એનું સાક્ષ્ય પ્રમાણ મગધનું નહીં પણ અવંતિનું છે એટલે એ અદ્યાહાર જ રહે છે કે મગધની રાજગાદી ઇસવીસન પૂર્વે ૬૮૨થી ઇસવીસન પૂર્વે ૫૪૪ એટલે કે ૧૩૮ વર્ષ મગધમાં ખરેખર કોનું રાજ્ પ્રવર્તમાન હતું તે જ. પણ સાહિત્યિક ગ્રંથો બૃહદ્રથ વંશ પછી પ્રદ્યોત વંશ આવ્યો હતો એમ કહે છે. પણ એક પ્રાચીન ગ્રંથ બ્રહ્માંડ પુરાણ મુજબ આ પ્રદ્યોત વંશે જે ૧૩૮ વર્ષનો તાળો મળતો નથી તેવર્ષોમાં એમણે મગધ પર રાજ્ય કર્યું હતું અને તેમણે જ બૃહદ્રથ વંશનો અંત આણ્યો હતો એમ કહે છે.

આ યુદ્ધ એ પ્રદ્યોત વંશ સાથેના રાજાઓ સાથે થયું હતું, જેઓને બૌદ્ધધર્મનો અંગીકાર કરવાં મજબુર કર્યા હતાં મગધે . શરૂઆતમાં તેઓ બૌદ્ધધર્મના વિરોધી હતાં પણ પાછળથી તેઓ હારના પ્રતાપે પરાણે બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતો. જેમની વંશાવલી આ પ્રમાણે છે —–

વંશાવલી ——-

 • પ્રદ્યોત મહાસેન અથવા ચંડ – ઇસવીસન પૂર્વે ૫૪૧ – ઇસવીસન પૂર્વે ૫૧૮
 • પાલક – ઇસવીસન પૂર્વે ૫૧૮ – ઇસવીસન પૂર્વે ૪૯૪
 • વિશાખયુપ – ઇસવીસન પૂર્વે ૪૯૪ – ઇસવીસન પૂર્વે ૪૪૪
 •  અજક અથવા આર્યક – ઇસવીસન પૂર્વે ૪૪૪- ઇસવીસન પૂર્વે ૪૨૩
 • વર્તીવર્ધન – ઇસવીસન પૂર્વે ૪૨૩ – ઇસવીસન પૂર્વે ૪૦૩

બીજાં એક યુદ્ધનો ઉલ્લેખ પણ સાહિત્યિક ગ્રંથોમાં થયેલો છે તે છે મગધ અને વજ્જી વચ્ચેનું નું યુધ્દ. આયુધનો સમયગાળો છે ઇસવીસન પૂર્વે ૪૮૪થી ઇસવીસન પૂર્વે ૪૬૮. આ યુધ્દ બિહારની સરહદે લડાયું હતું જેમાં મગધ એટલે કે આજતશત્રુનો વિજય થયો હતો. આ યુધ્દનો સમયગાળો અચૂક અજાતશત્રુનાં સમયગાળા સાથે મેળ ખાય છે. પણ એનાં કોઈ સાક્ષ્ય પ્રમાણ મળતાં નથી. આનો ઉલ્લેખ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં થયેલો છે . આ વજ્જિ એ લીચ્છવી જાતિના હતાં.

રાજા બિંબિસાર ૧૫ વરસે સત્તા પર આવ્યા અને ૫૨ વરસ રાજ કર્યું. અજાતશત્રુ સત્તા ઉપર આવ્યો તે જ વખતે રાજા બિંબિસારની હત્યા થઇ હોય તો તેમનું મૃત્યુ ૬૭ વરસની ઉમરે થયું ગણાય. આ પ્રમાણે તેમનું મૃત્યુ ઇસવીસન પૂર્વે ૪૯૧માં થયું ગણાય.

આ પરથી જ રાજા બિંબિસારનો ઘટનાક્રમ નક્કી કરવામાં આવ્યો છે

 • જન્મ – ઇસવીસન પૂર્વે ૫૫૮
 • સત્તાગ્રહણ – ઇસવીસન પૂર્વે ૫૪૩
 • બોધિસત્વ સાથે પ્રથમ મુલાકાત – ઇસવીસન પૂર્વે ૫૩૪-૫૩૩
 • મૃત્યુ (હત્યા) – ઇસવીસન પૂર્વે ૪૯૧

આમ તો બૌદ્ધ ગ્રંથોમાંથી તેમને લગતી રાણીઓ અને પુત્રોની પણ વિગતો મળે છે પણ તે બિનજરૂરી હોવાથી અહીં અપ્રસ્તુત ગણાય. જોકે એક વાત એ છે કે રાજા બિંબિસારના પુત્ર અજાતશત્રુનું એક નામ કુણિક હતું. તેની માતા કોણ તે અંગે ઘણો ઘણો જ મતભેદ પ્રવર્તે છે. જૈનગ્રંથ”ઉત્તરાધ્યયન” પ્રમાણે રાજા બિંબિસાર ભગવાન મહાવીર સ્વામીની શિષ્યતાનો સ્વીકાર કર્યો હતો.પણ તે બહુ લાંબો સમય જૈનધર્મી રહ્યો ન હતો. રાજા બિંબિસારના પિતા ભટ્ટીય તથા ગૌતમના પિતા શુધ્ધોધન વચ્ચે મૈત્રીના સંબંધો હતા. આને લીધે રાજા બિંબિસાર ભગવાન બુદ્ધના પ્રભાવ હેઠળ હતાં. રાજા બિંબિસારે બ્રાહ્મણોને દાન આપ્યાં હતાં અને બૌદ્ધ વિહારો પણ બનાવ્યાં હતાં. બૌદ્ધ ભિક્ષુ સંઘ તેમના જ સમયથી અસ્તિત્વમાં આવ્યો હતો. ઘણાં બધાં બૌદ્ધ ગ્રંથો એ વાતની પુષ્ટિ કરે છે રાજા બિંબિસાર પ્રખર બૌદ્ધધર્મી અને બૌદ્ધધર્મનો પ્રચારક હતો.

તેમને બૌદ્ધધર્મ માટે અન્ય રાજાઓને પ્રેરણા પણ આપી હતી તેમાં મહારાજા પૂકકુસાતિ જે ગાંધાર નરેશ હતો. રાજા તિરસ જે સિંધની ઉત્તરે સૌવિર દેશનો રાજા હતો

અજાતશત્રુ ——–

રાજા બિંબિસારની હત્યા કરી ઇસવીસન પૂર્વે ૪૯૧માં અજાતશત્રુ મગધની ગાદીએ બેઠો. શરૂઆતમાં અજાતશત્રુ બૌદ્ધ ધર્મની વિરુદ્ધ હતો. તેના મિત્ર અને ભગવાન બુદ્ધના પ્રખર વિરોધી દેવદત્તની ચઢવણીથી બુદ્ધની હત્યા કરવાં માટે તે દેવ્દાત્તને સહાય પણ કરતો હતો આ વાત “વિનયપિટકમાં કરવામાં આવી છે.

ઇસવીસન પૂર્વેની બીજી સદીમાં ભારહૂતના સ્તૂપના તોરણ-દ્વારના એક શિલાપટ્ટ ઉપર રાજા અજાતશત્રુને ભગવાનના શરણમાં હોવાનું દ્રશ્ય અને “અજાતસત્તુ ભગવતો વદંતે” એવું લખાણ મળી આવ્યું છે. આની માહિતી “મહાવંશ”માં આપવામાં આવી જ છે.એમાં એમ પણ લખાયેલું છે કે અજાતશત્રુએ પોતાની રાજધાનીની આજુબાજુ ૧૮ ચૈત્યોનું નિર્માણ કરાવ્યું હતું જે ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ પછી ભિક્ષુઓ જે ૧૮ જેટલાં વિહારો છોડીને ચાલ્યા ગયાં હતાં તેનું નવનિર્માણ કરાવ્યું હતું. હ્યું એન સંગે પણ વેણુવન વિહારની પૂર્વમાં અજાતશત્રુ દ્વારા બંધાવેલા એક સ્તૂપ વશે ઉલ્લેખ કર્યો છે. આનો ઉલ્લેખ “મંજુશ્રી મૂલકલ્પ” ગ્રંથમાં પણ કરવામાં આવેલો જ છે. અજાતશત્રુએ પરથમ બૌદ્ધ સંગીતિનું આયોજન કર્યું હતું. બૌદ્ધ ધર્મમાં ધર્મ સંમેલનને ધર્મસંગીતિ કહેવામાં આવે છે.

પછી પ્રસેનજીત રાજાએ કોશલ દેશની રાજગાદી સંભાળી. એ ખાઓ પીઓ અને મોજ કરો એમાં માનતો હતો પણ તે પણ પ્રખર બૌદ્ધધર્મી હતો અને બૌદ્ધધર્મીઓને ઘણી મદદ કરતો પણ હતો.

પ્રસેનજિત બૌદ્ધધર્મને પ્રચુર માત્રામાં દાન આપતો હતો. કાલ નામના એક અમાત્યે આનો વિરોધ કર્યો. ભગવાન બુદ્ધ આ અમાત્ય ઉપર અપ્રસન્ન થયાં. બુદ્ધને ખુશ કરવાં પ્રસેનજીતે અમાત્યને કાઢી મુક્યો. આ ઘટના તત્કાલીન રાજ્યો પર બૌદ્ધધર્મનો પરાભવ સૂચવે છે. બૌદ્ધ ધર્મી રાજમાં અત્યંત ક્રૂર અને ઘાતકી રાજા ચંડ પ્રદ્યોતનું પણ નામ આવે છે. પણ એ બૌદ્ધધર્મથી આકર્ષાઈને ચુસ્ત બૌદ્ધધર્મ પ્રેમી બની ગયો હતો પછી વત્સના રાજા ઉદયનનું નામ આવે છે એમને પણ શરૂઆતમાં બૌદ્ધધર્મ માટે કોઈ સદભાવ નહોતો પણ પાછળથી થયો હતો. પછી સીમંત દેશની રાજધાની કુકકુટાવાટી નગરી (હાલના બલુચિસ્તાનનું ક્વેટા શહેર)ત્યાં રાજ કરતો હતો તે પણ બૌદ્ધધર્મી જ હતો.

ઉદાયી (ઉદયભદ્ર) ———-

આ હર્યકવંશી જ રાજા હતો અને તે પણ મગધનો જ. અજાતશત્રુ પછી ઇસવીસન પૂર્વે ૪૫૯માં તેનો પુત્ર ઉદાયી (ઉદયભદ્ર) મગધની ગાદીએ બેઠો. તેણે કુલ ૧૬ વરસ રાજ કર્યું હતું. આ સમયે મગધમાં બૌદ્ધ ધર્મ પ્રબળ વર્ચસ્વવાળો ધર્મ હતો. “મંજુશ્રી મૂલકલ્પ”માં જણાવ્યા પ્રમાણે ઉદયભદ્ર બૌદ્ધ ધર્મની સેવામાં અત્યંત ઉત્સાહી હતો. તે બૌદ્ધ ધર્મનો મહાન આશ્રયદાતા હતો. તે ઉપરાંત બૌદ્ધ ધર્મના બહોળા અને દૂર સુધીના ફેલાવા માટે મદદ કરતો હતો. બૌદ્ધ ધર્મના ફેલાવામાં અડચણ ઉભી થાય એક પણ પ્રસંગ અજાતશત્રુ પછી હર્યક વંશના રાજ્યમાં થયો હોવાનું નોંધાયું નથી !

મુંડ ———

બૌદ્ધગ્રંથોમાં ઉદયભદ્રના અનુગામી તરીકે અનિરુધ્ધ , મુંડ અને નાગદાસકને ગણાવ્યાં છે. “દીવ્યાવાદન”માં મુંડનો ઉદયભદ્રના પુત્ર તરીકે ઉલ્લેખ છે. શક્ય છે કે અનિરુદ્ધે બહુ ઓછાં સમય માટે રાજ્ય કર્યું હોય. એક વાત છે કે આ રાજા તરફથી બૌદ્ધ ધર્મના પ્રચાર -પ્રસાર માટે સક્રિય સહાય મળી હોવાના આધારભૂત પુરાવા મળતાં નથી.

મુંડ ઇસવીસન પૂર્વે ૪૪૩માં સત્તા પર આવ્યો અને તેણે ૮ વર્ષ શાસન કર્યું હોવાનું મનાય છે

આ પછી હર્યકવંશનું પતન થઇ ગયું. કઈ રીતે અને કેમ તે તો બૌદ્ધગ્રંથો અને જૈન ગ્રંથો જાણે! ઇતિહાસમાં માત્ર બૌદ્ધ ધર્અ મને પ્રસાર માટે જ આ વંશે કામ કર્યું હોય એવું લાગે છે. બ્રાહ્મણોને દાન આપવાની વાત ખાલી જૈનગ્રંથોએ જ કરી છે. બાકી આ વંશ ખાલી મગધ પર રાજ કરતો હતો એટલું જ. એની સત્યતા વિષે હાજર સવાલો ઉભા થયાં છે એટલે ભારતીય ઈતિહાસ અંહીથી શરુ થયેલો ન ગણાય બીજું એ સમયે આપણે જેને ૧૬ જનપદ કહીએ છીએ તેઓ સવિસ્તર ઉલ્લેખ થયેલો નથી તે અને છેક ગાંધાર સુધી બધાં રાજ્યો અલગ અલગ હતાં. તાત્પર્ય એ કે માત્ર એક રાજ્યના ઇતિહાસને સમગ્ર આર્યવર્તનો ઈતિહાસ કે ભારતનો ઈતિહાસ કહેવો ઉચિત નથી જ. આ માત્ર બૌદ્ધ ધર્મના ઉપદેશોનો અમલ કરવાં અને એનો પ્રચાર કરવાં અને એમનાં જ ગુણગાન ગાવાં આ વંશને વધારે મહત્વ આપવામાં આવ્યું છે જે વંશ આમ તો ઇસવીસન પૂર્વે ૫૪૩થી ઈસ્વીસન પૂર્વે ૪૨૩ વરસ રાજ કર્યું હોવાં છતાં પણ. તે પોતાની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યો નથી સિવાય કે બૌદ્ધધર્મીઓને મદદ કરવાં અને એમને જ માટેના સત્કાર્યો કર્યા સિવાય ! મગધ તે સમયે પણ ભારતનું એક વિશાળ રાજ્ય હતું. તેમ છતાં તેણે નથી કોઈ યુદ્ધ કર્યું કે નથી કોઈ સમ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ” બુધ્ધમ શરણમ ગચ્છામી” એજ એમનો ધ્યેય હતો અને આજ માટે તેઓ સતત કાર્યરત હતાં. પ્રજા કેવી હતી અને તેઓ શું ધંધો કરતાં હતાં તેની તો કોઈનેય ખબર નથી

વળી……. આ હર્યક વંશ કઈ જાતિનો હતો તેનો ક્યાય પણ કશો ઉલ્લેખ થયેલો નથી. તેઓ પાછળથી બૌદ્ધ ધર્મી બન્યાં હોય જેના દ્રષ્ટાંત પણ આમાં મળે છે તો પણ તેઓ કઈ કોમના હતાં કે કયો ધર્મ પાળતાં હતાં તે વિષે કોઈએ પણ ક્યાંય ફોડ પાડયો જ નથી. જૈનધર્મની વાત આવે છે પણ તેમનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો જ નથી. રહી વાત હિદુ ધર્મની તો એ તો આમાં કયાંય દ્રષ્ટિગોચર થતો જ નથી. પ્રજાને રંજાડતા હતાં અને પરાણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવતાં હતાં એવો પણ ક્યાંક ઉલ્લેખ થયેલો છે. વેદકાલીન સંસ્કૃતિ આમાં ક્યાંય દેખાતી જ નથી આમાં વાંક કોનો તે તમારે શોધી કાઢવાનું છે ?

રાણીઓ , પુત્રો અને બૌદ્ધધર્મીઓને મદદ એ સિવાય બીજું કશું જ નથી આવતું આ રાજવંશમાં. માત્ર કરવાં ખાતર રાજ્ય કર્યું કર્યું હોય એમ લાગે છે ……. જસ્ટ ફોર ટાઈમ પાસ ! માટે જ આ રાજવંશને ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું અને બૌદ્ધગ્રંથો અને એકલદોકલ જૈનગ્રંથો સિવાય આને ક્યાંય પણ સ્થાન નથી મળ્યું. ભારતના પ્રાચીન ગ્રંથો પણ આ બાબતમાં મૌન જ સેવે છે. તેઓ આને મહત્વ આપતાં જ નથી. ટૂંકમાં જાતકકથાઓના એક ભાગ જેવો આ રાજવંશ બનીને રહી ગયો છે માત્ર ! આવું જ બન્યું હશે એવું કોઈ જ ચોક્કસ ઠોસપૂર્વક કહી શકતું નથી. હા……. બૌદ્ધ શિલ્પ સ્થાપત્યોમાં એને જરૂર મહત્વ મળ્યું છે તે સિવાય ક્યાય નહીં. પણ જે ઈતિહાસ પર આપણે આવવાનું છે તેનાં પર આવતાં પહેલાં આટલું જાણી લેવું અત્યંત આવશ્યક છે. એટલે આને મહત્વ આપ્યું છે. બાકી આનું કોઈ જ મહત્વ નથી ! ખ્યાલ રહે આ બૌદ્ધ ધર્મ પછી અસ્તિત્વમાં આવેલાં આ હર્યકવંશે માત્ર ૧૨૦ વરસ જ મગધ પર રાજ્ય કર્યું હતું. તેનો ઉદય અને તેનો અસ્ત કેમ થયો એની તો કોઈનેય ખબર નથી ! પણ આ પછી હર્યકવંશ પછીની જગ્યા શિશુનાગ વંશે લીધી હતી !

હવે પછીના લેખમાં થોડીક શિશુનાગ વંશ અને વધારે નંદવંશની વાત કરવાની છે.. તે ભાગ હવે પછીના લેખમાં !!!

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

——— જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!