ગામના પ્રકારો, ખાસિયતો અને ગામના નામોની રોચક વાતો

ગામ” એટલે પ્રથમદર્શીય રીતે અમુક લોકોના સમુહનુ એક ઠેકાણે રહેણાક…..

ગુજરાતમા અઢાર હજાર જેટલા ગામો છે. માણસ પોતાના સ્વભાવાનુસાર સગવડ વાળી જગ્યાએ નિવાસ કરે છે જેમ કે ફળદ્રુપ જમીન, નદીનો કિનારો, વાતાવરણ સામાજિક સલામતી, રોજગારની તકો વિગેરે.

ગામની બાંઘણી:-

ગામ એટલે ઘરોનો સમુહ, ઘરની બાંધણીને ભાત પ્રદેશ અનુસાર થતી હોય છે. તેવી રીતે ગામની રચના પણ પ્રદેશ અનુસાર થતી હોય છે. જેમ કે સૌરાષ્ટ્રને રાજસ્થાનમા ગઢ કિલ્લાવાળા ગામો વધારે હતા. આ ગામોના ઘરો પણ ડેલાબંધ હોય છે.

તેની સામે મેદાન ઈલાકા જેવા કે ઉત્તરને દક્ષિણ ગુજરાતને મઘ્ય ગુજરાતમા ગઢકિલ્લાવાળા ગામોની સંખ્યા બહુ ઓછી છે.

મકાનની બાંઘણી:-

સૌરાષ્ટ્રમા ડહેલા પધ્ધતિ વિશેષ જોવા મળે છે. ડેલો એટલે એક કે વધારે ઘરનો સમુહ…. સપાટ ઈલાકાઓમા ખડકી કે ડેલા વગરના સીઘા સીઘ ઘર હોય છે.

પહાડી ઈલાકો:-

આ ઇલાકામા ગામ હોય છે પણ તે ગામની સામાન્ય વ્યાખ્યા કરતા અલગ હોય છે. આમ તે ગામની વ્યાખ્યામા આવતા નથી. ત્યાના રહેવાસીઓ પોતાની જમીન પર કે અનુકુળ સ્થળ(ટેકરી) પર એકલ દોકલ ઘર બનાવે છે. ત્યા ગામના નામ હોય છે પણ ગામ હોતા નથી.

વહીવટી સરળતા ખાતર અમુક વિસ્તારનુ એકમ બનાવી તેને ગામનુ નામ અપાય છે.

ગામના નામના પ્રકારો:-

“મુવાડી, મુવાડા”

હિમતનગર, કપડવંજ, દહેગામ, ખેડાને ગાધીનગરની આજુબાજુના મેદાની કે ટેકરાળ વિસ્તારમા ગામના નામ પાછળ “મુવાડા”કે “મુવાડી” શબ્દ આવતો હોય છે. જેવા કે દેવકરણના મુવાડા, અમરાભાઈના મુવાડા વિગેરે.

અહીયા એકલદોકલ ઘર ખેતર કે કુવા પર બનાવવાની પ્રથા પણ છે. મુવાડા એટલે ખેતર પર શરૂઆતમા એક કે બે ઘર બાધી રહેવાની શરૂઆત થાય ત્યારે તે કુટુમ્બના વડાના નામે મુવાડુ ઓળખાતુ હતુ.

જેમ કે જીવાજીનો પરિવારે શરૂઆતી વસવાટ કર્યોને પછીથી ઘીમે ઘીમે વસાહતી વધે ત્યારે તે ગામ તે વડાના નામની પાછળ મુવાડા કે મુવાડી શબ્દ વપરાય છે.

“વદર”:-

ખાસ કરીને સૌરાષ્ટ્રમા “વદર”થી પૂર્ણ થતા ગામો જોવા મળે છે. સંસ્કૃતમા નાના ગામને ‘પદ્ર’ કહે છે. તેમાથી અપભ્રંશીત “પાદર”થયુ હશેને પાદરમાથી કાઠિયાવાડી બોલીના અપભ્રંશે ‘વદર’ થયુ હશે. તેવુ મારૂ માનવુ છે. દા.ત.ભાયાવદર, સિધાવદર.

“વાંઢ”:-

કચ્છના પરંપરાગત રહેઠાણોને વાઢ કહેવાય છે તે માટીના લીપણથી બનેલી ભીતોવાળા ઘરો ધરાવે છે દિવાલો પર કચ્છી શ્રેણીનુ ચિત્રકામ ખૂબ જ સુદર લાગે છે. કચ્છ જિલ્લામા આશરે વીસ કરતાય વધારે વાઢ નામી ગામો છે.

“નેસ”:-

માલધારીઓ નાના નાના સમુહમા પોતાના પશુઓને ચરિયાણને પાણી મળી રહે તે ધ્યાને રાખી કરેલા રહેઠાણને નેસ કહે છે. પોરબંદર જિલ્લામા ૩૫ થી ય વધારે ‘નેસ’ નામી ગામો છે.

“મઠ”:-

સાધુ સમાજના લોકોના રહેણાકને મઠ કહેવાય છે. જ્યા સાધુ સમાજના લોકો સમુહ વસવાટ કરતા હોય તે ગામોના નામો “મઠ”નામી હોય છે.

આ ગામોમા સાધુ સમાજના લોકોનો મૂળ વસવાટ થયેલ હોય છે.દા.ત.જાલીયાના મઠ,ઘોઘાનો મઠ વિગેરે.

આવા મઠ નામી ગામો ગુજરાતમા ૧૩ જેટલા છે.

હવે થોડી નજર કરી લઈએ ગામના નામો કેવા પ્રકારના છે?

૧)ભગવાનના નામ પર:-

આપણે ત્યા રામગઢ-૪ ,રામનગર-૮ ,રામપર-૧૬ , રામપરા-૨૦, રામપુર-૧૮, રામપુરી-૫, લક્ષ્મણપુરા-૬, સીતાપુર-૧૦, હનુમાનગઢ-૨, હનુમાનધાર-૧, હનુમાનપુરા-૨, ઈશ્વરીયા-૧૬, લક્ષ્મીપુરા-૧૪, અંબાજી પર-૫૩(જુદીજુદી રીતે), હરિપર-૨૨, હરિપરા-૨૨, મહાદેવપુરા-૧૪, માધવ પર-૧૪,કૃષ્ણ પરથી-૬, ગણેશપુરા-૧૬, ગણપતપુરા-૪ ખોડિયાર -૯, નાગદેવ પર-૨૮,

૨)સ્થળ પર:-

તળાવ પરથી ગુજરાતમા ૩૫ જેટલા ગામ છે.

જ્ઞાતિ પર;-

ઐયર(કચ્છ), કુભારિયા-૨૧, કોઠારી-૨, માડીત-૨, કોઠારી-૨, ઢેબર-૩, છાયા-૧, સુથાર-૬, વાઘેલા-૨, રાવલ-૧, વોરા-૫(અલગ અલગ રીતે), સોની-૪, સઈ,મેરઈ પર-૨ ઓડ-૪, કાપડી-૨, કાપડીયા-૨, નીનામા-૨ ભાટ -૩, ખાન પર-૧૪, શાહ પર-૧૪, વાણિયા-૮ ચારણ-૧૮, મલેક-૧૦.

માણસને સુખને કલ્યાણ વધારે ગમે સુખપર-૭, સુખસર,કલ્યાણપુરા- ૨૨,

પશુ પરથી ગામના નામો:-

ઘોડી-૪, ઘોડા-૯, પાડા-૬, પાડી-૪,ભેસ પર-૧૪,ઘોડાઘોડીને લગતા-૨૨, ઘેટી-૧, હાથી પર-૨૧, બળદ પર -૨, બકરી પર-૩, ગાય પર-૫, ઉટ પર-૨૨

આ ઉપરાત પક્ષી પરથી:-

ટીટોડી, બાજ, સમડી,-૧-૧, મોર પર -૬૦, ચકલી પર-૩, કુકડા પર-૨, પારેવા પર-૨, કાગડા પર-૧૦, શિયાળને ભૂડણી પર-૧-૧ નામો છે.

નવા ગામના નામ નવા પરથી-૭૦ જેટલા છે. આમ અનેક વિધ નામો ગામો ધરાવે છે

આ ઉપરાત #જીવજંતુ :- જેવાકે એરૂ, વીછી, વિછણ, કંસારી, કીડી પર-૮, માકડી પર-૨, માકણ ૫૨-૧,.સાપ પર-૧૦,

#અલંકાર_પરથી_નામ:- ચુડી,કુડલ, ચુડા, શેલુ, અકોરી,ચુદડી, બાઘણી,સોનાવીટી,

#ખાસ_ખાસ_નામો:-

#અઘાર_લીન્ડા_લીન્ડી, #ગાડી_જહાજ, રાસ, લંગડી,#વાસળી_વીણા, કજોડીયા, #લાડવા_દેલાડવા,ગંજી, ગાઠીયા, ડબ્બા, #હાલ્લી_હાન્ડી, ગાય વાછરડા, પાડાપણ, ભૂખી,ભૂલ, આથમણી, લેટર, પેપર,ચોપડી, મનફરા, ઉન, હિજડામહૂડી, અરેઠી,કેવડી, સગાઈ, શીશા, પોપટપુરા, વાદરી,જોઈતા,#ગાગર_ઢોચકી, ધ્રંગ,ધ્રબ, ધ્રાગ, #નાડાતોડ_બાયડી,પડેલા,પત્રી,હૂકા,હવેલી, હુન્જ,હોડકા, માસા પર-૨, ખાડી, ભૈરવ, #ચુડેલ_જમડા, કડાઈ, સાકળ, ટોકરી, છાપરી, સાળી, ઢાઢા, ઢાઢાવાળા, ભવાડા, બાબલા. કૂણી, #બેપાડા_મસાણપાડા, અક્કલઉતાર, ચોરી, ભગાડીયા, મોકલ, આખા, પા, વાદરવડ, હજામચોરા, બોબડીયા, #નાનાકપાયા, મોટા_કપાયા,પત્રી, વાગેલા, ઉકરડા, ઉકરડી, બાપડા સભા, દિવેલ વિગેરે.

ખાવાપીવાની ચીજો પરથી:-

ગુવાર, રીગડી,ભીન્ડી, વાલોળ, શિખંડપુરા, ભાત, ભાતખાઇ, ભાખરી, ખીચા, લાડવા પર તો ૧૪ ગામના નામ છે.

વ્યક્તિ વિશેષ પર ગામનામ:-

સયાજીપુરા-૨,પ્રતાપનગર-૯, પ્રતાપગઢ-૯, પ્રતાપપુરા-૭, સરદાર ગઢ-૧, સરદારપુરને સરદારપુરા-૧૩ વલ્લભવિદ્યાનગર-૧,વલ્લભપર-૧વલ્લભવાડ-૧ વલ્લભીપુર-૧, ગાધીનગર-૨,ગાધીધામ, ગાધીપુર, ગાધુ. જવાહરનગર, જવાહર ચોક, ખેગારપર-૯,ગંભીરપર-૧૦,હમીર પર-૧૬,

વૃક્ષો પર ગામનામ:-

વડ પરથી;૧૮૦, ખજુર,ખજુરી પરથી-૧૭, મહુડી પરથી-૨૫, લીમડી-૧૦, ખાખરા-૧૯, ખીજડા-૨૨, ગુદા-૨૧, આબો-૫૮, આબલી-૨૫,કોઠા-૧૦, બાવળ-૬,પીપળી પરથી-૯૦, જાબુ પરથી-૨૭, સાગ પરથી -૧૧.

નંગ પરથી ગામનામ:-

માણેક પરથી-૧૮,હીરા પરથી-૨૦, મંગળ પર;૧૨

ગ્રહ પરથી:-

ચંન્દ્ર પરથી ૧૬ ને સુરજ પરથી -૧૦ સોમ પરથી-૧૨, મંગળ પરથી-૧૨, બુધ પરથી-૧૩, ગુરૂ પરથી-૧, શનિ પરથી-૧, રવિ પરથી-૬

સ્વાદ પરથી ગામનામ:-

મીઠા પરથી -૩૨, ખારા પરથી-૩૬, ખાટા પરથી-૧૪.

ફુલ પરથી ગામનામ;-

ગુલાબ પરથી-૧૦,કમળ પરથી-૧૩

ધાતુ પરથી ગામનામ:-

કાસા પરથી-૯,સોના પરથી-૫૦,ચાદી પરથી-૪

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!