🙏 સતી અહિલ્યા 🙏

રામાયણના પાત્રોથી ભારતના બચ્ચા બચ્ચા પરિચિત જ છે આનું કારણ એ છે કે દરેક વ્યક્તિના મન, વિચાર અને રુચિને મોહીલે એવી કથાઓ એમાં ભરેલી છે બસ આવીજ એક કથા છે —- રામના વનવાસ સમયે પથ્થરની શિલા પર પગ મુકવાથી એનું જીવિત સ્ત્રીમાં બદલાઈ જવું. આ અહિલ્યા હતી જે રામના સંસ્પર્શથી શ્રાપમુક્ત થઇ હતી !!!!

પરંતુ દરેકના મનમાં એ પ્રશન જરૂર થાય કે — અહિલ્યાને શ્રાપ કેમ મળ્યો? એ પથ્થરની શિલા કેમાં બની ગઈ હતી ?

ભારતીય પૌરાણિક કથાઓની એક ખાસિયત એ પણ છે કે
એક વાર્તા બીજી વાર્તા મળીને એક કડીરૂપ સાબિત થાય છે અને આગલી વાતને સાંકળીલેતી હોય છે !!! અહીલ્યાની વાર્તા પણ કૈક આજ પ્રકારે છે

આ રોચક અને અને અનોખી કથાથી આપણે સૌ પરિચિત થઈએ !!!

પૌરાણિક કથા ——–

મહર્ષિ ગૌતમની પત્ની ભારતીય પૌરાણિક કથા સંસારના અનુસાર અહિલ્યા મહર્ષિ ગૌતમની પત્ની હતી. જ્ઞાનમાં અનુપમ, અહિલ્યા સ્વર્ગિક રૂપ-ગુણોથી સંપન્ન હતી. પોતાના અતુલનીય સૌંદર્ય અને સરળતાને કારણે પોતાના પતિની પ્રિય હતી. એની સાથે જ એ પોતાના પતિ પ્રતિ પૂર્ણરૂપથી સમર્પિત હતી. એટલાંજ માટે એમને સતી અહિલ્યાનું નામ મળ્યું હતું !!! બંને પતિ-પત્ની ધર્મનું પાલન કરતાં કરતાં પ્રેમ રસથી પરિપૂર્ણ દાંપત્યનું નિર્વહન કરી રહ્યાં હતાં. આવાં અદભુત પ્રેમને અચાનક એક દિવસ કોઈની ખરાબ નજર લાગી ગઈ !!!!

દેવરાજ ઇન્દ્ર ——-

આ બુરી નજર હતી દેવરાજ ઈન્દ્રની. જે અહિલ્યાના સોદંર્ય પર આસકત થઈને એનો પ્રેમ પામવા માટે લાલપીળો થઇ ઉઠયો હતો. ઇન્દ્રને મહર્ષિ ગૌતમની દૈવિક શક્તિઓ અને સામર્થ્યનું જ્ઞાન હતું !!! એની સાથોસાથ એ અહિલ્યાને પ્રતિનિષ્ઠ હોવાનાં સત્યથી પણ પરિચિત હતો. ઇન્દ્ર પાસે આ શક્તિની આરપાર જવાનું સામર્થ્ય નહોતું. પણ એ અહિલ્યાને ભૂલી પણ નહોતો શકતો !!!! એ સ્વયંને સંયમિત રાખીને સાચા અવસરની પ્રતીક્ષા કરવાં લાગ્યો !!!!

એકાંતવાસમાં માં તપસ્યા ———-

એકાંતવાસમાં તપસ્યા કરવી એ દરેક ઋષિઓનું મહાસ્વપ્ન હોય છે. આવું સ્વપ્નું મહર્ષિ ગૌતમે પણ જોયું !!! અને એને પરિપૂર્ણ કરવાં માટે એ ઉપડયાં વનમાં !!! સમયની ગતિ તો તેજ જ હોય છે એ ચાલવા લાગ્યો પોતાની ગતિ મુજબ જ !!!!

એક દિવસ મહર્ષિ ગૌતમે અહિલ્યાને કહ્યું કે — ” એમને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવાં માટે ઓછામાં ઓછાં ૬ મહિના સુધી એકાંતવાસમાં તપસ્યા કરવાં જવું પડે એમ છે !!!” અહિલ્યાએ એ માટે એમને સહમતિઆપી દીધી અને એમની પ્રતીક્ષાહ કરતી રહેશે એમ કહીને એમને વિદાઈગીરી આપી

ઇન્દ્ર તો બસ આવાંજ એક અવસરની પ્રતીક્ષા કરી રહ્યો હતો. ઋષિ ગૌતમના જતાં જ એ મહર્ષિ ગૌતમનો વેશ ધારણ કરીને અહિલ્યા પાસે પહોંચી ગયો. પતિને પાછાં ફરેલા જોઇને અહિલ્યા ચોંકી તો એમણેપ્રેમ જતાવતાં કહ્યું કે ” તારાં સૌન્દર્યપાશે મારું વનમાં જવું અસંભવ બનાવી દીધું છે એટલાં માટે તપસ્યાનો વિચાર માંડીવાળીને તારી પાસે પાછો ફર્યો છું !!!”

પતિની આ વાત સંભાળીને અહિલ્યાનું મન મયૂર નાચી ઉઠયુ !!! અને એ બંને પહેલા કરતાં અધિક પ્રેમથી જીવનનો આનંદ લુંટવા લાગ્યાં ……
જોતજોતામાં ૬ મહિનાનો સમય વીતી ગયો. એક દિવસ સવાર સવારમાં પોતાનાં આંગણામાં પોતાનાં પતિની ચિર પરિચિત પુકાર સંભળાઈ !!!! જયારે ઋષિનું રૂપ ધારણ કરેલ ઇન્દ્ર ત્યાં સુધી સુઈજ રહ્યો હતો !!! એક પળમાં જ અહિલ્યાને અનર્થનું જ્ઞાન થઇ ગયું. મહર્ષિ ગૌતમની સામે જઈને અહિલ્યા પાંદડા કંપતા હોય એમ કંપતી કંપતી એમના ચરણોમાં પડી ગઈ !!! ત્યાં સુધીમાં તો ઇન્દ્રને પણ ઋષિના આવવાનું ભાન થઇ ગયું હતું. એ પણ થોડી ઘણી પણ વાર લગાડયા વગર ત્યાંથી ભાગી નીકળ્યો !!! અહિલ્યાનું આખું વૃત્તાંત જાણીને – સાંભળીને ઋષિ ગૌતમનો ક્રોધભભૂકી ઉઠયો. તરત જ એમણે શ્રાપ આપ્યો કે — ” જે સ્ત્રીને પોતાના પતિના સ્પર્શનું ભાન ના થયું …….. એ જીવિત ના રહી શકે !!! તન અને મનથી પત્થરની જેમ કઠોર વ્યવહાર કર્યો છે …. તો તું પણ પથ્થરના જેવીજ બની જા !!!!”

અહિલ્યાનો જવાબ ———-

તન અને મનથી પતિ સંગ હતી. ઋષિના શ્રાપ અને પોતાની અજ્ઞાનતાથી નિરાશ અહિલ્યાએ ત્યારે પોતાનાં પતિને રડતાં રડતાં સમજાવ્યું કે “આપ દિવ્ય શક્તિઓથી સંપન્ન છો …….. આપ મને એકલી અટૂલી છોડીને ગયાં અને વીતી ગયેલાં આ ૬ મહિનામાં આપને એકવાર પણ એ આભાસ ના થયો કે કોઈ મારી સાથે છળ કરી રહ્યું છે. તો હું તો એક સાધારણ સ્ત્રી છું !!!! મેં અજાણતા જ આ અપરાધ કર્યો છે. ભલે હું પરાયા પુરુષ સાથે રહી છું પણ મારું મન આજે પણ પવિત્ર જ છે. મેં આપ એટલે કે પોતાના પતિ જાણીને અપનાવ્યા હતાં. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) તન અને મન બંનેથી હું પોતાનાંપતિની સાથે જ હતી !!!”

ભગવાન શ્રી રામે કરી શ્રાપમુક્ત ——–

અહિલ્યાની વાત સાંભળીને ઋષિએમની વાત સાથે સહમત થયાં અને કહ્યું ——- ” શ્રાપ તો આપી જ ચુક્યો છે ……. એ પાછો ના લઇ શકાય !!! પરંતુ ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ શ્રીરામના રૂપમાં અવતાર લેશે અને વનવાસ દરમિયાન તને સ્પર્શ કરશે !!! એમનાં એ પાવન સ્પર્શથી તારું પાપ ધોવાઈ જશે અને તું પાછી સ્ત્રી રૂપ પ્રાપ્ત કરી શકીશ !!! ઋષિના શ્રાપને ધારણ કરીને અહિલ્યા પથ્થરની શિલા બની ગઈ અને ઘોર અને લાંબી પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામના પાવન ચરણોના સ્પર્શથી પુન: સ્ત્રી રૂપમાં પ્રગટ થઇ !!!

આવી મહાસતી અહિલ્યાને તો શત શત નમન !!!!!!

——- જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!