સ્વયંભુવ મનુ અને શતરૂપાજીને ૨ પુત્રો હતાં અને ૩ પુત્રીઓ હતી. પુત્રોના નામ હતાં પ્રિયવારત અને ઉત્તાનપદ.
ઉત્તાનપાદની બે રાણીઓ હતી —– સુનીતી અને સુરુચિ ‘
પરંતુ રાજા સુરુચીને અધિક પ્રેમ કરતો હતો અને સુનીતિને ઓછો. સુરુચીના એક પુત્રનું નામ ઉત્તમ અને બીજાં પુતાનું નામ ધ્રુવ હતું. એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ગોદમાં બેસાડીને પ્રેમ કરતાં હતાં. એજ સમયે બાળક ધ્રુવ ત્યાં આવી ગયા એને પણ પોતાના પિતાની ગોદમાં બેસીને રમવાની જીદ પકડી !!! સુનીતિ પણ પાસે જ બેઠી હતી ……
ઘમંડથી ભરેલી સુરુચિ પોતાની સૌતના પુત્રને મહારાજની ગોદમાં બેસમાં માટે જીદ કરતો જોઇને એની સામે જ એને કઠોર શબ્દોમાં કહ્યું —–
” બાળક તું રાજ સિંહાસન પર બેસવાનો અધિકારી નથી …..
તું પણ રાજાનો પુત્ર છે એનાથી શું થયું …. પણ તે મારી કોખ માંથી જન્મ નથી જ લીધો ને !!!
જો તારે પિતાજીની ગોદમાં બેસવું હોય અને તને રાજ સિંહાસનની ઈચ્છા હોય તો પરમ પુરુષ શ્રીનારાયણની તપસ્યા – આરાધના કર અને એમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે. મારી કોખમાંથી જન્મ લીધા પછી જ તું પિતાની ગોદમાં બેસી શકીશ. ધ્રુવજીને બહુજ ક્રોધ આવ્યો !!! જેવી રીતે ઠંડો દિમાગ રાખીને સાપ ફૂંફાડા મારે છે એવીજ રીતે પોતાની સાવકી માં નાં કઠોરવચનો સાંભળી ને એનાથી ઘાયલ થઈને ક્રોધમાં લાંબો શ્વાસ લેવા લાગ્યાં. એમનાં પિતા ચુપચાપ સાંભળી રહ્યા મોંમાંથી એક પણ શબ્દ જ ના નીકળ્યો ……..
સંતજન આનો સુંદર આધ્યાત્મિક ભાવ બતવે છે કે ઉતાનપાદનો અર્થ છે — જેનું માથું નીચે પગ ઉપર છે તે જેવી રીતે માંના ગર્ભમાં જીવ હોય છે. આપણે બધાં જીવો ઉત્તાનપાદ જ છીએ સુરુચિકાનો અર્થ છે આપનું મન અને સુનીતિનો અર્થ છે બુદ્ધિ !!! ઉતાનપાદ સુરુચિની વાત માનતા હતાં અને સુનીતિની નહોતા માનતાં. આપણે પણ મન (સુરુચિ)ને અનુરૂપ જ કામ કરીએ છીએ. જયારે આપણે બુદ્ધિ (સુનીતિ) થી સમજી વિચારીને કામ કરવું જોઈએ
આજ કારણ છે જયારે આપણે મનને અનુરૂપ કામ કરીએ છીએ તો આપણને ઉત્તમ ફળ મળે છે. પરંતુ કદાચ જો આપણે બુદ્ધિથી સમજી વિચારીને કાર્ય કરીએ છીએ તો આપણને ધ્રુવ ફળ મળશે. જે અટલ હશે …… જેને કયારેય નહિ મિટાવી શકાય !!!!)
ત્યારે પિતાને છોડીને ધ્રુવ રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે આવ્યો. બાળક ધ્રુવ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. સુનીતિએ દીકરાને ગોદમાં ઉઠાવ્યો અને જયારે મહેલના લોકો પાસેથી પોતાની સૌતન સુરુચિની કહેલી વાતો સાંભળી ત્યારે એને બહુજ દુખ થયું. સુનીતીની આંખોમાં આંસુ આવી ગયાં સુનીતિએ ઊંડો શ્વાસ લઈને ધ્રુવને કહ્યું ” બેટા તું બીજાઓ માટે કોઇપણ પ્રકારની અમંગળ કામનાઓ ના કર જે મનુષ્ય બીજાને દુખ આપે છે એને સ્વયં જ એનું ફળ ભોગવવું પડતું હોય છે સુરુચિએ જે કઈ કહ્યું છે એ બિલકુલ સાચું જ છે (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) કારણકે મહારાજને મને પત્ની તો શું પણ દાસી સ્વીકાર કરવામાં પણ સંકોચ થાય છે.
તેં મારા જેવી મંદભાગિનીના ગર્ભમાંથી જન્મ લીધો છે અને તેં મારું જ દૂધ પીધું છે. બેટા ….. સુરુચિએ તારી સોતેલી માં હોવાં પરની વાત બિલકુલ બરાબર જ કરી છે. અત: યદિ રાજકુમાર ઉત્તમ સમાન રાજસિંહાસન પર બેસવા માંગે છે તો દ્વેષભાવ છોડી દઈને એનું પાલન કર બસ શ્રી અધોયક્ષજ ભગવાનના ચરણકમળોની આરાધનામાં લાગી જા !!! બેટા તું ભક્તવત્સલ શ્રી ભગવાનનો જ આશ્રય લે તું અન્ય બીજાનું ચિંતન છોડીને કેવળ એમનું જ ભજન અને રટણ કર !!! ”
આજે ધ્રુવે જયારે માંનાં વચનો સાંભળ્યા તો એને વૈરાગ્ય આવી ગયું અને ભગવાનની તપસ્યા માટે જંગલ તરફ પ્રયાણ કર્યું !!!!
ધ્રુવ અને નારદજી ——–
જયારે ધ્રુવજી વન તરફ જઈ રહ્યાં તો રસ્તામાં એમને નારદજી મળ્યા. નારદજીએ ધ્રુવને કહ્યું ——
” બેટા …… તું હજી બાળક છે ,ખેલ-કુદમાંજ મસ્ત રહે છે
હું નથી સમજતો કે આ ઉંમરમાં કોઈ માંથી તારું સમ્માન કે અપમાન થાય. ચાલ હું જ તને તારાં પિતાની ગોદમાં બેસાડી દઉં છું.
ધ્રુવે કહ્યું —– હે બ્રાહ્મણ દેવ !!!! હવે મારે પિતાજીની ગોદમાં નથી બેસવું. મારે તો પરમપિતા પરમાત્માની જ ગોદમાં બેસવું છે. હવે સંસારની કોઈ જ કામના નથી એટલા માટે આપ મને એ પરમાત્માની પ્રાપ્તિનો કોઈ ઉચિત માર્ગ બતાવો !!!! આપ બ્રહ્માજીના પુત્ર છો અને સંસારના કાર્યો માટે વીણા વગાડતાં
સૂર્યની જેમ ત્રિલોકમાં વિચર્યા કરો છો ! ધ્રુવની વાત સંભાળીને ભગવાન નારદજી બહુજ પ્રસન્ન થયાં અને કહ્યું કે
“બેટા ……. તારું કલ્યાણ થશે હવે તું શ્રી યમુનાજીના તટવર્તી પરમ પવિત્ર મધુવન જાઓ જ્યાં શ્રીહરિનો નિત્ય-નિવાસ છે !!!
એ શ્રીકાલિન્દીના નિર્મળ જળમાં ત્રણેય સ્થાનો કરીને નિત્યક્રમથી નિવૃત્ત થઈને યથાવિધિ આસન બિછાવીને સ્થિર ભાવથી બેસજે !!! પછી રેચક, પુરક અને કુમ્ભક – આ ત્રણ પ્રકારના પ્રાણાયામથી ધીરે ધીરે પ્રાણ , મન અને ઇન્દ્રિયોના દોષોને દૂર કરીને ધૈર્યયુક્ત માંથી પરમગુરુ શ્રીભગવાનનું ધ્યાન ધરજે !!
નારદજી ધ્રુવને એક મંત્ર પ્રદાન કર્યો —–
” ॐ નમો ભગવતે વાસુદેવાય “
અને આ મંત્ર દ્વારા ભગવાન ની તપસ્યા કરવાનું કહ્યું અને પછી ભગવાનની પૂજા વિધિ બતાવી. પછી બાળક ધ્રુવે પરિક્રમા કરીને એમને પ્રણામ કર્યા અને મધુવન તરફ ચાલ્યા ગયાં
આ બાજુ નારદજી ઉતાનપાદના મહેલમાં પહોંચ્યા. શ્રી નારદજીએ કહ્યું ——–
” રાજાન તમારું મુખ સુકાયેલું છે તમે કેટલી વાર સુધી કયા વિચારમાં ખોવાયેલા રહો છો ?”
રાજાએ કહ્યું —-” હું બહુજ સ્ત્રૈણ અને નિર્દય છું હાય ……. મેં મારા ૫ વર્ષના નાનકડા બાળકને એની માતા સાથે ઘરની બહાર કાઢી મુક્યાં છે !!!! એ અસહાય બાળકને વનમાં કોઈ જંગલી જાનવરો ના ખાઈ જાય. અહો હું કેવો સ્ત્રીનો ગુલામ છું મારી કુટિલતા તો જુઓ. એ બાળક મારી ગોદમાં રમવા માંગતો હતો કિન્તુ મેં દુષ્ટે એનો ક્ષણભર પણ વિશ્વાસ ના કર્યો !!!
નારદજીએ કહ્યું ——
” રાજાન તમે બાળકની ચિંતા ન કરો. એના રક્ષક ભગવાન છે જે કામને મોટા મોટા લોકપાલ પણ નથી કરી શક્યા. એણે પુરા કરીને એ શીઘ્ર જ તમારી પાસે પાછો ફરશે. એનાં કારણે તમારો યશ પણ બહુજ વધશે !!!
ધ્રુવની ભક્તિ —–
આ બાજુ ધ્રુવે મધુવનમાં સ્નાન કર્યું અને રાત્રે પવિત્રતા પૂર્વક ઉપવાસ કરીને શ્રી નારદજીના ઉપદેશ અનુસાર એકાગ્રચિત્ત કરીને પરમપુરુષ શ્રી નારાયણની ઉપાસના આરંભ કરી દીધી એમને ત્રણ-ત્રણ રાત્રીના અંતરથી શરીર નિર્વાહ કરવાં માટે કેવળ કોઠું અને બોરના ફળ ખાઈને શ્રી હરિની ઉપાસના કરવાં માટે પૂરો એક મહિનો વ્યતીત કરી દીધો. બીજા મહીને એમને ૬-૬ દિવસ પાછા સુકું ઘાસ અને પત્તા ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્રીજે મહીને ૯-૯ દિવસ કેવળ જળ પીને સમાધિયોગ દ્વારા શ્રીહરિ ની આરાધના કરી. ચોથા મહીને એમણે શ્વાસને જીતીને ૧૨-૧૨ દિવસ પછી કેવળ વાયુ પી ને ધ્યાન યોગ દ્વારા ભગવાનની આરાધન કરી. પાંચમા મહીને ધ્રુવે શ્વાસ જીતીને અને એક પગ પર ઉભા રહીને ભગવાનમય બની ગયાં
રાજકુમાર ધ્રુવ એક પગ ઉભા રહ્યાં. ત્યારે એમનાં અંગુઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે નમી ગઈ. જેવી રીતે ગજરાજ પર ચઢી જવાથી પદ-પદ પર ડાબી-જમણી બાજુએ ડગમગતી હોય છે. ધ્રુવે પોતાની ઇન્દ્રિયો દ્વારા તથા પ્રાણને રોકીને અનન્ય બુદ્ધિપૂર્વક વિશ્વાત્મા શ્રીહરિનું ધ્યાન ધરવા લાગ્યાં. આ પ્રકારે એમની સમષ્ટિ પ્રાણથી અભિન્નતા થઇ જવાનાં કારણે દરેક જીવોનો શ્વાસ-ઉચ્છશ્વાસ રોકાઈ ગયો !!! આનાથી સમસ્ત લોક અને લોક્પાલોને બહુજ પીડા થઇ અને તેઓ ગભરાય જઈને શ્રી હરિના ચરણોમાં ગયાં
દેવતાઓએ કહ્યું — “ભગવન …… સમસ્ત જીવોના પ્રાણ એક સાથે થંભી ગયો છે. આવું પહેલાં કયારેય પણ નથી થયું !!! તમે અમારી રક્ષા કરો !!!”
શ્રી ભગવાને કહ્યું —-
દેવતાઓ …….તમેં જરાય ડરશો નહીં ……. બાળક ધ્રુવના તપના કારણે આવું થયું છે હું બધું જ ઠીક કરી દઈશ ”
હવે ભગવાન ગરુડ પર સવાર થઈને પોતાનાં ભક્તને જોવાં મધુવનમાં આવ્યાં. જે રૂપની ધ્રુવ પ્રાર્થના કરતો હતો એજ રૂપને ભગવાને પોતાની તરફ ખેંચી લીધું. ધ્રુવ એકદમ ગભરાઈ ગયો અને જેવું એને નેત્ર ખોલ્યું તો ભગવાનના એજ રૂપને એ રૂપનીએ બહાર ઉભેલાં જોયાં. પ્રભુનું દર્શન પામીને બાળક ધ્રુવને બહુજ આશ્ચર્ય થયું. એ પ્રેમમાં અધીર થઇ ગયો !!! એણે પૃથ્વી પર દંડ સમાન આવીને એમને પ્રણામ કર્યા પછી એવી પ્રેમભરી દ્રષ્ટિથી એમની તરફ જોયું કે જાણે નેત્રોથી જ એમને પી જશે , મુખથી જ એમને પી જશે અને ભુજાઓમાં કસીને પકડી લેશે !!!! એ હાથ જોડીને પ્રભુ સામે ઉભો હતો અને એમની સ્તુતિ કરવાં માંગતો હતો. પણ કયા પ્રકારે કરે એ એ જાણતો નહોતો !!! ભગવાને એના મનની વાત જાણી લીધી અને પોતાની વેદ્મ્ય આંખોથી એના ગાલને અડી લીધું !!! શંખનો સ્પર્શ થતાં જ એને વેદ્માયી દિવ્યવાણી પ્રાપ્ત થઇ ગઈ અને જીવ તથા બ્રહ્મના સવરૂપનું પણ નિશ્ચિતપણું એણે અનુભવ્યું. એ પોતાનાં અત્યંત ભક્તિભાવ અને ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત શ્રીહરિની સ્તુતિ કરવાં લાગ્યો !!
ધ્રુવ દ્વારા ભાગવાની સ્તુતિ —–
ધ્રુવે કહ્યું ——
” પ્રભુ આપ સર્વસશક્તિસંપન્ન છો આપજ મારાં અંત:કારણમાં પ્રવેશીને પોતાનાં તેજ થી મારી સુતી રહેલી વાણી ને સજીવ કરો છો તથા હાથ-પગ , કાન અને ત્વચા આદિ, અન્ય ઇન્દ્રિયો એવં પ્રાણોને પણ ચેતનતા પ્રદાન કરો છો. આપ ને અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું !!!પ્રભુ આ શબતુલ્ય શરીર દ્વારા ભોગ જાણવાંવાળાં, ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગ થી ઉત્પન્ન સુખ તો મનુષ્યને નરકમાં પણ મળી શકે છે !!! જે લોકો આ વિષય સુખ માટે લાલપીળાં રહે છે અને જે જન્મ મરણના બંધનથી મુક્ત કરવાંવાળાં કલ્પતરુસ્વરૂપ આપની ઉપાસના ભગવત -પર્પતી સિવાય કોઈ અન્ય ઉપદેશથી કરે છે એમની બુદ્ધિ અવશ્ય જ આપની માયા દ્વારા ઠગી ગઈ છે
નાથ ……. આપનાં ચરણકમળોન ધ્યાન ધરવાથી અને આપનાં ભક્તોના પવિત્ર ચરિત્ર સાંભાળવાથી પ્રાણીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે. એ નિજાનંદ્સ્વરૂપ બ્રહ્મમાં પણ નથી મળતો !!! પછી એમને કાળની તલવાર કાપી નાંખે છે. એ સ્વર્ગીય વિમાનોમાંથી પડવાવાળાં પુરુષોને તો એ સુખ મળી પણ કેવી રીતે શકે છે !!!! મને તો આપ એ વિશુદ્ધહૃદય મહાત્મા ભક્તોનો સંગ આપો જેનો આપમાં અવિચ્છિન્ન ભક્તિભાવ છે !!! એમનાં સંગથી હું આપના ગુણો અને લીલાઓની કથા-સુધા ને પી જઈને ઉન્મત્ત થઇ જાઉં અને સહજ જ આ નેક પ્રકારના દુખોથી પૂર્ણ ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ !!!! આપ જગતના કારણ , અખંડ, અનાદિ, અનંત , આનંદમય નિર્વિકાર બ્રહ્મ સવરૂપ છો. હું આપની શરણમાં આવું છું !!!!
પ્રભુ …… જે રીતે ગાય પોતાનાં તરતજ જન્મેલા વાછરડા ને દૂધ પીવડાવે છે અને વ્યાઘ્રાદિથી બચતી રહેતી હોય છે ‘એજ પ્રકારે આપ પણ ભક્તો પર કૃપા કરવાં માટે નિત્ય નિરંતર વિકળરહેવાને કારણે અમારાં જેવાં સકામ જીવોની કામના પૂર્ણ કરો છો એમની સંસાર – ભયથી રક્ષા કરતાં રહેતા હોવ છો !!!
શ્રી ભગવાને કહ્યું ——
ઉત્તમ વ્રત નુ પાલન કરવાં માટે હે રાજકુમાર હું તારાં હૃદયનો સંકલ્પ બનું છું. યદ્યપિ એ પળને પ્રાપ્ત કરવું બહુજ કઠીન છે
તો પણ એ હું તને આપું છું તારું કલ્યાણ થાય !!! અન્ય લોકોનો નાશ થયા પછી પણ જે સ્થિર રહે છે તથા તારાગણનાં સહિત ધર્મ, અગ્નિ, કશ્યપ અને શુક્ર
આદિ નક્ષત્ર એવં સપ્તર્ષિગણ જેની પ્રદક્ષિણા ફરે છે
એ ધ્રુવલોક હું તને આપું છું !!! પછી ભગવાન કહે છે કે ——
” જ્યારે તારા પિતાજી તને રાજસિંહાસન આપીને વનમાં ચાલી જશે. ત્યારે તું છત્રીસ હજાર વર્ષ સુધી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ જ્યાંને ત્યાં સ્થિર જ રહેશે. આગળ જતાં તારો ભાઈ ઉત્તમ શિકાર કરતાં માર્યો જશે ત્યારે એની માતા સુરુચિ પુત્રપ્રેમમાં પાગલ બનીને એને વનમાં શોધતી શોધતી દાવાનળમાં બળીને ખાખ થહી જશે !!!
તું અનેકો મોટી મોટી દક્ષીણાઓ વાળા યજ્ઞો દ્વારા મારું યજન કરીશ !!! તથા ઉતમ ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં મારું જ સ્મરણ કરીશ. આનથી તું અંતમાં સંપૂર્ણ લોકો ના વંદનીય અને સપ્તર્ષિઓથી પણ ઉપર મારા જે નિજ ધામમાં જશે અને ત્યાં પહોંચ્યા પર ફરીથી સંસારમાં પાછું ફરવાનું નથી હોતું !!!
આ પ્રકારે ભગવાને બાળક ધ્રુવને દર્સન અને આશીર્વાદ આપ્યાં અને ગરુડ પર બેસીને એ પોતાના ધામ વૈકુંઠ લોક જતાં રહ્યાં !!!
જયારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું કે મારાં પુત્રે આજે ભગવાનના દર્શન કરી લીધાં છે ત્યારે રાજા ઉત્તાનપાદે પોતાનાં પુત્રનું મુખ જોવાં માટે ઉત્સુક થઈને ઘણાં બધાં બ્રાહ્મણો, કુળના બુજુર્ગો -વૃધ્ધો – વડીલો , મંત્રી અને બંધુઓ ને સાથે લીધાં. તથા એક બહુજ સરસ ઘોડાંવાળાસુવર્ણ રથમાં બેસીને એ ઝટપટ નગરની બહાર આવ્યાં !!! એમની આગળ દેવ ધાવણી થતી હતી. એમની બંને રાણીઓ સુનીતિ અને સુરુચિએ પણ સુવર્ણમય આભુશાનોથી વિભૂષિત થઈને રાજકુમાર ઉત્તમ સાથે પાલખીઓમાં બેસીને જઈ રહી હતી. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) ધ્રુવજી ઉપવન પાસે પહોંચ્યા. એમને જોતા જ મહારાજ ઉતાનપાદતરત જ રથમાંથી ઉતરી પડયા. પુત્રને જોવાં માટે એ બહુજ દિવસથી ઉત્કંઠિત થઇ ગયાં હતાં! !!! એમને ઝટપટ પોતાના પુત્રને પોતાના બાહુમાં સમાવી દીધો અને ધ્રુવજી પિતાજીના ચરણસ્પર્શ કરીને ગળે લાગ્યાં ત્યારબાદ બંને માતાઓએ એને ગળે લગાડયો
જયારે બધાં લોકો ધ્રુવ પ્રતિ પોતાનો લાડ-પ્યાર જતાવતાં હતાં. એજ સમયે એમનો ભાઈ ઉત્તમ સહીત હાથણી પર ચઢીને મહારાજ ઉતાનપાદે હર્ષપૂર્વક રાજધાનીમાં પ્રવેશ કર્યો. રાજધાનીને દુલનની જેમ સજાવવામાં આવી હતી. થોડા સમય પછી જેવું ભગવાને કહ્યું હતું એવું જ થયું ……..
રાજા ઉત્તાનપાદે ધ્રુવને શાસન પ્રદાન કર્યું અને જાતેજ વૃદ્ધાવસ્થા આવેલી સમજીને આત્મ સવરૂપ ચિંતન કરતાં કરતા આ સંસારથી વિરક્ત થઈને વનમાં જતાં રહ્યાં
ધ્રુવે પ્રજાપતિ શીશુમારની પુત્રી ભ્રમિ સાથે વિવાહ કર્યા. એનાથી એમને કલ્પ અને વત્સર નામના ૨ પુત્રો થયાં. ધ્રુવની બીજી પત્ની વાયુ પુત્રી ઈલા હતી !!! એનાથી એમને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો હતો. ધ્રુવના ભાઈ ઉત્તમનો વિવાહ નહોતો થયો કે એક દિવસ એને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાંખ્યો સાથેજ એની માતા પણ પરલોક સિધાવી ગઈ !!!!
ધ્રુવ અને યક્ષોનું યુદ્ધ ——-
ધ્રુવે જ્યારે પોતાના ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા તો ક્રોધ, શોક,અને ઉદ્વેગ મનમાં ભરીને એક વિજયપરદ રથ પર સવાર થઈને યક્ષોનાં દેશમાં પહોંચ્યા અને ધ્રુવજીએ યક્ષો સાથે યુદ્ધ કર્યું. ધ્રુવજી તો યક્ષોનો કચ્ચરઘાણ કાઢતાં જ રહ્યાં. એમનાં પિતામહ સ્વયંભુવ મનુએ જોયું તો એમને યક્ષોની દયા આવી. તેઓ બહુ બધાં ઋષીઓ સાથે લઈને અહ્નીયા આવ્યા અને પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા લાગ્યાં
મનુજી એ કહ્યું ——-
બેટા ……. બસ …… બસ ……. બહુ વધારે ક્રોધ કરવો સારો નહીં હોં !!! એ પાપી નર્કનું દ્વાર છે ……. એનાથી વશીભૂત થઈને તે આ નિરપરાધ યક્ષોનો વધ કેમ કર્યો છે. મારો પોતાના ભાઈ પર અનુરાગ છે એ વાત તો બરાબર છે. પરંતુ જુઓ …..એમાં વધના સંતપ્ત થઈને તેં એક યક્ષના અપરાધ કરવાં પર પ્રસંગવશ કેટલાની હત્યા કરી નાંખી …… તું હિંસાનો ત્યાગ કર !!! કારણકે જીવ પોતપોતાનાં કર્માનુસાર સુખ -દુઃખાદિ ફળ ભોગવે છે ?
બેટા આ કુબેરના અનુચર તારાં ભાઈને મારવાંવાળા નથી !!! કારણકે મનુષ્યના જન્મનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે. એક માત્ર એજ એ સંસારના રચયિતા, પાલનહાર અને વિનાશક પણ છે. તું પોતાના ક્રોધને શાંત કર, ક્રોધ કલ્યાણના માર્ગનો સૌથી મોટો વિરોધી છે. ભગવાન તારું મંગળ કરશે જ ક્રોધથી વશીભૂત થયેલા પુરુષમાંથી બધા લોકોને બહુજ ભય રહે છે એટલા માટે જ બુદ્ધિમાન પુરુષ જ એવું ઈચ્છતો હોય છે કે જે એને મારાથી કોઈ જ ભય ના હોવો જોઈએ. તે જે એમ સમજીને કે એ મારા ભાઈને મારવાવાળો છે એમ સમજીને તે કેટલા યક્શોનો સંહાર કર્યો છે. આનાથી તારા દ્વારા ભગવાન શંકરની સાથે કુબેર્જીનો બહુ મોટો અપરાધ કર્યો છે. આ પ્રકારે સ્વયંભુવ મનુના પોતાનાં પૌત્ર ધ્રુવને શિક્ષા કરી ત્યારે ધ્રુવજીએ એમને પ્રણામ કર્યા એના પશ્ચાત એ મહર્ષિઓની સાથે પોતાના લોકમાં જતાં રહ્યાં.
ધ્રુવનો ક્રોધ શાંત થઇ ગયો અને એ યક્ષોના વધથી નિવૃત્ત થઇ ગયાં છે એ સમજીને ભગવાન કુબેર ત્યાં આવ્યાં. એ સમયે યક્ષ, ચારણ અને કિન્નર લોકો એમની સ્તુતિ કરી રહ્યાં હતાં. એમને જોતાંજ ધ્રુવજી હાથ જોડીને ઉભા રહી ગયા. ત્યારે કુબેરજીએ કહ્યું ——-
” તેં પોતાના દાદાના ઉપદેશથી એ વેર ત્યાગ કરી દીધો છે એનાથું હું ખુબજ પ્રસન્ન છું. વાસ્તવમાં તમે યક્ષોને માર્યા છે ને ન તમારા ભાઈને યક્ષે માર્યા છે. સમસ્ત જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે. ધ્રુવ હવે તમેં જાઓ ભગવાન તમારું મંગળ કરશે અને તમે ભગવાનનું ભજન કરો
કુબેર કહે છે —–
‘ધ્રુવ તમને જે વરદાનની ઈચ્છા હોય તે નિ: સંકોચ માંગી લો
કારણકે તમે ભગવાનના પ્રિય છો !!!”
ધ્રુવે કહ્યું —— યદિ આપ મને કૈક આપવાં જ માંગતા હોવ તો માત્ર એટલું જ આપો કે હું સદાય ભગવાનમય બની જાઉં અને સતત એમની યાદમાં જ ખોવાયેલો રહું !!!! મારા મનમાં અને શરીરમાં શ્રી હરિની અખંડ સ્મૃતિ જળવાયેલી રહે !!!!
કુબેરજી એ બહુજ પ્રસન્ન તાથી એમને ભગવાનસ્મ્રીતી પ્રદાન કરી પછી કુબેરજી પોતાની રાજધાનીમાં પાછાં ફર્યા.
અહીંયા રહીને એમણેમોટી મોટી દક્ષિણાવાળાં યજ્ઞો થી ભગવાન ની આરાધના કરી. ધ્રુવ પોતાનામાં અને સમસ્ત પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રીહરિ ને જ બિરાજમાન જોવાં લાગ્યાં. એમની પ્રજા એમને સાક્ષાત પિતા સમાન માનતી હતી. આ પ્રકારે જાત-જાતના ઐશ્વર્ય ભોગથી પુણ્ય નું અને ભોગોનો ત્યાગપૂર્વક યજ્ઞાદિ કર્મોના અનુસારથી પાપ્મોક્ષય કરીને એમણે ૩૬૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર શાસન કર્યું.
પછી એક દિવસ એમણે પોતાનાં પુત્ર ઉત્કાલને રાજ સિંહાસન સોંપી દીધું અને ખુદ બદીકાશ્રમ જતાં રહ્યા ને ત્યાં ભગવાનું ભજન કરવાં લાગ્યાં. એક દિવસ ધ્રુવે આકાશમાંથી એક મોટું સુંદર વિમાન ઉતરતું જોયું. એમાં ૨ પાર્ષદ ગદાઓ લઈને ઊભાં હતાં એમનું રૂપ સુંદર હતું !!! એમની ચાર ભુજાઓ, સુંદર શ્યામ શરીર હતું …… કિશોર અવસ્થા હતી અને અરુણ કમલ સમાન નેત્રો હતાં. એમને પુણ્યલોક શ્રીહરિના સેવક જાણીને ધરું હડબડાટમાં પૂજા આદિનું કામ છોડીને સહસા ઉભા થઇ ગયાં અને એ ભગવાનના પાર્ષદોમાં પ્રધાન છે ——- એવું સમજીને એમણે શ્રીમધુસુદન ના નામોનું કીર્તન કરીને એમને હાથ જોડીને પ્રણામ કર્યા.
ધ્રુવનું મન ભગવાનના ચરણકમળોમાં તલ્લીન થઇ ગયું અને એ બે હાથ જોડીને માથું નીચે નમાવીને ઉભા રહી ગયાં ત્યારે શ્રીહરિના પ્રિય પાર્ષદ સુનંદ અને નન્દએ એમની પાસે જઈને હસીને કહ્યું. “રાજન ……આપનું કલ્યાણ થાય. આપ સાવધાન થઈને અમારી વાત સાંભળો. આપે પાંચ વર્ષની આયું અને અવસ્થામાં જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાન ને પ્રસન્ન કરી લીધાં હતાં. અમે એ જ નિખિલ જગત નિયંતા સારંગપાણી ભગવાન વિષ્ણુ ના સેવક છીએ અને આપને ભગવાનના ધામમાં લઇ જવાં અહીંયા આવ્યાં છીએ. ધ્રુવે બદ્રિકાશ્રમમાં રહેવાંવાળાં મુનિઓને પ્રણામ કરીને એમનાં આશીર્વાદ લીધાં. ધ્રુવે હવે જોયું એમની સામે કોઈ ખાડો છે
ધ્રુવે પૂછ્યું કે — આપ કોણ છો? અને અહીં કેમ ઉભાં છો ?
એમને કહ્યું કે હું મૃત્યુ છું અને આપનો દેહ લેવા આવ્યો છું
ધ્રુવે કહ્યું કે –તમે મારો દેહ લઇ શકો છો.
ત્યારે મૃત્યુએ કહ્યું કે – અમારી પાસે એટલી શક્તિ નથી કે હું એક ભક્તનો દેહ લઈ શકું. આપ મારાંમાથા પર પગ રાખી દો. એમ કહીને મૃત્યુ ઝુકી ગઈ !!! ત્યારે એ મૃત્યના માથાં પર પગ મુકીને એ સમયે એ અદભુત વિમાન ચઢી ગયા. એ સમયે આકાશમા દુદુમ્ભી, મૃદંગ અને ઢોલ આદી વાગવા લાગ્યાં અને શ્રેષ્ઠ ગંધર્વ ગાન કરવાં લાગ્યાં અને આકાશમાંથી પુષ્પવર્ષા થઇ જયારે ધ્રુંવ વિમાનમાં બેસીને જઈ રહ્યાં હતાં ત્યાંજ એમને એમની માતા સુનીતિની યાદ આવી ગઈ
એ વિચારવા લાગ્યાં —–
“શું હું મારી માતા ને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠધામ જાઉં છું. નંદ અને સુનંદે એમનાં મનની વાત જાણી લીધી એમને બતાવ્યું કે આગળ -આગળ બીજાં વિમાનમાં માતા સુનીતિ પણ જઈ રહી છે. એમણે ક્રમશ: સૂર્ય આદિ બધા જ ગર્હો જોયાં. માર્ગમાં દરેક જગ્યાએ વિમાનો પર દેવતાઓ એમની પ્રશંસા કરીને ફૂલોની વર્ષા કરતાંજતાં હતાં. એ દિવ્ય વિમાનમાં બેસીને ધ્રુવજી ત્રિલોક પાર કરીને સપ્તર્ષિમંન્ડલથી પણ ઉપર ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા. આ પ્રકારે એમણે અવિચલ ગતિ પ્રાપ્ત કરી અને કયારેય પણ નાશ ના થાય એવાં ધ્રુવ લોકમાં વાસ નો વાસ મળ્યો અને આમ એ ધ્રુવનો તારો બની ગયાં !!!!
એ તો સાચું જ છે ને કે સદાય ભક્તિભાવ તમને શિખરે બેસાડે છે !!! ભક્ત ધ્રુવ આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. શત શત નમન ધ્રુવજી !!!
——– જનમેજય અધ્વર્યુ