પોતાનુ સર્વસ્વ સ્વામીનારાયણ સંપ્રદાયની સેવામા અર્પણ કરનાર ⚜ શ્રી દાદાબાપુ ખાચર ⚜

સમર્થ અને સુપાત્ર સંત ને એક રાજા નુ સમર્પણ

ભક્તિ,જ્ઞાન,સમર્પણ ,વિરતા,ધેર્ય,આજ્ઞાપારકતા ના ગુણો થી સજ્જ શ્રી દાદા ખાચરે સહજાનંદ ને પોતાના આત્મીય માન્યા અને સર્વસ્વ સોંપી દિધુ.

સાજણ એડા કીજીએ,જેવા કુવા ના કોસ;
પછાડ્યા પાણી દીએ,રુદે ના આણે રોષ.

ઉત્તર ભારત ના અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામ મા જન્મેલ સહજાનંદ સ્વામી ને ગઢડા મા આવા ‘સાજણ’ મળી ગયા નામ દાદાબાપુ ખાચર. ગુજરાત મા ઘણુ મળી ને ગઢડા નામ થી સત્તરેક ગામો છે, પરંતુ ભાવનગર જીલ્લા નુ ગઢડા સ્વામીનારાયણ સંપ્રદાય ના કાશી તરીકે દેશ વિદેશ મા ખ્યાતી કરી ચુક્યુ છે.

ઇ.સ. ૧૬૬૫ માં રોહિશાળ પાસે ના ગામ હાડીકા છોડી ઘેલા નદિ કાઠે દરબાર માંચા ખાચરે ગઢડા નુ તોરણ બંધાવ્યુ. આ માણા ખાચર ની કેટલીક પેઢીએ જીવા ખાચર અને એભલ ખાચર નામના બે ભાઇઓ થયા, જમા જીવા ખાચર હસ્તક અડતાળા, ઉગામેડી, શિયાનગર, ખોપાળા, વનાળી અને ભડલી ના ઝાંપા તરફ નુ અર્ધુ ગઢડા.

તથા એભલ ખાચર હસ્તક માંડવધાર, લાખણકા, નાના જીંજાવદર, તાજપર, સુરકા અને બાકિ નુ અર્ધુ ગઢડા.
એભલ ખાચર ને બે રાણીઓ સોમાદેવી (બોટાદ),સુપ્રભાબા (કરીયાણી). પોષ સુદ-૬ સ.૧૮૫૭ (૨૧/૧૨/૧૮૦૦) ના રોજ દાદા ખાચર નો સોમાદેવી ના કુખે અવતર્યા, ત્યારે તેમનુ નામ ઉન્નડ પાડવા મા આવ્યુ. તેમને લાડુબા ,જીવુબા એમ બે દિકરીઓ તથા સુપ્રભાબા ના પણ બે દિકરીઓ પાંચુબા તથા નાનુબા. કરિયાણી મા માંચા ખાચર ત્યા આવેલા સહજાનંદ સ્વામી ને મળવા એભલ ખાચર આવ્યા અને ગઢડા પધારવા કહ્યુ.

એભલબાપુ ખાચર ને ત્યા મહાસુદ-૧૧, સવંત ૧૮૬૧ (૧૦/૦૨/૧૮૦૫) સ્વામી પધાર્યા . અને એભલબાપુ એ એમને પોતાને ત્યા જ રોકિ લિધા. એભલબાપુ ખાચર કારતક વદ-૫ સ.૧૮૭૦, તા.૧૨/૧૧/૧૮૧૩ ના રોજ સ્વર્ગવાસી થયા અને જતા જતા પોતાના પુત્ર દાદા ખાચર ને શ્રીજી ની દેખરેખ મા સોંપતા ગયા. હરજી અને લાધા ઠ્ઠક્કર એમ બે ભાઇઓ એ કારભારી પદ સંભાળી ગઢડા નો વહિવટ સંભાળ્યો.બેચર ચાવડા એ દાદા ખાચર ને શસ્ત્રો ની તાલિમ આપી. જેમ વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્ર ની પરિક્ષા લિધી, તેવી રીતે શ્રીજી એ પણ રાજા દાદા ખાચર ની પરિક્ષાઓ લિધી. જેમા દાદા ખાચરે જરા પણ મચક ના આપી.

દાદા ખાચર ના પ્રથમ લગ્ન બોટાદ મુકામે સવંત ૧૮૭૪ મા થયા.અને દ્વિત્ય લગ્ન મહાસુદ-૧૦ ૧૮૮૧ (૨૯-૦૧-૧૮૨૫) ના રોજ.. શ્રીજી એ દરબાર દાદા ખાચર ને ભટ્ટ વદર મુકામે દરબાર નાગપાલ વરુ ના દીકરી જસુબા સાથે હથેવાળે પરણાવવા ભગવાન પોતે દાદા ખાચર નો રથ ચલાવી ને આવેલા, ભગવાને ભટવદર ઞામે પરચો પુરી ખારૂ પાણી મીઠું બનાવેલુ તે પરસાદી નો કુવો હાલ મોજુદ છે. તેમના બે પુત્રો બાવા ખાચર અને અમરા ખાચર.

દાદા ખાચરે એક ક્રાતીકારી પગલુ ભર્યુ પોતાના ભાગે આવેલ અડધુ ગઢડા સહજાનંદ સ્વામી ને ધરી દિધુ, સાથોસાથ પોતાની જાત પણ ધરી દિધી.

પોતાના જીવન ના શ્રેષ્ઠ ૨૮ વર્ષો સહજાનંદ સ્વામી એ ગઢડા મા ગાળ્યા. અને ગઢડા મા સ્વયં શ્રીજી મહારાજે કથ્યુ છેઃ
મારુ ગઢડુ અને હુ ગઢડાનો
તે તો કદિ નથી મટવાનો

દાદા ખાચર ના ઉંચી પડથાર પર આવેલા લાકડા ની કલાત્મક કોતરણી વાળા દરબારગઢ મા ઉગમણા, આથમણા, ઓતરાદા એમ છ ઓરડા મા શ્રીજી નો નીવાસ હતો, આજે આ ૨૦૦ વર્ષ ઉપરાંત જુના દરબાર ગઢ ની ખાસ માવજત કરવામાં આવે છે.

સવંત ૧૮૮૧મા શ્રીજી મહારાજ ને ગઢડા મા મંદિર નિર્માણ કરવા ની ઇચ્છા થઇ. દાદાબાપુ ખાચરે અત્યંત આગ્રહ કરી દખ્ખાણાદા દરબાર ગઢ ના ઓરડા તોડાવી ત્યા મંદિર બાંધવા સુચન કર્યુ. સવંત ૧૮૮૧ જેઠ સુદ એકમે શિલારોપણ વિધી થઇ.

રાજસ્થાન ના ડુંગરપુર થી મુર્તિઓ માટે આરસ લાવવા મા આવ્યો.હરિકૃષ્ણ મહારાજ ની મુર્તિ પંચ ધાતુ ની છે.
બ્ર્હમાનંદ સ્વામી એ ‘ब्रह्मविलास’ ગ્રંથ દાદા ખાચર ના દરબાર મા ગઢપુર ખાતે રચી પુર્ણ કર્યો તથા સહજાનંદ સ્વામી સહિત અનેક તેમના અનુયાયીઓ થી ગઢપુર શોભતુ રહેતુ.
સહજાનંદ સ્વામી ના ૧૮૮૬ મા સ્વધામ ગમન બાદ બાદ દાદા ખાચર વધુ ૨૩ વર્ષ જીવ્યા અને સવંત ૧૯૦૯ મા અક્ષરવાસી થયા.સહજાનંદ સ્વામી કાઠી દરબારો જેવા વસ્ત્રો ધારણ કરતા,કાઠી સરદારો જાતવાન ઘોડાઓ સાથે ધર્મ પ્રચાર મા અંગરક્ષકો બની ને જતા. આથી તેઓ’ કાઠીયા ભગવાન’ કહેવાયા.

જુનાગઢ નવાબ હામીદખાન ,અંગ્રેજ ગવર્નર વિગેરે ને સ્વામી મળવા ગયા ત્યારે દાદા ખાચર પણ સ્વયં સાથે આવ્યા હતા.

કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન
સંદર્ભઃ સેવા ધરમ ના અમરધામ (જયમલ પરમાર,રાજુલ દવે)
હરિચરણામૃત સાગર
સંતો ની વાતો
સ્વામીનારાયણ સમાજ મા કાઠી દરબારો નુ પ્રદાન (લે.પ્રદ્યુમનભાઇ ખાચર)

જય કાઠીયાવાડ.

error: Content is protected !!