ગરવો ગઢ ગીરનાર

ગીરી તળેટી ને કુંડ દામોદર
ત્યાં મહેતાજી ન્હાવા જાય
—- નરસિંહ મહેતા

આ પંક્તિમાં ગીરનારની તળેટીનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતને ભારતમાં લાંબામાં લાંબો દરિયા કિનારો તો મળ્યો છે, પણ કોઈ મોટી પર્વતમાળા કે ઊંચા પહાડો નથી જે છે તે આ ગરવો ગઢ ગીરનાર. ગુજરાતનો ઊંચામાં ઉંચો પર્વત. ગિરનાર પર્વતની ઊંચાઈ આશરે ૩૬૦૦ ફૂટ છે.

આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે.
જેમાં ગોરખ શિખર ૩૬૦૦,
અંબાજી ૩૩૦૦,
ગૌમુખી શિખર ૩૧૨૦,
જૈન મંદિર શિખર ૩૩૦૦
અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે.
પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે,

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે.

પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. અહી મુસ્લિમ સ્થાનકો પણ ધણા આવેલાં છે. આમ ગિરનાર ભારતની અનેકતામાં એકતાનું સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.

હિન્દુઓ અને જૈનો માટે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો ગીરનાર પર્વત એક પવિત્ર તીર્થસ્થળ છે. જૈન સમુદાય આ પર્વતને જ નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે.

આદિકાળથી અનેક નામે ઓળખાતા આ પર્વતનાં મુખ્ય પાંચ શિખરો જાણિતા છે, જેમાં અંબા માતા, ગોરખનાથ, ઓગધ, ગુરુ દત્તાત્રેય અને કાલિકા મુખ્ય છે.

આશરે 3660ફૂટની ઉચાઇ ધરાવતા આ પર્વત પર ટોચ સુધી પહોંચવા માટે ચાર હજાર જેટલા પગથીયા છે. કાળા આરસ માંથી બનેલી વિવિધ મૂર્તિઓ અને વિવિધ શિલ્પો એટલા સુંદર છે કે તે આપ મેળે જ વ્યક્તિમાં આસ્થા જન્માવે છે.

કહેવાય છે, કે આ ગીરનાર પર્વતમાં અનેક જોગીઓ ગુપ્તરીતે હજારો વર્ષોથી તપસ્યા કરે છે. માત્ર શિવરાત્રિમાં વર્ષે એક વખત જ તેઓ ગીરનાર પર્વતની તળેટીમાં આવેલા કુંડમાં સ્નાન માટે આવે છે.

ગીરનાર પર્વત પર ઠેરઠેર મંદિરો આવેલા છે. યાત્રીઓ સવારથી જ તળેટીમાં આવેલા ભવનાથના શિવમંદિરે દર્શન કરીને પર્વત ચઢાણ શરુ કરી દે છે. ટોચ પર જતા રસ્તામાં ભીમકુંડ, સૂ્ર્યકુંડ, ગૌ મુખકુંડ, હનુમાન ધારા આવે છે. આ ઉપરાંત ભર્તૃહરીજીની ગુફા અને સોરઠ મહેલ પણ પ્રખ્યાત છે. પ્રાચિનકાળથી હિન્દુ અને જૈન સમુદાય માટે ગીરનાર પર્વતેએ આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.

ગીરનાર નો ઉલ્લેખપુરાણો અને ઇતિહાસમાં થયેલો જ છે
જુનાગઢનો ઉપરકોટ એ ગીરનાર પર્વતનો એક ભાગ જ છે
કવિઓએ પણ મન મુકીને એનાં વખાણ કર્યા છે, તો નવલકથાકારો પણ કેમ બાકી રહી જાય. એમને પણ ઐતિહાસિક નવલકથાઓ લખવામાં પાછું વાળીને જોયું નથી. કનૈયાલાલ મુનશી આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પૌરાણિક કાળમાં અઘોરીઓનું આ કેન્દ્રબિંદુ હતું. નાગા બાવાઓએ અહિજ દેરા તંબુઓ નાંખ્યા હતા અને ત્યારથી જ શરુ થયો નાગ સંપ્રદાય. ભવનાથના સંત સંપ્રદાય અને નરસિંહ મહેતાના ભક્તિસંપ્રદાયની છાંટ અત્યારના આધુનિક કવિઓમાં જોવાં મળે છે

દર વર્ષે ભરાતો ગિરનારની તળેટીમાં ભવનાથ નો મેળો, ગિરનારની પરિક્રમા. જુનાગઢના પદારમાં આવેલો આ ગરવો ગઢ દર્શનીય સ્થળ છે. અંબાજી ટૂંક પર ભજીયા ખાવાં અને લીંબુ શરબત પીવું એની મજા કંઈ ઓર જ હોય છે. અંબાજીની ટૂંક સુધી તો સરળતાથી પહોંચી શકાય છે, પણ દત્તાત્રેય અને ભૈરવનાથ ટૂંક પર પહોંચવું એટલું સરળ નથી એના સીધાં ઊંચા અને લપસણા પગથીયાઓને કારણે પણ હવે લોકો જતાં થયાં છે. પૂનમની રાત ગોરખનાથ ટૂંક પર વિતાવવી એનો લ્હાવો એકવાર લેવા જેવો ખરો

ગિરનારની તળેટી સહિત દામોદર કુંડ અને અશોકનો શિલાલેખ એ જોવા લાયક સ્થળો છે. સાથે સાથે ઐતહાસિક જુનાગઢ શહેર જોવું એ પણ એક લ્હાવો જ છે. એક વાર તો આ સ્થળોની મુલાકત અવશ્ય લેવી જોઈએ !!!!
જય ગિરનારી  !!!!!!

——- જનમેજય અધ્વર્યુ

???????☘?

error: Content is protected !!