સંકટહરણ દેવ એટલે ભગવાન શ્રીગણેશજી. રિદ્ધિ સિદ્ધિના પતિ એટલે ભગવાન ગણેશજી. ભક્તોનાં તમામ સંકટ હરનારા દેવ એટલે શ્રી ગણેશજી. હિંદુઅોની પ્રત્યેક પૂજામાં અગ્રસ્થાન પામ્યા છે ગણેશજી. અાવા ભગવાન ગણેશજી ભક્તોને તેમનાં તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. ગણેશ ઉપાસના કરનાર કદી દુઃખી થતો નથી. ગં ગણપતયૈ નમઃ નો જાપ જપતો ઉપાસક ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાય છે. જે ભક્ત ઉપરનો મંત્ર નોટમાં હરહંમેશ નિયમ મુજબ સુંદર અક્ષરે લખે છે તેની ખૂબ પ્રગતિ થાય છે. તે સમાજમાં માનવતું સ્થાન પામે છે. તેને અપાર સુખ મળે છે. તેની નોકરી કે ધંધામાં તે ખૂબ ઊંચા સ્થાને પહોંચે છે. એવા ઘણા ભક્તો છે જે ગણેશજીની કૃપાથી અપાર વૈભવ તથા અઢળક સુખ પામ્યા છે.
વાત છે ધોળકા પાસે અાવેલા કોઠ ગામની બાજુમાં અાવેલા ગણેશપુરાની. અમદાવાદથી બોટાદ જતી બોટાદ લોકલમાં અમદાવાદથી જતાં કોઠ ગાંગડ નામનું નાનકડું રેલવે સ્ટેશન અાવેલું છે. બાજુમાં ગામ છે. આ ગણેશપુરા ધોળકાથી ૨૩ કિલોમીટર, બગોદરાથી ૧૭ કિમી. છે. કેટલાક ગણેશ ભક્તોએ તો આગામનું નામ ગણેશ ધોળકા પાડ્યું છે.
ગણેશ ઉત્સવ અને ગણપતિ ચોથ હોય, એમાય ખાસ કરીને અંગારકી ચોથ હોય. ત્યારે આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. લોકોની સ્વયંભુ સેવા ને ક્યાંય પણ ખોટી ધક્કામુક્કી નહીં એ આ મંદિરની વિશેષતા છે
આ મંદિર કોઠ-ગાંગડ વિસ્તારમાં ગણેશપુરા ગામમાં આવેલું છે. આમતો ભાલ પ્રદેશ જ ગણાય છે. ધોળકા અહીં થી બહુજ નજીક જ છે. ધોળકાની વાત હું એટલા માટે કરવા માંગું છું કે આ એજ વિસ્તાર છે જે મહાભારતકાળમાં વિરાટનગર એટલે કે પાંડવોના ૧૪ વર્ષના વનવાસનું છેલું વર્ષ એટલેકે અજ્ઞાતવાસ !!! તે સમયે આ વિસ્તાર વન (જંગલ) હતું. ત્યાં પાંડવોએ ૧ વર્ષ વિતાવ્યું હતું અને આજ વિરાટનગરમાં વીર અભિમન્યુનો વિવાહ વિરાટ રાજાની પુત્રી ઉત્તરા સાથે થયો હતો. પાંડવોએ પોતાના નામ પણ બદલી નાંખ્યા હતાં.
ભીમ રસોઈઓ બન્યો હતો અને અર્જુન સ્ત્રીવેશમાં બૃહન્નલા બન્યો હતો તે ઉત્તરને નૃત્ય શીખવતો હતો અને રાજકુમાર ઉત્તરને શસ્ત્ર વિદ્યા શીખવતો. આ વખતે અર્જુને પોતાના ગાંડીવને છુપાવવા માટે એક શીમળાનું વૃક્ષ મળ્યું. આ જગ્યા યાદ રહે અને આમેય પાંડવો ભગવાનના ભક્તો એમાય અર્જુન પર તો શંકર ભગવાનની કૃપા અપરમ્પાર હતી અને એમની પાસેથી પાશુપશાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. અર્જુનને આ ગાંડિવ કયા છુપાવ્યું છે તે યાદ રહે એટલા માટે અર્જુને ત્યાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી અને એક નાનકડું મંદિર બનાવ્યું. એ માં ગણપતિની સુંઢ જમણી બાજુની છે એવી મૂર્તિની સ્થાપના કરી. તે મંદિર એટલે આજનું ગણેશપુરાણું નું ગણપતિ મંદિર. એવું કહેવાય છે કે એ એ શિમળાનું વૃક્ષ આજે પણ ત્યાં છે !!! અને એની સ્થાપના અર્જુને કરી હતી !!!! આને દંતકથા કહો કે લોકવાયકા પણ આ વાત છે જ આ મંદિર સાથે જોડાયેલી એટલે એનો ઉલ્લેખ તો કરવોજ પડે !!!!
આ ગામનું નામ જ ગણેશપુરા, ગણપતપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન એવા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાના ઈતિહાસની રસપ્રસ માહિતી.
ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી માત્ર ૨૦ કિ.મી, અને અમદાવાદથી ૬૨ કિ.મી, તેમજ બગોદરા નેશનલ હાઇવેથી ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) અહીં ભક્તજનો અને શ્રદ્ધાળુઓ ગણેશજીની એવી મૂર્તિના દર્શન કરવા આવે છે જે આખા ભારતમાં અલભ્ય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.
સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
વિક્રમ સંવત ૯૩૩ની અષાઢ વદ ચોથને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળામાં ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ. વર્ષો પહેલાં આ સ્થળે ભયંકર વન હતું.
આ સ્થળ કોઈને ગામ વસાવવા પસંદ પડતાં ત્યાં ખોદકામ કરાવાયું. વન સાફ કરતાં કરતાં ઉપરના સ્થળે ઉપરના સમયે ગણેશજી મૂર્તિરૂપે પ્રગટ થયા. તેમને જવલ્લે જ જોવા મળતી જમણી તરફ સૂંઢ હતી. આ મૂર્તિ જોઈ આજુબાજુના ગામના લોકોમાં ખૂબ વિવાદ થયો. વિવાદ વધી જતા ગામના કેટલાક ડાહ્યા માણસોએ નક્કી કર્યું કે આ પણે દાદાની મૂર્તિ બળદ વગરના ગાડામાં ચડાવીએ દાદા સ્વયં પ્રગટ થયા છે. તેથી તેઅોની જ્યાં ઇચ્છા હશે તે સ્થળે તેઓ જશે. જેથી ગ્રામજનોએ તે મૂર્તિ ગાડામાં મૂકી કે તરત જ બળદ વગરનું ગાડું આપોઆપ ચાલવા લાગ્યું. ગ્રામજનો વાજતે ગાજતે તેમની પાછળ ચાલવા લાગ્યા. ગાડું થોડું ચાલ્યું. પછી ટેકરો આવ્યો. તો બળદ વગરનું ગાડું તેના ઉપર ચડી ગયું. ત્યાં ઊભું રહ્યું. મૂર્તિ સ્વયં નીચે ઊતરી ગઈ. ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડેલ.
સંવત ૧૮૭૮ ફાગણ સુદ-૭ના રોજ સ્વામિનારાયણ ભગવાન ગણપતિપુરા થઇ નીકળેલ અને ત્યાં બે રાયણોનાં ઝાડ વચ્ચે વિસામો લીધો હતો. ત્યારે કોઠ ગામના કણબી પટેલ ભગતે ભગવાનને કોઠ લઇ જવા માટે કહ્યું હતું પણ ભગવાન કોઠ ગયા નહોતા. ભગવાને જ્યાં વિશ્રામ કરેલ તે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદવાળી છત્રી બનાવવામાં આવી છે.
લગભગ ૧૪૦ વર્ષ પહેલાં સ્વયં ૧૯૨૮માં સહજાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા હતા. ત્યાં બે વિશાળ રાયણના વૃક્ષ નીચે તેમણે વિસામો લીધો હતો. તે પણ ગણેશપુરાના આ ગણેશજી જોઈ ખૂબ ખુશ થઈ ગયા. તે એટલા ભાવવિભોર થઈ ગયા કે તેમણે પોતે આ ગણેશજીની ષોડ્શોપચાર પૂજન કર્યું.
આ મંદિરમાં દર માસની ચોથને દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે. નજીકમાં વસતા ઘણા ગણેશ ભક્તો અહીં આગલા દિવસે ચાલતા આવી જાય છે. દાદાનાં દર્શન કરી ધન્ય બને છે. !!!! મોટા મોટા સફેદ અારસના પથ્થરના બનાવાયેલા આ મંદિરમાં સિંદૂરાચ્છાદિત ગણેશજી એટલા બધા શોભે છે કે જોનારા તથા ભક્તો ત્યાંથી ખસતા જ નથી. આ સ્થળે એટલા બધા ભક્તો આવે છે કે ચોથના દિવસે મંદિર તરફથી ૩૦૦ મણ એટલે કે છ હજાર કિલો લાડુનો પ્રસાદ વહેંચાય છે. મંદિરના ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે અન્નક્ષેત્ર ચાલે છે.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) દરરોજ ભક્તોને ટ્રસ્ટ તરફથી ચા કોફી તથા ફરાળી ભોજન વિના મૂલ્યે અાપવામાં આવે છે. પ્રસાદમાં નહીં નફો નુકસાનના ધોરણે બુંદીના તથા ચુરમાના લાડુ આપવામાં આવે છે. રહેવા ઊતરવા સુંદર રૂમ બનાવાયા છે. !!!!
ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા બેથી અઢી લાખ લોકો ચોથના દિવસે દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે
અર્જુનની વાતનો ઉલ્લેખ કયાંય પણ લેખિત મળતો નથી પણ આ વાત પણ ત્યાના લોકો અને ભક્તો સ્વીકારે તો છે જ એજે હોય એ પણ વાત આસ્થાની ધાર્મિકતાની અને પૌરાણિકતાની આવે ત્યાં ખોટા વાદવિવાદો ઉભા ના કરાય માન્યતા , ઈતિહાસ અને સત્યતાને એકબાજુ એ કોરાણે મૂકી દઈએ તો જ આ મંદિરની ભવ્યતા અને એમાં આપની આસ્થા અતુટ જ રહેશે અને આજ કારણ છે લાખો શ્રદ્ધાળુઓનાં પવિત્ર પગલાંથી પાવન થાય છે. આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છે કયાંથી મૂર્તિ આવી અને એની પ્રાકટ્યકથા એ આપના માટે તો ગૌણ છે. તેમ છતાં એ જાણવી તો જોઈએ જ દરકે !!! લાખો શ્રધાળુઓ આપણને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દેવાં માટે પૂરતાં છે જયાં શ્રદ્ધા હોય ત્યાં ઈતિહાસ પણ પાછો જ પડે છે
જે છે તે તે આ અદ્ભુત, અતિસુંદર અને અલૌકિક મૂર્તિ. આ મૂર્તિની નજીક જઈએ તોજ એની ભવ્યતાનો ખ્યાલ આવે મંદિર હમણાં રીનોવેટ થયું છે. અત્યારના ગુજરાતના ધાર્મિકસ્થાનોનાં જેવો જ એને ઓપ આપવામાં આવ્યો છે.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) બહુજ સુંદર મંદિર બન્યું છે એ વાત તો નિર્વિવાદ છે. મંદિરનું ટ્રસ્ટ ખુબ જ કાર્યાન્વિત છે. વર્ષોથી અહીં ભકતોને અને દર્શનાર્થીઓને ચા પ્રસાદી રૂપે આપવામાં આવે છે. મંદિરમાં પ્રસાદ બુંદીનો અને લડવાનો તો મળે જ છે પણ એક નવો ચીલો ચાતર્યો છે મંદિરના ટ્રસ્ટીઓએ !!!!
આ મંદિરમાં મૂર્તિ કરતાં એનો માહોલ અને આજુબાજુનું વાતાવરણ મહત્વનું છે. આજુબાજુ માઈલોના માઈલો સુધી પ્રસરેલા ખેતરો એ આ મંદિરની શોભા વધારનારા છે. ગામ બહુજ નાનકડું છે પણ ગામલોકોએ એક સરસ આજીવિકાનું સાધન શોધ્યું છે અને તે તે છે ——-બટાકા અને કેળાંની વેફર્સ. ગણેશચૂર્ણવાળાંજે મૂળ ત્યાંના જ રહેવાસી છે એમણે આ શરૂઆત કરી હતી. આજે બધાએ ત્યાં વેફ્ર્સનો ધંધો શરુ કર્યો છે અને લોકો કિલો કિલોની સંખ્યામાં રોજ જ ત્યાંથી ખરીદે છે !!!
આ મંદિરમાં જાઓ ત્યારે ગણપતિજીના દર્શનની સાથે કુદરતનું સાનિધ્ય પણ માણવાનું ભૂલતા નહીં હોં કે !!!!
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા
દેવા શ્રી ગણેશા
મંગળકાર્ય માટે પૂજાતા ભગવાન ગણપતિજીને દંડવત પ્રણામ !!!
——– જનમેજય અધ્વર્યુ
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રી લક્ષ્મીજીની પ્રાગટ્ય કથા
– શ્રી તિરુપતિ બાલાજીનો રોચક ઇતિહાસ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો