ચુંવાળ પંથકના રુદાતલ ગામે આવેલ આશરે ૧૨૦૦ વર્ષ પુરાણું રિધ્ધી સિધ્ધિ સાથેનુ ગણપતિદાદાનું મંદિર અનેરો મહિમા ધરાવે છે

દેત્રોજ તાલુકાના ચુંવાળ પંથકમાં રુદાતલ ગામે આશરે ૧૨૦૦ વર્ષ પુરાણું રિધ્ધી સિધ્ધિ સાથેનુ અનેરો મહિમા ધરાવતું મંદિર આવેલું છે. આ ગણપતિદાદાની સામે મુષક મહારાજને શ્રધ્ધાળુઓ કાનમાં કોઇપણ અરજ કરે તેની મનોકામના પૂર્ણ થાય છે. આ રૂદાતલા ગણેશજીના મંદિરે દર્શનાર્થે દેશ વિદેશને દુર દુરથી શ્રધ્ધાળુઓ દર્શને આવે છે એમાં ય ચોથના દિવસના દર્શનનો મહિમા ખાસ છે. આ મંદિરે ચોથના દિવસે ધણા શ્રધ્ધાળુઓ નિયમિત દર્શને આવે છે.

અગાઉના સમયે રૂદાતલ ગામ છોડી બીજે ગામ રહેવા ગયેલ પટેલ કોમના પાટીદારો જે રૂદાતલાની શાખે ઓળખાય છે તેઓ ઝાલાવાડનાં ગામોમાં વસેલા છે તેઓ પણ સપરિવાર અહીં નિયમીત દર્શને આવે છે.

આ ગામ રૂદાતલનું મૂળ નામ રુદ્રસ્થળ હોવાનું ધણા ઈતિહાસકારો માને છે સમય જતાં લોકબોલીએ અપભ્રંશ થતાં રુદ્રતલને પછી ચુંવાળ ખાસ લહેકાને અનુરુપ “રુદાતલ” થયું હશે તેના આધાર રુપે રૂદાતલ ગામના તળાવ કિનારે પ્રાચીન રૂદ્રેશ્વર શિવાલય, પણ આવેલ છે. ગામના પાદરમાં શક્તિમાતાનું મંદિરને વિશાળ જંબુસર તળાવ પણ આવેલ છે. આમ આ ગામને બધાં મંદિરોને ગામની પૂર્વે ગણેશજીનું ભવ્ય બનાવેલ હતું સમય જતાં આ મંદિર જમીનદોસ્ત થઇ ગયાનું માનવામાં આવે છે જો કે તેના કોઈ અવશેષો પ્રાપ્ય નથી. પાટણના રાજા સિધ્ધરાજ સોલંકીના સમયનાં હોવાની માન્યતા છે……

હાલના આ મંદિરને ગામનો રસ્તો ગાડામાર્ગ ગણાતો હતો અને વર્ષો પહેલાં સીતાપુર ગામના પટેલ પરિવારો અહીંથી નીકળતા હતા.. તેવામાં આ વર્ષો પહેલાં જ્યાં ગણેશજીનું મંદિર હતુ તે જગ્યા એ એક પત્થર કંઇક કામ લાગશે તેવું સમજીને આ પત્થર ગાડામાં લઈને જતા હતા. ત્યારે રૂદાતલ ગામની બહાર નીકળતાં હાલમાં જે જગ્યાએ મંદિર છે ત્યાં ગાડાનાં પૈડાં થંભી ગયા હતાં. ધણા પ્રયત્ન કર્યા પણ કોઇ રીતે ગાડું આગળ જતું નહોતું અને પરીવારને એમ થયું કે આ પત્થરમાં કંઈક છે.. ત્યારે સંકેત મલતાં આ બળદોને ગાડા સાથે છોડી દેતાં બળદ સાથે છોડી દેતાં બળદ સાથે ગાડું રૂદાતલ ગામ તરફ ફરી ગયું ત્યારે એમ લાગ્યું આ પત્થર દૈવી પ્રભાવી લાગે ત્યાં તો આ પત્થર સમા મુર્તિ નીચે પડી જતાં પત્થરનો આકાર ગણપતિ જેવો દેખાતાં ગામ લોકોને બોલાવીને વાત કરતાં સમગ્ર ગામલોકોએ ત્યાં જ આજનું ભવ્ય મંદિર બનાવેલ હતું..

બીજી દંતકથા મુજબ આ અતિપ્રાચીન મંદિરનો ભવ્ય ઇતિહાસ છે. જે આશરે ૧૨૦૦ વર્ષ પહેલાંનું માનવામાં આવે છે… વર્ષો પહેલાં મળેલી પ્રતિમામા ગણેશજીની સાથે તેમનાં પત્ની રિધ્ધી, સિધ્ધી માતા પણ હતાં. પણ આ પ્રતિમા નાની હોવાથી ધ્યાને ન આવતી હોવાથી હાલની સ્થાપિત ગણેશજીની સાથે રિધ્ધીજીને.સિધ્ધીજીની સ્થાપના કરવામાં આવી છે..

આ રૂદાતલા ગણેશ મંદિરે દર વર્ષે વૈશાખ સુદ ૪ ના દિવસે ભવ્ય મેળો ભરાય છે. ચુંવાળ પ્રદેશના લોકજીવનમાં અગત્યનો ગણાય છે અને તે દિવસે ગામમાંથી બળદગાડામાં દાદાની માંડવી નીકળે છે..

ભાદરવા સુદ ૪ના દિવસે પણ(ગણેશચોથ)ના દિવસે અહીં ભવ્ય હવનનું આયોજન થાય છે. જેમાં આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાય છેને મોટો મેળાવડો યોજાય છે. સંકટચોથના દિવસે રુદાતલા ગણેશજીને માથું ટેકવવા અનેક લોકો પગપાળા આવે છે.આ મંદિરે આવતા ભક્તજનો એવું માને છે કે રૂદાતલા ગણેશજીની બાધા રાખવાથી દાદા ભક્તોનાં દુ:ખ દુર કરે છેને સંતાનપ્રાપ્તિનાં દુ:ખ દુર કરે છે.

અત્યારે આ મંદિરનો સુચારૂ વહીવટ ગામજનો દ્વારા થાય છે.. મંદિરની પોતાની ખેતીની જમીન પણ છે. યાત્રાળુઓને રહેવાની ધરમશાળા, રસોડાની સુંદર સગવડો પ્રાપ્ય છે.

આ મંદિરે જવામાટે વિરમગામ બહુચરાજીના રસ્તે વિઠલાપુર ચોકડીથી દેત્રોજ બાજુ વળીને ગમનપુરા પાટીયાથી જમણી બાજુએથી જવાય છે. એસટીની બસથી આવવા અમદાવાદથી રૂદાતલની બસ પણ પ્રાપ્ય છે..

આપ સર્વની મનોકામના રુદાતલા ગણેશજી પુરી કરે તે કામનાસહ…..

-પોપટભાઇ પટેલ, ઘેલડા. વસ્ત્રાલ,અમદાવાદ

error: Content is protected !!