ભગવાન હનુમાનજી અને પત્ની સુવર્ચલા મંદિર – યેલ્લાડુ (ખમ્મમ – તેલંગાણા)

રાજ્યો બદલાયાં, લોકો બદલાયાં અને લોકમાનસ પણ બદલાયું, જાતિઓ પણ બદલાઈ પણ એક બદી જે ઉધઈની જેમ માનવજાતને ખત્મ કરે છે એ તો આવી જ ગઈ અને તે છે જાતિવાદ અને પ્રાંતવાદ. આ બન્ને માનવજાત માટે ખતરનાક છે, પણ એનાથી જ ધાર્મિક ઝગડાઓ પણ શરુ થઇ ગયાં પણ આ ઝગડાઓએ લોકમાનસ પર તો અસર કરી પણ લોકવૃત્તિ પર એ અસર ના થઇ કારણકે લોકવૃત્તિ એ ભારતીય સંસ્કૃતિની ચાહક અને પૂજક છે. આજ બહુ મોટી વાત છે કે જમાનાઓ બદલાય છે પણ ભારતીય સંસ્કૃતિ નથી બદલાતી.

કારણકે આપણી હિંદુ સંસ્કૃતિ એ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં ઘણી જૂની છે એની ધરોહર જ એટલી મજબુત છે ને કે એને કોઈ હચમચાવી જ ના શકે. સમય વીતે આપણી સંસ્કૃતિ વધારે મજબુત બનતી ગઈ અને એમાં લોકોની ધર્મ પ્રત્યેની ભાવના પણ બળવત્તર બનવાં લાગી. આ ધર્મભાવના કોઈ એક મંદિર કે કોઈ એક ભગવાનની મૂર્તિ પૂજા સુધી સીમિત નાં રહેતાં એ વૈશ્વિક બનવાં માંડી !!! ભગવાન એ ભગવાન જ છે પછી એ ઇષ્ટદેવ હોય તોય શું અને ના હોય તોય શું. ભગવાન એ આરાધ્યદેવ છે જ એવું હવે લગભગ દરેક ધર્મના લોકો માનતાં તો થઇ જ ગયાં છે.

માનતા જ નહિ પણ એ મંદિરમાં પૂજા અર્ચના પણ કરવાં જ લાગ્યાં છે. હવે એવો સમય આવ્યો છે કે લોકોની આસ્થા પ્રાચીન અને પૌરાણિક મંદિરોમાં વધારે જોવાં મળે છે એનો મતલબ એ પણ નથી જ કે અત્યારનાં આધુનિક મંદિરો કે નવાં સંપ્રદાયમાં લોકોને શ્રધ્ધા નથી. સ્વામીનારાયણ મંદિરો અને સ્વામીનારાયણ સંપ્રદાય આનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે. તો સાંઈબાબાનું મંદિર અને એમની ભક્તિમાં પણ જરાય ઓટ નથી આવી. જલારામ બાપા માં પણ લોકો આસ્થા એટલી જ રાખે છે અને બજરંગદાસ બાપામાં પણ લોકો એટલોજ અટલ વિશ્વાસ ધરાવે છે, પણ ભગવાન હનુમાનજી એ પ્રાચીનકાળથી ભારતીય પ્રજાની આસ્થાનાં પ્રતિક રહ્યાં છે અને ચિરંતનકાળ સુધી ભારતીય અને વૈશ્વિક પ્રજાના અસ્થાનું કેન્દ્રસ્થાન બની જ રહેવાનાં છે.

ભગવાન હનુમાનજીનું એમની પત્ની સાથેનું એક માત્ર મંદિર- શ્રી સુવર્ચલા સંહિતા હનુમાન મંદિર

ભગવાન હનુમાનજીનું એમની પત્ની સાથેનું એક માત્ર મંદિર- શ્રી સુવર્ચલા સંહિતા હનુમાન મંદિર

લોકોનો ઝોક પ્રાચીન મંદિરો તરફ હોય એ સ્વાભાવિક પણ ગણાય. રાજ્ય બદલાયું —- પહેલાં આંધ્ર પ્રદેશ એકલું હતું હવે તેમાંથી એક નવું રાજ્ય બન્યું તેલંગાણા. આ નવાં રાજ્યે પણ પર્યટકોને આકર્ષવાં માટે કોઈ જ કસર નથી છોડી. આંધ્રમાં પણ ઘણાં પ્રાચીન અને જાણીતાં મંદિરો સ્થિત છે. તો તેલંગાણામાં પણ ઘણાં પ્રાચીન અને જાણીતાં મંદિરો સ્થિત છે. જે વિષે ખુદ તેલંગાણા સરકાર પણ ગર્વથી કહે છે —- આવો અહીંયા અને અમારાં આ પ્રાચીન મંદિરો જુઓ !!!

થોડાંક સમય પહેલાં મને વોટસએપ પર મારી બાજુમાં જ રહેતાં એક પરમ મિત્રે મને ભગવાન હનુમાનજી અને એમની પત્ની સુવર્ચલાનો બહુજ દુર્લભ ફોટો અને થોડીક વિગતો મોકલી હતી. મેં તરત જ એમણે કહ્યું કે આને ૨-૩ ગ્રુપોમાં મુકો. એમણે મારી સૂચનાનું અનુસરણ કર્યું એ ફોટો ગ્રુપમાં મુકાયો. લોકોને એ ગમ્યો પણ ખરો અને પછી બીજાં લોકોએ પણ એ મુક્યો. નેટ પર આંટાફેરા કરવાની મારી આદતે મને એ માત્ર ફોટો જ નથી. પણ એમનું આવું મંદિર પણ સ્થિત છે એ બાબતે પણ હું જ્ઞાત થયો, ક્યાંક આછડતું એણે વિષે મેં ગુજરાતીમાં લખેલું વાંચ્યું પણ હતું, પણ ત્યારે જ મેં આ મંદિર વિષે જાણવાનો વધુને વધુ પ્રયાસ કર્યો અને મને થયું કે લાવ આ મંદિર વિષે વિષે હું લખું તો લોકોને ગમશે જ ગમશે !!!

ક્યાં આવેલું છે આ મંદિર?——

હૈદરાબાદથી લગભગ ૨૨૦ કિલોમીટર દુર આ મંદિર સ્થિત છે. તેલંગાણાનાં ખમ્મમ જીલ્લામાં ભગવાન હનુમાનજી અને એમની પત્ની સુર્વચલાની પૂજા થાય છે. અહીંયા બનેલું આ મંદિર વર્ષોથી લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે સ્થાનીય લોકો જયેષ્ઠ સુદ દશમે અહીંયા ભગવાન હનુમાનજીનો વિવાહ ખુબ જ ધામધુમથી ઉજવે છે જ પણ ઉત્તર ભારતમાં રહેવાંવાળાં લોકો માટે આ કોઈ આશ્ચર્યથી કમ નથી કારણકે આમતૌર પર ભગવાન હનુમાનજીને બાલ બ્રહ્મચારી માનવામાં આવે છે !!!

ભગવાન હનુમાનજી વિષે એમ મનાય છે કે એ આજન્મ બાલ બ્રહ્મચારી રહ્યાં છે પણ ભારતના ઘણાં બધાં ભાગોમાં ખાસ કરીને તેલંગાણામાં ભગવાન હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. આ ક્ષેત્રોમાં પ્રચલિત માન્યતાઓ અનુસાર ભગવાન હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને સૂર્યદેવની પુત્રી છે. આ જગ્યાએ ભગવાન હનુમાનજી અને સુવર્ચલાનું એક પ્રાચીન મંદિર સ્થિત છે. આ સિવાય પણ પારાશર સંહિતામાં પણ ભગવાન હનુમાનજી અને સુવાર્ચાલાના વિવાહની કથા છે.

Screenshot 1941-03-09 at 10.41.54 AM

આ મંદિર પ્રાચીન છે ……. અહીંયા ભગવાન હનુમાનજી અને એમની પત્ની સુવાર્ચલાની પ્રતિમા (મૂર્તિઓ) વિરાજમાન છે. અહીની એક માન્યતા એવી પણ છે કે જે કોઈ પણ આ ભગવાન હનુમાનજી અને અને એમની પત્ની સુવાર્ચાલાનું દર્શન કરે છે એ ભક્તોનાં વૈવાહિક જીવનની બધી પરેશાનીઓ દૂર થઇ જાય છે અને પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધુ ગાઢ અને બળવત્તર બને છે !!! અને એમ પણ કહેવાય છે કે જો કદાચ પણ પતિ અને પત્ની વચ્ચે કોઈપણ પ્રકારનો તણાવ હોય અથવા છૂટાછેડાની નોબત આવી ગઈ હોય તો આ મંદિરમાં દર્શન કરવાં માત્રથી એ સમસ્યાઓનું નિવારણ આવી જાય છે અને માણસનું જીવન પ્રફુલ્લિત બની જાય છે !!!

દામ્પત્યજીવનમાં મળનારાં સુખ માટે જ લોકો અહીં બહુ દુર દુરથી દર્શન કરવાં આવતાં હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજી અને એમની પત્નીની સાથે દર્શન કર્યા પછી પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં બધાંજ વિવાદો -વિખવાદો સમાપ્ત થઇ જાય છે. આ મંદિરમાં પુરતી આસ્થાથી જો દર્શન કરવામાં આવે અને ભગવાન હનુમાનજી સમક્ષ સારી રીતે જીવન વિતાવવાનો વાયદો કરવામાં આવે અને એ વાયદાને જો જીવનભર સારી રીતે નિભાવવામાં આવે તો જ ભગવાન હનુમાનજી તેમની પત્ની સાથે તેમને આશીર્વાદ આપે છે અન્યથા એમનાં બહુ જ બુરા હાલ થાય છે અને જો એમનાં દર્શન કર્યાં પછી પણ જો પતિ અને પત્ની વિવાદ -વિખવાદની શરૂઆત કરતાં હોય તો પણ એમની હાલત બહુજ ખરાબ થાય છે કહો કે એમની હાલત બહુ જ કફોડી થાય છે !!

આ ભગવાન હનુમાનજીનું મંદિર એ તેલંગાણાનાં ખમ્મમ જીલ્લામાં યેલ્લાડુ ગામમાં સ્થિત છે જે પાટનગર હૈદરાબાદથી ૨૨૦ કિલોમીટર દૂર છે !!! ચલો આ તો થઇ સામાન્ય માહિતી હવે જે મૂળ માહિતી આપવાની છે એની પર આવી જઈએ સીધાં.

hanuman-ji-ll

ભગવાન હનુમાનજીનાં વિવાહની પૌરાણિક કથા –

આગળ જણાવ્યું તેમ ભગવાન હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા હતું. એમ તો ભગવાન હનુમાનજી આજે પણ બાળ બ્રહ્મચારી જ છે અને આજે પણ તેઓ બ્રહ્મચર્યનાં વ્રતનું પાલન કરતાં જ દર્શાવાયાં છે. વિવાહનો મતલબ એ તો નથી જ કે એ બ્રહ્મચારી નથી રહ્યાં !!! કહેવાય છે પરાશર સંહિતામાં ભગવાન હનુમાનજીનાં કોઈ ખાસ પરિસ્થિતિમાં વિવાહ થવાનો જિક્ર છે. કંઇક વિશેષ પરિસ્થિતિઓને કારણે જ ભગવાન બજરંગબલીને સુવર્ચલા સાથે વિવાહ બંધનમાં બંધાવું પડયું હતું

એની કથા કંઇક આવી છે ——-
ભગવાન હનુમાનજીએ ભગવાન સૂર્યદેવને પોતાનાં ગુરુ બનાવ્યાં હતાં. ભગવાન હનુમાનજી ભગવાન સૂર્યદેવ પાસે પોતાની શિક્ષા ગ્રહણ કરી રહ્યાં હતાં. સૂર્યદેવ ક્યાંય પણ રોકાતાં જ નહોતાં અને આજે પણ તેઓ તો નથી જ રોકાતાં ને !!! એટલાં માટે ભગવાન હનુમાનજીએ આખો દિવસ ભગવાન સૂર્યનાં રથની સાથેને સાથે જ ઉડયાં કરવું પડતું હતું અને ભગવાન સૂર્યદેવ એમને અનેકો પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન આપતાં રહેતાં હતાં , પરંતુ ભગવાન હનુમાનજીને જ્ઞાન આપતાં આપતાં તે સમયે ભગવાન સૂર્યદેવ સામે એક દિવસ ધર્મસંકટ આવીને ઉભું રહ્યું

કુલ વિદ્યાઓ શીખવાની હતી ૯ એમાંથી ભગવાન હનુમાનજીને એમનાં ગુરુ ભગવાન સૂર્યદેવે ૫ વિદ્યાઓ તો શીખવી દીધી હતી પરંતુ બાકી બચેલી ૪ વિદ્યાઓ અને એનું જ્ઞાન એવું હતું કે જે માત્ર કોઈ વિવાહિત માણસને જ શીખવાડી શકાય એમ હતું !!! ભગવાન હનુમાનજી પૂરી શિક્ષા પ્રાપ્ત કરવાનું પ્રણ લઇ ચુક્યા હતાં અને આનાથી ઓછામાં તેઓ માનવાં માટે રાજી નહોતાં !! અહીંયા ભગવાન સૂર્યદેવ સામે એ સકંટ હતું કે —– ધર્મનાં અનુશાસનને કારણે કોઈ અવિવાહીતને તેઓ કેટલીક વિશેષ વિદ્યાઓ નહોતાં શીખવી શકતાં હતાં !!! આવી સ્થિતિમાં ભગવાન સૂર્યદેવે ભગવાન હનુમાનજીને વિવાહ કરવાની સલાહ આપી. પોતાનું પ્રણ પૂરું કરવાં માટે ભગવાન હનુમાનજીએ વિવાહ કરવાનું વિચાર્યું !!!

પરંતુ ભગવાન હનુમાનજી માટે વધુ કોણ બનશે અને એ ક્યાંથી મળશે ? આ પ્રશ્નનો હલ શોધવાની જ સમસ્યા જટિલ હતી. આ પ્રશ્ને તેઓ ઘેરાં વિચારમાં પડી ગયાં !!! એવામાં ભગવાન સૂર્યદેવે પોતાની પરમ તપસ્વી અને તેજસ્વી પુત્રી સુવર્ચલાને ભગવાન હનુમાનજી સાથે લગ્ન કરવાં માટે તૈયાર કરી લીધી આનાં પછી ભગવાન હનુમાનજીએ પોતાની શિક્ષા પૂર્ણ કરી અને સુવર્ચલા સદા માટે ફરી પાછી તપસ્યામાં લીન થઇ ગઈ. આ રીતે ભગવાન હનુમાનજી ભલે લગ્નનાં બંધનમાં બંધાયા હોય પણ શારીરિક રૂપે આજે પણ ભગવાન હનુમાનજી એક બ્રહ્મચારી જ છે !!!

આ મંદિર એક નાનકડું મંદિર છે જે ભગવાન હનુમાનજીનું હોવાથી એ સિંદુરીયા રંગનું બનેલું છે. એ કોઈ આગવી શૈલીમાં બનેલું નથી જ !!! આ મંદિર બહુજ નાનકડું મંદિર છે તે કોણે બંધાવ્યું અને કેવી રીતે બંધાવ્યું તે કોઈને જ ખબર નથી કદાચ તો આ મંદિર પ્રાચીન જ છે પણ તેની સાલવારી વિષે લોકો હજી અજ્ઞાત જ છે પણ આ મંદિરમાં ભગવાન હનુમાનજી અને એમની પત્ની સુવાર્ચાલાની મૂર્તિઓ લગ્નના જોડામાં છે જે એક આગવી અને વિલક્ષણ મૂર્તિઓ ગણાય. જબરી આસ્થા છે લોકોમાં આ મંદિરની

ભારતમાં ભગવાન હનુમાનજીનું એમની પત્ની સાથેનું આ એક અને માત્ર એક મંદિર છે. તેલન્ગણામાં આનથી પણ વધુ એક પ્રાચીન ભગવાન હનુમાન મંદિર સ્થિત છે જ. આમ તો તેલંગાણામાં ઘણાં હનુમાનજીનાં મંદિરો છે. દક્ષિણ ભારત અને ભગવાન હનુમાનજીને અવિનાભાવી સંબંધ છે. એમ આ મંદિર જોયાં પછી તો જરૂર લાગે છે કારણકે રામાયણમાં આ જ જગ્યાનો ઉલ્લેખ વધારે થયેલો જોવાં મળે છે

ટૂંકમાં …….
જો તમારે દાંપત્યજીવન સુખી અને ટકાઉ રાખવું હોય તો આ મંદિરમાં એકવાર દર્શન જરૂર કરી આવજો અને તમારાં પ્રસન્ન દાંપત્યની કામનાઓ જરૂર કરજો. બસ તો જઈ જ આવજો, ભૂલતાં નહીં હોં પાછાં !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!