પક્ષીરાજ ગરુડ

ગરુડ હિંદુ ધર્મ અનુસાર પક્ષીઓનો રાજા છે. એ કશ્યપ ઋષિ અને વિન્તાના પુત્ર તથા અરુણના ભ્રાતા છે. લંકાના રાજા રાવણના પુત્ર ઇન્દ્રજિતે જયારે યુદ્ધમાં રામ અને લક્ષ્મણને નાગપાશથી બાંધી દીધાં હતાં. ત્યારે ગરુડે જ એમને આ બંધનમાંથી મુક્ત કર્યા હતાં. કક્ભુશુંડી નામના એક કાગડાએ ગરુડને ભગવાન શ્રી રામની કથા સંભળાવી હતી !!!!

કથાઓ ——–

હિંદુ ધર્મ તથા પુરાણોમાં ગરુડ સંબંધિત કેટલાંય પ્રસંગો મળે છે જેમાંથી કેટલાંક આ રહ્યાં.

પ્રથમ પ્રસંગ ———-

સમુદ્ર તટવર્તી વિસ્તારમાં એક વિશાળ વડનું ઝાડ હતું. એ વૃક્ષની ડાળીઓ પર અનેક મુનિગણ બેસતાં હતાં. એક વાર ગરુડ ભોજન કરવાના હેતુસર એ વાળના વૃક્ષની શાખા પર જઈને બેઠાં. એમના ભારથી એ શાખા તૂટી ગઈ આ જોઇને એ શાખાના નિવાસી વૈખાનસ, માષ, વાલખિલ્ય ઇત્યાદિના ટુકડા થઇ ગયાં. મુનિઓની રક્ષા કરવાંના હેતુસર ગરુડે એક પગના સહારે શાખા પર બેસીને હાથી અને કાચબાનું માંસ ખાધું તથા સૌ જોજન સુધી વિસ્તૃત શાખાનો નિષાદદેશ પાર પાડી દીધો !!! જે પૂર્ણત: નષ્ટ થઇ ગયો !!!!

દ્વિતીય પ્રસંગ ——–

અમૃતની શોધમાં નીકળેલા ગરુડે પોતાની ભૂખ શાંત કરવાં માટે કાચબો અને હાથીને ચાંચમાં દબાવી રાખ્યાં હતાં તથા બેસવાનું સ્થાન શોધી રહ્યા હતાં. એક પુરાણા વડના વૃક્ષે એમને આમંંત્રિત કર્યા ….. એ જે શાખા પર બેઠાં હતાં એ તૂટી ગઈ એ જ શાખા પર વાલખિલ્ય ઋષિ ઉંધા લટકીને તપસ્યા કરી રહ્યાં હતાં. ગરુડે હાથી અને કાચબાને પોતાનાં પંજામાં દબાવીને વટવૃક્ષની એ શાખાને ચાંચમાં દબાવી દીધી અને ઉડવાં લાગ્યા. એમને ભય હતો કે ક્યાંક હું બેસી જાઉં તો ઋષિ હત્યાનું મને પાપ લાગે !!! ઉડતાં-ઉડતાંએ પોતાનાં પિતા કશ્યપ પાસે પહોંચ્યા. જેમણે ઋષિઓને પ્રાર્થના કરી કે તેઓ શાખાનો પરિત્યાગ કરી દે ઋષિઓના શાકાહા છોડી દીધાં પછી
તદુપરાંત ગરુડે એ શાકાહા એક નિર્જન પર્વત પર છોડી દીધી !!!!

તૃતીય પ્રસંગ ———

ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં સુઈ રહ્યાં હતાં. વિરોચાનના એક પુત્રે એક દૈત્યએ ગ્રહનું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુના દિવ્ય મુગુટને હરીલીધો.
ભગવાન વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં અવતાર લીધો. એક વાર તેઓ ગોમંત પર્વત પર બેઠાં બેઠાં બલરામ જોડે વાત કરી રહ્યા હતાં. ત્યાં જ ગરુડ દૈત્યોમને હરાવીને એ દિવ્ય મુગુટ લઇ આવ્યાં તથા એમને એ મુગુટ ભગવાન શ્રીકૃષ્ણને પહેરાવી દીધો !!!

ચતુર્થ પ્રસંગ ——

શર્તમાં હારી જવાના કારણે વિનતા કદ્રુની દાસી બની ગઈ હતી. કદ્રુ પુત્ર નાગ હતા તથા વિનતા ના પુત્ર ગરુડ હતાં. કદ્રુએ ગરુડને પ્રતિદિન સૂર્ય નમસ્કાર કરીને આવતાં જોયાં તો એક દિવસ નાગોને પણ પોતાની સાથે લઈને આવવાનું કહ્યું !!! ગરુડ માની ગયાં …….. સૂર્યની નિકટ પહોંચતાં જ નાગ તાપથી આકુળ વ્યાકુળ થઇ ઉઠયા !!! એમની મનાઈ છતાં ગરુડ એમને સૂર્યની નિકટ લઇ ગયાં. તેઓ અકળાઈ ઉઠયાં !! પાછાં ફરતાં સમયે કદ્રુ બહુજ રુષ્ટ થઇ ગઈ !!! નાગોની શાંતિ માટે કદ્રુના કહેવાથી ગરુડે રસાતાળમાંથી ગંગાજળ લાવીને એમનાં પર છાંટ્યું !!!

ગરુડના અન્ય નામ ——–

  • [૧] વિનાયક
  • [૨] ગરુત્મત
  • [૩] તાક્ષર્ય
  • [૪] વૈનતેય
  • [૫] નાગાન્તક
  • [૬] વિષ્ણુરથ
  • [૭] ખાગેશ્વ્રર
  • [૮] સુપર્ણ
  • [૯] પન્નગા શન

અપ્રતિમ તાકાત અને બુદ્ધિ શાળી પક્ષીરાજ ગરુડને
શત શત નમન !!!!

——- જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!