ગુજરાતનું ગૌરવ ગીરના સિંહો

દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે
[૧] એશિયાટિક લાયન્સ
અને
[૨] આફ્રિકન સિંહો

આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ સંખ્યામાં પક્ષીઓ જોઈ શકાય છે. પણ ત્ત્યા કોઈ અભયારણ્યને સિંહ અભયારણ્ય તરીકે નથી ઓળખાતું આખી પૃથ્વી પર એ માત્ર અને માત્ર ગુજરાતમાં જ છે . ગુજરાતે આ ગૌરવ લેવા જેવી બાબત છે. સિંહોને ખુલ્લામાં કુટુંબ સાથે વિહરતાં જોવાં એ એક લ્હાવો છે

સિંહોની દિનચર્યા
સિંહોની ગર્જના
સિહોને બેફિકરાઈ થી આરામ કરતાં અને આરામ ફરમાવતાં જોવા તો સાસણગીર જવું જ પડે એકવાર નહિ ૨-૩ વાર
ખુબજ સરસ અને મજાની જગ્યા છે સાસણગીર.

ગીરના સિંહો વિશ્વમાં એશિયાટીક સિંહના છેલ્લા અને સુરક્ષિત નિવાસસ્થાન તરીકે જાણીતા બન્યા છે. ગીરના જંગલમાં નજીકથી સિંહોને, વન્ય પ્રાણીઓને મુક્ત અને વિહરતા જોવાનો અદભુત લહાવો એક યાદગાર પ્રવાસની યાદ અપાવે છે.

એશિયા માઈનોર અને અરેબિયાથી એશિયા અને ભારત સુધી ફેલાયેલા સિંહ અત્યારે સમગ્ર વિશ્વમાં માત્ર ગીર અને ગીરના જંગલોમાં બચેલા બૃહદ ગીરમાં વસતા એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં આ પ્રકારની એકમાત્ર પ્રજાતિ છે. જેના સંરક્ષણ અને સંવર્ધન માટે શ્રેષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રનું ગીરનું જંગલ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવેલું છે. જેમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦થી વધુ જાતના પક્ષીઓ વિહરે છે. ૫૫૦થી વધુ જાતની વનસ્પતિઓ તેમ જ ૩૨ પ્રકારના સરિસૃપો અને હજારો કીટકોનો વાસ છે.
કુલ ૧૮૮૨.૬ ચો.કિ.મી.ના કુલ વિસ્તારથી ગીરનું જંગલ પોતાની સમૃદ્ધિ તથા વિવિધ વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને પોષે છે.

એકમાત્ર ગીરનું જંગલ જ એક એવું જંગલ છે જે સિંહોને બધી રીતે અનુકૂળ આવે છે. એક જમાનામાં ભારતમાં બિહારથી નર્મદા નદી સુધી સિંહોની વસતી હતી. ત્યાર પછી દિલ્હી, ભાગલપુર, બુંદેલમાં રાજસ્થાનથી અરવલ્લી ગિરિમાળાઓમાં સિંહો જોવામાં આવેલા. સૌરાષ્ટ્રની બહાર ૧૮૮૪ પછી કોઈ સિંહ દેખાયા નથી. ૧૯૦૧ પછી ગીરમાં પણ સિંહોની સંખ્યા ઘટવા માંડી હતી. નવાબના મૃત્યુ પછી દર વર્ષે ૧૨ થી ૧૩ સિંહોનો શિકાર થતો હતો. ૧૯૧૩માં વન વિભાગે નોંધ્યું કે ગીરમાં ૫૦થી ૬૦ સિંહો બચ્યા હતા. ત્યારબાદ વન વિભાગ સફાળું જાગ્યું અને સિંહોને રક્ષણ આપવાનું શરૂ કર્યું.

એક જમાનામાં જંગલોમાં સિંહોની ત્રાડથી જંગલના પ્રાણીઓ થરથરતાં હતાં. કેશવાળીવાળો જંગલનો રાજા સિંહ હવે માત્ર ગીરના જંગલો સિવાય હવે ખાસ ક્યાંય જોવા મળતો નથી. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તોતિંગ લોખંડના સળિયાના પીંજરે પૂરાયેલા ગીરના સાવજની સહેજે દયા આવે. જો કે ગીરના જંગલમાં અસલી મિજાજમાં વિહરતા સિંહોને નજદીકથી જોવાનો લહાવો વિશ્વભરના પ્રવાસીઓ લઈ રહ્યા છે. જેને કારણે હવે ગીર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. વન વિભાગ પણ સિંહોના જતન માટે અથાક પ્રયાસો કરી રહ્યું છે.

સિંહોના રહેઠાણને સિંહોને અનુકૂળ બનાવવા કુદરતી પાણીના સ્રોત તો જોઈએ જ. તે માટે ગીરમાં કૃત્રિમ પાણીના પોઈન્ટો બનાવાયા છે, આજુબાજુના જંગલમાં ખોરાક તરીકે ઉપયોગી તેવાં વૃક્ષો, ઘાસિયા જંગલોના વિસ્તારમાં ઊંચી ગુણવત્તાવાળું ઘાસ ઉગાડવામાં આવે છે. ગીરના જંગલો ૬૦૦થી વધુ જાતની વનસ્પતિ ધરાવે છે. ગીરના જંગલમાં ૧૩૨ જાતના વૃક્ષો, ૪૮ જાતના ક્ષુપ, ૨૩૨ જાતની જડીબુટ્ટીઓ, ૬૪ જાતના વેલાઓ, ૨૬ જાતના ઘાસ થાય છે. જેમાં સાગ, ટીમરુ, દૂધલો, બાવળ, બોરડી, આમળા, વડ, પીપળ, સેવન, જાંબુ, કરમદી, બહેડા, ધાવડો, મોલેડી, અરીઠા, અણીયાર, ફેફલુ, માટવેલો, ફાગવેલ, શતાવરી, વાંસ વગેરે જોવા મળે છે.

ગીરના સિંહોનો ખોરાક વનના પ્રાણીઓ જ છે. ગીરમાં સિંહ, દીપડા, ઝરખ, જંગલી બિલાડી, શિયાળ, નોળિયો, ઘોરખોદીયું ઉપરાંત તૃણાહારી પ્રાણીઓમાં ચિતલ, સાબર, લંગુર, ચિંકારા, ચોશિંગા, જંગલી ભૂંડ વગેરે પણ જોવા મળે છે. ઉપરાંત નાના પ્રાણીઓમાં શાહુડી, સસલા, વણીયર, કિડીખાઉ, ઘોરખોદિયું, તામ્રવર્ણી, ટપકાંવાળી બિલાડી વગેરે દુર્લભ પ્રાણીઓ પણ જોવા મળે છે. સરિસૃપોમાં મગર, અજગર, કાચબાનો પણ સમાવેશ થાય છે. અહીં ૩૦૦થી વધુ જાતિના પક્ષીઓ છે. ગીરના સંરક્ષણ, જતનના પ્રયત્નોને કારણે સિંહોના ખોરાક ચિતલ, સાબર, નીલગાય, જંગલી ભૂંડ, ચોશિંગા વગેરેની વસતી ૧૯૭૪માં ૯૬૦૦ હતી જે આજે ૭૦,૦૦૦ ઉપર પહોંચી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જંગલના પ્રાણીઓ અને જંગલ વિસ્તારમાં માનવવસતી પણ આવેલી છે. ગીરમાં ૫૪ જેટલા માલધારીઓ વસે છે. તેમના ઢોરોનો વન્ય પ્રાણીઓ દ્વારા શિકાર થાય છે. વન વિભાગ તેમના પાલતુ ઢોરોનું રસીકરણ કરે છે. તેમના પ્રાણીઓનો શિકાર થાય તો વળતર પણ ચૂકવી આપે છે.

ગીર એકમાત્ર એવું જંગલ છે જ્યાં સિંહ કે વન્ય પ્રાણી બીમાર પડે તો તે માટેની ખાસ હોસ્પિટલ, તબીબો તૈનાત કરવામાં આવ્યા છે. અદ્યતન સાધનોથી સજ્જ વન્ય પ્રાણી હોસ્પિટલ, અનુભવી વેટરનિટી ડોક્ટર્સ, સ્ટાફ, દવાઓ, સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓની સારવાર માટે પણ અલગ ત્રણ જગ્યાએ સારવાર કેન્દ્રો ઊભા કરાયા છે. તંદુરસ્ત પ્રાણીઓને ફરીથી જંગલમાં છોડી દેવાય છે. આગ લાગે તો ઝડપથી જાણ થાય તે માટે વોચ ટાવરોની તથા પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈને પાણીના પોઈન્ટ માટે સૌર ઊર્જા, પવનચક્કીની પણ વ્યવસ્થા છે.

ગુજરાતના ફોરેસ્ટ ખાતાંએ ગીરના સિંહો નજીકથી નિહાળી શકાય એ માટે એક આખું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં રહેવા જમવા અને અને યાદગીરી લઇ જવા માટેની અદ્ભુત વ્યવસ્થા છે. એમના અધિકારીઓ આપની સાથે જીપમાં આવે અને સિંહદર્શન કરાવે છે. એમનું નેચર પણ બહુજ સારો છે.

અમિતાભજીની —- ” કુછ દિન તો બીતાવો ગુજરાતમેં
અને સરકારના અથાગ પ્રયત્નોથી દર વર્ષે લગભગ ૫૦ થી ૭૫ હજાર પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકત લે છે અને એને મન ભરીને માણે છે. સાસણગીરની આજુબાજુ ઘણા રિસોર્ટસ છે. જ્યાં રહેવાની અને પ્રાકૃતિક સૌન્દર્ય માણવાની બહુજ મજા આવે છે. અમરેલી જીલ્લાના ધારીમાં પણ સરસ રિસોર્ટસ આવેલા છે. ત્યાં પણ સિંહોને જોઈ શકાય છે !!!!! સાસણગીર થી સોમનાથ માત્ર ૭૫ કિલોમીટર છે અને દીવ ૧૦૦ કિલોમીટર છે. સાસણગીર ના રિસોર્ટને હેડ ક્વાર્ટર બનાવીને ત્યાં ફરી આવી શકાય છે

ટૂંકમાં સાસણગીર નહિ દેખા તો કુછ નહીં દેખા !!!!!

———– જનમેજય અધ્વર્યુ

??☘️??????

error: Content is protected !!