શ્રી દક્ષિણેશ્વર કાલી માતા મંદિર – કોલકત્તા

કોલકતામાં માં કાલીમાતાનું સૌથી મોટું મંદિર દક્ષિણેશ્વર કાલીના નામે પ્રસિદ્ધ છે. જે હુગલી (ગંગાનું બીજું નામ) નદીના તટ પર બેલુર મઠની પાસે સ્થિત છે. એ બંગાળીઓમાં અડ્યાત્મનું પ્રમુખ કેન્દ્ર મનાય છે. સાથે જ દેશ-વિદેશથી કાલી માંનાં ભક્તો બહુજ મોટી સંખ્યામાં દર્શન કરવાં પણ આવે છે
આ મંદિરનું નિર્માણ સન ૧૮૮૫માં પૂરું થયું હતું !!!

ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને એમના પરમ શિષ્ય શ્રી વિવેકાનંદનો આ મદિર સાથે બહુજ ઘેરો સંબંધ હતો. એમ કહેવાય છે કે કાલી માં એ સાક્ષાત ગુરૂ રામકૃષ્ણ પરમહંસને દર્શન આપ્યાં હતાં!!! આ મદિર પરિસરમાં બનેલો રામકૃષ્ણ પરમહંસનો કમરો પણ છે !!! જેમાં એમનો પલંગ તથા એમનાં સ્મૃતિચિન્હો એમની યાદમાં રખાયેલાં છે. બહાર એમની પત્નીની સમાધિ એક ઝાડની નીચે બનાવવામાં આવી છે. આ મંદિરમાં ૧૨ ગુંબજ અને ચારે તરફ શિવજીની ૧૨ પ્રતિમાઓ સ્થાપિત છે. આ સિવાય પણ મંદિરના પરિસરમાં અન્ય દેવી દેવતાઓનાં ઘણાં બધાં મંદિરો બનાવવામાં આવ્યાં છે. મંદિરનું મુખ્ય આકર્ષણ ભીતરી ભાગમાં ચાંદીથી બનવવામાં આવેલું કમળનું ફૂલ છે જેની હજારો પાંખડીઓ છે. પણ માં કાલીપોતાના અસ્ત્રો અને શસ્ત્રોની સાથે ભગવાન શિવ ઉપર ઉભેલી છે. નવરત્નની જેમ નિર્મિત આ મંદિરની પહોળાઈ ૪૬ ફૂટ છે અને ઉંચાઈ ૧૦૦ ફૂટ છે !!!

દક્ષિણેશ્વર કાલી મંદિર  ——–

હુગલી નદીના તટ પર બનેલું આ કાલી મંદિર માતાની ૫૧ શક્તિપીઠોમાનું એક છે. કહેવાય છે કે અહિયાં માતાનાં જમણાપગની ચાર આંગળીઓ પડી હતી. દક્ષિણેશ્વર કાલી મંદિરને કાલીનું દિવ્યધામ પણ કહેવાય છે. કળીયુગમાં ભક્તોમાટે આ જગ્યા કોઈ સિદ્ધ સ્થાનથી કમ નથી. દક્ષિણેશ્વર કાલી મંદિરની ગણના ન માત્ર બંગાળ પણ સમગ્ર ભારતનાં મહાનતમ દૈવીયતીર્થોમાં કરવામાં આવે છે !!!

મંદિર સાથે જોડાયેલી વાર્તા  ——

એમ કહેવાય છે કે ——
એક સમયે ત્યાં રાસમણીનામની રાણી હતી. રાણીની માં કાલીમાતાની બહુજ મોોટી ભક્ત હતી. એ દર વર્ષે સમુદ્ર માર્ગે થઈને કાશીનાં કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરવાં જતી હતી. એક વાર રાણી પોતાનાં સંબંધીઓ અને નોકરો સાથે કાલીમંદિરમાં જવાની તૈયારીઓ કરી રહી હતી. ત્યારે એક રાત્રે એને માં કાલીએ દર્શન  આપ્યાં અને એજ જગ્યાએ માં નું મંદિર બનાવવાનું અને એમાં જ માં ની સેવા કરવાનો આદેશ આપ્યો. દેવી માંનાં આદેશ અનુસાર એ રાણીએ ઇસવીસન ૧૮૪૭માં ત્યાં મંદિર બંધાવવાનું શરુ કર્યું ……. જે ઇસવીસન ૧૮૫૫ સુધીમાં પૂરું થઇ ગયું !!!

કોલકત્તાના કાલી મંદિર વિષે તો લગભગ બધાંને જ બધી ખબર હશે. આ મંદિર કેટલાંય વર્ષોથી કોલકત્તાનું એક મહાન ધર્મસ્થળ જ મનાય છે પણ તમને એ ખબર છે ખરી કે —— એક સમય એવો પણ હતો જ્યારે પુજારીઓમાં એમાં પગ મુકતાં પણ ડરતાં હતાં. હિન્દુઓની પુરાણી વ્યવસ્થા અને બંગાળની કુલીન પ્રથાને કારણે અહીંયા રહેવું એ સમયે ઘણું જ જોખમભર્યું મનાતું હતું !!!!

Kali mata mandir

એ સમયે એક શુદ્ર જમીનદારની વિધવા પત્ની રાસમણીએ એવુકામ કરી બતાવ્યું કે આજ સુધી આ મંદિરનું નામ ભારતના મહાન ધર્મ સ્થળોમાં ગણાય છે. રાસમણી કાલીમાં ની આજ્ઞાથી આ મંદિરનું નિર્માણ કરાવવા માંગતી હતી. જમીનદાર પરિવારમાંથી હોવાંનાં કારણે એમની પાસે પૈસાની કોઈ જ કમી નહોતી. પણ આ મંદિર બન્યાં પછી આ મંદિરમાં કોઈ પણ પૂજારીએ પૂજા કરવા માટે ના પડી દીધી કારણકે બંગાળમાં એ સમયે લિહાજથી એક સ્ત્રી દ્વારા મંદિરનું નિર્માણ કરાવવું એ તત્કાલીન રાજાનાં નિયમોની વિરુદ્ધ હતું !!!

મંદિર બનાવી દીધું અને મંદિરનું નામ રાખવામાં આવ્યું —-દક્ષિણેશ્વર માં કાલી મંદિર. આ મંદિર બનાવવામા ૮ વર્ષ લાગ્યાં હતાં. કહેવાય છે એ એક રાત્રે માં કાલીએ સપનામાં દર્શન આપ્યાં અને એમને મંદિર બનાવવાની વાત કહી.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આ મંદિરમાં રામકૃષ્ણ પરમહંસનાં આવવાથી લોકોની શ્રદ્ધા વધી ગઈ !!! રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદનાં ગુરુ હતાં. કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ આખો દિવસ આ માં કાલીને નિહાળતાં રહેતા હતાં

દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકતા  ——

દક્ષિણેશ્વરની માં કાલી જ પ્રસિદ્ધ સંત સ્વામી રામકૃષ્ણ પરમહંસની આરાધિકા હતી. દક્ષિણેશ્વરનું આ મંદિર હુગલી નદી (ગંગા)ના તટ પર છે અને મુખ્ય શહેરથી ૨૦ કિલોમીટર દૂર છે. મંદિરની વિશાળતા આંખોને આંજી દે તેવી અને મનને અભિભૂત કરી દે તેવી છે !!! આ મંદિર દક્ષિણેશ્વર ગામમાં લગભગ ૬૦ એકર ભૂમિ પર બનાવવામાં આવ્યું છે !!! માં કાલીનાં મુખ્ય મંદિર સિવાય પણ પરિસરમાં વિબીન્ન દેવી-દેવતાઓનાં બહુજ બધાં મંદિરો છે. કહેવાય છે કે સન ૧૮૪૭માં નિષાદ જાતિની મહિલાએ આ ભૂમિ ૬૦૦૦૦ હજાર રૂપિયામાં ખરીદી હતી અને આ ભૂમિ પર મંદિર સ્થાપિત કર્યું હતું !!!! મંદિરનાં મુખ્ય પુજારીનાં પદ પર આસન ગ્રહણ કરવાં માટે બ્રાહ્મણ સમુદાયનો કોઈ જ વ્યક્તિ તૈયાર થયો નહીં તો એનો ભાર રામકૃષ્ણ પરમહંસ પર આવી ગયો !!

મુખ્ય મંદિરમાં સ્થાપિત મહાકાલીની આદમકદની પ્રતિમા સૌને મનમોહિત કરી દે એવી છે. જાણે કે માં હમણાં જ બોલી ઉઠશે !!! આ મંદિર નિર્માણમાં પ્રથમ ક્રમમાં હુગલીના કિનારે ખુબજ મોટો અને પહોળો પાકો ઘાટ બનાવ્યો છે જાણકારી એવી મળી કે —– આ બનાવવાનો ઠેકો કોલકત્તાની સૌથી પ્રસિદ્ધ કંપની ” મેકિનટોસ એન્ડ કંપની “ને આપવામાં આવ્યો હતો. ઘાટ બનાવવાનો આ ઠેકો આ કંપનીને એક લાખ સાઈઠ હાજર રૂપિયામાં આપવામાં આવ્યો હતો !!! ઘાટ પર સ્નાનાર્થી ઓનાં પવિત્ર સ્નાન માટે પાકી સીડીઓ પણ બનાવવામાં આવી છે !!! આ નિર્માણની એક ખૂબી એ પણ છે કે આ પગથિયા ૧૦૦ ઉપરાંત વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ આ ઘાટ માંકે એના પગથીયાંમાં કોઈ પણ જાતની તુત નથી પડી.

ઘાટના બંને શિખરો પર ૬-૬ ની સંખ્યામાં શિવજીની સુંદર મૂર્તિઓ સ્થિત છે અને વચ્ચેનો ભાગ સ્નાનાર્થીને સ્નાન કરવા માટે સુરક્ષિત રખાયેલો છે !!! દક્ષિણેશ્વર માં રીતે ૧૨ ની સંખ્યમાં શિવજીના સુંદર મંદિરો અને આ બધા જ મંદિરોને અલગ અલગ નામોથી સંબોધિત કરવામાં આવ્યા છે. ઘાટની દક્ષિણ દિશામાં જગનેશ્વર ,જલેશ્વર , જગદીશ્વર ,નાગેશ્વર અને નારેશ્વર છે તથા ઉત્તર દિશામાં જોગેશ્વર,જાતનેશ્વર ,જતિલેશ્વર, નકુલેશ્વર, નકેશ્વર અને નિરજરેશ્વર છે !!!!

 

આ બધા મંદિરોમાં અલગ-અલગ શિવલીંગોની સ્થાપના કરવામાં આવી છે. માન્યતા એ છે કે મુખ્ય શિવ “જોગેશ્વર મહાદેવ”છે અને બાકીના શિવ એમનાં સંરક્ષકની ભૂમિકામાં છે એમને રુદ્ર કહેવામાં આવે છે !!!! મહાકાલીનાં મંદિરમાં આવતાં દર્શનાર્થીઓ આ શિવ મંદિરોમાં પણ વિધિવત પૂજન – અર્ચન કરે છે !!! અહિયાં ઘણાં બધાં લોકો વિધિપૂર્વક રુદ્રાભિષેક પણ કરે છે !!!!

શિવમંદિરની પૂર્વ દિશામાં કાલી મંદિર સુધી સુવિસ્તરિત બીચનું પ્રાંગણ પણ પ્રમાણમાં ઘણું વિશાળ છે. એ લગભગ ૪૪૦ ફૂટ લાંબો અને ૨૨૦ ફૂટ પહોળો છે. પરિસરની પાકી ફર્શ બહુજ સાફ-સુથરી ચીકણી અને મજબૂત પથ્થરોથી નિર્મિત છે. પૂર્વ દિશામાં ફેલાયેલા આ પટમાં એક વિષ્ણુ મંદિર પણ છે !!! અને એનીજ બગલમાં રામકૃષ્ણ પરમહંસની આરાધ્ય માં કાલીનું મંદિર છે માં કાલી વિકટરૂપા છે ……… અને એવી પૌરાણિક માન્યતાના અનુસાર શિવ-પત્ની તથા તથા દુષ્ટોનો સંહારકર્તા માનવામાં આવે છે. એમના પાદપક્ષોની નીચે શિવ શાંત મુદ્રામાં સુતેલાં છે અને દેવી રૌદ્ર રૂપમાં પોતાની લાલ જીભને બહાર કાઢીને એમના પર ઉભી છે !!! દેવીના એક હાથમાં ખડગ છે અને એમની આદમકદ મૂર્તિ નમન પ્રાય છે.

ગર્ભગૃહમાં સ્થાપિત દેવીનાં આ વિગ્રહ રૂપને ” દક્ષિણેશ્વર ભક્તરિણી” કહીને બોલાવવામાં આવે છે. જેટલો ભવ્ય અને સુવીસ્તરિત દેવીનો ગર્ભગૃહ છે એટલોજ એ ગર્ભગૃહના  શિખર પર સ્થપિત ગુંબજ પણ છે. ગુંબજનું નકશીકામ એટલું સુંદર છે કે એમ લાગે કે જાણે એમાં ચમકતાં સુંદર રત્નો ના જડયાં હોય  !!!! મંદિરનો ભીતરી ભાગ એટલેકે ફર્શ ઉચ્ચ કોટીના સંગેમરમરનો છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એની ઉપર બે સીડીઓ પર કાળા પથ્થરની વેદી બનેલી છે. વેદી ઉપર ચાંદીની પાંખડીઓવાળા એક સહસ્ત્રદલ કમળની ઉપર મહાકાલ શિવ સુતેલા છે !!!

એમની પણ આ પ્રતિમા સંગેમરમરની જ બનેલી છે !!! એ પોતાનો જમણો પગ પોતાનાં ભક્તોને આશ્વસ્ત કરતાં હોય એમ વરદ મુદ્રામાં છે. એમની રક્તવર્ણી જિહ્વા બહાર નીકળેલી છે. ભગવતી ભક્તરિણીનાં ડાબા હાથમાં રક્ત-સ્રાન ખડગ છે અને બીજાં હાથમાં રાક્ષસનું કપાયેલું સર છે. એમનો જમણો હાથ પોતાનાં ભક્તોને આશ્વસ્ત કરતાં હોય એમ વરદ મુદ્રામાં છે. તો બીજાં હાથમાં મધુપાત્ર છે  …….દેવીની પ્રતિમા વિવિધ આભૂષણોથી શ્રુંગારિત છે !!!! દેવીના ગળામાં બત્રીસ નરમુંડોની માળા પણ પહેરાવેલી પડી છે. પ્રતિમાને રક્તવર્ણ જપાકુસુમોની માળાથી સજાવાયેલા છે.

શિલ્પકારોએ બહુજ સુદ્ર ચાંદીના સિંહાસન વાળું એક મંદિર બનાવ્યું છે. માં કાલીની વેદીની પશ્ચિમે એક ગવાક્ષમાં એક સિંહ સ્થાપિત છે. સિંહ ઉભેલો દ્રષ્ટિગોચર થાય છે. પૂર્વની તરફ ત્રિશુલ છે એવં એક સ્યારની પ્રતિમા સ્થાપિત છે. વેદીની નીચે એક સીડી પર ચાંદીના સિંહાસન પર બે પથ્થરોની વચમાં ભગવાન નારાયણની પ્રતિમા છે. લાલ કપડામાં ચાંદીની કિનારીવાળું સિંહાસન અને બીજા રામલલાના વિગ્રહ જેને એક સંતે ઉપહાર સ્વરૂપ શ્રી રામકૃષ્ણ પરમહંસને આપ્યું હતું એ સ્થાપિત છે !!!! વેદીની આગળ વધેલાં નીચેના હિસ્સામાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ વિદ્યમાન છે અને ડાબી તરફ રામકૃષ્ણ પરમહંસનો દીવો સ્થાપિત છે !!!!

મંદિરની ઉત્તરીય દિવાલ પર, ખડગ લટકે છે ખડગથી જ પશુબલિ અપાતી હતી. એવું કહેવાય છે કે આ ખડગને માટે એક કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે ——
સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતાના સાધનાકાળમાં માંના દર્શન માટે આખા મંદિરના પરિસરમાં અહીં તહી ભટકતાં રહેતાં હતાં. અને માં -માં એમ ચિલ્લાતા રહેતા હતાં !!!! એ માંના દર્શન પામવા માટે બેચેન હતાં. એક દિવસ આ વિક્ષિપ્ત ભાવથી એમણે એ ખડગ ઉતારીને પોતાની ગરદન કાપીને માંને અર્પિત કરવવાની ચેષ્ટા કરી. કહેવાય છે કે માં કાલી તત્કાલ પ્રગટ થઈને રામકૃષ્ણનો ખડગવાળો હાથ પકડી લીધો અને પોતાના બીજાં હાથથી એમણે આશીર્વાદની મુદ્રામાં પરમહંસના માથા પર એ મુક્યો !!!!

વેદીની એક તરફ દેવીની પૂજામાં કામ આવવાંવાળી વસ્તુઓ ને સજાવીને રાખવામાં આવે છે. અહીં મંગલા આરતીને સમયે માખણ અને મિષ્ટાનણો ભોગ લગાવવામાં આવે છે. પ્રાત:કાલની આરાધનામાં ફળ અને ઉકાળ્યા વિનાના ચોખા ચઢાવવામાં આવે છે. બપોરે માંને વિધિવત સ્વાદિષ્ટ અને સુગંધિત ભોજન જમાડવામાં આવે છે. જેમાં માછલીની ઝોલ આવશ્યક છે. ચાંદીના એક કળશમાં જળ રાખવામાં આવે છે. સાયંકાળે ફરીથી ફળ અને મિષ્ટાનણો ભોગ ધરાવવામાં આવે છે !!!! વિશેષ પૂજામાં ક્યારેક ક્યારેક માંસ અને સુગંધિત પકવેલા ચોખા પણ અર્પિત કરાય છે. માં કાલીના વિગ્રહ સામે સિંદુરી રંગનો એક કળશ ફૂલોથી સજાવીને રાખવામાં આવે છે

એવું પણ જાણવા મળે છે કે  — હજારો વર્ષ પહેલાં અહીં કોઈ રાજાને ભગવાન શંકરના દર્શન થયાં હતાં. કાલાંતરેત્યાં એક શિવ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું. જેની એ નિયમપૂર્વક ઉપાસના તથા આરાધના કરતાં હતાં. ગામનું નામ દક્ષિણેશ્વર હોવાનાં કારણે મંદિરનું નામ પણ દક્ષિણેશ્વર રાખવામાં આવ્યું
વર્તમાન મંદિર પણ એ જ પૃષ્ઠભૂમિ પર સ્થિત છે !!! વર્તમાન મંદિર પશ્ચિમ બંગાળના જિલા ૨૪ પરગણામાં સ્થિત છે

વર્તમાન કાલી મંદિરની સામે એક બહુજ મોટો વિશાળ મંડપ સ્થિત છે. મંડપને “નત મંડપ” નામથી પણ ઓળખવમાં આવે છે. એક પરંપરા અહીની એવી છે કે પ્રત્યેક શનિવાર અને રવિવારે અહી માં કાલીને “સંગ” કહીને બોલાવવામાં આવે છે. મંડપની ઉપર મહાદેવ, નંદી અને ભૃંગીણો વિગ્રહ સ્થાપિત છે. મંડપની સામે થોડેક જ દૂર ઇંટોથી બનેલો એક ચબુતરો છે, જે પશુબલિ માટે સુરક્ષિત છે. દુર્ગા પૂજા, પૂર્ણિમા તથા કેટલાંક વિશેષ અવસરો પર અહીંયા બકરાની પણ બલિ ચઢાવવામાં આવે છે

જેને કોલકાતા નથી જોયું એણે ભારત નથી જોયું. કોલકતામાં દક્ષિણેશ્વર કાલીનાં દર્શના નથી કર્યા એમની પૂજા અધુરી જ ગણાય. ભવ્યાતિભવ્ય આ મંદિર ખરેખર ભારતની શાન છે. બેલુર મઠની સાથો સાથ આ મંદિર પણ આધ્યાત્મનું એક મોટું કેંદ્ર છે. એટલે જ કહેવાય છેને કે “જય કાલી કલક્ત્તેવાલી કાલી”

માં મહાકાલીને શત શત વંદન !!!!
——જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!