દેવીદાસબાપુના પૂર્વજોનું વૃતાંત

ગુજરાતમાં આવેલો વઢિયાર પ્રદેશ. હાલમાં બનાસકાંઠા જીલ્લાના ડિસા તાલુકાનું પેપળી ગામ (જે હાલમાં પેપળુ ગામ) ઠાકર મહારાજનું ગામ કહેવાય છે. જ્યાં નકળંગ ધામ આવેલું છે પેપળી ગામ રબારીઓના નેસડાનું ગામ. આખું ગામ પરમાર શાખના રબારીનું હતું બધા રબારીઓ પોતાના માલ-ઢોર ગાયુ, ભેંશુ, ધેટા-બકરા વગેરેથી પોતાનું ગુજરાન ચલાવતા હતાં.

સંવત ૧૫૦૦ થી ૧૬૦૦ ના દાયકામાં થોડા મોળા વર્ષો થયા (પેપળુ) ગામના રબારીઓ ચિંતામાં પડી ગયા. થોડા વર્ષો તો એમને એમ રઝળપાટમાં પસાર થઈ ગયા. આજુબાજુના ગામના ખેડૂતો, રબારીઓ બધી પ્રજા ધંધા રોજગાર માટે એક ગામથી બીજા ગામ રખડવા લાગ્યા થોડા દિવસો ધંધા ચાલે વળી થોડા દિવસો બીજે જવું પડે આવા સમયમાં માલઢોરને ક્યાચારો ચરાવવો આવી ચિંતામાં રબારીઓ પડી ગયા.

આવા કપરા કાળમાં દુદાબાપા પરમાર શાખાના રબારી એક દિવસ સાંજે પોતાના ભાઈઓ બંધુઓ સાથે બેઠા હતા અને દુદાબાપા વાત કરે છે કે આપણા માલઢોરને હવે આપણા ગામડા ઓમાં પુરું પડતું નથી તો ચાલોને આપણે બધા સૌરાષ્ટ્ર બાજુ જઈએ બધા પરીવારજનો વિચાર કરે છે બધા પોતપોતાના વિચાર રજુ કરે છે. બધાના ચહેરા પર ચિંતાની રેખાઓ તણાય છે. ઘરની સ્ત્રીઓ વિચાર કરવા લાગે છે કે આપણે આપણું ગામ છોડીને જવું પડે જે ગામ સાથે આપણે લાગણીના સંબંધોથી બંધાયેલા છીએ તેવા ગામને આપણે છોડવું પડે.

આવા કપરા સમયે બધા રબારીઓ ભેગા થઈ અને સૌરાષ્ટ્રમાં જવાની વાત ડાયરામાં કરે છે ઘણાં જવા નથી માંગતા તે બધા અહિં રહેવા માંગતા હતા અને જે લોકો જવા માંગતા હતા તે બધા દુદાબાપાને કહે છે કે જો જવું જ હોય તો હવે વાટ જોવામાં આ કપરા કાળમાં આપણે ગમે ત્યાં આપણા માલઢોરનું આપણા બાળ બચ્ચાઓનું ગુજરાન તો કરવું જ પડે દુદાબાપા બધાને કહે છે કે જે લોકો જવા માટે તૈયાર હોય તે કાલે બધો જ સરસામાન લઈ તૈયાર થઈ જાય આપણે બધા કાલે જ નકળંગ ધામે દર્શન કરી સૌરાષ્ટ્ર બાજુ જવા નિકળશું.

બીજા દિવસે જે લોકો સૌરાષ્ટ્ર જવા તૈયાર હતા તે બધા લોકો નકળંગ ધામે ભેગા થાય છે. દુદાબાપા મંદિરમાં દર્શન કરે છે તેવામાં એક ભાઈ બોલે છે દુદાભાઈ ઠાકોરજીની યાદ નહિ આવે? દુદાબાપા થોડીવાર કશું જ બોલતા નથી પછી જવાબ આપે છે ભાઈ ઠાકોરજીની જ એવી ઇચ્છા હશે કે આપણે સોરઠ બાજુ જઈએ. નહિતર આવો દિવસ થોડા દેખાડે અને આપણને નકળંગ દેવની યાદ આવે છે તેમ દેવને પણ ભક્તોની યાદ આવશે જ ને, ત્યારે નકળંગ દેવ આપણે જ્યાં હશુ ત્યાં પધારશે. આવી વાતો કરતા બધા દર્શન કરી આગળ વધે છે.

ફરતા-ફરતા સોરઠ પ્રદેશમાં પહોંચે છે ગિરનારની ગોદમાં વસેલા સોરઠમાં બધાને નવી આશા જન્મે છે. દૂદાબાપા તેમના સાથી મિત્રોને કહે છે કે ગિરનારની ગોદમાં આવેલ જંગલ વિસ્તાર જે ગિર કહેવાય છે ત્યા જઈએ જેથી આપણા માલઢોર ને પુરતો ચારો મળી રહે અને દૂદાબાપા બધાને કહે છે કે જે લોકોને કોઈ જગ્યા પસંદ પડી જાય તે લોકો ત્યાં નેસડો બાંધી રહી શકે છે.

આમ દુદાબાપા તેમના પરિવાર સાથે ગિરના નાકા સમાન ગણાતા મુંજીયાસર ગામમાં આવે છે. મુંજીયાસર નદિના કિનારે વસેલું સુંદર ગામ હતું. ખેડુતોની વસ્તી ધરાવતું આ ગામ કહેવાય છે. એક સમયે મુંજલપુર નગર કહેવાતું હતું ત્યારે ગામમાં ખુબ મોટી સંખ્યામાં કહારાઓની પણ વસ્તી હતી અને ભોકાવાળા તેના રાજા હતા.

ભોકાવાળા ખુબ બહાદુર રાજવી હતા. તેના આ ગામમાં બધા જ પ્રકારની વસ્તી હતી. હિન્દુ, મુસલમાન વગેરે બધી કોમના માણસો મુંજીયાસર માં રહેતા હતા, બધા ખુબ સુખ-શાંતિ-સમૃદ્ધિ થી રહેતા હતાં. ભોકાવાળાની બહાદુરી ના પ્રતાપે આજુબાજુના રજવાડાવાળા પણ ગામમાં કોઈ રંજાડ કરતા નહિ.

આ મુંજલપુરના ગામધણી ભોકાવાળાની એક બહાદુરીની વાત ને આજે પણ લોકો બિરદાવે છે.જે દુશ્મનને પણ ખુબ જ માન આપતા આવા રાજવી ભોકાવાળાની વાર્તા ઈતિહાસના પાને દુશ્મનોની ખાનદાનીના નામથી જગપ્રસિદ્ધ છે આવું આ મુંજલપુર નગર હતું.

આવું આ મુંજલપુર નગર ધીમે ધીમે વસ્તી ઓછી થતી જવાથી મુંજીયાસર નામનું એક નાનું નેસડું રહી જાય છે તે નેસડાને જોઈ દુદાબાપા તેમના પરીવાર અને સાથી મિત્રો સાથે ત્યાં નદીના કિનારે જ પોતાનું નેસડું વસાવે છે.

દુદાબાપા ને એક દિકરો હતો જેનું નામ બિજલઆપા હતુ. સમયાંતરે દુદાબાપા સ્વર્ગે સિધાવે છે. નેસડાની ઘર પરિવારની જવાબદારી બિજલબાપા પર આવે છે દુદાબાપાની જેમ બિજલબાપા પણ ભગવાનના ભક્ત હતા બિજલઆપા તેમના કુળદેવી માં મોમાઈના ભક્ત હતા.નેસડામાં બિજલાઆપાનું ખોરડું મોટું ગણાતું બિજલઆપા પણ સમસ્ત નેસડાનું ખુબ ધ્યાન રાખતા. બિજલઆપાને બે પુત્રો હતાં એક નું નામ પુંજાબાપા બીજાનું નામ લખમણબાપા અને બે દિકરી પણ હતી.

બધા ખુબ સુખ-શાંતિ થી સમય પસાર કરતા હતા પંજાબાપા ના લગ્ન સાજણમાં નામના અજાણા શાખના રબારીના દિકરી સાથે થાય છે, સમય પસાર થતો જાય છે. પંજાબાપાને ત્યાં કોઈ સંતાન થતું નથી એવામાં બિજલઆપા પણ સ્વર્ગે સિધાવે છે, હવે ઘર-પરીવાર અને નેસડાની જવાબદારી પુંજાબાપામાથે આવે છે.

પુંજાઆપાના નાના ભાઈ લખમણઆપા પણ સમયાંતરે પોતાના પરીવાર સાથે બીજા ગામડે ગાયો લઈ ચાલ્યા જાય છે.

બધા ખુબ સુખ-શાંતિ થી સમય પસાર કરતા હતા પુંજાબાપા ના લગ્ન સાજણમાં નામના અજાણા શાખના રબારીના દિકરી સાથે થાય છે, સમય પસાર થતો જાય છે. પંજાબાપાને ત્યાં કોઈ સંતાન થતું નથી એવામાં બિજલઆપા પણ સ્વર્ગે સિધાવે છે, હવે ઘર-પરિવાર અને નેસડાની જવાબદારી પુંજાબાપામાથે આવે છે.

પુંજાઆપાના નાના ભાઈ લખમણઆપા પણ સમયાંતરે પોતાના પરિવાર સાથે બીજા ગામડે ગાયો લઈ ચાલ્યા જાય છે.

સત દેવીદાસ માંડણપીરબાપુ રૂડાપીરબાપુ અમર દેવીદાસ
ભાગઃ૨ ક્રમશઃ પોસ્ટ…

નોંધઃ અમે દેવીદાસ બાપુના વંશજો છીએ અને અમે અમારા વહિવંચા બારોટ તથા વાસ્તવિક ઇતીહાસના આધારે માહિતી લીધેલ છે જેની નોંધ લેશો.

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.94261 62860

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!