શ્રી ચત્રભુજદાસજીબાપુ (શ્રી ઉપવાસીબાપુ)ની રામટેકરી (જુનાગઢ) ખાતે મહંત પદની તિલક ચાદર વિધી પ્રસંગ

સંવત ૨૦૬૦ કારતક વદ-૩, તા.૧૨/૧૧/૨૦૦૩ ને બુધવારનાં રોજ શ્રી રામલખનદાસજીબાપુની પાવન પરંપરામાં શ્રી રામટેકરી (જુનાગઢ) ની ગાદીએ દાણીધાર જગ્યાને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ કરનાર પુજ્ય સંતશ્રી ઉપવાસીબાપુને મહંત તરીકે સ્વીકારી તિલક તેમજ ચાદર વિધી કરવામાં આવી તેમજ બ્રહ્મલીન મહંત શ્રી રામક્રિપાલદાસજીબાપુનાં ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચતુર્થ વૈષ્ણવ સંપ્રદાયનાં શ્રી રામાનંદાચાર્ય, શ્રી નિમ્બાકાચાર્ય, શ્રી માધવાચાર્ય, શ્રી વિષ્ણવાચાર્ય પીઠાધીશ્વર મહંતો, શ્રી રાજારામદાસજી ત્યાગી (પંચમુખી દરબાર, ભીલવાડા), મહા મંડલેશ્વર શ્રી વૈષ્ણવદાસજી (જાગનાથ મંદીર, રાજકોટ), સાધુ સમાજ પ્રમુખ શ્રી ગોપાલાનંદજી તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશનાં વૈષ્ણવ ખાખી સંપ્રદાયનાં મંડળ તેમજ સમસ્ત ગિરનારી મંડળ તેમજ ઘણાબધા સાધુ-સંતો પધારેલ અને એક કુંભમેળો હોય તેવી અનુભૂતિ થઈ. સાથે પુ. શ્રી ઉપવાસીબાપુ નાં દાણીધાર તેમજ રામટેકરીનાં સેવકગણ પધારેલ.

આ પ્રસંગે સૌપ્રથમ પધારેલ સંતોનું સેવકોનાં હાથે ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ સાધુ-સંતો એ બાપુને તિલક કરી ચાદર ઓઢાડી ત્યારબાદ સેવકોએ ચાદર ઓઢાડી હતી. તેમજ પધારેલ સંતોમાં બેતીયા પરીવાર નાં શ્રી રામનયનદાસજી, રામનારાયણદાસજી, રામકુમારદાસજીએ પોતાના પ્રવચનમાં આશિર્વચન આપ્યા.

બપોરે ભંડારામાં સાધુ-સંતોને ભોજન સમયે દાન દક્ષિણા તેમજ ભેટપુજા આપવામાં આવી હતી. સાધુ-સંતોની સવારથી કાર્યક્રમનાં અંતસુધીની સુંદર વ્યવસ્થા મુખ્યત્વે શ્રી ગોપાલાનંદજી, શ્રી મેઘાનંદજી તેમજ શ્રી કમલદાસજીની દેખરેખ નીચે કરવામાં આવી હતી.

આમ ઉજવાયો હતો આપણા ગુરુવર્ય પુ.શ્રી ઉપવાસીબાપુની ચાદર વિધીનો પ્રસંગ. આપણામાંથી ઘણાબધા સેવકોએ સેવાનો પ્રત્યક્ષ લાભ લીધો હશે. તો મારી જાણ મુજબ આજે પ્રસંગની યાદ તાજી કરી છે જો કોઈ ભુલ થઈ હોય તો ક્ષમા કરશો અને આપનાં પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં આપતા રહેશો… સીતારામ 🙏

શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર

નોંધઃ- ટ્રસ્ટનાં નિયમોને આધીન ઉપરોકત માહિતીમાં સુધારા-વધારા કે ફેરફાર કરવો નહિ.

લેખન અને સંકલનઃ શ્રી નાથજીદાદા ના સેવક જીતેન્દ્રસિંહ (રાજકોટ)
મોઃ 9909970303
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ – દાણીધારધામ
તાલુકો: કાલાવડ, જીલ્લો: જામનગર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!