✍ ખુબસુરત હિલ સ્ટેશનમાં થયેલો સિમલા કરાર (૧૯૭૨) ✍

શ્યામલા દેવી પરથી એક પર્વતીય સ્થળનું નામ પડયું આ સિમલા. આ શ્યામલા દેવી એ માં કાલીનો જ એક અવતાર ગણાય છે. સીમલા જવાં માટે કાલકાથી જ આ પર્વતીય રસ્તે થઈને સીમલા જવાય છે. આ કાલકા નામ પણ માં કાલિકાના નામ પરથી જ પડયું છે અને અહી માં કાલિનું બહુજ પ્રખ્યાત અને અતિપ્રાચીન મંદિર પણ છે જેની માનતા અને આસ્થા અપાર છે !!! આ કાલકાથી જ ઉચાઇ પર સિમલા સ્થિત છે. આનું એક બીજું મહત્વ પણ છે કે કાલકાથી સિમલા જવા માટે એક પર્વતીય ટોય ટ્રેન શરૂ થઇ છે જે ૧૦૮ બોગદા અને લગભગ ૮૦ બ્રીજ પરથી પસાર થઈને જાય છે. આ ટ્રેનની પણ શરૂઆત ઇસવીસન ૧૯૦૩માં અંગ્રેજોએ કરી હતી

જે વખત જતાં વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામી !!! જો કે અત્યારે માત્ર દાર્જિલીંગની જ ટોય ટ્રેન વર્લ્ડ હેરીટેજમાં સામેલ છે પણ એનો અર્થ એ નથી કે આ ટ્રેનને કાઢી મુકાઈ છે તે પણ પછી આવી જ જશે !!! આ વખતનું હિમાલય દર્શન અદ્ભુત છે પણ હવે સિમલા સુધી પહોંચવા માટે સીધો હાઈવે પણ બંધાયો છે જે પહેલા માત્ર એક માર્ગીય રસ્તો હતો પણ સારો હતો અત્યારે વધુ સુગમ બન્યું છે સિમલા જવાં માટે એમ કહેવું જ વધારે ઉચિત ગણાય

જે પહેલાં માત્ર એક જંગલ જ હતું અને ત્યાં માનવવસ્તી માત્ર અતિપ્રખ્યાત જાખુ હનુમાન મંદિર પાસે જ હતી !!! અહી એનો ઈતિહાસ તો કહેતો નથી પણ એટલું જ કહું છું કે સિમલાનો ઈતિહાસ બહુ પ્રાચીન તો નથી જ પણ ઇસવીસન ૧૮૨૨થી ૧૮૨૭ દરમિયાન આ સીમલા જયારે અંગ્રેજોને હસ્તક આવ્યું તેમણે જ આ સ્થળ શોધીને વિકસાવ્યું હતું. તેમાં એક સ્કોટીશ સેવક ચાર્લ્સ પ્રાટ્ટ કેનેડીએ ઘર બંધાવ્યું હતું જેનું નામ પુક્કા હાઉસ છે. આ હાઉસ બન્યું ઇસવીસન ૧૮૨૨માં જે અત્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભા છે. આજ જગ્યાએ અંગ્રેજોએ પોતાનાં ભારતમાંનાં શાસનકાળ દરમિયાન એમણે આ સિમલાને પોતાની ઉનાળુ રાજધાની બનાવ્યું પછી ધીમે ધીમે કાલાંતરે એનો વિકાસ થતો ગયો અને એ એક સુંદર પર્વતીય સ્થળ બની ગયું. આ જગ્યાએ ઘણા બધા અંગ્રેજોએ વિઝીટ કરી હતી

આ સીમલા એક રાજકીય વાટાઘાટો માટે ઉત્તમ સ્થાન બન્યું એ પણ ઇસવીસન ૧૮૩૨માં જયારે બ્રિટીશ ગવર્નર જનરલ વિલિયમ બેંટિક અને પંજાબના મહારાજા રણજીતસિંહ વચ્ચે એક રાજકીય વાટાઘાટ થઇ હતી ત્યારે આ પ્રથમ પ્રસંગ હતો જયારે સિમલામાં કોઈ વાટાઘાટ થઇ હોય અને કોઈ એક નતીજા પર પહોંચવાની પહેલ થઇ હોય !!! જો કે સિમલા અંગ્રેજોની ઉનાળુ રાજધાની બન્યું ઇસવીસન ૧૮૬૩માં !!! પણ એ પહેલાં ત્યાં અનેકો રાજકીય ઉથલપાથલો – વાટાઘાટો થઇ હતી અનેકો મહત્વનાં નિર્ણયો લેવાયાં હતાં આ માટે લોર્ડ ડેલહાઉસી અને એવા કેટલાંય વાઈસરોયો ત્યાં જઈ આવ્યાં હતાં

કહેવાનો મતલબ એ છે કે આ રીતે સિમલાની નોંધ સમગ્ર વિશ્વએ લીધી !!! પછી ગાંધીજીના આગમન પછી ભારતમાં સ્વતંત્રતાની ચળવળ વધુ બળવત્તર બની ત્યારે ભારતનાં ઘણાં સ્વાતંત્ર્ય સેનાનીઓ ત્યાં જઈ જ આવ્યા હતાં. સિમલાની ખુબસુરતી મનમોહક છે જે નહેરુને માફક આવી ગઈ હતી તેઓએ પણ ત્યાં વારંવાર જવાનું રાખ્યું હતું. અંગ્રેજોનો સૂર્ય આથમવાનો હતો ત્યારે જ નહેરુએ નક્કી કર્યું કે આપણે પણ આ સિમલામાં ડેરો જમાવવો પડશે અને એનો વિકાસ કરવો જ પડશે અને આમ શરુ થઇ સીમલાની વિકાસયાત્રા !!! પણ તે વાટાઘાટો અને કરાર માટે યોગ્ય જગ્યા છે એની શરૂઆત ભલે અંગ્રેજોએ કરી હોય પણ એમાં ભારતે પણ પછી પાની કરી નહીં આ જ સિમલામાં ભારત પાકિસ્તાન વચ્ચે પહેલો કરાર થયો ૧૯૪૭-૪૮નાં યુદ્ધ જીત્યાં પછી !!!!

એક વાત તરફ આપ સૌનું ધ્યાન અવશ્ય દોરવા માંગું છું કે ભારત જયારે ૧૯૪૭-૪૮ જીતતું હતું ત્યારે સંધિ કરી લેવી જોઈએ એવું તે વખતના વડાપ્રધાન નહેરુનું માનવું હતું. આપણે જીત્યા જ છીએ તો આપણે પાકિસ્તાનને બાંધી લઇ શકીશું એવું નહેરુ માનતા હતાં પણ પાકિસ્તાનની મેલી મુરાદથી તેઓ અજાણ હતાં. આ વખતે ભારતના લોખંડી પુરુષ અને ભારતના પ્રથમ ગૃહ પ્રધાન (નાયબ વડાપ્રધાન) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના શબ્દો યાદ કરી લેવાં જેવાં છે. તેમણે આ વાત નહેરુને કરી હતી …” ભારત જયારે જીતતું હોય ત્યારે સંધિ ના કરાય ” કેટલું પરમ સત્ય હતું આમાં !!! પણ નહેરુ જેનું નામ એ ક્યાં કોઈનેય ગણકારે તેમ હતાં તેઓ તો સંધિ કરીને જ રહ્યાં !!!

આ પછી એક સરહદીય પ્રાશ્ન માટે કરાર તૈયાર કરવામાં આવ્યો જેનાં પર પાકિસ્તાનના હસ્તાક્ષર પણ લીધાં. આ એક એવી ગંભીર ભૂલ હતી કે જેનાં પરિણામ આજે પણ આપણે ભોગવીએ છીએ !!! આને લીધે જ વિશ્વે ભારતમાં ચંચુપાત કરવાં માંડયો છે. આ પ્રશ્નને યુનોમાં લઇ જવાની ભૂલ પણ નહેરુએ જ કરી હતી એમને વિશ્વનેતા જો બનવું હતું ને !!!મારાં મતે જો નહેરુએ સરદારની વાત સ્વીકારી હોત તો આજે આપણે આવાં દિવસો જોવાનો વારો જ ના આવ્યો હોત ને !!! આ એક ભૂલ થતાં તો થઇ ગઈ માની લઈએ કે એ હજી શરૂઆત હતી પણ આ પ્રશ્નને ઊગતાં જ ડામવાની જરૂર હતી. વિશ્વ એટલે કે યુનો આપણો વાંક જ ના કાઢી શકત કારણકે આ યુદ્ધ અને કબાલીયા જેવાં હુમલાખોરો મોકલવાની શરૂઆત જ પાકિસ્તાને કરી હતી !!! જે પછીથી આતંકવાદ બનીને રહ્યો !!!

ત્યાર પછી પાકિસ્તાન બેફામ બનતું ગયું અને યુનોનું દબાણ ભારત પર વધતું ગયું. એમાં વળી ચીન સામેનાં યુદ્ધમાં ભારતની કારમી હાર થઇ આને લીધે નહેરુને આઘાત લાગ્યો એમને હાર્ટએટેક આવ્યો તેમાં તેઓ અવાસન પામ્યાં પછી પક્ષ તો એનો એજ રહ્યો પણ વ્યક્તિ અને વંશ બદલાયા. ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી બન્યાં પાકિસ્તાનને એમ કે આ ધોતિયાદાસ વળી શું કરવાનો છે વળી ? એ બિન્દાસ બની ગયું અને એનના પરિણામ સ્વરૂપ ભારત-પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું જેમાં પણ ભારત જીત્યું. આ વખતે સમગ્ર વિશ્વે આ લાલબહાદુર શાસ્ત્રીની આભા પારખી અને સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું. એક તો ભારત બધી રીતે પગભર થાય એનાં પ્રયત્નો શ્રી શાસ્ત્રીજીએ જ શરુ કર્યા હતાં !!!

જે સમગ્ર વિશ્વને ગમતું નહોતું અને ભારતીય સેના અને ભારતીય કિસાનોને બળવત્તર બનાવવાનું શ્રેય પણ શ્રી શાસ્ત્રીજીને જ જાય છે. સેનાનો ઉપયોગ તો એમણે પાકિસ્તાન સામે યુદ્ધ જીતવામાં કરી દીધો પણ કિસાનોને પગભર થવામાં એમને ઘણાં જ ઠોસ કદમ ઉઠાવ્યા હતાં અને એમનું જગવિખ્યાત સૂત્ર ——- “જય જવાન જય કિસાન” ભારતના લોકોની લોકજીભે રમતું થઇ ગયું. આજ વાત વિશ્વને ખટકી હતી. તેમાં વળી યુદ્ધ થયું અને વિશ્વની બોલતી બંધ થઇ ગઈ હવે કરાર કયાં કરવો એ જ એક પ્રશ્ન હતો. આ માટે વિશ્વે એક ખતરનાક રમત રમી આ કરાર તાશ્કંતમાં થાય એવું નક્કી થયું. જયારે પાકિસ્તાન સહિત અન્ય દેશોનાં મનમાં જુદું જ કૈંક રમતું હતું આ શાસ્ત્રીજીની હત્યા કરવાનું !!! આમાં તેઓ સફળ રહ્યા અને શાસ્ત્રીજીની હત્યા થઇ ગઈ. કરાર તો થઇ ગયો હતો પણ એનું અમલીકરણ ના થયું.

ત્યારબાદ ભારતના વડાપ્રધાન નહેરુના સુપુત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી બન્યાં તેઓ આ પરિસ્થિતિથી ચિંતિત હતાં. નાગાલેન્ડમાં થયેલા બળવાએ એમને વધુ ચિંતિત બનાવ્યાં. અમેરિકાની દખલઅંદાજી તેમને પસંદ નહોતી. એક કારણવશ એમણે ભારતમાં હરિયાળી ક્રાંતિ શરુ કરાવી. અમેરિકા આનાથી નારાજ થયું અને એનો ઝોક પાકિસ્તાન તરફ વધ્યો હઈન્દિરાજીએ આનો પણ તોડ કાઢયો કે “કેમ ના પાકિસ્તાન સાથે યુદ્ધ કરી એના બે ભાગલાં પાડવામાં આવે ?” આ એમણે કરી બતાવ્યું ૧૯૭૧નાં યુધ્ધમાં જો કે આ યુદ્ધની શરૂઆત પણ પાકિસ્તાને જ કરી હતી. તેમાં પાકિસ્તાન હાર્યું અને એક નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થયો

આ બાંગ્લાદેશમાં કોઈ પ્રશ્ન ઉભો ના થાય અને પાકિસ્તાન પણ ફરી કોઈ આવી ગીલૌની હરકત ના કરે એમાટે એમને બહુ વિચાર કરી એક કરારનો મુસદ્દો તૈયાર કર્યો. આ માટે એમને ભારતીય સૈન્ય સહિત અનેકો જાણકારોની સલાહ લીધી હતી પછી જ આ કરારે આખરી રૂપ લીધું હતું. ઇન્દીરજીનો હેતુ સ્પષ્ટ હતો કે આ બંને દેશોનો અંતરિક પ્રશ્ન છે એમાં કોઈ બાહ્ય દેશ એટલે કે ત્રીજા દેશની દખલ અંદાજી ના થવી જોઈએ. આ તો એક મુદ્દો હતો આવા બીજાં અનેક મુદ્દાઓ હતાં. જે ભૂલ અગાઉ થઇ હતી તેવી તેઓ કરવાં નહોતાં માંગતા. એટલે એમણે આ કરાર ભારતમાં જ થાય એવું નક્કી કરવામાં આવ્યું

વળી ઇન્દિરાજીની એક ચાલ એ પણ હતી કે તમે સિમલાનો ૧૯૪૭-૪૮નો કરાર નથી માન્યો તો હું એજ જગ્યાએ તમને બાંધી દઈશ !!! આ હેતુસર જ સ્થળ સિમલા નક્કી કરવામાં આવ્યું હતું !!!આ જગ્યા હતી —–બાર્ન્સ કોર્ટ (રાજભવન) —– હિમાંચલ પ્રદેશ —– ભારત
સમય હતો ૨જી જુલાઈ ૧૯૭૨. આ કરારને સીલ કરવામાં આવ્યો ત્રીજી ઓગષ્ટ ૧૯૭૨નાં રોજ. આ કરાર જે ૨૮મી જુન ૧૯૭૨નાં રોજ તૈયાર કરવામાં આવ્યો હતો તેનું અમલીકરણ કરવામાં આવ્યું ૪થી ઓગષ્ટ ૧૯૭૨નાં રોજ !!!

મેં આજથી ૯ વર્ષ પહેલાં આ કરાર અલબત્ત અંગ્રેજીમાં ફેસબુક પર મુક્યો હતો પણ લોકોએ એની નોંધ સુધ્ધાં લીધી નહોતી. આ એક એવો કરાર છે જેમાં વિશ્વ દખલઅંદાજી નથી કરી શકતું. આમેય ટ્રમ્પ ભાઈની બોલતી બંધ છે ખબર નહિ એ હજી પણ કેમ એમ બોલ્યા કરે છે કે “હું કાશ્મીર પ્રશ્નમાં મધ્યસ્થી કરવાં તૈયાર છું ” આ લાલો લાભ વગર લોટે નહીં પણ ભારત એને ગાંઠશે પણ નહીં અને ભારત એને ગણકારશે નહીં. લાગે છે કે ભારતે બધા જ કરારોનો અને બીજાં દેશો એનાં શું પ્રતિભાવો અપાશે એ વિષે પુરતો અભ્યાસ કર્યો છે. જે તેમના વલણ અને તેમનાં બયાનોમાં અને તેમનાં દ્વારા લેવામાં આવતાં નીરન્યોમાં અતિસ્પષ્ટરૂપે જણાઈ આવે છે

જે કલમ એટલે કે જે કરારનો એક મુખ્ય મુદ્દો છે જેના પર વિદેશી તાકતો આટલાં રોટલાં શેકે છે અને પાકિસ્તાન મુરખું બધાં આગળ ધા નાંખે છે અને ખત્તા ખાય છે. એ એવી તે કઈ વાત એમાં થઇ છે જેની આગળ કોઈનુંય કશું ચાલી શકે તેમ નથી. આ જાણવાની ઇન્તેજારી બધાંને હોય એ સ્વાભાવિક જ છે તો એ આખો કરાર જે અગાઉના કરારો કરતાં તદ્દન ભિન્ન હતો કારણકે એ પરિસ્થિતિ અને માહોલ પણ જુદો હતો એટલે એ કરારનું મહત્વ વધારે છે. તે વખતે તો પાકિસ્તાન સહી કરીને પાછું મૂળ રંગમાં આવી ગયું હતું પણ એનો ફાયદો છેક અત્યારે આપણને મળતો જણાય છે અને વિદેશી તાકતો એની આગળ ચુપ થઇ જાય છે. એ કરાર સૌ પ્રથમ વાર આખો હું ગુજરાતીમાં મુકું છું તો લ્યો …….. આ રહ્યો એ ક્રરાર !!!!

➡ સિમલા કરાર ૧૯૭૨

ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર એ બંને દેશોના આંતરિક કલહ સુધરી ગયાં હોય એવું સ્પષ્ટપણે માને છે અને અને લીડે વિદ્રોહ અને વિવાદનું શમન થઇ ગયું છે. વિવાદો અને મુકાબલો હવેથી નહીં ઊભાં થાય એની અમો પુરતી તકેદારી રાખશું હવે પછીથી એવું નહિ થાય એની અમે ખાતરી આપીએ છીએ. આજ સુધી જે સંબંધો વણસેલા હતાં અને જે આપસી દેશોની મિત્રતામાં અવરોધરૂપ થતાં હતાં તે અ હવે સુધરશે આ દરમિયાન અને આવનારાં વર્ષોમાં શાંતિ જળવાઈ રહે અને પ્રજા અમનચમનથી રહે એ માટે અમે પણ પૂરતાં પ્રયત્નો કરીશું અને પ્રજાને પણ તેમ કરવા મનાવીશું !!!

આ હેતુ સુખરૂપ પાર પડે તે માટે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે નીચેના મુદ્દાઓ પાળવાનાં રહશે અને એને સપૂર્ણપણે અનુસરવાનું રહેશે !!!

☑ [૧] આ સિદ્ધાંતો અને આ હેતુઓ પાર પડે માટે સંયુકત રાષ્ટ્રનાં માળખાએ આ બાબતમાં અમારાં સંબંધો સુધરે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને એમણે એમ જ કરવું પડશે !!!

☑ [૨] આ કરારનો મુખ્ય હેતુ —- કે બંને દેશોએ તેમના મતભેદોનો સમાધાન કરવાનો સંકલ્પ કર્યો છે. દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા અથવા કોઈપણ શાંતિપૂર્ણ માધ્યમથી પરસ્પર સંમતિ આપીને તેમની વચ્ચે બંને દેશો વચ્ચેની કોઈપણ સમસ્યાઓના અંતિમ સમાધાન માટે બાકી છે, કોઈ પણ પક્ષ એકતરફી પરિસ્થિતિને બદલી શકશે નહીં અને બંને શાંતિ અને સુમેળભર્યા સંબંધો જાળવવા માટે નુકસાનકારક કોઈપણ કૃત્યોની સંસ્થા, સહાય અથવા પ્રોત્સાહનને અટકાવશે.

☑ [૩] બંને વચ્ચે સમાધાન, સારી પાડોશી અને ટકાઉ શાંતિ માટેની પૂર્વશરત સમાનતા અને પરસ્પર લાભના આધારે એકબીજાની આંતરિક બાબતોમાં પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ અને અવિભાજ્યતા માટે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે બંને દેશોની પ્રતિબદ્ધતા છે. છેલ્લાં ૨૫ વર્ષથી બંને દેશોના સંબંધોને નબળા પાડતા મૂળ મુદ્દાઓ અને સંઘર્ષના કારણોને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય તેમ છે.

☑ [૪] કે તેઓ હંમેશાં એકબીજાને રાષ્ટ્રીય એકતા, પ્રાદેશિક અખંડિતતા, રાજકીય સ્વતંત્રતા અને સાર્વભૌમ સમાનતાનો આદર કરશે.

☑ [૫] સંયુક્ત રાષ્ટ્રના માળખાં અનુસાર, તેઓ એકબીજાની પ્રાદેશિક અખંડિતતા અથવા રાજકીય સ્વતંત્રતા સામેના ખતરા અથવા બળના ઉપયોગથી દૂર રહેશે.

☑ એકબીજા વિરુદ્ધ નિર્દેશિત પ્રતિકૂળ પ્રચારને રોકવા માટે બંને સરકારો તેમની શક્તિની અંતર્ગત તમામ પગલાં લેશે. બંને દેશો આવી માહિતીના પ્રસારને પ્રોત્સાહિત કરશે અને તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોના વિકાસને પ્રોત્સાહન આપશે.

***** આમાં બીજી અને પાંચમી જે કલમ એ છે કે જે કરાર પર રાજીખુશીથી બંને દેશના વડાઓની સહીઓ લેવામાં આવી છે. એ બંને કલમો દરેકે ધ્યાનથી સૌએ વાંચી જવા જેવી છે એમાં જ ત્રીજા કોઈ દેશની દખલઅંદાજી નહીં જોઈએ અને એ ચલાવી પણ નહીં લેવામાં આવે એનો સ્પષ્ટ ઉલ્લેખ છે *****

☑ રિલેશનશિપ અને રિલેશનશિપ સંબંધોને હોડ કરવા માટે ક્રમિક ક્રમમાં !!! ***** આ મુખ્ય મુદ્દાઓ હતાં પણ આ મુદ્દાઓનું વિવરણ અને એનું વિશ્લેષણ થવું અતિઅવશ્ય્ક હતું. જેથી કરીને આમાં કોઈ ક્ષતિ ના રહી જાય એટલે શ્રીમતીજી ઇન્દિરાજીએ આ મુદ્દાઓ પર શું થઇ શકે અને કેવી રીતેથઇ શકે એની વિગતે છણાવટ કરવાં માટે આ મુસદ્દો જે તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં બીજા પણ

અતિમહત્વનાં મુદ્દાની છણાવટ વિગતે કરવામાં આવી હતી !!! જેનાથી કદાચ આવનારાં વર્ષોમાં ફેર પડી શકે એમ હતો જેનો ફાયદો ઉભયપક્ષે એટલે કે બંને દેશોને થાય થાય એવો શુભ હેતુ હતો !!!

આ કરાર જેણે પણ ગુજરાતીમાં મુક્યો છે એમાં મુખ્ય મુદ્દઓનું એડીટીંગ જ જોવાં મળે છે એ પછી હિન્દી હોય કે ગુજરાતી અંગ્રેજીમાં પણ મોટેભાગે આ સંકલન જ જોવા મળે છે પણ અંગ્રેજી ભાષામાં જ આ તૈયાર કરાયેલો હોવાથી તે અમુક વિશ્વસનીય સાઈટો પર ઉપલબ્ધ છે પણ એ વિગતો છે ક્યાંય પણ એનું વિશ્લેષણ તો નથી જ નથી. તરજુમાની આ જ ખામી છે કે તમે શું કહેવાં માંગો છો એની બાદબાકી થઇ જતી હોય છે જે ન જ થવું જોઈએ ક્યારેય પણ !!!આના ફાયદા અને ગેરફાયદા અચૂક જ જણાવવા જોઈએ. જેમાં થાપ ખાધી છે ન્યુઝ ચેનલો, છાપાં અને કહેવાતા સોશિયલ મીડિયા એ પણ એક વાત સારી થઇ કે એ લોકો સુધી પહોંચતું તો થયું પણ પૂરેપૂરું તો નહીં જ !!! આજ હેતુ સર હું તમને એ પુરક અને અતિ મહત્વની કલમો જણાવવા માંગું છું *****

એની પુરક કલમો આ રહી ——–

☑ [૧] સંદેશાવ્યવહાર, ટપાલ, તાર, સમુદ્ર, જમીન, સરહદની પોસ્ટ્સ સહિતની હવાઇ લિંક્સ, અને ફ્લાઇટ્સ સહિત હવાઇ કડીઓ ફરી શરૂ કરવા પગલાં લેવામાં આવશે.

☑ [૨] અન્ય દેશના નાગરિકો માટે મુસાફરીની સુવિધા વધારવા માટે યોગ્ય પગલા લેવામાં આવશે.

☑ [૩] જ્યાં સુધી શક્ય હોય ત્યાં આર્થિક અને અન્ય સંમત ક્ષેત્રોમાં વેપાર અને સહયોગ ફરીથી શરૂ કરવામાં આવશે.

☑ [૪] વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વિનિમયને આનાથી પ્રોત્સાહન મળશે.

☑ આ જોડાણમાં બંને દેશોના પ્રતિનિધિ મંડળ દ્વારા સમય સમય પર કાર્ય કરશે

➡ ખુબ જ જરૂરી વિગતો-

આ જ તો અતિમહત્વની બાબત હતી આ ઐતિહાસિક કરારની કે જેને ખાતર પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને …… જેઓ ૧૯૭૧નાં યુદ્ધ હાર્યા પછી આ કરાર પર પોતાનાં હસ્તાક્ષર કરવાં ભારતના તે વખતનાં વડાપ્રધાન શ્રીમતીજી ઇન્દિરાજીએ સિમલા બોલાવ્યાં હતાં. કરાર પર સહી કરાવવાનો આવ જ તો હેતુ હતો પણ એમાં ભારત -પાકિસ્તાન એમ બંને દેશોના સંબંધ બગડે નહીં એની પુરતી તકેદારી રાખવામાં આવી હતી. ફરી આ યુદ્ધની નોબત જ ન આવે એવાં સંબંધોની પહેલ કરવાનો જ આ એક શુભ આશય હતો. તમારે જે મનાવવું હોય તો બે વાત એમની પણ માની લો તો એ લોકો પણ આપણી વાત માનવા રાજીખુશીથી તૈયાર થઇ જશે આ જ તો ઇન્દિરાજીની ચાલ હતી !!!

એ મુદ્દાઓ આ રહ્યાં ——

ટકાઉ શાંતિની સ્થાપનાની પ્રક્રિયા શરૂ કરવા માટે, બંને સરકારો સંમત થાય છે કે ——–

☑ [૧] ભારતીય અને પાકિસ્તાની સૈન્યને આંતરરાષ્ટ્રીય સરહદની બાજુમાં પાછા ખેંચવામાં આવશે.

☑ [૨] જમ્મુ અને કાશ્મીરમાં ૧૭ ડિસેમ્બર, ૧૯૭૧નાં યુદ્ધવિરામનાં પરિણામે નિયંત્રણ રેખાને બંને પક્ષ દ્વારા માન્યતાવાળી સ્થિતિને પૂર્વગ્રહ વિના માનવામાં આવશે. કોઈ પણ બાજુ પરસ્પર મતભેદો અને કાનૂની અર્થઘટનને ધ્યાનમાં લીધા વિના, એકપક્ષી રૂપે તેને બદલવાનો પ્રયાસ કરશે નહીં. આ લાઇનના ઉલ્લંઘનમાં ધમકીઓ અથવા બળના ઉપયોગથી બચવા બંને પક્ષે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

☑ [૩] જુના કરારો રદ થયાં પછી આ કરારનો અમલ પછી શરૂ થશે અને તેના 30 દિવસની અવધિમાં પૂર્ણ કરવામાં આવશે. આ કરાર બંને દેશો દ્વારા તેમના સંબંધિત અનુસાર બહાલી આપવામાં આવશે. બંધારણીય પ્રક્રિયાઓ, અને બહાલીના ઉપકરણોની આપલે કરવામાં આવે છે તે તારીખથી અમલમાં આવશે.

☑ બંને સરકાર સંમત છે કે ભવિષ્યમાં પરસ્પર અનુકૂળ સમયે તેમના સંબંધિત વડાઓ ફરીથી મળશે અને તે દરમિયાન, બંને પક્ષના પ્રતિનિધિઓ ટકી રહેલી શાંતિની સ્થાપના માટેની રીતો અને વ્યવસ્થાઓની, અને સંબંધોના સામાન્યકરણની ચર્ચા માટે બેઠક કરશે, જેમાં સમાવિષ્ટ છે. યુદ્ધના કેદીઓને અને નાગરિક ઇન્ટર્નીઝને પરત આપવાના પ્રશ્નો, જમ્મુ-કાશ્મીરની અંતિમ સમાધાન અને રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવાના પ્રશ્નો વગરેની પણ ચર્ચા કરવામાં આવશે !!!

ઝુલ્ફિકાર અલી ભુટ્ટો (રાષ્ટ્રપ્રમુખ ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન ઇન્દિરા ગાંધી (વડાપ્રધાન રિપબ્લિક ઓફ ઇન્ડિયા)

હવે હું થોડું વિવરણ કરવાની ઈજાજત લઉં છું. પહેલાં તમારું ધ્યાન એક બાબત પર દોરી દઉં છું કે આ કરારને BBCએ બહુ ચઢાવી ચઢાવીને ભારતની હાર અને ઝુલ્ફીકારની જીત તરીકે ગણાવ્યો છે એનું કારણ એ એક છે કે આ કરાર વખતે માત્ર ૧૭ વર્ષની કુમળી વયે રાજકારણ અને પિતાજીની મેલીમુરાદોથી અજાણ એવી ભુટ્ટોની પુત્રી બેનઝીર પણ ભારત આવી હતી. આ બેનઝીરની ખુબસુરતી પર ઈન્દિરાજી સહીત શિમલાની પ્રજા ફિદા થઇ ગઈ હતી અને બેનઝીર શિમલામાં બિન્દાસપણે શિમલાના મોલ રોડ ઉપર ફરતી હતી અને ખરીદી કરતી હતી ત્યારે એને જોવાં લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. બેનઝીરે સીમલા મોલ રોડની ટોકીઝમાં પાકીઝા પણ જોયું હતું પછી તો બેનઝીર સિમલા અને ભારતની આગતાસાગતા પર મંત્રમુગ્ધ બની ગઈ હતી પણ ઝુલ્ફીકારની મેલીમુરાદથી તે અજાણ હતી

અચાનક તેમને ઇન્દિરાજીને ચાલ ઊંડી પાડીને સિમલા છોડીને પાકિસ્તાન જવાનું નક્કી કર્યું અને ત્યાના લોકોનાં મનમાં એમ ઠસાવવામાં આવ્યું કે બેનઝીર તો —- લડકા હૈ લડકા.. આ વખતે ઝુલ્ફિકારે સહી તો કરી દીધી હતી પણ બ્રિટીશ મીડીયાએ એવું ફલિત કર્યું કે આ કરાર પર બેનઝીરની ખુબસુરતી ભારે પડી !!! જોકે આવી કૈક વાત બેનઝીરે પોતાની આત્મકથામાં કરી છે ખરી. અંગ્રેજો આમેય અંદરોઅંદર લડાવી મારવામાં જ ઉસ્તાદ છે તેઓએ આનો શુભ હેતુ જોયો જ નહીં !!! આ હેતુની નિષ્ફળતા માટે ખુદ ભુટ્ટો જ અને સમગ્ર પાકિસ્તાન છે જેને ઇસ્લામિક દેશો અને યુનોનો સાથ મળતો માટે એટલે પાકિસ્તાને આ કરારનો અમલ ના જ કર્યો તે ના જ કર્યો !!!

વિશ્વને તો આમાં દખલ જ કરવી હતી કારણકે એ જ તો એમનો ધંધો વિકસાવવાનું પ્રજાનાં કલ્યાણ માટેનું એક સાધન હતું પણ ત્યાર પછી કારગીલ છમકલા -અડપલાને બાદ કરતાં કોઈ યુદ્ધની નોબત તો નાં આવી પણ એનો ભય પાકિસ્તાનને હંમેશા સતાવતો રહ્યો છે. ભારતમાં ત્યાર પછી પક્ષ તો એનો એ જ રહ્યો પણ એની પોલીસીઓ અને નિર્ણયો બદલાતાં રહ્યાં. જોકે તેનો અમલ તેમને માત્ર પાકિસ્તાન અને કાશ્મીરની તરફેણ કરવામાં જ કર્યો અને આ પ્રશ્ન નાસૂર બની ગયો જેમાંથી આપણા રાજકીય પક્ષની નિર્બળતા અને વ્હાલાંદવલાંની નીતિને કરને જ જન્મ આપ્યો આતંકવાદને જેને ડામવો કોઈનેય માટે શક્ય નહોતું !!! આ એક નિર્બળતા કહો તો નિર્બળતા અને નિષ્ફળતા કહો તો નિષ્ફળતા ગણાય એમાં કોઈ જ શંકાને સ્થાન નથી !!! જેમાં આ BBC પણ શામેલ જ હતું અને પછી પોતાનો નિહિત સ્વાર્થ સાધવા અમેરિકા પડયું !!!

ચીન તો પહેલેથી જ પાકિસ્તાન સાથે ગાઢ મિત્રતા નિભાવતું હતું જે ઘટના પહેલા બની હતી ૧૯૭૧નાં યુદ્ધ પહેલાં ૯ વરસ પહેલાં એનું પુનરાવર્તન ના થાય એની ખાસ તકેદારી આમાં રાખી હતી. આમેય ચીન તો પહેલેથી જ કોઈને ગાંઠતું નહોતું અને પાકિસ્તાન પછીથી વધારે એનાં નકશેકદમ પર ચાલ્યું જે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં શબ્દો હતાં “પાકિસ્તાન સો વરસ લાગે તો સો વરસ પણ ભારત સામે પોતાની લડાઈ છોડશે નહીં ” એ જ માણસ ૧૯૭૧નું યુદ્ધ હાર્યો હતો અને એ હારનો બદલો લેવાં માંગતો હતો એટલે કદાપી આ કરાર માને નહીં એ અત્યંત સ્વાભાવિક હતું

ભારતે પાકિસ્તાન પર વધુ પડતો વિશ્વાસ રાખ્યો એ ભારતની મહાગંભીર ભૂલ હતી એ વિશ્વાસ કરવાંને લાયક હતું જ નહીં !!! પરિણામે પાકિસ્તાન બિલકુલ ગાંઠયું જ નહિ અને પરિસ્થિતિ પહેલાં હતી ત્યાંને ત્યાં આવીને ઉભી રહી ગઈ. જો કે એ વધારે વણસી ૧૯૯૦નાં દાયકામાં. આમ દેખીતી રીતે આ કરાર નિષ્ફળ ગયેલો ભલે જણાય પણ એમાંના કેટલાંક મુદ્દા(કલમો)ને લીધે આજે સમગ્ર વિશ્વ ચુપ છે. જેને ન ગણકારવાની ભયંકર ભૂલ પાકિસ્તાન કરી બેઠું. પાકિસ્તાન અમેરિકા પર જ વધારે નિર્ભર હતું પણ જયારે એના પોતાના પર વીતી અને આતંકવાદે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું ત્યારે અમેરિકાએ બિન લાદેનને ખત્મ કરી એનો બદલો લીધો પણ તોય આતંકવાદ વિશ્વ્યાપી હતો અને એને જડમૂળમાંથી ખતમ કરવો અત્યંત આવશ્યક હતો તે માટે શું પગલાં લેવા જોઈએ એની ભારે માંગ ઉઠી એમાં વળી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલીબાનોને હટાવ્યા અને બુરી રીતે હરાવ્યા સદ્દામને ખત્મ કર્યો અને એમાં પાકિસ્તાનને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગ્યું એટલે એણે અમેરિકાનાં ગુણગાન ગાવાં માંડયા

પાકિસ્તાનથી સીરિયા લઇ જઈ આતંકવાદી જેહાદી -લવ જેહાદી બનવવાનું એક મોટાં રેકેટનો પર્દાફરાશ થયો ત્યારે આ આતંકવાદ સામેની સામેની લડાઈ વધુ બળવત્તર બનવાં માંડી અને એનાં મૂળિયાં પાકિસ્તાન સુધી આવતાં જણાયાં ત્યારેજ વિશ્વ આ પાકિસ્તાન સામે પગલા લેવાં વિચારતું થયું !!!ફ્રાંસ અને બ્રિટન પણ આતંકવાદી હુમલામાંથી ના બચી શક્યાં !!! આ વખતે યુનોમાં આ ૧૯૭૧નાં કરારની વિગતે ચર્ચા કરવામાં આવી. પાકિસ્તાન જ અ માટે ધા નાંખતું યુનોમાં ગયું હતું પણ જયારે યુનોએ આ કરારનો ઊંડો અભ્યાસ કર્યો ત્યારે જ એને ખબર પડી કે આ કાશ્મીર પ્રશ્નમાં આપણે પાકિસ્તાનની મદદ કરતાં હતાં તેમાં આપણાથી પડી શકાય એમ જ નથી !!! આ એક મહત્વની વાત આ કરારમાં હતી જેને લીધે ઇન્દીરાજીનું મહત્વ વધી ગયું અને સાથોસાથ આ કરારનું પણ !!!

આ કરારની આ કલમ વિષે છેલ્લા ૬ વરસથી સત્તા પલટો થયો ત્યારે એ અગાઉ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી જયારે બાજપેયીનું શાસન હતું ત્યારે આ બાબત યુનોનું ધ્યાન દોરવામાં આવ્યું. બાજપેયીજીને ભલે પાકિસ્તાન ન ગાંઠયું પણ અમેરિકાની આંખ ઉઘાડી નાંખે એવો પરમાણુ ધડાકો કરીને અમેરિકાને એક મોટો ચકમો જરૂર આપ્યો અને કારગીલ યુધમાં પાકિસ્તાનને પાછું લદાખમાંથી કાઢી મૂકી વિજય પતાકા લહેરાવી હતી !! પણ……. ઇસવીસન ૨૦૧૪થી અત્યારસુધીના ભાજપના શાસનમાં કાશ્મીર પ્રશ્ન વધુ વણસ્યો અને એનો હલ જરૂરી બન્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વારંવાર આતંકવાદનાં ખાત્મા પર ભાર મુકતાં હતાં તેમાં એમને જબરો પ્રતિસાદ મળવા માંડયો. મોદીજી પાકિસ્તાનની ચાલથી અવગત જ હતાં એમને અ કરારનો અભ્યાસ કર્યો અને અમેરિકા સહિત યુનાના બીજા દેશો આમાં દખલઅંદાજી ના કરી શકે એ વાત જે આ કરારમાં કરવામાં આવી હતી તેમાં એમની બોલતી બંધ કરી અને તેમનો પણ સાથ અને સહકાર આપણને મળવા માંડયો

આ કરારની અપાર સફળતા હતી અને પાકિસ્તાનની ઘોર નિષ્ફળતા. એ જે કલમ છે એ અહીં મુકું છું. બંને દેશો—– “દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ રીતે તેમના મતભેદોનું સમાધાન કરશે” !!!આ બાબત જ ભારત આગળ ધરતું રહ્યું. ભારતે, ઘણી વખત કહ્યું છે કે કાશ્મીર વિવાદ દ્વિપક્ષીય મુદ્દો છે અને સિમલા કરાર, ૧૯૭૨ મુજબ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા સમાધાન થવું જોઈએ અને આમ સંયુક્ત રાષ્ટ્રની તૃતીય પક્ષની દખલને પણ નકારી હતી. આબાબતને લીધે જ ભારત પાકિસ્તાન સામે જો યુદ્ધ થાય તો એને ખત્મ કરવાં તૈયાર જ હતું પણ ભારત પહેલ કરવાં નહોતું માંગતું અને એ માટે એ પાકિસ્તાનને ઉપસાવતું રહ્યું. યુધ્ધના થાય અને પાકિસ્તાનની બોલતી બંધ થાય એવાં બે પગલાં જરૂર લીધા શ્રી મોદીજીએ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક રૂપે જેમાં કોઈને પણ ભારતનો વાંક દેખાયો નહિ ઉલટની પાકિસ્તાન પર જ પસ્તાળ પડી તે નફામાં !!!

આ કરારમાં એક બીજી પણ વાત હતી કે —-આ કરારથી ૧૭ ડિસેમ્બર ૧૯૭૧ની સીસ-ફાયર લાઈનને ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ લાઇન (એલઓસી) માં ફેરવવામાં આવી હતી અને તે સંમતિ થઈ હતી કે “પરસ્પર મતભેદો અને કાનૂની અર્થઘટનને ધ્યાનમાં લીધા વિના, કોઈપણ પક્ષ તેને એકપક્ષી રૂપે બદલવાનો પ્રયત્ન કરશે નહીં.” જેનું છેડેચોક ઉલંઘન પાકિસ્તાને વારતહેવારે કર્યું હતું. સન ૧૯૭૨ પછી પાછળથી ઘણા ભારતીય અમલદારોએ દલીલ કરી છે કે આ એલઓસીને આંતરરાષ્ટ્રીય સરહદમાં રૂપાંતરિત કરવા માટેનો કરાર, બંને સરકારના વડાઓની વચ્ચે એક પછી એક બેઠક દરમિયાન થયો હતો. જોકે, પાકિસ્તાની અમલદારોએ આવી કોઈ પણ વાતને નકારી છે જે પાકિસ્તાનની એક ગંભીર ભૂલ હતી

બંને દેશો દ્વારા નવી “સીઝ-ફાયર લાઈન” ની આ ઓળખ ભારત અને પાકિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ લશ્કરી નિરીક્ષક જૂથને નજીવી બનાવવાની દલીલ કરે છે. ભારતના મતે, યુ.એન.એમ.ઓ.જી.જી.પી. નો હેતુ ૧૯૪૯નાં કરાચી કરારમાં સૂચવાયેલ યુદ્ધવિરામ રેખા પર નજર રાખવાનો હતો જે હવે અસ્તિત્વમાં નથી.. જો કે, પાકિસ્તાનનો આ મુદ્દે એક અલગ નિર્ણય છે અને બંને દેશો હજી પણ યુએન મિશનનું યજમાન છે

આ કરારથી બંને દેશોના સંબંધોને સશસ્ત્ર સંઘર્ષના મુદ્દા પર બગડતા રોકી શક્યા નથી. તાજેતરમાં ૧૯૯૯નાં ના કારગિલ યુદ્ધમાં આ કરારમાં વ્યાખ્યાયિત (સંભવત: આ વિસ્તારને વિવાદાસ્પદ માનવામાં આવતો ન હતો) જેને પાકિસ્તાન દ્વારા સિમલા કરારનું ઉલ્લંઘન માનવામાં આવતું હતું. સિયાચિન સંઘર્ષમાં ત્યારબાદ થયેલા મોટાભાગના મૃત્યુ કુદરતી આફતોથી થયા છેદા.ત. 2010, 2012 અને 2016 માં હિમપ્રપાત ……

આ એક અર્થઘટન હતું અને એ વિષેનું એક વિશ્લેષણ હતું પણ આ તો પહેલાની વાત હતી ને !!! અત્યારની વાત તો આમાં કરી જ નથી. અત્યારે આ કરારનું મહત્વ સિયાચિન માટે નહિ પણ યુનો આમાં ચંચુપાત ન કરી શકે એ છે જે યુનોએ કર્યું અલબત્ત મોદીજીના કહેવાથી અને આમ પાકિસ્તાનની બોલતી બંધ થઇ કે એ તમારો આંતરિક પ્રશ્ન છે એમાં મેં દાખલ કરી શકીએ નહીં. જેને કારણે પાકિસ્તાન બેબાકળું અને એકલું અટુલું પડી ગયું છે સીધી વાત છે કે – હવે જે કંઈ પણ કરશે એ ભારત જ કરશે !!!

જે એક મુદ્દો બધાંનાં ધ્યાન બહાર રહી ગયો છે એ એ છે કે પાકિસ્તાનને ઇસ્લામિક રિપલ્બિક દેશ ગણવાનું આ શું બાબત છે? એ વિષે હજી સુધી તો વિશ્વ અજાણ જ છે. આનો વિરોધ આપણાથી ના જ કરાય એ પણ એટલી જ સાચી વાત છે તો પછી ભારત માટે ખાલી રિપલ્બિક ઇન્ડિયા કેમ ? ભારત હિંદુરાષ્ટ્ર એમ કેમ નહીં !!! સહમત છું કે ભારતમાં મુસ્લિમો પણ રહી જ શકે છે અને રહે પણ છે જ અને રહેવું જ જોઈએ એમ પણ હું સ્પષ્ટપણે માનું છું પણ જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે આજ વાત અતિમહત્વની હતી. અરે એ માટે તો દેશનું વિભાજન થયું હતું તો પછી આવી ગંભીર ભૂલ ભારતે કેમ કરતાં કરી ? આ પ્રશ્ન આજે પણ મારાં મનમાં સતાવે છે !! વાત લખવાની અને ગણવાની છે એટલે આમુદ્દો ધ્યાનમાં પહેલાં નહીં તો હવે લેવાવો જ જોઈએ !!!

આ હતી નહી છે આ કરારની અપાર સફળતા. મિત્રો આ કરાર ધ્યાનથી વાંચજો અન એના મુદ્દાને ધ્યાનમાં લેશો. વિગતે વાંચીને જ એની મહત્તા સમજાય છે એટલે જે બધે સંકલિત હતું એની જગ્યાએ પૂરું મુકીને અને થોડીક અત્યારની વાત મુકવાનો આ મારો પ્રયાસ માત્ર છે તો આ જરૂરથી વાંચશો જે માહિતી તમને જરૂરથી કામ લાગશે !!!

!! જય હિંદ !!
!! વંદે માતરમ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!