સ્વયંભૂ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર – ડભોડા

ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ એકહજાર વર્ષા જુનાં ડભોડીયા હનુમાનજી દાદાના મંદીરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે ત્યારે બધા લોકોનું ધ્યાન આ મંદિર તરફ હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ડાભોડીયા હનુમાનની બાધા રાખે છે અને મનોવાંછીત ફળ પ્રાપ્તિ પછી લોકો અહીં બાધા પૂરી કરવા આવતા હોય છે. ચૈત્રી પૂનમના રોજ હનુમાનદાદાની જન્મ જયંતી આવી રહી છે ત્યારે જાણો આ મંદિર વિશેની ખાસ માહિતી.

40685115_2281502618531727_1773051968252542976_n

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં એક હજાર વર્ષ જુનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર છે. પ્રવાસનધામમાં સમાવેશ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી આ મંદિરના થઇ રહેલા જિણોદ્ધારમાં ડભોડીયા હનુમાનજી દાદાનું મંદિર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. મોગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છુટીને એક નિશ્ચિત જગ્યાએ ઉભી રહી નમન કરતી અને દૂધ જરી જતી હતી. અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કારી. રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને માનવ વસવાટ થયો તે ગામ બન્યું જે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

7_1491827642

સમય જતા મંદિરના જિર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું અને એક મોટા યાત્રાધામમાં સ્થાન મેળવી જિલ્લીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

મંદિરના મહંતશ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડાભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. મહંતશ્રી સ્વ. જુગલદાસજીના માનમાં આજે પણ મહાવદ-છઠના દિવસે ગામજનો ધંધા રોજગાર બંધ રાખીને મહંતશ્રી સ્વ જુગલદાસજીને શ્રદ્ધાજલિ અર્પણ કરે છે અને આ બંધને ગામ આખુ બાવાની છઠ તરીકે ઓળખે છે.

8_1491827644

ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરે દર કાળીચૌદશે ભવ્ય મેળો યોજાય છે. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે આ મેળાની શરુઆત થઇ કાળીચૌદશની રાત્રે બે વાગ્યા સુધી યોજાતા મેળામાં માનવમેદની ઉમટી પડે છે. આ ઉપરાંત દર શનિવારે અને મંગળવારે પણ હજારોની સંખ્યામાં દર્શન કરવામાં આવતા ભાવિકો દ્વારા કાળી ચૌદશે ૩૫૦ કરતા વધારે તેલ ડભોડીયા હનુમાનજી દાદા ને ચઢાવવામાં આવતું હોય છે. આ મંદિર યાત્રીમાં માટે પણ રહેવા જમવા ઉપરાંત પરિવહનની સુવિધા કરવામાં આવી છે.

અહીં પહોંચવા માટેનો તમામ વાહનવ્યવહાર, રેલ વ્યવહાર અને હવાઈ વ્યવહાર અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડાયેલ છે અમદાવાદ અને ગાંધીનગરથી 15-15 કિ.મી.ના અંતરે આવેલ ડાભોડીયા હનુમાન પહોંચવા માટે સરળતાથી બસ વ્યવહાર અને પ્રાઈવેટ સાધનો ઉપલબ્ધ હોય છે.

20626345_1786923217989672_5176799627885675994_o

દર વર્ષે ડાભોડીયા હનુમાનજી દાદાના ધામમાં ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હનુમાન મારુતિ યજ્ઞ, 1111 તેલના ડબાનો અભિષેક, શોભાયાત્રા, ધજા ચઢાવવાની, મહાઆરતી, પ્રસાદ, ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!