આયુર્વેદ અને વૈદકશાસ્ત્રનાં દેવ ધનવંતરિ 

ધનવંતરિ હિંદુ ધર્મમાં દેવતાઓમાંનાં એક છે. ભગવાન ધનવંતરિ આયુર્વેદ જગતના પ્રણેતા તથા વૈદક શાસ્ત્રનાં દેવતા માનવામાં આવે છે. ભારતીય પૌરાણિક દ્રષ્ટિએ “ધનતેરસ“ને સ્વાસ્થ્યનાં દેવતા ધનવંતરિણો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ધનવંતરિ આરોગ્ય, સેહત, આયુ અને તેજનાં આરાધ્ય દેવતા છે. ધન તેરસના દિવસે એમણે પ્રાર્થના કરવામાં આવે છે કે સમસ્ત જગતને નીરોગ કરીને માનવ સમાજને દીર્ઘાયુ પ્રદાન કરે.

અવતરણ  ———-

દેવતા એવં દૈત્યોનાં સંમિલિત પ્રયાસથી સમુદ્રમંથન કરી રહ્યાં હતાં. હલાહલ, કામધેનું, ઐરાવત, ઉચૈ:શ્રવા, અશ્વ, અપ્સરાઓ, કૌસ્તુભમણિ, વારુણી, મહાશંખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, લક્ષ્મી અને કલ્પ વૃક્ષ એમાંથી ઉત્પન્ન થયાં. અંતમાં હાથમાં અમૃતપૂર્ણ સ્વર્ણ કળશ લઈને શ્યામવર્ણ, ચતુર્ભુજ ભગવાન ધનવંતરિ પ્રકટ થયાં…. અમૃત વિવરણ પશ્ચાત દેવરાજ ઇન્દ્રની પ્રાર્થના પર ભગવાન ધનવંતરિએ દેવ-વૈદ્યનાં પદનો સ્વીકાર કર્યો, અમરાવતી એમનો નિવાસ બની !!!કાળક્રમથી પૃથ્વી પર મનુષ્ય રોગોથી અત્યંત પીડિત થઈ ગયો હતો. પ્રજાપતિ ઇન્દ્રએ ધનવંતરિજી ને પ્રાર્થના કરી ભગવાને કાશીના રાજા દિવોદાસનાં રૂપમાં પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. એમની “ધનવંતરિ સંહિતા” આયુર્વેદનો મૂળ ગ્રંથ છે. આયુર્વેદનાં આદિ આચાર્ય સુશ્રુત મુનિએ ધનવંતરિજી પાસે આ શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત કર્યો હતો !!!

પૌરાણિક ઉલ્લેખ ——–
ભગવાન ધનવંતરિને આયુર્વેદનાં પ્રણેતા તથા વૈદકશાસ્ત્રનાં દેવતાનાં રૂપમાં ઓળખવામાં આવે છે. આદિ કાળમાં આયુર્વેદની ઉત્પત્તિ બ્રહ્માથી થઇ છે એવું માને છે. આદિકાળનાં ગ્રંથોમાં –રામાયણ- મહાભારત તથા વિવિધ પુરાણોની રચના થઇ. જેમાં બધાં ગ્રંથોએ “આયુર્વેદાવતરણ”નાં પ્રસંગમાં ભગવાન ધનવંતરિણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધનવંતરિ પ્રથમ તથા દ્વિતીયનું વર્ણન પુરાણો અતિરિક્ત આયુર્વેદ ગ્રંથોમાં પણ છુટું-છવાયું મળે છે. જેમાં આયુર્વેદનાં આદિગ્રંથો —- સુશ્રુતસંહિતા, ચરકસંહિતા, કશ્યપસંહિતા તથા “અષ્ટાંગ હૃદય”માં એમનાં વિભિન્ન રૂપોમાં ઉલ્લેખ મળે છે!!!

આની અતિરિક્ત અન્ય આયુર્વેદિક ગ્રંથોમાં —— ભાવ પ્રકાશ, શાર્ગઘરતથા એમનાં જ સમકાલીન અન્ય ગ્રંથોમાં “આયુર્વેદાવતરણ”નો પ્રસંગ ઉધૃત છે. એમાં ભગવાન ધનવંતરિનાં સંબંધમાં પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. મહાકવિ વ્યાસ દ્વારા રચિત “શ્રીમદ ભાગવતપુરાણ” અનુસાર ધનવંતરને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવ્યો છે તથા અવતારોમાં એક અવતાર કહેવામાં આવ્યાં છે. મહાભારત, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ, શ્રીમદ ભાગવત મહાપુરાણાદિ માં એ ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે દેવતા અને અસુર એક જ પિતા કશ્યપ ઋષિનાં સંતાન હતાં, પરંતુ એમની વંશવૃદ્ધિ બહુજ વધારે થઇ ગઈ હતી. અત: એ પોતાનાં અધિકારોમાટે પરસ્પર અંદરોઅંદર લડયા જ કરતાં હતાં.

એ ત્રણે લોકો પર રાજ્યાધિકાર પ્રાપ્ત કરવાં માંગતા હતાં !!!! અસુરો અથવા રાક્ષસોનાં ગુરુ શુક્રાચાર્ય હતાં, જે સંજીવની વિદ્યા જાણતાં હતાં અને એ બળ વડે એ અસુરોને પુન: જીવિત કરી શકતાં હતાં. આ સિવાય દૈત્ય, દાનવ, આદિ માંસાહારી હોવાનાં કારણે હૃષ્ટ-પૃષ્ટ સ્વસ્થ તથા દિવ્ય શસ્ત્રોનાં જ્ઞાતા હતાં. અત : યુદ્ધમાં અસૂરોની અપેક્ષા દેવતાઓનું મૃત્યુ અધિક થતું હતું !!!

પુરાદેવऽસુરાયુદ્ધેહતાશ્ચશતશોસુરા:।
હેન્યામાન્યાસ્તતો દેવા: શતશોऽથસહસ્રશ:।

વૈદ્ય  ———

ગરુડપુરાણ અને માર્કંડેયપુરાણ અનુસાર વેદ મંત્રોથી અભિમંત્રિત થવાનાં કારણે જ ધનવંતરિ વૈદ્ય કહેવાયાં. વિષ્ણુપુરાણ અનુસાર ધનવંતરિ દીર્ઘતથા નાં પુત્ર દર્શાવાયા છે.  એમાં બતાવવામાં આવ્યું છે કે ધનવંતરિ જરા વિકારોથી રહિત દેહ અને ઇન્દ્રિયોવાળાં તથા બધાં જન્મોમાં સર્વશાસ્ત્ર જ્ઞાતા છે. ભગવાન નારાયણે એમણે પૂર્વજન્મમાં એ વરદાન આપ્યું હતું કે કાશિરાજનાં વંશમાં ઉત્પન્ન થઈને આયુર્વેદનાં આઠ ભાગ કરશે અને યજ્ઞ ભાગનાંભોકતા બનશે !!!
આ પ્રકારે ધનવંતરિનાં ત્રણ રૂપોમાં ઉલ્લેખ મળે છે  ——

[૧] સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન ધનવંતરિ પ્રથમ
[૨] ધન્વનાં પુત્ર ધનવંતરિ દ્વિતીય
[૩] કાશિરાજ દિવોદાસ ધનવંતરિ તૃતીય

અન્ય પ્રસંગ ———

આયુ નાં પુત્રનું નામ ધનવંતરિ હતું. એ વીર યશસ્વી તથા ધાર્મિક હતાં. રાજ્યભોગ ઉપરાંત યોગતરફ પ્રવુત્ત થઈને એ ગંગા સાગર સંગમ પર સમાધિ લગાવીને તપસ્યા કરવાં લાગ્યાં. ગત અનેક વર્ષોથી એમનાથી ત્રસ્ત મહારાક્ષસ સમુદ્રમાં છુપાયેલાં હતાં. વૈરાગી ધનવંતરિને જોઇને એમણે નારીનું રૂપ ધારણ કરીને એમનો તપોભંગ કરી દીધો !!! તદનંતર અંતર્ધાન થઇ ગયાં. ધનવંતરિ એની જ સ્મૃતિઓમાં ભટકવા લાગ્યાં. બ્રહ્માએ એને સમસ્ત સ્થિતિથી અવગત કરાવ્યા તથા ભગવાન વિષ્ણુની આરાધના કરવાં માટે કહ્યું. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરીને એમણે ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું. કિંતુ પૂર્વજન્મોનાં કર્મોનાં ફળસ્વરૂપ એ ત્રણ વાર ઇન્દ્રપદ પરથી ચ્યુત થયાં ——-

વૃત્રહત્યાનાં ફળસ્વરૂપ નહુષ દ્વારા,  સિંધુસેન વધનાં કારણે,
અહિલ્યા જોડે અનુચિત વ્યવહારનાં કારણે.

ભગવાન ધનવંતરિની સાધનામાટે એક સાધારણ મંત્ર છે  —-

ॐ ધનવંતરયે નમ: ॥  

આ સિવાય પણ એમનો એક મંત્ર પણ છે

ॐ નમોભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધનવંતરાયે:
અમૃતકલશ હ્ર્તાય સર્વભય વિનાશાય સર્વરોગનિવારણાય

ત્રિલોકપથાય ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુસ્વરૂપ
શ્રી ધનવંતરિ સ્વરૂપ શ્રી શ્રી શ્રી ઔષધચક્ર નારાયણાય નમ : ॥

ॐ નમો ભગવતે ધનવંતરયે અમૃત કલશ હસ્તાય સર્વ આમય
વિનાશ નાય ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુવે નમ: ॥ 

અર્થાત —- પરમ ભગવાનને, જેમને સુદર્શન વાસુદેવ ધનવંતરિ કહે છે. જે અમૃત કલશલઈને ઉભાં છે, સર્વમય નાશક છે, સર્વરોગ નાશ કારી છે, ત્રણે લોકોનાં સ્વામી છે અને મનો નિર્વાહ કરવાં વાળાં છે; એ વિષ્ણુ સ્વરૂપ ધનવંતરિને નમન છે !!!

ધનવંતરને હિંદુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. એ એક મહાન ચિકિત્સક હતાં જેમને દેવપદ પ્રાપ્ત થયું. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર એ ભગવાન વિષ્ણુનાં અવતાર સમજવામાં આવે છે. એમનું પૃથ્વીલોકપર અવતરણ સમુદ્રમંથનનાં સમયે થયું હતું. શરદ પૂર્ણિમાએ ચંદ્રમા, કાર્તિક દ્વાદશીએ કામધેનું ગાય, ત્રયોદશીએ ધનવંતરિ, ચતુર્દશીએ કાલીમાતા અને અમાવસ્યાએ ભગવતી લક્ષ્મીજીનો સાગરમાંથી પ્રાદુર્ભાવ થયો હતો !!!

એટલાં માટે દીપાવલીનાં ૨ દિવસ પૂર્વે ધનતેરસે ભગવાન ધનવંતરિણો જન્મ ધનતેરસના રૂપમાં માનવવામાં આવે છે. આજ દિવસે એમણે આયુર્વેદનો પણ પ્રાદુર્ભાવ કર્યો હતો. એમણે ભગવાન વિષ્ણુ નાં રૂપ કહે છે જેમની ચાર ભુજાઓ છે. ઉપરની બંને ભુજાઓમાં શંખ અને ચક્ર ધારણ કરેલું છે  ….. જ્યારે બે અન્ય ભુજાઓમાં એકમાં જલુકા અને ઔષધ તથા બીજાં માં અમૃત કલશ લીધેલું છે. એમની પ્રિય ધાતુ પિત્તળ માનવામાં આવે છે. એટલાં જ માટે ધનતેરસે પિત્તળ આદિનાં વાસણો ખરીદવાની પરંપરા છે. એમણે આયુર્વેદની ચિકિત્સા કરવાંવાળાં વૈદ્ય આરોગ્યનાં દેવતા કહેવામાં આવે છે. એમણે જ અમૃતમય ઔશાધીઓની શોધ કરી હતી.

એમનાં વંશમાં દિવોદાસ થયાં જેમણે “શલ્ય ચિકિત્સા”નું વિશ્વનું પહેલું વિધ્યાલય કાશીમાં સ્થાપિત કર્યું જેનાં પ્રધાનાચાર્ય સુશ્રુતને બનવવામાં આવ્યાં. સુશ્રુત દિવોદાસનાં જ શિષ્ય અને ઋષિ વિશ્વામિત્રનાં પુત્ર હતાં. એમણે જ સુશ્રુતસંહિતા લખી હતી. સુશ્રુત વિશ્વનાં પહેલાં સર્જન (શલ્ય ચિકિત્સક) હતાં. દીપાવલીનાં અવસર પર કાર્તિક ત્રયોદશી – ધનતેરસે ભગવાન ધનવંતરની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શંકરે વિષપાન કર્યું, ધનવંતરિએ અમૃત પ્રદાન કર્યું અને આ પ્રકારે કાશી કાલજયી નગરી બની ગઈ

એમ પણ ધનવંતરિ વૈદ્યને આયુર્વેદનાં જન્મદાતા માનવામાં આવે છે, જેમણે વિશ્વભરની વનસ્પતિઓ પર અધ્યયન કરીને એનાં સારાં-નરસાં પ્રભાવ-ગુણોને પ્રકટ કર્યા. ધનવંતરિના હજારો ગ્રંથોમાંથી અત્યારે કેવળ ધનવંતરિ સંહિતા જ પ્રાપ્ત થાય છે, જે આયુર્વેદનો મૂળ ગ્રંથ છે !!! આયુર્વેદનાં આદિ આચાર્ય સુશ્રુત મુનિએ ધનવંતરિજી પાસેથી જ આ શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત કર્યો હતો, પછીથી જ ચરક આદિએ આ પરંપરાને આગળ વધારી. એ કાશીનાં રાજા મહારાજ ધન્વનાં પુત્ર હતાં !!! એમણે શલ્યશાસ્ત્ર પર મહત્વપૂર્ણ ધોષણાઓ કરી હતી. એમનાં પ્રપૌત્ર દિવોદાસે એમને પરિમાર્જીત કરીને સુશ્રુત આદિ શિષ્યોને ઉપદેશ આપ્યો !!! દિવોદાસનાં કાળમાં જ દશરાજ્ઞનું યુદ્ધ થયું હતું. ધનવંતરિનાં જીવનનો સૌથી મોટો વૈજ્ઞાનિક પ્રયોગ અમૃતનો છે. એમનાં જીવનની સાથે અમૃતનો સુવર્ણ કળશ જોડાયેલો છે. અમૃત નિર્માણ કરવાનો પ્રયોગ ધનવંતરિએ સુવર્ણ પાત્રમાં જ બતાવ્યો હતો !!!!

એમણે કહ્યું કે જરા-મૃત્યુનાં વિનાશ માટે બ્રહ્મા આદિ દેવતાઓએ સોમ નામનાં અમૃતનો આવિષ્કાર કર્યો હતો. ધનવંતરિ આદિ આયુર્વેદાચાર્યો અનુસાર ૧૦૦ પ્રકારનાં મૃત્યુ છે !!! એમાં એક જ કાલ મૃત્યુ છે , શેષ અકાલ મૃત્યુ રોકવાંનો પ્રયાસ જ આયુર્વેદ નિદાન અને ચિકિત્સા છે. આયુનાં ન્યુનાધિકપણું એક -એક માપ ધનવંતરિએ બતાવ્યું છે !!!!

ભગવાન ધનવંતરિ આયુર્વેદનાં આદિ પ્રવર્તક એવં સ્વાસ્થ્યનાં અધિષ્ઠાતા દેવતા હોવાંથી વિશ્વ વંધ્ય છે. સ્વાસ્થ્ય કે આરોગ્ય માનવ જીવનનો આધાર છે. આયુર્વેદ આયુષ્યનું અર્થાત જીવનનું વિજ્ઞાન છે. જીવનનાં હિત -અહિત, સુખ-દુખનાં સુક્ષ્મ વિવેચન થવાથી આયુર્વેદ માનવ જાતિનું પરમ અમીષ્ટ છે !!! એ પુરુષાર્થ ચ્તુષ્ટય અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન હોવાંથી કલ્યાણમયી છે. બધાં માટે જાણવાં યોગ્ય છે !!! આ જ આયુર્વેદનાં જ્ઞાનથી સંપૂર્ણ વિશ્વને આલોકિત કરવાંવાળાં ભગવાન ધનવંતરિ ન સિર્ફ ચિકિત્સક વર્ગ અપિતુ સંપૂર્ણ માનવ જાતિનાં આરાધ્ય દેવતા છે !!!

સનાતન ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુએ જગત તારણ હેતુ ૨૪ અવતાર ધારણ કર્યા હતાં. જેમાં ભગવાન ધનવંતરિ ૧૨માં અંશાવતાર છે , અર્થાત તેઓ સાક્ષાત વિષ્ણુનાં શ્રીહરિ રૂપ છે. એમનાં પ્રાદુર્ભાવનો રોચક વૃત્તાંત પુરાણોમાં મળે છે. તદનુસાર એક સમય આવેશ પામીને અસુરોએ દેવતાઓને સતાવવાનું આરમ્ભ કરી દીધું હતું. સુખી દેવગણ પોતાનાં રાજા ઇન્દ્રની સન્મુખ ઉપસ્થિત થયાં અને પોતાની વ્યથા કહી ……. ઇન્દ્ર પ્રમુખ દેવતાઓની સાથે બ્રહ્માજીનાં શરણમાં પહોંચ્યા અને એમને આ પરેશાની દુર કરવાનું નિવેદન કર્યું !!!

ગરુડ પુરાણમાં ભગવાન ધનવંતરિનાં વ્રતની કથાનું વર્ણન આપ્યું છે. તદનુસાર ઋષિઓનાં પૂછવા પર ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે પૃથ્વી એવં સ્વર્ગમાં રોગોને કારણે દુખી માનવો એવં દેવોની દશાથી દુખી થઈને મહાયોગી નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયાં અને અનેક વ્યાધિઓથી ગ્રસ્ત પ્રાણીઓથી નિરોગ થાવાનું કારણ પૂછ્યું ….. ત્યારે ભગવાને કહ્યું કે  —— “હું ધનવંતરિનો અવતાર ગ્રહણ કરીને તથા ઇન્દ્ર પાસેથી આયુર્વેદ પ્રાપ્ત કરીને બધાં લોકોને સ્વસ્થ બનાવી દઈશ સાથે જ ભગવાન બોલ્યાં કે —— “હું કાર્તિક કૃષ્ણ ત્રયો દશી, ગુરુવાર હસ્ત નક્ષત્રનાં શુભ દિવસે બનારસમાં ધનવંતરિનાં રૂપમાં અવતાર લઈને આયુર્વેદનો ઉદ્ધાર કરીશ …..!!!” નારદજીએ ભગવાન ધનવંતરિની પૂજા વિધિ, એનું ફળ, નિયમ, સમય તથા પૂર્વમાં કોને કર્યું આદિ પ્રશ્નો પૂછ્યા ત્યારે ભગવાને કહ્યું ——– “કાર્તિક કૃષ્ણ ત્રયોદશીનાં દિવસે પ્રકટ થયાં …. અત: એ દિવસ ધનતેરસનાં નામથી વિખ્યાત થશે ….. એ દિવસે કરેલું વિધિવત પૂજન અક્ષય ફલપ્રદ હોય છે !!!

પ્રાચીન સમયમાં ઉજ્જૈનમાં ધનગુપ્ત નામના સમ્રાટ ક્ષય રોગથી દુખી હતાં. એમની પાંચ રાણી એવં પાંચેય પુત્ર પણ વિભિન્ન રોગોથી ગ્રસ્ત થઇ ગયાં. એ રાજાને ભારદ્વાજ મુનિનાં દર્શન થયાં. મુનિએ એમણે ભગવાન ધનવંતરિની ઉપાસના વિધિ બતાવી. રાજાએ ભગવાન ધનવંતરિનું ધ્યાન આવાહન સહિત ષોડશ ઉપચારોથી પૂજા કરીને ભક્તિપૂર્વક ૧૩ વર્ષ સુધી આ વ્રતને કર્યું જેનાથી પ્રસન્ન થઈને ભગવાન ધનવંતરિએ સાક્ષાત દર્શન આપીને વરદાન માંગવાનું કહ્યું.

રાજા એ સ્ત્રી, પુત્રો સહિત નિરોગતાનું વરદાન માંગ્યું. ભગવાને તથાસ્તુ અર્થાત એમ જ થશે એમ કહીને એમની ઈચ્છા પૂર્ણ કરી તથા પોતાનાં ચરણોમાં અતુટ ભક્તિ પ્રદાન કરી. જેનાથી એ સમસ્ત સુખ ઐશ્વર્ય ભોગવીને અંતમાં એમને મોક્ષ પ્રાપ્ત થયો. પુરાણોમાં ભિન્ન ભિન્ન સ્થળો પર પૃથક પૃથક સ્તોત્ર પ્રાપ્ત થાય છે. મત્સ્ય પુરાણમાં ૨૬ શ્લોકોનું ધનવંતરિ સ્તોત્ર મળે છે. બૃહદ બ્રહ્માનંદ ઉપનિષદમાં ભગવાન ધનવંતરિનાં ૧૦૮ શ્લોકો મળે છે !!!

ભગવાન ધનવંતરિ દ્વારા સાચેસાચ જ આયુર્વેદરૂપે ચિકિત્સારૂપે ક્રાંતિ આવી, જેને પૂર્ણ સવરૂપ આપ્યું સુશ્રુત અને ચરકે. આ માટે આપણે ભગવાન વિષ્ણુનાં અવતાર ભગવાન ધનવંતરિનાં ઋણી છીએ.
શત શત પ્રણામ ભગવાન ધનવંતરિજીને !!!

——— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!